Laghu Bhagavat 87 -- Vidhatani har






Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         87
                                   -: વિ   ધા  તા  ની    હા      : -

      વિધાતાના   લેખ  કદી  મિથ્યા  થાય    નહી.  પણ  કહેવાય   છે  ને કે કોઇ  નિયમ  અપવાદ  વગર પુર્ણ  થાય  જ નહી. ભગવાન  પણ  આમ  તો   વિધિના  લેખ   સામે   લાચારી જ  દર્શાવે  છે.  જો તમારા  ભાગ્યમાં  જે નથી  તે  પ્રાપ્ત કરવાનો  પ્રયાસ  ના  કરશો અને  કદાચ  દબાણ  વશ પણ  મળે   તો  તે  ભોગવી નહી  શકો. પણ   આનાથી પણ  ઉપર   છે  કોઇના  અંત:કરણની  દુઆ : જેની  સામે વિધાતાપણ  ઝુકે  છે.
        એક   શેઠ  હતા – તે  અને   “તેમના”  શેઠાણી   -    બે   જ - તેમનુ  કુટુબ – શેઠ  એકદમ ધર્મપરાયણ  હતા -  એમ  પણ  કહેવાતુ કે    શેઠને તો  ભગવાન  હાજરાહજુર  હોય   છે  અને તે ઇચ્છે   ત્યારે  ભગવાનની  સાથે સંવાદ  પણ  કરી  શકે  છે. એકવાર  શેઠાણીએ   શેઠને કહ્યુ કે  ભગવાન   તો  તમારા  માટે  હાજરાહજુર  છે    તમે  એકવાર તેમની  પાસે  માગણી કરો   કે  આપણને એક  પુત્ર આપે  -આ ઘર  સુનુ  સુનુ લાગે  છે  તેને ભર્યુભાદરુ કરી  આપો.  શેઠ  તો    જાણતા જ  હતા  કે તેમના  નસીબમાં  પુત્રસુખ   નથી  અને  તેનાથી ઉપરવટ   તે ભગવાનને  કહીને  તેમને દ્વીધામાં મુકવા  માગતા  નહોતા. પણ  નારી  વિવશ    નર   - શેઠ  શેઠાણી પાસે  લાચાર બની  ગયા  અને  તેમણે  ભગવાનને   પ્રાર્થના  કરી  કે  અમોને  એક  પુત્ર  આપો  -  શેઠાણીની  માગણી  સામે હુ   લાચાર  છુ.  ભગવાને કહ્યુ કે  મે  તને  કહેલુ જ છે   કે  તારા  ભાગ્યમાં પુત્ર સુખ   નથી  - પણ  શેઠે અતિ આગ્રહ   કર્યો અને  કહ્યુ કે  પ્રભુ આપના માટે શુ  અશક્ય   છે  ? ભગવાને  શેઠને  કહ્યુ કે    હજુ  માની  જાવ  -  ભાગ્યમાં જે  ના  હોય    તે  મળે   તો  પણ  ભોગવી  શકશો નહી  -  પણ  શેઠ   ના  માન્યા – આખરે ભગવાને  કહ્યુ   ભલે   તારી    સતત   માગણીને   અનુલક્ષીને  તને    એક  પુત્ર  મળશે    પણ  તે    લાંબુ જીવશે નહી  -તેના   લગ્નને દિવસે  જ જ્યારે  પત્નીની  સાથે ગૃહપ્રવેશ  કરવામાં  આવશે તે  જ દિવસે સર્પ  દંશથી   તેનુ મ્રુત્યુ  થશે -  તમે  આ જીરવી શકશો  ? શેઠે  કહ્યુ   હુ  તો    જીરવી શકીશ  પણ  હુ    વાત  શેઠાણીને જણાવીશ  જ નહી. શેઠ વરદાન  સાથે    આવ્યા  છે   પણ  વરદાનનો   બોજ  તેમણે એકલાએ  જ ઉપાડવાનો હતો.વિધીના આ લેખની  વાત  તેમણે  શેઠાણીને   કહી  નહી    તેમને  એમ  હતુ    કે ભલે  શેઠાણી થોડો  સમય  ખુશ   રહે .અને  તે  રોજ    ભયાનક   દિવસને  યાદ કરીને છાને ખુણે  આંસુ પણ   સારે.
       પુરા દિવસે  શેઠાણીએ   રૂડા રુપાળા બાળકને જન્મ   આપ્યો –શેઠ  અને  શેઠાણીએ નગરમાં  ઉત્સવ   મનાવ્યો  -કોઇ  ઘર   ભુખ્યુ ના  રહે  તેવી    જોગવાઇ   કરી  -  આગળ   પાછળ જે  હોય  - જે  મળે  તેમનાં માંઢા  મીઠા  કરાવ્યા. સૌથી  વધારે ખુશ   શેઠાણી  હતા   અને  સૌથી  વધારે ઉદ્વીગ્ન શેઠ  હતા. સમય     વિતતો  ગયો  - પુત્રને કારણે હવે   તો  ઘર  ભર્યુ ભાદર્યુ લાગવા  માંડ્યુ હતુ – શેઠાણીના  આનંદનો   પાર  નહોતો- લાલા  વગર   તેમને  ચેન  પડે  નહી  -  ધીમે ધીમે કુવર  મોટો  થતો ગયો. ભણી   ગણીને તૈયાર  પણ  થયી  ગયો  - અને યોગ્ય  ઉમરનો થતા  તેને માટે માગાં  પણ  આવવા  લાગ્યાં.  પણ  દરેક માગા વખતે  શેઠ   તે  માગુ નકારી  કાઢતા   હતા.  હવે  શેઠાણીથી  રહેવાયુ  નહી  -  મારે  તો  ઘરમાં હવે  વહુ  લાવવીજ  છે- તમે  પસંદ કરો  પણ  તેના હાથ    પીળા કરો. વિધિના લેખ  મિથ્યા થવાના જ નથી તે  શેઠ  એકલા   જાણતા   હતા  અને   છતાંય  શેઠાણીની ઇચ્છા  પાસે ઝુકી ગયા  અને  પુત્રનુ લગ્ન ગોઠવાઇ ગયુ.ખુબ   ધામધુમથી  લગ્નની  તૈયારીઓ  ચાલી રહી છે -  શેઠાણીનો ઉમંગ અને   શેઠની  વ્યથાનો  પાર નથી- શેઠ  કોઇને કહી   શકતા નથી-  સહી   પણ  શકતા નથી.
            લગ્નનો  દિવસ    પણ  આવી    ગયો.  રંગે  ચંગે  લગ્ન પણ   પતી  ગયા . લગ્નની ખુશાલીમાં  શેઠે  આખા  નગરને  જમાડવાનુ નોતરૂ  આપેલુ    છે. શેઠે  યોજેલા  જમણવારમા   આખુ નગર   ઉમટી  પડ્યુ  છે  -  જમણવારમાં  ભાગ  લેવા   નવવધુ પણ   આવી  હતી  અને  શેઠની હવેલીના   ત્રીજા   મજલે  બેઠી બેઠી  જમણવારનો  ઉત્સવ માણતી હતી. તે  સમયે તેને હવેલીની પાછળની બાજુએથી કોઇના કણસવાનો અવાજ  સંભળાયો.  તેણે ઉભા  થયીને જોયુ તો  એક  પ્રસુતા  પિડાથી કણસતી  હતી  અને  ભુખથી  વ્યાકુળ હોય  તેમ  પણ   લાગતુ હતુ. નવવધુએતે જોયુ અને તેનુ મન   કરુણાથી ભરાઇ  ગયુ  - તેણે  હવેલીમાં તેની પાસે પડેલ  મિઠાઇના  પડીકા જોયાં   અને   તેણે    મિઠાઇના  પડીકાં  આ પ્રસુતાને પહોચાડ્યા. પછી   આભારવશ  પ્રસુતાએ બુમ   પાડી   બેનબા   પાણી પણ  આપો  -  પાણી  તો  હતુ   પણ  પહોચાડવુ  કેવીરીતે  ?  તેણે પોતાની  બે   સાડીઓને   ભેગી  કરીને  દોરડા  જેવુ બનાવ્યુ અને   પાણીનો  લોટો ભરીને  નીચે પ્રસુતાને પહોચાડ્યો. પ્રસુતા તૃપ્ત  થયી  અને  તેના મુખેથી આશિર્વચન   નીકળી ગયુ – બેનબા – તમે  પણ  પુત્રવતી થાવ  અને  અખંડ  સૌભાગ્યવતી  રહો .  નવવધુના  કાને તો     આશિર્વચન  પડ્યા  નહી  પણ ભગવાનના    કાને પડ્યા અને  હવે  તેના  આશીર્વાદને  સાચો ઠેરવવાની જવાબદારિ  ભગવાનની હતી.
        વિક્ષુબ્ધ  શેઠ  પુજાના ઓરડામાં જતા  રહ્યા અને  કહેતા  ગયા  કે  ગૃહપ્રવેશની વિધિ   પુર્ણ  થાય   તે   પછી જ મને  બુમ  પાડજો – ત્યાંસુધી મને બોલાવશો નહી. આમે  ય ગૃહપ્રવેશ  માટે શેઠાણીએ  જ આરતી   સાથે ઉભા  રહીને  નવવધુને   આવકારવાની   હોય –અને   તેથી  શેઠની  તો  જરૂર ના  જપડે. અને  શેઠાણીને તો ખબર જ  નથી  કે  શુ થવાનુ  છે. ગૃહપ્રવેશ માટે વરઘોડીયા આવી  ગયા અને  બારના ટકોરે  જેવો  પ્રવેશ કરવા  જાય  છે  કે  એક  મોભ  તુટે  છે  અને  તેની નીચે એક  સાપ  કચડાઇને મરી    જાય   છે.   લોકોના મુખેથી  ચીસ  નીકળી   ગયી  - અને  એટલો    હર્ષોલ્લાસ પણ  વ્યાપી ગયો  બુમાબુમ થયી  ગયી  -  ભાઇ  બચી  ગયા   , ભાઇ બચી  ગયા અને આનંદાનંદ છવાઇ ગયો.શેઠને થયુ કે  ચીસ તો  પડી  પણ  લોકો કેમ   આટલા ખુશ  છે ? હે   ભગવાન  મને  શક્તિ આપો  હુ     દુ:ખ  સહન  કરુ  -  અને  દરવાજે દસ્તક   વાગ્યા અને   દરવાજો   ખોલતા  જ વરઘોડીયાં પગે  પડ્યા –શેઠને તો સમજ  ના  પડી  કે    શુ  થયુ  ?  તે  તરત  જ પાછા   પુજાના  ઓરડામાં ગયા અને  પ્રભુને બોલાવ્યા-અરે  પ્રભુ આ   શુ  છે ?   તમે તો  મને   શુ  કહેલુ  અને  આ હુ  શુ  જોવુ છુ  ?   જો  આમ  જ થવાનુ હતુ   તો  મંને કેમ  આટલા સમય  સુધી  ટટળાયો ?  પ્રભુએ    કહ્યુ જો  સાંભળ  એકબાજુ  તારી ભક્તિનુ  જોર  તો  હતુ  જ પણ  તે  પુરતુ નહોતુ  પણ  આ જ સમયે એક   ગરીબ પ્રસુતાના આશિર્વાદ  તમારી વહુને  મળ્યા અને  તે પુર્ણ કરવાની જવાબદારી  પણ   મારી  જ હતી.  તે  પ્રસુતાના આશિર્વચનમાં એટલુ બળ હતુ  કે  વિધાતાને   ઝુકવુ  પડ્યુ. ભગવાને આ  યશ   પણ   પ્રસુતાના આશિર્વચનને જ  આપ્યો.  આને   પણ  ભગવાનની  લીલા  કહેવાય ને ?
પાપાજી
ક્રમશ



No comments:

Post a Comment