Laghu Bhagavat 59 Mathura Darshan





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         59

                                   -:    થુ  રા  -    ર્શ    : -

           અકૃરજી  પોતે  કંસને   આપેલા  વચન મુજબ કૃષ્ણ  અને   બલરામ  :    બન્ને  ભાઇઓ   તેમજ   અન્ય ગોપબાલકોને  લયીને  મથુરા   આવી  ગયા.   અને   કાના  અને  દાઉને  કહ્યુ  કે  આપ  બન્ને મારાઅ ઘેર   ચાલો  હુ  આપની  મારી શક્તિ  મુજબ   સેવા કરીશ -  આપ  મારી  પ્રાર્થના  સ્વીકારીને ઉપકૃત  કરો – પણ  કાનાએ  વિનયથી કહ્યુ ‌   કાકા -  આજે તો  તમારે  તમારી ફરજ     બજાવવાની છે- અમોને રાજ્યએ   કરેલી   ઉતારાની  જગાએ  જ મુકી  જાવ  - હુ   આપને વચન   આપુ  છુ  કે  મારુ કાર્ય પુર્ણ  થશે  તે પછી  હુ   આપના  ઘેર  જરૂર  આવીશ. અને  અકૃરજી  તેમને તેમના  ઉતારે  મુકીને   પોતે  કંસને સમાચાર  આપવા  રાજમહેલ ગયા. કંસે  તેમનુ  ઉમળકાભેર સ્વાગત  કર્યુ  અને  કહ્યુ   કે  મિત્ર : આ  કામ    તમારા   સિવાય કોઇ કરી    શકે      નહી. નંદરાયને  માત્ર  તમારા  પર    ભરોસો   છે અને   તમારા સિવાય  બીજુ  કોઇ  ગયુ  હોત  તો  વાત  ચહેરાઇ  જાય તેમ  હતી.  આપે એક  ઉત્તમ   કાર્ય કર્યુ છે : હવે આપ  મુક્ત  છો  અને આપણી યોજનાની માહીતી કોઇને  પણ  તમારે આપવાની  નથી  તેનો ખ્યાલ  રાખજો. કંસને સમાચાર  આપીને   અકૃરજી    પોતાના  નિવાસસ્થાને  પાછા   ફર્યા.
          બીજે દિવસે સ્નાન સંધ્યા   આદિ   કર્મથી  નિવૃત્ત થયીને  આ ગોપાલક  ટુકડીએ  નગર જોવા  જવા  વિચાર કર્યો  અને બન્ને ભાઇઓની  આગેવાની  નીચે  સૌ નગરની  શોભા  જોવા  નીકળી પડ્યા.  શહેરની મોટી મોટી મહેલાતો અંને ઇમારતો જોઇને કૃષ્ણને  ખુબ  આશ્ચર્ય   થયુ  અને કહેવા  લાગ્યા  -અરે   દાઉ  આ જુવો તો ખરા  કેટલા મોટા  મકાનો છે  ? હુ  તો  પહેલી વાર જ આવા મોટા  મકાનો જોવુ  છ.  દાઉજી  હસ્યા- જગતનો  નાથ  -નિર્માતા  -  અને  તારણ હાર   એવો  ખુદ   ભગવાન કહે   છે  કે  આવા  મકાન મે  જોયા જ  નથી  -કેવુ આશ્ચર્ય ?  ગોપ બાળકો પણ  અજાયબી જોતા  હોય તેમ  બન્ને  ભાઇઓની આજુબાજુ વિટળાઇને ચાલવા  લાગ્યા. મથુરાના  લોકોને તો કૌતુક મળ્યુ   - કેટલાક    ગોવાળો  સાથે   બે નાના  અતિ  સોહામણા બાળકો  પણ  છે જે  સાક્ષાત   ભગવાન  ના  અવતાર  સમાન લાગ્ર છે અને  તેમને જોવા મથુરા  ટોળે  વળ્યુ, આજુબાજુના   મકાનોની  અટારીએથી  નગરની સ્ત્રીઓ પણ  ટોળે વળી  અને  આ અલૌકીક બાલકોના  દર્શન કરવા  લાગી. તેવામાં   કંસનો ધોબી મહેલમાંથી રાજમહેલના   વસ્ત્રો લયીને આવતો  હતો  તે    બાલકોને  સામે મળ્યો.કાનાએ પુછ્યુ ભાઇ  કોણ  છો તમે ?  પેલાએ  ઉધ્ધત  જવાબ આપ્યો – અરે  તમે  કોણ  છો  અને  અહી અમારા  રાજમાર્ગ પર  કેમ  રખડો છો -?  કાનાએ જવાબ ના  આપ્યો પણ  પુછ્યુ કે  આ પોટલામાં   શુ   છે ? પેલો તેના   તુંડ  મિજાજમાંજ બોલ્યો- અરે   ગામડાના ગમારો- -  તમને તેની  સમજ   ના  પડે   - આ   તો  રાજ્મહેલનાં  વસ્ત્રો   છે  -કાનાએ કહ્યુ  કે ભાઇ અમોને  પણ  થોડા   વસ્ત્રો  આપો  અમે પણ  રાજના મહેમાનો  છિયે- આ   સાંભળીને ધોબીનો મિજાજ ગયો અને ધુત્કારથી  બોલ્યો  -  જા  જા  ભિખારી-શરમ   નથી    આવતી  રાજમહેલનાં  વસ્ત્રો  માગતા? આટલુ સાંભળતો તો કાનાનો પણ   પિત્તો ગયો  અને એક જ અડબોથે ધોબીને રામશરણ કરી   દીધો અને તેના બધા*જ  વસ્ત્રો પડાવી લીધાં અને જેને  જે ગમ્યુ તે સૌએ  પહેરી લીધુ.   આગળ   જતા  એક  દરજી સામે મળ્યો –તેણે વિનયથી કહ્યુ અરે  બાલકો  આ વસ્ત્રો નાના મોટા  છે  લાવો હુ ફિટ  કરી  આપુ  અને તેણે   વસ્ત્રો   માપ  મુજબ સીવી આપ્યા – હવે    બધા  ગોપબાળાકો  રાજકુમાર જેવા  લાગવા  માંડ્યા.મથુરામાં   તો  આ નવા  મહેમાનોને જોવા  ભીડ  જામી – સૌ આ બન્ને કુમારોને જોઇને  દંગ  રહી  ગયા  -  અરે  શુ  અલૌકીક રૂપ  છે  ?શી  છટા   છે ?  કેવા નમણા ચહેરા   છે  ? લોકો  તો   તેમના  ગુણ  ગાતા   થાકે  જ નહી .વળી  પાછા આગળ  જતા   એક  યુવાન  સ્ત્રી પણ બેડોળ  શરીર હતુ  તેનુ  -તેવી  મહિલા  સામે  મળી  -કાનાએ પુછ્યુ   બેન  આપ કોણ  છો  ? પેલી બેડોળ સ્ત્રી તો    બન્નેને જોઇને અંજાઇ ગયી  - તેના  હાથમા  ચંદનના   લેપની  વાટકીઓ  હતી-તે બોલી અરે  બાળકો  હુ  આ લેપ   અમારા  રાજા   કંસને માટે  લયી   જાઉ  છુ  - કાનાએ કહ્યુ કે અમોને પણ  લેપ  લગાવો  ને  ? પેલી મહીલાએ  કહ્યુ કે  ઉભા  રહો  -આ લેપથી  તો તમારુ રૂપ  વધારે ખીલી  ઉઠશે -  લાવો હુ  તમોને બધાને    લેપ  લગાવી આપુ  અને  તેણે   રાજાનો ચંદનનો લેપ   આ નવા  રાજકુમારોને  લગાવી દીધો  -  કાનો તો  ખુશ    ખુશ  થયી  ગયો  - દાઉએ  કહ્યુ  કાના મફતમા  લેપ  ના  લેવાય તેને કશુ ક આપો – અને  કાનાએ  તે  બેડોળ   મહીલાના  અંગ  ઉપાંગ  સૌંદર્યવાન  બનાવી દીધા – આ કુબ્જા નામે ઓળખાતી  મહિલા  તો     જોઇને દંગ જ રહી  ગયી   પણ   સમગ્ર નગરજનો જેમણે    જોયુ  તે  સૌ  પણ   અચરજમાં ડુબીગયા – અરે ખરેખર આ  બાલકો તો  ભગવાનના  અવતાર જ લાગે  છે.તે મહિલા તો  એકદમ ઉપકારવશ બની ગયી  અને કાનાને પગે   પડી  - આપ  જ અમારા  ઉધ્ધારક  છો   -આપ  એકવાર મારા  ઘેર પધારો-  કાનાએ કહ્યુ  કે  હુ  જરૂર આપના ઘેર  આવીશ – પણ  અત્યારે નહી –મારુ અહીનુ કામ  પતે એટલે જરૂર તમારા   ત્યાં હુ આવીશ-આ મારુ  વચન   છે.  આમ   કહીને આ મંડળી આગળ   ચાલી  અને  હવે  નગરજનો  માટે આ મંડળી એક કુતુહલ  બની   ગયી  - તે  જ્યા જાય  ત્યાં ભીડ   જામી  જતી   હતી.
       બીજી  બાજુ કંસના ચોકીદારો અને  મલતિયાઓએ  કંસને   સમાચાર  આપ્યા કે  નગરજનો તો    બન્ને છોકરડાંથી  ખુબ  જ પ્રભાવિત  બની  ગયા    છે  -હવે  જે  પણ   કાઇ   કરવુ હોય  તે   તાત્કાલીક કરો  નહીતર  આ છોકરાઓ તો  માથે  ચઢી  વાગશે . કંસે કહ્યુ કે તેમને આપણા ધનુષ્યના  દર્શન માટે દોરી  જાવ  અને  ત્યા એમની પુરતી  આગતા સ્વાગતા માટેની  વ્યવસ્થા    રાખી છે.   ત્યાંથી આ  છોકરાઓ બહાર જ નીકળી  શકશે  નહી.   ત્યા  સુધી  આપણા  કુવલયાપિડ   હાથીને મદીરા પીવડાવીને એકદમ મદોન્મસ્ત  કરી  નાખો  - જે  સામે ભટકાય તેના ભુક્કા બોલાવી નાખે  તેમ  તેના મહાવતને  જણાવજો-  ધનુષ્ય મંદીર  પાસે  ચોકી  પહેરો મજબુત બનાવી  દેજો – કોઇ  આલતુ  ફાલતુ  ત્યાફરકી   જ ના  શકે – અને  જરૂર પડે  લશ્કરને પણ    ગોઠવી દો. જાવ અને  હવે  મારી  પાસે તે બન્ને બાલકોના મરણના     સમાચાર લયીને આવજો ઠાલા આવ્યા છો  તો  તમારી ખેર  નથી
વિનાશકાળે  વિપરીત  બુધ્ધી
પાપાજી
ક્રમશ  :


No comments:

Post a Comment