Laghu bhagavat 76 to 80 Five chpters

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         76

                                       -: વા  રા ફ  ર તી  વા  રો   : -

        કંસનો  વધ   થયો ,  તેની  ચંડાળ ચોકડીના અન્ય   સભ્યો  “  જરાસંધ  , શિશુપાલ , કાળયવન , શાલ્વ  :  વિ.વિ. વિ.  તો  ગયા .  ભગવાન  તો ભક્ત  વત્સલ  છે- પરીક્ષીત :  તેમના  હાથે આ  બધા  પાપાત્માઓનો  એક   યા  બીજી  રીતે વધ   થયો  પણ   તે  વધથી  પણ   તે  પાપાત્માઓનો  તો  ઉધ્ધાર  થયો. હવે   જે   સામે પડે  તેનો  વારો  :  અને  તે  માટે  કતારમાં  ઉભો હતો  દંતવક્ત્ર . રાજન  મે આપંને જણાવેલ   છે  જ:  એકની  એક   વાત ફરી   એક વાર  ઉચ્ચારૂ  છુ : પાપાત્માનો  વિનાશ  તે   પાપાત્માઓની  મુક્તિ  છે :  જય અને  વિજય  તો   તેમના  જ  પાર્ર્ષદો  હતા  પણ  કર્મયોગે  તેમને   પણ  અસુર  યોનીમાં  જન્મ  લેવો  પડ્યો   હતો  અને  તે  અસુર  યોનીમાંથી  પણ   ભગવાને તેમને  મુક્તિ  અપાવી   હતી  -  તેમના   અસુર  યોનીના   બે  જન્મ   તો  પુરા  થયી  જ  ગયા  હતા  અને  આ  તેમનો   છેલ્લો જન્મ  હતો  :   એક  શિશુપાલ  રૂપે અને   બીજો  દંતવક્ત્ર  સ્વરૂપે  દ્વાપરમાં  અવતર્યા  :  એક ને  તો   પાછો  બોલાવી  લીધો અને  હવે  બીજાનો    વારો   છે  :    દંતવક્ત્ર ખુબ  ગુસ્સામાં   હતો.   તેને   લાઅગ્યુ  કે  આ  કૃષ્ણએ   જ   પોતાના   બધા  મિત્રો  અને   સહયોગીઊને  મારી   નાખ્યા   છે. અને તે  પણ   દગા ફટકાથી  આ    શાલ્વને    પણ   હણી   નાખ્યો  આજે  તો  હુ  આ  દરેક   મારા  મિત્રો  અને  સહયોગીઓનુ   યોગ્ય તર્પણ આ  ગોવાળિયાને  હણીને   જ કરીશ. અને  મારા  મિત્રોનાઅ  મોતનો બદલો  જરૂર  લયીશ.આમ   વિચારીને  તે   એકલો   મેવ્દાનમા6   કુદી  [પડ્યો અને  કૃષ્ણને   લલકાર્યા. , વાણિ  વિલાસમા  તે શિશુપોઆલ જેવો  જ  ઉધ્ધત અને  અવળચંડો હતો. તે   પણ  કૃષ્ણના ફોઇનો    જ   દીકરો હતો. અને  કૃષ્ણને   ત7એના   માટે કોઇ  પુર્વગ્રહ  નહોતો –તેમની  દરેક   ફોઇઓ   પ્રત્યે  વાસુદેવને  માન  હતુ   અને  તેમનુ હિત  કરવા  તે  તત્પર  જ  રહેવ્તા  હતા. શિશુપાલ   માટે  પન  તેમણે  ફોઇને  વચન  આપેલુ  કે  તે   શિશુપાલ   સો   ગુના કરશે   ત્યા  સુધી   હુ  લ્ખામોશ  રહીશ  અને  વગર   વિરોધે  સહન  કરતો   રહીશ  પણ    વિધાતાએ  જે  લખ્યુ  છે  તેમાં  તો  મારો કોઇ  ઇલાજ  નથી  હુ  વિધાતાની  ઉપર  સામાન્યરીતે    જયી  શકુ – દંતવ્ક્ત્રને  પણ  કૃષ્ણએ   સામા  જવાબ   આપવાનુ તો   ટાળ્યુ  પણ  દંતવ્ક્ત્ર   અટક્યો નહી  અને ગદાથી  તેણે કૃષ્ણા   ઉપર  હુમલો  કર્યો..  ફોઇનો  દિકરો  હોવાના  નાતે પોતાનો  ભાઇ  ગણીને  તેને સમજાવવામાં  અને   જતો  કરવામાં  કૃષ્ણને   કોઇ  વાંધો નહોતો  પણ  માને  તો    દંતવક્ત્ર શાનો ?  થોડીક રલઝક   અને  થોડા   નાના  સરખા   દંતવક્ત્રના    હુમલાઓ  પછી  કૃષ્ણએ  તેને   પણ   ચેતવ્યો  પણ   તે  નામક્કર  જ   ગયો   અને  ડંફાસો  જ   મારવા  લાગ્યો – અરે   ઓ કાયર ગોવાળિઆ  તારી કોઇ  હેસિયત   જ નથી  કે તુ   મારી સામે ટકી   જ શકે   જ નહી ભાગ અહીથી  અને  દ્વારકા ભેગો થયી   જા – એક વાર  તો  જરાસંધે તને   મથુરાથી  ભગાડી મુક્યો હતો આજે  હુ  તને  ભગાડીશ  -  આવા  અનેક વ્યર્થ બકવાસ  સાંભળી લીધા  બાદ  કૃષ્ણએ    નક્કી કર્યુ  કે  હવે   આનો   અંત  સમય  આવી   ગયો છે  તેને આ  છેલ્લા  ફીવ્રામાંથી મારે મુક્ત  કરવાનો છે  અને  આમ   વિચારીને વાસુદેવે પોતાની કૌમુદી  ગદા  વડે   તેની   છાતી  પર  એવો   જોરદાર પ્રહાર  કર્યો કે પળ   બેપળમાંતો   દંતવક્ત્ર   લોહી ઓકતો  જમીન  પર ફસડાઇ ગયો અને  તે મ્રુત્યુ  પામ્યો.  આ  સમયે  પણ   દંતવક્ત્રના  શરીરમાંથી એક  જ્યોતી  નીકળી અને  તે  કૃષ્ણના  શરીરમાં  સમાઇ  ગયી. હવે  મેદાનમાં કોઇ  ખાસ   રહ્યુ  નહોતુ.આ   વિરોધીઓનુ  લશ્કર  વેર  વિખેર  થયી  ગયુ   હતુ. પણ  વિદુરથ  એક   યોધ્ધો  હતો  અને   પાછો   આ    પાપાત્મઓનો  ભાઇ :  મારા  ભાઇના  મોતનો બદલો  મારે જ લેવો   પડે.  આમ   વિચારીને  તે  કૃષ્ણની   સામે પડ્યો.  અને  તે    પણ  પળ બેપલમાં  તો   હણાયો.  એક   પછી   એક   જતા  ગયા.
         બીજી બાજુ મોટાભાઇ  =-બલરામજી જાત્રા  પર  હતા  અને   જ્તાં  પણ   જાય  ત્યાં  તેમનુ સન્માન ગ્થતુ  હતુ. તમામ  ઋષી  મુનીઓ  સાધુ  સંતો તે  જ્યાં પન    ગયા  ત્યાં  તેમનુ આદર્પુર્વક  સન્માન કરતા  હતા.   ફરતા ફરતા તે    સરસ્વતીના  કિનારે એક  તિર્થસ્થાને  આવી  ચડ્યા  જ્યાં   કથા  ચાલતી  હતી  અને  વ્યાસપિઠ પર   વ્યાસજીના    શિષ્ય  રોમહર્ષણજી  -સુતજી  બેઠા  હતા. જેવા    બલરામજી  આવ્યા  કે  તરત   જ   સૌ   બ્રાહમણો  ઋષી  મુનીઓ  ઉભા  થયી  ગયા  અને   આદર  પુર્વક  બળરામજીનેપ્રણામ  કર્યા    પણ    સુતજી  ઉભા  નાથયા  - વય   મર્યાદાને  કારણે તેઓ  અશક્ત  પણ  હતા  પણ   ઉગ્ર સ્વભાવ વાળા  બલરામજીને  તે  ગમ્યુ  નહી  અને એકદમ  ગુસ્સામાં તેઓ  બોલ્યા  : અરે  આ સુત જાતિ અને  તે  પણ   પાછો   બ્રાહ્મણોને યોગ્ય  તેવા  આસને    વ્યાસપીઠ પર બેસી ગયો  છે    અને  સૌ  ઉભા  થયીને  મારુ  સન્માન કરે   છે   પન  તે  ઉભા  થતા  નથી આમ  વિચારી એક  અવિચારી  અને  ઉતાવળિયુ  પગલુ તેમનાથી ભરાઇ  ગયુ  અને  તેમણે  ગુસ્સામા ને   ગુસ્સામાં   સુતજીની હત્યા કરી  નાખી.  હાજર  સૌ  ઋષીમુનીઓને   બલરામજીનુ   આ પગલુ ગમ્યુ નહી   અને  તે  સૌએ    ભેગા  મલીને  તેમનો પ્રતિકાર કર્યો કે  જે  વ્યક્તિ  વ્યાસપીઠ  પર  હોય તે   ગુરુ સમાન ગણાય-અને  ગ્તેમની   હત્યા તે બ્રહ્મહત્યા   ગણાય  અને  બલરામજીએ  તેનુ પ્રાયશ્ચિત કરવુ  પડે.અમે જ  સુતજીને વ્યાસપીઠ પર  બેસાદ્યા હતા અને  વય   મર્યાદા  અને  અશક્તિને  કારણે  તે  ઉભા  ના  થયી  શક્યા તે  તેમની અપમાન  કરવાની વૃત્તિ  નહોતી  પણ  એક  માત્ર  શારીરીક  દુર્બળતા  હતી   માટે  બલરામજીએ તેનુ પ્રાયશ્ચિત કરવુ  પડે  .  જો  કે   બલરામજી  દિલના   ઉદાર  સમજુ   અને  સિધ્ધ  પુરૂષ  હતા   તેમણે  પન  પોતાનો  દોષ  સ્વીકાર્યો   અને ગુસ્સાના   આવેગમાં કરાયેલ   કૃત્ય  નિંદનીય  છે  તે પન  સ્વીકાર્યુ અને  પોતે   પ્રાયશ્ચિત  કરવાનુ નક્કી  કર્યુ અને  ઋષીમુનીઓને  તે  માટે ઉપાય   સુચવવા  જણાવ્યુ. હાજર  બ્રાહ્મણો અને અન્ય ઋષી મુનીઓના  સલાહ   સુચન મુજબ  તેમણે  રોમહર્ષણજીના   પુત્રને   વ્યાસપીઠ પોઅર   બેસાડીને પોતાના    બ્રહ્મહત્યાના   પાપનુ નિવારન  કર્યુ   અને  તેથી  પણ  વિશેષમા   તેમણે  આ  સમસ્ત ગનને કહ્યુ કે મારી  ભુલનુ આ  જ એક  માત્ર  પ્રાયશ્ચિત નથી  હજુ   પણ  આપ    મારી  પાસે કયીક  માગો  જે  આપની માગણ્બી   હશે તે  અવશ્ય પુર્ન કરીશ અને   મારા   પાપમાંથી  મુક્ત થયીશ. સૌએ    જણાવ્યુ કે  એક   રાક્ષસ બલ્વલ અમારા   યજ્ઞોનો ધ્વંસ   કરે   છે   આપ  તેને સજા   આપો અને  તેના  ત્રાસમા6થી  અમોને છોડાવો  અને   બલરામજીએ  તેમની  એ માગણી પન  સ્વીકારી. અને પોતાના પાપનુ   પ્રાયશ્ચિત  કર્યુ.
પાપાજી
ક્ર,મશ ;



Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         77

                                           -: પ્ર   દ્યુ   મ્ન   : -
શુકદેવજી  કહે  છે :   હે  રાજન :  સાંભળો  : એક  કહેવત  છે  :  “ બાપ  એવા   બેટા   ......  “ અને  બીજી   પણ  વાયકા   છે :  “ પુત્ર   લક્ષણ  પારણામાંથી     .........  “  લીલાધરના   સંતાનની પણ   લીલાઓ   જાણવા  જેવી   છે.
         એક   રાક્ષસના   વધ  માટે જરૂરી  વરદાન  હતુ  કે    માત્ર   શિવજીનો   પુત્રજ  તેનો  વધ  કરી  શકે   :  શિવજીનો  પુત્ર  ત્યારે  જ મળે    કે  જ્યારે  આ  મહાયોગી  લગ્ન   કરે  :  આ મહાયોગી  લગ્ન  ત્યારે  જ   કરે  કે  જો  તે  તેની  સમાધીમાંથી  જાગૃત   થાય   :  અને  તેમની સમાધી  તોડાવવા   માટે  કામદેવને   સુચન  કરવામાં  આવ્યુ .  લોકહિતાર્થે  કામદેવજીએ  તે સુચન  સ્વીકાર્યુ   કે  તેઓ  શિવજીની  સમાધિ  તોડાવશે – અને   તે  શિવજીની   સમાધિ તોડાવવા  માટે  કૈલાશ  ગયા  અને ત્યાં  પોતાની  વિદ્યા અને   કળાના   જોરે  તેમણે  શિવજીની   સમાધિ તોડાવી  પણ  ખરી  પણ તેનુ  પરીણામ અણધાર્યુ  આવ્યુ :  શિવજી  અત્યંત  ક્રોધીત  થયા  અને  પળનો   પણ  વિલંબ  કર્યા સિવાય    તેમણે   પોતાના  ત્રીજા  નેત્રના  પ્રભાવથી કામદેવને   પળમાં તો  ભસ્મ  કરી  દિધો. કોઇએ  આવા પરીણામની  ધારણા  નહોતી  રાખી.  કામદેવના  અવસાનથી તેની પત્ની રતિ  અત્યંત  દુ:ખી  અને  વિહ્વળ  બની  ગયી  અને   સીધી કૈલાશ  ગયી  અને  શિવજીને  રીઝવ્યા  - હે  રાજન    - શિવજી    એક  એવા  દેવ  છે  જે   રુઠે   છે  પણ  જલદી જલદી  અને   રીઝે  છે  પણ  એટલી  જ   ઝડપે –તેમણે  રતીની ઇચ્છા હોય  તે  જણાવવા   કહ્યુ.  રતિએ અતિ    વિનમ્ર સ્વરમાં   કહ્યુ કે હે  દેવાધિદેવ મારા  પતિએ  તો   લોકહિતાર્થે  જ આપની સમાધિ  તોડાવવાનો પ્રયત્ન  કર્યો  હતો  પણ  આપે   અતિ  ઉગ્ર આવેશમાં તેનો હેતુ પણ   જાણ્યા વગર   જ  તેમને  ભસ્મ   કરી   દીધા -   દેવોએ પણ   શિવજીને  પ્રાર્થના   કરી  કે  રતિની વાત   સાચી  છે  તેમા    કામદેવનો કોઇ    દોષ  નથી. આથી  શિવજીએ   કહ્યુ   કે  જે   થયી    ગયુ તે   વિધિનુ જ વિધાન  છે   પણ કૃષ્ણાવતારમા  કામદેવ   વાદુદેવ કૃષ્ણના   પુત્ર સ્વરુપે પ્રગટ    થશે  અને  તે  સમયે  રતિ  સાથે તેમનો મેળાપ  તેમની  પત્ની  તરીકે  થશે. અને  તે  બન્ન્રે  :આ દંપતિ  લાંબુ  સુખસમૃધ્ધીભર્યુ  આયુષ્ય  ભોગવશે.
        અને  કૃષ્ણના    ઘેર    પારણુ  બંધાવાનો  દિવસ  આવ્યો. લક્ષ્મીજીના અવતાર   સમાન  રુકમીનીજીએ   એક  પુત્રને  જન્મ  આપ્યો. દ્વારકામાં  આનંદોત્સવ   મનાવાયો – યાદવ  કુલનો  સૌથી મોટો વારસદાર આવ્યો – રાજમહેલ આનંદમાં  તરબોળ  થયી ગયો. સૌ   ખુશ  હતા  પણ  એક  સંબરાસુર  જેના   માથે  ઘાત હતી  કે  કૃષ્ણનો    પુત્ર  તેની  હત્યા કરશે  :  તેના  પેટમાં  તેલ   રેડાયુ અને તે  વિચારવા  લાગ્યો કે   કેવીરીતે આ   બાલકનો  નાશ  કરવો –અને તેણે સુતિકાગૃહમાંથી  જ  સીધા બાળક  પ્રદ્યુમ્ન ની  ઉઠાંતરી   કરી   અને   પોતાની      માયાના   જોરે તે  બાળક પ્રદ્યુમ્નને  ઉપાડીને  સીધો જ પહોચી ગયો  સમુદ્ર   કિનારે અને   બાળકને    દરિયામાં ફેકી  દીધો. અને   તેને  નિરાંત થયી  કે   હવે કૃષ્ણ્નો પુત્ર જ રહ્યો નહી હુ  હવે   સલામત -  પણ   ભાવિના ગર્ભને  કોણ  જાણી   શક્યુ  છે  ?   દરિયામાં  ફેકાયેલ  બાળકને એક મોટો  મગરમચ્છ ગળી  ગયો અને તે  જ   સમયે ત્યાં આવેલા  એક  માછીમારની  જાળમા આ જ મગરમચ્છ પકડાયો  આટલો મોટો  મગરમચ્છ  પકડાતાં માછીમાર  રાજી થયો  અને  તે  તેને સંબરાસુરને  ભેટ  આપી   આવ્યો- રાજાએ તેને  રસોડામાં  મોકલી  દીધો અને   રસોડામાં રસોઇયાએ તેને  ચીરતાં તેમાંથી  એક   બાલક  નીકળ્યુ – તે  વખતે   સંબરાસુરની દાસી માયાવતી  ત્યાં ઉભી  હતી   તેણે   આ    બાળકને  પોતાની  પાસે રાખી લીધુ. બાળક અતિ  દેદીપ્યમાન  હતુ -  તે  ખુશ  થયી   - અને  એટલામાં જ નારદજી      પધાર્યા  અને   દાસી   માયાવતીને  તેના  પુર્વ જન્મની વાત  કહી   સંભળાવી. આથી તો  માયાવતી  ખુબ  જ  હર્ષિત બની  ગયી  અને  તેણે  બાળકનુ  જતન  કાળજીપુર્વક કરવા માંડ્યુ = બીજી  બાજુ દ્વારકાના  મહેલમાં  તો  હાહાકાર મચી ગયો  - કૃષ્ણાના  મહેલમાંથી  બાળક  ગુમ  અને  કોઇને  કશી  ખબર  પણ  ના  પડી  ?   રાજન  આપને પણ  એમ થશે  જ  કે વિષ્ણુના અવતાર સમા  કૃષ્ણ  અને  તેમને  પણ  ખબર ના પડી  ?  પણ  એવુ નથી  -   એવુ   શુ    છે  કે  જેની    પરમાત્માને  ખબર  નથી  ? તે તો  જાણતા  જ હતા  પણ  વિધીના  વિધાન   મુજબ  તેમની ખામોશી  જરૂરી હતી.   દેવી  રૂકમિનીજીએ કરગરીને  કહ્યુ કે   આપના જેવા  સમર્થ  મહારથીનુ  સંતાન ગુમ  થાય  અને  આપ  આમ   નચિંત કેમ   છો  -?   પ્રભુ આપે   તો  માતા દેવકીજીના  છ બાળકો   સાથે તેમનો મેળાપ   કરાવી  આપ્યો   છે  -  ગુરુપત્નીના ગુમ  થયેલ  પુત્રને પણ   પાછો   ગુરુપત્નીને લાવી  આપ્યો  છે અને મને   કેમ તડપાવો   છો   ? પણ  કૃષ્ણએ  માર્મીક  હાસ્ય સાથે  કહ્યુકે   દેવી  સમયની  રાહ  જુવો  -  સૌ સારા  વાના  થશે.
        સંબરાસુરના  મહેલમાં જ  બાળક પ્રદ્યુમ્ન  ઉછરી   રહ્યો   છે -  માયાવતી  તેના  પતિનુ  કાળજીપુર્વક  જતન  અને  સેવા  કરે  છે  - દિવસે દિવસે   પ્રદ્યુમ્નનુ   રૂપ નીખરતુ જાય  છે  અને સમજ પણ  વધતી જાય   છે – તેને  લાગે  છે  કે  મારી  માતા  મારા પર  માતા જેવા   વાત્સલ્યને  બદલે    પત્નીજેવો પ્રેમ  કેમ  કરે  છે  - ત્યારે માયાવતીએ  પ્રદ્યુમ્નને  તમામ હકીકત જણાવી અને કહ્યુ કે  આપને આ    માયાવી   રાક્ષસનો  વધ  કરવાનો  છે – હુ  આપને એક   મહામાયા    જેવી  અણમોલ  વિદ્યા આપુ   છુ  જે   સંબરાસુરની  તમામ માયાને નષ્ટ  કરી   દેશે  અને હવે   આપ જરૂરી મનોબળ ભેગુ કરીને સંબરાસુરનો વધ  કરો. તમામ હકીકતો  સાંભળીને પ્રદ્યુમ્ન  માનસીક  રીતે  સજ્જ  થયી   ગયો  અને તેણે સંબરાસુરને યુધ્ધ  માટે  લલકાર્યો  - સંબરાસુર   ક્રોધિત થયો  અને તેણે એક   મોટી ગદાનો પ્રહાર  પ્ત્રદ્યુમ્ન  ઉપર કર્યો  પણ   પોતાની પાસેની મહામાયાના પ્રતાપે  તેણે  સંબરાસુરની  ગદાનો  ઘા ચુકવ્યો અને  પછી   તે   જ  મહામાયાના પ્રતાપે તેણે  સંબરાસુરનો વધ  કરી   દીધો  અને  પોતાની પાલક  તેવી  પોતાની પુર્વ  જન્મની  પત્ની  પાસે આવીને  તેને  સંબરાસુરના  મોતના  સમાચાર  આપ્યા. બરાબર તે  જ   સમયે નારદજી  પ્રગટ થયા  અને આ સારા  સમાચાર  સાથે  તેમને દ્વારકા  જવા  જણાવ્યુ.  આમ   આ   નવદંપતી   સ્વરૂપે  પ્રદ્યુમ્ન  અને   રતી દ્વારકાના    રાજમહેલમાં પહોચ્યા – નારદજી  ત્યાં   પણ   ઉપસ્થિત   હતા   અને  તેમણે  સૌ   પ્રથમ આ સમાચાર  દેવી રુકમીનીને   આપ્યા અને  દેવીરુકમીનીજી તો  આભા  જ  બની ગયા – આ   અતિ સૌદર્યવાન   યુગલ કોણ  હશે  તે   વિચારવા લાગ્યાં  -  નારદજીએ  સૌને   તમામ હકીકત જણાવી  -પુર્વજન્મ   થી  માંડીને  સુતિકાગૃહમાંથી  ઉઠાંતરી  થયેલ  બાળક   અને  તે  પછીની પણ  તમામ  હકીકતથી  વાકેફ   કર્યા – આ  વાર્તાલાપ   ચાલતો  હતો  અને  તે  જ  સમયે વાસુદેવ પોતાની માતા  દેવકી અને  પિતા  વસુદેવ  સાથે  મહેલમાં પ્રવેશ્યા.  પ્રદ્યુમ્ન   અને    રતીએ  સૌ   પ્રથમ    દાદા  -  દાદીના  આશિર્વાદ   લીધા અને  પછી પોતાના માતાપિતાના આશિર્વાદ લીધા  અને  તે   પછી  મહેલના  તમામ નિવાસીઓ અન્ય પટરાણીઓ   અને   તમામના આશિર્વાદ લીધા. પહેલા   પરાક્રમ   સાથે પહેલો  વારસદાર પહેલી વાર   મહેલમાં આવ્યો  અને આનંદમંગળ   વર્તાયુ.
પાપાજી
ક્રમશ


Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         78

                                           -: ત્રીજી  પેઢી   : -
     શુકદેવજી   કહે   છે  :  સાંભળો   રાજન  :  હવે  આપણી  પાસે  સમય   ઓછો   છે  : શ્રી  કૃષ્ણા  અને  તેમના   સંતાનોની  પણ  લીલાઓ   અપાર   છે -  તે  દરેક  લીલાનુ  વર્ણન  કરવુ તો  શક્ય   નથી પણ   છતાંય હજુ   એક   પેઢીની  લીલા   સાંભળો : ભગવાન  કૃષ્ણનો  પુત્ર પ્રદ્યુમ્ન  અને   પૌત્ર અનિરુધ્ધ. સ્વાભાવિક   છે કે દાદાને   મુડી  કરતા   વ્યાજ  વધારે વહાલુ હોય – અને આમ   અનિરુધ્ધ વાસુદેવનો લાડકો  હતો  અને  જ્યારે  વાસુદેવ તેને  વધારેવજન  આપતાઅ  હોય  ત્યારે  અન્ય  કુટુંબીજનો પણ  તેટલો  જ  પ્રેમ  કરતા  હોય  તે  પણ  એટલુ જ   સ્વાભાવિક  છે. અને  આમેય  હે   રાજન  :  મોરનાં ઇંડાં   ચિતરવાં    પડે  ?
        એક   બાજુ   યાદવ  કુળનો   પૌત્ર    છે  તો   સામે  છેડે  અસુરકુળનો  વારસપણ   ઉભો   છે  :  ભક્તપ્રહલાદ ના   કુટુંબમાં  થયા  મહાન  દાનેશ્વરી બલી   રાજા  અને  બલીનો   સૌથી મોટો  પુત્ર  તે બાણાસુર : અતુટ  સામર્થ્ય    ધરાવતો  શક્તિશાળી   અને  એટલો   જ  ઘમંડી  - અને   પાછો   શિવજીનો પરમ  ભક્ત.  તેણે  શિવજીને  પ્રસન્ન  કરેલા   અને  શિવજી આપેથી વરદાન માગી   લીધેલુ કે  મને  હજાર   હાથ  મળે  અને  હુ  કોઇથી  પણ  જીતી  શકાઉ   નહી   - આપ   એ   પણ  જાણો   છો  કે   રાજન   , શિવજી  વરદાન  આપવામાં ખુબ  ઉદાર   છે  અને   તેમને  વરદાન  આપી  દીધુ  હજાર   હાથ   મળતાં    તો   બાણાસુર   જમીનથી  દશ   ફુટ    અધ્ધર    હવામાં   ઉડવા   લાગ્યો  અને   ગમે  તેને  યુધ્ધા  માટે   લલકારવા  લાગ્યો -  પણ  તેની  સામે કોઇ  ઉભુ  જ  રહે  નહી – આથી   થાકીને કંટાળીને તે  કૈલાશ  ગયો  અને અભિમાનથી   શિવજીને જ  કહ્યુ  કે ભગવાન આપે   મને  વરદાન તો  આપ્યુ   પણ  સામે લડનાર  તો કોઇ  જ  આપ્યો નહી  ?  માટે   અને   મારો  સામનો  કરે   તેવો યોધ્ધૂ આપો અથવા  તમે  જ  મારી    સાથે યુધ્ધ  કરો.  શિવજી   તેની   વાત સાંભળીને અત્યંત  ગુસ્સે  તયા  અને  કહ્યુ કે મુર્ખ બાણાસુર :  તુ  આ શુ  બકે   છે  ?  તારુઅભિમાન  જ  તને  ખાઇ  જશે  - જા   જ્યારે   તારા  રથની ધજા  તુટી   પડે  ત્યારે   માનજે  કે  તારો  હરીફ   અવતરી   ચુક્યો   છે.  બાણાસુર   તો  ખુશ  થયો   - ચાલો મારી   ધજા  ક્યારે  તુટી  પડે  -અને   તેનો   હરીફ   તે   તેનો   જ જમાઇ ભગવાનનો લાડકો  પૌત્ર  અનિરુધ્ધ.
      બાણાસુરને  એક  પુત્રી   હતી  -  ઉષા – અને  તેની  એક  બહેનપણી  હતી -  બાણાસુરના  એક  મંત્રીની   પુત્રી  ચિત્રલેખા. બન્ને  ગાઢ   મિત્રો  સમાન  - એકબીજાને   ખુબ  પ્રેમ   કરે.  એક રાત્રે  ઉષાએ   સ્વપ્નમાં   કોઇ  રાજકુમાર  જોયો અને   તે  સ્વપ્નના  રાજકુમારથી એટલી  મોહીત   બની  ગયી કે તેની  ઉંઘ  હરામ  થયી  ગઇ. તેણે   ચિત્રલેખાને  વાત  કરી   અને   તે  એક સર્વશ્રેષ્ઠ   ચિત્રકાર   પણ    હતી તેણે અનેક ચિત્રો   બનાવીને  ઉષા  સમક્ષ રજુ  કર્યા   અને  અનિરુધ્ધનુ ચિત્ર   રજુ   થતાંજ  તે  પોક્કારી ઉઠી  -   હા   સખી  -  આ  જ મારા સ્વપ્નાનો  રાજકુમાર  છે – ચિત્રલેખા યોગબળ   પણ  ધરાવતી  હતી  અને   તેણે  જાણી લીધુ કે  આ  તો  દ્વારકાધીશનો પૌત્ર  અનિરુધ્ધ  છે.   તેણે ઉષાને  સાંત્વન આપ્યુ અને  કહ્યુ કે  તુ  ચિંતા  નાકરીશ   હુ અનિરુધ્ધને લાવી  આપીશ .અને તે એક રાત્રે દ્વારકા  પહોચી – અને   આરામથી  સુતેલા   અનિરુધ્ધને  પલંગ સમેત  ઉપાડીને  ઉષાના  મહેલમાં  લાવી દીધો.  ઉષા   તો એકદમ  હર્ષોલ્લાસમાં પાગલ  બની  ગયી  અને  ચિત્રલેખાને ભેટી પડી  અને  અનિરુધ્ધ  સાથે આનંદથી વિહાર કરવા લાગી.
        હવે જુવો   દ્વારકાના   હાલ  હવાલ  : મહેલમાંથી  રાજકુમાર અનિરુધ્ધ તેના પલંગ    સાથે જ   ઉપડી  ગયો  અને  કોઇને  ખબર  પણ  ના  પડી  - આ કેવુ કૌતુક  ?  સૌથી પહેલો   શક રુકમીનીજીને  થયો  કે  આ  બધુ   શુ  છે  ?  કાનુડાની   કોઇ   બીજી લીલા  જ લાગે  છે -   પ્રદ્યુમ્ન   ગુમ  થયો ત્યારે પણ  તે   ચુપ  હતો  અને  આજે  પણ  તેના  પેટનુ પાણી  પણ   હાલતુ  નથી  - પણ  તે  કૃષ્ણની   શક્તિથી પરિચિત હતાં -  આથી  તેમણે  પણ  જ્યાંસુધી કૃષ્ણ   ના  બોલે ત્યાં  સુધી   મૌન   જ રહેવાનુ   મુનાસિબ માન્યુ.  ચારે  દિશામાં   અનિરુધ્ધની  શોધ  ચાલુ થયી ગયી.  પણ  તેનો  અતોપતો    ના  મળ્યો.  જ્યારે અનિરુધ્ધ  લહેરથી  બાણાસુરના   મહેલમાં  ઉષા   સાથે  રંગરેલીયા  મનાવે  છે અને  બાણાસુરને પણ  તેની  ખબર  પણ  ના  પડી   - જોયુ ને આ  લોકો કેવી  રમત – ના  ના  -  રમત   નહી   લીલાઓ  રમે   છે  ?   પણ  આ  છુપા   છુપીના  ખેલ  કેટલુ  ચાલે ?રાજસેવકોએ  રાજાને  ફરીયાદ કરી  કે  કોઇ ક તો   છે  જે  રાજકુમારીને મળે છે  અને  રાજકુમારી  કૌમાર્ય  ભંગ   પણ   કરી   ચુકી છે  -  આથી  ગુસાની આગથી બબડતો    ફફડતો  બાણાસુર  ઉષાનામહેલ  પર્ર   આવે  છે  અને તે  જેવો અનિરુધ્ધને દેખે  છે કે  તરત  જ સૈનિકોને  હુકમ   આપ્યો  કે  પકડી  લો  આ  દુષ્ટ ને   અને   મારી  સામે બંદી બનાવી હાજર  કરો -  પણ  માત્ર  સૈનિકો જ  નહી  સમગ્ર લશ્કર જ  હારી    ગયુ -  અને નવાઇની   વાત  તો એ બની કે  બાણાસુરના    રથની   ધજા  તુટી પડી  -આથી  દુ:ખી  થવાને  બદલે બાણાસુર ખુશ  થયો  -   ચાલો  કોઇ  ક  તો  યિધ્ધો  મને   મળ્યો  જે  મારી  સામે  લડવા   આવશેઅને તેને હુ  પુરો  કરીશ - પણ  તેને  ખબર  અંહોતી કે  તે  તો  તેનો  જ  જમાઇ  છે.   મ્યારે  લશ્કર પાછુ પડ્યુ ત્યારે  તે  પોતે  અનિરુધ્ધનો  સામનો કરવા  ગયો  અને  પોતાની  માયાવી  જાળથી અનિરુધ્ધને  નાગપાશમાં બાંધી  લીધો . પાછા  નારદજી આવ્યા દ્વારકા  અને   શોણિતપુરના   સમાચાર  આપ્યા  કે  અનિરુધ્ધને  તો  બાણાસુરે  પકડીને  બાંધી રાખ્યો છે આથી  યાદવ સેના   કૃષ્ણની    આગેવાની  નીચે શોણિતપુરપહોચી. આ     યુધ્ધ  મહા  યુધ્ધ  હતુ  -  એકબાજુ    યાદવ  શ્રેષ્ઠ   કૃષ્ણભગવાન હતા  તો   બીજી બાજુ  બાણાસુર સાથે  શિવજી  હતા  -  આવો  સંગ્રામ દેવો  કે   દાનવોએ ના  તો જોયો  હતો  કે  નાતો કલ્પ્યો હતો .  આ   અદભુત અને અભુતપુર્વ  યુધ્ધ હતુ  :  એક  બાજુ  હરી અને  બીજી બાજુ  હરે : શિવજીએ  ટક્કર તો  સારી  લીધી – તેમનુ  ભુત  મંડળ અને   કારતિકેયનુ લશ્કર પણ   સાથે હતુ   પણ  કોઇની  કારી ફાવી નહી -  છેવટે શિવજીએ    કહ્યુ કે પ્રભુ :  આ  બાણાસુર  મારો  ભક્ત    છે  અને  મારે તેની રક્ષા  કરવી  જ  પડે  હવે  આપ કોઇ ઉપાય  સુચવો જે સૌને માન્ય  હોય   - વાસુદેવે   બાણાસુરના   હજાર  હાથ   આપી  નાખ્યા   અને  શિવજીને કહ્યુ કે  આપ   બાણાસુરને કહો  કે  તે  રંગે ચંગે ઉષાને અનિરુધ્ધ સાથે વળાવે.  મે   પણ   પ્રહલાદને વચન   આપેલુ જ  છેકેહુ તેના કોઇ વંશ   વારસને  મારિશ નહી  - માટે  મારે  બાણાસુરને મારવાનો તો  નથી  જ – આમ   બાણાસુરને જીવતદાન  મળી    ગયુ   અને તે  વાસુદેવની  વાત  માની ગયો.  અને  તેણે  ખુબ  ખુબ  દહેજ   આપીને  ઉષાને અનિરુધ્ધ   સાથે  વળાવી.  બધા   ખુશ : કેવો અદભુત  વળાંક
  જોયુ ને   રાજન: કેવી  અદભુત   લીલા    છે  આપણા કાનકુવરની :  સૌ  પ્રથમ તે   રુકમીનીજીને ઉપાડી    લાવ્યા – તો તેમનો પુત્ર  પ્રદ્યુમ્ન  રતિ   સાથે પહેલી વાર  મહેલમાં  આવ્યો  અને આજે   અનિરુધ્ધ  ઉષા   સાથે દ્વારકા   આવ્યો.
આજની   ઘડી   રળીયામણી    ........
કેટલો   રળીયામણો  આ   રાજમહેલ  :  એક  દિવસ  તેણે રુકમીનીજીને  વધાવ્યાં  હતા -  પછી  રતિને  પુત્રવધુ    તરીકે વધાવી  અને   આજે  ઉષાને પૌત્રવધૂ તરીકે  વધાવે   છે.
લાલાની   લીલાઓ  અપાર  છે.
પાપાજી 
ક્રમશ :



Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         79
                                -: રા   જ  ધ  ર્મ  : -
         શુકદેવજી   કહે    છે   :  હે  રાજન  : એક   ઉક્તિ   છે  :  યથા    રાજા   તથા   પ્રજા     ------ રાજાના  ગુણદોષની  અસર  પ્રજા   પર  અને  રાજ્ય  પર  વર્તાય   છે. એવુ  કહેવાય   છે કે   જે દેશનો  રાજા   ધર્મ પરાયણ  ,  નિતીવાન  ,   સંતોષી, નિરંકારી.  પ્રજાવત્સલ ,નિરુપદ્રવી , નિ:ષ્કામ , ચારિત્ર્યવાન , અને  નિર્મોહી   હધે   તેના   રાજ્યમાં    કદી  અકાળે મ્રુત્યુ  નહી   થાય  ,અકાળ  કે   દુકાળ   નહી  પડે , વર્ષા   નિયમિત   જ  હશે  ,   ધરતી  ધન   ધાન્યથી   ભરપુર  હશે, ચોરી , લુટ  કે  અન્ય  ઉપદ્રવો  નહી  હોય , તેની  પ્રજા   પણ  તેના   જેવી  જ   ધર્મપરાયણ હશે . આ ઉક્તિને   સાર્થક  કરેઅતુ  એક  માર્મિક    ઉદાહરણ   દર્શાવવામાં  આવેલ   છે.
      દ્વારકાધીશજીની   સભામાં  એકવાર એક  બ્રાહ્મણ  આવ્યો  અને  રાવ  ખાધી  કે હે   દ્વારકાધીશ : મારે   ઘેર   પુત્રરત્નની  પ્રાપ્તિ થયેલ  પણ  તે  બાળક   જન્મતાની   સાથે  જ મ્રુત્યુ  પામેલ  છે.  તેને  માટે   રાજધર્મની   આપની  કોઇ   કમી   વર્તાય  છે. એવુ  કદી બને જ   નહી  કે એક  બાળક  અકાળે  મ્રુત્યુ  પામે.  તેનો અર્થ   એમ  થાય  કે   રાજ્ય ક્યાંક  રાજધર્મ   ચુકેલ   છે. ભગવાન  કૃષ્ણએ   તેને શાંત્વન  આપીને   પરત   મોકલી   આપ્યો. પણ   તેના  જ ઘેર   બીજા  આ  જ પ્રકારના  અવસરે  પણ  આવુ  જ બન્યુ. અને  એક  વાર  નહી  બે  વાર  નહી  પણ  આઠ આઠ  વાર  આવુ  બન્યુ.  નવમી  વખતે  પણ   જ્યારે આવુ  જ  બન્યુ અને   જ્યારે  તે  એ  જ પ્રકારની ફરીયાદ  કરવા   દ્વારકાધીશ્જી  પાસેઆવ્યો  ત્યારે અર્જુન  ત્યાંબેઠેલો હતો. તેણે  વિગતે  વાત સાંભળી અને   વિપ્રદેવને  કહ્યુ  કે  હવેના   સમયે હુ  ચોકીદાર  તરીકે  હાજર હહીશ  અને  આપના  નવજાત   શિશુનુ  રક્ષણ કરીશ.  બ્રાહ્મણે કહ્યુ  કે  અમરા  રાજ્યના   કૃષ્ણ  અને બલરામ જેવા  સમર્થ  વીરો જે નથી  કરી  શકતાઅ તે   કામ  તમે  કેવી  રીતે કરશો ? હુ  તમારા  પર  કેવીરીતે  વિશ્વાસ  રાખુ  ?   ત્યારે  અર્જુન અહંકારથી  બોલ્યો  કે  આપને  મારા ગાંડીવ  ધનુષના  પરાક્રમનો   ખ્યાલ નથી  માટે  જ  આપ   આવુ બોલો  છો  પણ  હુ  આપને વચન  આપુ   છુ  કે  આપના  નવજાત  શિશુનુ રક્ષણ હુ  કરિશ અને  જો  ના  કરી  શકુ  તો  હુ  અગ્નિસ્નાન કરીશ  તેવી મારી  પ્રતિજ્ઞા  છે. વિપ્રદેવ   અર્જુનની  પ્રતિજ્ઞા  સાંભળીને  ખુશ  થયા  અને  તેમને  લાગ્યુ કે  આ  વખતે  તો   મારુ સંતાન  જરૂર  બચી  જશે – એક   નરવીરની   ભિષ્મ પ્રતિજ્ઞા    છે – જો  બાળક નહી બચે  તો   તે  પોતે અગ્નીસ્નાન કરવાનો  છે.   સમય  પસાર થયો  અને  દશમા   પ્રસવનો  દિવસ આવી  ગયો. અર્જુન તામામ રીતે  સજ્જથયીને બ્રાહ્મણના ઘર   પાસે  ગોઠવાઇ ગયો. દક્ષ     ,યક્ષ , દેવ .  દાનવ   ,  માનવ  અરે  કોઇ   જીવ  જંતુ  પશુ   પ્રાણી  પન    ફરકી નાશકે તેવી જડબેસલાક   કિલ્લેબંધી કરી  દીધી   કે યમરાજ  માટે  પણ  પ્રવેશવુ  મુશ્કેલ  બની  જાય. અને   તે ઘડી  આવી   ગયી-   બાળકનો જન્મ   પણ   થયો   પણ  બે ચાર  ક્ષણમાં  જ તેનુ પ્રાણ  પંખેરુ  ઉડી   ગયુ  - કેવીરીતે કોઇની પણ  સમજમાં  ના  ઉતર્યુ.  અને બ્રાહ્મણે   ચીસ  પાડે  ઓ અર્જુન :તુ મુર્ખ અને   મિથ્યાભાષી   છે  -  તુ   મારા  સંતાનને  બચાવી શક્યો નથી. -  તરા  જેવો  કાયર  અને  વ્યર્થ  બકવાસ મરનાર  આજસુધી મે  જોયો નથી – દ્વારકાધીશજીની સભામાં તો  મોટી  મોટી વાતોકરતો  હતો  અને  આ    મારા  સંતાનને  તો  બચાવી શક્યો પણ  નહી  - અરે  હુ  જ મુર્ખ  છુ  કે   મે  તારા  જેવા   નામર્દ  પર   વિશ્વાસ   રાખ્યો. અર્જુન  બ્રાહ્મણના વાક્બાણોથી ખુબ  દુ:ખી   થયો – પણ  તે  પણ  સાચુ જ હતુ  કે તેનુ સંતાન  જન્મ્યા  પછી  નિર્જીવ થયી  ગયુ  હતુ – તો  તેનો જીવ  કોણે  લીધો ? તે પોતાના યોગબળે   યમપુરી  પહોચ્યો અને  યમરાજા પાસે  આ  બ્રાહ્મણના  સંતાનને  પાછૂ  માગ્યુ  પણ  યમરાજાએ  નિખાલસપણે   જણાવ્યુ કે  અમે  તેના  સંતાનને  લાવ્યા નથી.અર્જુન  વિચારમાં  પડ્યો કે  જો  યમરાજ તેનેનથી  લાવ્યા તો  આ  બાળક ક્યાં ગયુ ? પોતાના  યોગબળે અર્જુન ત્રણેય લોકમાં  ફરી  વળ્યો  પણ  તેને  આ  બ્રાહ્મણના બાલકનો   કોઇ  પત્તો નાલાગ્યો.  હવે  પ્રશ્ન  આવ્યો પ્રતિષ્ઠાનો -  તેણે  તો પ્રતિજ્ઞા  કરી  હતી કે  જો  હુ  આ બાળકને  સાચવી નહી  શકુ તો  અગ્નીસ્નાન કરીશ.  અને તે પોતાની  પ્રતિજ્ઞા  પરીપુર્ણ  કરવા  માટે  અગ્નીસ્નાન કરવા   તૈયાર થયો.  આ તમામ  લીલાના  પ્રેરક એવા  ભગવાન   કૃષ્ણ  આ  બધુ જોતા  હતા – તેમણે કહ્યુ   અર્જુન  તુ  ભલે   તે  બાળકને  શોધી  ના  શક્યો  પણ   મારી  સાથે ચાલ  - આપણે બન્ને  તે   બાલકની  તપાસ  કરવા જયીયે. અને  કૃષ્ણએ    પોતાનો રથ  તૈયાર  કરાવ્યોઅને તે  અને  અર્જુન બન્ન્ને    સાથે   શોધ  માટે  નીકળી પડ્યા. હે  રાજન : ખરેખર તો  આ  બ્વ્હગવાનની  માયા: એક  પ્રકારની  લીલા જ હતી  :  આડા  અવળા  , ટિચાતા ,  કુટાતા,  અહી તહી   ભટકતા , ફરતા  આ  બન્ને   ઘણુ   ફર્યા  પણ  બાળકનો  પત્તો   તો  ના  જ  લગ્યો. હવે    કૃષ્ણને લાગ્યુ  કે   અર્જુન થાક્યો   છે   ત્યારે તેઓ  એક  વિશેષ   જગા  પર   આવ્યા  જ્યાં ભગવાન  પોતે  બિરાજમાન  હતા. તેમણે  આ બન્નેને  સાથે આવેલા જોઇને તેમનુ અભિવાદન કર્યુ અને  કહ્યુ કે  મને  આ નર  અને  નારાયણને  સાથે જોવાની ઇચ્છા હતી  - આજે  તે  પુરી થયી   છે  -આ  રીતે  તમે  બન્ન્ને  સાથે  જ મારી  સાથે આવ્વો તે  માટે જ મે  આ  બધી  વ્યવસ્થા ગોઠવી હતી.  નર સ્વરુપ અર્જુન : તુ  નિ:શંક    વેઐર  છે  -યુધ્ધો  જીતવા તે   તારામાટે  ડાબા હાથનો ખેલ   છે  પણ  તુ  ભુલી ગયો  કે  દરેક  યુધ્ધ નારાયણની  સહાયથી જ  જીત્યો  છે -  પ્રતિજ્ઞા  લેવામાં તો  તમે બધા  બહુ  શુરા  છો  -પણ  આ પ્રતિજ્ઞા લેતી વખતેકૃષ્ણને   તે   પુછ્યુ  હતુ   પણ  ખરુ  ?અરે  સલાહ  પણ   લીધી   હતી  ખરી  અરે  તને કેમ ભાન  ના  પડ્યુ કે  આ  તો  દ્વારકાધીશજીનુ જ નગર   છે  અને   ત્યાં આવુ  બંને ખરુ  ? અને  તેમની  જ  હાજરીમાં  અને  મોટાભાઇ બલરામજી  પણ   સાથે  છે  ત્યારે તુ  કયી  હેસિયતથી  તે  બ્રાહ્મણને સહાયભુત  થવા  પ્રતિજ્ઞા  લે  છે  ?  તને  મારામાં અને  કૃષ્ણમા   કોઇ   ફેર   લાગે છે  ? આવુ  મિથ્યાભિમાન  અને ગર્વ કોના ઉપર   ? આ  ગાડીવ  પર  ?  આ ગાંડીવ  તુચ્છ  છે  જો    તારી  સાથે   કૃષ્ણ    નથી. તે બ્રાહમણના   બધા  જ  સંતાનો   મારી પાસે  છે  જા   લેતો જા  અને  તે  બ્રાહ્મણને   સુપ્રત કરીદેઅને તેને  સંતોષ આપ. અર્જુન તો ડઘાઇ  જ ગયો  કે  હુ  આ  શુ  જોવુ   છુ ?આ સત્ય   છે કે  સ્વપ્ન ? તેણે   દ્વારકા  આવીને તે  બ્રાહ્મણને  તેના નવે  નવ  સંતાનો   યથા યોગ્ય ઉમર   સાથે  અર્પણ કર્યા  -રાજધર્મ – પણ  અભિમાન  રહિત હોવો જોઇએ – હુ  કરૂ   હુ  કરૂ  ની અજ્ઞાનતા ત્યજવી  પડે.   કર્તા હર્તા    તો   માત્ર ભગવાન જ   છે  તમે  તો માત્ર નિમિત્ત જ છો.
પાપાજી
ક્રમશ :



Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         80
                                 -: પુ  ણ્ય  ફ  ળ  : -
            શુકદેવજી કહે   છે  :  હે  રાજા   પરિક્ષીત  : ભગવાન  શ્રી  કૃષ્ણને    ઉધ્ધવજી   પ્રત્યે   ખુબ પ્રેમ   હતો. ઉધ્ધવજી   પણ વાસુદેવની  સાથે અત્યંત સન્માનપુર્વક   વાત  ક્રરતા  હતા. તે જાણતા  જ   હતા  કે    વાસુદેવ  તો સાક્ષાત  ભગવાન   વિષ્ણુનો  અવતાર   છે અને   તેમણે તો    યાદવકુળનો  ઉધ્ધાર  કરી  દિધો છે. તેઓ  તો  કૃષ્ણને  યાદવ-કુળ – શિરોમણી માનતા  હતા અને જ્યારે  પણ  પ્રસંગ  મળે તક  મળે  તેમની   સાથે  જ્ઞાન  ગોષ્ઠી   કરતા  હતા. વાતમાંથી   વાત  નીકળતા એકવારતેમણે  વાસુદેવને  પુછ્યુ  કે  માનવનુ  મન  અતિ  ચંચળ  હોય   છે  અને તે  કદી તેનુ અપમાન , અવહેલના  કે  ઉપેક્ષા   સહન  કરી શકતો   નથી  -  ખાસ  કરીને  કોઇ  દુર્જન  આવી  ચેષ્ટા   કરે  તે  તો તે કદી  સહન    કરે  જ  નહી  - ભાગ્યેજ  કોઇ  સ્થિત  પ્રજ્ઞ  જેવો નિર્વિકાર  માણસ  જ  તે  સહન   કરે  છે  અને તેનો   પ્રતિકાર કરે   છે. અને  તેમાંય  માણસ  શસ્ત્રોના   ઘા   ઝીલી  શકે  છે  -  કારણકે  તે  સમય   જતાં રૂઝાઇ જાય  છે  પણ  શબ્દોના   ઘા ભુલતો નથી   કારણકે તે  કદી  રૂઝાતા  નથી. પણ  જે  શબ્દોના    ઘા પણ   જીરવી  જાણે   તે નિરહંકારી  કહેવાય.  તેમણે  એક  અતિ    ઉત્તમ   કક્ષાનુ દ્રષ્ટાંત     પણ  આપ્યુ.
               એક   બ્રાહ્મણ હતો – ખુબ    સુખી -  સમૃધ્ધ -  પૈસે  ટકે આગલી હરોળનો   સન્માનનીય   કહેવાય તેવો નાગરીક -  ખુબ  મોટા  પ્રમાણમાં   ધન ,  દૌલત  ,  વાડી  વજેફા  નોકર  ચાકર અને તમામ  આવશ્યક  ચીજ  વસ્તુઓથી ભરપુર  નિવાસસ્થાન  હતુ.  પણ   ખાટલે  એક  ખોડ  હતી  -  વિપ્રદેવ ખુબ  જ  કૃપણ  -  કંજુસ  -એક  પાઇ   પણ  કોઇના  માટે તો  ના  ખર્ચે  પણ પોતાની જાત  માટે  પણ   ના  ખર્ચે.- નાત   જાતમાં કોઇની   સાથે  મેળ  નહી  -  સ્વભાવે તો    એટલા  ઉગ્ર  કે    જાણે  બીજા  દુર્વાસાનો  અવતાર -  કોઇ  તેની સાથે વાત  કરવા  તૈયાર જ  નહી-     નાત   જાત  કે  અન્ય  તો   ઠીક  પણ  તેના  કુટુબીજનો  - અરે ખુદ  તેની  પત્ની ,   પુત્ર પુત્રાદિ  પરીવારનો કોઇ  સભ્ય પણ  તેનાથી  રાજી નહોતો. સૌ તેને  જોઇને મુખ  મચકોડી લેતા હતા..   દાન  ધર્મ  પુણ્ય કાર્ય તો  તે   ભાઇ   કદી  કરતા  જ    નહી -  માત્ર અને  માત્ર  તે  તિજોરી    સંભાળે દિવસ રાત   નાણાં  ગણે   - કેટલા  વધ્યા  અને    કેટલો ઉમેરો  થયો.  તેમનુ પુર્વજન્મનુ  પુણ્ય ફળ   હતુ   ત્યાં  સુધી  તો બધુ  બરાબર  ચાલ્યુ  પણ  જેવુ  પુણ્યફળ  સમાપ્ત  થયુ  કે  કે  તેની સંપત્તિ નાશ   પામી. અને    જેવી  સંપત્તિ જતી  રહી  કે  સૌ  - જે-  આમેય તેનાથી વિમુખ  હતા- તે  હવે  ખુલ્લેઆમ  વિમુખ થયી  ગયા  અને  તેની  ઠેકડી  ઉડાવવા  લાગ્યા. ઉમર  થયી  -  શારીરીક  ક્ષમતા  પણ  ઘટી  ગયી  - કોઇ   સહારો  નહી  -  માત્ર અન્ય  કુટુબીજનો  જ નહી   આત્મિય   કહી  શકાય તેવા  સ્વજનોએ પણ સાથ   છોડ્યો  -અને  લુટાય   તેટલુ  બાકી રહેલુ ધન   પણ  લુટી  લીધુ-  બચ્ય કચ્યુ  ધન  સરકારે - રાજ્યએ   રાજ્યના  કર  તરીકે વસુલી  લિધુ.   હવે  વિપ્રદેવ  સાચા  અર્થમાં  ભિખારી  બની   ગયા.  પણ  આ  એક વખતના   ધનિક  કૃપણને  ભીખ  પણ  કોણ  આપે  ?   સૌ કોઇ  તેની  યા તો  દયા ખાતા  અથવા  ઠેકડી  ઉડાવતા  - અને  તેને હેરાન પરેશાન  કરવામાં કયી  બાકી રાખતા  નહોતા.  નાના  છોકરાં પણ તેને  પજવતાં હતાં -  તેનુ  ભીક્ષાપાત્ર ઉપાડી    જાય   ,  તેને પત્થર   મારે ,   તેનાં વસ્ત્રો   ઉપાડી   જાય   અરે  જેને  જેમ   ફવે  તેમ  હેરાન  કરે.   બ્રાહ્મણ આ  સહન  કરી  શકતો  નહોતો  પણ  ઇલાજ નહોતો. ભીખ   માગીને  ગુજારો કરે  અને  કોઇના ઓટલે કે  મંદીરના  ઓટલે કે  ગામના  ચબુતરે   પડી  રહેતો હતો.
      પણ  પુર્વજન્મનુ કોઇ  પુણ્યાબળ   હજુ  બાકી  રહી  ગયુ  હશે  - તેણે    પોતાની  જાતનો જ વિચાર પોતાની  રીતે કર્યો  અને તેને  લાગ્યુ  કે આ તો  મારા  કર્મનુ    જ ફળ  હુ  ભોગવુ  છુ  - મારે  શામાટે દુખી થવુ  જોઇયે  ?  મારી    પાસે અઢળક સંપત્તિ  હતી  ત્યારે મે ના  વાપરી  ,  ના  દાન   કર્યુ ,  ના  ખાધુ ,  ના  કોઇને ખાવા  દિધુ કે  ના તો  કદી  કોઇને ખવડાવવાની પણ  પરવા કરી – હવે   તે  સમય   તો  જતો  રહ્યો- અને  મારા  ઉગ્ર  સ્વભાવથી મે  દરેકનુ  અપમાન   જ  કર્યુ  છે  -  હુ  કોઇની  સાથે  મિઠાશથી  બોલ્યો નથી –વિવેકથી  મે  કદી    કોઇની  સાથે  વ્યવહાર કરેલ   નથી  -  તો  જેમની  સાથે મે  આવો  વ્યવહાર  કર્યો તેમને કેવુ   લાગ્યુ  હશે  ? આપોઆપ  તેણે તેની  જાતને જ તે  જગાએ મુકી અને  આજે  તેને  લાગ્યુ  કે  આજે  મને  જેમ  આ નથી ગમતુ  તેમ  તે  લોકોને  પણ  નહી  જ  ગમ્યુ હોય  -આમ  વિચારીને તે  સ્થિતપ્રજ્ઞ –વિરક્ત -  બની   ગયો. બસ – આટલી  જ  વાર -  અને  તેનુ મન  નિર્મળ બની  ગયુ  - તે પોતે માન અપમાનથી  પર  બની  ગયો –કોઇ શુ  કહે  છે  તેનો  વિચાર સુધ્ધાં  કરતો  નથી – જે  મળે  તે  ખાઇ  લે  છે  -જ્યાં   સ્થાન મળે  ત્યાં આરામ  કરે   છે  - કોઇ  ગમે   તેવુ અપમાન કરે   તો  પણ  તે ગળી   જાય   છે  કદી  કોઇનો    પ્રતિકાર  કરતો  નથી. મનમાં કોઇના પણ  પ્રત્યે કોઇ  દ્વેષ  નથી   - નથી  કોઇ   મોહમાયા -  બસ   નિર્માણાધીન   જીવન જીવે  છે.  જે  પળે  તે વિરક્ત બની  ગયો




  તે જ  ક્ષણે   તેને  આત્મજ્ઞાન  લાધ્યુ  - આ  બધી   માયા  મનની  છે  -   મન  જ  માણસને  નિમીત્ત બનાવીને  આંટી  ઘુટીઓમાં ફસાવે  છે.  જો    તમે  મનને   જીતી  લેશો તો  માનો  કે તમે  સ્વર્ગ  કરતાય  ઉચી  સરકાર કબજે  કરી  છે.  તમે  મનના  ગુલામ ના  બનશો  -  મનને  તમારો  ગુલામ બનાવો. હવે  આ  ભુદેવને  એમ  કદી   નથી  લાગતુ કે  હુ  એક   દિવસ  ધનવાન હતો  અને  આજે  કંગાળ  છુ -  આજ  ગયીકાલ અને આવતીકાલ  બધુ  જ   સરખુ  છે. તેને  એમ  પણ  નથી  લાગતુ  કે  આ  મારા  જ સંતાનો – જેને મે  મોટાં  કર્યા  -  તેમની  બધી  જરૂરીયાતો પુરી કરી   આજે  મારી  સામે પણ   જોતા  નથી – હુ  કોણ  ,  તુ  કોણ   , કોણ  સંતાન  , કોણ  માતા  ,  કોણ  પિતા,  સંપુર્ણ  નિ:સ્પૃહ  અને   વિરક્ત  . એવા   ભુદેવ  હવે  પોતાની  જાતને  સૌથી સુખી માને છે. જે   પણ  સુખ  કે   દુખ   છે  તેનો  અનુભવ તો   માત્ર  આ  નાશવંત શરીર  જ  કરે છે – આત્મા – જીવ-  જીવાત્મા તો  આ  સૌથી  પર  છે  તેને કોઇ  સુખ  ,   દુ:ખ  ,   માન અપમાન , ઉપેક્ષા કે  અવહેલનાનો કોઇ  અનુભવ થતો  જ નથી.  ભગવાન શ્રી  કૃષ્ણએ  ઉધ્ધવજીને કહ્યુ કે  જુવો ઉધ્ધવજી  આ  વિપ્રની મનોદશાનુ  વર્ણન  એ જ ભિક્ષુ ગીત  છે. હુ  મારા  ભક્તને વારંવાર કહુ  છુ – વિરક્ત બનીને  તમારૂ યોગક્ષેમ  મને  આપી દો – હુ  તમારૂ  કલ્યાણ જ  કરીશ – તેમા કોઇ  શક  કે  ભ્રમ રાખશો  નહી.   દીનતાભાવે  મને  સમર્પિત થયી  જાવ   અને  મને એમ લાગશે કે   મારો  ભક્ત  મને  સમર્પિત  છે  ત્યારે હુ  તેને સમર્પીત થયી જયીશ.
       આ યુગમાં – કળીયુગમાં  - મીરા અને નરસૈયો -  તેના જીવતા જાગતા  ઉદાહરણ  છે.  સમર્પિત મીરાના   ઝેરનો  કટોરો   કોણે બદલી  નાખ્યો ?  નરસૈયાના  કુટુબના  પ્રસંગો કોણે  ઉજવ્યા? કુવરબાઇનુ મોમેરુ કોણે ભર્યુ ? શામળશાનો  વિવાહ  પ્રસંગ  કોણે  દિપાવ્યો ? તેના  પિતાનુ શ્રાધ્ધ કર્મ પ્રસંગ કોણે   દિપાવ્યો ?    ગળે  ઉતરે  તેવી  વાત  નથી  પણ  વાસ્તવિકતા છે – હુ   તારો  છુ તુ   મારો  છે  - બસ  પતી  ગયુ –વધુ  કશાની  જરૂર નથી.
પાપાજી
ક્રમશ


No comments:

Post a Comment