A letter to shankersinh vaghela


Gunvant R.Parikh                                                           અમદાવાદ  તા। 3-12-12-
                B.E.Civil, LL.B.
Hon Adm.Officer. VKK>
Consumer affairs   &  Executive Engineer  R&B (Retd,)
4- Mangal Park, B/H post office 
Geetamandir  road
Ahmedabad  22    (380022 ) 
T.Nos. 077925324676  ,9408294609 ,9924433362 


પ્રતિ 
સ્નેહિશ્રી  બાપુ , 
  આપના  જન્મ  દિવસે  પાઠવેલી  શુભેચ્છાઓ પછી  તરત જ પાઠવેલ  બીજા  પત્ર માં  મેં  આપના  માટે  ખાસ  જણાવેલ  :  ગુજરાતના  નાથ  ની  ગાડી  માટેના  સંભવિત  ઉમેદવાર આપને  જ  દર્શાવેલા। જેમ જેમ  ચૂંટણી નજીક  આવતી  જાય  છે  અને  જે  રીતે  વાતાવરણ  પલાતાતું  જાય  છે  તે  જોતા  આપના  માટે   નાથ  બન્માંવાની  તકો  તો   ઉજ્જવળ  બનતી  જાય  છે। આપ  જે  પક્ષમાં  છો  તે  પક્ષ  જો  જીતે  અને  બહુમતી  પ્રાપ્ત   કરે  તો   બીજી  કોઈ  શંકા ને  માટે  અવકાશ  નથી।  આપના    જન્મ  દિવસ  વખતે  અઆપનું  વર્તુળ  રાજકીય  વર્તુળ  - પ્રતિ સ્પર્ધી વર્તુળ  મોટું  હતું અને  ધીમે  ધીમે તેમાં  ફેરફાર  થતા  ગયા। બહુ  બોલકા  પ્રતિ સ્પર્ધિઓ  હોદ્દાની  રૂ એ   ભલે  હક્ક  માંગે પણ  ક્ષમતાની  દ્રષ્ટીએ   તે  તાકી  શકે  નહિ। એક  હુકમ નું  પાનું  આપોઆપ  કપાઇ   ગયું  , કાબુ  ધરાવતા  પરિબળો  આપનો  વિરોધ  કરવાની  સ્થિતિમાં નથી ,સ્શાસક  પક્ષના  ભાગલા  આપને  કેટલા  મદદ  રૂપ  નીવડે  છે  તે  અંગે  હું  કઈ કહી  શકું  નહી  પણ  તે  બધા  તો  છેવટે  આપના  જ  છે .પણ  એક  વાત  ચોક્કસ  પાને  જાણવું  ગુજરાતના  મુખ્ય મંત્રી  તરીકે  હું  મારી  અંગત  પસંદગી  જાહેર  કરું  તો  તે  આપની  પાસે   જ  આવે। પરંતુ  આ  ત્યારેજ  શક્ય  બને  કે  જયારે  આપનો  પક્ષ  જીતે। અને  અથવા  કોઈ  પણ ભોગે   બહુમતી  પ્રાપ્ત  કરે। .બંને  વિકલ્પો  અઘરા  છે। સમા  પક્ષે  શાસક  પક્ષની  ટીમ  પણ  આ  પ્રકારની  જ  દ્વિધા  માં  છે।   પરિવર્તન  પાર્ટી એ  શાંત  જળમાં  પત્થર નાખ્યો  છે  અને  મારું  ગમે  તે  થાય   પણ   આં  ના  જોઈએ ની  નીતિથી  તે  આગળ  વધે  છે  જે  થીયરી  સાચીનથી। ત્યાં  કોઈ  સિધ્ધાંત ની  લડત  નથી। તે  માત્ર  અસંતોષી  જીવોનું  એક  ટોળું  છે જેના  નેતા  જ  એક અસંતોષી  જીવ  છે  અને  લાલસામાં   હવાતિયા  મારી  રહેલ  છેતેમની  તાકાત  નથી  કે  તે  વહીવટ  ઉપર  કાબુ  રાખી  શકે।  બીજી  બાજુ   શાસક  પક્ષ  પાસે મજબુત  નેતા  છે, નેતા  પાસે  શક્તિ  અને  ક્ષમતા  પણ  છે  પણ  તેમના  માટે  પણ પ્રશ્ન  એ જ  છે  કે  પક્ષ  બહુમતી  મેળવશે ? જો પરિવર્તન   પાર્ટી  ના  હોતતો  કોઈ  મુશ્કેલી  નહોતી, વિકાસ નો  મુદ્દો  ખોતીઓ નથી , અને  ભ્રષ્ટાચારનો  મુદ્દો  દરેક ને  લાગુ  પડે  છે,કોઈ   દુધે  ધોયેલા  નથી . હું  જાણું  છું  કે  આપ  મારા  આ મુદ્દા સાથે  સંમત  નહિ  થાવ  કે   તૂટેલી  માળાના  મણકાઓ એ  ભેગા  થઇ  જવું  જોઈએ . જે રીતે  છેલ્લે  વિરોધ  પક્ષનો  એક  મનકો  લડી  લેવાના મૂળ માં  છે ,છૂટો   પડવાની  રીતે   આગળ વધે  છે  તે  જ  રીતે  જો  શાસક  પક્ષ  અને  આપ  બંને  જો  એક  થાવ  તો  આપના  માટે  ગુજરાત ની  ગાડી  અને  શાસક  પક્ષના  હાલના  નેતા   માટે  દિલ્હી ની  ગાદી   અવશ્ય  નક્કી  બની  રહેત।  સિંહાશન ની  રમત  તો  બધા  રમે  પણ  તમારા  બંનેની  ક્ષમતા  અનેશક્તિ  પાસે  બીજા  સૌ  પાંગળા  બની  જાય। 
       દેશ  અને  રાષ્ટ્રની  સ્થિરતા ની દ્રષ્ટ્રીએ  પણ  સ્થિર  અને  મજબુત  સરકાર  જોઈએ  અને  તે  શામ્ભુમેલો  સ્થિર સરકાર  ના  આપી  શકે .મેં ચૂંટણી પાંચ ને  પણ  લખ્યું  જ  છે  કે  આડેધડ  પક્ષોને  મંજુરી  આપવી   જોઈએ  નહિ। તેનાથી  અસ્થિરતા  વધે  છે  અને  તોઅલાશાહી  જેવી  અરાજકતા   પેદા   થાય  છે  અને  જે  રીત્યે  સંસદ  ચાલતી  નથી  તે  તેનું  જીવંત ઉદાહરણ છે। રાજ્ય  કક્ષા  હોય  કે  કેન્દ્ર  કશા  હોય  માત્ર  બે  જ  પક્ષો  હિવા  જોઈએ  એક શાસક  અને  બીજો  વિરોધ  પક્ષ , બાકીના  બધા  શમ્ભુ મેલા  જેવા  પક્ષોને  ફરજ  પડાવી  જ  પડે  કે  ગમે  તે  એક  બાજુ  પસંદ   કરો . તમારી  ક્ષમતા  હોય  તો  તમે   ગમે તે  પક્ષનું  નેતૃત્વ  કરો  બહાર  ગમે તેવા  જૂથ  રચો  પણ  સંસદ માં  ત્યો  માત્ર  બે  જ  જૂથ જોઈએ। જેની  બહુમતી  તેની  સરકાર . .
        આજે  ગુજરાત  માટે  પણ  કપરી  સ્થિતિ  આવશે  જો  કોઈને  પણ  બહુમતી  નહિ  મળે  તો  સ્થિતિ  આયારામ  અને  ગયા રામ  જેવી  પણ  થાય  અને  જો  તે  શક્ય  ના  બને  તો  પરિવર્તન ના  પરિબળો  બજારુ  ચીજ  ના  બની  જાય  તેમ  પણ  ના  કહી શકાય। અપક્ષો તો  તૈયાર  જ  હોય  છે। માલ  તેવું  મૂલ્ય  ની  નીતિ  પણ  આવે।  પણ  તેનાથી  પણ  વરવો  વિકલ્પ  ગુજરાત  માટે  આવી  શકે  અને  તે  છે   રાષ્ટ્રપતિ  શાસન .પરિવર્તન  ભાજપ ને નુકશાન   કરીને , રાષ્ટ્રવાદી  ક્ન્ગ્રેસ  મૂળ  કોંગ્રેસ ને  નુકશાન કરીને ,અસંતોશીઓ  પોતાના  જ  પક્ષ ને  નુકશાન   કરીને   સમગ્ર  રાજ્ય  અને  રાષ્ટ્ર ને  જ  નુકશાન  કરશે  અને  સ્થિર  સરકાર  નહિ  બનવા  દે। અસ્થિર  સરકાર  અને  અસ્થિર પરિબળો  છેવટે  તો  રાજ્ય  અને  રાષ્ટ્રના  વિકાસ ને  જ  નકારાત્મક  અસર  કરશે। 
     જાહેર  થયેલા  ઉમેદવારોની  યાદી  અને  તેમની  સંપત્તિ  જોતા  જણાય  છે  કે  કોઈ ગરીબ  નથી  પણ બધા  કરોડ પતિઓ  જ  છે  તો  પછી  અહી  કેમ  આવવા  માંગે  છે ? દેશ નું એવું  કયું  હિત  તે  કરવા  માંગેછે ?  સત્તા  અને  સંપત્તિ  એટલી  બધી  છે  કે  તેમની  સાત    નહિ  સો  પેઢી   બેઠા  બેઠા  ખાયી  શકે  પણ  અસંતોષ ની    હદ   નથી। 
    આપને  યાદ  દેવડાવું  :  આપે  આપના  જન્મ દિવસે   જાહેર  કરેલું  કે  આપને  હવે  પદ  કે  પૈસાનો મોહ  નથી રહ્યો। આપ  સત્તા  અને  સંપત્તિ પાછળ  નથી . 
આપના  એક  માત્ર  આ  વચન  પર  ભરોસો  રાખીને  આપને  સંપૂર્ણ  વ્યવહારિક   સુચન  કરું  છું। આપ  મુખ્ય  મંત્રી  બનો , ગુજરાતના  નાથ નો  તાજ  આપના  માથા  ઉપર  આવે  તો  મને  આનંદ  જરૂર  થશે  પણતે  રાજ્ય  કે  રાષ્ટ્રની  સલામતી  અને  વિકાસ ના  ભોગે  નહિ।  વિકાસ માં  સાથ  આપનાર  તમામ  પરિબળોને  આપે  આપની  સાથે  રાખવા જ  જોઈએ  પછી ભલે  બટે  આપના  પક્ષના  ના હોય , આપના  આજ્ઞાંકિત  પણ   ના  હોય , પણ  જો  તેમનો  હેતુ  સ્પષ્ટ  હોય  તો  તેમના  પગ  કાપવાની  વૃત્તિ  આપની  ના  હોવી  જોઈએ। 
      આપનો  પસંદ થયેલ  મત વિસ્તાર  મારા  વતન નો  મત  વિસ્તાર  છે। એ જ  વિસ્તાર માંથી  મારા  માંસીયાયી  ભાઈ  એક  વખત  રેવન્યુ  મીનીસ્ટર  રહી  ચુકેલા  છે , એક બીજો  પણ  મોટો  ફાયદો  આપના  માટે   આ  વિસ્તાર માટે  મળી  શકે ,  બિમલ ને  અવગણી ને  ભાજપે  તે ને  તમારી  બાજુ  ધકેલી  દીધો  છે  જેનાથી  વાણિયા  બ્રાહ્મણોના  મતો  પણ આપની  પાસે  ખેચી  આવવાના  સંજોગો  ઉજાલા  છે। 
પણ  છેવટે  તો  :  એ  પબ્લિક  હૈ  ભાઈ  પબ્લિક   હૈ,  એ  સબકુછ   જાણતી  હૈ ........
આપને  દુખ  પહોચે  તેવું  કશું જ  પત્રમાં  નથી  જણાવ્યું। આપનો   પ્રતિભાવ  મળશે  તો  ખબર  પડશે  કે  આપનો  મનોભાર   કેવો  છે  
બાકી  તો  ના  જાણ્યું    જાનકીનાથે  સવારે  શું  થવાનું  છે  ..........
આપના  પ્રતિભાવ ની  રાહ  જોઉં  ? 
આપનો  વિશ્વાશું 
ગુણવંત પરીખ    

No comments:

Post a Comment