Laghu Bhagavat 85 and 86





Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         85

                                   -: અં  તિ    -  પ્ર  યા   : -
    શુકદેવજી    કહે   છે :  હે  રાજન  : જ્યારે  ભગવાન  કૃષ્ણએ  માતા ગાંધારીનો   શાપ  સાંભળ્યો   ત્યારે તે  સહેજ પણ  વિચલીત  થયા  નહોતા. તેમણે સ્વસ્થતાપુર્વક     શાપિત  કથન  સ્વીકારી લીધુ. અને   શાપ  માથા  પર  લીધો.  ધીમે ધીમે  માતા  ગાંધારીને  તેમની  ભુલ  સમજાઇ   અને  ગુસ્સાના આવેગ અને  પુત્ર  પ્રેમમાં   વિહ્વળ    બનીને  જે  શાપ  આપી  બેઠાં  તેનો પસ્તાવો  પણ  થયો. તેમણે  વાસુદેવની  માફી  પણ  માગી અને   કોઇ  નિરાકરણ  માટે   પણ   પ્રાર્થના  કરી. પણ  ભગવાન  કૃષ્ણએ   કોઇ  વિપરીત   પ્રતિભાવ   ના  આપ્યો. અને   માતા  ગાંધારીને  સાંત્વન  આપીને દ્વારકા  જવા  વિદાય થયા. તેમને  લાગ્યુ કે    તેમનાં  મોટા ભાગનાં    કાર્યો સમાપ્ત થયી  ગયેલ   છે .  મે   માનવ અવતાર લીધો છે  અને  માનવ અવતાર માટે પ્રકૃતિએ   જે   નિયમ કર્યો  છે તેનુ મારે પણ   પાલન  કરવાનુ  છે :  પ્રકૃતિનો   નિયમછે  કે  જન્મે  તે    જાય  : જન્મનારનુ   વહેલુ  યા   મોડુ  પણ  મ્રુત્યુ નિશ્ચિત  છે – મ્રુત્યુ    માટેનુ નિમિત્ત ગમે તે બને :  પણ  જન્મનારે મ્રુત્યુને તો  સ્વીકારવુ જ પડે :
          તેમણે  સૌ  પ્રથમ   ઉધ્ધવજીને  બોલાવ્યા  અને  મનની  વાત  કરી.  પલટાયેલ   વાતાવરણની   વાત   કરી  : પર્યાવરણના    તફાવતો દર્શાવ્યા અને  કહ્યુ કે   ચાલો  આપણે   સૌ  પ્રભાસ તિર્થની યાત્રાએ  જયીએ.  સમુદ્રમાં  આવતા    તોફાનો   સુચવે  છે  કે તે  કદાચ  પાગલ બનીને આપણી  દ્વારકા નગરીને    ગળી   જશે,.આપણે  સૌ પ્રભાસના  કિનારે  પહોચી જયીએ. ઉધ્ધવજીએ      યાદવ  પરીવારના સભ્યોને     વાત   જણાવી અને  સૌ   પ્રભાસ તિર્થની યાત્રાએ જવા રવાના થયા. પ્રભાસ  પહોચીને  ભાલકા  તિર્થ પાસે  સૌ     વિશ્રામ કરવા  બેઠા  હતા.   પાસે    સમુદ્ર  હતો.  સૌ    યાદવ કુમારો અને    યાદવ  વડીલો  વિ. ને  વાસુદેવે   કહ્યુ કે  આપ   સૌ   સ્નાનાદિ કર્મથી પરવારીને  પુજા અર્ચન  વિ. વિ.  જેવી વિધિ પુર્ણ   કરીને  દાન  ધર્મ પણ  કરો અને  હુ  અહી  આરામ કરૂ   છુ.  વાસુદેવની  આજ્ઞા  મુજબ  સૌ  સમુદ્ર  કિનારે પહોચ્યા.  સ્નાનાદિ  કર્મથી નિવૃત્ત થયીને    સૌ તાજા  માજા પણ  થયા. પણ    વિનાશકાળે વિપરીત બુધ્ધી.  આમેય આ યાદવશ્રેષ્ઠો  મદીરાપાનના  ખુબ   શોખીન  હતા. અને  સૌએ   છાંટો  પાણી લેવાની શરુઆત કરી.  અને    ધીમે  ધીમે  મદિરાની માત્રા   વધારી અને  સૌ  ક્યારે એકદમ  છાકટા બની  ગયા તેનુ કોઇને  ભાન  પણ  ના  પડ્યુ. નશામાં    સૌ     એકબીજાની મજાક મસ્તી  કરવા   લાગ્યા   અને   ધીમે ધીમે    નાની  મજાક ઉગ્ર  કક્ષાએ  પહોચી  અને  પરસ્પર  એકબીજાની  નિંદા  પણ કરવા   લાગ્યા  અને   નિંદામાંથી  ક્યારે  અપશબ્દો  ઉપર  ઉતરી  આવ્યા તેનુ તેમને  ભાન   પણ   ના  રહ્યુ.
            હવે  ઋષીમુનીઓના  શાપનો  પ્રભાવ  શરૂ    થાય   છે. દરીયા  કિનારે  પેલા મુશળના  ટુકડાનો જે   ભુકો  દરીયામાં ફેકી દીધેલો  તે   ઘસડાઇને  પ્રભાસના કિનારે  આવી ગયેલો અને  તેમાંથી  ઘાસ  ઉગી   નીકળેલુ -  આમ  તો  આ ઘાસ    કહેવાય પણ   તે જોરદાર અને  તિક્ષ્ણ :ભાલા   અને  તલવારથી  પણ  વધારે ધારદાર અને  ઘાતક હતુ. મદિરાની  અસરમાં   યાદવો  ભાન ભુલી ગયા હતા  , એકદમ  છાકટા  બની  ગયા  અને  તેમની  પાસે જે   હથિયારો   હતા  તેનાથી એકબીજા પર  વાર  કરવા  લાગ્યા  અને  ટપોટપ  મરવા  લાગ્યા.  સમગ્ર દરિયા કિનારો  લોહિયાળ બની  ગયો હતો. –સમુદ્રનુ    પાણી પણ   યાદવોના  લોહીથી  લાલ  રંગનુ બની  ગયુ  હતુ.  જ્યારે  આ દુર્બુધ્ધી  યાદવોના હથીયાર  પણ   સાફ  થયી  ગયા ત્યારે તેમણે દરીયા કિનારે  ઉગેલુ પેલુ  ઘાસ  ઉખાડવા  માંડ્યુ  જેના ઉપર યાદવોના મોતની માતા બેઠેલી  હતી.  યાદવો આ ઘાસને  પોતાનુ હથિયાર બનાવીને  એકબીજા  પર  પ્રહાર કરવા લાગ્યા  અને  રડ્યાખડ્યા   બાકી  રહેલા  યાદવો  પણ  પરસ્પરના આંતર-વિગ્રહમાં ખતમ  થયી ગયા. બલરામજી  જોતા રહ્યા અને  જ્યારે  તેમણે  જાણ્યુ કે  હવે  કોઇ    યાદવ  નથી બચ્યો ત્યારે  તેમણે પણ  દરીયા કિનારે  સમાધિ લગાવી અને  સ્વપ્રયત્ને  અને  સ્વેચ્છાએ  સ્વધામ ગયા.
         બસ  , બાકી રહી  ગયા   એક: માત્ર  એક  :દ્વારકાધીશ: વાસુદેવ :  કૃષ્ણ :  તેઓ   આ સમયે એક  વૃક્ષની  છાયામાં  પગ  ઉપર   પગ  ચઢાવીને બેઠા હતા. તેમણે જાણ્યુ કે  બધા  યાદવો ખતમ  થયી   ગયા  છે  અને  દાઉજી  પણ  સ્વધામ પોતાની જગાએ પહોચી ગયા  છે   ત્યારે તેમણે  દારુકને બોલાવ્યો  દારુક  રથ   સાથે આવ્યો  અને  પ્રણામ કરીને ઉભો  રહ્યો :યે જ ક્ષણે  રથ  પણ   અદ્રષ્ય   થયી  ગયો.  વાસુદેવ પાસે  જે   આયુધો હતા  તે  પણ  અદ્રષ્ય  થયી  ગયાં હવે  રહ્યામાત્ર  વાસુદેવ  - માત્ર એક  જીવાત્મા – શરીર ધરાવતો આત્મા- માતા ગાંધારીનો શાપ  પણ   પુર્ણતાને આરે   આવી ગયો  હતો =રૂષ્ઠ ઋષીઓનો  શાપ  પણ   પુર્ણતાને આરે હતો  -   સમસ્ત યાદવ  કુળનો  વિનાશ  થયી  ગયો  હતો એક   માત્ર  યાદવ કુળ  શિરોમણી કૃષ્ણ  જ હવે બાકી હતા.  ત્તેમણ્રે  દારુકને જણાવ્યુ કે  હવે  તમે  દ્વારકા   જાવ  અને  નગર  ખાલી કરાવો- સૌને હસ્તિનાપુર મોકલી આપો  - અર્જુનને  જણાવજો કે  તે તેમને સુરક્ષિત તેમની  સાથે લેતો જાય.  આપ   સૌ   દ્વારકા ખાલીકરશો તે  પછી  સમુદ્ર  દ્વારકા    નગરીને ગળી  જશે. હવે  અમારા બન્ને  ભાઇઅઓની ગેરહાજરીમાં  ત્યાં શુન્યાવકાશ  સર્જાશે. આટલી  શિખ  અને  સુચન   આપીને   વાસુદેવે  દારુકને  વિદાય કર્યો. દારુકના ગયા  પછી  તે  ફરી  પાછા  વૃક્ષના થડ   નીચે  પગ  ઉપર  પગ  ચઢાવીને  બેસી  ગયા. આ  સમયે   જરા  નામનો એક  પારધી  પસાર થતો  હતો  તેણે દુરથી જોયુ   તો  તેને  એમ   લાગ્યુ કે  કોઇ   હરણ ,લપાઇને વૃક્ષની નીચે  બેસી ગયુ   છે- તેણે ત્વરાથી એક  તીર  કાઢ્યુ અને   તે   કાલ્પનીક   હરણ  તરફ  છોડ્યુ  - આ  તીરના   ફણામાં  તે    ટુકડો  હતો   જે  તેને  માછલીના પેટમાંથી મળેલો - અને   માછલીના  પેટમાંજે  ટુકડો હતો તે તે  જ બચેલો  ટુકડો   હતો  -  જે   યાદવકુમારોએ  દરીયામાં ફેકી   દીધેલો  શાપિત  મુશળનો  ટુકડો હતો – બસ    જ મુશળના  પ્રતાપે યાદવકુલના   અંતિમ  યાદવનુ  પણ  મ્રુત્યુ  નિર્ધાર્યુ   છે. માનવ  સહજ  પીડાથી પિડાઇને કૃષ્ણએ પણ   ચીસ    પાડી અને પારધી ગભરાયો  -ક્યાક   ખોટુ  થયુ   લાગે  છે  અને  તે  દોડતો  દોડતો  આવ્યો અને  ત્યાં જે  દ્રષ્ય  જોયુ તેનાથી તેના   તો હોશ  જ ઉડી  ગયા – અરે   બાપ રે –આ  મારાથી શુ  થયી  ગયુ  ? ભગવાન વાસુદેવને જ મે   તીર  માર્યુ? હવે  હુ ક્યાં  જયીશ ?  વાસુદેવે  તેને કહ્યુ   કે  ચિંતા ના  કરીશ-તને  લેવા માટે તો સ્વર્ગમાંથી વિમાન આવશે અને  તે   નીકળી પણ  ચુક્યુ છે  -આપણે બન્ને એ  હવે  આલોક  છોડી  દેવાનો છે. -  હે   પારધી  -  તે   મારો કોઇ અપરાધ નથી  કર્યો પણ  વિધિના વિધાનને પરીપુર્ણ કરેલ  છે માટે શોક   ના  કરીશ અને સ્વર્ગે  સિધાવા માટે સજ્જ થયી જા. અને  એટલામાં તો  ઘરઘરાટી  બોલાવતુ સ્વર્ગનુ વિમાન આવી  ગયુ – આકાશ  દેવ  મંડલથી ભરાઇ ગયુ  -  ચારે  બાજુ  શરણાઇઓના સુર  રેલાવા લાગ્યા ચારે    બાજુથી  ફુલોનો વરસાદ  વરસવા લાગ્યો અને   પળ   બે પળમાં તો  વાસુદેવ  વૈકુઠધામ  પહોચી  ગયા   જ્યા લક્ષ્મીજી  તેમના સ્વાગત માટે  ઉભાં  જ હતા.
ધરતી  એકવાર ફરી  નિરાધાર થયી  ગયી  અને   પાપાત્માઓએ વિજય ઉત્સવ ઉજવ્યો.
કલીનો  પ્રભાવ  ચાલુ થયી  ગયો  -  હવે   સામ્રાજ્ય  મારુ  છે.-  પાપાત્માઓએ  તેનો  કબજો જમાવવાની  શરુઆત કરી  દીધી.
પાપાજી 
ક્રમશ:
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         86

                                   -: પ રી  ક્ષિ    નો   -   મો  ક્ષ : -
    શુકદેવજીની  કથાનો  આજે છેલ્લો  દિવસ  છે. પરીક્ષીતની  જીદગીનો   પણ આજે  છેલ્લો  દિવસ  છે. આ  મહાજ્ઞાની વિરક્ત  રાજા એટલા નસીબદાર  હતા  કે તે  તેમનુ  મ્રૃત્યુ  ક્યારે છે તે  અગાઉથી જાણતા હતા. ઋષીપુત્રના   શાપની  અવધિ  આજે પુરી  થાય  છે. પણ   રાજાના  દિલમાં  કે  મનમાં પણ  ક્યાંય  કોઇ  ઉચાટ દેખાતો નથી.  તે  સર્વ  પ્રકારે  મ્રૃત્યુને   વધાવવા  માટે સજ્જ  છે.  શુકદેવજીએ પોતાના અંતિમ સંભાષણમાં    જણાવ્યુ કે  હે  રાજન :  મે   આપને  આ સાત  દિવસ દરમિયાન  ઇશ્વરની માયા  અને   લીલાઓનુ વર્ણન   કર્યુ છે. સામાન્ય રીતે  દરેકને  પોતાનો  જીવ  ખુબ  જ વહાલો હોય  છે  અને  તે  બચાવવા  માટે તે  તનતોડ  મહેનત કરે   છે  પણ  મ્રૃત્યુને  એક  પળ  પણ   ઠેલી  શકાતુ નથી.  આપ  તો ખરેખર   નિ:સ્પ્રૃહી  છો. આપે   વિરક્ત પદ   પ્રાપ્ત કરી  લીધુ  છે.  હવે  આપ  મને  રજા  આપો.  પરીક્ષિત   કહે   છે : હે  મહારાજ શુકદેવજી :  આપે તો  મને  જીવનનુ શ્રેષ્ઠ   જ્ઞાન પ્રદાન  કર્યુ છે જે  પ્રાપ્ત કરવુ  સૌને  માટે  દુર્લભ   છે  તે જ્ઞાન  મને   આપે   સામે  ચાલીને  આવીને પ્રદાન    કર્યુ છે. હુ  તે  માટે  આપનો સદાનો ઋણી  રહીશ. અને   પછી  તેમણે  ભાવપુર્વક  શુકદેવજીની પુજા  અર્ચના કરી  :  સાથે  સાથે  કથા-  સભામાં  ઉપસ્થિત તમામ ઋષી મુનીઓની પણ  પુજા કરી અને  સૌના  આશિર્વાદ મેળવ્યા.શુકદેવજીની  સભામાં ઉપસ્થિત  તમામ  બ્રાહ્મણોની  પણ  તેમણે  પુજા અર્ચના કરી  અને તે  સૌને યથાયોગ્ય  દક્ષિણાથી તૃપ્ત   કર્યા. કથા  શ્રવણ દરમિયાન  તેમનો  પુત્ર  જનમેજય  ચોવીસ     કલાક  તેમની તહેનાતમાં રહ્યો હતો.   તેણે  કથાના સ્થળને જડબેસલાક   ચારે  બાજુથી સુરક્ષિત  કરી   રાખેલુ હતુ કે જેથી કોઇ અજાણ્યુ અંદર   ઘુસી જાય  નહી. ચારે દિશામાં ગારુડીઓ  ગોઠવી દીધા હતા  કે  જેથી    કોઇ  નાનો સરખો  સાપ  પણ  પ્રવેશ ના  પામી શકે.છેલ્લા દિવસે  તો તેણે પહેરો  એકદમ મજબુત બનાવી દિધો હતો.. પરીક્ષિતની  આજુબાજુ  લોખંડી  સુરક્ષા  ક્વચ ગોઠવાયેલ હતુ  અને  તે  પોતે જ આજે   તો    ચકાસણી  કરતો  હતો.નિર્ધારીત સમયે  તક્ષક  આવી તો ગયો. તે  પણ  માયાવી  તો  હતો  જ તમામ  પ્રકારના  વેષ પરિવર્તન અને   પરીધાનથી  તે  માહીતગાર  હતો   પણ  પળ  બે પળ  માટે તો  તે પણ  ગુચવાયો પણ  ઋષીવર શ્રુંગી  તેની વહારે આવ્યા. એક    ચોકિદાર  ફળોની ટોપલી  સાથે મંડપમાં  જવા રાહ  જોતો ઉભો   હતો. તક્ષક એક   નાના  કીડાના સ્વરુપે તે ટોપલીના   ફળમાં ઘુસી ગયો.  અને  સિફતથી  પરીક્ષિતની સમીપ પહોચી ગયો   અને   કોઇ  સમજે , વિચારે તે   પહેલા તો  તેણે મહારાજ પરીક્ષિતને  ડંખ   મારી જ દિધો – અને  તક્ષકના   દશવાથી  મહારાજ   પરીક્ષીતનો જીવ  બ્રહ્મમાં   વિલીન થયી ગયો  અને   મહારાજનુ નિર્જીવ શરીર જ મંડપમાં રહ્યુ અને કોઇને પણ   અણસાર  આવે  તે પહેલાં  તો    તે સડસડાટ ભાગી ગયો.  જનમેજય   ગુસ્સાથી  લાલ  પીળો  થયી  ગયો  કે  અરે   આટલી જડબેસલાક વ્યવસ્થા    છતાં  આ તક્ષક કેવીરીતે ઘુસી ગયો  ? પણ  તક્ષક   ઘુસ્યો તે હકીકત  છે  , રાજાને  ડંખ્યો  તે   પણ  હકીકત   છે  અને  તે   ભાગી ગયો  તે  પણ  હકીકત   છે  - કોઇ  તેનુ કશુના બગાડી  શક્યા. જનમેજય અવાચક બની  ગયો. કથામાં હાજર  એવા  વિદ્વાનબ્રાહ્મણો  અને ઋષીમુનીઓએ  તેને ખુબ  શાતા  આપી  પણ  જનમેજયનો ક્રોધ શાંતથતો નહોતો. તેણે વિદ્વાન  અને  પ્રતિભાવંત   બ્રાહ્મણો અને  ઋષીમુનીઓની સલાહથી એક સર્પ યજ્ઞનુ આયોજન કર્યુ. તેના  આયજ્ઞમાં  ચારે દિશામાંથી અનેક સર્પો ઉડીને  આવવા લાગ્યા અને  અગ્નીમા  સમાઇ જવા  લાગ્યા પણ  હજુ  સુધી મુખ્ય  દુશ્મન તેવો  તક્ષક આવ્યો નહોતો.તક્ષક    યજ્ઞથી ગભરાઇ ગયો  હતો  અને  તે  ઇંદ્રના શરણે  જતો રહ્યો.  ઇંદ્રએ પણ  તેને   રક્ષણ આપ્યુ.  આથી  જનમેજય અધિક  ગુસ્સે થયો  : ગુરુજનૂની  સલાહ  લીધી અને   તેઓએ  ઇંદ્ર્દેવ  સહીત   તક્ષકનૂ  આવાહન કર્યુ – હવે  ગભરાવાનો વારો ઇંદ્રનો  હતો. આ તો    બ્રાહ્મણોના તપનો પ્રભાવ  હતો.    આહ્વાહન  કદી  નિરર્થક  થાય જ નહી   અને  ઇન્દ્રને  તક્ષક    સમેત  યજ્ઞની  વેદી સમક્ષ  આવવુ જ પડે.આમાંથી  કોણ  બચાવે ? તેણે  પણ તેના ગુરુદેવ  બૃહસ્પતીજીનુ  શરણ  લીધુ.  મુનીવર  બૃહસ્પતિજી મધ્યસ્થી  થયા  અને  તે  પોતે તેમના  શિષ્ય   તેવા  શરણાગતી  દેવરાજ  ઇંદ્ર અને  તક્ષક   સમેત જનમેજયના   સર્પ યજ્ઞની વેદી  પાસે આવી  ગયા. દેવગુરૂને  જોઇનેતમામ ઋષી  મુનીઓ  અને  રાજા  જનમેજય પણ  ઉભા થયી  ગયા  અને તેમનુ  અભિવાદન અને પુજન અર્ચન સાથે  સ્વાગત    ક્ર્યુ..  સામાન્ય  પ્રારંભિક   આવકાર વિધિ  પતી  ગયા   બાદ  દેવગુરૂએ  જનમેજયને    જણાવ્યુ  કે  હે  રાજન : આપ  હવે   શાંત  થાવ.આપ  અત્યંત  ગુસ્સામાં છો  -પિતૃપ્રેમથી   આપ  વ્યથિત  બની  ગયા  છો  તે  સત્ય હુ  સ્વીકારૂ  છુ.  પણ  હવે મનમાંથી આ ઉદ્વેગ દુર કરો. વિધિના વિધાનને દુર  કરી  શકાતુ નથી. તક્ષક  પણ અમૃતપાનનો અધીકારી તેવો અવધ્ય  છે  માટે  કૃપા કરીને આપ   આ યજ્ઞ હવે  અહી  જ અટકાવી દો અને તક્ષકને  જીવતદાન  આપો . દેવરાજ ઇંદ્રએ તો  માત્ર શરણાગત ધર્મ  નિભાવ્યો છે  તેઓ કોઇ પણ  પ્રકારના દોષિત  નથી કે  કોઇ  સજાને  પાત્ર  પણ  નથી  કે  આપના ગુસ્સાને પાત્ર પ તે નથી  માટે હવે  આ યજ્ઞની પુર્ણાહુતી કરીને  સૌને તૃપ્ત  કરો.  મહારાજ જનમેજયે દેવગુરૂ બૃહસ્પતિજીની વાત  સ્વીકારી અને  યજ્ઞના યજમાન    તરીકે સૌ  બ્રાહ્મણો  અને  ઋષીમુનિઓને આ સર્પયજ્ઞ  બંધ  કરવા   પ્રાર્થના કરી. લોકહિતને નજરમાં  રાખીને સૌ  બ્રાહ્મણો  અને ઋષીમુનીઓએ  રાજાની  પ્રાર્થના   સ્વીકારી અને મહા વિનાશકારી તેવો સર્પ યજ્ઞ બંધ  કર્યો. તક્ષક્ને  પણ  મુક્તિ મળી . ત્યારબાદ   દેવગુરૂ  બૃહસ્પતિજીએ   રાજા  જનમેજયને   પણ બે  વેણ   શિખામણ સ્વરુપ કહ્યાં : હે  રાજા  આ જે પણ  કયી  બની  ગયુ  તે  માત્ર વિધિનુ જ વિધાન હતુ : તેમાં ના  તો  તક્ષકનો કોઇ  ફાળો  છે  કે  ના  તો  તેનો કોઇ  દોષ .  પરીક્ષિતને મળેલો  શાપ તે  તેમના કર્મ સ્વરુપ   તેના  પરીણામ સ્વરુપ    હતોઅને તેમાં ય વિધિનુ  વિધાન જ અગત્યનોભાગ  ભજવે  છે.  હવે  તેમના  ગયા પછી કલીનુ સામ્રાજ્ય આપૃથ્વી ઉપર   કબજો  ધરાવતુ   જશે.  આપના પિતાજીએ  જ તેને રહેવાની જગા ફાળવી  આપેલ  છે  અને  તેવી   અનર્થકારી  જગાઓનો  નાશ   તે  કરી   શક્યા  નથી  જેથી  કલીને છુટ્ટો દોર મળતો  જાય  છે. આપ  પણ   તેને  કાબુમાંતો  રાખી શકશો જ નહી  અને તે  પણ  વિધિનુ     વિધાન છે  માટે આપ   પણ  આપના  પિતાજીની  માફકજ  વિરક્ત રહીનેપ્રજાની  સેવા કરો.આટલો    બોધ  આપીનેદેવગુરૂ  બૃહસ્પતિજી  અને  ઇંદ્ર દેવલોકમાં  જવા  રવાના તયા  અને  તક્ષક પણ તેના યથા સ્થાને જતો રહ્યો.
પાપાજી
ક્રમશ :







No comments:

Post a Comment