Laghu Bhagavat 81 to 84 Four Chapters






Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         81

                                   -: મા      ણ્ડે    જી   : -
      શુકદેવજી   કહે છે : સાંભળો   રાજન : ભગવાનની  માયા  કહો  તો માયા   અને લીલા  કહો  તો  લીલા  ; તે  દ્ર્ષ્ટીગોચર કરતુ એક  વધુ  ઉદાહરણ :  મે  આપને  સુદામાએ  જોયેલી લીલાની  વાત  કહેલી : ન્દીમાં  દુબકી  મારીને બહાર નીકળેલા  સુદામાજીએ   વઋષો   સુધી  રાજા  બનીને આજ્ય અર્યુ , રાજ  વહિવટ સંભાળ્યો , રાણિઓ,   રાજકુમારો ,  મંત્રીઓ  અને રાજ્યનાસલાહકારોની  વચ્ચે  દશ  દ્દશ   વર્ષ વ્યસ્ત રહ્યા ; અને  નદીમાંથીડુબકી  મારીને બહાર  નીકળે  છે  ત્યારે તો   હતા  ગોમતીને  કિનારે  -  એ જ  કૃષ્ણની  સાથે  -હસતાં હસતાં  કાનાએ કહ્યુ જોઇ  લીધીને મારી  માયા સુદામા ??બિચારો સુદામો અવાચક્ક બની  ગયો .  આજે   બીજો એવો  પ્રસંગ સાંભળો :
    મૃકણ્ડ  ઋષીના પુત્ર  તે  મારકણ્ડેયજી : ભૃગુ  વંશ   શિરોમણી  : કહેવાયા  છે  કે  મારકણ્ડેયજીએ ઘણુ  લાંબુ આયુષ્ય ભોગવેલુ.   તેઓ  બાળપનથી  જ ધર્મપરાયણ  હતા-  જપ   તપ , સ્નાન-  સંધ્યા ,  પુજા-  પાઠ  વિ.વિ.  દૈનિક ક્રમ   તે   યોગ્યરીતે પાળતા હતા. તેઓ  નિરાભિમાની , નિરહંકારી , નિર્વિકારી, અપરિગ્રહી , સત્યવક્તા , અને  ભગવાનના  ભક્ત  હતા.તેઓ   ભિક્ષાલાવતા   હતા  તે ગૂરૂજીને સમર્પિત કરી દેતા અને  ગૂરૂજી જો  અને  જેવુ અને જેતલુ આપે તેટલુ જ ગ્રહણ  કરતા  હતા  અન્યથા  ભુખ્યા  પણ  રહેતા હતા  પણ  કદી   ના  તો  કોઇ  કચવાટ કે  ના  ફરીયાદનો એક  શબ્દ :નિજાનંદે  મસ્ત જ   હોય. તેમનુ તપ  પણ  ઉગ્ર રહેતુ. તેમના તપથી  ઇંદ્રને ડર  લાગવા માંડ્યો હતો અને  તેણે  તેમનાતપનો ભંગ  કરાવવા  માટે  અપ્સરાઓ , કામદેવ ,  ગંધર્વો , યક્ષો  , મલયાનિલ  પવન  વિ.વિ. ને  મોકલીને  તમામ  પ્રયાસો કરેલા.    જ્યાં   ઋષી   તપ  કરતા  હતા  ત્યાં અપ્સરાઓએ નૃત્ય કરવા માંડ્યા , કામદેવે     પુષ્પધંવા   પણ  છોડ્યુ , નાચ  ગાનને  તેના મધુર અવાજો ચારે દિશામાંથી આવવા લાગ્યા, પણ  જેવી   મારકણ્ડેયજીની આંખ  ખુલે કે  સૌ   તિવ્ર  દાહ  અનુભવતા  હતા  અને  બળ્યા , બળ્યા ની  બુમો પાડતા  ભાગી જતા  હતા. આમ  ઇંદ્રનો હાથ  હેઠો પડ્યો.  ક્યાં અગ્નીસમાન દાહક અને  તિવ્ર  કાંતિ  ધરાવતુ  ઋષીનુ મુખારવિંદ અને ક્યાં આ પામર  ખલનાયકો  ? આખરે ઇંદ્ર થાક્યો. મારકણ્ડેયજીની તપસ્યા , સ્વાધ્યાય ,  ધ્યાન અને  સમાધિથી તૃપ્ત થયેલા   ભગવાન  તેમની  સમક્ષ નર  અને  નારાયણ  ઋષી સ્વરુપે પધારે  છે. તેમને પધારેલાજોઇને  મારકણ્ડેયજી  પુલકીત બની  જાય  છે.  અરે    શાન  ભાન  પન   ભુલી  જાય   છે   કે  મારે કેવીરીતે સ્વાગત કરવુ – તેઓ અત્યંત  ભાવવિભોર બની  જાય   છે    અને જમીનપર લેટી  જયીને  નર  અને   નારાયણને સાષ્ટાંગ  દંડવત  પ્રણામ  કરે છે  ત્યારબાદ વિધિવત પુજન અને  અર્ચન કરે   છે અને   તેમની સામે  માથુ  નમાવિન ઉભા રહે   છે  અને  જણાવે  છે  કે પ્રભુ હુ  આએ  કૃતાર્થ   થયો. આપના    દર્શનથી મારો  રહ્યો  સહ્યો તમામ  મોહ   પણ  આપમેળે  નષ્ટ   પામ્યો છે-  આપના પરમાનંદ  સ્વરૂપની   પ્પ્રાપ્તિએ મને  અનેરો  આનંદઆપ્યો  છે હુ આપનો ખુબ  ખુબ  ઋણી   છુ.  આથી  નર  અને  નારાયણે તેમનેકહ્યુ કે  હે મુનીરાજ આપ  અમારી પાસે કોઇ  પન  માગણી કરો  :  આપ  જે  માગશો તે  આપને મળશે  : મારકણ્ડેયજીએ  કહ્યુ  કે  હે  પ્રભુ : મને  તો  આપના દર્શન થયા  તે    સૌથી મોટી   સિધ્ધી  છે  - મારે બીજુ કશુ  નથી  જોઇતુ,  પણ  નર  અને  નારાયણે તેમની નિ;સ્પૃહતા જોઇને વધારે  આગ્રહ કર્યો કે  એવુ  નહી  :અમે પણ  ખ્હુબ   પ્રસન્ન  છિયે : આપ જે  ઇચ્છામાં  આવે તે  માગો. ;પ્રભુની ઇચ્છાને આગ્રહ પાસે  વિવશ બનીને તેમણે કહ્યુ કે    પ્રભુ જો  આપ  ખરેખર ખુશ  હો  તો  મને  આપની માયાના  દર્શન  કરવા છે  -  તે  એકવાર કરાવો : બન્ને  દેવો એકબીજાની સામે જોઇને   મંદ   મંદ   હસ્યા અને      તથાસ્તુ    કહીને વિદાય  થયા .
   દેવોના  અંતર્ધ્યાન  થયા  પછી  મુની રોજ  વિચારે કે    શુ  હશે  માયા , કેવી હશેપ્રભુની માયા – આમ   વિચારતા વિચારતા  રોજ   આશ્રમે તેઓ  સવાર  સાંજ  પ્રભુની આરાધના  કરે   છે. એક  દિવસ તેઓ   સવારે સ્નાનાદિ  કર્મ માટે  નદી  કિનારે  ગયા  અને હજુ  તો  સ્નાનાદિ  કર્મથી પરવારે તે  પહેલાં  તો  એક  જોરદાર  આંધી  આવી  - આકાશ  કાળાડિબાંગ વાદળોથી ઘેરાઇ  ગયુ   અને મુની  સમજે વિચારે તે   પહેલાં  તો  એકદમમુશલધાર વરસાદ પન  શરુ  થયી  ગયો – મિનીને ભાન  ના  પડ્યુ કે   આ કમોસમે આવો  અને  આતલો   જોરદાર આંધી  સાથે વરસાદ કેવીરીતે    આવ્યો?  પન  હજુ  પન  કયી  વિચારે તે પહેલા6 તો  નદીમાં ભયાનક પુર  આવ્યુઅને મિની તણાવા લાગ્યા-   એમ    લાગ્યુ  જાણે  કે   જલપ્રલય   આવ્યો. – પળ  બે  પળમા6  તો  ચારે  બાજુ  પાણી    પાણી – સમગ્ર  વિસ્તાર જળબંબાકાર  - જળચર સ્થળચર -  તમામ જીવ  સૃષ્ટી    પાણીમાંતણાવા   લાગીઅને જીવ  બચાવવા માટે તરફડીયા મારવા  લાગી   -મોટા    મગરમચ્છ  જેવા  જલચર જીવોનેમાટે  મોટો  ખોરાક આવી  ગયો અને મુની પન  તેમનો જ કોળિઓ બની  જાય  તેવુ  લાગ્યુ પણ   મુની બચી   તો   ગયા   અને મોટો મગર  મચ્છ કોઇઉ મોટા શિકાર  માટે  ભાગી  ગયો  અને મુનીને  છોડી  દિધા. ભયાનક  જળ  પ્રવાહમાં મુની આમતેમ અફળાવા  લાગ્યા  -  કોઇ  દિશા સુઝતી નથી –ક્યા6 જવુ  - કેવીરીતે જવુ  -   શુ   કરવુ ?  કેવીરીતે  બચવુ ? મુની  તો બધુ  ભુલી  ગયા  -  તપ – ધ્યાન સંધ્યા   અને   પુજા    અર્ચના  તો  યાદ  જ કેવીરીતે  આવે  ?  ભગવાન  ભુલાઇ ગયા  - જીવ   કેમ  કરીને  બચાવવો  તે જ એક    કર્મ યાદ  હતુ – પન  જ્યારે કોઇ  કારી  હાથ  ના  લાગી   ત્યારે  અચાનક જ  પુર્વના  સંસ્કાર  જાગી ઉઠ્યા  - અને  મુનીએ  પ્રાર્થના  કરી  -હે  દેવ  - હુ    શુ  જોઇ  રહ્યો છુ ?હુ  શરણાગત    છુ  - આપ  મારી રક્ષા  કરો  - હે દીનાનાથ- આપ    એક  મારા  છો  અને  આપ    મને    વિપત્તિમાંથી  બચાવીશકશો- હુ  આપનો  છુ અને  આપને શરણે  છુ  - મને  બચાવો – મુનીની  સાચા  દિલની  પ્રાર્થના  જેવી પતી  કે  તરત  જ બધુ  તોફાન અદ્રશ્ય  થયી  ગયુ  - અને  મુની તો નદીના  જલમાં  સ્નાન સંધ્યા  કરવા ઉભા  હતા  તેવા  જ ઉભેલા  દેખાયા -  ના  કોઇ  વરસાદ , ના  તોફાન  , ના  જળપ્રલય , ના  કોઇ  જળચર  પ્રાણીનો ભય  - બધુ     સૌમ્ય  અને  દૈનિક  ક્રમ જેવુ જ દેખાયુ – પાસે જ પોતાનો  આશ્રમ   પન  જેમનો  તેમ  હતો  વરસાદની કોઇ  અસર  નહોતી -  તો પછી      બધુ મે  શુ જોયુ ? ભગવાન નર  અને  નારાયણે   સ્વપ્નમાં   આવીને કહ્યુ  કે મુનીરાજ   આપે  મારી  પાસે વરદાન  માગ્યુ હતુ  યાદ   છે  ને  ? માયા બતાવો  - આ  છે   મારી  માયા  જેનાં તમે  દર્શન  કર્યાં
પાપાજી 
ક્રમશ

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         82

                                   -: આ      ના    એ ધા     : -
      શુકદેવજી કહે  છે  :  હે રાજન :આવી  પડનાર  વિપત્તિઓ તેના   આગમન  પહેલાં જ  તેના  આગમનનો  અહેસાસ    કરાવે  છે. દ્વાપર  યુગનો  આ છેલ્લો  તબક્કો  છે  અને કલીએ   પ્રવેશ  તો  મેળવી જ લીધો  છે અને  તેના જાણે   અજાણે  પણ  આપ    તેના પ્રથમ  આશ્રયદાતા  છો. તેના  પ્રભાવનુ    સૌથી  પહેલુ  પ્રભાવક  પરીણામ  આવશે    જ્યારે  આપ આ પૃથ્વી પર નહી  રહ્યા  હો. ધીમે ધિમે  તેનો   પ્રભાવ  હવે વધતો જવાનો છે.  અને  હવે  પછીની  પ્રજાને  તેનો ખ્યાલ  આવે  તે માટે  તેના  લક્ષણો  પણ  વિસ્તારથી નહી  તો ટુકાણમાં   પણ  જણાવુ છુ.
        આજ  સુધી  પૃથ્વીએ   ત્રણ  યુગ  જોયા   છે :  સત-યુગ  , ત્રેતા  યુગ  અને      ચાલુ   દ્વાપર –યુગ. સત-યુગ માં  જીવન   લાંબા   હતાં. લોભ  લાલસાનુ  પ્રમાણ  ઓછુ  હતુ. સંતોષનુ  પ્રમાણ  મોટુ  હતુ.   સિધ્ધિ  માટે  મંત્રોચ્ચાર અને   યજ્ઞ યાગ  કરવામાં   આવતા  હતા..  આમ    યુગમાં    “મંત્ર “નુ  મહત્વ  હતુ. ત્યાર  પછીના ત્રેતા  યુગમા  એક  ચરણ  કપાઇ  ગયુ  અનિષ્ઠોનુ જોર  વધવા   લાગ્યુ . પણ   ધર્મ   સંપુર્ણપણે  વિસરાયો નહોતો.   રાજા  મહારાજાઓનુ   વજન   વધારે  હતુ  અને   તેમના   “તંત્ર “ દ્વારા  વહીવટ અને પ્રજાના  જાન માલની રક્ષા  થતી  હતી.  હજુ   પણ   ધીમે  ધીમે  લોભ   લાલસા  અને  તેના  જેવાં  જ અનિષ્ઠોની    સંખ્યા  દિવસે દિવસે વધતી  જતી  હતી  અને  પોતાની ઇચ્છાઓની  પ્રાપ્તી  અને  પુર્ણતા   માટે   અનેક  પ્રકારની   ગોઠવણો  થવા  લાગી.  અસ્ત્ર   શસ્ત્ર  તો  અગાઉના  યુગમાં  પણ  હતાં     પણ    યુગમાં     તો  યુધ્ધ    એક   વિજ્ઞાન બની  ગયુ  હતુ  અને  આમ   દ્વાપર યુગમાં  તો   જાણે  “યંત્ર “યુગ  ચાલુ થયો  હોય   તેમ  ક્ષત્રિયોએ  બીજારોપણ    કરેલ   યુધ્ધની  પ્રક્રિયાઓએ પણ  વૈજ્ઞાનીક  રૂપ  ધારણ   કર્યુ   અને આ યુગના  મહાન  કહી  શકાય તેવા   કુરૂક્ષેત્રના   યુધ્ધમાં તે  તમામ  વૈજ્ઞાનિક  સાધનો  અને  યંત્રોનો  ઉપયોગ  થયો  હતો. પણ  હવે    આવનારો અને  પ્રવેશ પણ  જેણે  મેળવી લીધેલ   છે તે   કળીયુગમાં  તો   એક  નવુ   હથિયાર  જોરમાં  આવવાનુ  છે – જીવાત્માઓ પોતાની રીધ્ધી સિધ્ધી માટે  કોઇપણ પ્રકારનાંષડ -યંત્રો   રચશે. આવા  ષડ- યંત્ર   અને   કાવત્રાં   અને   કાવા  દાવા  તે   તેમની   જીદગીનો એક  અહમ  ભાગ બની  જશે. ધીમે ધીમે ધર્મનુ મહત્વ  ઘટતુ   જતુ હતુ  તે  સાચુ  પણ    યુગમાં  તો  ધર્મ એ  એક  માત્ર  દંભ હશે. નવી  નવાઇની વાત  તો  એ હશે  કે    યુગમાં  યાત્રાઓ  માટે  ગંગા     સ્નાન કે યમુના   સ્નાન  ને બદલે  ખાબોચિયા  સ્નાનને   લોકો પસંદ  કરતા  હશે.  માતા- પિતાને પણ  દેવ  જેવા   ગણવાને બદલે  કોઇ   ભારરૂપ  “ નકામો સામાન “ ઘરમાં  પડ્યો  હોય   તેવા   ગણવામાં  આવશે – તેમની સેવા  તો   બાજુ   પર   રહી તેમને કદાચ તેમના     ઘરમાંથી પણ   કાઢી મુકવામાં  ના   આવે  તો  નવાઇ નહી – સત-યુગની શરૂઆતમાં    જીવાત્માનુ જે   આયુષ્ય હતુ તેની સરખામણીમાં  વિધાતાએ   જ્યારે     દરેક યુગ   આયુષ્ય   રેખા  નક્કી   કરી  ત્યારે     યુગ  માટે આ  રેખા  દરેક જીવાત્મા  માટે  માત્ર  40    વર્ષ  નક્કી કરેલી  પણ  ગાય  ,ઘોડા , અને  ગધેડા જેવા   ચોપગા  પ્રાણીઓએ   પોતાની  આયુષ્ય  રેખા  ઘટાડવા માટે  પ્રાર્થના  કરી  અને  વિધાતાએ  તેમની  માગણી   સ્વીકારી  પણ    યુગના   માનવીએ  પણ  વિપરીત  માગણી કરી  કે  તેમના દરેકના   ભાગનુ  આયુષ્ય  મને   આપો અને  તેની  એ માગણીપણ  વિધાતાએ માન્ય રાખી પણ  અકાળે અવસાન    નહી  થાય  તેવો જે  નિયમ  અગાઉના  યુગમાં હતો  તેનો લાભ  નહી   મળે  અને  તે  રીતે  તેને  અન્યના   20—20  વર્ષ ઉમેરીને  તેને 100  વર્ષનુ  આયુષ્ય  આપ્યુ.    યુગમા વર્ણાશ્રમનુ  ધોરણ બદલાઇ   જશે. શુદ્રો   રાજ્ય  કરશે અને   બ્રાહ્મણો ભિક્ષુક અને  તે  પણ   માન  વિનાના     ભિખારી જેવા ભિક્ષુકની હાલાતમાં  આવી  જશે.   વૈશ્યો   પણ   રાજવહીવટ કબજે કરવા   માટે  હોડ  બકશે -  ક્ષત્રિયો  વૈશ્યો  અને  શુદ્રોના કબજામાંરહેશે. ખાન -પાન  અને  ખોરાકની   મર્યાદા જળવાશે  નહી – અખાદ્ય  ખોરાકની બોલબાલા હશે – અને ખાનગીમાં તો  આવા  અખાદ્ય અને વર્જ્ય ગણાતા  ખોરાકની  હાટડીઓ  ચાલતી હશે  - અને   જ્યાં  આવો ખોરાક હોય  ત્યાં અપેય   પીણાંપણ મળવા      લાગે અને  મહારાજ  આપે જ આ પ્રકારનાં સ્થાનોમાં   કલીને  રહેવાની જગા   આપેલી  છે  -કલી   આવા  સ્થાનોનો  વિકાસ  કરે  જ અને   કરશે –એટલુ હજુ ઠીક  વર્તાય  છે કે   આ કાળમાં પણ  ધર્મ –ભલે   દંભ  તો  દંભ –પણ  મંદીર   અને  દેવસ્થાન તરીકે  ઉભો  તો  રહેશે જ.  જો કે      સ્થાનો  પણ  વ્યવસાઇક સ્થાનો તો  બની જ જશે -  દેવ  દર્શન  એ જાહેર અધીકારનહી  પણ  ખરીદવો  પડે  તેવો  બજારૂ માલ  થયી  જશે. અગાઉના યુગોમાં  જેને ષડરીપુ  કહેલા  તે    યુગમાં મોભાવાલાને  મળશે અને   તે તેમનુ એક  આભુષણ  મનાશે. લોભ  ,  લાલચ ,મોહ   , માયા,મદ  મત્સર  આ તો   માનવીના   આવશયક  અને  અબિન્ન  અંગો હશે જે  માનવીનો  મોભો  વધારશે. રોગ  વધતા જશે  અને  ઉપચારને નામે વિવિધ “ બજારો “ખુલી ગયા હશે –સેવા કે  શુશ્રુસાના  નામે પણ   મોટા વેપારથતા  હશે.દરેક  પ્રકારની  સેવા એ એક  વ્યવસાય હશે  - અરે   રાજન   - આવનાર આ યુગમા શિક્ષણ પણ   એક  ધીકતો  ધંધો  હશે  - શિક્ષક    તરીકે  કોઇ બ્રાહ્મણ  નહી  પણ  કપટી વેપારી  બેઠો  હશે.  જેણે તેના  શૈક્ષણિક   “ આશ્રમ    માટે  તગડી રકમ  ની   માગણી કરેલી હશે.   આ અને  આવા બીજા   અનેક નબલા પાસાં   કલીયુગમાં છે   પણ એક  બહુજ અગત્યનુ પાસુ આપને જણાવુ  છુ   આપના  સિવાય મારા અન્ય શ્રોતાઓ પણ  તે  જાણશે અને  તેનો યોગ્ય પ્રચાર કરશે તેવી મારી ઇચ્છા  છે  અને  તે     છે કે  આટલા બધા  નબળા પાસા  વચ્ચે ભગવાનના સાચા ભક્ત માટે એક  બહુ    ઉપયોગી   માહિતી છે અને  તે   એ છે  કે  કળીયુગમાં  ઇશ્વર પ્રાપ્તી માટે કઠીન તપશ્ચર્યા  ,  યજ્ઞ  યાગ  કે   મોટા    તપ તપસ્યા કરવાના  નથી  -  માત્ર  નામ સ્મરણ  - એ જ એક  જરૂરીયાત  છે – માત્ર શરત  એટલી  જ કે તમારે સમર્પિત  ભાવે ,  દીનતાપુર્વક  તમારી જાતને  ઇશ્વરને  સમર્પિત કરી  દેવાની છે  અરે   અંતકાળે પણ  જો તમારામુખે એક  યા  બીજી  રીતે ભગવાનનુ નામ  આવી  જશે  તો  પણ   તમારો  ઉધ્ધાર  નક્કી   અને  નિશ્ચિત છે.- જે   ભક્ત   અથવા કોઇ   પણ   વ્યક્તિ  જો  સમર્પિત ભાવથી  પ્રાર્થના  કરે :
 “ હે  ઇશ્વર , હે  અંતર્યામી,હે  સર્વજ્ઞ,   સર્વશક્તિમાન ,હુ  આપનો છુ  અને  આપ  મારા  છો  અને  હુ  આપને શરણે  છુ.  મારા કર્મ  અનુસાર  કાયિક ,વાચિક કે   માનસીક  જે  પણ  કોઇ   કર્મ કરુ  છુ  , કર્યુ   છે  અથવા કરીશ    તે  આપને સમર્પિત કરુ  છુ.   આપ   મારી   બુધ્ધીને  શુધ્ધ કરો  અને  જન્મ  મરણના  ફેરામાંથી  મુક્ત કરો 
આપની   આ પ્રાર્થના  ઇશ્વર અવશ્ય   સ્વીકારશે – નિરપેક્ષભાવ અને  ખરા  શુધ્ધ  અંત:કરણથી કરાયેલ પ્રાર્થના ભગવાન  જરૂર સ્વીકારશે -   શંકા   ના રાખો  - સંશય   ના  કરો – એકની  એક   વાત  હુ  દોહરાવુ  છુ  -  એકાગ્ર  ચિત્ત  , સમર્પિત ભાવ  અને નિરપેક્ષિત  મન  :  અને  આપે   ઇશ્વર પાસે નહી જવુ  પડે   ઇશ્વર આપની  પાસે આવશે – કળીયુગ ની     એક   અપુર્વ સિધ્ધી હશે.
પાપાજી
ક્રમશ :
  







Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         83

                                   -: ત્રિ  દે    ની  -    રી  ક્ષા   : -
શુકદેવજી કહે  છે  :  હે  રાજન :   એક વાર  અનેક ઋષી મુનીઓનો  સમુહ  સરસ્વતીનદીના કિનારે   યજ્ઞ  માટે  ભેગા  મળ્યા  હતા અને  ઔપરાચીક   ચર્ચા  દરમિયાન  વાતમાંથી  વાત   નીકલતાં     પ્રશ્ન  આવ્યો  કે આપણા   ત્રિદેવ :  બ્રહ્માજી  ,  ભગવાન   વિષ્ણુ   ,  અને  દેવાધિદેવ   મહાદેવ   ગણાતા   શિવજી  :    ત્રણેય  દેવોમાં  સૌથી  મહાન કોણ  ?  શ્રેષ્ઠતાના  ક્રમમાં   કયા   દેવ  પ્રથમ  આવે  ? સૌ  એકમતે   સહમત  થયા  કે    બાબતની  ચકાસણી  થાય  તો ખબર  પડે  કે   કોણ  સૌથી શ્રેષ્ઠ  છે.    માટે    સૌ  ઋષીમુનીઓએ  ભેગા  મળીને નક્કી  કર્યુ  કે     પરીક્ષા લેવા   માટે  આપણે ભ્રુગુ ઋષીને  નિયુક્ત  કરીયે અને તેઓ  તેમને  યોગ્ય  લાગે  તે  રીતે   ત્રણેયની  પરીક્ષા   લે  અને નક્કી  કરે    કે  સૌથી    શ્રેષ્ઠ કોણ   છે.
      દેવોની અને   તે  પણ  ત્રણ મહાન  દેવો  : બ્રહ્મા  ,  વિષ્ણુ અને    મહેશ   : આમની   પરીક્ષા  લેવાની -    કામ  નાનુ -  સુનુ પણ  નથી,  સામાન્ય  પણ  નથી  :  જો   ક્યાંક  કાચુ   કપાઇ   જાય  તો  માથે ભયાનક  શાપનો  પણ  ભય    રહે  -  આથી   તેમણે     ત્રણેય   દેવોના  પુર્વ  ઇતિહાસ  ચકાસવા  માંડ્યા. સૌ   પ્રથમ તેમણે  બ્રહ્માજીનો તાગ  મેળવ્યો  : આ  દેવ   જો તેમની પુજા  અને   અર્ચન યોગ્ય થાય  તો  રીઝે  છે  તો  જલદી અને  વરદાન અણ  ઝડપથી આપી  દે  છે .  પણ તે  નથી  વિચારતા  કે   વરદાન  માગનાર કોણ   છે  અને  તેની  પાછળનો હેતુ કેવો   છે. તેમણે  એક વાર  એક   રાક્ષસ   હિરણ્યકશ્યપ  : તેના  તપથી  પ્રભાવિત થયીને  તેને જે  માગે તે  આપવા  જણાવ્યુ ;  આસુરી  વ્રુત્તિવાળા  અસુરે  તેનુ  મ્રુત્યુ  જ ના  થાય  તેવા  પ્રકારનુ વરદાન  માગ્યુ  અને  બ્રહ્માજીએ   તે   લગભગ  તે  મતલબનુ - વરદાન  આપી  પણ  દીધુ   અને  પછી  તો તેણે હાહાકાર વરતાવા  માંડ્યો   અને  તેનો  ઇલાજ કરવા  માટે ભગવાન વિષ્ણુએ એક  અભુતપુર્વ અવતાર લેવો પડ્યો કે જેનાથી  બ્રહ્માજીના વરદાનને  પણ  પુષ્ટી    મળે  અને  અસુરનો પણ   નાશ  થાય.   પછી   ચકાસણી  કરી  ભગવાન   વિષ્ણુના  વ્યવહારની  :અનેક પ્રયાસો કરવા છતાંય  એક  પણ  એવો  કિસ્સો નજરે  ના   આવ્યો  કે  ભગવાન  વિષ્ણુએ   કોઇ   આડુ  અવળુ કે ઉત્પાત  મચાવે  તેવુ વરદાન  કોઇને  આપ્યુ હોય.  ઉપરથી એવા   કિસ્સા  નજરમા   આવ્યા  કે  જ્યાં   તેમના  ભક્તો  ભુખે મરતા હોય, ટળવળતા  હોય  ,  ગરીબ હોય  અરે  દુ:ખના    ડુગર  નીચે હોય  : પણ  તેમણે  તેમના ભકતને   ઉત્પાત  કરે  તેવુ કોઇ  વરદાન કે  આશિર્વાદ  પણ  નથી  આપ્યા. :  જેમકે   પ્રહલાદ  :તેમનો ચુસ્ત ભક્ત   :  બિચારાને બાળપણથી  જ તેના  કૃર   બાપના અત્યાચારોનો  સામનો કરવો  પડતો હતો  -  પણ  ના  તો  પ્રહલાદે કશુ   માગ્યુ  ના  ભગવાને  કશુ  આપ્યુ – પણ  એક  વાત  ચોક્કસ  : વગર   માગ્યે   પણ   તે  સદા  તેની  સાથે રહ્યા.તેમની  ઉપાસનાના  ફળથી કદી  કોઇને કોઇ  ઉપદ્રવ થયો નથી  કે   કોઇ  ઉત્પાત પણ   મચ્યો નથી.  ત્રીજો   ઇતિહાસ   તપાસ્યો   શિવજીનો :  આ દેવ  : ભોળાનાથ  : જે  ખુબ  ભોળા: ઝટપટ  રીઝી   જાય : ખુશ  પણ  થાય  :  અરે  માત્ર  જળના  અભિષેકથી  પણ  તે   તૃપ્ત   થાય અને  વરદાન  તો   એવાં  આપે  કે જે  લેનારથી  પ્રજા  તો  ઠીક્  તે  પોતે  પણ  મુશ્કેલીમાં  મુકાઇ  જાય :   ભૃગુ  ઋષીને   યાદ  આવ્યુ -  એકવાર એક  રાક્ષસ : ભસ્માસુર : બીજુનામ વૃકાસુર ; તેને  એવુ વરદાન  આપ્યુકે તે જેના  માથા  પર   હાથ  મુકેતે બળીને    ભસ્મ થયી    જાય. અને આ   રાક્ષસે   તેમના   આપેલા  વરદાનની ચકાસણી  કરવા માટેના  માધ્યમ  તરીકે સૌ  પ્રથમ  શિવજીને જ પસંદ કર્યા, -  રીતસર  શિવજીને  ભાગવુ  પડ્યુ  -  આગળ  શિવજી અને   પાછળ આ  રાક્ષસ-  પણ  અહીયા  પણ  ભગવાન વિષ્ણુ વહારે  આવ્યા અને કુનેહથી   રસ્તો  શોધેલો  અને  રાક્ષસને    સાફ  કરી   દીધેલો :     દેવ :   મહાદેવ : જેટલા જલદી રીઝે   છે  તેટલા જ  જલદી રૂઠે   પણ    છે  - તેમનો  ગુસ્સો પણ  ભયાનક હોય  છે અને દેવોનુ    કામ   કરવા ગયેલા  કામદેવને  પળમાત્રમાં   તો    ભસ્મ કરી  દીધેલો .  આમ  ભૃગુ   ઋષીએ  ત્રણેય દેવોના  સ્વભાવ, તેમના  પ્રતિભાવ  ચકાસી  લીધા.   હવે  તેમણે   વિચાર્યુ કે હવે    મારે ત્રણેય  દેવોની  પરીક્ષા  લેવાની છે. 
    આમ  વિચાર કરીને  તે  સૌ  પ્રથમ બ્રહ્મલોક  પહોચ્યા અને  પ્રજાપિતા   બ્રહ્માજી પાસે  પહોચીને  તેમણે બ્રહ્માજીને  પ્રણામ પણ  કર્યા  નહી. બ્રહ્માજી  વિચારવા  લાગ્યા  કે  કેમ  આ ભૃગુ  આજે   આવો  વિવેકહીન થયી  ગયો   છે  ?    તે ખુબ  ગુસ્સે  થયા  અને  ગુસામાં ગમે  તેમ  બોલવા   લાગ્યા  અને તેમણે  તો  તરત  જ ભૃગુને  મારવા  હથીયાર ઉપાડ્યુ  પણ  ગમે  તેવો તો  ય તે પોતાનો પુત્ર  છે  એમ  માનીને  મહામહેનતે  પોતાના  ગુસાને  શાંત કર્યો.  ત્યારબાદ  તેઓ  કૈલાશ  આવ્યા. ત્યાં  શિવજી અને   પાર્વતીજી  બન્ને હતા  અને  ભૃગુ ઋષીને  જોતાંજ   શિવજી ઉભા  થયા અને  તેમને  આલિંગન આપવા  આગળ   વધ્યા.  પણ  ભૃગુ  બે  ડગ   પાછા જતા રહ્યા  અને  આમ  તેમણે શિવજીનુ અપમાન કર્યુ. આથી  ઝડપથી  ગુસ્સે થતા   મહાદેવજી  એકદમ આગ  જેવા  થયી   ગયા  અને  ત્રિશુળ  ઉઠાવ્યુ   અને  કહ્યુ કે  હુ  આજે  આ ભૃગુને મારી જ નાખીશ   પણ  સદભાગ્યે   પાર્વતીજી સાથે જ હતાં  અને  તેમણે  શિવજીના પગ   પકડીને મનાવી લીધા કે  ઋષીની હત્યા  ના    થાય  અને  ભૃગુ  ઋષી  કૈલાશથી  નીકળીને વૈકુઠ  પધાર્યા.  ત્યાં  તેઅમણે જોયુ કે ભગવાન વિષ્ણુ  શેષનાગની  શય્યામાં  લક્ષ્મીજી  સાથે   આરામા ફરમાવતા  હતા. ભૃગુ ઋષીએ  તો   ત્યાં પહોચતા  વહેત જ ભગવાન વિષ્ણુની  છાતીમા એક  લાત   ઝીકી   દીધી. ભગવાન વિષ્ણુ   સહેજ પણ   વિચલિત  થયા  નહી  અને  કહ્યુ  કે  ઋષીવર : આપ  ગુસામાં  લાગો  છો –આપ અત્રે  બિરાજો : હુ  આપના  પગ   દબાવી  આપુ  -  મારી   છાતીતો વજૃની બનેલી  છે   તેને  કશુ    થાય  નહી  પણ  આપના  પાદકમળ  તો  કોમળ  છે  -  તેને  ઇજા  ના  પહોચે તે  જોવાની મારી   ફરજ    છે. આપ  બિરાજો : અને તેમણે ભૃગુઋષીને  બેસાડી  ભાવપુર્વક  તેમની  પુજા  અર્ચના  કરી અને  ઋષીને વિદાય કર્યા.
       ભૃગુ  ઋષી  પોતાનુ કાર્ય સંપન્ન   કરીને   નદી  કિનારે  આવી  ગયા  અને પોતાની લીધેલી  પરીક્ષાનુ  તમામ વિવરણ  અન્ય ઋષી  મુનીઓ  સમક્ષ  કર્યુ  અને  છેવટે  જણાવ્યુ કે  સૌથી  મહાન તો  ભગવાન  વિષ્ણુ જ  છે. જે ભલે   ઐશ્વર્ય  નથી  આપતા પણ  હકીકત તો   એ છે કે  જે તેમનો  શરણાગત    છે  તેના શરણાગત  તે પોતે  બને   છે  અને તેની  તેમના  ભક્તને  કોઇ  જાણ  સરખી થતી  નથી. ભક્તનુ તમામ કામ  તેઓ કરે   છે. અરે બન્ને દેવોએ    આપેલા  અવિચારી  તો  ના  કહેવાય પણ અયોગ્ય વરદાનનો  ઉપચાર પણ  તેઓ જ  કરે  છે  અને  પોતાની  કુનેહનો પરચો  બતાવે છે
આમ  સર્વશ્રેષ્ઠ   દેવ  તો   ભગવાન જ  વિષ્ણુ છે .
અને તે    આ કૃષ્ણ છે.  હે    રાજન  આપ  પણ  તેમના  શરણે    જાવ  - તે શરણાગતનુ અવશ્ય  રક્ષણ કરશે તમારે   માગવુ નહી  પડે – માગ્યા વગર બધુ    મળી  જશે -  અરે  તમારે  આપવાનુ   પણ   કશુ નથી  -  માત્ર   અભિમાન  ત્યજીને તેમનુ  શરણ   સ્વીકારો.
પાપાજી
ક્રમશ :

Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         84

                                   -: અ    ળી    તિ  : -
             શુકદેવજી  કહે  છે : હે  રાજન  : આપણી કથા  પણ  હવે  ધીમે  ધીમે  અંત તરફ  આગળ   વધી  રહી  છે. ભગવાન  શ્રી  કૃષ્ણનુ  મોટાભાગનુ  કામ   પણ  હવે   પુર્ણતાને  આરે  હતુ. તેમનો   અવતાર જ  પાપાત્માઓના    નાશ   માટે  હતો..અને   તે કામ તેમણે જન્મતાની  સાથે જ  શરુ  કરી  દીધુ હતુ.  પુતનાથી   શરુ  કરેલી     સાફસુફીની કામગીરી ધીમે   ધીમે  આગળ  વધારીને   બાળપણમાં જ  અનેક આસુરી તત્વોનો વિનાશ   કરી  દિધો  હતો.  ગોકુળ  છોડ્યુ  અને  મથુરા  આવ્યા  અને  મથુરા  આવીને  કંસ  અને   તેના  સાગરીતોને  મુક્તિ  અપાવી. જરાસંધને  લલકારી લલકારીને બીજા  અનેક પાપાત્માઓનો પણ  વિનાશ કર્યો અને  પછી  આવ્યા  દ્વારકા.  અહી    આવીને સુશાસન   કર્યુ અને  પ્રજાને સુખી કરી  અને  ત્રીજા  તબકામાં   દુર્યોધન અને  તેની મંડળી  અને   તે  સમયના   બીજા અનેક  પાપાત્માઓને પણ  શિફતથી  કુરુક્ષેત્રમાં   ઘસડીને   પુરા  કર્યા અને  પૃથ્વીનો  મોટાભાગનો ભાર   ઓછો  કરી  નાખ્યો હતો. આપણે   તેમની  લીલાઓના  અનેક  પ્રસંગો જોયા અને  જાણ્યા. હવે   અંતભાગમાં તેમના જ  કુટુંબની વાત   જોઇયે.   સર્વસત્તાધીશ     યાદવશિરોમણી  એવા  દ્વારકાધીશના    રાજ્યમાં  સૌ   સુખી હતા.યાદવો તો   એકદમ  છકી  ગયેલા.  માત્ર    સમગ્ર  યાદવ કુળ   જ કેમ  -   કૃષ્ણના  અને   તેમના  કુટુંબના  સંતાનો  પણ  અવિવેકી અને  છાકટા બની  ગયેલા. મદીરાપાન એ તેમનુ  વ્યસન થયી  ગયુ   હતુ.અને   આપ   જાણો છી કે  મદિરાપાન  વ્યક્તિને  ભાન  ભુલાવે  છે , વિવેકહીન  બનાવે  છે, ઝગડા  અને   કાળો  કકળાટકરાવે    છે  -  નહી  જોયીતા  ઝગડા  ઉભા  કરાવે  છે  અને  નહી  જોયેલી જાણેલી   આફતોને  આમંત્રિત કરે  છે.  આવુ જ બની   ગયુ
કહેવાય  છે કે જેને કોઇ  ના પહોચે  તેને  તેનુ પેટ  પહોચે. મહારાજ ધ્રુતરાષ્ટ્ર જુવો : મહાનરાજા : તેમના બલને કોઇ  ના  પહોચે  -  ભીમ  જેવાને પણ   કચડી   નાખવાની  શક્તિ ધરાવતો  બળવાન ,  રાજા : તેનો  સર્વનાશ  થયો  તો   કોનાથી ? અહી  પણ  આપણા   મહા નાયક : ભગવાન શ્રી કૃષ્ણ :  સમર્થ; સિધ્ધ પુરૂષ , દરેક    વાતે  કાબબેલ :  તેમના   કુળની હાલત જુવો : એટલે જ કહેવાય છે કે   બલીયસી કેવલમ ઇશ્વરેચ્છા :. એકવાર    યાદવકુમારો નદી  કિનારે પોતાની   મસ્તીમાં મસ્ત  હતા.  તે  સમયે નદીકિનારે કેટલાક  સિધ્ધ ઋષીઓ  ત્યાં ઉપસ્થિત  હતા.  તેમને જોઇને યાદવકુમારોને  ટીખળ   કરવાનુ મન  થયુ. તેમણે પોતાની સાથે આવેલા  શામ્બ કુવરને  સ્ત્રીનો વેષ  પહેરાવ્યો  અને પેટ ઉપર  કપડાનો  જાડો   થર    કરીને ઉપર    સાડી  પહેરાવી અને  જાણે ભક્ત હોય  તેમ  ઋષીઓ પાસે જયીને દંભી  અને  વિવેકી  બનવાનો ડોળ   કરીને ઋષીઓને સૌએ    પ્રણામ  કર્યા અને  પછી   યાચનાના   સ્વરમાં   પ્રાર્થના  કરી  કે  હે  ઋષીવરો  આ અમારી  સખી   છે   અને તે  ગર્ભવતી  છે   અને  તેને પુરા દિવસો જાય   છે.  તેની  ઇચ્છા  છે કે  તેને પુત્ર અવતરે. આપ  કૃપા કરીને અમોને  જણાવો કે  તેને  પુત્ર અવતરશે કે  પુત્રી. આપના માટે આ ભવિષ્ય-કથન   દુર્લભ નથી.  આપ  સિધ્ધ પુરૂષો છો  અને  આપના   માટેઆ ભવિષ્યકથન  જણાવવુ  કઠીન નથી. ઋષીઓએ   એક   તિક્ષ્ણ   નજરેઆ કુમારોની ચેષ્ટા  નિહાળી  અને  પછી  ગુસ્સાથી ભરપુર વાણિમાં  કહ્યુ: અરે   મુર્ખ  રાજકુમારો  તમે  આ શુ કરી બેઠા?  કૃષ્ણના  વંશમાં  આવા  અવિવેકી સંતાનો ? અમારી કલ્પનામાં નથી  ઉતરતુ કે   યાદવકુળશિરોમણી  ભગવાન શ્રીકૃષ્ણના    વારસદારો આવી  હલકી મનોવૃત્તિ ધરાવનાર હશે  અને ઋષી મુનીઓનો   આવો ઉપહાસ  કરીને   વિનાશ મોતરશે. અરે   મુર્ખ  કુમારો  તમે  જ્યારે  આ બનાવટી  સ્ત્રીના ગર્ભમાં પુત્ર  છે  કે  પુત્રી તેમ   પુછ્યુ છે  ને  ? તો   સાંભળો : તેના  ગર્ભમાંથી   એક  મુશળ નીકળશે   અને  તે  મુસળ સમસ્ત યાદવ કુળનો નાશ  કરશે. હવે   ગભરાવાનો  વારો આ કુમારોનો આવ્યો. આ વાત  કેમ  કરીને વડીલોને કહેવી ?  જો કૃષ્ણ     વાત   જાણશેતો શુ  થશે ? અને  વાત  જ એવી  હતી  કે  છુપાવાય પણ  નહી  આથી  મહેલમાં  આવીને કુમારોએ  દાદાજી વસુદેવજીને અને ઉગ્રસેનને  આ વાત  કરી.  તે બન્નેની હાજરીમાંજ  નાના કુમારના  પેટ  ઉપરનુ આવરણ  છોડવામાં  આવતા     તેમાંથી  એક  લોખંડનો : મુશળનો   ટુકડો નીકળ્યો.  હવે   આનુ શુ   કરવુ ?ઋષી  મુનીઓંના વચન  કદી   મિથ્યા થાય  જ નહી,વસુદેવ    વિચારે  છે કે  આટલો નાનો  ટુકડો  કેવીરીતે સમગ્ર  પરીવારનો નાશ  કરશે?  લાંબી   વિચારણાને અંતે   સૌએ   એમ  નક્કી કર્યુ કે  આ મુશલના ટુકડાને  ઘસી  ઘસીને તેના  નાના  કણ  બનાવી  અને  સમુદ્રમાં નાખી  આવો.આમ   નક્કી થતા  આ મુશળના  ટુકડાને   ઘસી   ઘસીને  તેનો ભુકો  તૈયાર કર્યો અને  તે   પછી   એક  એકદમ નાનો ટુકડોવધ્યો  તે   બધુ      યાદવ કુમારો  દરીયામાં  નાખી  આવ્યા.  આપ    તો   જાણોજ છો  કે  બ્રાહ્મણ  અને  ઋષીના  બોલ  કદાપિ  નિષ્ફળ જતા  નથી  . આ મુશળનોભુકો  સમુદ્રામા  વહેતો વહેતો પ્રભાસના દરીયા   કિનારે  સમુદ્ર તટ  પર  પહોચી ગયો.અને   પેલો નાનો સરખો જે  ટુકડો વધેલો   તે  એક  માછલી ગળી   ગયી. એક   દિવસ  એક  માછીમારની    જાળમા આ  માછલી આવી  અને તેણે  માછલીને ચીરતા તેમાથી  એક  સરસ   મઝાનો મુશળનો ટુકડો   નીકળ્યો અને   તેણે   વિચાર્યુ કે  આ ટુકડો તો  એકદમ  સરસ  છે  જો  આને  તીર  પર લગાવીને  તેનુ ફણુ   બનાવીએ  તો તે તીર બહુ  સરસ   વેગથી  છુટે.તેથી  તેણે તેની કલ્પના  મુજબ તીરનુ   ફણુ  બનાવીને તે  તીર  તેના ભાથામાં મુકી  દીધુ.  રાજન આપનો સંદેહ  હુ  સમજી શકુ  છુ. આટલી મોટી ગંભીર બાબત કેમ  કૃષ્ણને  જણાવવામાં ના  આવી ? આપ   જાણી લો   : પુત્ર મોહ  કરતાંય    પૌત્ર  તરફ   દાદા દાદીઓને વધારે વહાલ  હોય  અને   તેઓ   જાણી  બુઝીને તેમના  દોષ   છુપાવતા  હોય   છે. વસુદેવને તો   એમ  જ હતુ કે  વાત  પુરી  થયી  ગયી  -મુશળનો તો  ભુકો બનીને દરીયામાં  વહેવડાવી  દિધો  છે  અને  એક  નાનો સરખો   વધેલો  ટુકડો પણ  દરીયામાં   ફેકી દીધો  છે   હવે ક્યાં   આવશે આ મુશળ અમારો નાશ  કરવા માટે ? અને   આમ   સમજીને   તેમણે  વાત  પર  પડદો   પાડી  દીધો.  રાજન , આને  કહેવાય  : વિનાશકાળે  વિપરીત  બુધ્ધી   : વસુદેવ એટલુ  પણ  ના  વિચારી  શક્યા કે    નાની  સરખી  વાત  શુ કૃષ્ણના  ધ્યાનમાં નથી  આવવાની ? જગતનો નાથ   છે  સામે  -તેની  ઇચ્છા વિરુધ્ધ એક  પાંદડુ પણ   હાલી  શકે  નહી   તે   શુ  આ વાતથી  અજાણ હોઇ  શકે  ?.
તેમને  જ્યારે  આ બાબતની  જાણ  થયી  ત્યારે તેમને  માતા ગાંધારીનો   શાપ   યાદ  આવી  ગયો. અભિશાપ અને  આશિર્વાદનો  યુગ  તો   કદી   નાશ  પામતો નથી  ને  નાશ  પામશે પણ  નહી. માતા ગાંધારી અત્યંત  દુ:ખી  હતા  પોતાના સો    સો પુત્રો યુધ્ધમાં હણાતાં  તે  વિહ્વળ બની  ગયાં હતા  અને  તે  માટે   આશ્વાસન આપવા ગયેલ  પાંડવોની   સાથે  ભગવાન વાસુદેવ  કૃષ્ણ   પણ  હતા,  માતા  ગાંધારી ખુબ  ક્રોધીત હતા   અને તેમની આગ  જેવી  એક તિરછી    દ્રષ્ટી  યુધિષ્ઠીરના  પગના અંગુઠા ઉપર   પડી   ગયી  અને   મહારાજ  યુધિષ્ઠીરના  પગનો અંગુઠો  બળીને  કાળો પડી  ગયો  હતો.
જલાકર રાખ  કર  દેગી વો   બદદુઆ
અગર જો   દિલસે  નીકલેગી : 
 માતા  ગાંધારીના  દિલની આગ  ઓલવાઇ નહોતી
 અને   પછી  તેમણે  કૃષ્ણને લપેટમાં  લીધા.  અને  કૃષ્ણને   પણ  શાપ  આપી બેઠાં. અરે    કૃષ્ણ   મારા કુલની જેમ    તમારા  કુળનો  પણ  સર્વનાશ  થશે   અને  તે   પણ  આવા  અંદરોઅંદર   લડીને મરી  જશે .
પાપાજી
ક્રમશ :

No comments:

Post a Comment