Laghu bhagavat 89 Kalpanatit Kalikathaa










Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.

                     -:   ઘુ    ભા     :-

                                -:ગુવં   રીખ:-
                                         89
                                   -: ક લ્પ ના તી ત  -  ક લી ક થા    : -
અર્વાચીન  નાભાગની  એક   કલ્પનાતીત  કથા .
જલીલ  આસાન   નહી  , આબાદ   કરના   યે  ઘર કીસીકા ,
યે    ઉસીકા   કામ  હૈ  ,  જો  ખુદ  બરબાદ  હોતે હૈ
 નાભાગના  પ્રસંગના વર્ણન અંગેની  આલોચનામાં   જણાવાયુ    છે જ  કે  નાભાગ   તો  નાનો ભાઇ છે  - પણ  કળીયુગમાં તો  નાના  ભાઇઓ પણ  મોટાને  રઝળતો કરવા  સુધી  જયી   શકે   છે – અરે  સગો  પુત્ર પણ  માબાપને  ઘરની  બહાર  પણ હડસેલી  શકે   છે  - નાભાગ   માટે તો   તેના  પિતા તેની   સાથે હતા અને તેમના  આશિર્વાદ  પણ  તેની  સાથે  હતા  પણ  કળીયુગમાં તો    પિતા  પણ  સાથે તો  નહી   વિરોધી  ભુમીકા  પણ  ભજવી શકે   છે  - અને  તેનુ જ નામ  કળીયુગ .
     આવી      એક  કલ્પનાતીત  કહાની  સામે આવેલ  છે. અહીયાં  નાભાગના   પાત્રમા   મોટોભાઇ છે.  તે   પિતાનો  સૌથી   મોટો  પુત્ર  છે. તેના  કમનસીબે  તેના  જન્મ પછી   અવતરેલી પુત્રી નાની ઉમરે અવસાન  પામી   અને   તે  પછી   લાંબા  સમય  સુધી  કોઇ   સંતાન  નહોતુ.  આશરે  દશેક   વર્ષ  બાદ   સારા  દિવસ જોવા  મળ્યા અને  એક  રૂપકડો  કુવર  મળ્યો  - અને   તેના  જન્મના  દિવસે જ પિતાને પ્રમોશન મળે   છે  -  પિતા ખુશ  ખુશાલ  છે –  નવો   બાળક “ નસીબદાર “  છે   -અને  પછી   તો  તેના  પછી  બીજા   ત્રણ  સતાનો    કુદરતે ભેટમાં  આપ્યા  -  બીજો એક પુત્ર અને બે  પુત્રીઓ પુત્રીઓ પણ મળી.નાનુ  સરખુ  કુટુબ  હર્યુ ભર્યુ  બની   ગયુ  -અને  તે    બધાનો  યશ  પિતાના  લાડકા  પુત્રને  મળ્યો -    તેના આગમન   પછી   જ ઘર  ભયુ ભાદરુ બન્યુ – પણ  સમય    ક્યાં કોઇની રાહ  જુવે  છે  ?  માતાપિતાની  પાછલી ઉમરે  નાના સંતાનો –ઉછેરની પણ  એક   જવાબદારી  છે   - પિતાની   નાની નોકરી -    ટુકો પગાર – પણ  મોટો  પુત્ર પુખ્તતાને આરે  હતો  - અને  તેને  પણ  આ નાના રમકડા  જેવા   બાળકો ખુબ  ગમતા હતા  - તેનુ  નાનપણનુ  મનગમતુ રમકડુ  છિનવાઇ ગયુ  હતુ – પછી   લાંબા  ગાળે   એક  નહી   ચાર    ચાર   રમકડાં   મળ્યા- તેને મન  નસીબ – કમનસીબ જેવુ કશૂ  નહોતુ.- પણ   આખરેતો કળીયુગ  છે – માતા પિતાને  કેમ  સંતોષ  થાય કે    મોટો  તેમના  બીજા ચારને સંભાળશે ?   કળીયુગ   છે  -પરણીને જતો  રહેશે  તો ?   કળીયુગ છે  ને   ?  પિતાની   નિવૃત્તિ વયે  મોટો  કમાતો થયો   અને તેણે  તેનો  પહેલો  પગાર તેની  માતાને  આપ્યો – તેને  પૈસા  જોઇયે  તો  પણ  અગાઉની માફકજ  માતા પાસે જ  માગતો  હતો – આ ક્રમ તો  જીદગીની   સાંજ   સુધી  પણ   ચાલુ જ રહ્યો – પહેલા   માતા  - પછી   પત્ની- અને  તે  પછી   સંતાન   -પિતાની નિવૃત્તી સમયે  નાનેરાઓ   10—7—4—અને     1  વર્ષના   હતા  અને   બરાબર  તે જ સમયે મોટાની  વહુ  ઘરમાં  આવે   છે – એક    ડર   છે – દરેકના મનમાં -  નવી   વહુ      છોકરાંને  સાચવશે કે   પછી  જુદુ ઘર   માંડશે ?  પિતાની આવક   ઘટી  ગયી  છે  -પણ  તેવુ કશુ  ના  બન્યુ -  વહુએ  ઘર   સંભાળી  લીધુ – કોઇ   ઉહાપોહ  નહી  - કોઇ  ફરીયાદ  નહી  -અને   સમયનાં  વહેણ વહેવા  લાગ્યા – લાડકવાયા   પુત્રો -  લાડકોડમાં  ઉછરતા   ગયા –તેમના  ભાગે  માતા  કે  પિતાની ટપલી ખાવાનો પણ  વારી  આવી  નથી   -  મોટાએ  તો   માનો   માર  પણ  ખાધો  છે  અને  બાપની થપ્પડ  પણ  ખાધી  છે  - અને  ઘરમાં નાનેરા  વધતા  ગયા – એક    પુત્રી  -  બીજી  પુત્રી  -  ત્રીજી  પુત્રી  -   લોકોના  મતે જાણે કે  કમનસીબીઓ  આવતી ગયી .પણ  મોટાનુ  મન   તેવુ  માનતુ જ નહોતુ –તેણે તો    આવી  વાયકાઓ  સામે ત્રીજીને  તો  ઉચ્ચ  આધ્યાત્મિક  જ્ઞાન  પણ  આપ્યુ  અને   તેથીય  વિશેષ  તેની    નાનકડી પૌત્રીને  પણ   એવુ    બલ્કે  તેથી વિશેષ  આધ્યાત્મિક  જ્ઞાન  આપ્યુ હતુ  -  અને  તે  જ અરસામાં  પિતા   ઉપર  એક ક્રીમીનલ કેસ   આવી    પડ્યો  -  સૌ  હેબતાઇ  ગયા -  પણ મોટાએ  સાથ   નહોતો  છોડ્યો-  ઘર  બહાર  તેની  નોકરી અને ક્રીમીનલ  કેસ  બધુ સંભાળી લીધુ – ભગવાનની  દયા  - બધુ   સમુ  સુતરૂ ઉતરી ગયુ  - પણ  મનથી  ઘણા  ભાગી ગયા – બાકી  હતુ   તેમ    ચોથો જીવ   પણ  અવતરી  ગયો  -  તે   પણ   લાડકવાયો – અતિ   લાડકો -  ત્રણ પુત્રીઓ  પછીનો પુત્ર -   પિતાશ્રીનો  પહેલો   પૌત્ર -  લાડકોડ  પ્રમાણમા  ખુબ   લીધા –પહેલા  ચાર   પણ  ધીમે ધીમે  બાળકમાંથી કિશોરાવસ્થાએ   આવી  ગયા  - અને  એક   કમનસીબી  આવી  -  મોટાના   માથે પણ   ક્રીમીનલ કેસ   આવ્યા -  કસોટીનો  સમય  હતો – એક  સમય એવો   આવી  ગયો  - જ્યારે  મોટો  વહેલી સવારે   ચાર   વાગે   નીકળે અને  રાત્રે  દશ   વાગે  ઘેર   આવે  - ઘેર  બે   લાડકા  કુવરોને  ભાભી    સાથે બનતુ  નહોતુ  -  ફરીયાદ  થાય – ના  થાય  - વહુની  ફરીયાદ કોઇ   સાંભળતુ નહોતુ  તેનો પતિ   પણ નહી  –મોટાની  હાલત  સેંડવીચ જેવી હતી  -પણ   સહન  કરતો હતો  -   બન્ને  પક્ષમાંથી કોઇને    કશુ  કહેતો નહોતો – મનમાં જ મુરઝાતો  રહેતો- એક  બીજી  કમનસીબ  પળ    પણ   આવી  -અને -   વહુએ  સસરાને  ફરીયાદ કરી    દિયેર માટે  : અને  કમનસીબની  પરાકાષ્ઠા આવી  - પિતાજીએ બે   લાડકા પુત્રોને તો   કશુ   ના  કહ્યુ   પણ   વહુને અભીશાપ  આપ્યો -  “ જો  તમારા છોકરા પણ    આવા   પાકશે તો   શુ  કરશો? “ પિતાએ  એટલો  પણ   વિચાર  ના    કર્યો   કે  આ શાપ   તેમણે તેમના જ પુત્રને  આપ્યો  છે  પણ  પુત્ર મોહવશ પિતા લાડકા  પુત્રોને કશુ  કહેવા  રાજી નહોતા-મોટાને તો  આ કશુ   ગંભીર   લાગ્યુ  જ નહોતુ – અને  સમય    વીતતો  ગયો 
ભવસાગરમાં  વિશ્વાસે   જ્યાં  તરતી  નૈયા ડુબે
કોણ  પારકા ,  કોણ  પોતિકા , માનવ  ના  પરખાયા

પિતાની  જવાબદારી    સચવાઇ  ગયી  હતી  - તેમના  ચારેય   સંતાનો  મોટા થયી  ગયા  -  થાળે પણ  પડી  ગયા  - પરણી પણ  ગયા  - અને   સૌ  સૌ  અલગ   અલગ  ઘર  વસાવીને રહેવા પણ   લાગ્યા. પરણ્યા  પછી    20-   20   વર્ષ  બાદ   મોટો   પણ  પહેલી   વાર  ઘરની બહાર  નીકળ્યો –તે  નીકળ્યો તે   નીકળ્યો- આજસુધી   તે  ઘર  તેનુ  જ ખરીદેલ હોવા  છતાય  તે  એ ઘરમાં  પાછો ફરી  શક્યો  નથી  -અરે  તેના પિતાએ  તો   એકબાજુ અભીશાપ   પણ   આપ્યો અને   બીજી બાજુ આ બન્ને   લાડકવાયા પુત્રો    માટે અધીકાર  પણ   માગી  લીધા – વતનના   મકાનો –નાના   પુત્રને  આપી  દેજે  - તેર્ને બે   પુત્રો   છે      તારી  પાસે તો  વિશાલ મકાન  છે  અને   એક   જ પુત્ર  છે  - - અને  સૌથી  વધુ   લાડકા  પુત્ર  માટે કહ્યુ – આપણે  રહીયે  છિયે તે મકાન તેની  બીજી સગવડ   નાથાય  ત્યા   સુધી  તેને ત્યાં રહેવા  દેજે – આ માગણી  પણ  સ્વીકારાયી ગયી  -તારી  પાસે તો    ઘર   છે  જ – એક  જ પુત્ર  છે .કાલ  કોણે  દીઠી  છે  ?કોને ખબર  શુ  થવાનુ  છે  ?  માથા  ઉપરનો   અભીશાપ  પાકવાનો  સમય   આવ્યો  - અને  પેટનો  જણ્યો  પુત્ર  વાંકો  થયો  - મકાન ધમાવી  લીધુ   -  કબજો તો  જમાવી  લીધો- અધીકાર   માટે  જંગે  ચડ્યો -  અને   આટલી  વિપદા  ઓછી  હોય   તેમ  પેલા બન્ને  અનુજો  અને  તેમના  કુટુબીજનો પણ   તેની   તરફેણમાં  ઉભા   રહી   ગયા .આ ત્રણેયે  ભેગા  મળીને  મોટાને  એવો   કસ્યો   કે  તેના હોશ  હવાશ  ઉડી   ગયા  - અરે  એટલી  હદે  -  મોટો  -75 +  -પર  જ્યારે ગંભીર   માદો  પડ્યો  ત્યારે કેટલાકે  તે ઢૉંગ  ગણાવ્યો  તો  ક્ષમતા ધરાવતા અનુજો  મોં  ફેરવી  ગયા  - અરે   એટલુ  ઓછુ  હોય  તેમ   તેવા સમયમા ખબર   પુછવાની તો  બાજુ  પર   રહી  -તેને   દુણવાની કોઇ   તક  જતી    ના  કરી  - અને    બનાવે -  મોટાના ચાર   સંતાનોને કહેવાની  તક   આપી –જેના  માટે  આટલુ  કર્યુ   તે   આજે  ક્યાં  છે  ?    તમારાથી  વિમુખ  ? અને  તે પણ  અમારાથી વિમુખ  -જો  કે   પુત્રીઓ સાથે રહી  -પણ  તેમને   પણ  તેમનુ  ઘર  હોય  -પતિ  ,  સંતાનો જવાબદારીઓ    હોય –અને    ખુદનો    પુત્ર  જો   વિમુખ  હોય  તો  બીજાંબે શુ  કહેવાનુ ? અને   આમ  સમાન  હેતુવાળા  સૌ    ભેગા મળીને જે    ભીંસ  વધારી  તેનો  સામનો  કરવામાં જ મોટો  સાવ   ભાગી  પડ્યો
અ રે રે રે   - જેના  માટે મોટાએ  જીવતરના  20   20 અમુલ્ય  વર્ષો  વેડફ્યા  તે    ચાર    તો   ગયા પણ   પોતાના   ચારને  પણ  ખોઇ   બેઠો – સૌથી  લાડકો  ગણાય  તેવા પુત્રએ- જેને   ઘર    આપ્યુ –ગાડી  આપી,   લાડી  આપી ,  વાડી  આપી  , વજીફા  આપ્યા – તેણે જ    જ બંડ  પોકાર્યુ  અને  તેના  સાથીદારો તરીકે  મોટાના જ  અનુજો  અને તેના કુટુબીજનો – આનાથી  વિપરીત  બીજુ શુ  હોઇ  શકે   ?
   કોઇ   સાહિત્યિક  કે  રાજનૈતિક  પ્રસંગની    તુલના   કે  આલોચના  નથી   પણ  એક   ધર્મગ્રંથના પ્રસંગની  તુલના   છે :  હોઇ   શકે કે આ જ  વિધિનુ વિધાન  હોય  - અનુજો  કે  પુત્ર  એતો  માત્ર   નિમિત્ત  સ્વરૂપ  પાત્રો  પણ  હોઇ  શકે –તેમની   સામેનો  આક્રોશ  વ્યાજબી  ના   પણ    ગણાય- યાદ  કરો  : માતા  ગાંધારીને  : વાસુદેવ કૃષ્ણ મહાભારતના  યુધ્ધ   પછી  તેમને  ઔપચારિક  રીતે  મળવા  તેમજ  આશ્વાસન  આપવા    ગયેલા- પણ પુત્રપ્રેમ અને   મોહવશ  ભાન  ભુલીને  ગાંધારીએ  પોતાના  સો  પુત્રોના   મોતની  જવાબદારી કૃષ્ણ   ઉપર   નાખી અને  તે  પુરતુ  ના  હોય   તેમ   તેમ  તેમણે  કૃષ્ણને  શાપ  પણ  આપી   દિધો : “  તમારા કુળનો   પણ   આવી જ  રીતે  આંતરવિગ્રહમાં સર્વનાશ   થશે  “. સૌ   જાણે છે કે   વાસુદેવનો કોઇ   દોષ  નહોતો પણ  તે   સ્વસ્થ રહ્યા   અને   શાપ  પણ   માથે ચઢાવ્યો – માત્ર  અને  માત્ર    આટલુ જ  કહીને કે  તે   પણ   વિધિનુ     વિધાન   છ્રે –જો   ભગવાન કૃષ્ણએ  શાપ  માથે  ચઢાવ્યો તો  આપણે  કોણ   વિધિના વિધાનની   સામે પડનારા?
   છે  અર્વાચીન નાભાગની  કલ્પનાતીત  કથા
પરીક્ષીતના   મુગટમાં  રહીને  , ફુલ્યો   ફાલ્યો  અને   આજે  વિકરાળ રૂપ ધારણ    કરેલ      છે  કલીની -    કલીકાળની કથા .

પાપાજી 
ક્રમશ



No comments:

Post a Comment