Laghu Bhagavat 54 - 55 - 56 Three chapterts





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         54

                               :  પા પા ત્મા ઓ નો   ઉ ધ્ધા ર ક : -

          અત્યારસુધીના  અવતારોમાં   ભગવાને  જેટલા   આત્માઓનો ઉધ્ધારકર્યો ય્તેનાથી અનેકગણા    જીવોનો  ઉધ્ધાર  આ જન્મમાં   કર્યો  છે  અને  તે  પણ  રમત  રમતમાં ;  કોઇને  ખ્યાલ પણ  ના   આવે કે    એક  મહાન અવતાર  કાર્ય છે :  એક  માત્ર    જ દિવસનો   નવજાત  શિશુ સમાન બાળક  જો પુતનાએ  મારે  તો  કોને  તેનો ખ્યાલ  આવે  કે    એક ઉધ્ધારક  કાર્ય   છે ? અને હજુ  તો  જમીન  પર  પગ  પણ   નથી  પડ્યા  અને  શકટાસુર  અને  તૃણાવર્ત   જેવા   પણ   સાફ  થયી  ગયા. વત્સાસુર પણ  મરાયો અને  બકાસુરનો પણ  ઉધ્ધાર કર્યો, , ધેનુકાસુરને પણ   મુક્તિ આપી   તો બકાસુર અને  પુતનાના  ભાઇ અઘાસુરને  પણ  વેર ભાવે  પણ  મુક્ત  કર્યો.પ્રલંબાસુરનો પણ  ઉધ્ધાર આ જ બાળકે  કર્યો.  કંસ   હવે  ફફડી ગયો હતો.    કૃષ્ણનો  આ જન્મ    :
પરિત્રાણાય   સાધુનાં  ,વિનાશાય  ચ દુષ્કૃતામ 
 સાધુ સંતો અને  સજ્જનોના   રક્ષણ માટે અને  દુ:ષ્કર્મ  કરનારાઓના   વિનાશ  કરવા  માટે જ હતો  અને  આ વખતે એ દુ:ષ્ટોનુ   પ્રમાણ  વધુ  હતુ.
          એક્ વાર   નંદબાબા  અને તેમની  મંડળી  કુટુબ  સાથે ઉત્સવ  ઉજવવા  માટે  ગયા  હતા.  ત્યા  સૌ  નાહી ધોઇ  , પુજા  પાઠથી  નિવૃત્ત  થયી   ભોજનબાદ   આરામ  કરતા  હતા  ત્યારેએક મહાકાય અજગર  ફુફાડા  મારતો આવ્યો  અને નંદબાબાને   પકડી  લીધા. નંદબાબાએ ચીસા ચીસ  કરી  મુકી  પણ  કોઇ   તેમને બચાવી  શક્યુ નહી  કે  અજગરના મુખમાંથી    છોડાવી શક્યુ  પણ  નહી.  ત્યાં હાજર તેવા  ગોપ  યુવકોએ  હાજર તે  હથીયાર  સાથે અજગર્ નો  સામનો કરવા  પ્રયાસ કર્યો પણ   સૌ નાકામિયાબ નિવડ્યા. તેથી  ગોપ  બાલકોએ  કાનાને બુમ  પાડી  - કાના  જલદી  આવ  નંદ  બાબાને અજગર  ગળી જાય  છે.  કાનો દોડતો આવ્યો અને  તેણે માત્ર  અજગરના શરીરને  પગ    અડાડ્યો   અને  બાબા   મુક્ત  થયી  ગયા અને  સૌના   આશ્ચર્ય   વચ્ચે તે  અજગરે    પણ  જાણે  જાતિ  પરિવર્તન કરી  લીધુ અને  એક  વિદ્યાધર   બની  ગયો અને કાનાને પગે  લાગ્યો. તેણે  કહ્યુ કે  મારુ નામ  સુદર્શન છે  અને હુ એક  અતિ   સુદર , દેદિપ્યમાન વિદ્યાધર હતો  અને  રૂપના  નશામાં મે એકવાર  કેટલાક  અંગીરા કુલના   કદરૂપા   ઋષીઓનો ઉપહાસ કર્યો અને ઋષીઓએ મને  શાપ   આપ્યો  કે તુ  અજગર યોનીમાં   જા અને  મને   આ યોની મળી  પણ  મુક્તિનો માર્ગ  પણ  બતાવેલ કે  જ્યારે ભગવાન શ્રી વિષ્ણુનો  કૃષ્ણ  અવતાર થશે  ત્યારે  તેમના  સ્પર્શમાત્રથી તારી મુક્તિ   થશે  - આજે  હુ  આપના   ચરણ  સ્પર્શમાત્રથી મુક્તિ પામ્યો છુ  અને  મારી અસલ  યોની મને  મળેલ છે.
       આવો  જ એક  બીજો પ્રસંગપણ  જાણવા  જેવો  છે. કુબેરનો  એક  અનુચર શંખચુડ  હતો. તે સ્વૈરવિહારી  હતો. એક  વાર  શ્યામ   બલરામ વિ.  મંડળી  વિહારાર્થે વનમા   હતી  ત્યારે  તેમની સાથે વૃજની ગોપીઓ પણ  હતી. આ દુ;ષ્ટ  શંખચુડે આ ગોપીઓનુ અપહરણ કર્યુ અને  આકાશમાર્ગે  ભાગી જવા  લાગ્યો. ગોપીઓ ચીસો  પાડતી હતી  : પણ  કોઇ   બચાવનાર  જ ના   દેખાયુ:  પણ   કાનાએ અને  દાઉએ  જ્યારે આ ચીસો  સાંભળી  ત્યારેતે વાયુ વેગે તેમની  પાછળ પડ્યા અને   જોતજોતામા  તો શંખચુડને  આબી  ગયા  તે  જોઇને શંખચુડ ગભરાઇ ગયો  અને  ગોપીઓને મુકીને ભાગવા   લાગ્યો પણ  કૃષ્ણએ  તેનો પીછો પકડ્યો  અને   તેને  પકડીને   તેના  માથામાં  એવો  મુક્કો માર્યો કે  તેનુ  માથુ અલગ  થયી  ગયુ. તેના માથામાં એક   મણી  હતો   : ચુડામણી : તે  કૃષ્ણએ લયી  લીધો  અને   વૃજમા  પાછા આવીને તે  દાઉને  ભેટ  આપ્યો.
    આટલી જ  આસાનીથી તેમણે  અરિષ્ટાસુરને પણ  હણી   નાખો : આ  રાક્ષસ    બળદના  રૂપમાં  વૃજના  ગોધનમાં  ઘુસી  ગયો  અને  ઉલ્કાપાત મચાવવા  લાગ્યો  હતો.  કૃષ્ણએ  જોયુ કે  આતો  પેલો અરિષ્ટાસુર  છે અને  તેમણે  રમત  રમતમાં જ તે  બળદીયાના  પૂછડાને  પકડીને  તેને જોરદાર  રીતે   ખેચ્યો  અને  પછી  ઉચકીને   ગોળ  ગોળ ઘુમાવીને  સો  જોજન દુર  ફેકી દિધો પણ  આ તો   રાક્ષસ  હતો  કળ વલતા જ પાછો કૃષ્ણ  ઉપર  હુમલો  કરવા  આવ્યો પણ  આ વખતે તો  કૃષ્ણે   તેનાં શિંગડાં  પકડીને    એવો   ફટકાર્યો કે   ત્યાં ને ત્યાં  જ તેના   રામ  રમી    ગયા.   હવે    તો  કંસ     તોબાહ પોકારી ગયો  હતો.  તેમાંય  પાછા નારદ્જી  આવ્યા અને  તેના બળતા હ્રદયમા  ઘી હોમ્યુ – જો  કંસ   નંદના  બે  બાલકો  છે તે જ વસુદેવના   પુત્રો  છે  અને  તે  મારી  નાખી હતી  તે  તો  જસોદાની પુત્રી  મોહમાયા    હતી  અને  ઉડી  પણ  ગયી  -    સાંભળી કંસ    રાતો પીળો  થયો  અને  હુ  હમણા જ વસુદેવને   મારી  નાખુ પણ  તેમ  કરવાથી  તો  સમસ્ત  યદુ કુળ વિરુધ્ધ થયી  જશે   માટે તુ  તારા   કાળને  માટે જ વિચાર કર  એમ  કહીને નારદ્જી તો વિદાય થયા.
પાપાજી
ક્રમશ :



Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         55

                                   -:   નિ  રા  ધા    -  કં   : -
        કંસના  કોઇ  કારનામા   કારગત  નિવડતા  નથી.  જેને  પણ  શિકારી   તરીકે  મોકલે   છે  તે ખુદ જ  શિકાર  બની જાય   છે. હવે   વારો  આવ્યો  કેશીનો  : આ  એક  બહુરૂપીયો  રાક્ષસ  હતો  અને   ઘોડાનુ રૂપ  લઇને  વૃજમાં ઘુસી આવ્યો  અને દે  ધનાધન કરતો  હણહણાટી   બોલાવતો   ધરા  ધુજાવતો  વ્રજનો વિનાશ   નોતરતો   હોય  તેમ  વૃજ ભુમીને  રગદોળતો   જતો હતો.   તેના   આ ત્રાસથી  વ્રજવાસીઓ રાડ  પોકારી ગયા   અને સૌ ઘરમાં  ભરાઇ   ગયા.  કોઇ  બહાર નીકળવાની  હિંમત કરતુ નથી. કાનાને  ખબર  પડી  કે   મામાએ  બીજા મહેમાન  મોકલ્યા  છે   ચાલો તેમનુ  પણ સ્વાગત કરીયે અને  કાનો  તો આવી  ગયો  બજારની વચ્ચે . કેશીને  તો  આટલુ જ  જોઇતુ હતુ  કે  તેનો  શિકાર  ખુદ  તેની  સામે આવી  ગયો. :  તેને   બિચારાને ક્યા  ખબર   હતી  કે  તે  ખુદ     શિકાર બનવાનો  છે. કાનાએ પણ  તેને  રમાડવાનુ  નક્કી   કર્યુ અને કેશીના  પાછલા   પગ  પાસે જઇને પ્રહાર કર્યો –ઘોડાના   પાછલા પગની લાત   બહુ   જોરદાર હોય  છે અને  કેશીએ  એક  જોરદાર લાત કાનાને મારી  અને   કાનો  દુર  ફેકાઇ  ગયો – કેશી તો  ખુશ ખુશાલ થયી  ગયો  -  આજે  તો આ  છોકરો ગયો જ જાણો. અને આમ  વિચારી  ઉલટો   ફરી  હણહણાટી બોલાવતો તે  ફેકાઇ ગયેલા કાના  તરફ  ફર્યો. અને જોરથી   કાના  તરફ  દોડ્યો  -પણ   કાનો  સાવધ હતો જ – તેણે  દોડતા આવતા  ઘોડાને  બરાબર ભીડાવ્યો  અને  તે  એક  મોટા તોતીંગ  વૃક્ષ   પાસે ઉભો  રહ્યો.  કેશી  વધારે ગુસ્સે થઇને જોરથી દોડતો કાના  તરફ   આવ્યો પણ  આપણો  કાનો  તો   સાવધ જ  હતો  અને  જેવો કેશી આવ્યો  કે  તરત   જ તે  ખસી ગયો અને  કેશી તોતીંગ વૃક્ષ   સાથે અથડાયો   અને   તેનુ માથુ લોહી લુહાણ થઇ  ગયુ. હવે   છંછેડાયેલ  કેશી   વધારે આક્રમક બન્યો અને  પોતાનુ માંઢુ  પહોળુ કરીને  કૃષ્ણની  તરફ    દોડ્યો  જાણે  હમણાં  જ કૃષ્ણને   કાચોને કાચો ખાઇ  જશે  - પણ  કાનાએ તો  તેનો જમણો  હાથ  તેના માંઢામાં ખોસી  દીધો અને  બીજા  હાથે કેશીની ગરદન પકડી  લીધી.   હવે  કેશી ફસાયો તેને  સમજ  ના  પડી  કે  ગરદન છોડાવુ કે  કાનાનો હાથ  કરડી ખાઉ  - આવી  અસમંજસમાં તે હતો  તેનો લાભ  લઈને કાનાએ તેની  ગરદન  એટલા જોરથી દબાવી કે   તેની આંખોના   ડોળા  બહાર નીકળી ગયા  અને તેના પણ  રામ  રમી  ગયા .  કંસને એક   પછી એક    વિપરિત સમાચારો મળતા જાય   છે . કેશી  પણ  ગયો.. તેને તેના મિત્ર વ્યોમાસુરે કહ્યુ કે  જો દુશ્મનને મારવો હોય  તો  તેના જ ટોળામા  તેના જ સ્વરૂપ્રે  ઘૂસીને પગ  પહોળા  કરવા  જોઇયે. આ ગોવાળિઆઓ વચ્ચે હુ  ગોવાળિયો બનીને  ઘુસી જઇશ અને   ધીમે ધીમે  તેમનુ નિકંદન  કાઢતો રહીશ  -  તમે   રાહ  જુવો. અને  તે    આમ  રામ  અને શ્યામની   ટોળકીમા  ગોવાળ બનીને  ઘુસી ગયો  અને  અન્ય ગોવાળિયાઓને  તો  તેનો  ખ્યાલ પણ   ના  આવ્યો. આ ગોવાળો  ગોધન   ચરાવવા   જાય  ત્યારે અનેક જુદી જુદી  રમતો રમતા  હોય  છે  તેમાં એક   રમત  ચોર પોલીસ જેવી છુપા છુપીની પણ   રમત  હતી  - જેમા  એક   ચોર  કેટલીક   ચોરીઓ   કરીને છુપાઇ જાય  અને    બીજા તેને શોધે.આ   વ્યોમાસુર  તે  મયાસુર  નામના   માયાવી  દાનવનો પુત્ર હતો અને તે  ઘણી  માયાવી  વિદ્યાઓ  જાણતો હતો. તે   મોટે ભાગે આ રમતમાં  ચોર  બનતો   હતો અને   પછી  છુપાઇ  જતો  હતો. ખરેખર  તો  તે    ચોર બનીને ગોવાળિયાઓને  ઉપાડીને  એક  ગુફામાંસંતાડી  દેતો હતો જેથી  અને જેવો તે   ગોવાળોને ઉઠાવીને જતો  હતો   કે  તરત   જ કાનાએ તેને  પડકાર્યો  અને  ગળેથી   પકડ્યો  - વ્યોમાસુર  જેટલો માયાવી હતો  તેતલો  જ બળવાન પણ  હતો  તેણે પહાડી સ્વરુપધારણ   કરી  લીધુ અને  કાનાને પછાડવા  માટે પેતરા  શરુ કર્યા.પણ  કાના સામે તેની કોઇ  કારી  ફાવી નહી  અને  તેણે   જાણ્યુ  કે  હવે  છુટવાનો કોઇ  આરો  વારોનથી તેથી તેણે પકડેલા  ગોવાળિયાઓને  તેણે છોડી  દિધા અને   અગાઉ  પકડેલા    ગોવાળિઆઓને  તેણે એક  ગુફામાં કેદ   કરેલા અને  ગુફાની બહાર એક મોટી  શિલા  મુકી દિધેલી  જ્રે કોઇથી પણ   ખસે નહી  - તે ગુફા  પણ  તેણે  કાનાને બતાવી  દિધી – તે  જાણી લીધા  પછી   કાનાએ  વ્યોમાસુરને પણ વ્યોમની  સફરે  મોકલી  દીધો અને  વ્યોમાસુરે દર્શાવેલ  સ્થળે   પહોચી ગુફા   શોધી  કાઢી  અને કેદ  કરાયેલ  ગોવાળોને છોડાવી  લીધા.
   ત્યાં તો  “ નારાયણ   નારાયણ  “ નો  સ્વર  હવામાં ગુંજી  ઉઠ્યો  અને  નારદજી પધાર્યા અને કાનાને વંદન કરીને  તેમની સ્તુતિ કરીને  ભગવાનને પ્રસન્ન કર્યા.  વાત  વાતમા તો  તેમણે કાનાએ તેના ભવિષ્યના   કારનામા  માટે અગાઉથી     અભિનંદન  આપી  દીધા અને  કહ્યુ કે  પ્રભુ હવે  હુ  તમારી હવે પછીની  લીલાઓ જોવા ખુબ  આતુર  છુ   -  કંસની જીંદગીના હવે  બે  જ દિવસ  બાકી છે  અને  તેને મોક્ષ આપી  બીજાઓને પણ મોક્ષ અપાવવાની જલદી વ્યવસ્થા  કરો .મને   તો   આપની લીલાઓ જોવાની ,  જાણવાની તેમજ  સાંભળવાની પણ   ખુબ  મઝા   પડે    છે.  કુવલયાપિડ  , ચાણુર, મુષ્ટીક, મુર  , શંખાસુર , કાળયવન, નરકાસુર,   દરેકના મોક્ષ મારે જોવા છે.  ઘમંડી  ઇંદ્રને હરાવો ,પારીજાતનુવૃક્ષ  લાવો અને  આપની રાણીને ખુશ કરો. હજુ   તો   આપે   ગુરુપુત્રને પાછો લાવવાનો છે. અને  તમારો ઉત્તરાર્ધ  તો   આખે  આખો બાકીછે – આ બધુ  મારે  જોવુ છે  પ્રભુ -  આપની  લીલાઓનો કોઇ  પાર  નથી  - કોઇ   સામાન્ય   દેવ   દાનવ કે  માનવ તે  શુ સમજી શકવાના હતા  ?  આપે  તો   બ્રહ્માજીને   પણ ભુ  પીતા  કરી  દીધા હતા – પછી  બીજાઓની તો  વિસાત શુ  ? હે  પ્રભુ હવે મને રજાઆપો અને  મારી ઇચ્છા ઝ્ટ  પટ   પુરી કરો. નારદજી જ માત્ર એક  એવા ભક્ત  છે  કે  જેમની  ઇચ્છા  ભગવાને પુરી કરવી    પડે. તમે  પણ રાહ  જુવો અને  સાંભળો આ  પ્રસંગો
પાપાજી 
ક્રમશ 
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         56

                                   -:  કં સ ની  છે લ્લી  -  ચા લ      : -
               કંસનુ બળ  કે  તેના  બળવાન રાક્ષસોની કોઇ  કારી  ફાવી નહી  અને જે  ગયા  તે કદી  પાછા  આવ્યા જ નહી. કંસને  ખાત્રી થયી   ચુકી કે  બળથી  આ છોકરાં   તેમના   જ પ્રદેશમાં  તો  હારવાના  નથી  માટે  કોઇ  કળ  થી  તેમને  અહી મથુરા બોલાવીએ અને તેમને પુરા કરવા  માટે   ચારે  બાજુ  પેતરા રચી  દેવા. પણ   નંદ  આ છોકરાઓને  મથુરા  મોકલે  જ નહી  તો  ? તે  માટે તેણે વિચાર કર્યો કે  હવે  જ્યા  બળ  કામ નથી  આવ્યુ  ત્યાં કળ અને  જરૂર  પડ્યે   કપટ  વાપરો.  આ છોકરાઓને   બોલાવવા માટે   તેણે  એક  ખાસ  આયોજન  કર્યુ. તેણે તેના મિત્ર  અને વસુદેવના પણ  મિત્ર એવા  યદુકુલના  શિરોમણી  સમાન અક્રુરને  પસંદ કર્યા   અને  વિચાર્યુકે જો  અક્રુર તેમને  લેવા  જાય તો  નંદ  ના  પાડશે  નહી. નંદને અક્રુર  પર  પુરો ભરોસો છે.   આથી   તેણે અક્રુરને બોલાવ્યા  અને  ખુબ  માન  પાન  આપ્યા  અને તેની ખુબ  ખુશામત  પણ  કરી  અને  તેની વફાદારીને પણ  પડાકારી – કંસે કહ્યુ કે   આપ  મારા  મિત્ર  છો – મને  સંપુર્ણપણે વફાદાર  પણ  છો  -આજે મારો જીવ  જોખમમાં  છે  આપ મને  વચન  આપો  કે  આપ  મને  મદદ  કરશો.  ભોળાભાવે  અક્રુરે કંસને વચન  આપ્યુ કે  હુ  આપને તમામ મદદ   કરિશ- આપે  હ્જુ પણ   મને  એક   વચન  આપવુ પડશે  કે  આજે   આપણી  વચ્ચે  જે  વાત  થાય તે માત્ર  આપણા બે વચ્ચે  જ રહેશે – ત્રીજુ કોઇ  નહી જાણે -    વસુદેવ હોય  કે અન્ય કોઇ  દરબારી  હોય   કોઇને કાને પણ  આપણી યોજના  જવી  જોઇયે  નહી અકૃરે  તે  પણ  વચન  આપ્યુ  કે  હુ  આપણી  વચ્ચે થયેલ  વાત  હુ અહિયાં કોઇને પણ કહીશ નહી.    કંસને  ખાત્રી   હતી  કે  અકૃર વચનનો  પાક્કો  છે  અને   મારી  યોજના  ગુપ્ત  જ રહેશે આમ  અકૃરને  વચનથી બાધી લીધા  બાદ પોતાની  યોજના જણાવી.: જુઓ   અકૃરજી ,બે  દિવસ   પછી  મથુરામાં   ધનુષ્યપુજનનો  ઉત્સવ  છે  તે  દિવસે આપણે અનેક  આમંત્રણો  આપવાના  છિયે તેમા  એક  આમંત્રણ  ગોકુલમાં  નંદને  પણ  પહોચાડવાનુ છે . આપે  ખાસ   ભારપુર્વક  નંદબાબાને કહેવાનુ  છે કે  તેઓ  આ પ્રસંગે તેમના બન્ને  પુત્રોને પણ   સાથે લાવે : તેમને પણ  મથુરાની શોભા બતાવે:  ધનુષ્ય પુજનની  વિધિ  પણ   દર્શાવે:  ગોકુલના તમામ ગોપાલકો  પણ   સાથે  આવે અને મથુરાની   શોભા નિહાળે. હવે   વધારામાં સાંભળો :  જેવા   આ બન્ને    છોકરાઓ મથુરામાં પ્રવેશશે  કે  તરત જ  આપણો કુવિલયાપિડ   હાથી જે  તે  સમયે મદોન્મત્ત   બનેલો હશે  તેની   સામે    છોકરાઓ  ધરી  દેવાશે  જેથી તરતજ  તે આ બન્ને  છોકરાઓને  તેના મહાકાય  પગ   નીચે ચગદી  નાખશે -   પછી  મારો કોઇ  દુશ્મન  નહી  રહે . અકૃરે  શંકા કરી  કે  કદાચ    હાથીથી તેઓ   બચી  જાય તો  શુ કરશો ? કંસે કહ્યુ કે   એવુ  બને  જ નહી વિશાળકાય   હાથીના  કોપથી કોઇ   ના  બચી  શકે -  પણ  કદાચ તે  છોકરાઓ  ભાગી   જાય   તો   આપણે  આપણા  મલ્લો ;  ચાણુર અને  મુષ્ટીકને  પણ  તૈયાર    રાખેલા  છે . આ બે  મલ્લ  મથુરાના  સર્વશ્રેષ્ઠ   મલ્લ  છે  તેમને આજસુધી કોઇ   નથી  હરાવી  શક્યુ   તો  આ છોકરાઓ તેની શુ  વિસાતમાં  ?   અક્રુજીનુ મન  માન્યુ નહી   પણ  તેઓ  ચુપ  જ રહ્યા :  બોલ્યા નહી કશુ  - પણ   વિચાર્યુ કે  કંસે મોકલેલા  રાક્ષસ મારાઓ    ઓછા  શક્તિશાળી નહોતા અને  છતા   ય દરેક  સ્વધામ પહોચી ગયા   છે – પણ  આ સમયે   તે   કંસની  સામે બોલ્યા નહી. તેમને  ખબર  હતી  કે  કંસ   કોઇની પણ   વાત  માનવાનો  નથી. તેનુ  હિત શામાં છે  તેની   તેને ખબર નથી  તે માત્ર તેના   આસુરી સ્વભાવ વાળા દરબારીઓનો   જ ભરોસો કરે   છે  પણ  આજે  મને  માત્ર એટલા  માટે  જ પસંદ   કર્યો   છે   કે  હુ  નંદનો મિત્ર   છુ  અને  નંદ   મારા પર  ભરોસો   રાખીને  રામ  અને  કૃષ્ણને મોકલશે.   જો   હુ  ના   પાડીશ તો   કંસ  બીજી  કોઇ  ચાલબાજી  રમશે : માટે કંસને વિશ્વાસ   બેસે તે  માટેતેણે  કંસને કહ્યુ કે  ભલે મહારાજ  :   નંદના  બન્ને  બાળકોને  લાવવાની  જવાબદારી  મારી  છે :  આપ  નચિંત રહો  અને  આપની  આ યોજના વિષે  પણ  હુ   “ અહિયા “ કોઇને  જાણ  કરીશ  નહી  તેવુ વચન  આપુ   છુ.  કંસ   ખુશ  થયી   ગયો :અકૃર ઝડપથી માની ગયો :    નાની સરખી  વાત નથી  : અને  તે  છે  પણ  વચનનો  પાક્કો  - તે   આ વાત કોઇને કહેશે નહી  તેવુપણ તેણે વચન  આપ્યુ  છે  - એટલે  મારી યોજના ગુપ્ત પણ  રહેશે  કોઇને  ખબર   પણ  નહી  પડે  અને  ઉત્સવની  ઉજવણીની   ધમાલમાં   આ છોકરાઓ ક્યા ખોવાઇ જશે  તેનો કોઇને શક  પણ   નહી   જાય  કે  કોઇ   કશુ  સમજી   પણ  નહી શકે :  ઉત્સાહના  અતિરેકમાં તેને  એ શક  ગયો  જ નહી  કે વચનપાલક  અકૃરે   જે  વચન   આપ્યુ  હતુ  કે   આપણી  યોજના  ગુપ્ત    રહેશે તે  માટે   તેણે  શબ્દો વાપરેલા    :  આપની     યોજના   વિષે  પણ  હુ   “:અહિયા “ કોઇને  જાણ કરીશ નહી.  આ યોજનાની  જાણ    મથુરા પુરતી મર્યાદિત  ખાનગી   રાખવાનુ વચન   અકૃરે  આપ્યુ હતુ.
    કંસ   આજે  બહુ  ખુશ  હતો  : બીજી બાજુ અકૃરજી  ખુબ   ઉદાસ  હતા  :  આ કંસે    મારા વહાલસોયા ભત્રીજાઓને  મારવા માટે  મને  જ નિમિત્ત   બનાવ્યો: પણ શુ   કરુ? જો   હુ  ના  પાડત   તો  તે બીજીરીતે પણ  આ કામ  કરવાનો તો છે  જ માટે મારે જ આ કામ  હાથ  પર  લેવુ પડશે અને  કોઇને પણ  ગંધ   ના   આવે  તે  રીતે આ  બન્ને બાળકોને  ચેતવી દેવા પડશે. અકૃરજી ભગવાનના  ભક્ત હતા. તેમણે ભગવાનને પ્રાર્થના કર્રી કે હે  પ્રભુ   હે  અંતર્યામી  મારી લાજ   રાખજો : આ બન્ને  બાળકોને  બચાવી  લેજો :ભગવાન  મંદ મંદ  મુસ્કરાયા:અને મનોમન  બોલ્યા: અકૃર : ધીરજ  રાખ: કંસની  બાજી ઉધી  વળવાની છે   :   તેના જીવનના માત્ર 50  કલાક    બાકી છે  :  કરી  લેવા દે  તેને મનફાવતા ઉત્પાતો : તે   પહેલા  જરી આ  બાળકોની ક્રીડાઓ  તો   માણી  લે : મથુરામાં આ બન્ને બાળકો કેવો  વટ  પાડે છે  -આખુ  મથુરા તેમની પાછળ  પાગલ  બનવાનુ  છે  :  :
પાપાજી

No comments:

Post a Comment