bhakti sandesh 30 janmotsav







ભક્તિ   સંદેશ.
30
ગુણવંત   પરીખ
જન્મોત્સવ

                  આર્યાવર્તના  મિથિલા  પ્રદેશ ના  રાજવી  મહારાજા જનક એક  અલિપ્ત   અને  નિ:સ્પૃહી   વ્યક્તિ  તરીકે ખુબ  જાણીતા  હતા  મહારાજ જનક   તે  જનક  વિદેહી  તરીકે પ્રખ્યાત હતા - – તેમની  પત્ની   મહારાણી સુનયનાદેવી   પણ  એક   શ્રેષ્ટ ગૃહિણી  અને જાજરમાન   મહારાણી હતા  અને  તેટલાં    પતિપરાયણ અને   ધર્મપરાયણ  પણ  હતાં. પણ  નસીબ બે  ડગ  આગળ હતુ:  તેઓ મહાન રાજ્યના  રાજવી હતા : પણ  નિ:સંતાન હતા.  મિથિલા  રાજ્યની એક   વણતુટી  પરંપરા   હતી કે  દર વર્ષે  અખાત્રિજના દિવસે  ખેડુતો ખેતર  ખેડવાની  શરુઆત કરે  પણ   તે દિવસે સૌથી  પહેલુ   હળ   ચલાવે રાજવી – અને  આમ દર વર્ષે  મહારાજા જનક    પરંપરાનુ  પાલન કરતા  હતા  અને  દરેક  અખાત્રીજે હળ  જોતરવાની  પરંપરા જાળવતા હતા.  આ વર્ષે પણ અખાત્રીજે તેઓ  પરંપરા  મુજબ ખેતરે પહોચી ગયા  અને   તેમના  માટે  તૈયાર  જોતરેલા હળથી ખેતર ખેડવાની  કામગીરીનો   શુભારંભ  કર્યો પણ     વખતે અજાયબ ઘટના  ઘટી  -પહેલા  જ ફેરામા  હળની  સાથે  કોઇ  નક્કરવસ્તુ અથડાઇ અને  કુતુહલવશ રાજા  જનકે તપાસ  કરવા  કહ્યુ કે હળની સાથે શુ  અથડાયુ ? તપાસ કરતાં જમીનમાંથી એક લાકડાની  પેટી મળી  -અને આ આશ્ચર્ય શમે તે   પહેલાં જ બીજુ આશ્ચર્ય સર્જાયુ – જનક   મહારાજે  પેટી  ખોલવાનો આદેશ આપ્યો  -અને  સૌના     આશ્ચર્ય    વચ્ચે પેટીમાં એક  રૂપ  રૂપના અંબારસમી  નાની  બાળિકા  હસતી હતી  અને  પગ  હલાવતી  હલાવતી અંગુઠો ચુસતી  હતી . મહાદેવી સુનયના  પણ  હાજર હતાં અને  તેઓ  પણ  સ્તબ્ધ બની  ગયા   -ભગવાનનો  પાડ  માનો  મહારાજ -    આજે  આપણુ વાંઝિયા મહેણુ  ટળે  છે – આજથી આ    મારી  પુત્રી  - આપણી પુત્રી –એક   રાજકુમારી તરીકે  તેનો  ઉછેર થશે .અને  કુદરત  પણ  રાજા પર  મહેરબાન થયી – ભૂમીમાતાએ   આપેલી આ પુત્રિ  :જેનુ નામ  તેમણે  ભુમિજા રાખેલ : બીજુ નામ  સીતા  રાખેલ: તેના  આગમન  પાછળ ને  પાછળ જ  બીજીત્રણ પુત્રિઓ  જન્મી અને  તેનો  યશ  સીતાને  મળ્યો  સુનયનાજી કહે  મારી   સીતા  ભાગ્યશાળી છે –શુકનીયાળ પગલાંની  છે –તેના આવ્યા  પછી  જ મને  બીજી  ત્રણ  ત્રણ   દીકરીઓ મળી  છે  આથી  સીતાના લાડકોડ અનેક ગણાંવધી ગયાં – ખુબ  તોફાની છોકરી પણ  સૌ તેને આદર   આપે  -તે  ભલે  તોફાની હતી  પણ  એટલી  જ વિવેકી અને  માતૃભક્ત અને  પિતૃભક્ત  પણ  હતી  - ધર્મપરાયણ પણ  તેટલી જ હતી  - માતા   પાર્વતીજી   તેનાં ઇષ્ટ  દેવી હતાં  – વડીલોની સેવા    આમન્યા   રાખતી  -  સેવા  પણ કરતી-દયાભાવ   તેના  સંસ્કારમાં  હતો
     આર્યાવર્તનો બીજો જાણીતો પ્રદેશ એટલે  અયોધ્યા- સરયુ  નદીના  કાંઠે આવેલો આ વિસ્તાર  -તેના રાજવી તે  રઘુવંશના  વંશજ  રાજા  દશરથ હતા . ખુબ  ઉંચુ  અને  મોટુ નામ   પણ  ખાટલે એક   ખોડ – તે  પણ  નિ:સંતાન  હતા .તેમને  ત્રણ    ત્રણ રાણીઓ હતી  પણ  કોઇને   સંતાન  નહી  -સૌથી  નાની  રાણી   કૈકઈ- તે  માનીતી  રાણી ગણાતી પણ  પટરાણી    તો  કૌશલ્યા હતી  અને ત્રીજી રાણી ખુબ  જ શાંત અને સહિષ્ણુ હતી તે   સુમિત્રા –પણ   ત્રણેય નિ:સંતાન –દશરથ  રાજાએ  જ્યારે  મોહવશ  કૈકઈ સાથે લગ્ન કરેલુ  ત્યારે તેમણે  કૈકઈના પિતાને વચન  આપેલુ કે  કૈકઈના  પુત્રને    યુવરાજ  પદ  આપશે –પણ   ત્યાં સુધી તો  કોઇને સંતાન    જ નહોતુ.
        સમય  વહેતો ગયો  -રાજા મનથી દુ:ખી  તો  હતા  પણ  મહારાણી  કૌશલ્યા  તેમને સાંત્વન આપતી હતી – સુમિત્રા  શાંત હતી અને  કૈકઇ   કામણગારી હતી  દશરથની   સૌથી  માનીતી રાણી   – પણ   સંતાન ઓછુ   રસ્તામાં પડ્યુ છે ? અને તે    સમયે  રાજગૂરૂ  વશિષ્ટની  સુચના મુજબ પુત્ર   કામેષ્ઠી યજ્ઞ   કરાવાયો અને  યજ્ઞદેવતાએ  પ્રસાદ  પણ આપ્યો   અને      પ્રસાદ ત્રણેય  રાણીઓ વચ્ચે વહેચવામાં પણ  આવ્યો અને   પ્રસાદે પોતાનુ  ફળ  આપવાની શરૂઆત પણ   કરી  દીધી.  મહારાજ  દશરથ દરબારમાં બેઠા  છે  અને  તે  સમયે એક   દાસી દોડતી આવી  અને ખુશ ખુશાલ બનીને  ઝુમી ઉઠી  - માહારાજ મહારાજ   મ્હાદેવી   કૌશલ્યાએ  પુત્રને જન્મ આપ્યો છે  - મેઘશ્યામ    રંગી   બાળક એકદમ  તેજસ્વી છે  -ચકોર અને  ચબરાક  -અને મહારાજ  ઉછળી પડ્યા  - રાજમહેલમા   આનંદનુ   મોજુ ફરી  વળ્યુ – સૌ  પ્રથમ   વધાઇ  કૈકઈએ      કૌશલ્યાને આપી  અને ખુશ  થતી  થતી દશરથ પાસે દોડી ગઈ – વધાઇ  હો   મહારાજ   યુવરાજ પધાર્યા   છે  -તે  સમયે તે ભુલી ગઈ  કે મહારાજ દશરથે  તેના  પિતાને  વચન  આપ્યુ  છે  કે  યુવરાજ  તો  કૈકૈઇનો પુત્ર જ બનશે અને  થોડા  જ સમયમા   સમાચાર આવ્યાકે  મહારાણી    કૈકઈએ પણ  બે પુત્રોને જન્મ આપ્યો  છે –મહારા  દશરથ માટે સારા સમાચારનો જાણે કે   મારો જ  ચાલ્યો  અને સમાચાર આવ્યા કે   સુમિત્રાએપણ  એક   રૂપ રૂપના  અંબાર  સમા  તેજસ્વી બાલકને  જન્મ આપ્યો છે : એક  સમયના  નિ:સંતાન  મહારાજા દશરથ આજે ચાર  ચાર  પુત્રોના  પિતા  છે   અને  રાજમહેલમાં જ નહી  સમગ્ર   અયોધ્યા  નગરી    બાળકોના જન્મોત્સવ ઉજવવામાં ગાંડી -ઘેલી  બની  ગઈ ..
ગુણવંત  પરીખ
1-7-20
ક્રમશ:
વાનર સેંના



bhakti sandesh 29 shap ke varadan






ભક્તિ  સંદેશ
29
શાપ  કે  વરદાન

                હવે  સાંભળો  મારા  જન્મની  પુર્વભુમિકા :
અયોધ્યા  નરેશ  દશરથ  એક સમર્થ  રઘુકુળ  રાજવી  છે  પણ  અપુત્ર  છે  . એક સમયે  તેઓ  શિકાર  કરવા માટે ગયા હતા પણ  શિકાર  નહી  મળ્યો અને  સાંજના  સમય  હતો .  અચાનક જ તેમને બુડ  બુડ  જેવો  પાણીનો અવાજ  સાંભળ્યો અને   તેમને  લાગ્યુ કે  જરૂર કોઇ  પ્રાણી    નદીએ પાણી  પીવા  આવ્યુ લાગે  છે –તેઓ    શબ્દવેધિ  બાણાવળી  હતા  અને  અવાજની દિશામા તેમણે  એક  તીર   છોડ્યુ અને બરાબર  અવાજના  સ્થળે જ     તીરે તેનુ  નિશાન  પાર   પાડ્યુ  - પણ    કોઇ    પ્રાણીની  ચીસ  નહોતી  પણ   કોઇ  માનવની મરણચીસ  હતી – રાજા    ગભરાયા  અને  દોડીનેનદી  કિનારે પહોચ્યા  અને  ત્યાંનુ  દ્રષ્ય  જોઇને  હેબતાઇ ગયા –તેમણે  એક  યુવકને   હાથમાં  પાણીના   ઘડા   સાથે જોયો જે   તેમના  તીરથી  ઘવાઇ  ચુક્યો હતો  અને   અંતિમ  શ્વાસ  લઈ    રહ્યો  હતો – દશરથે તેની   માફી માગી  પણ બનવાકાળ    બની   ગયુ  -ઘાયલ  યુવક –શ્રવણ   -બોલ્યો કે હુ  મારા  અંધ  માતા  પિતાને  યાત્રા  કરાવવા  માટે તેમને  કાવડમાં  લઈને નિકળ્યો  હતો-  આ નદી   કીનારે મારા  પિતાએ   મને   જળ  લાવવા  કહ્યુ અને હુ ઘડો  લઈને પાણી ભરવા  આવ્યો    હતો – જેવો મેં ઘડાને  પાણીમા ડુબાડ્યો  કે તરત  જ એક બાણ  મારી  છાતીમાં આવીને ઘુસી ગયુ  અને   હુ   મૃતપ્રાય  બની ગયો -  આપ  મારા  માતા પિતાને   જળ   પહોચાડજો  - આટલુ  કહેતામાં તો  તે  ઢળી  પડ્યો  -દશરથ  રાજા ઘડો  લઈને  શ્રવણના  માતા  પિતા  પાસે   જાય  છે  પણ  માત્ર  જળ    ધરે  છે  -  બોલી શકતા  નથી  - આથી  તેની માતાએ કહ્યુ કે  બેટા  કેમ   બોલતો નથી  ? અમારાથી  રીસાયો  છે  ?  અને  દશરથની આંખો  અને   હ્રદય   ભરાઇ આવે  છે  અને   તમામ વિગતો  તેના  માતા પિતાને   જણાવે છે .આથી  બેબાકળા બની  ગયેલા  શ્રવણના  પિતાએ દશરથને ખુબ  સંભળાવ્યુ – અને  અંતે  શાપ   આપ્યો કે  હે   રાજન આજે   જે  રીતે હુ છતે  પુત્રે  પુત્ર  વિયોગે આમ   તડપી તડપીને  મરુ  છુ  તે જ રીતે  તારા મૃત્યુ  સમયે પણ   તારો   કોઇ   પુત્ર  તારી સમક્ષ  નહી    હોય . અને  શ્રવણના  પિતા  પણ  ઢળી   પડે  છે  અને  જોત   જોતામાં તો શ્રવણની માતા   પણ  ઢળી  પડે  છે  આમ   દશરથના  માથે   ત્રણ   ત્રણ  હત્યાનુ  પાપ   ચોટે છે. લથડતા   પગે  તે    રાજમહેલમાં  આવે  છે   અને સૌ  પ્રથમ   રાજગૂરૂ  વશિષ્ઠજીને  મળીને તમામ હકીકતથી  વાકેફ  કરે  છે  - વશિષ્ઠ   સ્થિતપ્રજ્ઞ  હતા     અને   તેમણે  દશરથની વાત  સાંભળીને કહ્યુકે હે  રાજન બનવાકાળ  બની ગયુ  -  તમારો  કોઇ  બદઈરાદો નહોતો  જ અને  માટે વિધાતાએ  પણ  આપને શાપના  બદલે એક  છુપો  આશિર્વાદ    પણ  આપ્યો છે – જરા વિચારો  - આપના  મૃત્યુ  સમયે આપનો   કોઇ પુત્ર  હાજર નહી  હોય –એનો    અર્થ   એ થયો કે   આપના  નસીબમા  પુત્ર  છે . અને તે  પણ  એક  જ નહી  એક  કરતા  વધારે – શાપિત કથન  એમ  કહે  છે  કે   તારા  મૃત્યુ  સમયે  તારો   કોઇ પુત્ર હાજર ન્લહી  હોય  -  આપણે હવે   જેમ  બને તેમ  જલદી   પુત્ર કામેષ્ઠી યજ્ઞનુ  આયોજન કરો .અને    મહારાજ દશરથે  પુત્રકામેષ્ઠી   યજ્ઞ  શરૂ કર્યો અને  યજ્ઞની  પુર્ણાહુતી સમયે  યજ્ઞમહારાજ   હાથમાં   પ્રસાદના   પડીયા  સાથે  ઉપસ્થિત  થયા  અને  પ્રસાદ મહારાણીને   આપવા  જણાવ્યુ.પણ  દશરથને તો ત્રણ ત્રણ  પત્નીઓ  હતી – પ્રસાદની  હક્કદાર કોણ   બને  ?  કૈકેયિ માનીતી  રાણી –તે   કહે મારો હક્ક  પહેલો પણ   - કૌશલ્યા  પટરાણી  હતી   પણ   તેણે હક્ક જતાવ્યો નથી અને   સુમિત્રા  તો  ચુપ જ છે – જેવી ભગવાનની મરજી- પણ  રાજા દશરથે   યોગ્ય ન્યાય આપ્યો- પ્રસાદના  બે  ભાગ  કર્યા- એક  ભાગ  પટરાણી  કૌશલ્યાને આપ્યો  અને   બીજા ભાગમાંથી  બીજા બે  ભાગ  કર્યા  - એક ભાગ   સુમિત્રાને  આપ્યો અને  બીજો   ભાગ  કૈકૈઈને – પણ   માનીતી   રાણી  કૈકઈનો ગુસ્સો  સાતમા  આસમાને  પહોચી ગયો –હુ માનીતી  રાણી અને   મારા ભાગે  આમ ચોથીયુ જ આવે ? એ કેમ  ચલાવી  લઉ ? તેણે  પડીયાનો ઘા  કરીને  બહાર   ફેકી  દીધો –તે   સમયે   એક સમડી ઉડતી ઉડતી  આવી  અને  આ પડીઓ  ઉપાડી  ગઈ –અને  તે પડીઓ લઈને   ઉડતી ઉડતી જ્યાં કપિરાજ  કેસરીની  પત્ની અંજનીદેવી  શિવજીની પુજા કરતી  હતી ત્યાંપહોચી  ગઈ અને અંજનીદેવીના ખોળામા  પડીઓ   મુકીને સમડી  ઉડી  ગઈ .-  અંજની માતાએ  વિચાર્યુ  કે શિવજીએ પ્રસાદી મોકલી   અને તેણે   પ્રસાદ  ગ્રહણ  કર્યો – રાજમહેલમા  હાહાકાર મચી  ગયો  હતો – કૈકઈએ પડીઓ  ફેકી દીધો  જાણીને  સૌ  દુખી  થયા  પણ  મહારાણી  કૌશલ્યાએ  પોતાના  ભાગમાથી  અડધો ભાગ   કૈકેઈને  આપ્યો  અને તે     રીતે  સુમિત્રાએ  પણ પોતાના પડીઆનો  અડધો ભાગ   કૈકઈને આપી દીધો –આમ  રિસાયેલી   કૈકઈને ભાગે  બે  ભાગ  આવ્યા  - એક  ભાગ   પટરાણી  કૌશલ્યાને ,  બીજો ભાગ સુમિત્રાને અને  ત્રિજો   ભાગ-    ભાગ  કૈકઈને  મળ્યા   અને  ચોથો  ભાગ   અંજનીદેવીને  મળ્યો
    અને     આમ  ચાર  ચાર   બાળકોએ પોત પોતાની માતાના  ગર્ભમાસ્થાન  મેળવી લીધુ
ગુણવંત  પરીખ
11-7-20
ક્રમશ :
જન્મોત્સવ

bhakti sandesh 28 virah vedana






ભક્તિ  સંદેશ
28
વિરહ   વેદના

                 સાંભળો  મહાદેવી : આપણે   માનવલોકમાં  જવાનુ   છે – પૃથ્વીલોક : માનવલોક  : તેના આગવા   કેટકેટલા   ગુણો અને  અવગુણો પણ  છે :  પણ   સૌથી  અગત્યનો ગુણ તેની સંવેદના છે  .  માનવી  એક   સંવેદનશીલ  જીવાત્મા  છે  .   દેવો   માટે કહેવાય છે  કે  તેઓ   સાત્વિક  કક્ષામાં    આવે  : મુક્ત  સ્વાતંત્ર્યમા  જીવનારા -  ઉદાર મતવાદી –પરોપજીવી પણ  ખરા  -  હા  થોડે   ઘણે  અંશે  ઇર્ષાળુ ખરા   -અમારી  સત્તા  જતી  રહેશે તેવો  ભય  પણ  ખરો  -જ્યારે  બીજીબાજુ  દાનવો  તદ્દન  વિપતિત મનોવૃત્તિ વાળા – સંવેદનાહીન -  ક્રૂર , નિર્દય , દયાહીન , ઘાતકી પણ   કહી  શકાય – ધર્મની ભાષામાં  તામસી    પ્રકૃતિ ધરાવનારા   છે  -  જ્યારે માનવો વચગાળાના  જીવો છે  - ધાર્મિક પણ  છે ,  સંવેદનશીલ પણ  છે – ઇર્ષાળુ   પણ  ખરા, , લોભ  લાલચ  જેવા  ષડરીપુ ધરાવના માનવ સંવેદનાની બાબત આગળ  છે – તેની   પાસે લાગણીશીલતા છે  દયા  પણ છે દાનેશ્વરી  સ્વભાવ પણ  ખરો . આપણે તે  દરેકના ગુણધર્મો   જાણીને ત્યાં  જવાનુ  છે  અને  આપણી  ભુમિકા  નિભાવવાની છે .શક  કે  વહેમ     પણ કેવુ પરીણામ લાવે છે   જોવુ છે  ?
       માતા   પાર્વતીજી એકવાર  શિવજી સાથે  વિહાર માટે  નીકળેલાં  ત્યારે તે  સમયે   પૃથ્વી લોક  પર  મારો  અવતાર  થયેલો છે  -  હુ   આપના  વિરહમાં   ઠેર  ઠેર ઘુમતો  ફરતો  હતો  અને  પોકાર કરતો  હતો :  હે  સીતે ,સીતે , તુ  ક્યાં  છે ?  વનમાં આવેલા વૃક્ષોને વેલોને અને  પુષ્પોને  દયાર્દ્ર    ચહેરે   પુછતો  હતો  કે  મારી સીતાના કોઇ વાવડ આપો  - આ જોઇને  શિવજીએ પોતાનુ મસ્તક  મારી  સામે નમાવ્યુ –પણ  પાર્વતિજીને     ના  ગમ્યુ  - અરે દેવાધિદેવ – આપ   કોણ  ? દેવાધિદેવ મહાદેવ –અને  આપ  પૃથ્વીલોકના  એક   પામર  જીવ  સામે આપનુ મસ્તક નમાવીને તેને પ્રણામ કરો છો ? આમાં  આપની  શોભા કેટલી  ? શિવજી કહે છે   કે  દેવી એ  પામર માનવી  નથી – બ્રહ્મ છે  - સાક્ષાત  નારાયણ –પણ  મનુષ્યરૂપે  છે – શંકાશીલ  પાર્વતીજીએ  જણાવ્યુ હુ  ના  માનુ  :   બ્રહ્મ આ રીતે એક   પાગલ આદમીની  માફક આવાં  રોદણાં રડે  ખરા  ?  અને  તેમને   ખબર  ના  હોય કે  તેમની સીતા  ક્યાં છે તેવુ બને     નહી  - શિવજીએ  સમજાવવા પ્રયાસ કર્યો કે  દેવી  આ એક   લીલા છે  અને તેમાં ભગવાન  વિષ્ણુએ    આ એક  ભુમિકા ભજવવાની   છે  અને માતા   સીતાએ   પણ   પોતાની ભુમિકા     ભજવવાની છે  -  પણ  પાર્વતીજી  ના  માન્યાં  -કહે -  હુ    પારખુ કરવા ઇચ્છુ છુ – શિવજીએ  ટકોર કરી  - દેવી ઝેરના   પારખાં કરવા રહેવા  દો  -પણ  સ્ત્રી  હઠ    પાસે લાચાર બની  ગયા  અને   અને   પાર્વતીજીને મનગમતી રીતે ચકાસણી કરવા  જણાવ્યુ – પાર્વતીજી  પૃથ્વી  લોક   પહોચી   ગયા  અને  સીતાનૂ  રૂપ  લઈને રામની પાસે   આવે   છે : પણ  પરબ્રહ્મ  ભગવાન  તો  તેમને  ઓળખે જ ને ?  તેમણે સિતા  સ્વરૂપ પાર્વતીજીને  પ્રણામ કર્યા અને  પુછ્યુ  માતા આપ  એકલાં કેમ  ?   પ્રભુ પિતા  મહારાજ ક્યાં છે ? પાર્વતીજી થોથવાઇ ગયા  અને અને  ભાગવા   લાગ્યાં – પણ  તે  જે  દિશામાં  જાય   ત્યા રામ રામ અને રામ જ સામે આવે – હવે ? પાર્વતિજી ગભરાયાં – જો  શિવજી આ  જાણીજશે તો? આવા  ગભરાટ સાથે તેઓ પરત  ફર્યા  અને શિવજીએ  ભોળાભાવે પુછ્યુ – દેવી ખાત્રી કરી  આવ્યા  ? શુ ચકાસણી કરી  ? પણ  પાર્વતીજી  ફરી એકવાર થોથવાઇ ગયાં – અને જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં   કરવા ગયાં પણ   શિવજીએ     જાણી  લીધુ  કે  પાર્વતીજીએ શુ  પરાક્રમ કર્યુ  હતુ? અને  તેઓ  એકદમ ગંભીર બની ગયા.   તેમણે પાર્વતીજીને   કહ્યુ કે  આપે    શુ કર્યુ? પારખુ   કરવા માટે  આવુ  સ્વરૂપ લીધુ   ?  માતાનુ    સ્વરૂપ  જ આપે  લીધુ  ? પાર્વતીજી ગભરાઇ  ગયાં અને  ક્ષમા  માગી અને શિવજીની  સાથે  તેમનુ  આસન  ગ્રહણ   કરવા  માટે આગળ  વધ્યાં પણ  શિવજીએ તેમને રોકી  લીધાં   - બસ  દેવી – આજથી આપણો  આ સંબંધ  પુર્ણ    થાય  છે  - આપ  મારા માતાતુલ્ય  છો   આપનુ આસન   મારી  સાથે ના  હોઇ  શકે – આજથી હુ   તપ  કરવા માટે  કૈલાશના  શિખરે હવે   પહોચી જઈશ –આપ  હવે  મારી સાથે નહી  રહી શકો –પાર્વતીજીને  તો     પરીક્ષા  ભારે પડી –તે  ખુબ કરગર્યાં પણ  શિવજી  મક્કમ  હતા –અને   પાર્વતીજી એકલાં પડી  ગયાં-આથી  વ્યથિત બનીને મહાદેવી લક્ષ્મીએ  ભગવાન  વિષ્ણુને કહ્યુ કે   આપે  કેમ  કોઇ  રસ્તો ના  કાઢ્યો  ? દેવી મારે  રસ્તો   કાઢવાનો જ નહોતો  - આ  પણ  વિધિના વિધાન   સ્વરૂપ જ  એક  પગલુ હતુ .વિરહનો અનુભવ પાર્વતીજીને પણ  થવો  જ જોઇએ. સામાન્ય રીતે  દેવલોકમાં પ્રેમની  પરીભાષા  આવી  નથી –તેમને  કોઇ  વિરહ વેદના  નથી   -એક  નહી  તો  બીજે મન  લગાવી  લે  છે  જ્યારે  આ તો  પૃથ્વી લોક  છે તેના  તો  કેટલાક  પક્ષીઓ  પણ  એવા  છે કે એ વિરહ   વેદનામા  પ્રાણ આપી  દે  છે   -  પૃથ્વી  પર   સારસ   નામે  પક્ષી  છે  - તેની  જોડી અમર  જોડી ગણાય  છે  - સારસ  બેલડી -   બેમાંથી એક  જાય   એટલે બીજો  જીવ  આપમેળે  તરફડીને  વિદાય   લે  છે –આ  છે   પૃથ્વી પરની પ્રેમ અને  વિરહની  પરીભાષા.  અને  આપણે પણ  એ જ  પરીભાષાની ભુમિકા ભજવવાની છે .
ગુણવંત પરીખ
11-7-20
ક્રમશ :
માનવ   અવતાર /


bhakti sandesh 27 any avatarano




ભક્તિ  સંદેશ
27
અન્ય અવતરણો
      હે  મહાદેવી :મેં પુર્વભુમિકા  નક્કી   કરી  લીધેલ  છે  -  મારે  નારદના શાપને અનુમોદન   આપવાનુ છે :મારે   વિરહ વેદના ભોગવવાની   છે  : મારી  મદદે  વાનરો  જ આવશે ;  વિ.વિ.  અને  તે   સાથે જ મારે મારા પાર્ષદોને  પણ  મુક્ત કરવાના  છે : મારે મારા ભક્ત્જનોનુ રક્ષણ પણ  કરવાનુ  છે  : મારા  તપમાં લીન  એવા   ઋષીમુનીઓને  સહારો પણ   આપવાનો   છે .:  એક   પંથમાં કેટલાં  કામ  કરવાનાં  છે . આપની ભુમિકા  તો  આપને  ભુમિજા  તરીકે  સોપાઇ ગઈ   : મારા  પાર્ષદોની ભુમિકા   તરીકે તેઓ  દાનવકુળનાં    સંતાનોછે : તો   મારા  મદદનીશ   તરીકે  શિવજીએ પણ  તૈયારી દર્શાવી છે અને  તેઓ  વાનર  સ્વરૂપે   મારા સહયોગી બનવાના  છે  : તેમની  સાથે  એક  સમગ્ર વાનર  ઝુંડ  પણ   પૃથ્વી  પર   અવતરવાનુ  છે  :  જેમ કે  વાલી ,સુગ્રિવ ,નલ  નીલ  અને   એક   વિશેષ    સહયોગી તે  જામવાન  છે  : આ  સૌ   સજ્જ છે .આપની માફક જ આપણા  છત્રધારી  શેષનાગજીએ પણ  મને  પ્રાર્થના કરી  છે કે પ્રભુ હુ   પણ  આવુ   આપની સાથે  જ-   મને  પણ  આપના વગર  ચેન   નહી  જ પડે  અને અમારો  સતત  સંપર્ક જળવાઇ રહે તે  માટે  તેમને  પણ   મારા અનુજ  તરીકે  સાથે રાખવાના છે ..મારૂ આ  અવતરણ   નાનુસૂનુ નથી :  હુ  માત્ર  એક   માનવ  તરીકે  અવતાર ધારણ કરવાનો છુ    અને  મારે  માનવ  સહજ  વૃત્તિથી પ્રવૃત્તિ  કરવાની છે : ના  કોઇ  લીલા ના  કોઇ  હમત્કાર - બસ  કામ   , નિષ્ઠા , નિયમોનુ પાલન , આદર્શોનુ  પાલન વિ.વિ.  જેવા  માનવોના  દૈવી ગુણો જ  રજુ કરવાના છે  અને    સૌની  મદદથી તેમા  સફળતા પ્રાપ્ત  કરવાની છે  .મારા  અત્યાર સુધી  થઈ ગયેલા     અવતારોમાં આ  અવતાર  અનેરૂ  સ્થાન ધરાવતો  હશે : સમગ્ર  સૃષ્ટી પર   માનવજાત  દ્વારા  મારે  સમાજના સફળ  સંચાલન    માટે જે  આદર્શો  ઘડાયા છે  તે    પ્રદર્શિત કરવાના  છે  :  આપની પતિવ્રતાપાલનની  કામના ,  અનુજ  લક્ષ્મણનો ભ્રાતૃપ્રેમ , ભરતનો  ત્યાગ  , હનુમાનની સેવક તરીકેની ફરજો :  એક   આદર્શ   સેવક : પિતાના આદેશ જ નહી  પિતાની ઇચ્છા નુ  પણ  કોઇ દલીલ વગર   પાલન , : આદર્શ   પુત્ર  : સાવકી  માતાપ્રત્યે  કોઇ જ પુર્વગ્રહ નહી :કૈકઈ :,   એક  આદર્શ  રાજા તરીકે  કર્તવ્યનુ પાલન :  પોતાની જ પત્ની જે  પવિત્ર  છે  તેની  ખાત્રી હોવા છતાંય અને પવિત્રતાનુ  પ્રમાણ આપી  ચુકેલ હોવા  છતાંય  તેનો  ત્યાગ કરવો :   માત્ર અને    માત્ર :   લોકાપવાદને  કારણે  : સમગ્ય વિષ્વમા સમગ્ર પૃથ્વી  પર   એક  મિશાલ ઉભી  કરવાનીછે  . ઋષી   મુનીઓનુ સન્માન  અને  સહારો બનવાનુ કાર્ય પણ  કરવાનુ  છે  -  મારા ભાગે  પણ  એક  અને  માત્ર એક  એવુ  કાર્યકરવાનુ આવે   છે  જે    પ્રથમ  નજરે અધર્મયુક્ત   કાર્ય  છે : મારા   ઉપર  આક્ષેપ  છે  કે મેં  વાલીને છુપાઇને માર્યો  : વાત  તો   સાચી  છે : હુ  તેનો અસ્વીકાર  કરી  શકુ  તેમ  નથી  કે  માત્ર  વાલીના  અધર્મનો  દાખલો  આપીને  મારા  કાર્યને  ધર્મયુક્ત   પણ  ઠરાવી શકુ    નહી  - પણ  મેં  તે અધર્મનો   સ્વીકાર કરીને   વાલીને મારા  કર્મનો બદલો  વાળી   આપવાનુ નક્કી    કર્ર્લ  છે .અને  આ જ અવતારમાં  જ આના  પછીના  અવતારની  ભુમિકા  પણ   બાંધી દીધી  છે – તે  અવતારમાં   મારૂ મૃત્યુ વાલીના  પુનર્જન્મના  દેહ  સ્વરૂપ જરા પારધી મારફતે થશે – બરાબર તે  જ રીતે- એક બાણથી મારે  ઘાયલ થવાનુ છ અને  તે સમયે  પણ  અમે   બન્ને  સાથે મોક્ષ ગતિ   પામીશુ  .મહર્ષી   વિશ્રવાના  સંતાનો  : પ્રથમ  પત્નીનો પુત્ર  કુબેર : જો કે  તે તો  ધર્મપરાયણ હતો   પણ   તેમની  અસુરકન્યા સાથેના  લગ્ન  સંબંધી   કૈકસીના સંતાનો  વિદ્રોહીઓ  હતા  :  જો  કે   તેમના  ત્રણ   સંતાનો  રાવણ :કુંભકર્ણ અને  વિભીષણ :પૈકી વિભીષણ  ધર્મપરાયણ  હતો   જ્યારે  બીજા  બે   માતાના  ગુણોથી પ્રભાવિત  હતા ;માતા કૈકસીએ  ત્રણેયને  બ્રહ્માજીનુ  તપ કરીને  તેમને   રીઝવીને  અણમોલ  વરદાનો પ્રાપ્ત  કરવા જણાવેલુ  :મેં  આપને જણાવેલ  છે જ  કે  દેવી અમારા બ્રહ્માજી અને  શિવજી ખુબ  ઉદાર  પ્રકૃતિવાળા  દેવો છે  - તેઓ આશિર્વાદ  આપવામાં અને  વરદાન   આપવામાં  પણ  ભોળા અને   ઉદાર: બ્રહ્માજીએ આ  ત્રણેયના તપથી  ખુશ  થ્હઈને તેમને  વરદાન   માગવાકહ્યુ  અને  વિભીષણે માત્ર  ભક્તિ   માગી :  વચેટ કુમારે  ઇંદ્રાસન  માગવાનુ હતુ  અને મારી  વિનતિ  માન્ય   રાખીને    દેવી સરસ્વતીએ તેમની જીભને એક    ઝટકો   આપી  દીધો  અને ઇંદ્રાસન  ને બદલે  નિદ્રાસન માગી   લીધુ પણ   મોટો   ચબરાક  હતો ‌: તેણે   અમરત્વ   માગ્યુ:  જે  ના  મળી  શકે   પણ   તેના  બદલે  અન્ય કોઇ  માગણી  કરવા જણાવતાં તેણે કહ્યુ કે હુ માનવ અને   વાનર  સિવાય હુ   કોઇથી  પણ  મરૂ  નહી  : માનવ અને   વાનર તો  તુચ્છ  જીવો છે  હુ  તેમને  ચપટીમાં   ચોળી   નાખીશ  - અહો  અહંકારમ   :બસ : તેનો  જ ઉપયોગ  કરવાનો છે અને  આ જન્મ  માનવ સ્વરૂપે તેના માટે  જ લેવાનોછે
     માનવ સહજ  સ્વભાવનુ  એક વિલક્ષણ  વ્યથાપુર્ણ  દર્શન પણ  આપને કરાવુ  :

ગુણવંત  પરીખ
11-7-20
ક્રમશ :
વિરહ  વેદના