my friend is very imporant for me


     ખાટી  મીઠી  યાદો 
મારી  ઈચ્છા છે કે હું  મારા  ૭૦  વર્ષના  જીવન કાલ  અને ૫૦  વર્ષ ના  દામ્પત્ય કાલ  ની  કેટલીક  ખાટી મ્કીથી યાદો નો  ઉતારો મારા બ્લોગ  ઉપર  કરું . તે૪ માટે  મારે તટસ્થ  રહીને અને કોઈને અન્યાય ના થાય  કે કોઈ પ્રત્યે કોઈ પૂર્વ ગ્રહ  પણ ના આવી જય તેની કાળજી  મારે રાખવી પડશે અને તે હું રાખીશ

         એ  જીના ભી કોઈ જીના હૈ ..... આ જ્ઞાન લાધ્યું  ત્યારે તો ઘણું મોપ્ડું થયી ગયું  હતું.  ઐસે  તૂટે તાર કી સબ ગીત  અધૂરે રાહ ગયે .......નિવૃત્તિ  વખતે એમ  હતું  કે હવે ખુબ નવરાશ  હશે  હવે સારી રીતે લખશે  પણ તે સમય ક્યાં અને કેવીરીતે  જતો રહ્યો કઈ ખબર જ ના પડી  અને  જયારે ખબર પડી ત્યારે પણ  ઘણું મોડું થયી ગયું હતું  કે જયારે  હાથ પગ બરાબર કામ નથી  આપતા, આંખો ની  રોશની  લુપ્ત થવા આવી  શ્રાવ્ય શક્તિ  પણ  ધીમે ધીમે લુપ્ત થતી જાય અને તેથી પણ  વધારે ગંભીર બાબત તો તે છે કે૪  યાદ શક્તિ  ક્ષીણ  થતી  જાય   અને જયારે  યાદ શક્તિ  ક્ષીણ થયી  જાય ત્યારે શું અને કેવું અને કેટલું યાદ  કરીને  શું લખવું તે પ્રશ્ન ઉભો થઇ ગયો . રાત્રે મેં યાદ કર્યું હોઈ અને બીજે દિવસે  સવારે  લખવા બેસું ત્યારે યાદ જ ના  આવે તે કેવી  લાચારી  કહેવાય.પણ હવે સહુ થાય ?જે સમય ગયો તે તો પાછો આવવાનો જ નથી. જે સમય બચ્યો છે અને જેટલું  યાદ આવે તેટલું તટસ્થતાથી  રજુ કરવું તેમાં જ સાર્થકતા  રહેશે

ક્રમશઃ 

No comments:

Post a Comment