Laghu bhagavat 65 to 70





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         65

                                   -:  ગ્રૃ    સ્થા  શ્ર     :-
            મોજ – મસ્તી  , ખેલ –કુદ. ગાયો અને  ગોરસ વચ્ચે , જળક્રીડા અને  વનવિહાર , યમુના  જ્ળમાં   ધુબાકા  અને   કિનારે  રાસ  લીલાઓ  અને  તેથી પણ  અનેકગણી કલ્પનામાં પણ  ના   ઉતરે તેવી અલૌકીક  લીલાઓ   વચ્ચે   વૃજ  - ગોકુલમાં  કૃષ્ણનુ  બાળપણ  વિત્યુ  - હજુ   તો   મુછનો   દોરો પણ  ફુટ્યો નહોતો અને  મથુરામાં  ખેલ  પાડી  આવ્યા ,  નાનાજીને  રાજ્ય   પાછુ   અપાવ્યુ , માતા –પિતાને  કારાગારમાંથી મુક્ત કરાવ્યા :  ગુરુકુળમાં  રહીને વિદ્યાભ્યાસ   કર્યો ,  જ્ઞાન મેળવ્યુ ,  માન  મેળવ્યુ  જરાસંઘને   હંફાવ્યો  -  કાળયવનને મરાવ્યો  : નવુ  નગર  અને    રાજ્ય  સ્થાપ્યુ : દ્વારકા:   દ્વારકાધીશ   કહેવાયા – ગોકુલની   ગોપીઓ  અને    રાધાના  હ્રદયમા  સમાઇ ગયા  :  હવે તો  ઘર   માંડો  કાનકુવર  :
                 આઠમો   અવતાર  લેતી વખતે     આયોજન  નક્કી થયી  ગયુ  હતુ : મારે મથુરા- ગોકુલમાં જવાનુ છે અને   દેવી લક્ષ્મીને પણ   સુચના  અપાઇ છે કે  આપે  પણ  મારી  સાથે    પૃથ્વી પર વિદર્ભનરેશ  ભિષ્મકની  પુત્રી   રૂકમીણી નામ   ધરીને   આવવાનુ  છે  અને સમયાંતરે  દ્વારકાની પટરાણી  પણ  બનવાનુ  છે.   મારે    મારા પાર્ષદો   જય  - વિજયને  તેમના આ  છેલ્લા   અવતારઆંથી  મુક્તિ અપાવાની છે  અને  તેમનો વેરભાવ  પોષવામાં   આપ  નિમિત્ત બનવાના  છો-  આ અવતારમાં   પોતે નાના  ભાઇ  છે  અને   શેષનાગજી  મોટાભાઇ  બળરામજીની ભુમિકામાં  છે :  સમાજના  નિયમ અનુસાર  મોટાભાઇનુ   લગ્ન  પહેલા  થાય   અને  તે  મુજબ  બલરામજીનુ લગ્ન રેવતીજી  સાથે  થયી   ગયુ  હતુ .     ભાભીએ  કહ્યુ   દિયેરજી  હવે  તમારો વારો    લગ્નનો. આ પણ    અજબ ગજબની   લીલા  જેવી વાત   છે.
              વિદર્ભ નરેશ  ભિષ્મકને  પાચ પુત્રો હતા  જે  પૈકી  સૌથી  મોટો  રૂકમી હતો  જે  પોતાનુ  ધાર્યુ કરવા અને  કરાવવા ટેવાયેલ  હતો.  તે  પોતાની નાની બેન  રૂકમીનીના  લગ્ન  ચેદીનરેશ દમઘોષના પુત્ર  શિશુપાલ  - જે  તેનો મિત્ર  હતો અને તેના  જેવો જ  ઉધ્ધત હતો.   રુકમીની  તેના લગ્ન  દ્વારકાધીશ  કૃષ્ણ    સાથે  થાય  તેમ    ઇચ્છતી  હતી  પણ   રૂકમી  ના  માન્યો અને  તેને  તેના  માતા  પિતાને  પણ  દબાવી દયીને  રૂકમીનીના  લગ્ન  શિશુપાલ   સાથે  નક્કી પણ  કરી  નાખ્યા. લગ્નનો   દિવસ નજીક  આવતો હતો. રુકમીની  ઉદાસ હતી  -પણ  તેણે હિંમત હાર્યા  અવગર   તેના એક  વિશ્વાસુ  બ્રાહ્મણ   દુત  વાહકને  બોલાવી  તેના    સંદેશાનો પત્ર   લખીને  દ્વારકા મોકલી  આપ્યો  અને  કૃષ્ણને  જણાવ્યુ કે   કોઇ ઉપાય  શોધો અને  મને  અહીથી લયી  જાવ.  કૃષ્ણએ   સંદેશવાહકને  જરૂરી  સુચનાઓ,માન   અકરામ અને   અનેક ભેટ  સોગાદો અને  બક્ષીસો  સાથે પાછા મોકલ્યા અને   પોતે  પણ   એકલા  એ જ  આગવુ  આયોજન કરીને ,એકલા     ,અને  કોઇને પણ  કશી   જાણ  કર્યા   સિવાય  નીકળી  પડ્યા. પેલી બાજુ  લગ્નની તમામ તૈયારીઓ પુર્ણ થયી  ગયી   હતી   -   શિશુપાલ અને   તેના   મિત્રો  લાવ  લશ્કર  સાથે   જાનમાં  આવી  ગયા    હતા – તેને શક  તો  પડી જ ગયો  હતો  કે  પેલો “  “ગોવાળિઓ “ ગરબડ કરે  તો  સામનો  કરવાની પુરી તૈયારીઓ   સાથે  તે આવ્યો  હતો.  રૂકમીએ પણ  પુરો  જાપ્તો    રાખ્યો હતો  ચારે  બાજુ લશ્કર  અને  છુપા જાસુસો  ગોઠવી  દિધા હતા – દ્વીધામાં એક  માત્ર રૂકમીની હતી  - આટલા  જાપતા વચ્ચે કૃષ્ણ   કેવી રીતે  આવશે  ?   પણ   તેને  કૃષ્ણ  પર   ભરોસો   હતો   કે   તે  જરૂર  આવશે. લગ્નના દિવસે  સવારે  રૂકમીની  માતાજીના મંદીરે પુજા કરવા માટે નિકળી -  તેની સાથે અંગ   રક્ષકો  અને   મોટુલાવ લશ્કર   તેની રક્ષા માટે  તૈનાત હતુ  - સૌ   દેવી  માતાના મંદીરે પહોચ્યા. ત્યા  કૃષ્ણ   રાહ   જોઇને જ પોતાના  રથ   સાથે ઉભા  હતા. રૂકમીની દર્શન કરીને જેવી બહાર નીકળી  કે  તરતજ    કૃષ્ણએ   તેનો  હાથ   પકડીને ખેચીને પોતાના રથ  ઉપર   લયી  ગયો  અને  કોઇ  કશુ   સમજે વિચારે   તે   પહેલા તો  રથ  પુરપાટ  દ્વારકાની  દિશામાં  દોડાવી  મુક્યો.રૂકમી અને   શિશુપાલને  ખબર   પડતાં જ તેઓ   સૌ  પોતપોતાના  લશ્કર  સાથે  કૃષ્ણના  રથ   પાછળ  પડ્યા.  વિદર્ભનો સિમાડો વટાવ્યા  પછી  કૃષ્ણ પોતે હથીયાર  સજીને  તૈયાર થયા  અને  રથની લગામ રૂકમીનીને  આપી  અને કહ્યુ કે હુ  હવે    પાછળ આવતી   તમારા  ભાઇની  સેનાનો સામનો કરીશ  : આપ  રથ  સંભાળો ; અને  કૃષ્ણએ   પાછળ  આવતી રૂકમી અને   શિશુપાલની  મિત્ર મંડળીના  લશ્કરનો  ઘાણ    કાઢી   નાખ્યો. અને  રૂકમીને  પાછા જવા  કહ્યુ પણ   તે  પાછો જવા તૈયાર નહોતો હુ   રૂકમીની ને   લીધા  વગર   પાછો ફરીશ નહી તેથી કૃષ્ણએ    તેને  પકડી અને   બાંધી દિધો પણ   તેની બેન  રૂકમીનીના  કહેવાથી   તેને છોડી મુક્યો . બીજી   બાજુ  દ્વારકામાં   મહેલમાં  કૃષ્ણ   જણાતો  નહોતો  કે  તેના   અતા  પતાનુ કોઇ  ઠેકાણુ પણ   નહોતુ   પણ  બલરામજીને ખબર   પડી    ગયી  કે   કાનો તો  વિદર્ભ ઉપડી  ગયો   છે  અને તેનુ આયોજન તો કૈક  અનેરુ  છે  તેથી તે   દ્વારકાથી પોતાની  સેના  સાથે  વિદર્ભ  ભણી   ચાલી નીકળ્યા. કાનો  રસ્તામા જ ભેટી  ગયો  અને  તેણે તમામ  હકીકત   દાઉજીને  જણાવી-  દાઉએ  તેને  ખખડાવ્યો  - કેમ   એકલો ગયો  ? મને  તો   કહેવુ  હતુ  ?  પણ  દાઉ  હુ  આપને આવુ  કેવી   રીતે કહી  શકુ  કે  હુ રૂકમીનીને  ઉપાડી  લાવવા જાઉ  છુ  ? બલરામે હસતાં હસતા  કહ્યુ  તો   પછી       શુ  કર્યુ?  રૂકમીનીને ક્યાં   છુપાવીશ? દ્વારકાના  પ્રજાજનો તે  જાણશે  નહી  ? એ તો  દાઉ   તમે   છો  જ ને – બધુ  સંભાળી  લેજો.આમ દ્વારકાને  પહેલી  મહારાણી  મળી .  માત્ર   રાજમહેલ જ નહી     સમગ્ર  દ્વારકા હિલોળે ચઢ્યુ હતુ  - દ્વારકાધીશ  રાણી   લાવ્યા – મહારાણી મહેલમાં   આવી  ગયા  -  નવા  રાણીને  જોવા  સૌ  પ્રજાજનો  મહેલ બહાર   એકઠા થયી  ગયા.
      આમ   કૃષ્ણની  પહેલી  પત્ની મહેલમા આવી  ગયી. પટરાણીનુ પદ  ભરાઇ ગયુ.  રાજમહેલ  હર્યો ભર્યો થયી  ગયો.
     પણ     તો   કૃષ્ણ  છે   : લીલાઓ  પર  લીલાઓ કરનાર – અવતાર   પૂરૂષ – કૃષ્ણએ   ક્યાય   એવુ  નથી  કહ્યુ કે  તેમણે  એકપત્નીવ્રત   રાખેલુ  છે.  હે   રાજા   પરીક્ષીત  આપને  ખબર છે     કે  આપના  પિતાના   મામા  -   કૃષ્ણની   લીલાઓ  તો  અપરંપાર   છે =જેનો   પાર  કોઇ   પામી  શક્યુ   નથી  - મોટા મોટા  ઋષીમુનીઓ   પણ તે  પામી   શક્યા  નથી  -  તો  આપણે  તો  તૃણ માત્ર   કહેવાઇએ- કૃષ્ણએ  આમ   ભાગી  ભગાડીને  લગ્ન  કેમ  કર્યુ  ? છે   ને  અચરજ  જેવી  વાત  - પણ  હજુ  નવાઇ  પામો  તેવી  વાત   છે – તેમના મહેલમાં તો  એક  નહી   આઠ  આઠ  તો  પટરાણીઓ  હતી   - અને  તે  પણ એક  એક થી  ચડીયાતી  -જો   કે  રૂકમીનીજીનો  ગરીમા તો  અકબંધ જ   હતો  -  તે   મુખ્ય પટરાણી    હતાં અને   રહ્યાં.  અરે     આઠ   જ નહી   પણ  મુક્તિ અપાવેલ અન્ય   સોળ  હજાર ને   પણ   રાણીપદ   આપ્યુ  હતુ  -  કેમ  ? તો  મુક્ત  થયેલ  તેમણે કહ્યુ  કે  હવે   અમોને કોઇ   સંઘરતુ  નથી   અમે  ક્યાં જયીયે  ?  આપ જ અમારા   સ્વામી   છો  અને  અમોને પત્ની તરીકે  સ્વીકારો – અને     “ ઉદાર “ અવતારી  પૂરુષ  કૃષ્ણે   તેમને પણ   પત્ની  તરીકે  સ્વીકારી અને  તે  પણ  પાછા દરેકને   એક   એક  અલગ અલગ  મહેલ પણ   આપ્યો – છે  ને  આશ્ચર્ય  રાજન ?
પાપજી
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         66

                                   -: દ્વા ર કા ધી શ નો   રા ણી વા સ   : -

         શુકદેવજીએ  પરિક્ષીતને  કહ્યુ કે  રાજન  ,  એક   આડ  વાત   કરૂ : લીલાઓના   શહેનશાહની    વાત   જાણીને  આપને પણ   આનંદ  થશે. :  દ્વારકાધીશના   રાણીવાસમાં    એક   વખત  દ્રૌપદી  આવેલી   ત્યારે  સત્યભામા  જે  બોલવામા   ખુબ   છુટી    હતી  તેણે  મજાકમાં  પણ   ફરીયાદના  સુરમાં  દ્રૌપદીને  પુછ્યુ કે  દ્રૌપદી ,   તુ   એકલી   છે   અને તારા પાંચ પાંચ  પતિ  છે  પણ    પાંચે   પાંચ  તારા  કહ્યાગરા  પતિ  છે  જ્યારે અમારા  માટે આ   એકનો  એક  કૃષ્ણ   છે  અને  અમે  ઓછામાં   ઓછી  આઠ  તો  પટરાણીઓ છિયે છતા  ય તે  અમારામાંથી કોઇને  પણ દાદ  દેતો જ નથી  - ક્યાં જાય  છે  , શુ  કરે  છે   , કોને મળે   છે  ,  કોની પાસેથી શુ  લાવે   છે  , કોને શુ  આપે   છે  : ;વિ.વિ. વિ. કશુ   અમે  તો  જાણીયે     નહી  અને કદાચ  મોટા  પટરાણીજી  જાણતા  હોય  - બાકી  અમોને તો  કશી  ખબર       હોતી  નથી .દ્રૌપદીએ મિઠાશથી કહ્યુ  ના  ભાભીજી  ,  એવુ  નથી  : મારા  ભાઇને તમે  ઓળખવામાં ભુલ   કરો  છો : એક  મોટા  ભાભીને બાદ  કરતા    આપ  સૌની સાથેના તેમના લગ્ન એ  એક  ઉપહાર   છે. તેમની    પોતાની મરજી કે માગણીથી  નહી  : પણ  એક  વ્યવહાર  જાળવવા  અને   અન્યના   સંતોષ  ખાતર આ  લગ્ન કરેલા  અને  કોઇના   મનમાં  કોઇ   અસંતોષ  આજની તિથિ  સુધી પણ   નથી.
      આપ   વિચારો  : આપના  લગ્ન કેવીરીતે  થયાં ? સ્યમંતક   મણી  તેના  મુળમાં   છે   : કે  કથા  હુ  આપને  આગળ  ઉપર   ફરી  વર્ણવીશ-;  પણ  આપના  પિતાને  ખબર  પડી  કે    મણીની  ચોરીનુ  આળ  મે  ખોટુ કૃષ્ણ ઉપર   લગાવી  દીધુ – આથી ગભરાઇને તેમણે આ સ્યમંતક  મણી   તો  કૃષ્ણને  આપી  જ દિધો  પણ  સાથે સાથે આપનો  હાથ  પણ  કૃષ્ને   આપ્યો
        જાંબુવતી ભાભીના  લગ્ન પણ  તેમના  પિતાની  માગણીને  પુરી કરવા  માટે જ  કૃષ્ણએ કર્યા  હતા  અને  ત્યાં પણ આ  સ્યમંતક  મણી  જ મુલમાં    છે.
            ચતુર્થ પટરાણી   તરીકે જાણીતા કાલીંદી  ભાભી  : તેઓ   એકવાર  ભગવાન  વિષ્ણુને  પતિ  તરીકે પામવા તપ  કરી  રહ્યાં   હતા  ત્યારે  અર્જુને તેમણે જોયાં  અને અર્જુને  તમામ વિગતે   કૃષ્ણને  માહિતી આપી  અને તેમના   લગ્ન  પણ કૃષ્ણ  સાથે  થયા   કારણ  તે  પોતે જ  વિષ્ણુના   અવતાર  છે.
      સત્યાભાભી  તેમના  સ્વયંવરને  યાદ  કરે :  તેમણે  પ્રતિજ્ઞા  કરેલી  કે  જો મે  મન  વચન   અને કર્મથી  શ્રી કૃષ્ણનુ     રટણ  કર્યુ હોય  તો તે મને    પતિ સ્વરૂપે   મળે :  અને આપની  ઇચ્છા પુરી કરવા  માટે જ   તેઓ સ્વયંવરમાં  આવેલા અને   સાત  સાત    સાંઢને  નાથવાનુ કાર્ય કર્યુ અને  આપની સાથે લગ્ન  થયા.
     ઉજ્જૈનના  રાજા   વિંદ  અને  અનુવિંદના  બહેન     મિત્રવિંદા  :તે પણ તેના  ભાઇઓની  ઇચ્છાથી વિરુધ્ધ હતા  અને કૃષ્ણને જ પતિ  માની  બેઠાં  હતા  અને તેમની ઇચ્છા પણ  પુરી કરી. તે  આપ  છો  મિત્રવિંદા  ભાભી.
     શ્રી  કૃષ્ણના ફોઇ  શ્રુતકિર્તી  : કૈકેય  દેશના   રાજા  સાથે પરણેલા   તેમની  પુત્રી  તે   ભદ્રાભાભી  આપ – અને આપ  જાણો  છો  જ કે  આપના  ભાઇની ખુબ  ઇચ્છા  હતી  કે   આપનુ  લગ્ન  કૃષ્ણની   સાથે થાય  અને  આપ  મારા  ભાભી બનીને  આવ્યા  આપને કોઇ  ફરિયાદ  છે  મારા  ભાઇ  માટે ? ભદ્રા  દેવી  શરમાઇ ગયા   અને મંદ  મંદ   હાસ્યથી  દ્રૌપદીનુ મન  જીતી લીધુ. 
          લક્ષ્મણાભાભી , આપને તો   કોઇ   ફરીયાદ  આપણા    સત્યભામા ભાભી જેવી   છે    નહી  :આપ  પણ   જાણો  છો     કે  આપ મદ્રદેશના કુંવરી  છો  અને આપના  સ્વયંવર   વખતે  મારા  ભાઇ  આપને   લાવ્યા   છે અને  આપ   તેમનાથી  પુરેપુરાં  સંતુષ્ઠ   છો  જ.
       હવે   બાકી રહી   બીજી  સોળ  હજાર  રાણીઓ :જે  કૃષ્ણે  ભૌમાસુરની કેદમાથી   છોડાવેલી  અને   તેમની   ફરીયાદ  હતી કે  હવે  અમોને કોઇ   રાખવા  રાજી  નથી અને  અમો  સૌ  આપને  મનોમન   વરી  ચુકેલ  છિયે તો  અમારો  પણ  આપ   પત્ની સ્વરૂપે સ્વીકાર કરો.  અને  કૃષ્ણે   તેમની માગણી  પણ  સ્વીકારી લીધી.
        હવે  આપને  એક એવી  વાત  જણાવુ કે નારદજીએ  જણાવેલ : એકવાર નારદ્જીએ  આપ પૈકી  એક   પટરાનીને  કહ્યુ  કે    કૃષ્ણ આટલી  બધી   રાણીઓ રાખે છે  તો તમારો  વારો ક્યારે આવે  ?  દરેક પટરાણીએ કહ્યુ કે   એ તો  મારી જ  પાસે  હર – હંમેશ  હોય   છે  પછી   બીજી પાસે જવાનો પ્રશ્ન ક્યાંથી  આવે  ? નારદ્જીને કૌતુક લાગ્યુ  અને  તે   એક  એક  રાણી  પાસે ગયા  અને   દરેકે   દરેક   રાણીએ એમ  જ કહ્યુ કે તે   તો  અમારી    પાસે હરહંમેશ  હોય  છે – નારદજીનેતો  ચક્કર  આવી    ગયા  - આ  એક   કૃષ્ણ  અને  દરેક  જગાએ હોય છે – કેવીરીતે  ?  આને કહેવાય લીલા :
     સત્યભામા  ભાભી : આપ   મારા  ભાઇ  ઉપર અવિશ્વાસ ના  કરો -   તે  તો  સર્વજ્ઞ   છે  તેને કાબુમાં  રાખવા  પ્રયાસ ના  કરશો –તમે  જો  સમર્પિત થશો  તો  તે  તમોને સમર્પિત થયીને રહેશે. મારા પાંચેય  પતિ   મારાવશમાં  છે  તેવુ  નથી  તે  સૌ કૃષ્ણને   સમર્પિત  છે  અને  અમે  સૌ  તેમના જ ઋણી   છિયે  અરે   ભાભી,  અમે  સૌ  પણ  તેમને  જ સમર્પિત   છિયે.
પાપાજી
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         67        
                                      -: નૃ ગ રા જા ની  -  મુ ક્તિ    : -
                   એક  સમયે   યાદવ  કુમારો  એક  ઉપવનમાં  રમતા  હતા  અને  તરસ  લાગતા  તે  છીપાવવા  માટે  એક કુવા પાસે  ગયા- તેમણે  જોયુ  કે  કુવામાં   પાણી જ  નથી  પણ  એક   કાચિંડો   બહાર આવવા   માટે તરફડતો  હતો , બધા  કુમારોએ દયાવશ તે અબોલ  જીવને  બહાર લાવવા ખુબ  પ્રયત્ન   કર્યા  પણ  તે કોઇ  સફળ  થયા  નહી.  તે સમયે કૃષ્ણ    ત્યાંથી નીકળતા  હતા  તેમણે  જોયુ  કે  સૌ   કુમારો એકત્ર  થયેલા   છે   અને  મુઝાયેલા   જણાય   છે   આથી  તેમણે કુમારો   પાસે જયીને  પુછ્યુ કે  કેમ  આમ   મુઝવણમાં   લાગો  છો  ? કુમારોએ કહ્યુ કે  એક  અબોલ  જીવ  કુવામાંથી બહાર આવવા માટે તરફડીયા   મારે  છે  પણ  નીકળી  શકાતુ નથી   અને  અમે  પણ  ખુબ  પ્રયત્ન  કર્યા   પણ અમે  પણ અસફળ   જ રહ્યા  છિયે. આપ મદદા કરો  તો  કદાચ  નીકળી  શકે.    સર્વવ્યાપી  યોગેશ્વરજી  તો   બધુ  જાણતા    હતા – આ  જન્મ જ   “ પરીત્રાણાય  સાધુનાં      ------પતિતોનો ઉધ્ધાર  કરવા માટે જ છે -  તેમણે કહ્યુકે ચાલો મને  બતાવો – હુ  પ્રયાસ કરૂ  - તે  કુવા  પાસે ગયા  અને  તેમણે પોતાનો હાથ   કુવામા નાખ્યો અને   કાચિંડો બહાર આવી  ગયો   પણ  બહાર આવતાની   સાથે  જ તે અબોલ   જીવ   જીવીત માનવ દેહમાં  આવીગયો- સૌ કુમારો અને કૃષ્ણ પણ   જાણે   આશ્ચર્ય   પામી ગયા –અને   સૌએ  એકી   અવાજે  પુછ્યુ –હે મહાત્મન  આપ  કોણ  છો  ?  માનવદેહધારી  આ નવા  અવતારી  દેહે  જવાબ  આપ્યો‌ : હે  ભગવાન   કૃષ્ણ  હુ  આપનો  અત્યંત આભારી   છુ  -  આપના ડાબા હસ્તનો સ્પર્શ   થતાંજ   મને  અબોલ   જીવના અવતારમાંથી મુક્તિ મળી  ગયી   છે –હુ  આપના જેટલા ગુણગાન ગાઉ   તેટલા ઓછા  પડે.  આપે   મારા પર  મોટો અનુગ્રહ  કરેલ   છે.  યાદવ કુમારોએ  પુછ્યુ  કે  આપ   છો કોણ  તે  તો કહો  ? કૃષ્ણએ  પણ  તે  જ પ્રશ્ન  કર્યો  -આથી  આ માનવદેહ  ધારી    પાપમુક્ત થયેલ  જીવાત્મા   બોલ્યો  : હે  કુમારો અને  ભગવાન શ્રી કૃષ્ણ: આપ  તો  સર્વવ્યાપી છો  અને    આપને ખબર  હશે  જ કે  ઇક્ષ્વાકુ  વંશનો  હુ   રાજા  નૃગ    છુ. હુ  એક  મહાન  અને   સમર્થ   દાનેશ્વરી  ગણાતો  હતો  અને  મારે   આંગણે  આવેલ  કોઇ   દાન      લીધા   સિવાય  તો  પરત  જાય    નહી  અને  તેમાં    બ્રાહ્મણ તો   કદાપી નહી  -હુ બ્રાહ્મણોને  તો   એક  હજાર   પુષ્ટ    ગાયો  અને   તેની  સાથે  જ એક  વર્ષ  ચાલે  તેટલુ   દાણ  પણ  આપતો  હતો..   પણ   કર્મના   કોઇ   બંધને   એકવાર   મારાથી  એક   મહાન  અપરાધ  થયી  ગયો. અમારી   ગાયોના  ટોળામાં   એક  અકિંચન  બ્રાહ્મણની  ગાય ભળી   ગયી  હતી  તેનુ  મને   કે  અન્ય  કોઇને  પણ  ભાન   નહોતુ.મે  નિયમાનુસાર    બ્રાહ્મણોને દાન  આપવાનુ   શરુ  કર્યુ અને  એક  બ્રાહ્મણને  હજાર   ગાયો   આપી  તેમા આ  ભળી  ગયેલી અન્ય  કોઇ   બ્રાહ્નણની  માલીકીની ગાય  પણ   દાનમા  અપાઇ ગયી.  હવે   સંજોગવશાત   આ ભળી  ગયેલી  ગાયનો  અસલ   માલીક  બ્રાહ્મણ  ત્યાં  આવી  ચઢ્યો  અને તેણે જોયુકે  મારી  ગાય   આ દાન  સ્વીકારનાર  બ્રાહ્મણ પાસે  છે   માટેતેણે તે   બ્રાહ્મણને પોતાની  ગાય   પાછી  આપી  દેવા   જણાવ્યુ પણ  પેલા   રાજા  પાસેથી   દાન  લેનાર બ્રાહ્મણે  તેની ગાય   આપવા માટે  ઇંકાર કરી   દીધો. : આ ગાય  મને  દાનમા મળેલી છે  માટે હુ  તે આપને   આપીશ નહી  - આ  મુદ્દા  પર  બન્નેને ઉગ્ર  બોલાચાલી થયી   અને  છેવટે  વાત  રાજા પાસે  આવી.  રાજા  તો   એક   ક્ષણ માટે હેબતાઇ  જ ગયો  કે  હવે  શુ  કરવુ ? તેણે ગાયના અસલી માલિકને જણાવ્યુકે  મહારાજ , મારી  ભુલ  થયી  ગયી  હોય  તેમ  લાગે છે  - આપ  આપની તે  ગાયના બદલામા આરી  પાસેથી બીજી એક  હજાર   ગાયો  સ્વીકારો અને મને  માફ કરો.  બ્રાહ્મણે  કહ્યુ  કે   રાજન હુ   કોઇની  પણ  પાસેથી  દાન  સ્વીકારતો   નથી  મને  તો મારી જ  ગાય  પરત   આપો . રાજા  મુઝાયા – હે પ્રભુ  મારી  મતિ   કામ  નહોતી  કરતી  - મારે  શુ   કરવુ ?એક  વખત  આપાયેલ  દાન   આ રીતે પરત ના  લેવાય  અને  પરત માગી તો   શકાય     નહી  - તે  એક  ઘોર    પાપ  છે – પણ અકિંચન  બ્રાહ્મણ તેની  માગણી માટે મક્કમ હતો  કે  મારે તો મારી  જ ગાય જોઇયે-.   અને  જો  તે નહી  મળે  તો  હુ  એમનેમ  ચાલી   જયીશ અનેતે જતો   રહ્યો    - રાજા  લાચાર બની  ગયો  અને તેણે  દાન  સ્વીકારનાર  બ્રાહ્મણને કહ્યુકે હુ  આપને  બીજી હજાર ગાયો આપુ  છુ પણ  આપ  તે  ગાય  તેના માલિકને પરત  કરો. હજાર  ગાયો     નહી    લાખ   ગાયો  આપો તો પણ   હુ  મારી  ગાય  પરત  નહી  આપુ  એમ  કહીને  તે     દાન    સ્વીકારનાર   બ્રાહ્મણ   પણ  જતો   રહ્યો પણ  જતો  રહ્યો-  રાજાના  માથે દાન   પરત  લેવાનુ પાપ  ચોટ્યુ. કાળે   કરીને  રાજાનુ મ્રુત્યુ  થયુ  અને  યમરાજાની પાસે તેમને રજુ  કરવામાં  આવ્યા -  યમરાજાએ   પુછ્યુ  કે   બોલો  રાજન  તમારે  પહેલા પુણ્યફળ  ભોગવવુ   છે  કે   પાપ   ફળ ? રાજાએ કહ્યુ  કે  મને  પહેલા   પાપકર્મની   સજા  ભોગવી લેવા  દો  -અને યમરાજાએ   તેની માગણી  સ્વીકારીને  તેને  તેના પાપના બદલામાં મળતી સજા  કહી  સંભળાવીકે  જાવ  અધમ  યોનીમાં  પડો  અને તે     ક્ષણથી હુ  કાચિંડો બનીને  અહિ  રહુ    છુ   અને  આપના  સ્પર્શમાત્રથી   મારો ઉધ્ધાર  થયો  અને  મને મુક્તિ મળી  ગયી   છે  અને  હવે  મારે મારા પુણ્યનુ ફળ   ભોગવવાનુ  છે અને  તે  માટે  મારા   માટે આવેલ આ વિમાનમાં મને  જવાની  રજા  આપો.
    કૃષ્ણએ પોતાના સંતાનોને   શિખામણ સ્વરૂપેજણાવ્યુ કે  જુવો : આ નૃગની  કથા  તેના જ મુખે આપે   સાંભળી  તેનો  બોધ  એ છે કે   રાજાએ કે   કોઇએ પણ  એકવાર દાન  આપ્યુ હોય  પછી  તે   પાછુ માગવુ નહી. દાન   પાછુ માગવા જેવુ કોઇ  મોટુ  પાપ નથી   માટે સજાગ  રહીને જ  દાન  કરવુ. નૃગ તો દાનેશ્વરી હતો   અને  તેના પલ્લામાં બીજુ કોઇ  પાપ નહોતુ  છતાય   તેને ભયાનક  સજા    ભોગવવી પડી.  ખાસ  કરીને  રાજાઓ ,  રાજવંશીઓ અને  દાનેશ્વરી  શ્રેષ્ઠીઓએ આ વાતનો મર્મ   સમજવાનો છે અને   જાણવાનો  છે.

પાપાજી
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         68

                                          -:  સુ   દા   મા   : -
        શુકદેવજી    કહે   છે  :  હે રાજા  પરિક્ષીત  : કૃષ્ણની   લીલાઓ      ન્યારી   છે . તેની  પાસે  મારા   તમારા  અને   તમામનુ ત્રાજવુ સમતોલ   છે.  તે કદી  પોતાનાને  વિસારતો  નથી  અને વિરોધીઓથી   ગભરાતો   નથી.  સુદામા  તેમનો  બાળપનનો  મિત્ર  :  સાદીપની ઋષીના  આશ્રમના   સહપાઠીઓ : આ  પાત્ર  અતિશય  અવર્ણનીય  પાત્ર  છ્રે. તે  એક  ગરીબ  બ્રાહ્મણ :  પણ   અતિ  વિદ્વાન  , અતિ  જ્ઞાની,  અતિ ઉદાર ,અપરિગ્રહી ,નિર્લેપ , નિ:ષ્પાપ , જીતેંદ્રીય , અકિંચન : પણ  દરીદ્ર : તેને  તેની દરીદ્રતાનુ  કારણ ખબર  હતુ.તે   જાણતો જ હતો અને   જાણવા  છતાંય  ચણા  એકલો જ ખાઇ  ગયો   હતો અને પુરી  દરીદ્રતા પોતાના  ભાગે  લીધી હતી  - પણ  સામે  છેડે પણ  જગતનો નાથ  હતો  -  તે પણ  જાણતો  હતો  કે   મારા ભાગની  દરીદ્રતા કોણે  લીધી – કેમ લીધી- અને  આભાર ઉતારવાનીમ તક  શોધતો હતો.
       સુદામાને  તેની દરીદ્રતાનુ કોઇ  દુ:ખ નહોતુ -  તે  સદા  સંતોષી હતો-  તેમની પત્ની   પણ  સંતોષી હતી  પણ  નાના  બાલકોનુ  દુ:ખ  તેનાથી  જીરવાતુ નહોતુ. એક  વાર    તો  તેણે સુદામાને  કહ્યુ પણ ખરુ કે  દ્વારકાધીશ    તમારા    મિત્ર  છે  તો  એક્વાર  તો  તેમની પાસે   જાવ – પણ  સુદામા   દરેક વખતે નન્નો   ભણતા હતા . પણ    જ્યારે ભિક્ષા  માગવા  છતાય બાળકો  માટે ભોજન  ના  બન્યુ ત્યારે  તો  તેમની પત્નીએ  હઠ  પકડી   કે   ભલે  તમે  તેમની પાસે કશુ  માગશો નહી  પણ  એક   મિત્ર તરીકે  માત્ર મળવા  તો  જાવ   અને  બાળકોનુ દુ:ખ  જોઇને  સુદામા  પીગળ્યા અને  જવા  રાજી થયા  પણ મિત્રના   “ઘેર  “ જતાં કોઇ  ભેટ  તો  લેતા જવૂ  પડે  - તેમની પાસે કશુ નહોતુ – પણ  તેમની પત્નીએ  ઉપાય  બતાવ્યો –હુ   પડોશી પાસેથી થોડા  તાંદુલ  લાવી આપુ   છુ  તે  લેતા જજો અને કૃષ્ણને પ્રેમથી આપજો –તે  નારાજ નહી  જ થાય.. આખરે  સુદામા  તૈયાર થયા  અને    નીકળ્યા : ફાટેલા   વસ્ત્રો , હાથમાં એક  લાકડી , ખભે  ઝોળી,ઝોળીમાં તાંદુલ, સાથે એક  જોડ કપડાં , અને  રસ્તામાં ખાવા માટે ટીમણ .  કૃષ્ણ  આજે   ખુબ  ખુશ   હતા  - આજે  તેમને જાણ   થયી  કે  મારો સુદામા   આજે તો   મને  મળવા  નીકળ્યો છે  -પોરબંદરથી દ્વારકા  આવતા  આવતાં તો  થાકીને લોથ થયી  જશે  અને   માયા   રચી -: સુદામા   ચાલતા  ચાલતા  જાય  છે – એક   વૃક્ષની  નીચે આરામ કરવા બેઠા અને  ઝોકુ  આવી  જતા  થોડીક ઉંઘ પણ  ખેચી  લીધી અને  જાગ્યા ત્યારે જોયુકે  સામે     કોઇ  નગર  છે-  કોઇ  સોહામણુ  નગર   લાગે  છે  -  વટેમાર્ગુને પુછતા   જાણ્યુ કે  આ જ દ્વારકાનગરી છે. અને  તે તો  ખુશ  ખુશ  થયી  ગયા  આટ્લી ઝડપથી    દ્વારકા આવી  જવાયુ ?તેમણે  એક   રાહદારીને પુછ્યુ કે  ભાઇ  દ્વારકાધીશનો  મહેલ  ક્યાં   આવ્યો  ? પેલાએ  આ લઘર  વઘર  બ્રાહ્મણને  જોયો અને   હસીને પુછ્યુ  મહારાજ  ક્યાંથી  આવો   છો  અને કેમ   દ્વારકાધીશનો  મહેલ  શોધો  છો ?  સુદામાએ ભોળા ભાવે કહી દિધુ  કે   ભાઇલા  , દ્વારકાધીશ કૃષ્ણ તો  મારા  બાળપણના મિત્ર  છે   અને હુ  તેમને મળવા  આવ્યો    છુ. પેલો  મજાકમાં હસ્યો – કેવા  ભિખારીઓ દ્વારકાધીશના મિત્ર બનીને   આવે છે  ? પણ  મહેલનો રસ્તો બતાવ્યો.બહારથી જ મહેલની  શોભા જોઇને જ સુદામો તો અવાક થયી   ગયો : દ્વાર પર   ચોકીદાર હતા  -  તેમણે  ચોકીદારને કહ્યુ કે  મારે દ્વારકાધીશને  મળવુ  છે  -ચોકીદારે  જવા   દિધા  નહી  અને કહ્યુ કે  એ ભિખારી  અહી  જ ઉભો  રહે  :શુ  કામ    છે તે  પહેલા કહે  અમારા   દ્વારકાધીશ આમ  ગમે  તે  આલી  મવાલીને મળતા નથી-  : સુદામા તો સહમાઇને  ઉભા  રહી  ગયા  અને  કહે  કે ભાઇ  આપ  જાવ  અને  દ્વારકાધીશને   જણાવો કે  હુ   સુદામા  તેમનો મિત્ર  તેમને મલવા માગુ  છુ  અને   તેમનાં  દર્શન  કરીને  હુ  તરત જ    પાછો વળી   જયીશ પણ  આપ  એકવારતેમને મારા આગમનના  સમાચાર મોકલો : દ્વારપાળ તો   દ્વારકાધીશને સમાચાર આપવા ગયો  અને જેવુ   દ્વારકાધીશે સુદામાનુ  નામ   સાંભળ્યુ   કે  તેઓ  તરત    ઉભા   થયા  અને  પગમા  પાદુકા પણ  પહેરી નહી  અને  ખુલ્લા પગે  દ્વાર તરફ    દોડ્યા  -  અરે  મારો  સુદામો  આવ્યો  છે  -   મહેલમાં  સૌ  પટરાણીઓ , નોકર   ચાકર,દાસ  દાસીઓ ચોકી  ગયા   કે  દ્વારકાધીશ  આમ  ઉતાવળા ઉતાવળા કેમ  દોડ્યા? અને  દ્વાર પર જયીને  સિધા જ  સુદામાને  ભેટી પડ્યા  - સુદામા  તો   સડક  થયી   ગયો  -  અરે  દ્વારકાધીશ  આપ  - પણ  તેના મુખેથી કોઇ   શબ્દ   નીકળ્યો   નહી  - અને    દ્વારપાળ અને  ચોકીદારો તો   ગભરાઇ  જ ગયા  કે   મરી   ગયા  - આ તો    સાચે જ  દ્વારકાધીશનો કોઇ   અંગત  માણસ  લાગે  છે   અને જો  ફરીયાદ કરશે તો  આપણી શુ  હાલત થશે ?
                  કૃષ્ણએ  તો  મહેલમાં સૌને સમાચાર  આપી   દિધા કે  આજે  મારો મિત્ર  આવ્યો છે  -સૌ   તેની આરતી ઉતારો  - તેનુ  શાહી સ્વાગત  કરો  - તેને શાહી ઉતારો આપો –અને   મહેલમા તો  દોડધામ મચી    ગયી.   સૌ  પ્રથમ તો   સુદામાને એક  ઉંચા    આસન  પર બેસાડ્યા  -પછી  કૃષ્ણએ  પોતે જ તેમના ચરણ  પખાળ્યા –ચરણોદક  પોતાના શિરે ચઢાવ્યુ – અને તે   જોઇને તેમની તમામ પટરાણીઓએ  પણ  તેમના ચરણ  પખાળ્યા અને  ચરણોદક  શિરે ચઢાવ્યુ – તેમની  આરતી  ઉતારી  અને   તેમના  માટે  સ્નાનાદી  ક્રિયા માટે  વ્યવસ્થા   કરી   આપી.  તેમના  માટે  નવા  વસ્ત્રો અને  અલંકારોથી   તેમને  વિભુષિત  કર્યા -  સુદામા  તો  ગદગદીત થયી  ગયા.  રાજા મહારાજાઓને પણ ના  મળે  એટલુમાન  સન્માન આ કાનો મને   આપે  છે  - મારુ તો  જીવતર  ધન્ય થયી  ગયુ  -કમસેકમ મારા બાળકોની તો  ચિંતા જરૂર  દુર  થશે    એવી  સુદામાને આશા  પણ   બંધાઇ. સુદામા   માટે  ભોજનશાળામાં  આજે   છપ્પન ભોગ  તૈયાર થયા  અને રાજમહેલના   તમામ   સભ્યો  આજે  સમુહમા  મિત્ર  સુદામા   સાથે ભોજન લેશે તેવી જાહેરાત પણ  કૃષ્ણે  કરી   દીધી. ભોજન સમયે સૌ   આવી  ગયા અને સુદામાની સાથે     કૃષ્ણનો   પાટલો મુકાયો.   સોના ચાંદીના   વાસણોમાં  ભોજન  પીરસાતુ  ગયુ  -ભોજનની   વાનગીઓ જોઇને જ  સુદામાની  આંખોમાં તો  આંસુ ભરાઇ આવ્યા – ઘેર  મારા  બાળકો અને  પત્ની  એક   રોટલા માટે  તરફડે  છે  અને  મારા  ગળે  આ કોળિયો કેમ   ઉતરે? બાજુમાં જ  સર્વજ્ઞ  અને  જગતનો  નાથ  બેઠો હતો તેની નજરમાંથી આ  કેમ  છુપુ રહે  ?અરે સુદામા કેમ    વિચારમાં પડી  ગયો  ?  ભાભીની  યાદ   આવી  ગયી ?  તેમને પણ  સાથે લેતા આવવુ  હતુ  ને  ?  એકલો  કેમ  આવ્યો?  સુદામા   પાસે  કોઇ   જવાબ નહોતો. કૃષ્ણએ  ધીમે   રહીને કહ્યુ   જો  સુદામા  ઉપવાસ કરીયે ને  તે  પછી   ઉપવાસના     પુણ્ય  તરીકે જે   પારણામાં  પ્રસાદ મળે  તેના ઉપર  બધાનો અધીકાર છે   અને   તે  દરેકને મળશે જ –માટે  ચિંતા  છોડીને જમવાનુ  શરુ  કર  -  જ્યાં સુધી  તુ  શરુ  નહી  કર   ત્યાં  સુધી આ કોઇ  પણ  અન્ન ગ્રહણ    નહી  કરી   શકે.  કૃષ્ણની      વાત   એક   માત્ર લક્ષ્મી સ્વરૂપ    દેવી  રુકમીની સિવાય કોઇના  મગજમા ના  ઉતરી  અને  સૌએ   ભોજન સાથે  લેવાનુ   શરુ  કર્યુ.   અને   સુદામાએ પણ   જાણે  સ્વપ્ન જોતો  હોય  તે  રીતે  ભોજન  લેવાનુ શરુ  કર્યુ..
પાપાજી 
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         69

                                   -: ઐ  શ્વ  ર્ય     પ્ર  દા    : -
         જીવતરમાં  કદી  જે  વાનગીના   નામ   પણ  જાણ્યા કે  સાંભળ્યા  નહોતા   તેવી   વાનગીઓ અને   મિઠાઇઓ  આગ્રહ કરી   કરીને  કૃષ્ણની  પટરાણીઓ  ખવડાવતી  હતી  અને   સુદામા  શરમાઇ  જતા   હતા   અને  એકવાર  તો  બોલી ઉઠ્યા   કે  અરે   બસ    ભાભી બસ  - આ  કાનાને ખવડાવો મારા  માટે તો આખા  જીવતરનુ    ભાથુ    મળી  ગયુ   છે   અને  હુ  કયા  ભવે   આપની    મહેમાનગતીનો  જવાબ  આપી   શકીશ ?    તેમણે  કૃષ્ણને   કહ્યુ  કાના  તારી  લીલાનો કોઇ  પાર   નથી   -કૃષ્ણએ કહ્યુ કે  તે તો    તેં   જોઇ   જ ક્યાં  છે  તે  આટલુ  બધુ   વિચારે  છે  .  ચિંતા   છોડ   અને   ખાઇ  લે.  ભોજન   પછી  સૌ   કૃષ્ણના શયન ખંડમાં   આવ્યા   અને   વામકુક્ષી  માટે    સુદામાને  પલંગ પર   બીરાજવા  કહ્યુ  - સુદામા તો  પલંગ  અને  તેની  ગાદીઓ  - પથારીઓ અને  ઓશીકા  અને  પાથરણાં  અને  ખંડના  ગાલીચા   જ જોતો રહ્યો.  સાથે  પટરાણીઓ  પણ  હતી   અને  સૌ  આ બે  જુના  મિત્રોની જુની  પુરાણી  યાદો  તાજી કરતા  હતા  અને  ટોળ -  ટપ્પા   મારી રહ્યા  હતા.  અચાનક      કૃષ્ણએ   પુછ્યુ અરે  સુદામા  ભાભીએ  મારા માટે શુ  મોકલ્યુ છે ? બતાવ તો  ખરો  -   અને  સુદામા  ગભરાયો  -  હવે   શુ  કહુ    કૃષ્ણને  ? કેવીરીતે આ  તાંદુલ બતાવુ ? પણ   વાતનો  તંત  છોડે તો  કાનો   શાનો  ?   સુદામા  ધીમે  રહીને  તાંદુલની  પોટલી સંતાડવા  પ્રયાસ કરવા  લાગ્યો-  પણ    ચાલાક કૃષ્ણએ   તે  ઝુટવી  લીધી  અને  પોટલી  છોડી    પણ  ખરી  -  સુદામા  તો   નીચુ જોઇ  ગયો  -  પણ  કૃષ્ણએ બાજી સંભાળી લીધી -   અરે    વાહ  - સુદામા   - અમોને મહેલમાં તો  નિત  નવી  વાનગીઓ   મળે   છે  પણ  કદી  કોઇએ  આવા  મિઠા  તાંદુલ તો ખવડાવ્યા  જ નથી  આજે  તો  હુ  તારા   બધા   તાંદુલ  જ ખાઇ જવાનો છુ.  અને  કૃષ્ણએ   પોટલીમાંથી  એક  મુઠી  તાંદુલ  ખાધા  પણ  ખરા અને    જ્યા  બીજી મુઠી   ભરવા જાય  છે  ત્યાં  તો   લક્ષ્મી સ્વરૂપ  રૂકમીનીજીએ  તેમનો હાથ  પકડી  લીધો-બસ  પ્રભુ –એકલા એકલા જ બધુ ખાઇ જશો  ? અમારો  ભાગ નહી ?  અને તેમણે   કૃષ્ણના  હાથમાંથી પોટલી  ઝુટવી  લીધી અને  કૃષ્ણ  બીજી મુઠી  ભરે  તે  પહેલા તો  બધા  તાંદુલ બીજી પટરાણીઓએ વહેચી લીધા.   રુકમીનીને ખબર  હતી  કે  એક  મુઠીમાં તો  તેમણે  સુદામાનેઅનેક ગણૂ  ઐશ્વર્ય આપી  દિધુ  છે – જો  વધારે  છુટ  તેમને  મળશે તો  આખુ  દ્વારકા આપી  દેશે –અને  સૌ  આરામ માટે  વિખરાયા.
            બીજે દિવસે  બન્ને મિત્રો ગોમતી  પર  સ્નાન કરવા માટે  નીકળ્યા  - નદી   કિનારે  વસ્ત્રો મુકીને બન્નેએ  ગોમતીમાં  ડૂબકી મારી.. સુદામાએ   જેવુ   ડોકુ  બહાર  કાઢ્યુ  તો  તેના  આશ્ચર્ય  વચ્ચે  તેણે  જોયુ કે કિનારા પર રાજ્યનો દિવાન ઉભો    છે   અને  એક  શણગારેલી હાથણી પણ  એક  ફુલમાળા  સાથે ઉભી   છે. જેવો સુદામા  નદી  કિનારેથી  બહાર આવ્યો કે  તરતજ  હાથણીએ  તેના  ગળામાં  ફુલમાળા પહેરાવી    દિધી.  સૌએ નવા  રાજાનોજય જય કાર  કર્યો, સુદામાને કશુ  ખબર  ના  પડી  કે  આ બધુ  શુ  છે. દિવાને  વિગતે વાત  સમજાવી કે  અમારા   મહારાજનુ  અવસાન  થયેલ  છે  અને  અમારી  પરંપરા મુજબ હાથણી  જેને  ફુલમાળા પહેરાવે તે અમારો નવો  રાજા થાય   તે  ન્યાયે આપ અમારા નવા  મહારાજા  છો  અને  રાજ્યનો કારોબાર આજથી  આપના હસ્તક  રહેશે. સુદામાએ તો  વહીવટ સંભાળી  લીધો –હવે  તો  રાજમહેલમાં રહેવાનુ – નોકર ચાકર , સ્ર્વક , સેવીકાઓ તો  ખરાં  જ અને  રાજ્યની  મહારાણી  પણ  સુદામાની તહેનાતમાં ખડેપગે રહેતા હતા.સુદામા  ખુશ  હતા  - એક  વર્ષ , બે  વર્ષ ......  એમ  કરતા કરતા દશ  વર્ષ નીકળી ગયા – તેમને ત્રણ કુવરો પણ  હતા  અને    મહારાણી પણ  તેમની સેવામાં  હાજર  જ હોય. આમ   શાતિથી  જીવન ગુજારતા હતા – એક   દિવસ અચાનક જ  મહારાણી માંદા પડ્યા અને ગુજરી ગયા  -  મહારાજ સુદામાને  ખુબ    દુખ    થયુ  પણ  ભગવાનની મરજી  આગળ  સૌ લાચાર એમ બધાએ  કહ્યુ અને  ચાર  આસુ  વહાવી અને સૌ મહારાણીની અંતિમ  વિધી માટે  તૈયારીઓ કરવા    લાગ્યા  અને  નદી  કિનારે    સ્મશાને   આવી  ગયા.  મહારાણી માટે  ચિતા તૈયાર  થયી ગયી -  અને  રાણીને  ચિતા  પર  ગોઠ્વ્યાં અને  એટલામાં  દિવાન આવ્યો અને  કહે  મહારાજ  અમારી  પરંપરા  મુજબ જો  રાણી ગુજરી જાય  તો   રાજાએ તેમની  સાથે  તેમની ચિતા  પર  બેસીને  સ્વર્ગે જવાનુ હોય  છે.  હવે    સુદામા  ગભરાયો –અરે પણ   આવી તે  પરંપરા  હોય ? આમ કહીને તે   તો   દોડ્યો નદી  તરફ  અને   તેની પાછળ રાજ્યના  પ્રધાન  અને  બીજા લોકો  પણ  તેની  પાછળ  પડ્યા –સુદામાએ  જોયુ  કે  ફસાયા  -તેમને  તો   નદીમાં  ડુબકી   મારી  અને  જેવુ ડોકુ બહાર  કાઢ્યુ તો  કૃષ્ણ   હસતો હસતો સામે ઉભો  હતો  -  શુ  થયુ   સુદામા ? શુ  બોલે  સુદામા ?  શુ    સાચુ  ? મે  દશ વર્ષ રાજ્ય કર્યુ તે   સાચુ  કે  હુ  અહી  છુ  તે   સાચુકે  હુ એક  દરીદ્ર બ્રાહમણ  છૂ પોરબંદરંનો  તે  સાચુ ? અરે  સુદામા ચાલ  ઝટપટ  તૈયાર થા  તારે આજે  પોરબંદર જવા  નીકળવાનુ  છે  -બધા  તને  વિદાય આપવા રાહ  જુવે   છે. અને  મહેલમા  આવીને સૌએ   સુદામાને  ભાવભીની વિદાય  આપી. સુદામાને તો હતુ કે   કૃષ્ણ મને   બાળકો માટે કશુક આપશે  - મુકવા માટે  રથ  મોકલશે –પણ તેવુ કયી   ના  બન્યુ – ઉપરથી કૃષ્ણએ   કહ્યુ  અરે    સુદામા   આ મારા વસ્ત્રો તો    આપતો જા તારા વસ્ત્રો તો  અહી   રહી   ગયા  - જા  જા  બદલી આવ  - બિચારો સુદામા- પણ  જીવ  તો સંતોષી હતો  અને જેવી પ્રભુની મરજી    કાનુડાએ તો  મને   પહેરાવેલાં  તેનાં કપડાં  પણ  ઉતરાવી લીધાં – ખરો  છે   આમારો  મિત્ર? અને   તેને  વિદાય લીધી  પોરબંદરપહોચ્યો અને અહી  એક   બીજુ દુ:ખ  સામે આવ્યુ –તેના  ઘરની જગાએ  તો  કોઇએ મોટો   મહેલ  બનાવી દીધો હતો – તોપછી  મારી  પત્ની અને   બાળકો  ક્યાં  ગયા?અરે ભગવાન – આ  હુ   શુ જોવુ  છુ ?  આમ   વિચારતા  સુદામા તો   પોતાની ઝુપડી  સામેના  એક  ચોતરા   પાસે  બેસી ગયા. પણ  તેમના પત્નીની નજર  ગયી   અને તે દોડતા નીચે  આવ્યાં અને સુદામા કશૂ  સમજે તે  પહેલા તો  તેમને તેમના  “નવા   મહેલ “માં  લયી  ગયા  અને   કહ્યુ જુવો  ભગવાનની  કેવી લીલા છે  ? શુ  સાચુ?   તે એક  ગરીબ બ્રાહ્મણ  છે  તે  ,તેણે દશ  વર્ષ  સુધી એક  નગરના રાજા તરીકે જીવન ગુજાર્યુ તે  કે  પછી  આ નવો  મહેલ?   કૃષ્ણએ    કહ્યુ   સુદામા શુ   સાચુ લાગ્યુ  તને  ? સુદામો   હસ્યો અને  કહ્યુકે આ  તો  તારી લીલાઓ છે – તારી લીલાનો કોઇ પાર નથી .
હે  રાજન  , જોયુને  ભગવાનની લીલાઓ  કેવી અપરંપાર  છે ?
સુદામાને   વિદાય તો  અકિંચન  સ્વરુપે  કર્યો પણ  ઐશ્વર્ય   આપ્યુ  અફાટ  ઐશ્વર્ય  - વાસ્તવિકમાં  અને  સ્વ્પનમાં પણ   દશ  વર્ષ  રાજા  પણ   બનાવ્યો :
પાપાજી
ક્રમશ:

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         70

                                        -: સ્ય  મં           ણી    : -

                   શુકદ્ર્વજી   પરિક્ષીતને  કહે  છે   : સાંભળો  રાજન  :  ભગવાન  કેવી  કેવી  લીલાઓ કરે  છે.  પોતે  સર્વજ્ઞ    હોવા  છતાંય  માનવ  સહજ   આરોપ  - માથે  રાખીને  તે  મીટાવવા   પણ  માનવ  સહજ  પ્રયત્ન   પ્રયત્ન   કરે   છે .
         સત્રાજીત  ભગવાન  સુર્યદેવનો  પરમ  ઉપાસક  હતો  અને  સુર્યદેવ  પણ   તેની  ભક્તિથી અત્યંત  પ્રભાવિત  હતા અને ઉપહાર  સ્વરૂપે   તેમણે   સત્રાજિતને   એક  મણી  ભેટ  આપેલ.    મણી સુર્ય  સમાન  તેજ  ધરાવતો  હતો . તે  જેના  ગળામાં  પહેરાયેલ  હોય  તે  સાક્ષાત સુર્યદેવ   સમાન  તેજસ્વી   લાગે અને એમ  જ લાગે કે સુર્યદેવ  પધારી   રહ્યા  છે.    મણીની  એક  વિશેષતા     પણ   હતી  કે દરરોજ દશ  ભાર   સોનુ   આપતો  હતો  અને  તેનાથી સત્રાજીત એક  સર્વાધિક   ધનિક  બની ગયો  હતો. એક  વાર  તે ભગવાન કૃષ્ણને મળવા  આવ્યો હતો  ત્યારેકૃષ્ણના   સાથીદારોને  લાગ્યુ કે   ભગવાન  સુર્યદેવ  આપને   મળવા પધારીરહ્યા  છે. પણ  તેમણે  કહ્યુ કે  તે  તો  સત્રાજીત  છે. ઔપચારીક વાર્તાલાપ પછી  કૃષ્ણે  સત્રાજીતને કહ્યુ કે   આપ   આપનો આ મણી   રાજ્યની તિજોરીમાટે આપો   તેનાથી પ્રજાની મોટી સેવા થશે   પણ  સત્રાજીતે  ના  પાડી  દિધી.
    એકવાર  સત્રાજીતનો  ભાઇ પ્રસેન    મણી  ગળામાં   ધારણ કરીને  વન  વિહાર કરવા નીકળેલો.  તે   સમયે તે  વનપ્રદેશમાં   તેના ઘોડા  સાથે  ઘણે દૂર   દૂર  નીક્ળી ગયો  અને  અચાનક જ એક   સિંહે  તેના પર હુમલો કર્યો  અને  તેના  ઘોડા  સમેત તેને  મારી  નાખ્યો  અને તેના  ગળાનો  મણી  લયીને તે   પોતાની ગુફામાં  જવા લાગ્યો  પણ  તે  જ સમયે ઋક્ષરાજ જાંબવાને તેને  જોયો અને તેની  સાથે આ  પ્રકાશિત મણી   પણ   જોયો અને  વિચાયુ કે  આ રમકડુ   મારા   સંતાનોને  ગમશે   તેમ   સમજીને તેમણે  સિંહને   મારી   નાખી આ મણી  પોતાની  સાથે લયીને પોતાની  ગુફામાં ગયા અને    મણી   બાળકોને રમવા  આપી દીધો. બીજી બાજુ પ્રસેન  પાછો નહી આવતા સત્રાજીતે અફવા ફેલાવી અને   આક્ષેપ કર્યો કે    કૃષ્ણએ જ મારા ભાઇને મણી   માટે મારી નાખ્યો છે. આ અફવા    ફરતી ફરતી રાજમહેલમાં   આવી  અને  મોટાભાઇ  બલરામે  કાનાને  બોલાવ્યો અને પુછ્યુ   કે  કાના    તારા પરાક્રમ છે ? કાનાએ   ના   પાડી   પણ  બલરામને શક  ગયો  કે કદાચ આ  કામ  કાનાનુ  હોઇ  પણ  શકે   તેથી  તેમની  નારાજગી   છુપી ના રહી અને કૃષ્ણએ પોતાના  માથે   આવેલુ  આળ  દુર  કરવા  વિચાર કર્યો અને તે  વનમાં  તપાસ    માટે ચાલી નીકળ્યો. ત્યા તેને પ્રસેનના  ઘોડાના અને  પ્રસેનના  અવશેષો    જોયા અને  તેમને  ખાત્રી  થયી  કે કદાચ   સિહે   જ આ  બન્નેને    મારી  નાખ્યા  છે  અને  જે   દિશામાં  સિહના  પગલાં જતા  હતા   તે   દિશામાં તેઓ   આગળ  વધ્યા.  એક   ગુફા  પાસે આ  પગલાં અટકેલો   જણાયાં  અને બહાર જ  મૃત   સિહનાઅવશેષો  પણ   જોયા.  આથી   તપાસ માટે કૃષ્ણ  પોતે  એકલા    ગુફામાં પ્રવેશ્યા  અને    સાથીદારોને બહાર રોકાવા  સુચવ્યુ.    ગુફા  ઋક્ષરાજ   જાંબવાનની હતી અને ત્યા   કૃષ્ણએ કેટલાક  બાળકોને   આ મણી  સાથે રમતા જોયા કોઇ   અજાણ્યા  સ્વરૂપને  જોઇને  બાળકોએ    ચીસ   પાડી અને તેમની ચીસ   સાંભળીને  જાંબવાન દોડી   આવ્યા  અને  તેમને કૃષ્ણને જોયા.કૃષ્ણએ તેમનેપ્રણામ કર્યા અને  પોતાના  આગમનનુ કારણ જણાવ્યુપણ  જાંબવાનને સંતોષ  ના થયો.  અને તેમણે  કૃષ્ણને લલકાર્યો.  કૃષ્ણએ કહ્યુ કે  હે  ઋક્ષરાજ મારે  આપની  સાથે કોઇ   વેર  ભાવ   નથી  કે  ના   તો  મારે આપની  સાથે યુધ્ધ  કરવુ  છે  પણ  મારા  માથે ખોટુ  આળ  આવેલુ  છે તે   મીટાવવા માટે  જ હુ   અત્રે આવ્યો  છુ  પણ  જાંબુવન ના   માન્યો અને  તેણે  કૃષ્ણને લલકાર્યો  કે  તમે   નાહક મારા  સંતાનોનુ રમકડૂ  છિનવી લેવા માગો છો   અને  તે  હુ  તમોને હરગીજ   નહી  આપુ  - આમ  બન્ને વચ્ચે ઘોર  યુધ્ધ   શરુ  થયુ  જે   સતાવીસ દિવસ  ચાલ્યુ –   સત્તાવીસ  દિવસ   સુધી જ્યારે જાંબવાન  જીતી ના શક્યો  ત્યારે  તેને   લાગ્યુ જ કે  આ મારા  ભગવાન  રામજી સિવાય   બીજુ  કોઇ   ના  હોઇ   શકે   -  મારી  સાથે  યુધ્ધમાં  ટકી શકવા   માત્ર  રામજી જ  સક્ષમ   છે – આથી   તેણે હળવાશય્હી કૃષ્ણને પુછ્યુ  કે  પ્રભુ આપ   રામજી તો   નથી  ને  ?   કૃષ્ણ માર્મીક   હસ્યા  એટલે   જાંબુવાનને ખાત્રી થયી  ગયી  કે  આજ  તો   ભગવાન  રામનો  બીજો અવતાર   છે  તેથી તેણે    રામાવતાર  વખતનુ  રામે  તેને   આપેલુ  વચન   યાદ  દેવડાવ્યુ  -  કૃષ્ણએ કહ્યુ કે  મને   યાદ   છે  જ હુ   આપની પુત્રીનુ  પાણિગ્રહણ અવશ્ય  કરીશ     રામાવતારમાં  હુ   એક  પત્નીવ્રતથી  બંધાયેલ હતો  જ્યારે      અવતારમાં  અમારી  પરંપરા  મુજબ  એક પત્નીવ્રત  ફરજીયાત નથી   બહુપત્નીત્વની  છુટ    છે   આથી  હુ  આપને  આપેલુ  વચન  વિના  અવરોધે  પુર્ણ કરીશ. અને   આમ   જાંબુવાને  પોતાની પુત્રી અને   સ્યમંતક   મણી  કૃષ્ણને આપી   તેમને  વિદાય કર્યા
કૃષ્ણના    સાથીદારો જે  બહાર  રાહ  જોઇને ઉભેલા તે  થાક્યા   અને   તેટલામા તો કોઇએ  લોહીના રેલા   બહાર  આવતા જોયા   અને  તેમને  લાગ્યુ કે   કદાચ આપણા કૃષ્ણને  પેલા   ગુફાના   જંગલી  જાનવરે  મારી  નાખ્યા  લાગે છે   આથી  તે  આ દુ:ખદ   સમાચાર  સાથે દ્વારકા પહોચી ગયા  અને  રાજમહેલમા  રોકકળ મચી   ગયી  -  જો કે બલરામ આ વાત  માનવા  તૈતાઅર નહોતા.   એટલામાં જ કૃષ્ણ  એક   નવી  રાણી  અને  સ્યમંતક  મણી   સાથે આવીગયો   છે   જાણીને   સૌ   આનંદવિભોર  બની  ગયા..  કૃષ્ણએ  સત્રાજીતને   બોલાવ્યો અને  તેને તેનો મણી  આપી   દીધો. સત્રાજીત  તમામ માહીતી  સાંભળીને  ડઘાઇ ગયો   તેને   લાગ્યુ કે  હવે  આ કૃષ્ણ અને  બલરામ મને   ખોટુ આળ   ચઢાવવા  બદલ   છોડશે નહી  આથી  તે  ગભરાઇ  ગયો  ,  શરમિંદો પડી  ગયો   અને   છોભીલો  પણ  પડી  ગયો   અને  તેણે કૃષ્ણને  પ્રાર્થના કરી   કે   આપ મને  માફ  કરો  અને    મણી   આપ   સ્વીકારો  અને   સાથે સાથે  મારી પુત્રી  સત્યભામાનુ પાણિગ્રહણ પણ  કરો.  કૃષ્ણએ   મણી  તો   સત્રાજીતને  પાછોજ આપ્યો  , સત્યભામાને સ્વીકારી જેથી  સત્રાજીતનુ    દુ:ખ પણ  દૂર    થાય
પાપાજી
ક્રમશ  :





  


No comments:

Post a Comment