: ભણતરનો ભાર :


  :       :        :   ભણતરનો  ભાર   :       :      :
૨૧ મી  સદી નો એક  દશકો  તો  પૂરો થયો . ભણતર ની  અનેક  દિશાઓ  ખુલી  ગયેલી  છે .  ચારે   દિશા માં  બસ  શિક્ષણ  જગત જ  વ્યાપી   ગયું  છે. 
  જ્યાં  જ્યાં  નજર  મારી  ઠરે  યાદી  દિશે  બસ ભણતર ની  
 એડ મિસન  ફી, ડોનેસન ,ઇન્ટર વ્યુ , 
 પછી  આવે  પરીક્ષા,પેપર  કેવું  ગયું,પેપર  ક્યાં  ગયું, પરિણામ ,
વારો  આવે  હસતી  રોતી   સુરત  નો,
 શરુ  થશે આક્ષેપો, તમે  કશું  કર્યું  નહિ  ,અમારે  ભોગવવાનું, 
 મો બાઈલ  અપાવો, બા ઈ ક  અપાવો   .બધા પાસે  છે  મારી  પાસે  નહિ  ?      
            અરે   આમની  ક્યાં  વાત  કરવી :  આં તો મોટા  છે   પણ  અમારી  શકરી  ને  તો  સાંભળો    :  પાપાજી  ટીચરે  કહ્યું  છે  નવી  સ્કુલ  બેગ  જ  લાવવાની, તે કહે   ત્યાંથી  જ  લાવવાની ,યુનિફોર્મ  પણ  ટીચર  કહે તેવો  જ  અને  તે  કહે  ત્યાંથી  જ  લાવવાનો બે    ડઝન પાકી  નોટ, એક  ડઝન ત્રણ  લીટી  વાળી  નોટ,એસે  માટે  અલગ  નોટ, હોમ વર્ક  માટે  અલગ  નોટ, ક્લાસ વર્ક  માટે  અલગ નોટ , દરેક  વિષય ની  ચોપડીઓ  ચોપડીઓ  ના કહેવાય  પાપાજી  તમને  ખબર  નથી  પડતી,  બુક્સ  કહેવાનું  પણ  તમને  કેવી રીતે  આવડે  તમે  ભણ્યા  હો  તો  આવડે ને ?  શકરી ની  વાત  તો  સાચી . મેં તો  આવું  કશું  જોયું  પણ  નથી  અને  સ ભળ્યું  પણ  નથી. 
         મોટીબેન :  મારી  બા :  મમ્મી,: એક  થેલી  આપે  એને  ખલતો  કહે, ખલતા માં  એક  પાટી  :  એક  સ્લેટ  કહેવાય  : એક  પેન નો  નાનો  ટુકડો , એક  નાની  નોટ  અને  એક બારાખડી  ની  ચોપડી    આં તો  ૫ માં  વર્ષે  પહેલા  ધોરણ નો  ભાર છે.  તેના  પહેલા  તો  આવતું  હતું  બાલ મંદિર  ત્યાં  ભણવાનું  નહિ  ખાલી  રમવાનું  અને  બેન  આપે  તે  નાસ્તો  કરવાનો   ભાઈ  મુકવા  આવે  અને લેવા  પણ  આવે  પોટલું  લયીને  નહિ  જવાનું  અને  છતાં  ય  જવાની  ચૂક   આવે  હવે  સરખામણી  કરો   અમારી શકરી ની  અને મારી   \ પછી  શકરી  કહે  કે તમે ભણ્યા  હો  તો  આવડે  ને  ?  શકરી  ની  વાત  ખોટી  કેમ  કહેવાય  ?  શકરી  માથા  ઉપર  ટપાલ  મારી  જાય  તો  પણ  ના  કહેવાય તો  પછી  આં તો  સીધી  સરખામણી  છે   :  ત્રણ  વરસ ની  શકરી   કેત૬અલુ બધું  વજન  ઉપાડી  ને જાય અને  પછી  હસતી  હસતી  : ૭ કિલો ની  શકરી  અને ૫  કિલો ની  સ્કુલ  બેગ  : ઉચકી ને  ખભો  રહી  જાય  પણ  બોલાય નહિ . નિશાળે થી  પછી  આવે  ત્યરે  થાક  તો  વરતાય  પણ  બોલાય  નહિ  પણ  નાસ્તાના  ડબ્બામાં  શું  લીધું  અને  સ્કુલ  માં  શું મળ્યુંતેની  વાતો તો  હોશે  હોશે  કરે   અને તે  વખતે  તેની  દયા  ખાવી  કે   ખુશાલી વ્યક્ત કરવી  તે  સમજાય  નહિ.  અમારી  શકરી  ની  થોડીક  અદેખાઈ  જરૂર  આવે.   જોયું  ?  આટલી  નાની  છોકરી  ને કેટલી  સગવડ  મળે  છે ?   અમને  આવી  સગવડ  મળી  હતી  ખરી  ?  ના, ના, ના,  ને  ના .  પણ  એમાં  શકરી  નો   શો  દોષ  ?  બે   પરાકાષ્ટ ના  છેડા  જોઈએ  :  શકરી  એ  સ્કુલ માં   નિયમિત  પહેલું ધોરણ  શરુ  કરતા  પહેલા  જેટલો  ખર્ચ  કર્યો  અને  કરાવ્યો  છે  એટલો  ખર્ચ   મેં    ૫  વર્ષ  કોલેજ માં  હોસ્ટેલ માં  રહીને  પણ  નથી  કર્યો  અરે૩  એ૩  તો  બાજુ પર રહી વાત ,   શકરી  પહેલા  ધોરણ માં     જેટલી  ચોપડીઓ  અને નોટો  લાવી  અને  પેન  અને  ડ્રોઈંગ  અને  રંગ રોગન   અને આડી  અવળી  ચીજ  વસ્તુ  લાવી     તેના  જેટલો  ખર્ચ  તો  મારે  ગ્રેજ્યુએટ  થવામાં  પણ  નથી  થયો.   માની  લો કે  થોડીક  અતિશયોક્તિ  છે  પણ  વાસ્તવિકતા   ઓછી   નથી. 
        અલબત્ત  આજના  બાળકો  ખુબ  સ્માર્ત  છે,  તેટલી  ચાલાકી   ૨૦ મી સદી ના  બાળકો  ની   નહિ  હોય,  તેમનો  ઉછેર,  સગવડ,  ધોરણ બધું  વિકાસ લક્ષી  છે  તેની  પણ  ના  નહિ.  પરંતુ  મારી શકરી  ના  જેટલું  નસીબ  કેટલા   બાળકો  નું ? એક  મોટો વર્ગ  એવો  છે  કે   જેમના  ભાગે  સ્કુલ  જોવા જ  નથી  મળતી.   ભણવાની  ઉંમરે  કીટલી  પકડી  ને  ચા ની  લારી  પર  ફરવાનું  કે  તગારા  ઉચકવાનું કામ  પણ  આં  ઉંમરે  કરવાનું  હોય અને કામ  કરે તો  જ બે  રોટલી  મળે    :  આં વિસંગતતા   કેવી  રીતે નિવારી  શકાય  ? શકરી થી  સ્કુલ  બેગ નો  બોજો નથી   ઉચકાતો  અને  આ  બાળકો ત૫હિ  તગારા નો  બોજો  નથી  ઉચકાતો  અને  છતાં  ચાલવું  પડે  છે.   નાસ્તા ની  અને   શું  મળ્યું  તે  વાત  તો  બાજુ  પર રહી. વિકાસ ના  નામે  અનુકરણ કરીને એક  સારી  સ્કીમ  રજુ  થયી  મધ્યન  ભોજન  પણ  જો  તેની   વાસ્તવિકતા   રજુ  થાય  તો  વાચક   અરેરાટી  અનુભવે . તેનો  વહીવટ  કેવો  ચાલે  છે  તે  તો   જે  જુવે  તે  જાણે  ના જુવે  તો   સંભાળે  તે  જાણે   પરંતુ  જેને  જોવું  નથી, સંભાળવું   પણ  નથી  એને કોઈ  શું  કહી  શકે અને કેવી રીતે  કહી  શકે  ?
      યહા  પે  હર ચીજ  બિકતી  હૈ દોગે
                અહી  તો  એવા  બજારો   છે  કે તમારી  નજર કહ્યું   કરે  નહિ.  શિક્ષણ ના  આં બજાર  માં   માત્ર  પુસ્તકો  કે  નોટો  જ  નથી  ખરીદવાની  અહિયાં  તો  પ્રવેશ  પણ  ખરીદવો  પડે  છે  અને પરિણામ  પણ  કદાચ  ખરીદવું  પડે  જેવો  ખરીદાર  .    અરે  જ્યાં  પદવી ઓ  તો  ઠીક  પણ  ગુણવત્તા માટે જેનો પ્રથમ ક્રમ  આવે   તેવી શિક્ષણ  ક્ષેત્ર ની સૌથી ઉંચી પદવી  પણ  ખરીદી  આની  સરખામણી  માં   શકરી ના  દફતર નું  વજન કોઈ  વિસાત  માં  ખરું  ?    આ ભણતર નો  ભાર  છે   કે  બીજો  કોઈ  ભાર  છે  ? શું  ભાર  વગર નું  ભણતર હવે  શક્ય  જ   નથી  ? આજની   તારીખ માં  ભણતર   માટે  ક્ષમતા  નહિ  પણ  નાણાકીય  સધ્ધરતા   જ  એક  મત્ર ધોરણ  છે.  વાર  મારો  કે  કન્યા મારો  પણ  ગોર નું  તરભાણું  તો  ભરો  ભરો   ને  ભરો  જ.  ફૂલ  નહિ  તો  કમસે  કામ  ફૂલ ની પાંખડી  પણ  નાખો નાખો  ને નાખો.   તો  જ  ભણી  શકાશે  નહીતર  એમ  સંભાળવું પડશે તમે શું  બ્વ્હાનાવાના  હતા  તમારું  ગજું  નહિ.  

ગુણવંત  પરીખ 

No comments:

Post a Comment