Laghu Bhagavat 64 Kalayavan





 Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         64

                                   -:   કા           
                           સત્તર  સત્તર  વખત  હાર   ખાઇને   પાછો   પડેલો  અને  છંછેડાયેલ  જરાસંઘ     વખતે તો  મરણીયો  બન્યો  હતો  અને કોઇ  પણ  ભોગે આ બન્ને   યાદવ  કુમારોને  પરાસ્ત  કરીને   તેમને પોતાની    કેદમા  પુરવા   ઇચ્છતો  હતો. તેણે  અનેક  રાજાઓને     રીતે  પરાસ્ત કરીને કેદ  કરી   રાખ્યા હતા. આ  વખતે તે  પરાસ્ત  થવા  નહોતો   ઇચ્છતો.  માટે તેણે  યવન  રાજ  કાળયવનને    આમંત્રણ  આપ્યુ અને  કહ્યુ   કે  તમે  ઉત્તર   છેડેથી મથુરાને  ઘેરો  ઘાલો અને કૃષ્ણ    અને   બલરામ  તમારી સાથે  લડવામાં    પરોવાયેલા  હશે  તે   સમયે  હુ    પાછલી બાજુથી હુમલો  કરીશ અને  આપણે  સમગ્ર મથુરાને  ઘેરી લયીશુ.    રીતે  સમજુતી  કર્યા   મુજબ  કાલયવને  મથુરાને   ઘેરો  ઘાળ્યો. મથુરાવાસીઓ આ વખતે    દુષ્ટ  યવનરાજાના  ઘેરાથી   ચિંતામાં    આવી  પડ્યા  હતા. પણ કૃષ્ણ   અને   બળરામે  સૌને શાંત  કર્યા   અને   આશ્વાસન   આપ્યુ કે  કોઇએ ગભરાવાની કોઇ  જરૂર નથી. તેમણે દાઉ બૈયાને પોતાની વ્યુહરચના  જણાવી : તમે  મથુરાનુ રક્ષણ કરજો અને  કાળયવનને   હુ   દુર દુર  ખેચી જઇશ. ત્યાંસુધી  આપ કિલ્લાના   દ્વાર  બંધ    રાખજો  અને મને  આવતો  દેખો ત્યારે  દ્વાર  ખોલીને   તેના પર  હુમલો  કરી  દેજો- કાળયવનને  કોઇ   યાદવ યોધ્ધો મારી શકે  તેમ  નથી  માટેતેને મારવા માટે  જુદી તરકીબ અપનાવવી  પડશે.
     આટલુ   કહીને  કૃષ્ણ   એકલા કોઇ પણ  હથીયાર લીધા  સિવાય બહાર  નીકળ્યા. કાળયવને જોયુ કે કૃષ્ણ  એકલો અને તે  પણ  પાછો  નિ:શસ્ત્ર   સામે  આવી  રહ્યો છે  .  તે   પણ   બળવાન તો  હતો  જ –યુધ્ધના  નિયમોનો પણ   જાણકાર હતો -  તેણે  પણ  પોતાના  હથીયાર ફેકી  દીધા અને કૃષ્ણને  લલકાર્યો – કૃષ્ણએ જાણે ડરી   ગયો  હોય  તેવા  ભાવ   સાથે  નગરની ઉલટી   દિધામાં દોડવા માડ્યુ- કાળયવનને   લાગ્યુ કે    છોકરો  મારાથી  ડરી ગયો    લાગે છે   અને  મને  જોઇને  ભાગી રહ્યો  છે  માટેતે પણ    તેની પાછળ દોડવા  લાગ્યો – બિલાડી ઉંદરને  રમાડે  તે  રીતે   કૃષ્ણ   આગળ   દોડતા  જાય  -થોડીવાર ઉભા  રહી  જાય- અને પાછળ  કાળયવન દોડતો  આવે  એટલે  પાછા  દોડવા   લાગે –આમ   બન્ને નગરથી  ઘણે  દુર નીકળી ગયા.    આગળ  કૃષ્ણ  અને   પાછળ   કાલયવન  - પકડાપકડીનો દાવ  ચાલતો હ્તો. હવે  કાળયબવન  પણ  થાક્યો હતો. ભારે  શરીર- કદી  રથ  વગર   મુસાફરી  કરી  ના  હોય  અને  અહી    ગોવાળિયાએ વનમાં રઝળાવ્યા   આથી  તે  ખુબ  ગુસ્સે     ભરાયો હતો  કે  જેવો આ કાળિયો   પકડાય કે  તેનો ટોટો પિસી  દઉ ,  દોડતા  દોડતા  કૃષ્ણે   આગળ  એક   ગુફા જોઇ   અને  તેમને  ખાત્રી થયી  ગયી  કે  તે  નિર્ધારિત જગા  પર   આવી  ગયા  છે . એટલે તે ગુફામાં પ્રવેશી ગયા.  તેમણે જોયુ કે   ગુફામાં એક   વ્યક્તિ આરામથી  ઉંઘી  રહી   છે. કૃષ્ણને  ખબર હતી   કે  આ કોણ   છે  અને  તેનો  ઇતિહાસ પણ  તેમને ખબર  હતી.  તેમણે  પોતાના   પીળા પિતાંબર  જેવો પોતાનો ખેસ  તેને   ઓઢાડી દીધો  અને  તે   ચુપચાપ એક  ખુણામાં લપાઇને  શુ  થાય  છે તેની  રાહ   જોવા  લાગ્યા.  થોડી  જ વારમાં  કાળયવન  પણ  મારમાર કરતો  ગુફામાં  ઘુસી   આવ્યો અને બુમો   પાડવા માંડ્યો  -એ કૃષ્ણ  -  જલદી  મારી  સામે  આવીજા  - હવે  તુ  બહાર નીકળી  શકીશ  નહી – અને  અહી  તને બચાવનાર પણ   કોઇ  નથી –જ્યાં  પણ  સંતાયો હોય  ત્યાંથી બહાર નિકળ- કૃષ્ણ તમાસો  જોવા  લાગ્યા કે  જોઇયે હવે   શુ  થાય   છે. એટલામાં  કાળયવને  કોઇ  માણસને  ગુફામા   સુતેલો  જોયો અને  તેને  અટ્ટહાસ્ય  કર્યુ  - અરે  ડરપોક    આમ   મારાથી ડરીને માંઢુ  ઢાંકીને પડી   રહેવાથી  તુ  બચી   જાઇશ એમ   માને  છે  ? ઉઠ   -ઉઠ   ઓ કાયર – આમ  નામર્દની માફક માંઢુ સંતાડીને  કેમ  પડી  રહ્યો  છે  - પણ   પેલો સુતેલો  માણસ તો  સહેજ પણ  હાલ્યો કે  ચાલ્યો નહી..આ  સુતેલા   માણસે પીળા  રંગનુ  ઓઢ્વાનુ  ઓઢી  રાખ્યુ હતુ  - કે   કૃષ્ણએ  જ તેને  પોતાનુ ઉપરણુ ઓઢાડેલુ  હતુ  તે  હતુ  - આથી  કાળયવન  છેતરાઇ  ગયો  - તેને એમ  જ હતુ  કે  આ પીળા ઉપરણાવાળો  કૃષ્ણ જ છે  અને  તેને ફરી  એક  પડકાર  ફેક્યો  પણ  પેલો તો  ના સાંભળેકે  ના  હાલેચાલે.ગુસ્સે ભરાયેલ  કાળયવને  એક  જોરદાર  લાત  તેના બરડામાં ઝીકી  દીધી અને અચાનક્ જ થયેલ પ્રહારથી આ સુતેલો માણસ  એકદમ જાગ્રુત થયો  અને  તેના ઉપર  પ્રહાર કરનાર ની  સામેતેણે  જોયુ  અને પળભરમાં  તો કાળયવન  રાખનો  ઢગલો  થયી  ગયો. હવે  કૃષ્ણ   બહાર  આવ્યા અને  આ વંદનીય  પુરૂષને પ્રણામ કરીને  તેમણે  પોતાની   ઓળખ   આપી  અને  સર્વ  વૃત્તાંત તેમણે   સુતેલી  વ્યક્તિને  કહ્યો.આ સુતેલી વ્યક્તિ તે  રાજા મુચુકુંદ  હતો  - ઇંદ્રને તેમણે ખુબ મદદ  કરેલી આથી  ઉપહાર તરીકે ઇંદ્રએ તેમને વરદાન  માગવા  કહ્યુ – પણ  તેમણે  વિનયથી  ના  પાડી પણ  ઇંદ્ર   તેમને  રાજી  રાજી  રાખવા માગતા  હતા  - આથી  તેમણે ફરી   પ્રાર્થના  કરી  કે  હે  રાજા મુચુકુંદ  આપ  અમારી  પાસે કાઇક   માગો – રાજાએ કહ્યુ   કે હુ  ખુબ  થાકી  ગયો  છે   મારે   આરામ કરવો  છે – મને  કોઇ સારા  વિશ્રામનુ  સ્થળઆપો જ્યા  હુ  આરામ કરી  શકુ  અને  મને  કોઇ  પરેશાન ના  કરે – ઇંદ્રએ  તેમને આ  ગુફા દર્શાવી  અને કહ્યુ  કે   આપ  આ ગુફામાં  આરામ  કરો  -  અહિ  કોઇ  આપને  ખલેલ નહી  પહોચાડે અને  કદાચ  કોઇ  ખલેલ  પહોચાડનાર આવશે અને  ખલેલ પહોચાડશે તો  તે આપની દ્રષ્ટી    તેના  પર   પડતા જ  ભસ્મ થયી  જશે.  અને   કાલયવન ભસ્મ  થયી  ગયો.  કૃષ્ણતો સર્વજ્ઞ  હતા  તે  આ જાણતા જ હતા  પણ   માનવ સ્વરૂપે હતા  અને  પોતાનુ મુળ  સ્વરૂપ તેમણે મુચુકુંદને દર્શાવ્યુ અને  રાજાને  કહ્યુકે આપે  અમારા પર  પણ  ઉપકાર કર્યો  છે –આપ  મારી પાસે પણ  કશુ  માગો – જે  માગશો તે  હુ  આપીશ -  પણ   રાજાએ  કોઇ માગણી ના કરી  - આથી  પ્રસન્ન  થયીને તેને વરદાન આપ્યુ કે  આપ  હવે  પછીના જન્મમાં એક  એવા  અકિંચન બ્રાહ્મણ  તરીકે જન્મશો કે  જે  સદા  મારામાં જ  રત  રહેતો  હોય – એક ભક્ત   તરીકે આપનુ નામ    અમર   થશે  .   કહેવાય છે  કે નરસૈયો –નરસિહ મહેતા  તે જ     રાજા મુચુકુંદ .
    કાલયવનનો  ખાત્મો થયા  પછી કૃષ્ણ  પાછામથુરાની પોતાની છવણીમા  આવી  ગયા  અને  આ સમાચાર દાઉભૈયાને  આપ્યા-  મથુરા ખુશ ખુશાલ થયી  ગયુ  -અને  કીલ્લાના દ્વાર ખોલી   દેવાયા અને    યવન   સેનાનો  કચ્ચરઘાણ નીકળી  ગયો   - કોઇ   પાછુ જવા  પામ્યુનહી અને  બીજી દિશામાંથી હુમલો લાવનાર  જરાસંઘ  તો   ચોકી  જ ગયો  -અરે   કાળયવન  પણ   ના  રહ્યો ?
પાપાજી 
ક્રમશ :

No comments:

Post a Comment