aayojan -2

Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer ,VKK.Consumer  Affairs
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.



            આયોજન   -  2

             આયોજન  એ   સૈધ્ધાંતિક   ભૂમિકા  છે  અને  વ્યવસ્થાપન  એ   કાર્યવાહક  ભૂમિકા  છે.  






 જો  કાર્યવાહક ભૂમિકા    અયોગ્ય હશે,
  ખામીવાળી હશે  કે  ગરબડ   ગોટાળા  વાળી હશે  તો  આયોજન નો  હેતુ બર નથી  આવવાનો.. પૂર્વ  પ્રધાન મંત્રીશ્રી  રાજીવ  ગાંધીએ  જણાવેલુ  કડવુ  સત્ય સૌ કોઇ  જાણે  છે  કે  વ્યવસ્થાપનમા    ક્યા  ખામી છે. લોકભોગ્ય  વાર્તાએ  ચિભડાવાળી  બેનના  13  ચિભડાવાળી  બહેનના  13 ચિભડામાથી   માત્ર  1   બજાર સુધી પહોચેલુ   દર્શાવ્યુ  તે રાજાશાહીની  ટીકા  હતી  અને  લોકશાહીની  ટીકા  તેમના  એક પૂર્વ પ્રધાન મંત્રી  એ કરી  તેમા    100  એ  15  પૈસા  નુ  કામ થયુ  તેમ  બતાવ્યુ :બન્ને   બાબતો તો  સરખી જછે.

         તત્કાલીન વડાપ્રધાન  નરેંદ્રભાઇ  મોદીની ઇચ્છા શક્તિ મજબુત છે ,ઇરાદો શુધ્ધ છે  ,માન્યતા પણ  તદ્દન  સાચીછે , : આખુ આયોજન પંચનુ માળખુ  જ  બદલવાની  વ્યવસ્થા  કરી  છે  અને    આયોજન પંચની જગાએ  નીતિ  પંચ  ની  રક્ચના  કરી  છે :પણ માત્ર નામ  બદલવાથી જ કામ  બદલાઇ જશે  તેવી  આશા   ઠગારી  ના  નિવડે તો સારુ..આયોજન પંચ્ની  શરુઆતમા-પ્રથમ  વડા પ્રધાન  જવાહરલાલ  નેહરુ  હતા- તે  પણ  ઉત્સાહી  હતા , મહત્વાકાક્ષી હતા, દેશને  દુનિયાભરમા  ઝમકતો  ચમકતો કરવાની  તેમની  નેમ  હતી- તે  દિવસોમા  તેમની  નિષ્ઠા  માટે  કોઇ  આગળી  ઉઠાવી    તેમ  નહોતુ,  પણ  નામ  નિર્દેશ  વગર  જણાવવુ  પડે  કે  તેમના  તંત્રમા  પણ કેટલાક તત્વોને  તે કાબુમા  નહોતા  રાખી શકયા    ભલે  કારણ   કોઇ  અગમ્ય  હોય , વોટર  ગેટ  સ્કેંડલમા   નિક્ષનની  સિધી  સંડોવણી  નહોતી જ પણ  અકારણ   કૈક  કોઇને  છાવરવા  જતા  તે  ફસાઇ ગયા  :  પણ  ધન્ય  તે  લોકશાહીને  કે  તેણે   પ્રમુખનો ભોગ  લિધો   -  અહી   તે  આજ  સુધી તો  શક્ય   નથી બન્યુ  -  હવે  નવા  અવતારમા  અને  નવી  સરકારમા  શુ  બને  છે  તે જોવાનુ  રહે  છે. નવી  સરકારમા  પણ  મજબુત વિરોધ  પક્ષ છે   પણ  -ગત  સરકારમા પણ  વિરોધપક્ષૂ  તો  હતો  જ પણ  તે  વિરોધ  પક્ષ  - ખીચડી  સરકારનો  વિરોધ પક્ષ હતો  -  અને   સરકારમાના સાથી  ઘટકો પણ   છાણે   ખુણે  વિરોધ ને  ટેકો  આપવાની  ધમકી  આપીને   સોદાબાજી  કરી  લેતા હતા  અને  મને  કમને પણ   સરકાર  ખુરસી  બચાવવા  માટે  ધમકી  -બ્લેકમેલીગને તાબે થતી  હતી  - કુશળ   વડાપ્રધાન   પણ  કાબેલ અને  મજબુત  સાબિત  ના  બની  શક્યા.   વ્યવસ્થાપનની  આ કમી  હતી  ત્રણ ત્રણ મહાદેવીઓએ  તેમને  પકડમા  રાખેલા  અને  ધાર્યુ  કામ કઢાવી  લીધેલુ -  આજે  પરીસ્થીતી  જુદી છે  - વડાપ્રધાન  તે  ત્રણેયને   જાણે  છે  -  ઓળખે  છે  -  પણ  -  આ વાત  તો   છે  વિરોધ પક્ષ ની  - વડાપ્રધાન  માટે અગત્યનો  પ્રશ્ન  તેમના  જ પક્ષને કાબુમા  રાખવાનો  છે  -  વિકાસનો  મુદ્દો   અગત્યનો  છે  - ધર્માતરનો  મુદ્દો ચગાવવાની  જરુર  નથી આર્થીક વિકાસ   અગત્યનો  છે-  તેમની પાસે  બહુમતી  છે  - પારકાને  જાળવવાના  નથી  પોતાનાને  જ જાળવવાના છે  .માત્ર  નામ બદલવાથી  જ કામ  બદલાઇ જશે  તેવી  ઠગારી  આશા   રાખીને  બેસી  ના  રહેવાય..

     કોઇ  પણ  દેશનો  વિકાસ  તેના  અર્થતંત્ર  ઉપરથી  મુલવી  શકાય  -નાણાખાતાનુ  મહત્વ  શુ  છે તે  સમજવામા  આપણે  સૌ પ્રથમ  ભૂલ કરેલી  -  આપણે  તો  ગ્રૂહખાતાને   મહત્વ  આપીને  જે  તે  સમયે    લીગને   જીણાની   મરજી  મુજબ   નાણાખાતુ   આપી  દિધેલુ  પણ  કુશળ  જીણાએ  તેમના  નાણામત્રી  ને   સરસ  પાઠ  આપેલો  - કોઇ  પણ  મંત્રાલયની   ફાઇલ  નાણા  મંત્રાલય  પાસે  તો  આવે  જ અને જ્યા  સુધી તે  મંજૂરી  ની  મહોર ના  મારે   ત્યા સુધી   બધા   ડબ્બામા-અર્થતંત્રનુ  નાણાવિભાગનુ  આ મહત્વ  છે  -તેનુ  પૂર્વ  આયોજન  તે બજેટ  છે  અને  પછીનુ  વ્યવસ્થાપન   તે  ચિભડાની   વેચાણ  પ્રક્રિયા છે.ખેતરમા  પાકેલા  તેરે  તેર   ચિભડા જો  બજારમા  આવે તો  પ્રજાને  પસંદગીનો અવકાશ  વધારે  રહે  -ભાવ  પણ  ઓછો  રહે  - ખેડુત ખુશ  -પ્રજા ખુશ  -આ  કોણ  કરશે?

      વિરોધ  પક્ષ  વિરોધ  કરશે  જ -   લોક્શાહીની  શરુઆતથી  જ   વિરોધ પક્ષની  કામગીરી  માત્ર  વિરોધ  કરવા  પુરતી  મર્યાદિત  રહેલી  છે  -  તેની  રચનાત્મક ભુમિકા  જ નથી  -   અને  આજે  તો  વિરોધ્પક્ષની  ભુમીકા  રચનાત્મક    નથી  તે  તો ઠીક  -પણ  ખંડનાત્મક  છે  -    આ  તે  કેવી  લોકશાહી   અને   આ  તે કેવો  વિરોધ  પક્ષ  કે  જે   લોકસભાનુ  કામ  જ  ના  ચાલવા  દે  ?બહુમતીની  સરકાર  છે  ,મજબુત  વડાપ્રધાન  છે  ,મજબુત  અધ્યક્ષ  છે    અને  વિરોધ  પક્ષ  નાના  સ્કુલ બોય  જેવા  તોફાનો  કરે  અને   નિશાળ  બંધ   કરવી  પડે  ?  માસ્તર    કે  હેડ માસ્તર  ની એટલી  તાકાત  નથી  કે  તે  તોફાની  છોકરાઓને  સ્કુલ બોય ને  - વર્ગની  બહાર  કાઢી  શકે  ?  બસ  નિશાળમા  રજા  આપી  દેવાની ?    અને   રજા  આપી   દેવાથી  પણ  શુ  બીજે  દિવસે   નિશાળ   યોગ્ય  રીતે  ચાલુથશે ?  ના-  ના  ના.-  લોકોએ  -પ્રજાએ  કેટકેટલી  આશા  અને અરમાનો  સાથે   આ  નિશાળ  ખોલી  છે -  આ લોકશાહી  લાવ્યા  છે તે  બસ માત્ર  આ  તમાસો  જોવા  ને  માટે  જ   ?

     આયોજન  પંચ   રદ કરીને નીતિ પંચ  રચવાની  દરખાસ્ત માટે આકડા અને  ગણિત  તો  હુ  પણ રજુ  કરી  શકુ  છુ  પણ  તે ગણિતનો  ખોટો  દાખલો   સુધારી  ને  નીતિ   પંચ  સાચો  જવાબ  લાવી શકશે ?  આ સરકાર   વિકાસના  મુદ્દા   ઉપર  જીતી   છે  -વિકાસ  થયો જછે  કોઇ  શક  નથી  -  દરેક  સીક્કાની  બે  બાજુ  હોય  જ વિકાસની સાથે  સાથે  વિનાશક પરીબળો   પણ  ઉભર્યા  છે  - વડોદરા , ભાવનગર, ગોંડલ   વિ. વિ .જેવા  સુવહિવટ   આપનાર  રાજાઓના  રાજ  વહિવટને  એકત્ર  કરીને  એક નેજા  નીચે  લાવવાના  સ્વપ્નમા  સરદાર  સફળ થયા   પણ   એકત્રિત   રાજ્યના વહિવટને   સુવ્યવસ્ર્થિત   કરવામા   નવા  વહિવટદારો સફળ  ના થયા.  કમનસીબી  તો એ   થયી   કે  એક  રાજાની  જગાએ  અનેક  રાજાઓ   બની  ગયા-સરદારે રજવાડા  એકત્રિત કર્યા  પણ અહી  તો  ગામડે  ગામડે   રજવાડા  અને   ઢગલાબંધી  રાજાઓ  બની   ગયા  અને  પ્રજા  બિચારી  તમાસો  દેખે  છે .  આયોજન  હોય  કે  નીતિ   પંચ   શો  ફેર  પડશે  ?

છતા  ય વિકાસના મુદ્દે હજુ  પ્રજા આશાવાદી  છે .

Let  us  hope  better

ગુણવંત  પરીખ
1-1-15

No comments:

Post a Comment