Laghu Bhagavat 60 Kansani mukti






Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         60

                                   -:  કં સ ની   - મુ ક્તિ  : -
     વિધિનુ   વિધાન   કદી   ફરે  નહી -  સામાન્ય રીતે  વિધિના  વિધાનની  માહિતી કોઇની   પાસે  હોતી નથી  પણ  કંસની   બાબતમાં   તેનો અણસાર  આપી  દેવામાં   આવ્યો   હતો  કે દેવકીના  આઠમા  ગર્ભથી  તેનુ  મ્રુત્યુ  થશે – અને  તેથી  કંસે અગમચેતી ના    દરેક પગલાં  લીધેલા – આઠમા   ગર્ભની    સામે તેણે  દેવકીના   આઠે  આઠ ને  ખતમ  કરવાનો મનસુબો રાખેલો અને    ને  તો   તે  ખતમ  કરી  પણ  ચુક્યો હતો  સાતમો  બદલાઇ ગયો  અને   આઠમો ગુમ થયી   ગયો  તેની  કોઇને ખબર   પણ  ના   પડી  - અને  તે   માટે તેણે   તે  દિવસે  જ નહી  તેની  આસ પાસના  દિવસે  જન્મેલા  અનેક  બાળકોને  વધેરી    નાખ્યા પણ   તેનો  મારનાર તો  મર્યો  જ નહી  - અને  જુવો ભગવાનની લીલા – આ  શંકાસ્પદ આઠમાને  મારવાનો પ્રયાસ તો જન્મના  પહેલા    દિવસથી ચાલતો  હતો પણ  તેના મારાઓને   તો  નવજાત  બાળકે  તેના જન્મના   છઠ્ઠા    દિવસથી  જ પુરા  કરવા  માંડ્યા  હતા. બસ   આજે   છેલ્લો  દિવસ  છે .
           કંસના  આયોજન મુજબ જ બન્ને બાળકો  ધનુષ પુજા   જોવા રવાના  થયા. ચોકીદારોએ તેમને રોકવા પ્રયત્ન  કર્યો.  અને   તેમની સામે મદોન્મત્ત  કુવલયાપિડ  હાથી   છુટો મુક્યો. આજે  તો  એક  પછી  એક  અનેક આશ્ચર્ય  સર્જાવાના   છે. આ  મદોન્મત્ત   હાથીને  કૃષ્ણએ   એક   સામાન્ય દડો  ઉછાળે  તેમ  પકડીને   દુર  ફંગોળી  દીધો – અને  પ્રજાએ  ખુશીઓની ચિચિયારીઓ   પાડી  મુકી  તો  ચોકીદારો  સહમી ગયા – હવે શુ  કરવુ ?  અને  તે  કશુ  સમજે  વિચારે તે  પહેલા  તો  બન્ને કુમારો ધનુષ  ભવનમા   ઘુસી ગયા  અને  કાનાએ તો ધનુષ  ઉચકી પણ   લીધુ  અને ક્ષણવારમા તો  તેની  પ્રત્યંચા ચઢાવવા  માટે ધનુષ   વાળ્યુ  પણ   ખરુ  પણ   આ શુ  ?  ધનુષ તો  તુટી ગયુ  અને  વચ્ચેથી બે કટકા  - બન્ને ભાઇઓએ  એક  એક  કટકો  સાથે લીધો  -  હાજર  સો  હથિયાર  -પણ  ધનુષ તુટવાનો ધ્વનિ  એવો  પ્રચંડ  હતો કે  સમગ્ર  મથુરાને તેની જાણ  થયી  ગયી – કંસે   પણ  આ પ્રચંડ  અવાજ  સાંભળ્યો અને  તેના  મોતિયા મરી ગયા – તરત  જ લશ્કરને   હુકમ  આપી  દીધો-  - ચારે બાજુથી બન્ને છોકરાઓ અને  તમામ ગોવાળિયાઓને ઘેરી લો   અને  ખતમ  કરો – મલ્લ શાળામાંથી   ચાણુર , મુષ્ટીક અને  બીજા તમામ મલ્લોને પણ  અખાડામાં  મોકલી આપો અને આ બન્ને છોકરાઓને તો  પહેલા ખતમ  કરો.કંસનુ લશ્કર કામે  લાગી  ગયુ   બીજી બાજુ યાદવ  યોધ્ધાઓ પણ  તૈયાર જ હતા  અને   અકૃરજીના  આદેશની  રાહ જોતા  હતા  પણ  બન્ને  કુમારોએ કહ્યુ કે  કાકા હમણાં તમરે ખુલ્લા   પડવાની  જરૂર   નથી  - આ સેનાને  અમે  પહોચી  વળીશુ –જોતજોતામા તો   બન્ને કુમારોએ  સેનાના  તમામ સૈનિકોને ખતમ  કરી દિધા.-   પળ  પળની માહિતી  કંસને પહોચતી   હતી  અને  તેનો   ગભરાટ પણ  વધતો     જતો હતો  -  જ્યારે  અંતરિક્ષમાં  દેવો અને દેવર્ષી  નારદ પણ   આ તમાસો  જોતા  હતા  અને  ખુશ   થતા  હતા- તુટેલા  ધનુષના   એક   એક  ટુકડાથી  સમગ્ર કંસ   સેના  નાશ   પામી  -હવે    મલ્લશાળાના મલ્લો   બાકી રહ્યા  હતા – ચાણુરે  સીધો પડકાર   કૃષ્ણને   ફેક્યો અને   કાનાએ  તે  ઝીલી લીધો અને  કોઇ   સમજે  વિચારે  તે  પહેલા જ ચાણુરને  ઉચકીને  ગોળ   ગોળ  ફેરવીને  પટકી  દીધો અને ત્યાં ને    ત્યાં જ તેના  રામ   રમી  ગયા- એક   પછી  એક   મલ્લશાળાના   તમામ મલ્લોનો પણ  ખાત્મો  બોલી ગયો. આ સનાચાર  સાંભળીને તો   કંસ  લગભગ બેહોશ   જેવો થયી  ગયો  અને  તે  આગળ   શુ  પગલા લેવા તે   વિચારે  તે  પહેલા તો  મારફાડ ક્રતા  બન્ને વૃજ કુમારો મહેલમા  આવી  ગયા- અને   કંસને  તેના સિહાસન   ઉપરથી  ખેચી કાઢો. – બસ  મામા  -  બહુ  થયુ  -  આપે   બહેન બનેવી   તો  ઠીક  પણ  આપના માતા પિતાને જ કેદ  કરી   રાખ્યા  છે  - હદ   કરી  છે  આપે – આપના કુકર્મોનો કોઇ  હિસાબ નથી  - જેને  બોલાવવા હોય  તેને બોલાવો અમે  અહિયા જ છિયે – પાડો   બુમો – જેટલી બુમો  પડાય તેટલી બુમો  પાડો – અને  કંસને  તેના જ મહેલમાં   તેના    ચોકીદારો અને  રક્ષાસૈનિકોની  હાજરીમાં કૃષ્ણએ   લલકાર્યો   અને  એક    કુદકે તેને નીચે  પટકી   તેની  છાતી પર  ચઢી  બેઠો અને  તેનુ  ગળુ   દબાવીને ખતમ  કરી  દીધો.  કંસના મહેલમા  રોકકળ  મચી   ગયી  -કાનાની મામીઓ –જે   જરાસંઘની  પુત્રીઓ હતી    તે  પણ  હેબતાઇ ગયી  - તે  બોલી ઉઠી  મારા  પિતા  જાણશે  તો  આ બન્ને  બાળકોની શુ  હાલત કરશે  તેમ   બડબડવા  માંડી   -પણ   આવા  રડ્યા ખડ્યા   એકાદ બે   જીવ   સિવાય સૌ  એકદમ ખુશ  હતા – હાશ  -  છુટ્યા આ પાપીના પંજામાંથી[ -સમગ્ર નગરમાં  ઉત્સાહનુ વાતાવરણ  ફેલાઇ ગયુ  -  મથુરા નગરીએ  તો  મોટો ઉત્સવ  મનાવવાની  પણ  તૈયારીઓ કરી  દીધી –અકૃરજી પણ  ખુબ  ખુશ  હતા  - એક  પણ  યાદવ  યોધ્ધાનુ લોહી  રેડાયા વગર  સૌ   બાજી જીતી ગયા   હતા  અને  એક  પાપાત્માનો અંત આવ્યો.  ખરેખર  તો  કૃષ્ણએ  કંસને મુક્તિ જ અપાવી હતી  - જેવો  કંસનો જીવ   નીકળી ગયો કે  તરતજ  તેના શરીરમાંથી  એક  જ્યોત  નીકળી અને  કૃષ્ણના   શરીરમાં  સમાઇ ગયી.
     શુકદેવજી  કહે   છે હે રાજન  ,   તો   કૃષ્ણની બાળપણની     લીલાઓ જોઇ –તેના પરાક્રમો જોયાં     તો   જીવનનો  માત્ર એક  અધ્યાય   જ આવ્યો.  હવે  હુ  આપને તેમના જીવનના બીજા ભાગના પ્રસંગો અને  લીલાઓ  ટુંકમા    વર્ણવીશ.  એક  અતિ  રમણીય ભાગ  પુરો થયો  - ગોકુલ  અને  વૃજ  ભુલ્યુ ભુલાય તેમ  નથી -  ના  તો કૃષ્ણથી  કે  તેના   સાથીદારોથી કે  ના  તેના સાચા  અને   પાલક માતા પિતાથી-કે  ના તો આપણાથી –આ લીલાઓ  તો અમર  રહેશે.
પાપાજી
ક્રમશ :


No comments:

Post a Comment