Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer Affairs
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
આયોજન
: આયોજન :અવેર -કાળજીપુર્વકનો કરકસર્યુક્ત ખર્ચ :અવેર્નેસ -જાગ્રુતિ-સતર્કતા આ ત્રણ વિકાસ માટેના આવશ્યક પરીબળ છે. ત્રણ “ અ “ નો સમન્વય્ યોગ્ય રીતે થાય તો વિકાસ નરી આંખે દેખાઇ આવે.. બજેટ : અંદાજ પત્ર ; ની જોગવાઇઓનો સફળ અમલ પણ તો જ થયી શકે જો યોગ્ય આયોજન હોય. અને તે માટે જ ભારત સરકારે આયોજન પંચ ની રચના કરી હતી જેના અધ્યક્ષસ્થાને હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય અને ઉપાધ્યક્ષ તરીકે કોઇ સબળ સક્ષમ અને કુશાગ્ર બુધ્ધી ધરાવનાર અને શક્ય હોય તો અર્થશાસ્ત્રી ને રાખવામા આવતા હતા..આઝાદી પછી શરુઆતથી જ આયોજન પંચ ની રચના કરવામા આવી હતી અને તેના પ્રથમ અધ્યક્ષ જવાહરલાલ નેહરુ હતા. જે સતત 17 વર્ષ સુધી આજીવન અધ્યક્ષ હોદ્દાની રુ એ રહેલા. અને મોટે ભાગે નાણા પ્રધાન ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવતા હતા..કોઇ પણ સંસ્થા માટે એમ કહેવાય છે કે તેના પ્રમુખ્ : અધ્યક્ષ :તરીકે પ્રભાવશાળી વ્યક્તિ હોવી જોઇયે અને મંત્રી તરીકે ઉત્સાહી અને કાર્યદક્ષ વ્યક્તિજરુરી છે અને સંસ્થાના વિકાસ માટે આવશ્યક પરીબળ તે આ બન્ને હોદ્દેદારો વચ્ચેનો યોગ્ય સમન્વય તાલમેલઅને સંવાદિતતા જરુરી છે આ બન્ને વ્યક્તિઓ આપખુદ ના બની જાય તે માટે કાર્યવાહક સમિતિના અન્ય સભ્યોની સતર્કતા અને જાગ્રુતી તેમજ કાબુ જરુરી છે.
આયોજન પંચ માટે પણ આજ નિયમ લાગુ પડે છે અને પડતો હતો અને પંચે તેની કામગીરી નિભાવી પણ હતી. .જવાહરલાલ નેહરુ, શાસ્ત્રીજી ,ઇંદીરાજી અને મોરારજીભાઇ સુધી તો બધુ બરાબર ચાલ્યુ : જો કે દરેક સમયે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તો કાર્યક્ષમ અને પ્રભાવશાળી જ હતા પણ પછી ધીમેધીમે ગ્રાફ ઉતરતો ગયો .ઉતરતા ગ્રાફમા પણ મન મોહન સિંહજી જેવા નાણા પ્રધાન અને પછી વડાપ્રધાન પદે પણ તેઓ રહ્યા તો ખરા એક અર્થ શાસ્ત્રી તરીકે તો તેઓ સફળ હતા અને રહ્યા પણ ખરા પણ સાછા અર્થમા વહિવટી કાર્યક્ષમતામા તેઓ કાચા સાબિત થયા –વ્યક્તિ તરીકે તેમની કાર્યક્ષમતા ભલે ઉચી હતી પણ તેમનો વહિવટી કાબુ પુરતો નહોતો -તેના બે મુખ્ય કારણો હતા વહિવતી તજજ્ઞતાની સામે તેમને તેમના જ પક્ષ અને સાથી સભ્યો તરફથી પુરતો સાથ અને સહકાર મળી શકતો નહોતો - એક રુપ સમંન્વયતા નહોતી-સરકારમાતેમની બહુ મતિ નહોતી સાથી પક્ષો સોદાબાજી કરતા હતા તો કેટલીક વગ ધરાવતી વ્યક્તિઓ નાક દબાવીને બ્લેકસમેલીંગ કરતી હતી .સતર્કતાના નામે થતુ બ્લેક મેલિંગ માત્ર સતા ટકાવી રાખવા માટે જચલાવી લેવુ પડતુ હતુ અને આ બધુ ચાલતુ હતુ દેશના અર્થતંત્રના અને દેશના વિકાસના ભોગે - આયુઓજન તો અર્થશાસ્ત્રી તરીકે ઉચી કક્ષાનુ થતુ હતુ પણ અમલવારી ના નામે મીંડુ નજરે પડતુ હતુ .દેશના ભુત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાધી એ જ જાહેર મા કહેલુ કે વિકાસ માટે ફાળવાયેલ એક રુપિયામાથી માત્ર 15 પૈસા જ વિકાસમા જાય છે - તો બાકીના 85 ક્યા જાય છે ? આ 85 ક્યા જાય છે તે સૌ સમજતા હતા પણ વૈદ્ય અને ગાધીના સહિયારા ધંધામા તેરી બી ચુપ અને મેરી બી ચુપ જેવા ઘાટ હતા. : કોઇને સતા ટકાવી રાખવી હતી તો કોઇને આ પરિસ્થીતીનો લેવાય તેટલો લાભ લેવોહતો -ત્રણ ત્રણ મહદેવીઓ વચ્ચે સિહ ફસાઇ ગયેલ હતો -
-એક નાનુ ઉદાહરણ અનુરુપ લાગે છે . એક શાકભાજી વેચનાર બહેન ; ખેતરમાથી 13 ચિભડા લયિને વેચવા નિકળેલા. .ખેતરમાથી નિકળીને બજાર સુધી પહોચ્યા ત્યરે તેમની પાસે માત્ર એક જ ચિભડુ વધેલુ હતુ..બજારમા તેમના પતિ રાહ જોતા ઉભા હતા – તેમણે પુછ્યુ કેમ એક જ ચિભડુ ?બહેને રોતા રોતા રસ્તામા મળેલા મહાનુભાવો ,બનાવો અને સોદાબાજીની વાત કરી -મારા 12 ચિભડાતો આવી રીતે જતા રહ્યા- વાર્તામા એક વળાક લેવા જેવો છે - બહેનના પતિ કાબેલ હતા – તેમણે બાકી વધેલુ એક ચિભડુ તેર ચિભડાના ભાવે વેચી ને ખોટ સરભર કરી લીધી- આ બાર ચિભડાનો ભાર કોના માથે આવ્યો ? સૌ સમજી ગયા કે આ ભાર તો છેવટે પ્રજાના માથે જ આવ્યો -વહિવટદારો ,અધિકારીઓ મફતમા એક એક ચિભડુ ઉપાડી ગયા ,વેપારી ભાઇએ તેમનો નફો તેરમા ચિભડા ઉપર ચઢાવીને તે ચિભડુ પ્રજાના માથે ઓઢાડી દિધુ . આ છે આયોજન અને અવેર .
અધ્યક્ષ પદના હકદાર વડાપ્રધાનશ્રી આ બહેનની વ્યથા સારીરીતે જાણે છે અને એટલેજ કદાચ તેઓ આ માળખામા સુધારો ઇચ્છે છે. આયોજન અને અવેર ની બાબત્મા તો તે સક્ષમ છે જ પણ સતર્કતા બાબત શુ કરવુ ? નવા માળખામા આથી જ તેમણે દરેક રાજ્યોના હક હિસ્સા વધારવાની દરખાસ્ત રાખી છે. . રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ પણ રહી ચુક્યા છે અને રાજ્યોને ક્યા અગવડ પડે છે તેનુ જ્ઞાન અને ભાન તેમના જેટલુ બીજા કોઇને નથી..વચેટીયાઓને તે સામેલ કરવા માગતા નથી રાજીવ ગાધીનુ 15;85 નુ પ્રમાણ તે બદલી નાખવા માગે છે 85 :15 નુ પ્રમાણ ધોરણ હોય તો ચાલે - ખરેખર તો 99 :! નુ જ પ્રમાણ જોઇયે અને તે એક તે પણ માત્ર વહિવટી ધોરણે જ માન્ય રાખી શકાય .: દાળમા મીઠુ નાખવાનુ હોય મીઠામા દાળ ના રાધી શકાય –આખા કોળાનુ શાક ના થાય -
આટલી બાબત નજરમા રાખીને આયોજન કરવાનુ છે. દેશના વિકાસ માટે યોજનાઓ બનાવવાની છે તેને બદલે વ્યક્તિગત વિકાસ જ નજરમા રાખવામા આવે છે તે જાણવુ જરુરી છે.
મહેમાનની મહેમાનગતી કરવી તે ફરજ છે - વૈવિધ્ય સભર સરભરા થાય - મહેમાન આપણા માટે ઉચી છાપ સાથે વિદાય થાય તે જરુરી છે - મહેમાન અંજાઇ જાય તેવો દેખાવ પણ કદાચ ક્ષમ્ય ગણાય - પણ મહેમાન ને નામે મહેમાન માટે 150 આઇટેમનુ મેનુ તૈયાર થાય - મહેમાન તો 2-5 સારી આઇટેમનો જ ટેસ્ટ કરે - પછી બાકી વધે તે નુ શુ થયુ ? આપણમા એક કહેવત હતી - વરો કરનાર વરો શુ કરે ------ ઝાઝા ----- લખાણ માટે જેટલી સૌજન્યતા જરુરી છે તેટલી જ સૌજન્યતા વહિવટ અને વ્યવહાર માટે પણ જરુરી છે..
15:85 ના પ્રમાણ માટે વહિવટ્નુ માળખુ જવાબદાર છે. રાજાશાહી મા એક રાજા અને બહુ બહુ તો તેનુ પ્રધાનમંડળ 5-25 વ્યક્તિઓનુ કે તેમના થોડા ઘણા કર્મ ચારીઓ - જ્યારે આપણી લોકશાહી મા તો માત્ર દેશ માટે જ નહીં - રાજ્ય માટે જ નહીં - પણ નાનામા નાના ગામડા માટે પણ એક નહીં અનેક રાજાઓ બની ગયા છે અને તેમના રજ વહિવટ ને નજરમા રાખીને અનેક ચમચાઓ અને હથીયાર ધારીઓ માત્ર તે રાજાઓની જ ચિતા કરે છે કોઇ પ્રજાની દરકાર કરતુ નથી . તો પછી પ્રજાની ચિંતા કોણ કરશે ? લોક શાહી ના નામે -સતાના વિકેંદ્રીકરણનાનામે - ગામડુ સરપંચ અને સભ્યોના હવાલે થયી ગયુ અને તે જ રીતે તમામ સ્તર વહેચાઇ ગયા -જેટલા સભ્ય તેટલા રાજાઓ બની ગયા સભાપતિઓ મહારાજાઓ બની ગયા અને આ રાજા મહારાજાઓને જાળવવાના પ્રજાએ -પ્રજાને કોણ જાળવે ?
ઉપર વાલા દેખકર અનજાન હૈ ;;;;;;;
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer Affairs
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
Ahmedabad
21-12-14
No comments:
Post a Comment