:      પ્રા સં ગિ ક  - રા મા    ણ  :-
                    75
             - :વ  ચ  ને  ષુ    કિં      દ  રિ  દ્ર  તા:

                     (  ગુણવંત   પરીખ  )

  રઘુકુળ  તેના  વચન  પાલન માટે  પ્રખ્યાત  છે :
 રઘુકુળ નીતી   સદા  ચલી  આઇ ,  પ્રાણ જાયે   બરૂ  વચન   ના  જાઇ 
એકવાર  કોઇ  વચન   અપાઇ  જાય પછી  તેનુ  પાલન  પ્રાણના   ભોગે  પણ  કરવાનુ જ હોય . રામે  એવુ   કોઇ  વચન  આપ્યુ  જ  નહોતુ  કે  ભરતને  ગાદી આપવામાં  આવશે -   અને  રામને ચૌદ   વર્ષ   વનવાસ આપવો  -  આ  વચન  તો  મહારાજ દશરથે  કૈકેયીને    આપેલુ  પણ  પુત્રમોહને  વશ  તેઓ    આ વચનના  પાલન માટે હિચકીચાતા  હતા  પણ  રામને  જેવી  ખબર   પડી  કે પિતા  મહારાજે આ  વચન માતા કૈકેયીને  આપેલુ  છે  અને હવે તેઓ  તેનો  અમલ   કરવા  માટે અચકાય  છે પણ રામ  રઘુકુળની પ્રતિષ્ઠા જાળવવા  માટે આ  વચનની  પુર્તતા કરે   છે અને કુળની પ્રતિષ્ઠા   જાળવે    છે .  વચનની પુર્તતા અવશ્ય  થાય  છે. પુરાણ   કાળ આ  પ્રમાણે વચન  આપવામાં , પ્રતિજ્ઞાઓ  લેવામાં  અને વરદાનો   આપવા  માટે  પંકાયેલો   છે .જેમ  કે  અર્જુને   કૂરૂક્ષેત્રના   યુધ્ધ  વખતે એક  પ્રતિજ્ઞા  લીધી   હતી  કે  જો  સુર્યાસ્ત પહેલાં  જયદ્રથનો  વધ   નહી કરી  શકુ તો અગ્નિસ્નાન  કરીશ  , આવી  જ  બીજી  એક  પ્રતિજ્ઞા    પણ   દ્વારકાધીશની  હાજરીમાં જ  લે   છે  કે  તે  ફરીયાદી   બ્રાહ્મણની ફરીયાદ  દુર કરશે  અંરે જો નહી  કરી  શકે  તો  અગ્નિસ્નાન કરશે  - બન્ને કિસ્સામા  અર્જુન  સમયસર  આ  કામ  કરી   શકતો નથી   પણ  તેની વહારે તો   યોગેશ્વર  શ્રી કૃષ્ણ  ભગવાન પોતે હાજર હતા   અને અર્જુનને ટોણો  પણ     મારે  છે કે તમે   પ્રતિજ્ઞાઓ  લેવામાં બહુ   શુરા છો –પણ   પ્રતિજ્ઞાનુ પાલન  તો   કરી – કરાવી  આપે  છે   અન્ય   કોઇ  - . વરદાન   આપવામાં પણ   પુરાણા  દેવો : ખાસ   કરીને મહાદેવ અને  બ્રહ્માજી :   તેમની આરાધના  કરનારને જે  માગે  તે  આપી  દેતા  અને પછી  પાલન કરવામાં  વિષ્ણુ  ભગવાનની  મદદ   માગવી  પડતી હતી  -જેમકે  શિવજીએ  ભસ્માસુરને  વરદાન  આપ્યુ હતુ  કે તે  જેના  માથે  હાથ  મુકે તે  ભસ્મ થયી  જાય    અને  ભોળા નાથ ફસાઇ  ગયા  - ભસ્માસુરે  કહ્યુ  કે  આ વરદાનની ચકાસણી હુ  તમારા  પર  જ   કરવા માગુ  છુ  અને  ભોળાનાથને દોડાવ્યા  - ભગવાન  વિષ્ણુ   વહારે    આવ્યા  અને  રસ્તો નીકળ્યો હતો.આમ   એક  જમાનો આવા  વરદાનો , વચનો  અને  પ્રતિજ્ઞાઓનો હતો .  તો   આજે   પણ   વચનોઆપનારનો  તોટો  નથી .વચન   આપવામાં શુ  જાય  છે ?  વચન  આપવામાં કંજુસાઇ  શા માટે કરવી – વચન  આપ્યુ – પછી   જોયુ જશે –
            તાજેતરમાં લડાતા  યુધ્ધો   શસ્ત્રોથી નથી  લડાતાં  પણ   શબ્દોથી  લડાય  છે . લોકશાહીમાં  ચુટણીઓ  એ  એક પ્રકારનુ ધર્મયુધ્ધ    છે  અને આ જંગ  જીતવા  ઉમેદવારો કે  તેમના પક્ષો આડેધડ  વચનોની  લહાણી કરે   છે – અને  પછી તેનુ   પાલન    કરવાનુ  આવશે ત્યારે જોયુ જશે  -તેમંના  ઉપર  કોઇની  લગામ નથી  કે   ના  તો  તેમના વતી   તેમનુ   વચન  પુર્ણ  કરી   શકે  તેવી ક્ષમતા  વાળી કોઇ  હસ્તી કે  વ્યક્તિ. કે     કોઇ   દૈવી  તાકાત –
       ચુંટણી  જંગ   જીતવા   માટે ઉમેદવાર  અને   તેમના  પક્ષે   એકવાર   વચન   આપ્યુ કે  જો   તેઓ   જીતશે તો  ખેડુતોનાં દેવાં માફ કરી  દેવામાં આવશે . ખેડુતોએ જે  લોન   લીધી   હશે   તે માફ   કરી  દેવામાં  આવશે- અને  જીતી ગયા    - હવે ? હવે   શુ  ? દેવાં માફ કરવાનો હુકમ પણ થયી   ગયો  -  દેવાં  માફ  પણ  થયાં  -  પણ  આ દેવાં  માફ  કર્યાં  તેનો ખર્ચ કોણ  ઉપાડશે  ? આ દેવાની  રકમની જવાબદારી   જે   તે  ઉમેદવારે   ઉપાડી   છે    ?  ના  - તો  જે  તે   પક્ષે  ઉપાડી   છે  ?  તે   પણ  ના  - તો  કોણે ઉપાડી  ? સરકારની તિજોરીને  આ  જવાબદારી  ઉપાડવાની ફરજ   પડી –અને  સરકારની  તિજોરી  પાસે  આ   નાણાં  આવ્યાં  ક્યાંથી ? પ્રજાએ ચુકવેલ નાણાથી   સરકારની  તિજોરીમાં  નાણા  તો   આવ્યા  હતા  - તો   પછી  પ્રજાના  નાણાં  એક  હાથે   લયીને  બીજા   હાથે  પેલા  ખેડુતોને  માત્ર  તેમનો મત   પોતાને મળે  અને  પોતે સરકાર રચી શકે  તે  માટે જ  આપવાણુ વચન  કોણે પાર  પાડ્યુ ? સરકારે  ,  ઉમેદવારે ,  પક્ષે  કે  પ્રજાએ ? આ   વચન    યથાર્થ   નથી  - કોઇ   પણ ઉમેદવાર  આવુ  કોઇ  વચન  આપી  શકે જ નહી  -અને   માનો  કે  આવુ વચન  આપે તો તે વચન  આપતા પહેલા  તે  ઉમેદવારે  કે    પક્ષે  ચોખવટ  કરવી  પડશે  કે  તે  આ  માટેના નાણાં  ક્યાંથી  ઉભા  કરવા  માગે  છે  અને નાણાંનો  સ્ત્રોત   દર્શાવવો  પડશે .  આ  કામ    કદાચ  સરકાર  નહી કરી   શકે   -  પણ  ચુંટણી  પંચ  અને  વડી  અદાલત  તો  કરી  જ  શકે  આવા  જ  પ્રકારના એક   વચનની  લહાણી  આ  વખતના  લોકસભાનીચુંટણીમા    કરવામાં  આવી   છે –મહિને  છ  હજાર  રૂપિયા એટલે કે   વર્ષે  72000 /-   - બોત્તેર હજાર  રુપીયા – એવા એક   વર્ગ માટે   આપવાનુ  વચન  આપવામાં  આવ્યુ  છે  - આ  નાણાં  ક્યાંથી  આવવાનાં  છે ?  શુ  આ  પ્રકારનો ઢંઢેરો  બહાર  પાડનાર પક્ષ  તેમના ચુંટણી ભંડોળમાંથી  આ  નાણાં  આપશે ? શુ   જે  તે  ઉમેદવાર  પોતાના વિસ્તારના  લાભાર્થીઓને પોતાના અંગત સ્ત્રોતમાંથી   આપશે  ? કોઇ મહાન   દાતા તેમની  નજરમાં છે  કે  જે   આ  નાણાંનો બોજ   ઉપાડે ? એવો   કોઇ  વિદેશી કે  દેશવાસી  દાતા   છે કે  જે  તેમની સ્વીસબેંકમાંથી  રકમ   ઉપાડીને  આ  દાન    કરશે? આ  ચોખવટ તો  ચુંટણી  પંચ   માગી જ   શકે  અને  અદાલતો – કોઇ પણ   સક્ષમતા ધરાવતી  અદાલત  પણ તે અંગે  નિર્ણય લયી   શકે  છે .વચન     આપનાર  પક્ષ  કે  ઉમેદવાર એમ  જ માને છે  કે  જો  અમે  જીતી જયીશુ  તો   સરકાર  અમારી,  સરકારી તંત્ર  પણ  અમારુ , અને તેથી સરકારની તિજોરી  પણ  અમારી :  પછી -  ભલે   તે  તિજોરીમાં નાણાં  આમ  આદમીનાં હોય – વહીવટ  અમારે કરવાનો  અને અમે    મનફાવે  તેમ  તેનો  ઉપયોગ  કરીએ -  કોણ  પુછનાર છે અમોને? તેમનુ ધ્યાન  દોરવુ જોઇએ કે વચનો ઉપર   દેખરેખ  રાખનાર ચુંટણી  પંચ છે  જ  અને  અદાલતો  પણ   છે  અને તે  પછી  વહીવટી ખર્ચ પર   દેખરેખ  રાખવા માટે સી.એ.જી    છે  -   ચુંટણી પંચ  , અદાલતો  અને  સી.એ.જી    આ  ત્રણેય સંસ્થાઓ   તે  સરકારના  હસ્તક્ષેપની બહારની   સત્તાઓ છે   -  તેમણે  કોઇ   પણ પ્રકારે  સરકારનો  ડર  રાખવાની જરૂર નથી.
   આ   જાગૃતિ તો  પ્રજાએ જ  દર્શાવવી  પડે .
લોકશાહીમાં    પ્રજા  સર્વોપરી છે -  પ્રજાનો  અવાજ  રજુ  કરનાર  પત્રકારો  સર્વોપરી  છે – સરકારમા   હસ્તક્ષેપની  મર્યદાઅથી  બહાર  એવાં  તંત્રો :   ન્યાયતંત્ર ,   ચુંટણી પંચ  અંને   સી.એ. જી પણ  સર્વોપરી છે .દરેક પોતાનીસતા અને  ક્ષમતા    સમજેતો   લોકશાહી  સંપુર્ણ   સફળ   થાય .
આપમેળે  રામરાજ્ય આવે.
ગુણવંત   પરીખ
3-5-19




No comments:

Post a Comment