Laghu Bhagavat 63 Jarasanghano Gusso

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         63

                                   -:  જ રા સં  ઘ  નો   ગુ  સ્સો    : -
          કંસની હત્યાથી  સૌ ખુશ  હતા  - ખાસ  કરીને  મથુરાવાસીઓ  ,  વૃજવાસીઓ . ગોકુલ   અને  આજુબાજુના   તમામ  પ્રજાજનો ખુશ  હતા. પણ મગધનરેશ  જરાસંધ  ખુબ  ગુસ્સામાં  હતો  અને  અકળાયેલ  પણ  હતો. કંસ તેનો જમાઇ   હતો – તેની બે  પુત્રીઓ  વિધવા  બનીને   ઘેર  આવી  હતી   અને  પિતાને બદલો લેવા  ઉશ્કેરતી  હતી.  જરાસંધે   મોટી  સેના  તૈયાર  કરી  અને   તેણે  અણધાર્યો  હુમલો  મથુરા  પર  કરી દીધો.  પણ  કૃષ્ણ   જાગ્રુત  હતો.  તેને   શક  હતો  જ કે  મામીના  પિતા  ગરબડ કર્યા વગર રહેશે જ  નહી  અને  તેથી  જ બન્ને મામીઓ પિયેર જતી  રહી   છે .
          જરાસંધના  મળતિયા   રાજાઓ  અને   તેના  ખુશામતખોરોએ  જરાસંધને  ખુબ  ઉશ્કેયો  -  આ યાદવોની  એવી  તે  ક્યી   તાકાત  કે  તે આપણી   સામે માથુ  ઉચુ  કરીને પણ  જોઇ શકે  ?  આ  બે  નાના  છોકરાઓની  શી  મજાલ કે તે  આપણને  લલકારી શકે  ? આપણે જ તેમના  પર  હુમલો  કરીને મથુરાને રફે   દફે  કરી  નાખો.  મથુરા પાસે  કોઇ  એવો  યોધ્ધો નથી  કે  જે  આપણો  સામનોકરી શકે.   આપણે આપણા  દરેક   મિત્ર  રાજ્યોને  જાણ  કરી  દો  કે મથુરાને  ચારે બાજુથી ઘેરી લેવાનુ  છે.  આ  પ્રકારના   આયોજન   સાથે અચાનક  જ  જરાસંધ  અને  તેના   સાથી રાજ્યોએ ભેગા મળીને  મથુરા  પર  હુમલો કર્યો  અને  મથુરાને  ઘેરી લીધુ. પણ  કૃષ્ણ અને  બલરામ તો   જાગ્રુત    હતા. તેમણે   જોયુ  કે   મથુરા  ઘેરાઇ ગયુ   છે  અને  મથુરાની પ્રજામાં  ભય  ફેલાઇ ગયો   છે    આથી   આ  બન્ને  એકલા જ  રણમેદાનમા નીકળી પડ્યા. તેમને માટે  દેવોએ  સ્વર્ગમાંથી બે   રથ  અને   દિવ્ય અશ્ત્ર  શસ્ત્રો  પણ   મોકલી આપ્યા  અને  આ  દિવ્ય   શશ્સ્ત્રોની મદદથી પળવારમાં તો  જરાસંધની  સેનાનો ખુરદો  બોલી ગયો  અને  કૃષ્ણ  અને  બલરામનો તો  વાળ   પણ  વાંકો   ના  થયો. અને   બચ્યા   કચ્યા  સૈનિકો  દુમ  દબાવીને ભાગી ગયા  અને   જરાસંધ પણ  ભાગવા જતો  જ  હતો  અને  બલરામે તેને પડકાર્યો અને   પકડી પણ  લીધો – જરાસંધને   મોત  હાથ  વેતમાં જણાયુ પણ  કૃષ્ણે    દાઉને કહ્યુ કે   દાઉ તેને  જવા  દો.  આપણુ કામ   પાપાત્માઓનો નાશ  કરવાનુ  છે  - અને  જો  જરાસંધ જીવીત  રહેશે તો   આવા  બીજા બાકી રહેલા  પાપાત્માઓને  ભેગા કરીને આપણા ઉપર હુમલો  કરશે જ – તે વખતે આપણે  તેના માટે ફરી   વિચારણા  કરીશુ. હાલ  પુરતો તેને જવા  દો  - અને   જરાસંધ  છોભીલો પડી  ગયો અને  આ  અપમાનનો ઘુંટ  ગળી  જઇને પોતાની  રાજધાની તરફ  ભાગી ગયો-  અપમાનથી તેનુ  હાડ -  હાડ   બળતુ  હતુ  -   કોઇ  પણ ભોગે  મારે યાદવોને  તો  ખતમ  કરવા જ  છે  - આમ   વિચારી  હાર્યો જુગારી બમણુ રમે  તે  ન્યાયે તેણે  ફરી  પોતાની   સેના  ભેગી કરી  અને  આ  વખતે પણ   અગાઉ જેટલી જ    બલ્કે    કદાચ તેથી પણ  વિશાળ  સેના એકઠી કરીને  મથુરા પર   હુમલો કરવાનો  ઇરાદો   રાખ્યો.  આ  વખતે  તો  પુરી ગુપ્તતા પણ    રાખી  - પણ  તેને ક્યા ખબર  હતી  કે   સામે  છેડે  ત્રિકાળજ્ઞાની અવતારી  પુરૂષ    છે – તે ગમે   તેટલુ  છાનુ છપનુ કરવા જાય  પણ   કૃષ્ણને  તો  ખબર  પડવાની  જ હતી  અને  પડી  પણ  ગયી   -આ વખતે પણ   મથુરાની  પ્રજા  ફરી હેબતાઇ  ગયી  કે હવે   શુ  કરીશુ ? પણ  નગરજનોનો  વિશ્વાસ   હતો   કે  જ્યા સુધી કૃષ્ણ અને  બલરામ છે  ત્યા  સુધી તો  કોઇ   વાંધો  આવવાનો જ  નથી  અને  કૃષ્ણ અને   બલરામે નગરજનોને   સાંત્વન  આપ્યુ કે  સૌ  નચિંત રહો તમારા કોઇનો પણ  વાળ  વાકો નહી  થાય – અને આ વખતે  પણ  મથુરાની સેના  સાથે  તેમના સેનાપતી તરીકે કૃષ્ણ    જ  હતા – કૃષ્ણે   બાજી પોતાના હાથમાં  સંભાળી લીધી અને  જરાસંધને પડકાર  ફેક્યો કે  અમે  ગયે   વખતે પણ  આપને  જવા  દીધા હતા પછી  આ  વખતે  શા માટે તમારી  સેનાનો સંહાર  કરાવવા  આવ્યા  છો ? હુ તક આપુ   છુ   સૌ  સલામતપાછા   વળી  જાવ    નહીતર  તમારામાંથી કોઇ બચીને  પાછા નહી  જાય – પણ   માને તો  જરાસંધ   શાનો ? અને તેણે પોતાની સેનાને  આક્રમણ કરવાનો હુકમ આપ્યો. કૃષ્ણએ  પોતાની  સેનાને  આગળ   કર્યા  વગર  જ પોતે  એકલાએ  જરાસંધની  સમગ્ર સેનાને પહેલા હંફાવી  અને પછી  તેમના દિવ્યાસ્ત્રોથી  સમગ્ર  સેનાનો   નાશ  કરી   દીધો  પણ   જરાસંધને  જીવીત   રાખ્યો.  દાઉ બૈયાને  કહ્યુ કે  ભૈયા તેને  તો  જીવતો   જ  રાખો – તેનુ મોત  અહી નથી  - એ જીવતો હશે   ત્યા સુધી આ   ધરતી ઉપરના  પાપાત્માઓને તે   એકત્ર કરતો રહેશે – અહી   લાવતો  રહેશે અને   આપણે તે  દરેકને  સમાપ્ત  કરીશુ – આ વખતે પણ  તેને એવો  જ અપમાનીત કરીને છોડીમુકો.  બીજી વખત   પણ  જરાસંધની  સેનાના  આસુરી વૃત્તિવાળા,પાપાત્માઓનો   ખાતમો બોલાવી દેવાયો અને  પૃથ્વી  ઉપરથી  પાપાત્માઓનો   વિનાશ  કર્યો.બન્ને વખતે પોતાના  પરાજય  અને  તેથી પણ  વિશેષ – પોતાને જે રીતે  અપમાનીત કરીને કૃષ્ણ   છોડી  મુકતો હતો  તેનાથી  સળગી જઈને  જરાસંધ એકદમ ક્રોધે ભરાયો. તે  કોઇપણ ભોગે   યાદવોને    પુરા  કરવા  મગતો હતો  પણ   તેને  એમ   લાગ્યુ જ  કે જ્યા સુધી આ    બે   યાદવ  કુમારો   છે  ત્યા  સુધી  તેમને હરાવવા મુશ્કેલ  છે  . છતા  પણ   તે  મક્કમ જ  રહ્યો કે  મથુરાને જ હવે  તો   પુરૂ કરી  નાખો  અને આ  પ્રકારના ઇરાદાથી   તેણે બે ,  પાંચ વાર નહી  પણ  સત્તરવાર  મથુરા પર હુમલા  કર્યા પણ  તેની  કોઇ  કારીફાવી નહી. મથુરાવાસીઓ   પણ  હવે  ખરેખર  છાસવારે થતા  આવા  જરાસંધના હુમલાથી  ત્રાસી  ગયા   હતા. હવેના મુકાબલામાં બન્ને  પક્ષે પેતરા બદલી નાખ્યા.  કૃષ્ણ એ  આ વખતે   મથુરા  વાસીઓ માટે એક  નવુ નગર  જ  વસાવી લીધુ અને  ત્યા    તમામ  પ્રકારની સગવડ   પણ  ઉભી  કરી દીધી   આ નવુ નગર  એટલે દ્વારકા –જે  સમુદ્રકિનારે  વસાવવામાં  આવ્યુ હતુ  અને   મથુરા ખાલી કરી  દીધુ. બીજી બાજુ  જરાસંધને જ્યારે ખબર  પડી  જ ગયી  કે   જ્યાં સુધી કૃષ્ણ  હશે   ત્યાંસુધી   જીતાશે નહી  અને  આ કૃષ્ણને  મારવો કેવી રીતે ?  અચાનક જ તેને વિચાર સ્ફુર્યો કે  કાળયવન  જ  એક   એવો   યોધ્ધો  છે કે  જેને કોઇ  યાદવ  મારી શકશે નહી  અને તે સક્ષમ  યોધ્ધો છે  કે  જે   યાદવોને પરાસ્ત કરી  શકશે.
પાપાજી
ક્રમશ:  
 



No comments:

Post a Comment