Laghu bhagavat 51 Sevaanu fal





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         61

                                   -: સે વા નુ  -  ફ ળ   : -
         મથુરામાં  હર્ષોલ્લાસનુ  વાતાવરણ   છવાઇ  ગયુ   છે.  કંસની હત્યા  કરીને  તેના  લશ્કરને પણ    પરાસ્ત   કરીને   કૃષ્ણ   અને બલરામ  સૌ પ્રથમ અકૃરજીને મળ્યા અને   તેમન   આશિર્વાદ  લીધા. તે  પછી  સૌ  પ્રથમ   કાર્ય  તેમણે કારાગારની  મુલાકાત  લેવાનુ  કર્યુ  :કારાગારઁમાં   જઇને  તેઓ   પોતાના  માતા  પિતાને   મળ્યા  અને  તેમના  ચરણમાં શિશ   ઝુકાવ્યુ – વસુદેવે  કાનાને આશિર્વાદ આપ્યા અને  દેવકી તો ભેટી  જ પડી  - જન્મ  પછી  તે  આજે  પહેલીવાર  કાનાને  મળતી  હતી. કાનાએ   ચોકીદારોને  સુચના  આપી  કે  તેઓ  તત્કાલિન અસરથી  વસુદેવજી અને  દેવકીજીને  બંધનમુક્ત કરે  અને  સન્માન  પુર્વક  મહેલમાં લઇ   જાય.  અને   ત્યારબાદ તરત  જ તેઓ  પોતાના   નાના   ઉગ્રસેન  અને  નાની  પાસે  ગયા  જેઓ  પણ  કારાગારમાં  બંદી હતાં-  અને  તેમને પણ  મુક્ત કરાવ્યા અને  સૌને સન્માન  ભેર  મહેલમાં લઇ  ગયો. સૌ   રાજમહેલમાં  બન્ને  “ બાલકો “ ની  રાહ જોતા હતા – મહેલની આજુબાજુ  ખિચોખીચ ભીડ   હતી  - આખુ  મથુરા તેમના   ચહિતા  નેતા કૃષ્ણ  અને  બલરામના  દર્શન  માટે  આતુર હતા- મહેલમા   દરબારીઓ અને  પ્રધાનો પણ  હાજર હતા .  સૌએ  ઉમળકાભેર   મહારાજ ઉગ્રસેન  અને  મહારાણી   તેમજ  વસુદેવજી અને  દેવકીજીનુ સ્વાગત કર્યુ. આજે  તો  મહેલને  સર્વાંગે  સજાવવામાં  આવ્યો  હતો -   અરે   રાજમહેલ  જ કેમ  આખુ  મથુરા    સજી  ધજીને   નવોઢા  જેવા  શણગારો સાથે  સજ્જ હતુ  - ચોરે અને  ચૌટે  એક    વાત  હતી  :કંસ  મરાયો- એક   પાપીઓ ગયો   અને  કૃષ્ણ અને  બલરામના બે   માંઢે   ગુણગાન  ગવાતા હતા.
       હજુ  કંસની  અંતિમ ક્રિયા બાકી હતી  - પણ  નિયમાનુસાર સિહાસન કદી  ખાલી  રહે  નહી  -  નવો   રાજા બેસે  પછી જ જુનાના   અંતિમ- સંસ્કાર થાય . મહારાજ ઉગ્રસેને  કૃષ્ણને  ગાદી  પર  બેસવા  અનુરોધ  કર્યો અને   તમામ દરબારિઓ  અને  પ્રધાનમંડળના સભ્યોએ તે  પ્રસ્તાવ  વધાવી લીધો. પણ  કૃષ્ણએ   તે  પ્રસ્તાવ  સ્વીકાર્યો    નહી. તે  બન્ને   બાલકોએ એકી   અવાજે  કહ્યુ કે  મથુરાની ગાદીના સાચા   હક્કદાર મારા  નાનાજી   -- મહારાજ  ઉગ્રસેન  છે  -કંસે બળજબરીથી તેમનો હક્ક અને   સિહાસન  પડાવી લીધુ હતુ – હવે આજથી – આ    પળથી મહારજ ઉગ્રસેન   મથુરા નરેશ  બને   છે  અને  કૃષ્ણએ  પોતે   જ સિહાસનનો તાજ  મુગટ  મહારાજ ઉગ્રસેનને પહેરાવ્યો  અને  કહ્યુ કે  અમે બન્ને આપના ભાણેજ આપની સેવામાંઅહર્નિશ  રહીશુ  આપ  નચિંત   બનીને પ્રજાની અને  મથુરાની સુખાકારીનો  ખ્યાલ   રાખજો.સૌએ   આ પ્રસ્તાવ  પણ  સહર્ષ  સ્વીકારી  લીધો અને   મહારાજ   ઉગ્રસેનનો  જય ઘોષ  બોલાવ્યો.આ તબક્કે અકૃરજી  અને  તેમના   સાથી સભ્યો પણ   હાજર  હતા- કંસના  પ્રધાન મંડળના  સભ્યો  પણ  હાજર  હતા –જેઓ    શરમિંદા બની ગયા  હતા  પણ  કૃષ્ણએ તેમને  સન્માન પુર્વક  રાજ – ધર્મ શિખવ્યો  અને  જણાવ્યુ  કે પ્રધાનની ફરજ    સૌ  પ્રથમ  પ્રજા પ્રત્યે હોવી જોઇએ અને   તે  પછી  રાજા પ્રત્યેની વફાદારી  આવે. તે   પછી  બન્ને   મામીઓને   પણ  કૃષ્ણ  અને  બલરામ તેમજ  દેવકી ,વસુદેવ અને   મહારાજ  ઉગ્રસેન  પણ   મળ્યા અને  તેમને સાંત્વન આપ્યુ અને    તેમનુ સન્માન જળવાશે  તેવી ખાત્રી પણ   આપી   પણ  બન્ને રાણીઓએ  પોતે પોતાના પિયેર જવાની  ઇચ્છા પ્રગટ  કરી.અંને  તેમની  ઇચ્છા  મુજ્બ તેમને  સન્માન પુર્વક તેમના પિયેર મોકલવાની  વ્યવસ્થા પણ  ગોઠવાઇ  ગઈ. આમ   રાજ  મહેલપણ વ્યવસ્થિત  થઇ ગયો  દરબાર  પણ  વ્યવસ્થિત થયી ગયો –હવે  કોઇ  આતરીક  ઝગડા નહોતા યાદવો  ખુશ   હતા  માત્ર કંસ  અને  તેની પત્નીઓના અંગત  ગણાય તેવી બે ચાર વ્યક્તિઓને બાદ  કરતા  સૌ  ખુશ  હતા  અને  તે  નારાજ લોકોનો કોઇ  ડર   રાખવાની જરૂર નહોતી.
    પછી  સૌ  પ્રથમ કૃષ્ણ અને બલરામ  અકૃરજીને પગે   લાગ્યા અને કહ્યુ કે   કાકા અમે તમોએ વચન  આપ્યુ હતુ  કે   અહિનુ કામ  પતાવીને અમે  આપના ઘેર    આવીશુ -  ચાલો- આપના નિવાસસ્થાને આપણે સૌ જાઇએ .અકૃરજીતો  આભા      બની  ગયા – તે તો  જાણી જ  ચુક્યા   હતા  કે  આ કૃષ્ણ  કોણ   છે  -આ જગતનો  નાથ  સામે ચાલીને મને કહે  છે  કે  ચાલો  આપના ઘેર   આપણે   સૌ  જાઇયે-હુ આ જગતપતિની  સેવા કેવીરીતે  કરી  શકીશ ?  તેઓ   થોડાક  હેબતાઇ પણ   ગયા  -તે  જોઇને કૃષ્ણે   કહ્યુ  કાકા   શુ  વિચારો  છો  ? આપ  અમારા વડીલ  છો-  અમારા કાકા  છો આપ જ અમોને અહીયા   લાવ્યા  છો  અને   આપે  જ અમોને આપના ઘેર   આવવા માટે  આમંત્રણ  આપેલુતે  ભુલી ગયા ?  અને  સૌ  અકૃરજીના નિવાસે ગયા.અકૃરજીએ  બન્નેકુમારોની વિધિવત  પુજા કરી  અને   આદર  અને  સન્માન પુર્વક તેમનો  અને  સાથે આવેલા તમામનો આદર  સત્કાર કર્યો. પછી  કૃષ્ણએ દાઉ   સામે જોયુ અને   યાદ  દેવડાવ્યુ  -દાઉ   આપે  પેલી મહિલાને યોગ્ય વળતર  આપવાનુ કહેલુ યાદ   છે  ને ? તેણે  પણ  આપણને તેના ઘેર   આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ  અને   આપણે  તે સ્વીકાર્યુ  પણ  હતુ  અને  કહેલુ કે  અમારુ કામ પતે  પછી  જરૂર આપના ઘેર આવીશુ. ચાલો આપણુ કામ  પતી  ગયુ  છે  અને હવે  તે મહિલાને ઘેર  જાઇયે. અને  સૌના  આશ્ચર્ય   સાથે    બન્ને  ભાઇઓએ   રથ  તૈયાર કરાવ્યો અને કુબ્જા દાસીને  ઘેર રથ  લઇ  જવા  સુચના આપી. પોતાના  ઘર   પાસે  રાજમહેલનોરથ ઉભો  રહેલો જોઈને તે  ડઘાઇ ગઇ  – ડરી   પણ   ગઇ  – કૃષ્ણને  જોતા જ  તેના રોમ  રોમ   ખીલી  ઉઠ્યા -  અને   હાંફળી  ફાંફળી બનીનેતેણે બન્ને કુમારોનુ વિધિવત પુજન કર્યુ.  કુબ્જાએ   માત્ર   ચંદનનો લેપ  જ કૃષ્ણ અને  બલરામને  આપેલો પણ  ભક્તિભાવપુર્વક આ લેપ  લગાવેલ અને મન  હી મન આશા   રાખેલી કે   આવી  સ્રેવા કરવાનુ સદ ભાગ્ય  મને સદા  મળે  તો  કેવુ સારુ? અને  ભગવાને  તેની તે ઇચ્છા પણ  પુર્ણ કરી  અને તેના  ઘેર   આવીને તેની સેવા  સ્વિકારી તેને ઉપકૃત કરી.સૌને   સૌની  સેવાનુ  ફળ   ભગવાન  અવશ્ય  આપે  છે
પાપાજી
ક્રમશ  :


No comments:

Post a Comment