LaghuBhagavat 58 Mathuragaman





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         58

                                   -:   મ થુ રા  -  ગ મ ન  : -

          રળિયામણા   ગોકુલમાં આજે  સૌ ઉદાસ  છે  .  મધ્ય રાત્રિ  થવા   આવી  છતાંય  કોઇની  આંખોમાં નિંદ  નથી  -નંદબાબાની  હવેલીમાં  રાત્રીના   દિપક   બુઝાયા  નથી –મંત્રણાઓના  દોર   ચાલી  રહ્યા   છે. જસોદામૈયાની આંખોમાં   આંસુ   સુકાતા   નથી -  તેમનુ  મન કેમે ય કર્યુ માનતુ  નથી  - લાલાને   મોતના  મુખમાં     ધકેલી મુકવા તે  સહેજ  પણ  તૈયાર  નથી  - નંદબાબા  અને  અકૃરજી  તેમને   મનાવવા  ખુબ પ્રયાસ  કરે  છે    અરે  એક  તબક્કે  તો  તેમણે કહી  પણ  દીધુ  કે આ   લાલો   કોણ  છે -- અને   તેને મારવા  વાળો કોઇ હજુ  જન્મ્યો  નથી – લાલજી   તો   લાડકા  કુવર  હતા  - એક  માનો  વહાલસોયો દિકરો -  તેને  તો   તે   જગતનો નાથ   નહી  પણ   “મારો  કાનો “ જ માનતી  હતી  અને   આંખથી સહેજ  પણ અળગો કરવા   તૈયાર  નહોતી. ગોવાળો બીજે  દિવસે  જવાની તૈયારીઓમાં  ઉઘ્યા જ નહોતા  અને   ગોપીઓ   કાલે  કેમ  કરીને  કાનાને રોકવો  તેની   વિચારણામાં  પડખાં   ઘસતી હતી. આખા   ગોકુલમાં  માત્ર બે જ વ્યક્તિઓ ઘસઘસાટ  નિદ્રાધિન  હતી  : કૃષ્ણ   અને   બલરામ : તે નચિંત હતા.  કેમ   નચિંત ના  હોય ?  બનવાકાળ  તે  બનવાનુ જ છે  અને  તે જે  બનવાનુ  છે  તે  બનાવવા માટે તો  જવાનુ છે .  માતા પિતાંને  કારાગારમાંથી  છોડાવવાના છે  , નાના    નાનીને પણ      રાજમહેલમાં પરત   લાવવાના    છે -   કેટકેટલાનો ઉધ્ધાર  પણ   કરવાનો છે  - મામા  કંસ  - જેવા  છે    તેવા  પણ  મામા  છે  - તેમને    મોક્ષ અપાવવો   જ પડે  -.અને    પરોઢ થયુ  - પણ   આજે   વલોણાનો અવાજ  ક્યાંયથી   પણ આવતો નહોતો.  સૌ   ઉચાટમાં  જ હતા  - દરેકને   પોતપોતાના   કામ   યાદ   નથી   આવતા- દરેકની નજરમાં   આજે  કાનો જ  રમે   છે  - દશ   દશ  વર્ષ થી     બે   છોકરાઓએ   ગોકુલને  ઘેલુ લગાડ્યુ  છે   અને  અચાનક જ આજે  તેબહારગામ જવાના  છે -  જાણે કે  ભારે  વિદાય લયી    રહ્યા   છે – હજુ  તો અકૃર  અને  નંદબાબા  સિવાય  બીજા  કોઇને ખબર  નથી   કે  આ બે   કુમારો  આજે  ગોકુલ  છોડે  છે  તે   કાયમ  માટે છોડે   છે.  ગોપીઓ  તો  વિરહના   સ્વ્પ્ન  માત્રથી   ભડકી ગયી છે. હવે  તો  રથ પણ   તૈયાર થયી   ગયો  છે  અને  અકૃરજી  અને  બન્ને   કુમારો  બેસે  તેટલી જ વાર   છે ,  રથની  આજુબાજુ   આખુ   ગોકુળિયુ  ગામ   છે  -ગાયોની  આંખોમાં આંસુ છે  -   વાછરડાં ભાંભરે  છે -  પક્ષીઓ શુન્યમનસ્ક  છે  -  અરે  ગોકુલના  તમામ વૃક્ષો, વેલો,  એક  એક  પાંદડુ  જાણે આંસુ સારે  છે . દરેકની આંખોમાં  વિતેલા  ભુતકાલના  સ્વપ્નો રમે  છે અને  મન   પુરાણી યાદોથી  ભરાઇ ગયેલ   છે.  અને  બન્ને  બાલકો   જસોદામૈયા  અને  નંદબાબાને  પગે  લાગ્યા :   હાજર રહેલ સૌ  ગોપાલકોને પણ  પગે લાગીને તેમ્ના આશિર્વાદ પણ   લીધા, બન્ને ભાઇઓ તો જાણતા  જ હતા  કે હવે  આ વૃજભુમી  પર   પાછા નથી   આવવાનુ :  વૃજભુમીની  રજ   લીધી  અને  માથે  ચડાવી : અને  રથમાં સવાર થયી ગયા. પણ   રથ   આગળ  કેમ  કરીને ચલાવવો ? રથની આગળ   તો  ગોપીઓ  સુઇ  ગયી હતી –સૌ મુઝાયા-તેનો  ઉકેલ એક  માત્ર  કાના  પાસે હતો – તેણે  ગોપીઓને કહ્યુકે હુ  ગમે ત્યા જયીશ: પણ  મારુ  મન  હરહંમેશ  તમારી  સાથે જ હશે ,હુ   હરહંમેશ  તમારી    પાસે હોઇશ  હુ જન્મ પર્યંત આપ  સૌનો  નિર્વ્યાજ  પ્રેમ  ભુલીશ નહી.  મને  હરહંમેશ યાદ   રહેશે કે  આ યમુના ના   જળમા આપણે સ્નાન  કરેલ  છે  - આ વનમાં  આપણે ગાયો   ચરાવી   છે – ગિરિરાજની   તળેટીમાં આપણે અનેક ઉત્સવો  ઉજવેલ  છે ,  શરદ પુર્ણિમાની  રાત્રિ અને  આપણી રાસ  લીલાઓ તો  હુ  કેવીરીતે  ભુલીશ ? -     વન  - આ ઉપવન   - આ  યમુનાના નીર  અને   મારી   પ્રાણપ્રિય    ગાયો,  એકદમ હુ  કેવીરીતે  વિસરી  શકીશ?  પણ   રાધા કેમ   નથી  દેખાતી?  તે ખુબ  રિસાઇ  લાગે  છે  -તેને મનાવી લેજો  અને  કહેજો કે  કાનો  તને  જતાં  જતા  પણ  ખુબ  યાદ  કરતો હતો.  બસ  :  હવે  અમોને  વિદાય આપો.
      રથ   ધીમે ધીમે આગળ   વધવા  લાગ્યો  અને  ગોકુલના સિમાડા  પર   આવી  ગયો. અચાનક જ  કાનાએ  કહ્યુ : કાકા  રથ  ઉભો   રાખો : સારથિએ રથ  ઉભો   રાખ્યો.અને  કાનો  નીચે ઉતરી ગયો.  તેણે જોયુ કે    કદંબના એક  વૃક્ષ  નીચે  રાધા એકલી  રૂદન કરતી  હતી.  કાનો તેની પાસે ગયો   અને કહેવા લાગ્યો કે  રાધા રડ   નહી  , હુ    ક્યાય પણ  જાઉ  પણ  તુ  તો  મારા  હ્રદયમાંજ    બિરાજેલી રહીશ.  આખા    વિશ્વમા  આપણો આ નિર્વ્યાજ પ્રેમ એ અમર  પ્રેમની  નિશાની બની  રહેશે. અને  તેની  પુર્તતા માટે તને  કહુ   છુ  , સૌ કોઇ  મને   યાદ  કરે  છે જ પણ  તને   તો  મારા   નામ  કરતાં પણ  આગળ   રાખીને  યાદ  કરશે –મારા નામ  પહેલાં તારુ નામ  લેવાશે “રાધા –કૃષ્ણ”  “રાધે  -કૃષ્ણ :” .    કદંબના   વૃક્ષની  નીચેની   આપણી આ  છેલ્લી  ભૌતિક  મુલાકત છે  -  હવે પછી   આપણે  ક્યારેય  અને  ક્યાંય પણ  રૂબરૂ  ભૌતિકસ્વરૂપે મળવાના  નથી  - આ વૃક્ષ  - તેની  નીચે  આપણે અનેક  વાર  મળી  ચુક્યા  છિયે – અહિયા   મેં  વાંસળી પણ  વગાડી છે  - તે બધુ જ મને  યાદ  છે અને   યાદ  રહેશે પણ  હવે  પછીનુ મારુ  કાર્ય અલગ  છે  અને  હવે   આપણે કદાપિ મળીશુ નહી  પણ  સમસ્તજગતમાં  આપણે  છવાયેલા જ  રહેવાના  છિયે .મને  હસતે મુખે  વિદાય  આપ ‌-મારા મનમાં વૃજભુમિની અનેકાનેક અને  અનેરી યાદો   ભરેલી   છે   પણ   હવે  તે મારા મનમાં  જ ભંડારીને હુ  તારી વિદાય માગુ છુ  અને  રાધાજીએ  પણ કાનાને  વિદાય  આપી.  જેની  સાથે આજસુધી ખેલ્યા  -  કુદ્યા- હર્યા  ફર્યા –તે તમામ – વૃક્ષો  ,   વન   ઉપવનો, વેલા વેલીઓ, તમામ   જીવીત અને નિર્જીવ , પશુ  , માનવ ગોપ  સાથીદારો   વિ.વિ.ને અંતિમ પ્રણામ કરીને  કૃષ્ણએ  રથમાં  પોતાનુ સ્થાન લીધુ અને રથ  મથુરાના  માર્ગે  આગળ વધવા  લાગ્યો.
પાપાજી
ક્રમશ:


No comments:

Post a Comment