સ્નેહિશ્રી યુનુશ ભાઈ ,
આપની કુશળતા ઇચ્છું છું.
આ એક એવો યાદગાર બનાવ છે જે આપણે જાણ માટે મોકલું છું, તેનો અંગ્રેજી અનુવાદ કરીને બ્લોગ ઉપર મુકું છું અને યોગ્ય રીતે આર્ટીકલ જેવો તૈયાર કરીને આપણે પ્રેસ્સ પર પેપર માટે આ અઠવાડિયામાં મોકલી આપીશ જે આપના સ્વ વિવેક પર આધારિત ફાળવણી ને આધીન રહેશે.
૧૯૬૦ ના વર્ષમાં હું જયારે નવો નવો નોકરીમાં જોડાયેલો તે વક્ગ\હાટનો આ બનાવ છે. હિંમતનગર ડીવીઝન માં મારું પોસ્ટીંગ હતું..મારી કચેરી માં મારા જેવે નવા નવા ૪-૬ ઓવરસીયર હતા. અમારી પાસે કોઈ કામ જ હતું નહિ. કચેરીમાં આવો અને જાવ. મોડે મોડે ખબર પડી કે ખરેખર એવું નહોતું. કામ તો ખુબ હતું પણ અમોને તેનાથી દુર રાખવામાં આવતા હતા- જાની જોઇને કેમ તેની ખબર તે વખતે નહોતી પડતી અને અમને જાણવામાં રસ પણ નહોતો- પગાર મળે છે ને ? બસ બહુ થઇ ગયું. ખરેખર તો એક સર્તીફીકાતે વાળો ડીગ્રી કે ડીપ્લોમાં પણ નહિ થયેલો માણસ બધું કામ સંભાળતો હતો- આવું કેમ હશે તેની પણ તે વખતે ખબર નહોતી પડતી જોકે આજે તેનો ખ્યાલ આવે છે પણ તેનું વિશ્લેષણ કરવાની જરૂર આજે જણાતી નથી.કામ હતું ખુબ હતું પણ અમને નાવોને તેનાથી દુર રખાયા હતા.
એક વખત કલેકટર કચેરી માં સંકલન મીટીંગ હતી.સામાન્ય રીતે આવી મીટીંગ કાર્ય પલક ઇજનેર પોતે જ જાય પણ તે દિવસે તેઓ નહોતા એટલે તેમને મારા ડેપ્યુટી ઇજનેરને જવા કહ્યું.ડી.ઈ. વળી એમના કરતા પણ બે ડગલા આગળ વધ્ય અને તેમણે મને બોલાવીને કહ્યું કે તમે મીટીંગમાં જાવ. ક્કાશું કરવાનું નથી પણ કાળજી રાખશો ક.ઈ. ના વતી જાવ છો એટલે બરાબર ધ્યાન રાખજો. સાહેબનો કારકુન કાગળો સાથે રાખીને તમારી સાથે આવશે કોઈ પ્રશ્ન આવે તો જવાબ વ્યસ્થિત રીતે આપજો.મારે તો દિવસ પૂરો કરવાનો હતો. હો મીટીંગમાં ગયો. બધા વર્ગ ૧ ના અધિકારીઓ હતા. મીટીંગ ચાલતી હતી. અચાનક જ કલેકટરે પૂછ્યું ક.ઈ. કયો છે ? મેં ઉભા થઈને નમ્રતાથી કહ્યું હું હાજર છું. કલેકટર એક મિનીટ મને જોઈ રહ્યા અને પછી પૂછ્યું આ પ્રશ્ન નું શું છે અને કેમ વિલંબ થયો તેનો ખુલાશો માનનીય સભ્યાશ્રીને કરો. તેઓશ્રીએ મને અંગ્રેજી માં પૂછ્યું એટલે મને લાગ્યું કે મારે પણ અંગ્રેજી માં જ બોલવાનું હશે.. મૌખિક ની પરીક્ષા આપવા ગયા હો ને જેવો જવાબ આપ્પ્વો પડે તે રીતે મેં પણ તેમણે અટક્યા વગર જવાબ આપ્યો. આમાં અમારા તરફથી કોઈ વિલંબ થયો જ નથી. માનનીય સભ્યાશ્રીને નમ્રતા પૂર્વક જાણવું કે ક.ઈ. ની કચેરી એક પ્રથમ વેગ ના અધિકારીની કચેરી છે. કચેરીની કેટલીક પ્રણાલિકા હોય છે તે મુજબ અમારી કચેરીમાં કોઈ પાત્ર આવે એટલે તે પહેલા તાપ-અલ કારકુન ટપાલ સ્વીકારે પછી તે સાહેબ ના ટેબલ પર જાય સાહેબ તે જોઇને હેડ ક્લાર્ક ને આપે તે પછી તેઓશ્રી તેમના કારકૂન ને આપે પછી તેની નોધણી થાય નોધાયા પછી તે જે તે વિભાગમાં જાય પછી જે તે વિભાગ તે જુવે તેના જવાબ નો કાગળ લખે તે મૂળ કાગળ સાહેબ ની સહી માં મોકા લતા પહેલા હેડ ક્લાર્ક અને પી. એ. પાસે જાય તેમના સુધારા વધારા પછી સાહેબ પાસે પહોચે પછી સાહેબ કછો કાગળ મંજુર કરે પછી એજ ક્રમમાં કાગળ પાછો આવે પછી ટાઈ પ માં જાય આજ ક્રમ માં તે ટગલ ફરીથી ફરે ....... એટલામાં ચા અને નાસ્તાની ડીશો આવવાની શરુ થઇ એટલે બધાનું ધ્યાન ડીશો પર ગયું પ્રશ્ન ભૂલી ગયો અને કલેકટરે મને પૂછ્યું ચાલો ઠીક છે આ લાંબોઈ પ્રક્રિયા છે એટલું કહો ક્યારે પૂરી થશે. મેં જવાબ આપ્યો કે આવતી મીટીંગમાં આ પ્રશ્ન નહિ આવે. હું જાતે જ આ કાગળ ની પાછળ પાછળ ફરીશ અને સાહેબ ની સહી લઇ ને જવાબ કરી દઈશ ખરેખર તો શું પ્રશ્ન હતો તેજ મને ખબર નહોતી પણ કલેકટર મારા જવાબથી નેક દમ ખુસ લાગ્યા અને તેમણે મારા ક.ઈ. ને કહ્યું પણ ખરું કે તમારો માણસ જવાબ અપ ટુ ડેટ આપે છે ક. ઈ. એ મારા ડી.ઈ. ને પહેલા તો ખખડાવ્યા પણ પછી મારા માટે કહ્યું કે હવેની બધી સંકલન ની મીટીંગ માં પરીખ ને જ મોકલજો
ટુકાવી ને મેં આ વાત લખી છે તે વખતે આ પ્રશ્ન નું બહુ લાંબુ છોડું વિવેચન થયેલું પણ તે બધું બાજુ પર રાખી ને વાત કરીએ
આજે આ પ્રશ્ન ને મૂલવવો હોય તો કેવી રીતે મૂલવાય તેનો નિર્ણય હું વાચક અને વિવેચક કરપ્શન પર ધ્યાન આપીને તેની વ્યાખ્યા માં તેની મુલાવાનીઓ કરીને પણ તે બાબત વિચારી શકે છે. જે બન્યું હતું તે મેં જણાવ્યું. તે પછી મારે પણ ઘણું જોવાનો વારો આવ્યો છે પણ તે વાત પછી.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment