Laghu Bhagavat 62 Gurukul Nivaas


Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         62





                                   -:  ગુ  રૂ  કૂ    -  નિ  વા    : -

     કૃષ્ણના  જન્મના   દિવસે  ગોકુલમાં  ઉત્સવ  હતો :-
 – “ નંદ   ઘેર  આનંદ  ભયો ,   જય કનૈયા લાલકી “
  પણ  આજે  મથુરામાં  ઉત્સવ  ઉત્સવ -   જ્યાં  દેખો  ત્યાં ઉજવણી     ઉજવણી – મથુરા   ખુશખુશાલ  હતુ -  એ જ્ બાલકુવર  -  બાલકૃષ્ણ – તેમના  મોટાભાઇ   બલરામ   સાથે આજે  પહેલી વાર  મથુરા  પધાર્યા હતા અને  મથુરાને એક  પાપાત્માની ચુંગાલમાંથી   છોડાવ્યુ  હતુ.  આજે   કૃષ્ણએ  એક    લીલામાંથી બીજી  લીલામાં પ્રવેશ  કર્યો હતો. – પાલક  માતા –પિતાની  પાસેથી  આજે  તેઓ  તેમના અસલી માતાપિતા પાસે આવી  ગયા   હતા- તેમનો  નામકરણ  વિધિ  ગર્ગાચાર્યજીએ    ગોકુલમા  નંદબાબાના  ઘેર  કરેલો  અને   બાળારાજાનુ  નામ  કૃષ્ણ  રાખેલુ  -  -ગર્ગાચાર્યજીએ  રાખેલુ નામ   કૃષ્ણ - પણ  મથુરાનો   કાનો-  -કનૈયો – અને   યશોદા –મૈયાનો  “લાલો “ -  અને  હવે   આજે  મથુરામાં દેવકી અને  વસુદેવના પુત્રોના  યજ્ઞોપવિત  સંસ્કાર થયા  - મથુરાનુ શાસન  નાનાજી ઉગ્રસેનને સોપીને  બન્ને  બાળકો  હવે  વિદ્યાભ્યાસ   માટે   ગુરુકુળ  આશ્રમ   તરફ   વિદાય  થયા. સાંદીપની   ઋષી  એક   પ્રખર  વિદ્વાન હતા અને   તેમની  નિશ્રામાં   બન્ને  કુમારો  આશ્રમ શાળામાં   દાખલ થયા. અશ્રમમાં  કોઇ   ઉચ  -નીચનો ભેદ  નહોતો   -  ગરીબ તવંગરનો  ભેદ  નહોતો -   રાજા – રંકનો કોઇ  ભેદ  નહોતો  -  સૌ   સરખા  હતા  અને  ગુરૂની નજરમાં    પણ તમામ શિષ્યો  સમાન હતા.  આશ્રમમાં એક  અકિંચન બ્રાહ્મણપુત્ર    પણ   હતો  - અતિ  તીક્ષ્ણ  બુધ્ધીમતા- આજ્ઞાંકિત – ગુરૂનો માનીતો -  ચપળ  અને હોશિયાર –   વેદ   વિદ્યા અને  જ્ઞાની  - સર્વગુણ  સંપન્ન- પારંગત શિષ્ય -તેનુ  નામ સુદામા હતુ. . પહેલા જ દિવસથી  તેને કૃષ્ણ સાથે ગાઢ મિત્રાચારી થયી  ગયી.    ગુરૂ આ બન્નેની મિત્રાચારિથી ખુબ  પ્રસન્ન હતા.- ક્યા  એક  ગરીબ બ્રાહ્મણ અને  ક્યા  મથુરાનરેશના   કુવરો –એક  વેદ   વિજ્ઞાન અને  તમામ  વિદ્યાનો  પારંગત  હતો  અને  બીજાના ભાગ્યમાં દ્વારકાધીશ બનવાનુ લખાયેલ  હતુ  પણ   બન્ને મિત્રો –અતુટબંધનથી  જોડાય્રેલા  હતા.- જ્યા  પણ  જાય  ત્યા  સાથે જ  જાય .એક   દિવસ ગૂરૂમાતાએ આદેશ આપ્યો કે જાવ  તમે  બન્ને  સુકા  લાકડાં  કાપી  લાવો. –ઉભા  રહો  - સાથે   આ ચણાની પોટલી લેતા જાવ  -  ભુખ  લાગે ત્યારે બન્ને વહેચીને ખાજો –અને  પોટલી  સુદામાએ લીધી.  સુદામા  જ્ઞાની    હતા  - તે  આ પોટલીનુ   રહસ્ય - ઇતિહાસ  જાણતા  હતા- -આ પોટલી  એક   ચોર  આશ્રમમાં મુકીને  ભાગી ગયેલો -  ચોરે  આ પોટલી એક  ગરીબ  વિધવાના ઝુપડામાંથી ઉપાડી  લીધેલી અને  ગરીબ વૃધ્ધાએ  શાપિત કથન   ઉચ્ચારેલ કે  જે  આ પોટલીના  મારા ચણા  ખાશે તે દરીદ્ર   બની  રહેશે – સુદામા  અને કૃષ્ણ   બે    જ આ  જાણતા   હતા : બીજુ કોઇ નહી  -હવે   નસીબજોગે   ધોધમાર વરસાદ  આવ્યો  અને  મુશળધાર વરસાદ માં    આશ્રમ  પાછા  ફરાય તેમ  હતુ  જ નહી   માટે  બન્ને એક  વૃક્ષ ઉપર   ચઢી  ગયા. રાત   પડી  -સુદામાએ  કહ્યુ કૃષ્ણ    ભુખ  લાગી છે  - પોટલીના થોડાક  ચણા  ખાઉ ?  કાનાએ  કહ્યુ ભલે ખા   પણ  આપણાબન્ને  માટે  છે  વધે  પછી  મને  આપજે – સુદામા કહે  ભલે –થોડીવાર પછી   પાછા સુદામાએ  બુમ  પાડી  -કાના મને તો ખુબ  ભુખ  લાગી  છે  તારા ભાગના  ચણા  પણ  હુ  ખાઉ ? કાનાએ કહ્યુ    ભલે ખાઇ જા  :અને  સુદામા  બધા  ચણા   ખાઇ  ગયો  - તેને ખબર   હતી  કે  જે  ખાશે તે  દરિદ્ર  બનવાનો  છે – હુ તો અકિચન બ્રાહ્મણ  છુ  અને  ભિક્ષા  માગવી તે  મારો વ્યવસાયજ  કહેવાય પણ  કૃષ્ણ –એને  તો  રાજા બનવાનુ  છે  તે દરીદ્ર બને તે  કેમ  ચાલે -? અને તે બધા  ચણા  ખાઇ ગયો. પણ   સામે  છેડે  જગતનો નાથ  હતો –તેનાથી આ સત્ય કેમ  છુપુ રહે  ? ભલે  આજે   હુ   ભુખ્યો રહ્યો પણ  તેની  પાછળ મારા મિત્રની   ઉદ્દાત્ત ભાવના છે – અને  મારે  આ ઋણ   ચુકવવાનુ  છે -  જે  તેણે દ્વારકાધીશ બન્યા  પછી  વ્યાજ સાથે  ચુકવી પણ  આપ્યુ.:   રંગે ચંગે  વિદ્યાભ્યાસ  પુરો  થયો –વિદાય   વેળા  આવી –કૃષ્ણએ  ગૂરૂને  ગૂરૂ દક્ષિણા  માગવા કહ્યુ પણ  સાદીપની  ઋષીએ  તો  કશુ ના  માગ્યુ – પણ   ગુરૂ માતા  જાણતા હતા કે  આ બાલક્  તો  દેવ  છે – હુ  જે  માગીશ તે  મને  આપશે  જ- અને તેમણે કહ્યુ  કે   કાના મારુ એક કામ  કર  -મારોપુત્ર  નાનો  હતો  ત્યારે  સમુદ્ર તેનેગળી  ગયો  છે  તેને  પાછો લાવી આપ – કાનો કહે જેવી આજ્ઞા  માતા : અને  કાનો ગયો   સમુદ્ર  પાસે  અને  સમુદ્રને પડકાર ફેક્યો -   સમુદ્રએ કહ્યુ કે   તે કામ   મારુ  નથી   પણ  કદાચ મારા પેટાળમાં એક  શંખચુડ  રાક્ષસ રહે  છે  તે  નાના બાલકને ગળી  ગયો  હશે –  કૃષ્ણએ   સમુદ્રમાં પેસીને  શંખચુડને  પડકાર્યો  -  અને    તેને  મારી  નાખી  તેનુ પેટ   ચીરતા  કોઇ   ના  મળ્યુ- આથી  કૃષ્ણએ મ્રુત  રાક્ષસ રૂપી   શંખ  પોતાની  સાથે લીધો  - જે  પાંચજન્ય  શંખ  કહેવાય  છે  અને  આ શંખ  સાથે તે   યમરાજા પાસે  આવે  છે  અને  આ જ   શંખનો  ધ્વનિ  કરીને યમરાજાને પડકારે  છે – શંખ ધ્વની  સાંભળી  યમરાજા બહાર દોડી  આવે   છે અને  કૃષ્ણની સામે   હાથ  જોડી  ઉભા  રહે  છે  અને પુછે છે  કે   મારે  લાયક   શુ  આદેશ  છે  ?કૃષ્ણ    વિસ્તારથી  ગૂરૂપુત્રની  વાત  કરે   છે  અને યમરાજા  કૃષ્ણને  ગૂરૂબાળ લાવીને  આપે   છે અને  કૃષ્ણ   બાલકને  સાથે  લઇને  પાછા  આશ્રમે  આવે  છે  અને  બાલક ગૂરૂમાતાને  સુપ્રત  કરે  છે.   સૌની આંખ   ભિજાય છે- ગુરૂજી  ખુશ   છે  ,   ગૂરૂમાતા પણ  ખુશ   છે  આજે  તેમનોમ્રુત  પુત્ર  પાછો  આવ્યો અને  તે કૃષ્ણ લાવ્યો-અન્ય  શિષ્યોપણ  આનંદ વિભોર છે – સુદામા  એક  જ એવો    છે  કે  ગ્લાનિથી તેનુ મન  ભરાઇ   જાય   છે –પણ  કૃષ્ણની  નજરેથી  તે  છાનુ નથી  અહેતુ  - તે  દોડીને સુદામાને ગળે લગાવે  છે  અને  તેને કહે  છે  કે  -  મિત્ર- તુ   હરહંમેશ   મારો મિત્ર જ રહેવાનો   છે –તારી છબી  મારા  મનમાં  સદા અંકિત થયેલી  રહેશે –તારી  શુભ  કામનાઓ તો મારી  સાથે    છે તે  મારા સિવાય કોઇને ખબર નથી.  ગૂરૂ પાસેથી  અપાર વિદ્યાઓ  ભણીનેબન્ને કુમારો મથુરા પરત   ફરે   છે. હવે   મથુરા સંભાળવાનુ  છે.
પાપાજી
ક્રમશ:

No comments:

Post a Comment