vahivati aaghar sanhita

ઐસે  તૂટે  તાર  કી  સબ  ગીત   અધૂરે  રહ   ગયે 

 મારી ઇત્છા હતી કે  મારે   મારી રીતે જે મેં જોયું જાણ્યું અને વિચાર્યું તેનું નિરૂપણ  યોગ્ય રીતે કરવું. અગાઉના સમય માં  જે જોયું હોય અનુભવ્યું હોય તેનો નીચોડ  આપવો. નિવૃત્તિના ગાળામાં પુરતો સમય  પણ હશે  . પણ માણસ  ધારે છે શું અને થાય છે શું ? ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે  ?કલ્પના  તે  માત્ર કલ્પના જ રહી ગયી. એવા  વમળમાં  ફસાઈ ગયા કે કશી ખબર જ ના પડી. એક પછી એક એવા કલ્પનાતીત ઝટકા વાગતા ગયા કે જેની કલ્પના પણ નહોતી અને એ વમળમાં  અને વમળમાં  એવા ગુચાવતો રહ્યો કે   ક્યારે જિંદગીની  સાંજ  આવી ગયી અને  ટોડલા ઉપર  યમરાજાના દૂતો આવીને બેસી ગયા કે  કલ્પના માત્ર કલ્પના જ રહી ગયી. મારી ઈચ્છા હતી કે મારી ત્રીજી પેઢીના સંતાનોને હું  ઉચ્ચ સિંહાસને બેસાડું  એમનું નામ ઉજ્જવળ થાય તેવી  શિક્ષા  આપું  કદાચ મેં તે શિક્ષા  આપી પણ ખરી પણ તેનું  ઉપભોક્તા તરીકેનું જે પરિણામ મારીઓ  સામે અને પાસે આવ્યું તે  મારી કલ્પનાશ્ગક્તી બહારનું નીકળ્યું . એક પછી એક એવા ઘ પડતા ગયા  કે જે હવે  કડી રુઝાઈ શકવાના જ નથી   આમ  સ્વપ્ન  અધૂરું જ રહી ગયું 

No comments:

Post a Comment