જય  શ્રી   કૃષ્ણ 

જતા આવતા   સામા મળતા  બહાર જતા  , ટેલીફોન ઉપર  વાત કરવાની શરૂઆત કરતા  કે પછી સવાર માં ઉઠતા  સૌ  પ્રથમ  જય શ્રી  કૃષ્ણ   કહેવાનો એક શિરસ્તો છે  . આ એક માત્ર શિરસ્તો છે કે માત્ર વિવેક  કે પછી પ્રણાલિકા  તે બાબત  કોઈ ચર્ચા નો વિષય નથી. તે વિવેક પણ હોઈ શકે, શિરસ્તો પણ ગણી શકાય ઔપચારિકતા પણ હોઈ શકે  ફરજ નો એક ભાગ પણ હોઈ શકે  અથવા  માત્ર એક દંભ  પણ હોઈ સ્તે  જે માત્ર બતાવવા માટે હોઈ   તે જે હોય તે   શીરાસ્વ્તો તો સારો છે જ તેમાં બે મત ના હોઈ શકે. સવાલ તેના પ્રતિભાવ નો રહે છે. હું જો જય શ્રી કૃષ્ણ  ન્કાહુ તો સમી વ્યક્તિએ  પણ સામા  જય શ્રી કૃષ્ણ  કહેવું જ જોઈએ  તે અપેક્ષા  રાખવી યોગ્ય છે  કે  કેમ તે પણ એક વિચારવા માટે નો પ્રશ્ન  છે. 
           સામાન્ય રીતે  જયારે શિષ્ય  તેના ગુરુ ને,  સંતાન તેના  માતા પિતા  ગુરુ કે વડીલ ને  કે વયસ્ક ને જય શ્રી કૃષ્ણ થી અભિવાદન કરે ત્યારે તે  તેની સૌજન્યતા છે  અથવા વિવેક છે   સમો પ્રતિભાવ ના મળે તો પણ   તેમો કઈ જ  અસંગત નથી ત્યાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન  ના આવે, સમોવડિયા વચ્ચે કદાચ આવી શકે પણ  અવગણો તો વધારે સારું. મેં કહ્યું અને તે કેમ ના  કહે  તે વધુ પડતું સારું તો નહિ. ચલાવી લો તો તમારી જ મોટી ગણાશે.
         કેતાજીક  વખત તેવું પણ બને  કે ગુરુ તેના શિષ્ય ને  અભીવાદિત કરે અને  શિષ્ય  સમું અભિવાદન ના પણ કરે  તો તેમાં થોડીક અવિવેક ની મત્ર  ગણી શકાય પણ જો શિષ્ય   અભિવાદન તો ના કરે  પણ  અવગણના કરે  કે અપમાનિત  કહી શકાય તેવી  ઠંડી ઉપેક્ષા  કરે તો તેને તો માત્ર  ઉદ્ધતાઈ  જ કહી શકાય  ખરી     કદાચ ના   સમય અને સંજોગ પર આધારિત  બાબત ને પ્રતિસ્થા નો પ્રશ્ન ના બનાવાય તો સારું.   એક તરફી  સન્માન ખોટું નથી.  નાનો કરે તો તે વિવેક છે અને મોટો કરે તો તેની મોટાઈજેને જે યોગ્ય લાગે તે પ્રમાણે સ્વીકારીને વર્તે.
                           જય  શ્રી   કૃષ્ણ  

No comments:

Post a Comment