Laghu Bhagavat 57 - chhellii raat - Shat Shat Pranam - Gokulane





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         57

                                   -:  છે  લ્લી   -રા  : -
                          - : શ  ત – શ ત – પ્ર  ણા મ  -ગો કુ લ ને : -
      આજે  અકૃરજીની  કસોટી હતી  - એક  બાજુ  ફરજ   હતી  -  એક    બાજુ  વચન  પણ  હતુ  - અને  સૌથી  અગત્યની  બાબત – આ  કડવી  બાબત  કેવી રીતે   કહેવી. આમ    વિચારોમાંને  વિચારોમાં   તે  નંદબાબાને ઘેર  તો   પહોચી  ગયા.  પોતાના    ઘર  પાસે  રાજમહેલનો  રથ  ઉભેલો જોઇને   યસોદા   મૈયા   તો  ડરી    ગયા – નંદબાબા  પણ  દોડતા  બહાર  આવ્યા  -  પણ અક્રુરજીને   જોઇને તે રાજી થયા  અને  તમામ  ડર  જતો  રહ્યો.   અકૃરજીને  પણ   લાગ્યુ કે  બાબા મને  જોઇને  ખુબ   રાજી  થયા  છે  પણ    જ્યારે  જાણશે  કે  હુ  કેમ  આવ્યો   છુ   ત્યારે  તેમના  મનમાં શુ  શુ  વિતશે ?  સાજા  માંદાના   ખબર  અંતર   પુછાઇ  ગયા.  ભોજન પણ  લેવાઇ   ગયુ. હવે  અકૃરે   નંદબાબાને એકાંતમા   લઇ  જઈને  ધીમેથી વાત  છેડી  અને  કંસની   સાથે થયેલ   તમામ વિગતો  તેમણે  બાબાને જણાવી.  નંદરાય  તો  ચોકી જ   ગયા  કે હવે શુ  કરીશુ ?  આ લોકો કોઇ   વિચાર કરે  કે  નિર્ણય   પણ  લે તેટલામાં તો કાનો દોડતો   આવ્યો – બાબા  રાજમહેલનો રથ  આપણા માટે જ આવ્યો  છે ?  ચાલો  તો  તોપછી  અકૃર  કાકાની  સાથે જાઇને મથુરા  ફરી  આવીએ – અમે  મથુરા  જોયુ જ નથી   કાકા અમોને બતાવશે. અકૃરજી તો    આભા  જ બની  ગયા  - આ  કાના ને  શુ  કહેવુ ?  હુ  તેમને લેવા જ આવ્યો છુ  પણ   કારણ અલગ  છે.  અને કારણ આ લોકોને કેવીરીતે કહેવુ ? પણ  પ્રશ્ન   કરનાર તો   જગત  નો  નાથ  હતો  - તેનાથી છુપુ શુ  હોય  ? કાનો  તો  મરક મરક  હસતા હસતા  બોલ્યો  કાકા  ક્યારે જવાનુ  છે ? અને  એટલામા તો  જશોદા માતા પણ  આવી  ગયાં. અકૃરજી  વધારે  મુઝાયા  પણ  કાનાએ    ધડાકો   કર્યો – મૈયા,મૈયા તમે  કે   બાબાએ મને  મથુરા બતાવ્યુ જ  નથી  પણ   જુવો   કાકા અમોને મથુરા બતાવવા  લેવા આવ્યા  છે – અમારે માટે જવાની  તૈયારી કરો  -જસોદા મૈયા  તો  સફાળી ઉઠી   ગયી   અને  કાનાને ગોદમાં લીધો અને  મોટેથી  બોલી  ઉથી  :   ના  ના   મારે  લાલાને ક્યાંય  નથી મોકલવો અને  નંદબાબાને  કહ્યુ કે  તમે  ના  પાડી દો આપણો લાલો ક્યાય નહી  જાય.  પણ  કાનાએ    હઠ કરી  -  મૈયા તમે  તો  ના લઇ  ગયાં અને  આજે  અમોને મથુરા જોવા મળે    છે  ત્યારેતમે જ ના  પાડો એ   કેમ   ચાલે- ? અકૃરકાકા અમે બન્ને ભાઇઓ જરૂર  આવીશુ. અક્રુરજીએ   ખાનગીમાં નંદબાબાને સમજાવી  દીધુ  : જુવો :હુ  મથુરામાં પુરતો બંદોબસ્ત  કરીને  જ આવ્યો  છુ -  આપણા યાદવોનુ એક  જુથ   આ બન્ને બાળકોની તહેનાતમાં   ખડે   પગે  ખાનગી વેષમાં રહેવાનુ છે   - તમારે  પણ  ગોવાળોને  તે   જ રીતે  ખાનગીમાં તૈયાર કરીને  મોકલવાના  છે  કોઇને સહેજ પણ  ગંધ   સુધ્ધાં  ના  આવવી  જોઇયે આપણે  સજ્જ  છિયે –મૈયાને   સમજાવવાનુ  કામ  કાનો કરશે – ગોપ  બાળકોને સજ્જ  થવાનુ કામ  પણ  કાનો જ કરશે -   તમારા  માણસોને  પણ  સજ્જ  રાખીને તમે તેમને માર્ગદર્શન આપજો.   હવેની લડાઇ તે  આરપારની લડાઇ    છે . મથુરામાં યાદવ શુરવીરો  તૈયાર જ બેઠા  છે અને  મારી સુચનાની જ રાહ  જોશે.  આમ   બધુ   પાકે પાયે ગોઠવાઇ ગયુ  અને   બીજે દિવસે  સવારે નીકળવાનુ પણ  મુહુર્ત જોવાઇ ગયુ.સમગ્ર  ગોકુલમા  વાયુ  વેગે વાત  ફેલાઇ ગયી કે  કાનો અને  બળરામ કાલે મથુરા જવાના છે  - ગોકુલની    ગોપીઓ  તો   પાગલ થયી  ગયી  - અમે  અમારા કાના  ને   નહી  જવા  દઇએ. અને ગોપીઓનો એક  મોરચો  તો નંદબાબાના આંગણે  આવી  ગયો   અને  ગોપીઓએ  બુમો  પણ   પાડવા માંડી  - મૈયા :લાલો નહી   જાય – લાલાને ના  મોકલો –અમે  હવે   કદી   લાલા માટે  ફરીયાદ નહી   કરીયે – લાલાને રોકી  લો. પણ   કાનો જ અડગ હતો   - ગોપીઓ જાણતી  જ હતી કે  કંસ  કૃર  છે  -તેણે    લાલાને મારી નંખાવવામાટે  કેટલા  બધા  પ્રયત્નો કર્યા   છે અને  આજે  આપણે જાણી જોઇને મોતના મા  માં  શા મ્માટે જવાનુ ?  પણ  દાઉ ભૈયાએ   સિફતથી જવાબ આપ્યો કે  એમ  ડરી  ડરીને ચાલવાથી કે રહેવાથી શુ  ફાયદો ? કાલે  આપણે તેનો  નિર્ણય કરી  જ લઇશુ  .તમે   ચિંતા ના  કરો –આપણા કાનાનો   કોઇ   વાળ   પણ  વાંકો નહી  કરે  - હુ  છુ  ને તેની સાથે  - કોઇની મગદુર   છે કે  મારા  કાનાને    હાથ  પણ  અડકાડે ?  અને    આ તો  રાજ્યનુ આમંત્રણ છે  - આપણે બધા  તો    રાજ્યના  મહેમાન  કહેવાઇએ-મહેમાન સાથે કદી   રાજા દુર્વ્યવહાર કરે ખરો  ?  ગોકુલના મોટેરાઓ  પણ     સજ્જ  થયી  ગયા – નંદબાબાને ઘેર  આખી  રાત સભા  ચાલી અને પાકુ આયોજન પણ  કરી  લીધુ .સમગ્ર  વૃજ   પંથકમાં વાત  વહેતી થયી ગયી  કે   કાનાને કાલે કંસે બોલાવ્યો  છે -  સૌના પેટમાં તેલ   રેડાઇ ગયુ – પણ  સૌ  એ પણ  જાણતા જહતા કે  કાનાનો તો  કોઈ  વાળ  પણ  વાંકો કરી  શકે  તેમ  નથી.  માત્ર  ગોપીઓ માનતી નથી  અને  રાધા  તો  રીસાઇનેજ બેસી   ગયી  - કાનો અમોને  પુછ્યા વગર  જાય  જ કેવીરીતે?  પણ  કોને ખબર  હતી  કે  આજની  રાત તે કાનામાટે  ગોકુલમાં  છેલ્લી રાત   છે  - પછી  કાનો  ગયો  તે   ગયો ઓ ઓ ઓ ઓ  ..............
પાપાજી
ક્રમશ :



No comments:

Post a Comment