-:  પ્રા સં ગિ    રા મા     :-
                                        14
                                  :-:અ લૌ કી ક  - કુ ટુ બ :-:
રામાયણની    કથામાં  કોઇ   એવી અલપ   ઝલપ  વાતો કે  પ્રસંગો નથી   જે જલદી ગળે  ના ઉતરે – જો  કે  આશ્ચર્ય જનક  બનાવો અને  પ્રસંગો   જોવા મળી  શકે છે.  રામાવતાર અને  રામાયણ  એ ભગવાન  વિષ્ણુનુ  પુર્વનિર્ધારિત  આયોજન  છે. તેનુ  આયોજન ભગવાને  તે  જ દિવસે કરી   લીધુ  હતુ  જ્યારે તેમના   બે પ્રિય પાર્ષદોને  શાપ  મળ્યો = જય  અને  વિજયના  ઉધ્ધારની જવાબદારી  પણ  પ્રભુની  જ હતી  અને  આ જવાબદારીના   એક  ભાગ    સ્વરૂપે  રામાવતાર  આવ્યો. ભગવાન વિષ્ણુને પણ    તેમના  જ ભક્ત નારદજીએ  શાપ  આપેલો કે   તમારી પત્નીનુ  અપહરણ  થશે -  તમોને તેનો  વિયોગ  તશે  - અને  તે સમયે તમે આ  જે  વાનરમુખ મને   આપ્યુ  છે ત્તે વાનરોની    મદદ તમારે લેવી પડશે.એક  બાજુ પ્રભુ પોતે  પૃથ્વી  પર  માનવ દેહે  પધારે  છે તો તેમના  મદદગાર બનનાર  વાનરો માટે પણ  જગા  કરવી જ  પડે- અને    વાનરો પણ  કેવા ? જે ભગવાન વિષ્ણુને  મદદ  કરે  છે માટે તેટલા  પ્રમાણમાં  તેમનો મોભો પણ  હોવો જ  જોઇયે.  અને  તે  માટે એક  અદ્ભુત  વાનર  કુટુંબ  પણ  પૃથ્વી  પર  અવતાર  ધારણ  કરે  છે
      કલ્પનામાં  ના  ઉતરે  તેવી અલૌકીક  વાત   છે   -અતુલિત બળ ધરાવતા  આ વાનરોના કુળની અને  ઉત્પત્તીની  કથા    રોચક અને  અલૌકીક  લાગે તેવી   છે. આજનો યુગ   બુધ્ધીજીવીઓનો  યુગ  છે –પણ  ધાર્મિક કતાઓ અને  ધર્માખ્યાનો એ માત્ર  બુધ્ધીજીવીઓની આલોચનાનો જ વિષય નથીપણ ભક્તજનોની ભાવના   અને   શ્રધ્ધાનો વિષય છે.- જ્યાં બુધ્ધી કામ  ના  કરે  ત્યાં  શ્રધ્ધા કામ   કરી જાય   છે  પણ   ભરોસો હોવો  જોઇયે  -  શ્રધ્ધાવાન લભતે નર:    ---
      એકવાર  વૃક્ષરાજ  નજદીકના  સરોવરમાં    સ્નાન કરવા  ગયા  હતા – અને  એક  અદ્ભુત  આશ્ચર્ય  સર્જાયુ -  તેઓ   જેવા સ્નાન કરીને બહાર નીકળ્યા  ત્યારે   તેમની  પુરુષ    જાતિ  ગુમાવી    ચુક્યા હતા  અને  એક  અવર્ણનીય  સૌદર્યવાન  યુવતી    તરીકે  પ્રસ્થાપિત  થયી   ચુક્યા  હતા.  અને  તેના  કરતાં  ય વધારે આશ્ચયજનક  બનાવ બન્યો  - હજુ   તો  વૃક્ષરાજ  પોતાના  જાતિ પરિવર્તંન  પર  વિચારે તે  પહેલાં તો આકાશમાર્ગે  ભ્રમણ કરતા  ઇંદ્રદેવ અન  તેમના સાથી   વાયુદેવની નજર   તેમના  પર  ગયી   અને  બન્ને આ સૌંદર્યવાન યુવતિ પર  મોહિત   થયી   ગયા   અને     બન્ને  દેવોએ   યુવતિને એક  એક   બાળક  આપ્યો- ઇંદ્રદેવે   આપેલો  બાળક તે   વાલી અને   વાયુદેવે આપેલો  બાળક તે  સુગ્રીવ. છે    ને અલૌકીક   કથા ? આજનો  બુધ્ધીજીવી માનવી આવી વાત માનવા તૈયાર થાય  નહી   પણ  વૈજ્ઞાનિક  ઢબે  જાતિ  ;પરિવર્તન થાય છે  તે તો  તેને સ્વીકારવુ જ પડે  છે  .આજના  જમાનાના  ટેસ્ટટ્યુબ   બાલકને તે  સ્વીકારી  શકે  છે પણ  વ્યાસજીના પુત્રો  ધૃતરાષ્ટ્ર- પાંડુ   કે  વિદુરને  માટે મન    આડી  અવળીઆલોચના કરે  છે  -વાલી અને સુગ્રીવના  જન્મ માટે  અવઢવ સેવે  છે  - અને   માટે જ હુ  વારંવાર   જણાવી ચુક્યો  છુ – ધાર્મિક  કથાઓ  એ ધર્મનો વિષય  છે–   ધર્મ એ  શ્રધ્ધાનો વિષય છે  - બુધ્ધીનો કે દલીલોનો  નહી –   ધર્મ એ વિશ્વાસનૂ પ્રતિક છે –અહોભાવનુ  પ્રતિબિંબ છે.  ત્રેતાયુગના    બે અતુલ્યબળધારી  વાનર  બાળ  :  વાલી  અને  સુગ્રિવ   :
     વાલી   બળવાન તો  હતો  જ-અતુલ્ય બળ  ધરાવનાર  સાહસીક પણ  હતો  પણ  તે  ઉપરાંત તે  બ્રહ્માજીનો પરમ ઉપાસક  પણ  હતો   અને  તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને  એક  અદ્ભુત  વરદાન પણ  મેળવી લીધેલુ : તે   અપરાજેય રહે   તે  માટે તે જેની  પણ  સામે યુધ્ધ   કરે  તેનુ અડધુ સામર્થ્ય     વાલીને  મળી  જાય –જો   શિવજી વરદાન  આપવામાં  ઉદાર હોય     તો  બ્રહ્માજી વિચારે કે  હુ કેમ  નહી  ? તેમણે  આ પ્રકારનુ વરદાન  વાલીને આપી  દીધુ. હવે  વાલી  અપરાજેય  બની    ગયો. જે કોઇ  વાલી સાથેયુધ્ધ  કરવા    જાય તેની અડધી શક્તિ  તો વાલી પાસે જતી  રહે  આમ  વાલી  દોઢી શક્તિથી  યુધ્ધ  કરે અને  સામાવાળાને  મહાત કરે. રાવણ  જેવા  મહાન  યોધ્ધાને  પણ  તેણે  મહાત  કરેલો – એકવાર તે નદીમાં ઉભા  રહીને  પ્રાત:સંધ્યા કરતો હતો  ત્યારે રાવણ  ત્યાં  આવી  ચઢ્યો  અને  તેણે   વાલીને  અડપલા  કરવાનુ શરુ  કર્યુ –ગુસ્સે  બરાયેલા  વાલીએ  રાવણને  પકડીને   તેની   બગલમાં દબાવી    દીધો-  રાવણે   છુટવા માટે ઘણી   મથામણ  કરી  પણ   સફળ  ના  થયો  અને  અંતે   સંધ્યા  પુજા   પુર્ણ  થયા  પછી   વાલીએ રાવણને   ઉચકીને  સો  જોજન દુર  ફેકી  દીધો.    તો  રાવણ  હતો -  તે પણ  શિવજીનો   પરમ   ભક્ત  હતો  અને  તેથી   કદાચ  તેનાં  હાડકા નહી  ભાગ્યાં હોય  પણ  સહેમી  તો    ગયો   જ અને  તે  શિવજીની  ઉપાસનામાં   લાગી ગયો  અને  શક્તિશાળી   બનવાના   વરદાન મેળવી  લાવ્યો.   તેણે  બ્રહ્માજીને પણ   ખુશ    કર્યા-તેને પણ  અજેય   બનવુ હતુ  -  પણ  મુળ   અહંકારી  જીવ  - તે   માનવ અને  વાનરને તો  કીડી મકોડા  સમજતો  હતો  - તેથી વરદાન  મેળવી લાવ્યો કે  માનવ    અને   વાનર   સિવાય  કોઇ  પણ  પૃથ્વીનો જીવ  તેની  સામે  ટકી   ના  શકે . આ સંજોગોમાં  ભગવાન વિષ્ણુએ   વિચાર્યુ કે મારા  ડાબા   જમણી બન્ને  સાથીદારો વરદાન આપવામાં તો  શુરા છે     હવે  મારે જ કોઇ ઉપાય શોધવો રહ્યો- અને  તેમણે પોતે જ માનવ દેહે   અવતાર લીધો અને  બીજી બાજુ  વાનરકુળ   ઉભુ  કર્યુ.  બ્રહ્માજીને  પણ  તેમણે  પ્રાર્થના  કરી  કે  આપ વરદાન  આપવામાં   તો   ઉદાર  છો જ  પણ  મને  પણ  એક   મદદ   કરો  - આ રાવણનો   ભાઇ  કુંભકર્ણ તમારો ઉપાસક  છે અને   આપને  મનાવીને  વરદાન  માગશે     મને  ઇંદ્રાસન  આપો “   આપ  દેવી સરસ્વતીજીને પળવાર  માટે તેની  જીભ  પર બેસાડીને   કહી   દેજો –કે  તે   “ઇંદ્રાસન  “ને   બદલે     નિદ્રાસન “ માગે  -  અને  એ જેવી માગણી  કરે   કે   તરત     આપ      તથાસ્તુ    કહીને  કુંભકર્ણ કશુ  જ સમજે   વિચારે તે પહેલાંજ  આપ અંતર્ધ્યાન   થયી જજો. ત્રણેય  દેવોના  સ્વભાવ  અલગ  અલગ હતા  પણ   તેમની  એકતા  પરસ્પર  સમજ   અને   સમન્વયતા  અદ્ભુત  હતી – ત્રણેય  એક ના  એક    હતા. –ત્રણેય એકબીજાના  પુરક  હતા.  ત્રેતાયુગ  માટેનુ આ એક  આગોતરુ આયોજન હતુ . જય  અને  વિજયને  બીજા ફેરામાંથી  મુક્ત કરાવવાના  હતા.  નારદજીને અપાયેલ શાપથી માંડીને રાવણ  અને  કુમ્ભકર્ણની મુક્તિ  સુધીનુ આયોજન થયી  ગયુ   હતુ.- દરેક પાત્રને  તેમને ભજવવાના  પાત્રની   માહીતી અપાઇ ચુકી હતી  . રામની વાનરસેનામાં  સુગ્રિવ , હનુમાન , અંગદ  , વિ.વિ.  જેવા વાનરો   હતા  પણ  વાલી રામની  સેનામાં નહોતો.
     વાલીની ફરીયાદ  પણ    સાવ અવગણી  શકાય તેવીતો   નથી -  “ રામ  જેવા  અવતારીઅને મહાન  પૂરૂષે   છુપાઇને  મને  કેમ  તીર  માર્યુ ?    જો   રામે મારી મદદ  માગી હોત તો હુ  રાવણને પળભરમા  ભુ  પીતો કરી  નાખત – સીતાજીને હુ   વાયુવેગે  રામના ચરણમાં   પરત  લાવી આપત  - રાવણની કોઇ  તાકત નહોતી  કે  તે  મારી  સામે ટકી  શકે -  રામે કેમ  મારી મદદ  માગી નહી  ? તે  વાત  સાચી જ છે  કે  વાલી રાવણ કરતા અનેક રીતે  ચડીયાતો હતો   -સુગ્રીવ એટલો શક્તિશાળી નહતો - “  રામે  જવાબ  આપ્યો  હતો  કે  તે  સાચીવાત છે કે  તેમણે છુપાઇને  તીર  મારેલુ  પણ  વાલીનુ કાર્ય   અન્યાયી   હતુ  -   એક અન્યાયી અને  અધર્મ આચરનાર  વ્યક્તિની  મદદ   હુ કેવીરીતે માગી   શકુ ?    તેણે તેના  નાના  ભાઇની  પત્નીનુ અપહરણ   કરેલુ- નાના  ભાઇની  પત્નીનો દરજ્જો  નાની બેન   અને  પુત્રી  સમોવડો ગણાય  -આ ઘોર  અન્યાય અને   પાપ  હતુ  -  સુગ્રિવનુ રાજ્ય પણ  તેણે  છિનવી  લીધેલુ  -તે  ;પણ  અન્યાય હતો  -અને  બીજી બાજુ  સુગ્રિવે  રામની  મદદ    માગેલી-અને શરણાગતનુ  રક્ષણ  કરવુ તે તેમની  ફરજ  હતી  -  તેમ છતાંય તેમણે    સ્વીકાર્યુ      હતુ કે  વાલિની હત્યા  મારા હાથે ખોટીરીતે  થયેલ છે  -અને   તે માટે   રામે વાલીને    જણાવ્યુ  હતુ  કે આ  જન્મે  મે  તારી  હત્યા  છ્પાઇને કરી  છે – બરાબર   તે જ  રીતે તને  પણ  મારી   હત્યા  કરવાની તક  હુ  આપીશ  -મારા  કૃષ્ણાવતારમા  મારુ  પરલોકગમન    તારા નિમીત્તે થશે  -તે    સમયે  તુ   જરા   નામે   શિકારી   હોઇશ  અને  તારા  જ તીરથી  મારે લૌકીક  દેહ   છોડવાનો  રહેશે.  આમ   વાલીના મનનુ  સમાધાન પણ    રામજીએ – બીજા  અર્થમાં   કહીયે તો   ભગવાન વિષ્ણુએ  - કરાવી આપ્યુ.  સુગ્રીવને જીત અપાવી હતી  પણ  તેમણે વાલીને કોઇ   અન્યાય  નહોતો કર્યો- રાજા  સુગ્રિવ  ભલે બન્યો  પણ   યુવરાજ તો  વાલીનો પુત્ર  અંગદ  જ બન્યો  - આ  યુગના   બે મહાન  યોધ્ધાઓ – રાવણ  અને    વાલી – બન્ને પરાક્રમી  -   વીર – કુશળ  -પણ  બન્ને એ  પરસ્ત્રી  પર નજર  બગાડી –અને એ જ કરણ  તેમના વિનાશનુ  થયુ   -  પણ  આ બેઉ   મહાન   યોધ્ધાઓની પત્નીનુ  સ્થાન ઓ તેમના  કરતાં ય અદકેરુ ઉચુ   હતુ. વાલેઐ  બળવાન   હતો – કોઇનો પડકાર  તે  અવગણે  નહી  - સામી  છાતીએ સ્વીકારે જ – પણ  જ્યારે  સુગ્રીવે  વાલીને  પડકાર  ફેક્યો  ત્યારે  વાલીની પત્ની  તારાએ   વાલીને ચેતવ્યો હતો  કે  સુગ્રિવ કોઇ  અદ્રષ્ટ  અને   અગોચર  બળ    સાથે   આવે  છે  માટે આ  પડકાર  સ્વીકારવા  જેવો   નથી .- વાલી   અભીમાની  કે  ઘમંડી  તો નહોતો  પણ    ક્ષત્રિય ધર્મ મુજબ  જ્યારે કોઇ   પડકાર ફેકે તો તે   સ્વીકારી જ લેવો પડે  અને  માટે  તે તારાને કહે  છે  કે  તારી  વાત  કદાચ  સાચી પણ  હોય  - પણ   યુધ્ધ  માટેનો પડકાર તો   જો એકવાર મને   મારા પિતા  ઇંદ્ર  પણ  આપે તો   હુ  તેમની સામેપણ યુધ્ધ કરૂ  જ - પાછી પાની ના    ભરૂ –અને  તે  સુગ્રિવની  સામે    સામી   છાતિએ લડવા જાય  છે  -  રામજીના   “ ધનુષ્યકાલીન “ યુગનુકદાચ આ  એક    ઉદાહરણ  છે  કે  જ્યાં  રામે કોઇને  પીઠ  પાછળ  તીર  માર્યુ હોય –તેઓ  પણ  હરહંમેશ  સામી છાતીએ   જ યુધ્ધ  લડેલા  છે  પી ઠ   પાછળ   ઘા   નથી કર્યા.. વાલીના પતન   બાદ   તારા   કલ્પાંત કરે   છે  પણ    રામ   તેમને પણ  સાંત્વન  આપે  છે અને  તારાને  તેની સલાહ બદલ  અભિનંદન   પણ   આપે   છે અને તારા  અને અંગદ   પ્રત્યે કોઇ  અન્યાયનહી થાય  તેની ખાત્રી  પણ  આપે  છે. તો   બીજા  મહાન  યોધ્ધા  રાવણની પત્ની મંદોદરીનો તો   હોદ્દો  જ અનેરો હતો  -  એક  રાક્ષસ કક્ષાના જીવની  પત્નીને સતીનો  દરજ્જો  મળેલ  છે  -  સીતા અને  સાવિત્રીની  સમક્ક્ષ તેનુ    સ્થાન  છે. તેણે  પણ    રાવણને  અનેકવાર   વિનવ્યો હતો  કે તમે  સીતાને પરત  મોકલી  આપો અને  રાક્ષસકુળને વિનાશમાંથી બચાવો- પણ   રાવણ એક  અતિ   ઉચ્ચ કક્ષાનૂ અભિમાની અને  ઘમંડી  હતો  - “હુ  કોણ  ?  લકાપતિ  - લંકેશ –રાવણ –મારી  સામે ઉભા  રહેવાની તો ઠીક  મારી  સામે જોવાની પણ  આ માનવ બાળોઅને  વાનરોની   કોઇ  હેસિયત  નથી  - માનવ અને  વાનરને તો હુ પળમાત્રમાં   પુરા કરી  દયીશ-  પણ  બન્યુ તેનાથી  વિપરીત અને  લંકાનો     રાજા-  લંકેશ  -  લંકાપતિ  -  રાવણ રણમાં  રોળાઇ  ગયો  અને  અભિમાનનુ  એક  પર્યાય બની ગયો.    રાવણ  પરાજીત  થયો  તો તે  પણ  કોના  હાથે ?  વાનરો અને    માનવોના   હાથે  -જેમનેતે તુચ્છ  સમજતો   હતો.
મંદોદરીની   દિર્ઘદ્રષ્ટી  કામ   લાગી  નહી  - રણમાં   રાવણ  નહી  - અભિમાન રોળાઇ ગયુ –ઘમંડ  રોળાઇ  ગયો.
ગુણવંત પરીખ
ક્રમશ.







No comments:

Post a Comment