Laghu Bhagavat - Rupak Kathao - Sartatv






48 Rupak kathao

        ભાગવતના     સાર તત્વને   અનુરુપ  કેટલીક   રૂપક  કથાઓ

                                                      1
-                  -:  સમર્થ  વિજેતા :-
હસ્તિનાપુરના ચક્રવર્તી    સમ્રાટ  મહારાજ  યુધિષ્ઠીરની   સભામા   એક  ગરીબ  બ્રાહ્મણ  આવ્યો – અને   મહારાજ સમક્ષ  યાચના  કરી  કે મારીપુત્રીનુ  લગ્ન છે  મને  મદદ  કરો.  સમ્રાટ  દિવસભરના કામોમો  વ્યસ્ત  હતા  અને  થાકી ગયા  હતા  માટે  તેમણે ભુદેવને  જણાવ્યુ કે  કાલે સવારે  આવજો આપની ઇચ્છા  જરૂર  પુરી કરીશ. ગરીબ   બ્રાહ્મણ  કશુ    બોલી શક્યો  નહી  - - પણ  તેની   આખમા ઝળહળીયા   આવી  ગયા રાત્રે    ક્યા  રોકાઇશ  ? ઘર  વાળા  રાહ  જોતા   હશે – લગ્નનુ  ઘર  - તૈયારીઓ  કરવાની અનેક બોજ    માથા ઉપર  હતા-પણ  શુ  થાય   -રાજાનો  આદેશ હતો  સવારે  આવો
         સભામા  ભીમ  હાજર  હતો – તેણે જોયુ  કે  બ્રાહ્મણ    બહુ  નિરાશ થયો   લાગે છે   અને  ચિતામા   છે  પણ  મહારાજને    કહેવુ  કેવીરીતે? અચાનક તેને એક   યુક્તિ  કરી  - દરબારમા  એક  નગારૂ  હતુ   જે   ત્યારે  જ  વગાડવામા   આવતુ હતુ   જ્યારે કોઇએ  કોઇ    અલભ્ય   વિજય પ્રાપ્ત કર્યો  હોય . તેણે  તરતજ   આ  નગારૂ જોર  શોરથી વગાડવુ શરુ   કર્યુ   - યુધિષ્ઠીર દંગ   રહી   ગયા  અને  તેમણે ભીમને બોલાવીને  પુછ્યુ કે  કોણ   છે  આ  અલભ્ય     વિજય  પ્રાપ્ત કરનાર વિજેતા કે  જેના સન્માનમા    તારે આ નગારૂ વગાડવુ પડ્યુ ?  ભીમે   શાંતિથી  જણાવ્યુ કે   મહારાજ  આપ  જ  એ   વિજેતા  છો  અને  આપના   સન્માન માટે    આ  નગારુ  વગાડ્યુ-  યુધિષ્ઠીરને આશ્ચર્ય  થયુ   કે   મે   વળી  કયો  વિજય મેળવ્યો – હુ  તો   અહિ  સભામા   છુ  -ભીમંને   ચોખવટ કરવા  જણાવ્યુ –
  ભીમે   સરસ   ચોખવટ  કરી  -  મહારાજ   આપ   કદી  અસત્ય   વચન  તો   ઉચ્ચારતા   નથી તે   સાચુ  છે   ?  મહારાજે  હા    કહી  -આપે  આ   બ્રાહ્મણને આવતી કાલે   બોલાવ્યો  તે  વાત   સાચી  છે  ?  મહારાજે  ફરી  હા   કહી –  ભીમે  કહ્યુ મહારાજ  એનો  અર્થ   એ  થયો   કે   આપ   કમસેકમ   આવતીકાલ  સુધી તો  જીવીત  છો   -  કાળ  તમારુ   કશુ  નહી   બગાડી શકે  -આપ   સત્યવક્તા   છો  - અને  આપે  આવતીકાલ  સુધી  કાળને  જીતી  લીધો  છે   - આ વિજય અલભ્ય  છે  અને  આપ  તે   અલભ્ય વિજયના  વિજેતા   છો
     ભીમની  વાત   સાભળી  મહારાજંને  તરત   જ પોતાની ભુલ  સમજાઇ   ગયી  અને  તેમણે બ્રાહ્મણને  પાછો  બોલાવી પુત્રીના   લગ્ન માટે તમામ   મદદ    આપી – બ્રાહ્મણ  ખુશ   થતો  થતો  ગયો  અને  ભીમને  આશિર્વાદ આપતો  ગયો.
આયી    બાત  સમજમે  ?
કાળ   કોઇનો  પણ  સગો  નથી  -તે કોઇની   રાહ  કે   આદેશ લેવા ટેવાયેલ  નથી   - ગમે   ત્યારે  ગમે   તે  પળે   ત્રાટકી   શકે    છે  -સમજ્યા  ?
કીસકે   લિયે   રૂકા   હૈ ,  કીસકે લિયે   રૂક્રેગા
કરના  હૈ  જો  ભી  કરલે  , યે  વક્ત  જા રહા હૈ
યે  વક્ત   જા  રહા  હૈ
ગુણવંત   પરીખ
27-5-18




                                                 2
                                     સહસા   વિદધિત   ના   ક્રિયામ


કોઇ પણ  બિર્ણય લેવામા  ઉતાવળ  કરવી હિતાવહ   નથી ,સંસ્ક્રુતની જેમ  ગુજરાતીમા  પણ  કવેવાય છે 
ઉતાવળા  સો  બાવરા ,ધીરા   સો   ગંભીર
     એક રાજા    હતો  = ખુબ  કાર્યદક્ષ –પ્રજાલક્ષી  - દયાળુ – માનો  સર્વગુણસપન્ન- પણ  એક  જ ખામી  હતી – ખુબ  ક્રોધી  અને  ઉતાવળીઓ – એક  વાર  એક  સંત  તેના મહેલમા  પધાર્યા  -  રાજાએ ખુબ  આગતા   સ્વાગતા  કરી =સંત  પણ  ખુબ   ખુશ  થયા  અને  જતા જતા   એક સુભાષિત  રાજાને ભેટમા   આપ્યુ :
સહસા   વિદધિત ના  ક્રિયામ   -----
રાજાને ખાસ  ખબર   ના  પડી  - પણ  સંતે  તેને  સમજ  આપી-  અને  આ  સુભાષિત  શયન ખંડમા  રોજ  અને  પળે  પળે  નજર  જાય  તેમ  રાખવા  કહ્યુ –રાજાએ  સુચનાનુ  યોગ્ય પાલન  પણ  કર્યુ. એક   વાર   રાજા રાત્રે  મોડો  ઘેર  આવ્યો  અને બહુ    મોડુ થયેલ હોવાથી    સિધો જ   શયન  ખંડમા   ગયો –અને  ત્યાનુ દ્રષ્ય   જોઇને  એકદમ રાતો –પીળો  થયી  ગયો –તેના   શયન  ખંડમા   તેના પલંગમા   તેની   રાણી  સાથે  કોઇ અજાણી  લાગતી  વ્યક્તિને  સુતેલી  જોઇને  તેણે તલવાર  કાઢી  કે  હમણાજ  આ  બન્નેને   કાપી  નાખુ-  અને  તલવાર ઉગામી –પણ  તલવારથી  શયનકક્ષમા   મુકેલ   સુભાષિત ફાટી ગયુ – રાજાની  નજર  ત્યા   ગયી  અને  તે એકદમ અટકી   ગયો – સવાર સુધી   રાહ  જ્જોવાનુ  વિચારીને   તે બીજા  કક્ષમા  જતો   રહ્યો.
     બીજે  દિવસે  ભર્યા  દરબારમા  તેણે રાણીને  હાજર થવા  આદેશ આપ્યો- રાણી ગભરાતાગભરાતા    આવી – તેને સમજ   ના  પડી   કે  રાજાએ તેને કેમ  બોલાવી  અને  તે  પણ  રાજ્યસભા માં ?  -રાજાએ આગ  ઝરતા સ્વરે  રાણીને પુછ્યુ કે  રાત્રે તમારા કક્ષમા   તમારા જ પલંગમા  કોણ   સુતુ   હતુ ? રાણીએ જવાબ આપ્યો-મહારાજ તમે  તમારા  પુત્રને  ના  ઓળખી શક્યા? તેને  લાગેલા   ઘા ની  વેદનાથી  તે  ખુબ પીડાતો હોવાથી   તે મારી સાથે  આવીને સુઇ  ગયેલો અને   આપ   મોડા સુધી આવેલા  નહી    હોવાથી તે મારી  સાથે જ  સુઇ  ગયો  હતો  -રાજા તો  કાપો તો   લોહી  ના  નિકળે  તેવો  થયી   ગયો – એકદમ ફફડી  ગયો  -    જો  ઉતાવળમા   મે  એ બન્નેની  હત્યા   કરી    નાખી  હોત   તો  શુ  થાત  ? એક  સંતનુ    શુભાષિત કેટલુ   ફળદાઇ   નિવડ્યુ ?
સહસા  વિદધીત  ના  ક્રિયામ ..........
                                                                      


                                   3

                    -‌: ઋ  ણા નુ  બં  ધ :-
                  ગુણવંત  પરીખ
      કર્મનુ  બંધન અતુટ  છે   -  બ્રહ્મના બાપને  પણ તે  છોડતુ  નથી. –મહારાજ  દશરથ ભગવાન  રામચંદ્રજીના પિતા-  ભુલથી  અજાણતા   જ શ્રવણની હત્યા   કરી   બેસે  છે અને  શ્રવણના અંધ  માતા-પિતા  નિરાધાર  બની  જાય  છે – અને  આગ   ઓકતા   અંગારા  જેવા  નિસાસાથી  શાપ  નીકળી  જાય  છે  - તારુ   મોત  પણ   ત્યારે  થશે   જ્યારે તુ  પુત્ર  વિયોગે તરફડતો  હોઇશ – અને  આ   શાપ  ગણો   તો  શાપ  અને  કર્મનુ  ફળ  ગણી લો   - ચાર   ચાર  પુત્રો - છતાય  મ્રુત્યુ  સમયે કોઇ   હાજર  નહી. રામચંદ્રજી  જાણતા  હોવા છતાંય  નાઇલાજ  હતા.
  આવુ  જ એક  ઉદાહરણ:  એક ગરીબ  બ્રાહ્મણ  હતો –એ જમાનો એવો  હતો :  બ્રાહ્મણ   જ્ઞાની  હોય  , વિદ્વાન પણ  હોય  પણ  દરીદ્રતા તેના  નસીબમા  લખાયેલ જ  હોય. – આજે  તેવુ નથી    કળીયુગ  છે  તેના ધોરણ  જુદા  છે. બ્રાહ્મણને   જાત્રા  કરવા  જવાનુ  મન  થયુ અને તેણે  તૈયારીઓ કરી  લીધી – જતા  અગાઉ  ઘરમાં  જે  જોખમ  - માલ  મિલ્કત  પુજી હતા  તે  સલામત મુકવા   માટે  તેને થયુ  કે   નગરશેઠ જ એક  એવી  વ્યક્તિ   છે જ્યા  મારી  મિલ્કત  સુરક્ષિત  રહેશે.આમ વિચારીને  તે  નગરશેઠના  દ્વારે પહોચી  ગયો. તેણે શેઠને બધી   વાત  કરી –શેઠે  મુનીમને  બોલાવ્યા અને બધી  વાત  કરી  અને બ્રાહ્મણનુ  પોટલુ   મુનીમજીને આપ્યુ  - મુનીમે પોટલુ  તિજોરીમાં  મુક્યુ -  અને    ભુદેવ જાત્રાએ  સિધાવ્યા..   છ -  - આઠ મહીને બ્રાહ્મણ  જાત્રાએથી  પરત   આવ્યો અનેસહેજ  સાજ   આરામ કરીને   જાત્રાનો પ્રસાદ  લયીને    શેઠના  દ્વારે  પહોચ્યો.પ્રસાદ આપીને તે  થોડીક  વાર   બેઠો    પણ   શેઠ  કશુ  બોલ્યા  નહી   એટલે તેણે  જ  યાદ   દેવડાવવા  કહ્યુ  કે   શેઠ  મારી  પોટલી   આપો –શેઠે જવાબ  આપ્યો  શાની પોટલી  ભાઇ  ? બ્રાહ્મણના   માથે  તો   આભ  તુટી  પડ્યુ. બ્રાહમણ ખુબ  કરગર્યો પણ   શેઠ  તો   નામક્કર  જ  ગયા  અને  કહે   કોઇ   સાક્ષી હોય  તો  બોલાવો  -આવી  કોઇ  પોટલી  તમે  મને   આપી  જ નથી  - બ્રાહ્મણ પાસે  કોઇ   સાક્ષી  નહોતા  - મુનીમજી આ   તમાસો  જોતા હતા – નજરે  જોનાર  અને   જાણનાર   સાક્ષી  તો  તે  જ હતા  - પણ  શેઠના  મુનીમ -  શુ   બોલે ?
અને   આઘાતમાં બ્રાહ્મણનો  જીવ  જતો   રહ્યો.
શેઠના    ઘેર  બરાબર એ  જ   દિવસે  એક   કુવરનો જન્મ  થયો  અને શેઠ  તો  ખુશ ખુસાલ  આનંદોત્સવ મનાવાયો -  એક મુનીમજીને  જ  પ્રેરણા  મળી  - આ  કુવર  નક્કી પેલો  બ્રાહ્મણનો  જ અવતાર હશે  અને  તેનો  હિસાબ  ચુકતે  કરવા જ  આવ્યો   હશે..  આથી   મુનીમે કુવર   પાછળ  થતા  ખર્ચનો  પાઇ   પાઇ નો  હિસાબ રાખવાનુ   નક્કી કર્યુ અને  તે   મુજબ શેઠની  જાણ   બહાર તેણે કુવર   પાછળના  ખર્ચનો  હિસાબ રાખ્યો. શેઠે બ્રાહ્મણના    40000  રૂપીયા ઓળવી  લીધા  હતા અને કુવર  પાછલનો ખર્ચ  વધતો  જતો  હતો. કુવર  મોટો થયો  - લગ્ન  લેવાયા-  સૌ  ખુશ  હતા  -  માત્ર  મુનીમજી જ જાણતા હતા  કે   કશુક અજુગતુ બનવાની ઘડીઓ  ગણાઇ  રહી   છે  -કુવર   પાછળનો ખર્ચ 39000 ને  પાર  જતો   રહ્યો  છે  - અને  કુવર  વહુને   લયીને  હવેલીએ    આવી   પહોચ્યો -  બસ   માત્ર  બે   રુપીયા  બાકી  હતા – મુનીમજીનો જીવ   તાળવે  ચોટી ગયો  -  અને   શેઠે  બુમ   પાડી મુનીમ  પેલા  ભિક્ષુકને  બે રુપીયા  આપીને વિદાય  કરો  -  અને  મુનીમે  બે   રુપીયા  આપ્યા અને    બરાબર તે  જ ક્ષણે  કુવરને  ચક્કર   આવી   ગયા  અને   કોઇ   કશુ   સમજે  વિચારે તે  પહેલા  તો   કુવરના  પ્રાણ  જતા  રહ્યા.   નવવધુ  પરણ્યાના   પહેલા  જ  દિવસે  વિધવા  બની  -  શેઠના   માથે  તો   આભ  તુટી  પડ્યુ  - રોકકળ  મચી  ગયી -  એક    માત્ર   મુનીમજી જ  જાણતા હતા  કે   શુ   થયુ  - શેઠના   ચોપડાનો  હિસાબ  પણ   તે   રાખતા હતા  અને  કુદરતે  પણ  હિસાબ   સરભર  કરી  દીધા- 40000   ની   સામે 40000  કુવરની  પાછળ  તો ખર્ચાઇ જ ગયા  અને  વ્યાજમાં   શેઠના  માથે વિધવા પુત્રવધુનો   બોજ  આવ્યો. મુનીમજી  ખરખરો કરવા  હવેલીએ પહોચ્યા  અને  શેઠને  કહ્યુ હુ   કાલથી આપના  ત્યા  નહી   આવુ.-  બસ  આટલુ  કહીને  મુનીમજી   શેઠના કોઇ  જવાબની  રાહ  જોયા વગર  જ નીકળી ગયા.તેમનો આત્મા  પણ ડંખતો હતો- બ્રાહ્મણના  સાક્ષી તો  તે  જ હતા  કેમ    ચુપ   રહ્યા  ?   હિસાબ  સરભર થયી   ગયો . 
પાપ કરવુ તે   પણ  પાપ  છે : પાપના મુક   સાક્ષી  બનવુ તે   પણ  પાપ  જ છે.- અજાણતા   થયેલ  પાપ  તે  પણ  પાપ  જ  છે  : આ  દરેક  પાપ  સજાને પાત્ર   છે.
        
                                      4
                    સ મ ડી   
                 (  ગુણવંત  પરીખ )




એક  સમડી હતી. મંદીરનુ કામ  કરે પુજારી   તેને  પ્રસાદ આપે -  ખુબ  પ્રસાદ  આપે   -સમડી  પોતે ખાય  અને  વધારાનો  પ્રસાદ નાના  ભુલકાઓને પણ  વહેચ્રે. સમડીની   સાથી   સમડીઓને તેની  ખુબ અદેખાઇ  આવે મંદીરની બહાર ઉભી  રહે  પણ  શુ  થાય  ?  તે સમડીને   કશુ કરી  શકતી નહોતી.  એક  વાર  મહા  રાજભોગ  હતો  અને  સમડીને પ્રસાદના   લાડવા ભરેલો થેલો  પુજારીએ સમડીને આપ્યો    અને  ,કહ્યુ તુ  ઘેર   લયી  જા  અને  ખાજે. સમડી    થેલો  લયીને  ઉડી   - પણ  બહાર સમડીઓનુ  ટોળુ  હતુ તેમણે જોયુ   કે  આજે  લાગ  સારો છે આપણે  ભેગા   થયીનેતેનો થેલો પડાવી  લયીયે-આમ  વિચારીને સમડીઓનુ   ટોળુ આપણી   સમડીની  પાછળ  પડ્યુ આટલા  મોટા  ટોળા   સામે એકલી સમડી શુ   કરી  શકે ?તેણે પુજારીને બુમ  પાડી  - મને  બચાવો પુજારીએ કહ્યુ :  ગભરાઇશ  નહી  - તુ પ્રસાદનો થેલો નીચે ફેકી  દે  -   તને  બીજો પ્રસાદ આપીશ સમડીએ પ્રસાદનો થેલો  નીચે ફેકી  દીધો -  એટલે  પાછળ  પડેલી  સમડીઓએ સમડીનો પિછો   છોડીને  પ્રસાદનો   થેલો લેવા દોડી એક  સમડીના   હાથમા થેલો આવી   ગયો અને  તેને  થયુ  કે    હુ  જ એકલી  આ પ્રસાદંનો થેલો લયી   જાઉ =-  અને  તે  ઉડી  તેના ઘર  તરફ    આથી  બીજી સમડીઓએ તેનો પણ  પીછો   કર્યો-  બીજી સમડી  પણ  ગભરાઇ ગયી   અને    તેણે પણ   થેલો  છોડી  દીધો-  નીચે  કાગડાઓનુ એક  ટોળુ  હતુ -  તેમણે જોયુ કે કશુક આવે  છે અને  બધા   કાગડા તે  થેલો લેવા દોડ્યા એક   કાગડાના  હાથમા  થેલો આવી  ગયો  અને  તે  થેલો લયીને ઉડ્યો અને તેની  હાલત પણ   સમડી જેવી જ થયી  - તે  પણ  ગભરાઇ ગયો અને  ગભરાટમા ને  ગભરાટમા થેલો છુટી ગયો -  તેનુ ભાન  ના  તો  તેને રહ્યુ  કે  ના  તેની પાછળ પડેલા કાગડાઓને પણ  રહ્યુ કાગડાઓતો કા  કા  કરતા જ   રહ્યા અને  થેલો  -નીચે હવે  -નીચે એક કોયલ   બેઠી હતી  - કોયલે થેલો લયી  લીધો   અને  સિધી ચુપચાપ તેના માળામા જતી  રહી અને તેના બચ્ચાઓ સાથે  મોજથી  લાડવા   ખાવા  લાગી -    કાગડાઓ  કા  કા    કરીને લડવામા  મશગુલ હતા  -  તો સમડીઓનુ ટોળુ  પણ   ચિ  ચી  કરીને  ચિસો પાડતુ હતુ  - ખરી લાડવાની  હક્કદાર   હતી  આપણી સમડી તેને   ના   મળ્યો  હક્ક  -બીજી  સમડીઓ  તેના   માટે  લડી  મરી  -કાગડા લડી મર્યા   અને   લાભ ખાટી ગયી   કોયલ.

  ભાગ્યશાળીને ભુત   રળે  અને   અક્કરમીના  પડીયા   કાણા

ધન   દૌલતકે   પીછે   ક્યુ હૈ યે   દુનિયા   દિવાની  .........

ગુણવંત   પરીખ 
         
                              5


            લોભ =  લાલસા =  કે   મહત્વાકાક્ષા ?

                              Gunvant   Parikh

એક  સમ્રાટ =  મહાન  સમ્રાટ = તાકતવર =શક્તિશાળી =બાહોશ= કુશળ વહીવટકર્તા =

પણ  તેનુ  સન્માન  જાળવવા  એને  અતિ   લોભી   કહુ  તો  તે  ખરાબ  શબ્દ  છે  “  લોભી

પણ અતિ મહત્વાકાક્ષી +તેની  મહત્વાકાક્ષા    હતી  કે  સમગ્ર  વિશ્વ  મારા કબજામા  હોય   -તે    વિશ્વવિજયી   બનવા  માગતો  હતો  અને  તે દિશામા જ    આગળ વધતો હતો અને  સફળતાપુર્વક તેને અનેક  પ્રદેશો જીતી લિધા  હતા પણ ખરા પણ  ખાટલે મોટી  ખોડ  એ હતી  તેને   વાસ્તવિકતા  સમજાવનાર   આપણા    ચક્રવર્તી   સમ્રાટ   યુધિષ્ઠીર   મહારાજના  અનુજ  ભીમ   જેવો કોઇ  સલાહકાર નહોતો ભીમ  અનુજ  હોવા  છતા  પણ  મર્યાદા,મા   રહીને  તેણે   સમ્રાટ -  ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠીરને સમજ   આપી   દિધી હતી  કે   કાળને  જીતવો  શક્ય જ  નથી-   આપણા    મહાન સમ્રાટને  તે   કોઇ   સમજાવી શક્યુ નહોતુ -  ઘરબાર  છોડીને   વિશ્વવિજયી   બનવા  નિકળી પડેલ  તે  સમ્રાટનુ સૈન્ય  ભારતની  સરહદે આવી  પહોચ્યુ અને ત્યાથી મંડાણ  થયા  પાછોતરના પગલાના- ભારતિય સમ્રાટને તે   જીતી તો  શક્યો પણ  જીત   હાર  બરાબરની સાબિત થયી  - સૈન્ય  જીતી  તો  ગયુ  પણ  થાકી ગયુ  હતુ કોઇ ઉચા  અવાજે બોલતુ નહોતુ પણ   ચણભણ  તો ચાલુ    થયી  જ ગયી  હતી  -વર્ષોની  રઝળપાટ થાક  - ઘરની યાદ કુટુબની   યાદ પત્ની અને  બાળકોની યાદ આ જીત કોના  માટે ?   શુ  પામવાના  જે  ભોગવી નથી  શકવાના  તે  જીત  કોના  માટે ?   મુલ્ક  કોનો ?  કમનસીબે  સમ્રાટ  માદો  પડ્યો અને  પાછા  ફરવાની  ફરજ  પડી પણ  ખુબ   મોડુ થયી  ગયુ   હતુ સતત રઝળપાટ- દેસ પરદેશનુ  બદલાતુ  વાતાવરણ-  સમ્રાટ ગંભીર બિમારીમા  પટકાઇ  પડ્યો  --અડધા  ઉપરના  વિશ્વની  ધરતી ઉપર  કબજો ધરાવનાર સમ્રાટ  તે  ધરતીને ભોગવવા  માટે પણ  લાચાર હતો તેનો વહીવટ કરવો પણ  તેના ગજા  બહારની  વાત હતી  - અને  અંતે  થવાનુ હતુ  તે  થઇને  રહ્યુ  :  સમ્રાટની અંતિમ ઘડી   આવી    ગયી  -જુઓ કમનસીબી અડધા ઉપરના વિશ્વ  ઉપર  કબજો  ધરાવનાર  સમ્રાટ  તેમાનુ કશુ   ભોગવી ના  શક્યો અરે  તે  પોતાના પ્રદેશને જોઇ  પણ  ના  શક્યો અને અંતે   ચીર  નિદ્રામા  પોઢી  ગયો  -અને સમગ્રવિશ્વ  ઉપર કબજો ધરાવવાની   મહત્વાકાક્ષા સેવનાર સમ્રાટને એક   6 / 2   ના  ખાડામા  પોઢી જવુ  પડ્યુ તેની  સાથે કફન   સિવાય કૈ જ મળેનહી ધરતી  અહી  રહી  -  સમ્રુધ્ધી    અહી   રહી સગા  સબંધી  અહી  રહ્યા સંપત્તિ  અહી    રહી અને  અંતે ખાલી  હાથે  આવેલ  એક   બાળકની માફક ખાલી  હાથે જ  ખાડામા  પોઢી   ગયો -  તેને  ક્યા  કશી  ખબર   પડવાની હતી  કે  તેને  જીતેલા  પ્રદેશનુ   શુ  થયુ  ?
       અંતમા +  સમ્રાટને   લોભી   કહેવામા  તો   તેનુ માન સન્માન ઘવાય પણ  અતિ  મહત્વાકાક્ષી   સમ્રાટ ‌= કબજે કરેલી કેટલી ભુમી   ભોગવી  શક્યો ? શુ  પામ્યો  ? શુ  ભોગવ્યુ? શુ   વહિવટ   કર્યો?  જે   ભોગવી શકતા નથી  -જે   પામી શકતા નથી  - જે  જીરવી શકતા નથી =જેના ઉપર   કાબુ નથી  -જે   સંભાળી  શકાતુ  નથી  -તેના માટે આ  ઉધામા   શીદને કરો   છો ?સમ્રાટ  પાસે  શુ  નહોતુ ? શા  માટે  અન્યંની  સ્વતંત્રતા   છીનવી લેવા પ્રયત્ન કર્યો  ?  કેમ  સંતોષથી  જીવી ના  શકયો  ?
   ચક્રવર્તી   સમ્રાટ   બનવાની  લાયમા યુવરાજ  દુર્યોધન ધર્મપરાયણ  હતો  - ધર્મનો  જાણકાર   પણ   હતો  ‌  દુર્યોધન  હોય  કે  રાવણ  - બન્ને  જ્ઞાની હતા બન્ને  બધુ   જાણતા   જ હતા

જાનામિ  ધર્મમ        મે  પ્રવ્રુત્તિ-

જાનામિ  અધર્મમ  ન ચ   મે  નિવ્રુત્તિ

શુ   વિસાત  સમ્રાટની ?  જેના  ઉપર   કબજો   મેળવવા માગતો  હતો તેની જ ગોદમા   - માટીમા  જ ભળી  ગયો ને  છેવટે ?



                                6

                   ધુમાડાનુ    રહસ્ય  :-

     યુધ્ધના  મેદાનમા  બન્ને  પક્ષની  છાવણીઓ  હતી   -  રાત    પડે   બન્ને  પક્ષના  યોધ્ધાઓ  પોતપોતાની    છાવણીમા ભોજન અને  આરામ માટે   જતા   હતા.   સામા  પક્ષની  છાવણીમાથી  રાત  પડે   ધુમાડાના  ગોટા  નીકળતા  જોઇને સરદારે   પોતાનપક્ષના એક    જાસુસનેકહ્યુ  કે   જાવ  અનેબરાબર   તપાસ   કરો  કે  રોજ  રાત   પડે    સામાપક્ષની છાવણીમાથી     ધુમાડો કેમ   આવ્રે  છે ?   અને  બુમાબુમના   અવાજો  શેના   આવે   છે  ?   શુ  તેઓ  કોઇ  રાત્રિ   હુમલાની  તૈયારીઓ   તો  કરતા   નથી   ને   - તપાસ કરો.  જાસુસે   તપાસ કરી   અને આવીને સરદારને  અહેવાલ   આપ્યો :  સરદાર      લોકો    કોઇ   હુમલાની  તૈયારીઓ કરતા  નથી  પણ    તેમની   છાવણીના   દરેક ટેંટમા  રસોઇ  માટે  ચુલા   સળગે  છે અને  તેથી   દરેક ટેંટમાથી  જે  ધુમાડા   નિકળે  છે  તે જ આપણને  દેખાય  છે. કોઇ  ગભરાવાની જરૂર  નથી.    અને   જે    કોલાહલ  અને  અવાજો  સંભળાયા   છે  તે  તો  માત્ર  તેમની    આતરીક   બાબતોમા  તેઓ   અંદર અંદર  ઝગડતા   હોય  ત્યારે  ઉચા   અવાજે એકબીજાને   ભાડતા  હોય   છે મે   ખાનગીમા   તપાસ કરી   તો  જણાયુ  છે કે    તેઓ   એકબીજાની  ખુશીને  જીરવી શકતા   નથી   અને   બીજાનુ    દુખ   જોઇને  રાજી થાય   છે  - સરદારે રાહતનો શ્વાસ   લિધો  અને  સંતોષના   સ્મિત   સાથે પોતાના  સૈનિકોને  જણાવ્યુ કે  આપણે  અવશ્ય  જીતી જવાના   છિયે જે  લોકો તેમના   ઘેર   પણ  આવી  જ હાલત  હશે  - એક  કુટુબના  સભ્યો -  પણ  કદાચ એક  રસોડે  ખાતા  નહી હોય  - આપણી માફક  બિસમિલ્લાહ    કરીને એક   થાળીમા  તો   ખાતા જ   નથી  પણ  એક    રસોડે પણ  ખાતા નથી  - દરેક  માટે અલગ   રસોડુ -  તેમની  એકતા  કેટલી ?  અંદરોદર     ઝગડતા  માણસોની   એકતા  કેવી હોય   ?  કોઇનુ સુખ  જે   જીરવી શકતા   નથી  અને  કોઇના  દુ:ખે    સુખી થતા   હોય  તેમની  માનસીકતા કેવી  હોય  - તે  જરૂર     હારવાના  છે  - ભલે તેમનુ લશ્કર  સાધન સુસજ્જ  અને   મોટુ  હોય   તેમની હાર   નિશ્ચિત  છે –  તે   લોકો  ગુલામ થવાને  જ લાયક    છે તેમને    કોઇ   બચાવી  શકશે   નહી.
આઇ   બાત   સમજમે ?
સમજનેવાલે  સમજ  ગયે  હૈ ,  ના   સમજે  વો  .........
ગુણવંત  પરીખ
                                 7
                          - : ફડાકીદાસ : -

એક હતા   ફડાકીદાસ : આમતો  પાપડતોડ   પહેલવાન  - ફુક  મારો તો  ઉડી  જાય  તેવા  -  ફરકડી   જેવા -પણ  દિવાસ્વપ્ન જુવે  દારાસિંઘ  જેવા જાણે  તેમના  જેવો પહેલવાન  કોઇ  હોય   જ નહી.
    એક  વાર આવુ જ  એક   દિવાસ્વપ્ન જોતા   હતા. - એક   ઉંદર કુદાકુદ  કરે  - દોડાદોડી કરે એટલામા   એક   બિલાડી  આવી  અને ઉંદરભાઇ  તો   જે  ભાગ્યા છુપાઇ જ  ગયા- બિલાડી  તો   ખુશ  ખુશ   થયી   ગયી અને  આમતેમ  ટહેલવા   લાગી અને  ટહેલતી   ટહેલતી  ફળીયાની વચ્ચે આવીગયી-  અભીમાન તો સમાય નહી -  પણ   કોણ   જાણે   ક્યાકથી  એક   કુતરો   આવ્યો   અને   બિલાડીની   પાછળ   પડ્યો બિલાડી  જાય   ભાગીફડાકીદાસ તો    જોતા જ  રહ્યા  -વાહ   વાહ  કુત્તાભાઇ-  અને   હવે   વારો   આવ્યો કુત્તાભાઇનો ફુલાવાનો અને  મહારાજાની જેમ  ફરવા   લાગ્યા  અને   ફરતા  ફરતા   એક  જંગલમા  પહોચી  ગયા  - અને    જાણે  વનનો રાજા   હોય  તેમ  ટહેલવા   લાગ્યા  - અચાનક જ એક   વાઘ  દેખાયો -  વાઘે જોયુ આ  કુત્તુ અહી  ક્યાથી  ? અને  જે  ત્રાડ નાખી  - જે  ત્રાડ નાખી – બિચારો  કુતરો  તો  ત્રાડ સાભળીને  જ ડરી  ગયો  અને    પાછો    ભાગી આવી  ગયો  ફળિયામા વાઘની  ત્રાડથી  વન  આખુ   કંપી ગયુ અને  વનરાજ  વાઘભાઇ  ગુસ્તાખીથી મુસ્તાક બનીને  ફરવા   લાગ્યા-   અને  રસ્તામા   એક  હાથી   મળ્યો તેણે વાઘને   જોયો  ના   જોયો કર્યો   અને  પોતાની  મસ્ત ચાલે  ઘુમવા   લાગ્યો -  વાઘ  સમસમી ગયો   - આ હાથીડો -  મને  જોઇને ડરતો  નથી તેણે  બીજી  ત્રાડ નાખી -  પણ    હાથીએ પોતાની સુઢ      ઉછાળીને   વાઘને  દુર   ફેકી  દીધો બિચારો  વાઘ  - પગ  પંપાળતો  પંપાળતો ભાગી  ગયો  -  
ફડાકીદાસ  વિચારે છ્હે  : આ   હાથી જ  સૌથી  વધારે  પહેલવાન જણાય  છે પણ   એટલામા   એક  મગતરુ  -   મચ્છર   આવ્યો અને    હાથીના  કાન  પાસે  ગણ  ગણ    કરવા  લાગ્યો- હાથીએ  કાન   હલાવ્યા-સુઢ   ઉલાળી પગ   પછાડ્યા- પણ   મચ્છર તો  જાય  જ નહી – હારીને  થાકીને  હાથી  ઉભી   પુછડીએ    ભાગી ગયો  -  ફડાકીદાસ વિચારમા પડ્યા   મચ્છર   જ પહેલવાન  છે  -  અને   તેમણે તક  ઝડપી  -  પેલા  ગણ  ગણ  કરતા મચ્છરને  પકડી  લીધો અને   ચપટીમા  લયીને  ચોળી નાખ્યો   પળમા પેલા   બધા   પહેલવાનો  :  ઉંદર , બિલાડી  ,  કુતરો, વાઘ અરે   હાથી  પણ  હારીને ભાગી ગયા  પણ  મે  તો   મચ્છરને મસળી    નાખ્યો -  આ હા   - હુ જ પહેલવાન -
સૌથી  પહેલવાન હુ  હુ    અને   દિવાસ્વપ્નમા   વિહાર  કરવા   લાગ્યા  - પણ   કોણ   જાણે  ક્યાથી  એક   ઉંદરડીનૂ  બચ્ચ્યુ   આવ્યુ ફડાકીદાસના   પગે  ચટકો   ભર્યો  - અને   ફડાકીદાસ  - બિચારા   ફડાકીદાસ ચીસ   પાડી  ઉઠ્યા  -  “   બાપ  રે  “  – અને  ચીસ    સાથે જ  પલંગમાથી   નીચે ગબડી   પડ્યા- પગ   ભાગી  ગયો     આપણા   ફડાકીદાસ પહેલવાન પાપડતોડ  ફરકડી  
પહેલવાનનો તો પગ     ભાગી ગયો --  એક  ઉંદરડીના   ચટકાથી.

આયી   બાત   સમજમે  ?

સપનોકે    હિડોલોમે  મગન  હોકે   ના  ઝુલો   ........

સમરથકો  નહી   દોષો    ગુસાઇ


                                      8

     કૌન  અપના   કૌન  પરાયા

એક હરણ   હતુ  -  પોતાની જાતને અતિ  સૌંદર્યવાન  સમજતુ  હતુ -  આખા જંગલમા  મારા  જેવુ રૂડુ  રૂપાળુ   કોઇ  પ્રાણી     નથી  : મારા      મારકણા  નયન  તો  જુઓ  ?  વિશ્વભરના   કવિઓ પણ  મારી  આંખોની  તો  ઉપમાઓ  આપે  છે  - મારકણી  આંખો વાળી મહીલાને   પણ મ્રુગ- નયની  કહે  છે  -  અરે  છોડો  આંખો -   મારી  ચામડી  તો  જુઓ   - કેવી મખમલી   ચામડી  છે  - ઋષી   મુનીઓ   મારા   ચામડાનુ  તો  આસન  બનાવે  છે  મ્રુગાસન -  મારા  શિંગડા   તો જુઓ  - તેનો  આકાર  જુઓ  -  વળાકો  જુઓ  - તમે   થાકી   જાવ  પણ   તમારા  કેલિડોસ્કોપમા  આવી  ડિઝાઇન ના  શકો -  હરણને  તેના શિંગડા  પ્રત્યે તો  ખુબ  જ ગર્વ  હતો  - રોજ    બે  ત્રણ  વાર  નદીએ  જાય  અને  પોતાનુ  પ્રતિબિંબ  જોઇને  મલકાય – ફુલાય અને  ગર્વથી  ટટ્ટાર   બનીને  ફરે.   પણ   હરણને એક   વાતનુ  મોટુ   દુ:ખ  હતુ -  તે  રોજ  પ્રભુને   ફરીયાદ  કરતુ હતુ  - અરે રે  - ભગવાન   - મને  આવુ  મઝાનુ  રૂપ   આપ્યુ મઝાની   આંખો   આપી  - મઝાના    શિગડા   આપ્યા  અને  મરા  પગ કેવા   દોરડી   જેવા ? આવા   પગથી  તો  શોભા   બગડે  છે   સોટી  જેવા   ફરકડી  જેવા   પગથી તો  મને   શરમ  આવે  છે  - પ્રભુ  પેલા   હાથીને કેવા  મઝાના   પગ   છે ? અને  મારે ?  સાવ  ફરકડી જેવા પગ  - આમ   વિચારતુ વિચારતુ  તે  આજે  પણ   નદીએ   ગયુ  હતુ  અને  પાણીમા   પોતાનુ પ્રતિબિંબ જોઇને  ફુલાતુ  ફુલાતુ   ચરવા   માટે નીકળ્યુ   પણ રે  નસીબ જોયુ  તો   પાછળ શિકારી  કુતરા  -  અને  હરણે  તો  મોત    ભાળ્યુ અને  દુમ   દબાવીને  દોટ  મુકી -  પણ   પાછળ પેલા  શિકારી કુતરાએ પણ  છલાગ મારીને તેની  પાછળ  દોટ   મુકી  - આગળ   હરણ   અને   પાછળ કુતરુ પણ  કુતરાની  ઝડપ  વધારે હતી  -  ઘડી    બે  ઘડીનો  ખેલ   હતો  -   એકાદ બે  ઘડીમા   તો   કુતરો હરણને  આબી  જાય   તેવા  ઉજળા  સંજોગો હતા  કુતરા  માટે પણ   એટલામા  એક ખેતરની  વાડ  દેખાઇ  અને  હરણે   વિચાર્યુ બચવા   માટે     ઉજળો  ઉપાય છે  - જો   હુ    વાડ   ઠેકી  જાઉ   તો  કુતરો   વાડ  નહી  ઓળંગી    શકે  -અને  આમ   વિચારીને   હરણે  મોટો  કુદકો  માર્યો પણ  કમનસીબ વાડના   કાંટામા   તેના  શિંગડા    ભરાઇ   ગયા અને    તે  જેમ  જેમ  પ્રયત્ન કરવા  લાગ્યુ  તેમ  તેમ   તેના  શિગડા મજબુત રીતે ભેરવાતા   ગયા   - અને  બીજી બાજુ -  પાછળ   આવતુ  કુતરુ  તેને  આબી  ગયુ અને  - બનવા   કાળે  નહી   બનવાનુ  બની  ગયુ  -   હરણ  ઝડપાઇ  ગયુ તેના  રૂડા  રૂપાળા નયનમાંથી આસુ  વહેવા  લાગ્યા આ  રૂડા  રૂપાળા  શિગડાએ    મને  માર્યો - અને   હુ  જેને  માટે રોજ   ફરીયાદ  કરતો હતો  તે  શિંગડાએ   તો મને  બચાવવા  જાનની બાજી  લગાવી દિધી. અરે  રે  હુ  કોની પાછળ  અંધ બનીની  આ વિચારતો    હતો જે   દેખાવના     રહ્યા કદી  મારા  થયા  નહી  -  અણીને સમયે જ  તેણે મને દગો  દિધો – 
જ્યારે  આ  ફરકડી   જેવા  પગે   તો  મારો જીવ   બચાવવા  માટે ભરપુર  મહેનત કરી -  હુ     મુરખ પારખી ના    શક્યુ  - કોણ  મારુ   કોણ  પરાયુ  
અરે રે  વખાણી  ખિચડી   દાતે  વળગી
આયી   બાત  સમજમે  ?
ભવસાગરમા   વિશ્વાસે   જ્યા   તરતી  નૈયા  ડુબે
કોણ   પારકુ   કોણ  પોતિકુ   માનવ  ના   પરખાયા  રે
ગુણવંત   પરીખ


                          9

                    - :હરણનો પુનર્જન્મ :-

પોતાના શિંગડાના   રૂપ  પર  મુસ્તાક  હરણે એ જ   શિંગડાના પાપે પોતાનો   જીવ   ખોયો તેણે   તેના  પગને ખુબ  કોષ્યા  હતા અને  એ જ  પગે  તેને  જીવન   જાળવવા  ખુબ   મદદ  કરેલી પણ  શુ  થાય  ?   ધાર્યુ ધણીનુ જ  થાય  છે  - વિધાતાના   દરબારમા  તો  દરેક જીવના    દરેક  કર્મનો હિસાબ  લખાયેલ    હોય  છે. કર્મના  ફળના   હિસાબના   ચોપડા    એકદમ   પારદર્શક  હોય   છે  - કોઇ   ગોલમાલ નહી  -  કોઇ   ફેરફાર નહી  - લખાણુ  તે  વંચાણુ કોઇ  દલીલ નહી  - કર્મના   સિધ્ધાંત  મુજબ જે    કર્મ   થયેલ  હોય  તેના પ્રમાણમા   જે પરીણામ  હોય  તે  ભોગવવુ જ  પડે  - કોઇ  દલીલ નહી- કોઇ   વગ  નહી   - પક્ષપાત નહી કોઇની   તાકાત નથી  કે  તેમા ફેરફાર કરી  શકે  -  ખુદ   ભગવાન પણ  ફેરફાર નથી  કરી  શકતા - પણ  એક અપવાદ  જરુર  છે જો   ભોક્તાને  કોઇના   અંતરના  આશિર્વાદ  મળી   ચુક્યા  હોય  અથવા  કકળતી આતરડીનો અભિશાપ  મળેલ હોય   તો   તેનો લાભ  અથવા નુકશાન તેને  ભાગે આવે    છે.  હરણના    કિસ્સામા  કોઇ   પાપ    નહોતુ સિવાયકે   તેનુ    મિથ્યાભિમાન અને તેના   મ્રુત્યુ પછી  તેની  ચામડીમાથી એક   સરસ  મઝાનુ  આસન એક   શિકારીએ  બનાવેલ  અને   તે  આસન  તેણે  એક  ઋષીને  ભેટ   આપેલ  જે  મેળવીને ઋષીએ  અંતરથી  આશિર્વાદ  આપ્યા કે હુ   જેના   શરીરના   આસન   પર    બેસુ  છુ  તેને  ભાગે મોભાદાર  આસન  મળે  -તો   બીજી બાજુ  મિથ્યાભિમાનમા    તેણે તેના પગને  ખુબ  કોષ્યા  હતા તેના  પરીપાક રુપે તે શરુઆતમા  મહામુર્ખ પણ   બની   રહેશે  - હરણના  ભાગે આ બન્ને  લાભ  અને   ગેરલાભ આવવાના  હતા અને વિધાતાએ    નોધ  મુકીકે હરણને   બીજા અવતારમા  એક  મહામુર્ખ  તરીકે જન્મ  આપવો પણ  પછી તેનો   સમયગાળો   પુરો  થયા  બાદ તેને તેના   નસીબમા  ઋષીએ  આપેલ  આશિર્વાદ  મુજબ મોભાદાર   આસન   આપવુ.
        આમ   હરણનો   જન્મ   એક   કાળિયા રખડુ  તરીકે  થયો.-  એક  નંબરનો મુર્ખ  -એકવાર  તે  જંગલમા  ગયેલો  - લાકડા  કાપવા ઝાડ  ઉપર   ચઢ્યો- એક  ડાળી  ઉપર  બેસીને   તે પોતે  બેઠો  હતો   તે  જ ડાળી કાપવા  લાગ્યો યોગાનુયોગ  તે   સમયે    રાજાના  અદેખા દરબારીઓ   ત્યા  આવી   ચઢ્યા -  તેઓ   કોઇ મહામુર્ખ   માણસને   શોધતા હતા –  તેઓ    રાજકુવરી માટે  કોઇ મહામુર્ખ  માણસ   શોધતા   હતા - વાત   તો  ખુબ  લાબી  છે   પણ  ટુકમા  પતાવુ રાજકુમારી  વિદુષી  હતી તેની વિદ્વત્તાનો કોઇ  જોટો  નહોતો દરબારીઓ અને  રાજ્યના  અધીકારિઓ તેનાથી   ખુબ  ડરતા પણ  હતા  , ગભરાતા પણ   હતા   અને   મનથી  સળગતા પણ  હતા તેમને  એમ  હતુ  કે    રાજકુમારીને  આ મહામુર્ખ  વળગાડી  દેવો અને    દરબારીઓએ રાજકુમારીનો વિવાહ આ મહામુર્ખ    સાથે  કરાવી દીધો -  રાજકુમારીને  ખબર   પડી  કે   તેની  સાથે દગો   થયો  છે   પણ  તે  સહેજ  પણ  ગભરાઇ  નહી  - તેના   ચાલાક  સ્વભાવે  અને   પ્રયત્નોથી તેણે      ધીમે    ધીમે મહામુર્ખને  મહા  પંડીત  બનાવી  દીધો અને   તે  બન્યા  “  મહા  કવિ   કાળીદાસ-“  ઉજ્જૈનના   રાજદરબારમા  તેમના  માટે  વિશેષ  દરજ્જાનુ આસન  રહેતુ  હતુ  
આયી   બાત  સમઝમે  ?
  તો  ઋષીના   આશિર્વાદ   હતા   તો   મોભાદાર   આસન   મળ્યુ -  બાકી મિથ્યાભિમાનમા    રાચતા  રહીને જો  જે  ડાળ  ઉપર બેઠા હો  તે     ડાળ   કાપવાથી    શુ થાય  ? કર્મનુ   ફલ  તો   કાળિયા  રખડુ    બનવાનુ હતુ  પણ  આશિર્વાદ   ફળ્યા  અને  મહાકવિ   બન્યો    કાળિયો  રખડુ   અને  બની   ગયો  “ મહા  કવિ કાળીદાસ
ગુણવંત  પરીખ       

                                    10


                - :ચારા  ચોરીનો   ન્યાય  :1

    એક  વાર  જંગલના    રાજા    સિહને   વિચાર   આવ્યો કે   આપણે પણ  જંગલમા   લોકશાહી ઢબની  સરકાર ચલાવિએ.અને  તેણે તેનો  વિચાર  અમલમામુકવા  માટે  અંનેતેની  ચર્ચા  વિચારણા માટે  સભા બોલાવી. સભામા દરેક  પશુ  પક્ષીઓ  હાજર રહ્યા -  અને  સિહે પોતાનો પ્રસ્તાવ  રજુ  કર્યો કે  આપણે   પણ  જંગલમા    લોકશાહી ઢબે  રાજ્ય કરીયે શો  વિચાર છે    તમારો ? તમારો અભિપ્રાય જણાવો. રાજાનીસામે  કોણ  બોલે ?સૌએ   રાજાનીહા  મા  હા  મિલાવી  અને   વનરાજ  સિહનો પ્રસ્તાવ મંજુર થયી  ગયો. હવે   વારો    આવ્યો પ્રધાન મંડળ  રચવાનો- બસ   અહિથી   જ ડખા   ચાલુ થયા. બધાને  પ્રધાન બનવુ   હતુ.  પણ  બોલે   તો  કયી  ઉપજે તેમ  નહોતુ એટલે જુથ  પડી   ગયા અને  આ બધા જુથો  જ અંદરોદર   ઝગડવા   લાગ્યા  -  પહેલા વાદ    થયો  - પછી વિવાદ  થયો – 
પછી   વિખવાદ  થયો   અને   છેલ્લે બને છે  તેમ  વિસ્ફોટક હાલત  આવી. સિહતો  ગુસ્સે  થયો   પણ  શુ  કરે ?   આ તો ઓડનુ ચોડ  ગયુ હવે  આ બલાને ઠેકાણે કેમ   લાવવી ? એકલા સસલા   પાસે કોઇ   મોટુ જુથ  ના  મળે પણ   હોશિયારી તો  બધી      સસા   રાણા પાસે હતી. પણ  એકલા   હાથે તે   બધાને ફેરવી  શકે  તેટલી તેનીક્ષમતા  તો  હતી  જ. તેણે ધીમે રહીને  વનરાજને કહ્યુ : મહારાજ આપણે  પહેલા  બંધારણ  નક્કી કરીયે =પછી જરુર પડે  તો  ચુટણીઓ અને  તે  પછી   પ્રધાનો  નિમવાનો  પ્રશ્ન આવે. સસાના  સુઝાવથી   સિહ  રાજી થયો આ કકળાટ તો  પહેલી  તબક્કે ટ્ળ્યો એમ   માનીને તેણે  સસાને જ બંધારણ  નક્કીકરવા કહી દીધુ. સસા  રાણાપાસે બાજી આવી   ગયી.પહેલા તો  તેણે  વિચાર્યુ કે  અમારા  જેવા   નિર્બળ પ્રાણીઓ  માટે  સલામતીની કોઇ  જોગવાઇ જોઇયે.આથી   તેણે નક્કી કર્યુ કે  અમારાજેવાનિર્બળપ્રાણીઓ  જ્યાચરવા  જતા  હોય   વારે  ઘડીએ   ઘેટા , બકરા  ,ગાય  , ભેસ   જેવા મોટી  કદના પ્રાણીઓ   ઘુસી   જાય  છે  અને  અમારુ  ઘાસ  પણ  ખાઇ  જાય   છે માટે અમારા માટે ચરવાનો  વિસ્તાર અનામત  કરી આપવો. અમારા વિસ્તારમા મોટા  કદના પ્રાણીઓએ  દાખલ થવાનુ નહી.   અમારો   ચારો  તે  લોકા  ચરી  જાય  નહી  તેની  સામે અમોને રાજકીય રક્ષણ પુરુ પાડવુ. અને  પોતાની    હોશિયારીથી મલકાતુ  સસલુ પહોચી ગયુ વનરાજ પાસે અને   પોતાની   દરખાસ્ત રજુ કરી.વનરાજેવિચાર્યુ: સસાની   વાત  તો   સાચી  છે  તેણે  જંગલનોએક  ભાગ  નાના  અને   નિર્બળ   પ્રાણીઓ  માટે  અનામત કરી  આપ્યો અને   હુકમ કરી  દિધો  કે  મોટા કદના પ્રાણિઓએ આ   વિસ્તારમા જવુ  નહી. સસા  રાણાને  તો  મઝા  પડી ગયીપણ  આ નિર્ણય અને વનરાજનાઆ  હુકમથી  ઘેટા  બકરા   એકદમ નારાજ   થયા   અને  ધુધવાવા  લાગ્યા આ કેવી વાત   - આપણુ જ  જંગલ અને  આપણે જ નાત  બહાર ? પેલા  નિર્બળ ગણાતા  પ્રાણીઓ માટે અનામત અને  અમારા  માટે કશુ  નહી   એ કેમ  ચાલે ? અમે  ચરવા  જયિએ  છિયે ત્યારે   ગાય  અને  મોટા અને  વાકા  શિગડા વાળી ભેસો અમોને  શિગડે  ચડાવે છે  અને   તગેડી  મુકે  છે અમારે  ક્યા જવુ  ?ઘેટા બકરાનુ જુથ  બહુ   મોટુ  હતુ બધા  ભેગા થયા  અને  પહોચ્યા વનરાજ  પાસે. વનરાજ  તો   આ ટોળાને   જોઇઉને    સહેમી ગયો  - પણ   લોકશાહીની દરખાસ્ત    પોતાની હોવાથી તેમની વાત  પણ   રાજા  તરીકે  સાભળવી  જ પડે  અને  તે  પણ  પાછુ સાભળીને નિરાકરણ પણ   લાવવુ  જ પડે. ઘેટા બકરાની વાત   સાભળીને  વનરાજને  લાગ્યુ કે  તેમની વાત  પણ બરાબર છે આથી   વનરાજે  જંગલનો એક   ભાગ  પાછો    ઘેટા બકરા માટે અનામત  જાહેર  કર્યો.  હવે  નારાજ  થવાનો વારો  આવ્યો  ગાય  ભેસ  જેવા  મોટા  માથાનો અડધા   ઉપરનુ જંગલ  તો   અનામતમા     સસારાણા  અને   ઘેટા બકરાએ જ   પડાવી લિધુ  - આપણાથી  ત્યા જવાય નહી   - બાકી  રહેલ  ભાગમા આપણે  જયિયે    તો ત્યા વાઘ ,  સિહ ,વરુ, ચિત્તા જેવા  હિસક પ્રાણીઓનો  ડર   રહે -  હવે   આપણો  કોણ  બેલી ?અને    રજુઆતે   તો   વનરાજને  રાડ  પડાવી  દિધી આ સસલાએ  આઅનામત  ઘુસાડીને   બધાને  અંદરોદર લડતા  ઝગડતા  કરી   દિધા – પણ   હવે  શુ  થાય  ? લોકશાહીનુ  વાજુ તો  આપણે     વગાડ્યુ  છે.     સિહે  તો   તાબડતોડ  સસારાણાને  બોલાવ્યા અને     સાથે  સાથે ઘેટા બકરાના  પ્રતિનિધિને   પણ   હાજર    થવા  હુકમ કર્યો અને આ બાબત   આવતી કાલે   ચર્ચામા  લેવાશે  અને    પછી  નિર્ણય લેવામા  આવશે. મોટા  માથા  વાળા   ગાય  ભેસ  વિ.વિ. ને   પણ   બીજે   દિવસે સભામા  આવવા   જણાવ્યુ.  આમ  વાત ટલી  બીજા   
દિવસ પર .
ગુણવંત  પરીખ

ચારા  ચોરીનો   ન્યાય  :2
 Contd . 
       વનરાજ  આમ  તો ચક્રવર્તી  સમ્રાટ   સમાન  મહાન  રાજા   હતો -  સમગ્ર   જંગલમા   તેની  ધાક   હતી. 56  ની   નહી   86 ની છાતી વાળો હતો  પણ  આજે એ  ગુચવાઇ  ગયો   હતો. તેને એમ  તો  લાગ્યુ કે    તો   પેટ ચોળીને  શુળ  ઉભુ  કર્યુ છે આપઁણે  તો કરવા   ગયા  કંસાર અને   થયી   ગયી   થુલી  જેવો  ઘાટ  થયો  છે પણ   હવે   શુ  કરવુ ? આજે  જંગલમા પણ   ઉગ્ર  આક્રોશનો  માહોલ હતો અમારુ જંગલ અને    નાનકડુ  સસલુ  અમોને તેના   પ્રદેશમા  આવવા  ના  દે  તે  કેવુ ?    પાવલી છાપ   ઘેટા  બકરા -  તે પણ  પોતાનો  આગવો  વિસ્તાર લયીને  બેસી   ગયા -  રહી  ગયા   ગાય   ભેસ  - આપણુ  કોણ ? આપણને પણ   એક  ભાગ  મળૅવૉ જૉઈયે જ    -  અને    મુદ્દો આજની સભામં મુખ્ય  મુદ્દો  રહેવાનો હતો .- ભેસ  તો  શિગડા  ઉલાળીને- વાળીને જ આવેલી -    પાર  કે  પેલે પાર -  ગાય   બિચારી  બહુ  બોલતી નહોતી  પણ ભેસનો  મિજાજ ઉગ્ર હતો. પેલા ખાઉધરા   વન્ય  જીવો  તો સડક   જ થયી  ગયા  હતા તેમના   ઉપર   અનામતંને  કારણે  અનામત  ક્ષેત્રવિસ્તારમા જવાનો પ્રર્તિબંધ  હતો અને  તેમની શિકારા  કરવાની   રેંજ  ઘટી  ગયી  - તેથી  તે  પણ  ગુસ્સામા  હતા વનરાજ સિહ ભાઇ  તો  કારણ વગર ફસાઇ ગયા  હતા  -  તેને  તો  ઘાસ  ખાવાનુ નહોતુ -  કહેવાય  86  ની   છાતી  વાળા  પણ  16  ની  છાતીવાળા    સસલાએ પરેશાન કરી  મુક્યા હતા ઘોડા  ,   ગધેડા  ,  ગાય , ભેસ  ,  ઊંટ ,  બળદ  ,  વાઘ , વરુ , ચિત્તા    બધાના  મિજાજ આજે  ઉગ્ર  હતા મસ્તીમા હતા    માત્ર  ત્રણ જ : એક  તો ડરપોક સસલુ, બીજુ લુચ્ચુ શિયાળ અને   ત્રીજા  મસ્તરામ   હાથીભાઇ -  હાથી કોઇની પણ  તમા  રાખ્યા વગર  મસ્ત રીતે ફરતો  હતો તે સસલાના  ક્ષેત્રમા   પણ  જતો   અને  ઘેટા  બકરાનાક્ષેત્રમા  પણ   જતો   પણ  કોઇ  ચુ  કે  ચા  નહોતા કરતા  -  કહેવાય  છે  ને  કે   બળિયાના બે   ભાગ જો  કોઇ   બોલવા  જાય  તો  હાથી શુઢ   ઉલાળીને  એક  મોટી  ચિઘાડ   નાખે એટલે  સૌ  ચુપ -   ગરીબડી  ગાય બોલે નહી  -બધુ સહન  કરે પણ   ભેસ   સહન  કરવા તૈયાર નહોતી તેણે તો    શિંગડા  ઉલાળીને  ચીસ  જ પાડી અમોને પણ  અનામત  આપો જંગલનો  એક ભાગ  અમારો   તબક્કે  સસલા  અને શિયાળે વિચાર્યુ કે  જો  આ રીતે બધા  લડશે  તો  આખા  જંગલનુ ખેદાન મેદાન નીકળી જશે એટલે  તેમણે ખાનગીમા   મસલત અને   ચારો ખાઇ  આવે  અને  ઉપાડી પણ   લાવે  - તેનાથી ડરીને  બકરીએ એકવાર  વનરાજને ફરીયાદ કરી   - વનરાજે સસલાને બોલાવ્યુ સસલાએ કહ્યુ  મહારાજ બકરીની વાત   સાચી છે    ભેસ  છકી   ગયી   છે તેને જ  જંગલમાથી  કાઢીમુકો કરીને  ભેસને  બોલાવી  અને  કહ્યુ કે  તુ  એકલી  સસલાના     ક્ષેત્રમા જજે  તને  કોઇ  નહી  રોકે   - ભેસ  રાજી  થયી  ગયી  - સસલા  શિયાળ   અને   ભેસની આ  ગતિવિધિની કોઇને પણ  ગંધ  ના   આવી  - અને  ગાય    ગધેડા ,    ઘોડા ઊટ  -   બધા   એકલા પડી ગયા  તેમનામા     એક  ગદ્દાર  પાક્યો - -તેમનામા   કોઇ   અસરકારક   રજુઆત  કરનાર જ નહોતુ  -   વનરાજના   ફાળે  તો  આજની સભામા  માત્ર  તમાસો જોવાનો જ વારો  આવ્યો.  પણ   ખાનગી સોદાબાજીથી  મામલો  થાળે પડી  ગયો   હોય  એમ  લાગ્યુ  એટલે  સિહે  પણ  ખાસ  વાધો  ના લિધો.
     ભેસને  તો  થયુ  કે   વનરાજ મારાથી  ડરી   ગયા  છે સસલુ  તેને  ચરવા તો  દેતુ હતુ  પણ  કોઇ  ઉપાયની શોધમા જ હતુ શિયાળ પણ તકની રાહ  જોતુ  હતુ  -  અભિમાનથી  છકેલ ભેસ ઘેટા બકરાના  ક્ષેત્રમા  પણ  ઘુસી જાય   દુર  કરો -  વનરાજે  ત્રાડ પાડી ભેસને  બોલાવી ભેસ  શિંગડા ઉલાળતી   ઉલાળતી  આવી   પણ   સિહનુ રૂપ જોઇને ડરી  ગયી સિહે   ત્રાડ  પાડીને  પુછ્યુ કે  કેમ     ઘેટા  બકરાના  ક્ષેત્રમા ઘુસી  જાય  છે ? ભેસ  ત ત ફ    કરવા  લાગી અને  સિહે હુકમ કર્યો  ભેસને  જંગલમાથી બહાર  કાઢી મુકો તેને માનવ વિસ્તારમા  મોકલી  આપો -   ભેસ   તો  ભડકી  પણ  કંઇ ઉપજે તેમ  નહોતુ -  ગીરના  શહેનશાહ   વનરાજ  સિહે  ભેસને   ગીરના જંગલમાથી  પણ   કાઢી મુકી  અને  મોકલી  દિધી  બિહારના જંગલમા -     હવે    બિહારના જંગલમા  રાજા નહોતો -  જંગલ રાજ  હતુ  -  મારે  તેની તલવાર ભેસને  તો  મજા પડી  ગયી-કોઇ  રણી   ધણી   નહી -  ચારે દિશામા   ફરો  - ચરો -  ચારો  ભેગો કરો  અને   લહેર  કરો ભેસ   તો  વનવાસમા પણ  તાજી માજી  થયી  ગયી  - ભેસના તો   બાળકો બચ્ચા  - પાડી પાડા- બધાને  લહેર  પડી  ગયી -  મફતનો  ચારો કોઇ  મહેનત કરવાની  નહી  -જ્યા   મો  નાખે ત્યા  ચારો જ  ચારો-
પછી  શુ  થયુ  ?
પુરી  એક   અંધેરી ને  ભેસ  રાણી ,
ચારે   દિશામા  ભાળી ચારા  ચારી
પણ   પછી   શુ  થયુ ? 
ગુણવંત  પરીખ

              12


 -:જનનીની   જોડ :-

     માતાનુ  સ્થાન   હંમેશા સર્વોચ્ચ   છે. -  તે  જ્યા  પણ   હોય  ,  જેવી પણ  હોય , અરે   કોઇ  ચારિત્ર્ય હિન મહિલા  -  પણ  જો માતાના  મોભામા હોય  તો  તે  પણ   સંતાન  માટે  સદા  સર્વદા  પુજનીય     છે. માતા પાર્વતિજી , લક્ષ્મીજી,સરસ્વતીજી, જેવી   દેવીઓ   હોય  કે  માતા કુંતાજી,  સત્યવતી   , ગાધારી,  કૌશલ્યા,, સુનયના ,  અહલ્યા  ,  સાવીત્રી  કે  માતા  રેણૂકા પરશુરામની  માતા-   કે જીજાબાઇ હોય  -   બધા   માતાના જીવંત  ઉદાહરણો   છે.    બધા   એવા  મહિલા  પાત્રો  છે  જેમણે  માતાના  પાત્રને અમર  કરી  દીધુ છે કુંતા માતાએ  પાંચ  પાંડવોને   ઘડ્યા  તો   જીજાબાઇએ  શિવાજીને ઘડ્યો  -તે માત્ર વાત્સલ્યમુર્તી જ નથી   સંસ્કાર દાતા પણ  છે.  આજે   પણ   ક્યાંક  ક્યાંક આવી  માતાઓ હયાત   છે  - જો  કે    એકવીસમી સદી   છે માતા   સંતાનને  ભણાવે  તે  જમાના   ગયા   -  સંતાન  મા  બાપને ભણાવે તેવો  યુગ  આવ્યો  છે  -યુગ પરીવર્તનની આ  એક  હવા    છે.
        20 મી સદીના  પુર્વાર્ધની એક  કથા  છે  - એવી   ત્યાગમુર્તી  માતાની સામાન્ય  મધ્યમ કુટુંબની મહીલા પતિની   સામાન્ય  નોકરી ટુકા  પગારમા પણ   તેણે  પોતાના  ત્રણ ત્રણ  ભત્રીજાઓને  ઉછેર્યા  - મોટા કર્યા  ,  ભણાવ્યા અને   ઉચ્ચ સંસ્કાર પણ  આપ્યા- અને  તે   ભત્રીજાઓ પણ  એટલાજ સમજદાર માના   સ્થાને  કાકીને સદા  કાળ  રાખી  જેટલી  લાગણી    તેના   સગા  દિકરાઓએ  પણ  કદાચ નથી  રાખી.-  ભગવાને  તેને  પણ  એક  પુત્ર  આપ્યો  -  સાથે  રમવા એક  પુત્રી  પણ   આપી   - પણ  કુટુંબ પર   એક  અભીશાપ   હતો   -  છે   કુટુબની  પુત્રીઓ  સુખી નથી  થયી સુખ   દુ:ખ    જોયા વગર  જ આ  મોઘેરી  મોઘીને એક  દિવસ “ગુગરીયાળો    બાઓ “    આવીને  ઉપાડી  ગયો -  સિધાવી હરીદ્વારે પુત્ર  એકલો પડ્યો માતાનો આ   પહેલો પુત્ર -  પણ  માતા  કડક પુત્રને પણ   માતાની  બીક  લાગે તેની  એક  બુમે  પુત્ર જ્યા  હોય   ત્યા  ફફડી જાય  પણ   માતા પ્રત્યે ગજબનુ  સન્માન -  બાળક  દશ  વર્ષનો   થયો    અને  ભગવાન  રાજી થયા  -રમવા માટે  એક  સરસ  મઝાનો ગોળ મટોળ  , લાલ   ટામેટા  જેવો   ફુલગુલાબી  ભાઇ  મળ્યો પિતાનો એ ખુબ લાડકો- તેના જન્મ દિવસે  તેમને  બઢતી મળેલી એકદમ નસીબદાર -  અત્યંત   લાડકોડમા    ઉછર્યો અને ભગવાનની મહેર  આગળ  વધી  -બીજો  ભાઇ   મળ્યો -  મોઘીની   ખોટ  પણ  વ્યાજ સાથે  પુરી થયી  - એકદમ હર્યુભર્યુ કુટુબ  બની  ગયુ  -  ઇન    મીન   અને    તીન  ની  જગાએ    સાતનુ  કુટુબ બની  ગયુ  -આવક   એ જ ઉમર  વધતી જતી  હતી  -જવાબદારી  વધતી જતી  હતી પણ   આવકના  સ્ત્રોત્ર  એના  એ જ રહ્યા-   મા- બાપને  છાને  ખુણે    પાચની જવાબદારીની  ચિંતા   હતી  - વીસમી   સદી   હતી   - કળીયુગ હતો  -  મોટો    જો  પરણીને જતો   રહેશે તો     બીજા   ચારનુ  શુ   થશે  ? પણ   એવુ ના  થયુ  -  મોટો નાની ઉમરે ભણ્યો વધુ  ,નાની ઉમરે  કમાતો પણ  થયો  અને  નાની ઉમરે    પરણ્યો પણ   ખરો પણ બાપનો  બોજ  બનીને નહી  - બાપનો બોજ   તેણે માથે   ઉપાડી   લીધો-  સૌથી  વધારે  ખુશ  હતી   તો   માતા હતી  -તેની કલ્પના બહારની   વાત   હતી  કે   આજનો  ભણેલ  ગણેલ  છોકરો  કમાતો  થતા    અલગ  નથી  થયો  - ઝાઝી  વાતે ગાડા   ભરાય સમયનુ  વહેણ કોઇનુ  રોક્યુ  રોકાયુ  નથી  -  માતા   પિતા  વ્રુધ્ધ   થયા  -  બાકીના પાછોતરના  ચાર   બાળકો   પણ   યુવાવસ્થાએ  આવી ગયા-  ઘીના   ઠામમા   ઘી આવી    ગયુ  માતાના મનને  એક  સંતોષ   હતો   કે   તેના  ચારેય  બાળકો  ઠેકાણે  લાગી ગયા હતા પુત્રીઓ  પરણીને   સાસરે વિદાય થયી  - બે  પુત્રીઓ ગયી  અને  બે  વહુઓ   પણ  આવી   - શક્ય   છે  કે તેના   નાના   બે  પુત્રોને કદાચ કોઇ   સગવડ  ના  મળી  હોય  તેનો તેમને રંજ  હોય  - પણ   મોટાએ પોતેજે  નથી  પામ્યો તે  તેમને આપ્યુ પણ   કદાચ સંતોષ  ના   આપી  શક્યો  -અને  એકસાથી   તરીકે   ઉછરેલ  પરસ્પર  મહેમાન   બની  ગયા  -માને દુ:ખ  તો  થયુ  - પણ   લાચાર  હતી  - એક   દિવસ    એવો  હતો   કે   જ્યારે તેના  એક  અવાજે સૌ   ધ્રુજતા   હતા  - આજે  તે   તેમનાથી  ધ્રુજતી હતી  - ના  કશૂ   બોલી  શકે   ના   કહી   શકે   ના   સહી  શકે  -  પરણ્યાના  વીસ   વર્ષમા   મોટો   પણ   થોડો  ભાગી  ચુક્યો  જ હતો   -  મા   સમજતી  હતી  -  વેદના પણ  સમજતી હતી  -અને   તેમા    એક    બીજો અભિશાપ  મોટીવહુને  મળ્યો સાસુએ  ચેતવી જ  હતી  પણ   શુ   થાય  ? વિનાશ  કાળે  વિપરીત   બુધ્ધિ
        ત્રીજો  યુગ   શરુ  થયો માતા  વ્રુધ્ધ  થયી  ગયી  - કામગરી તો   હતી  પણ   શરીર  સાથ  કેટલો આપે  ?  દરેકને  કામ   વહાલુ લાગે- મફતનુ  ખાઇને   બડબડ  કરનાર  કોને  ગમે  ? કોળિયો  ગળે  ઉતરતો નહોતો -  અવાજ   પણ  ગયો એક વળગણ  મળ્યુ  -  લાચારીનુ
પુત્ર   છતાય  પુત્ર    વિહોણી , માનુ મન  મુરઝાય
હૈયે  વેદના    હોઠ  સિવેલા  ,  આંસુડા   છલકાય
        પરાકાષ્ટા  તો  હવે   આવી  - અને   તેના   મોટા  પુત્રને  ભારે   હાર્ટ એટેક    આવ્યો  અને   એક   પળ   એવી   આવી  -   જ્યારે તેનુ   હાર્ટ   બંધ     પડી  ગયુ  -10  - 15   સેકંડ  માટે  -મા તો  લાચાર હતી  - હોસ્પિટાલમા  તો  જવાયતેમ  નહોતુ પણ  એક  આર્દ્ર  સ્વરે તેણે  તેની  આરાધ્ય   દેવી   મહારાણી માતા- યમુનાજીને   પ્રાર્થના :  હે  માતા  :મારૂ  જીવન  આપ લયી  લો  અને   મારા પુત્રને  જીવતદાન બક્ષો-  અને ચમત્કાર  થયો ધીમે  ધીમે  પુત્રને હોશ   આવવા  લાગ્યો -15  દિવસે  તેને  રજા   આપવામા   આવી  અને  સાંજે  ઘેર પણ  આવી  ગયો  - સૌથી  વધારે  ખુશ  કોણ  હશે  ? સૌ   ખુશ   હતા   પણ   વચન  પુર્ણ કરવા માટે  યમરાજાએ  દુતો  મોકલી જ   દીધા  હતા લિસ્ટમા  નામ  તો  પુત્રનુ હતુ   પણ બેનને   આપેલુ વચન  હતુ   અને  પુત્રને  બદલે  માતાને લેવાનો  હુકમ છેલ્લી ઘડીએ થયો  અને  પુત્રના  ઘેર   લાવ્યાના ચાર  જ કલાકમા  તો   માતાને   લયીને દુતો  જતા   રહ્યા  -સૌ દેખતા રહી  ગયા  - અવસાનના  સમાચાર જે ને  પણ મળ્યા  તે  એમ    જ માનતા  હતા  કે   પુત્ર ગયો  - ખરેખર  માતા  ગયી –  બાબર અને   હુમાયુની  તો ઇતિહાસની  વાર્તા  છે  પણ  આ કળીયુગની   સત્યકથા  છે
માતાએ   પોતાના  પુત્રને   પોતાનુ  આયુષ્ય   આપ્યુ.
પુત્રએ   માતાને   શુ  આપ્યુ  ?    વેદના  ?
મ્રુત્યુ  મારી  માને ઉપાડી   ગયુ  , ઘરવાળીને ઘર ,
સંતાનો સંપત્તિ  પાછળ  ,
ઝાકઝમાળ  ભરી   દુનિયામા ,
હમ   રહ   ગયે  અકેલે  -
  અને  તે  પણ  અભિશાપ ઉપર  અભિશાપ    સાથે કુદરતે  અભિશાપ  આપેલો     છે -  પિતાએ  પુત્રવધુને અભિશાપ  આપ્યો   અને  આટલુ અધુરુ  હોય  તેમ   પુત્રનો  પણ  અભિશાપ  પિતાના   ફાળે     આવ્યો  - જ્યારે  તેને ખબર  પડી  કે  હવે  તેને બચાવનાર કોઇ  નથી   ત્યારે  તેણે  પણ  અભિશાપ આપવાની  તક   લીધી .
બલીયસી   કેવલમ   ઇશ્વરેચ્છા

ગુણવંત  પરીખ   

                  13




      -:  ઐતિહાસીક  અભિશાપ  :-

               कजाको  रोक   देती है , दुआ रोशन    सितारोंकी 
                                                                   मगर 
                     कलेजा    चीरकर   रख देगी    और 
                         जलाकर   राख  कर  देगी 
                              वो  बद - दुआ 
                      अगर  दिलसे  जो   नीकलेगी 

      માનો   યા   ના   માનો :   શ્રધ્ધા અને  સમજનો      વિષય   છે.
મહાભારતમા  પિતામહ  ભિષ્મએ દ્રૌપદીને   અખંડ   સૌભાગ્યવતીના    આશિર્વાદ   આપેલા -  દ્રૌપદીના  સૌભાગ્યનુ   રક્ષણ આ  આશિર્વાદે  કર્યુ-  અને પુત્ર    પ્રેમમા  વિહવળ બનેલી માતા પુત્રને  જાણતી  હોવા  છતા પણ  પોતાનુ     હિત  કરનાર  અને  ઇચ્છનાર  વાસુદેવને    અભિશાપ  આપી   બેઠી કલેજુ   ઠારતા દિલમાથી   નીકળેલ-  આશિષ  - તેની   શક્તિ  છે વિધાતાના   લેખને પણ  ફેરવી  શકે  છે તો   તે     રીતે  આગમા   જલતા   દિલમાંથી   નીકળેલ  અભિશાપ  - તે  પણ  એક  અમોઘ  શક્તિ  છે . માતા   ગાંધારીનો શાપ   વાસુદેવે  માથા  ઉપર   ચઢાવ્યો  હતો.    એક  ઐતિહાસિક  અભિશાપ  હતો  - એક  પ્રખર સતિ સન્નારીનો અભિશાપ  હતો .
     અનુભવે   એક   એવો   જ એક  કૌટુંબિક  અભિશાપ  પણ   જોવા  મળ્યો   - આ કુટુંબની  દિકરીઓ કદી  સદા  સર્વદા  સુખી  નથી   થતી  -તેમના માથે   ના   જાણે  ક્યાકથી   અને  ક્યાકથી  કોઇ    વાદળ   આવી  જ જાય   છે દાદાની એક  માત્ર પુત્રી -   તેના બે   સંતાનોને  અપર    માતાને  હવાલે  છોડીને  સ્વર્ગે  સિધાવી પિતાની  બે   પુત્રીઓ કલ્પના તીત   સંઘર્ષ્ માંથી  પસાર થયી અને  થાય  છે -પિતાની   ચાર     ચાર પૌત્રીઓ અભિશાપથી  દુર  નથી   રહી  - તો   બે   બે   પ્રપૌત્રીઓ -  હજુ   નાજુક કક્ષાએ છે  -  એક   પૌત્રી  અને  એક  પ્રપૌત્રીને   તો   આ અભિશાપથી બચાવવા માટે  તેમને  ખુબ   નાનપણથી  જ બૌધ્ધિક  સ્તરે  મજબુત ક્વચ   આપ્યુ -  પણ   ના   જાણ્યુ   જાનકી  નાથે -   સવારે શુ થવાનુ છે કૌટુંબીક  અભીશાપનુ પલ્લુ નમે છે  કે કોઇ અગમ્ય આશિર્વાદનુ  પલ્લુ નમે  છે
     પિતામહ  ભિષ્મ  અને  માતા  ગાંધારી  કરતા   સહેજ અલગ  પણ    સમાન કક્ષાનો     બનાવ :
એક  પિતાને   તેમના  બે  નાના  પુત્રો પ્રત્યે ખુબ  પ્રેમ  હતો  - નસીબવંતા  હતા  લાડકવાયા  હતા  -તેમના પુત્રો   માટે કોઇ  ઘસાતુ બોલે તે  સહન   નહોતા  કરી  શકતા જો  કે   માતા   જાણતી હતી  કે બન્ને પુત્રો વધારે   પડતો  વિશેષાધિકાર  ભોગવે  છે    પણ  ખામોશ   હતી  - તે તેના  પતિની એક ક્ષમતાથી  પરીચિત હતી  કે   જો  તે  સેવામા  બેઠા  હોય  અને  તે  વેળા  કોઇ   કવેણ  નીકળી  જાય  તો  તે  અફર    બની  જાય  માટે તે   કદી પુત્રો  માટે ફરીયાદ કરતી નહોતી- પણ  તેમની પુત્રવધુએ તેમને ચેતવણી  આપવા  છતા પણ એક કમનસીબ  પળે આ બન્ને પુત્રો  માટે  ફરીયાદ  કરી  અને તે   પણ  સસરા   સેવામા  બેઠા હતા  ત્યારે જ   - અને ના  બનવાકાળ બની  ગયુ  - પિતાને પુત્રોનો  મોઇ  દોષ  ના  દેખાયો પણ  પુત્રવધુ   માટે અભિશાપ આપી  દીધો
   જો   તમારા   પણ   આવા   પાકશે તો  શુ  કરશો  ?”
પિતાને  એ ખ્યાલ  ના રહ્યો  કે   આ અભિશાપ માત્ર વહુને  નહી   તેમના  જ પુત્રને અપાયો છે અને  તે પુત્રને જે  પુત્રએ    બન્ને પુત્રોને  જે  તેને નહોતુ મળ્યુ તે  તેમના બન્ને પુત્રોને આપ્યુ  છે જ્યારે   પોતાની  પાસે ઘર પણ  નહોતુ  ત્યારે   નાના  પુત્રને  ઘર   લેવા  મદદ  કરી તો તેણે પોતે     ખરીદેલ  મકાન પણ  બીજા નસીબદાર પુત્રને  આપી  દેવા  સમજુત કર્યો  અને   મોટો પુત્ર  માની પણ    ગયો  - તેને ક્યા  ખબર  હતી  કે અભિશાપનુ પરિણામ બાકી  છે  ?   તેને તો  એ પણ  ખબર  જ નહોતી કે  આ જે  ઘર  તેણે ખરિદ્યુ  હતુ   તેમા  તેનુ નામ  જ નથી અને કોનુ   નામ  છે  ?   તેણે તો   બન્ને પુત્રોને  વડિલોપાર્જિત મિલ્કત  પણ  પિતાના કહેવા મુજબ આપી  દીધી -  અને  તેના ભાગે   તેની      ખરીદીની પોતાની અંગત  મિલ્કત જે   પોતાના પુત્રને કોઇ   અસંતોષ ના  રહે   માટે    પુત્રના  જ નામે લીધી અને  પુત્રએ  શુ  કર્યુ ?  કેટલુ  દુ:ખદ    આશ્ચર્ય  :  કે  આવા  સમયે  પિતાશ્રીના બન્ને   લાડકવાયા  પુત્રો  પિતાશ્રીના પૌત્રની  પડખે  રહ્યા અને  પુત્ર  અટુલો  પડી  ગયો પિતાના  અભિશાપનો તો  ભોગ  તે બન્યો જ  - પણ  તેના  મનને  એક  શાતા   અવશ્ય  હતીતેની માતાએ તેને જીવનદાન  આપ્યુ  હતુ -  એકમા પિતામહના   આશીર્વાદે  જીવન  આપ્યુ  અને   માતાના   અભિશાપે કુળનો વિનાશ થયો  - અહીયા   માતાના  આશિર્વાદે  જીવન   મળ્યુ  પણ  પિતાના અભિશાપે  ધરતિકંપ   આપ્યો જે  અકલ્પિત  હતો સમગ્ર   કુટુબ  વેર  વિખેર  બની  ગયુ   એક  દિવસ  એવો  હતો  જ્યારે  આ કુટુબ એક આદર્શ   કુટુંબની મિશાલ  હતુ  -  આજે    હાસી પાત્ર બની  ગયુ  -   માત્ર આઠ  શબ્દોનો   અભીશાપ  બાળક  આવો    હશે  તેવી કોઇને કલ્પના   પણ  નહોતી-  તે   આવો હોઇ    ના  શકે  -  તે     નહી   તેનો અંગત  “ પરીવાર “   -પણ  - આ ઉંમર વિદ્રોહ  કરવાની નથી  -માત્ર વ્યથા     વ્યક્ત થયી  શકે   માર્ગદર્શીકા  પણ   નથી   એક   કડવી   વાસ્તવીકતા   છે
   પણ   હજુ  એક   ઉચ્ચસ્તરના અભિશાપની વાત  તો   બાકી છે   -  સર્વોચ્ચ  ઐતિહાસિક ગણી   શકાય તેવો અભિશાપ પુત્ર વિયોગે  ઝુરતા   શ્રવણના  માતા પિતાએ   દશરથને   અભિશાપ  આપેલો  અને    અહીયા  એક  અસંતોષી  - ઉચ્ચ    મહત્વાકાક્ષી પુત્રએ  તેના પિતાને અભિશાપ  આપ્યો -  શુ  અભિશાપ  આપ્યો  તે   મહત્વનુ નથી  - એક  પુત્ર પણ  પિતાને  અભિશાપ આપી  શકે છે જાહેરમા માતા પિતાને    લોહીના આંસુથી  નવડાવી શકે   છે  -માત્ર પોતાની મહત્વાકાક્ષા   પુર્ણ  કરવા     પણ  કોઇ    અભિશાપનુ જ ફળ   છે  કે  બીજુ કયી  -તેના  માટે એટલુ  પુરતુ  છે કે  તેનો  અભિશાપ  પુર્ણતાને આરે   છે તેની  પાસે  તો   માતા અને  પિતાની શુભેચ્છાઓ   છે -  સદા  તે  અને   તેનો પરીવાર  ખુશ  રહે 
આયી   બાત  સમજમે  ?
એક  જમાના   થા વો પળભર  હમસે   રહે   ના  દુર
એક   જમાના  યે  ભી  હુઆ  કી  મિલનેસે   મજબુર
હુએ હમ  જીનકે લિયે  બરબાદ    -------------
  
                                  14


              - :મમત્વ :-

    વૈષ્ણવ  સંપ્રદાયમા ઠાકોરજીની  માનસી  સેવાનુ પણ  એક  મહત્વ  છે.

એક શેઠ -  ખાધે પીધે અતિ અમીર  પણ  મનના  અતિ  દરિદ્ર શેર્ઠાણી સેવામા   અનેક  ભોગ   ધરાવે  તે  તેમને ગમે નહી -   શુ ?   આજે લીલો  મેવો   લાવજો - અને કાલ  માટે સુકો   મેવો  પણ  લાવજો આજે   દુધનો  ભોગ  અને  આજે મિઠાઇ નિત નવા પકવાન  બનાવો -  ખોટા  ખર્ચા -  અને  ખર્ચના કારણે તે  સેવા     કરે નહી શેઠાણીને તે ગમે  નહી પણ  શુ  કરે  ? એક વાર  આચાર્યજીને  તેમણે આ દુ:ખ  કહ્યુ આચાર્યજીએ  બીજે દિવસે શેઠને  બોલાવ્યા  અને  કહ્યુ કે માત્ર  ખર્ચને  કારણ્રે  જ તમે  સેવા  નથી કરતા  ને ?  શેઠે તો    ચોખ્ખે   ચોખ્ખુ કહી  દીધુ મને આ બધા    સુકા  મેવા  -  લીલા મ્રેવા વિ.વિ. ખર્ચા  નથી  ગમતા  -  આચાર્યજીએ    કહ્યુ ભલે એક  કામ  કરો તમે  ભોગ ધરાવો  ત્યારે તમારે કોઇ  ખર્ચ કરવાનો નથી પણ  શેઠાણી કહે  છે  કે ભોગ  ધરાવ્યા વગર    સેવા  થાય  નહી  -આચાર્યજીએ  કહ્યુ- તમે  એ ચિંતા  છોડો  - તમે  આવતીકાલથી સેવા  કરજો ભોગ  પણ  ધરાવવાનો  પણ  માત્ર મનથી  - તમારે મનથી   માત્ર  કલ્પના કરવાનીકે આજે  ભોગમા શુ  ધરાવવાનુ છે અને તે મુજબ થાળ  તૈયાર કરવાનોએક  પાઇનો પણ  ખર્ચ નહી  કરવાનો  -અને   સર્વ શ્રેષ્ઠ   થાળ ધરાવી શકો   છો  - શેઠાણી કરતા    ઉત્તમ   થાળ  આપનો થશે શેઠ  તો  ખુશ થયા જો   પાઇનો  પણ  ખર્ચ  નથી  કરવાનોઅને મારો  થાળ  ઉત્તમ કહેવાતો હોય  તો મને  શુ  નુકશાન ? હુ  સેવા    કરીશ બીજા  જ દિવસથી   શેઠે તો  સેવા શરુ  કરી  દીધી  - આજે મોહન થાળ  , તો  બીજે દિવસેવળી   ગુલાબ  જાંબુ ,કોપરાપાક  ,બુંદી  ,મઠડી ,મગશ  અને  મૈસુર  ,લાડુ અને પુરી , બટાકા  વડા  અને  કચોરી,  અને  આજે  તો બાસુદી સરસ   બાસુદી બનાવવી છે  -અને  મનમાને મનમા બાસુદીનુ  ધ્યાન ધરીને દુધમા   મોરસ  નાખી  -પણ મોરસ એક  ચમચો  વધારે પડી ગયી-  શેઠને 
થયુ  - અરે  રે-  એક   ચમચી  મોરસ વધારે પડી  ગયી -  પાછી કાઢી  લેવાની કાલે ચાલશે  - આમ  વિચારીને શેઠે તો  એક  ચમચી  મોરસ પાછી લેવા  બાસુદીમા  હાથ નાખવા હાથ  ઉચો   કર્યો એટલે  ઠાકોરજીએ  તેનો હાથ  પકડી લીધો-  અરે  ભાઇ   - તે   વળી   મોરસ નાખી જ ક્યા છે  તે  પાછી લેવા  પ્રયત્ન કરે  છે જે  તારુ છે  તે  સંભાળ ને - મારામા કેમ  હાથ  નાખે  છે  જો  તે  મોરસ  નાખી   નથી  તો   પાછી શાની માગે છે  ?  બિચારા  શેઠ  - આ મારો હાથ  કોણે   પકડ્યો ?
આયી   બાત  સમજમે ?
જે  તમારુ  છે  તે જ સંભાળો  ને  - જે   તમારુ  નથી  તે પામવા   શા  માટે  હવાતિયા  મારો છો  ?
ગુણવંત  પરીખ
15-4-18           

                                        15


           -:  અદાનો   ગગો  :-

    એક  ખેડુત  હતો  -  સાધન  સંપન્ન ખાધે પીધે સુખી  - 50  વિઘા  જમીન ઢોર  ઢોખર  -  મેડીબંધ  મકાન - બે  પુત્રો મોટો  ગગો   અને  નાનોબકો  ગગો  ઉડાઉ  ,  ઉધ્ધત ,  કામચોર , અવિવેકી  અને   રખડેલ -  ઘરનુ કે  ખેતરનુ  કામ   કરેજ   નહી   - જ્યારે  બકો શાંત  ,  ઠરેલ ,વિવેકી ,ઘર  અને  ખેતરનુ તમામ કામ  કરે   પણ - બાપને તો  બન્ને  દિકરા સમાન
      એક  દિવસ  ગગાએ  બાપાને  કહ્યુ  બાપા મને  મારો ભાગ  આપી દો-    મારે  શહેરમા   જાવુ  છે મારા ભાગની 25  વિઘા જમીન  આપી  દો  - હુ  વેચીને  જે  મળશે  તેમાથી  શહેરમા  જયીને ધંધો કરીશ. બાપે  જમીન તો  ના  આપી  પણ   25  વિઘા જમીનના  પૈસા   આપ્યા  અને  ગગાજી શહેર સિધાવ્યા.  કુછંદે  ચઢ્યા-  જે ઘરમા ચા   કે  બીડી પણ  વર્જ્ય   હતા  તે  ઘરનો ગગો  મફતના  પૈસા  મળ્યા  હોવાથી જીરવાયા  નહી  -  આડેધડ   ઉડાવ્યા-  વર્જ્ય  ભોજન  - પીણા જુગાર મહેફીલો  - ગગો   ખાલી થયી  ગયો  - તાલી મિત્રો   દુર થયા હવે  ?  કોઇકે   ચઢાવ્યો ગામડે જા-  બાપની પાસે  જમીનનો ભાગ  માગ પૈસા  આપ્યા  છે   તેવુ  કહે તો  કહેજે   -  તે  તો  તમે    મને  ઘરની બહાર કાઢી  મુકવાના   આપ્યા હતા બાપથી  કોર્ટ કચેરીના  ધક્કા ખવાશે  નહી  અને   તને  ભાગ  મળી  જશે  .
     ગગો   ગામડે  પાછો  આવ્યો  -  બાપ  ખુશ   ખુશાલ   થયી  ગયો  - ઘરવાળીને બુમ   પાડી   - સાભળો  છો  ?  ગગો   આવ્યો   છે  -  કંસારના   આધણ  મુકો  -  બકો   અવાક થયી  ગયો -  હુ  આટલા  વર્ષથી તેમની સાથે    રહુ  છુ  મારા  માટે કદી   માં    મીઠુ  કરાવ્યુ નથી  અને      ગગો બધુ   ઉડાડીને આવ્યો   તેના માટે   કંસારના   આધણ - ?  તેણે  બાપને  કહ્યુ  -  પણ  બાપે  જવાબ આપ્યો બકા   તુ    તો   મારો  કામગરો દિકરો  છે    -    ગગો  બે  વર્ષે  ઘેર   પાછો   આવ્યો જેવો   છે   તેવો પણ  મારો  જ દિકરો  ને  ? મે  જ એને  આગળી પકડી   ચાલતા   શિખવ્યુ ,ખોળે બેસાડી  લાડ   લડાવ્યા,  ખભે   બેસાડી    જગ   દેખાડ્યુ એ જ આ ગગો   -  પણ  ગામના  માસ્તર સમજુ  હતા  - તેમણે   કહ્યુ   અદા તમારી વાત   સાચી પણ  ગગો  કેમ  આવ્યો છે  તે  તમને ખબર  છે  ? તેને   તો  તમારી  મિલ્કત અને  ઘરમા   ભાગ  જોઇયે  છે  -   મળી  જશે  પછી  પાછો  ભાગી જશે   - જરી  સમજો બાપે  કહ્યુ -  માસ્તર   ઘર   અને  મિલ્કત  તેમની  જ છે  ને   -મારે ક્યા   સાથે લયી  જવાની છે  ? માસ્તર  ગગાને   સારીરીતે ઓળખતા    હતા  -  તે  શહેરમા  પણ    તેને કોઇ  કોઇ  વાર  મળતા  હતા -  શહેરમા  ગગો   મા- બાપને   ના સંભળાય તેવી ગાળો ભાડે  - વગોવે મારો બાપ   તો  ગમાર  છે  ,  લુચ્ચો  છે  ,મને  ઘરમાથી પહેરેલે કપડે  કાઢી મુક્યો  છે બકો  બધુ  પડાવી લેવા આગે   છે  અને  મને  હડશેલી દીધો છે  -પણ    માસ્તરની  વાત   અદાએ  કાને  ના  ધરી -  અને   ગગાએ પોત   પ્રકાશ્યુ બાપા ઘરના   બે  ભાગ  કરો  -  અડધી  જમીન   મને  આપો  -બકો  બધૂ  વાપરે  તે  ના   ચાલે અદાએ  કહ્યુ તમને  બન્નેને   આપુ   પછી   અમે   ક્યા જયીશુ   ? ગગાએ  નફટાઇથી કહ્યુ  તમે  બકાની  સાથે રહેજો ફરીથી માસ્તર  વચ્ચે પડ્યા  -અદા  સમજો જરી  -પેલો સાધૂ  યાદ   કરો  - કમંડળમા  પાણી  સાથે આવતો  હતો  - કમંડળમા    વિછિ   હતો સાધુએ તેને બહાર  કાઢવા પ્રયત્ન  કર્યો  - તો    વિછીએ  સાધુને જ ડંખ  માર્યો સાધુથી  ચીસ   પડાઇ ગયી  -અને    વિછી  પાછો પાણીમાપડી   ગયો  -સાધુએ   ફરી  તેનેબહાર કાઢવા  પ્રયાસકર્યો  અને   વિછિએ  ફરી  સાધુને     ડંખ  માર્યો  - આમ  એક   બે  વાર  નહી  25   - 25  વાર  બન્યુ અને   સાધુએ વિછિને બચાવવા    પ્રયાસ  કર્યો –  સાધૂની  પાછળ  આવતા વટેમાર્ગુએ      સાધુને   કહ્યુ મહારાજ    શુ  કરો  છો  ? સસાધુએ  કહ્યુ વત્સ -   ડંખ  મારવો   તે  વીછીની  આદત   છે  અને  કોઇને મદદ   કરવી  તે   મારી આદત  છે  - અમે  બન્ને  આદતથી મજબુર છિયે શુ  થાય ? પણ   અદા  ના  માન્યા- વાત  વણસી વાતનુ  વતેસર  થયુ    મામલો કોર્ટે  ચઢ્યો- જગને તમાસો  મળ્યો -  બન્ને તરફના  મળતિયાઓને મફતના  ભાવે  તમાસો   મળતો  હોય  તો  શુ  કામ   બન્નેના  કાનમા વિષ ના  ભરે  ?
બે   બિલાડીઓ   મફતના  ભાવે  મળેલ રોટલા માટે લડે  તો  લાભ કોણ  ખાટે ?
કપીરાજ ........                      
આઇ  બાત    સમજમે  ?
ક્યારે  સમજશે  આ   કડવી  વાત ?
ગુણવંત પરીખ.




No comments:

Post a Comment