N.C.T.C comments

એન    સી      તી    સી  

એક વિવાદ, વિખવાદ  કે પછી  બ્લેક મેલિંગ   ?


        એન .સી।તી સી .  ના મુદ્દા ઉપર  બોલાવાયેલી  બેઠક સદંતર  નિષ્ફળ  ગયી  છે  તે  એક  કમનસીબી  છે .ભારત ના  બંધારણમાં    કેન્દ્ર સરકાર  એ  કુટુંબ ના  બાપ   સમાન છે  અને  બાપ  ને    ત્રણ ચાર  દીકરા  ઓ હોય  તેમ  કેન્દ્ર  સાથે  જોડાયેલ  તેના  રાજ્યો  પણ  તેના  દીકરા  સમાન  છે  અને દીકરા ની  સગવડ  અને  સલામતીની  જવાબદારી  પણ   બાપ ની   જ  હોય  તેમાં  બે  મત  નથી .એવું  બની   શકે કે  દીકરા  મોટા  થયી ગયા  હોય, ખાધે  પીધે  વધુ  સધ્ધર  અને  સુખી  પણ  હોય,  બુદ્ધિશાળી  પણ  હોય ,પગભર  પણ   હોય  અને  વધુ  પડતી  મહત્ત્વકાક્ષા ઓ પણ  સેવતા હોય  પણ  તેનાથી  તે  દીકરો  નથી  મતી  જતો। બાપ  ની    ફરજ  છે  કે  તે  તેના   આવા  સધ્ધર  અને  સુખી  દીકરાઓની  સાથે  સાથે  તેના   તેની  સરખામણીમાં  ઓછા સધ્ધર   અને  શક્તિ   ધરાવતા બાળકોનું  પણ  ધ્યાન  રાખે અને  તે  જરૂરી  પણ  છે। પોતાના  જ  સંતાનો  વચ્ચે ની  અસમાનતા  કેટલીક  વખત  સહોદારી  હરીફાઈ  કે  કદાચ  સહોદારી વૈમાંનાશ્ય    પણ    ઉભું કરી  દેછે અને  તે  રોકવાની  જવાબદારી  પણ  બાપ ની  જ  હોય  છે। કેન્દ્ર  સરકારે  આ  જવાબદારી  નિભાવવી જ જોઈએ  અને  તે  તે  માટે  પ્રયત્ન શીલ  પણ છે   પણ  કદાચ એવું લાગે છે  કે  દીકરાઓ  ટેકો નથી   આપતા  અને  ટેકો નહિ  આપવામાં  કોઈ  મૂળભૂત  કે  અગત્યનું  કારણ  દેખાતું  નથી।  બાળકો એ  બાલીશ   કારણો રજુ કર્યાછે  આ કારણો  તે  કારણો  નથી  પણ   માત્ર  બહાના  છે।  .બાપ ની  દીકરીઓ  તો  ચાર  ચંદરવા  ચઢે  તેવી  છે . બાપ   દીકરી ને  જલદી  કશું  કહી  નથી  શકતો। સમાજ માં  આબરૂ  ની  બીક  છે અને   અહિયાં ગબડી  પડવાની  બીક  છે।  ખુરશી  જાળવવી  હોય  તો  દીકરી ને  પણ  માંગે  તે આપવું  પડે   નહીતર  દીકરી  કહેશે  પપ્પા  હું  બધું  જાણું  છું  હું ઘર છોડીને  જતી રહીશ  અને  એના  દરથી  પણ  બાપ  બિચારો  લાચાર  બની જાય  છે।  
      એક  મેડમે  કહ્યું કે  મને  ડ્રાફ્ટ ની  નકલ  જ મળી નથી।  કેવો બાલીશ  મુદ્દો ? આ એક  માત્ર  પ્રક્રિયાત્મક   ગરબડ છે   આ જમાનો એટલો  વિકસિત છે  કે  એક પત્ર ની  નકલ  નથી  મળી  તો  ફેક્ષ થી  બે મિનીટ માં  મળી જાય। દેલ્હી  અને  ચેન્નાયી  એટલા બધા   દુર નથી  કે  એક  ડ્રાફ્ટ ની  નકલ  પહોચવામાં  વાર  લાગે। આ તો  આંગણ   વાંકું  જેવું  એક  બહાનું   છે।ગૃહ  મંત્રાલય આવી  ભૂલ  કરે  નહિ  અને  કદાચ થયી  ગયી  હોય  તો  પલ  માત્રામાં  સુધારી  શકાય  તેવી  નાજુક  ભૂલ  છે તેને  પ્રતિષ્ઠાનો  મુદ્દો ના  બનાવાય। .બીજા  મેડમ  કહે  અમારી  સાથે     ચર્ચા  વિચારણા  કરી  નથી।  સંસદ માં  આ બાબત  આવી  નથી।  મેડમ  એમ   પણ   કદાચ   આશા  રાખતા હોય  કે  બાપ  એના  ઘેર  જે  કઈ  કરે  તે મને  પૂછીને  કરે  અને  જો  એમ ના  કરી  શકે  તો  તેની  કિંમત   ચૂકવે અને  આવા  મુદ્દા  ઉભા કરીને  બાપ નું  નાક  દબાવી ને  ધર્યા   પેકેજ મ્ર્લાવી  જાય  છે  અને  બીજા   દેખાતા  રહી  જાય  છે, બળી જાય  છે,  ફરિયાદ  કરેછે  ત્રાગા  પણ  કરે  છે  અને  કેટલીક   વખત  આવી  દેખા  દેખી માં  તે  પણ  બ્લેકમેલીંગ  શરુ કરી  દે છે। .  

    આખા  રાષ્ટ્ર ની  સલામતી નો  પ્રશ્ન  છે  ત્યરે  આવા  બાલીશ  મુદ્દા  ઉઠાવવા   પાછળ  કોઈ  મજબુત  મુદ્દો નથી।    આતંકવાદી   આ બધું  જાણે   છે  સમજે છે  અને  તેનો   ભરપુર  લાભ લે છે।આ સધ્ધર  રાજ્યો  પોતાની  જાતને  બહુ કાબેલ,સધ્ધર  અને  શક્તિમાન  સમજે છે પણ  તેમના  રાજ્યની સલામતી  તે  જાળવી  શક્ય  છે  ખરા ? મુંબઈ,અમદાવાદ, દિલ્હી, વી। જેવા  મહાનગરમાં   આતંક  ફેલાયો  ત્યારે  તેમને  શું  કર્યું ?દોષનો  ટોપલો કેન્દ્ર  ઉપર  ધોળી  દીધો। કેન્દ્ર  શું  કરે તમારું  ઘર ચલાવવા પણ તે  આવે તે તો  તમને  મંજુર નથી  અને   ફરિયાદો   કરો  છો। સાચવતા નથી, સકાવાતું  નથી અને  કોઈ  સાચવે  તે  ગમતું  નથી  અને   સહન  થતું  નથી . તે વખતે  આવો  વિરોધ  કરો  છો  તે  બતાવે  છે કે  તમારું નિશાન  કૈક  જુદું  છે।  
   મૂળ  મુદ્દો  એ  છે  કે  કેન્દ્ર નો  વિરોધ  માત્ર   વિરોધ  પક્ષની  સરકાર  છે  તેવા  રાજ્યો  જ ગઈ  વગાડી ને  કરે છે।  સાથે  બેસીને  તેનો  ઉકેલ લાવવો  જોઈએ .એક બીજા  ઉપર આક્ષેપો  કરવાથી  તો  આતંક વાડીઓનું  જોર  વધી જશે . બંગાળ માં    અમીચંદ  પાક્યો  હતો  અને દિલ્હી ને જયચંદ   નડ્યો હતો  અને  વિદેશી લોકો ને  મદદ આ અમીચંદો  અને     જાય ચાંદો એ  કરેલી  , તો  દયા   ડાકણ ને  ખાય  તે  ન્યાયે   એક  વેપારી  છૂટ  ની  દયા એ   આખી  રાજ્ય  સત્તા  ફેરવયી  ગયી  હતી . આટલો  લાંબો  ઈતિહાસ   તમારી  નજર સામે છે  અને  તમે  આવું  કરો  તે   કેમ પાલવે?તમારે   બાપ ની   ગાડી પડાવી લેવી  છે  કે  દુનિયાની  સામે  સારા  દેખાવું  છે   ? સારા  દેખાવા ની  લાલચમાં  જવાહરલાલે ચીન  સાથે   પંચશીલ  ના કરાર  કાર્ય  અને  તરત જ  યુદ્ધ  પણ  આવ્યું  અને  આઘાત  માં  મોત  પણ  આવ્યું .  આતંકવાદી  કડી  કોઈની  સાથે  સારા  સમાંબંધો  રાખતા  નથી  કે   કોઈને ઓળખાતા  નથી  તેમનું  ધ્યેય  તો   પોલું  જોઇને  ઘ  કરવાનું  છે .અને  આ બાબતમાં  તેમને  તમારા જ  ઘરમાંથી  મદદ  મળી  રહે   છે  તે  તમને  ખબર  છે  કે  નથી ? જો  કોઈ  આવી  ખબર  રાખે  તો  તેને  ટેકો   આપવો  જોઈએ  તેને  બદલે  તમે  તેનો વિરોધ  કરો  છો  કારણ  કે  સારા તે  દેખાશે?  તે  અને  તમે  જુદા  છો ? 
  આમાં  બિચારા  બાપ ની  દશા  કફોડી છે।   જુદા  રહેતા  સ્વતંત્ર  સધ્ધર  સુખી  દીકરાઓ દાદાગીરી  કરે છે બ્લેકમેલ  પણ  કરે  છે।  જે બાપે  પોતાના  એ  દીકરાને ખોળામાં બેસાડી ને   કોળિયા  ભરાવ્યા  હોય, પાપા પગલી   કરતા શીખવાડ્યું  હોય,  અરે  ખોલા માં  બેસાડી ને  ગાડી  ચલાવતા  પણ  શીખવ્યું  હોય  એટલુજ  નહિ  તેને  સ્વતંત્ર રીતે   ગાડી  ચલાવે  અને  ભોગવે  તે રીતે  તેને  ગાડી  પણ  આપી  હોય  તે જ  દીકરો   બાપ ને  અડધા  કીલોમીઓતર  દવાખાને  જવા  ગાડી  માંગે  ત્યરે   દીકરો  બાપને  કહે  કે  બાપા  તમને  ગાડી  ચલાવતા  નહિ  આવડે  ત્યારે  તે  બાપ  પર શું   વીતતું  હશેઆંતર  રાષ્ટ્રીય ક્ષેત્રે  જેની  એક  શ્રેષ્ટ   નાનાશાસ્ત્રી   તરીકે ની  છે  તેને  ઘર  આંગણે  પછાડવા માં  ઘરણ જ  માણસો  છે કરે  કોઈ   અને  ભોગવે  કોઈ   હું   માનું છું  કે  પ્રધાન મંત્રી  કદાચ  એક  કુશળ  મુત્સદ્દી  નહિ  હોય,  કુટિલ મુત્સદ્દી  તો  નથી જ   તેમને  તેમના  જ ઘરમાં  રહેતા  તેમના  સાથી કુટુંબીઓ  હેરાન  કરે  છે તેમનું  નાક  દબાવે  છે  અને  બિચારા  બાપની  લાચારી  તો   જુવો ? તે  જાણવા   છતાં  કઈ  કરી  નથી  શકતો .
       સમગ્ર દેશની  આંતરિક  સુરક્ષા ની  જવાબદારી  કેન્દ્ર ની  જ  છે  અને  તેમાં  સલાહ  સુચન   તે  અવશ્ય  રાજ્યના  લાયી  શકે  છે  પણ  રાજ્ય  કહે  તેમ  કરવાની  જરૂર  નથી। જે  સુચન  યોગ્ય  લાગે  તે સ્વીકારે  અને  બાકીના  ફગાવી  શકે   છે.મોઘવારીના  મુદ્દે  એક  મંત્રી ને  ટેકો  આપીને  તો  નથી  કહેતો  પણ  તે   મંત્રીની કાર્યવાહીઓ  પ્રત્યે  આંખ   આડા  કાન   કરીને  મનમોહન  સિંઘે  ગંભીર  ભૂલ  કરી  છે।  તમારા  જોખમે  લાભ  બીજા  લાયી  ગયા અને  માર  તમે  ખાઓ  છો  ,ખાધો  અને  છતાં  જો  તમે  ના  સમજો  તો  પછી  તો   ભગવાન પણ  તમને  ના બચાવી શકે .  
          એન।સી।તી .સી  ના  મુદ્દે જે  ચારુ  ઉકલી  રહ્યો  છે  તેને  ઠંડો  પડવાનું  કામ  માત્ર  મનમોહનસિંહ  જ  કરી  શકે।  તેમના  માટે  તે  જરૂરી  નથી  કે  સાથી  પક્ષો  કે  સાથી   રાજ્યો  જે  કહે  જેમ  કહે  અને   જેવું  કહે તેવું  માનવું  જ  જોઈએ।   અસલામત  અને  અસુરક્ષિત  પ્રદેશો ની  રક્ષા  કરવાની  કેન્દ્રની  ફરજ  અને જવાબદારી  છે।   અસુરક્ષિત  પ્રદેશ  પાસે  કદાચ  સહ્ધારતા   નથી  તો   તેને  જરૂરી  સગવડ  અને  મદદ  પણ  આપવી  જોઈએ। દુનિયાના  કોઈ  છેડે  ભૂકંપ  કે  ત્સુનામી  વખતે  તમે  તે  બધાને  મદદ મદદ  કરવા  દોડી  જાવ  છો  તે  સારી  વાત  છે  પણ  જો  દુનિયા  સમક્ષ  સારા  દેખાવા    માટે  તમે  લખલૂટ  ખર્ચો  કરો  તો  તમારા  દેશની  આંતરિક  સુરક્ષા  માટે  કે  નહિ?જો  દુનિયા ની  વાહ  વાહ  મેળવવા માટે  તમારા   તમારા  દીકરા ઓ  આડેધડ  ખર્ચા ઓ  કરી  શકતા  હોય  તો  શું  તમારી  તે  તાકાત  નથી  કે  તમે  તમારા  દીકરા ને  કહી   શકો  કે દીકરા   બહુ  થયું,  થાય  એટલા  ખર્ચા  તું   તારે  કર  પણ  ભાર  તારી  કેદ  પર  રાખ  અને  અમને  ના  વાગોવ  ભાઈ  હજી  તો  તું   દૂધ પીતો  છે  આટલો  બધો  છકી  ના   જા . કાલે  તારે  પણ  કદાચ  આ બાપ ની  જગા  લેવાની  છે  .  માત્ર  જગા  પડાવી  લેવા    ખોટા   કવા દવા  કરવાનું  રહેવાદે   અને  રાષ્ટ્રીય  સલામતી  બાબતે   ટેકો  આપ। .દીકરો  હોય  કે   દીકરી  ઘરમાં   હરેતો હોય  કે  અલગ  રહેતો  હોય  એટલે  કે  સાથી  ટેકો  આપનાર  પક્ષ  હોય  કે  રાજ્ય ના    પ્રતિનિધિ  દરેકની  ફરજ  છે  કે   રાષ્ટ્રીય  બાબતે  સો   એક   બની  રહે।

ગુણવંત  પરીખ  ન>

No comments:

Post a Comment