bhakti sandesh 26 - navo adhyay




પ્રેષક  :-
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )

T.Nos  079 25324676 ,9408294609.9429028952
 

ભક્તિ   સંદેશ 
26
ગુણવંત  પરીખ
નવો   અધ્યાય
                        નારદજીનો  શાપ  સાંભળીને   મહાદેવી  લક્ષ્મીજી  બેબાકળાં  બની  ગયાં અને પ્રભુને કહેવા  લાગ્યાં કે   આ તે   કેવો  આપનો   ભક્ત   કે  જે   આપને જ  શાપ   આપે  ?  ભગવાન વિષ્ણુ  મંદ  મંદ   હાસ્ય સાથે બોલ્યા દેવી    તો એક  લીલા  છે – આપ જોયે રાખો – આગળ  શુ થાય   છે  - મહાદેવીએ કહ્યુ  પણ   પ્રભુ મંને તો  કહો  કે શુ  થવાનુ છે   કે તમારી લીલા  ક્યાં જઈને  અટકવાની છે  -  કઈક  બોલો તો   સમજ  પડે   -  ઠીક    છે  -ચાલો  દેવી -આપને આ  નવા   અધ્યાયની વાત  જણાવી   દઉ – નારદે  મને   શાપ  તો  આપી  જ દીધો -  હવે  મારે તમારો વિરહ  વેઠવાનો વારો    તો   આવવાનો  જ –તે   માટે મારે  પુર્વ તૈયારીઓ  કરવી જ પડશે ને – હુ   તમારાથી  દુર કેવીરીતે રહી  શકુ  ?  આપને ખ્યાલ છે   જ ને  કે  મારા બે  પાર્ષદો  સનતકુમારોના શાપથી  પદચ્યુત   થયેલા  છે  અને  મારે તેમનો પણ  ઉધ્ધાર કરવાનો છે  - તેમને વચન   આપ્યુ છે કે   ત્રણ  જન્મ  પછી  મારે તેમને   મુક્ત કરવાના  અને    દરેક  જન્મે તે મારા  દુશ્મન  સ્વરૂપે હશે .  એક   અવતાર તો  તેમનો પુર્ણ  થયો  - તેમને મેં  વરાહ  સ્વરૂપે  અને  નરસિંહ    સ્વરૂપે અવતરીને  મુક્તિ   આપી  .આ   વખતે બહુ  ખુન   ખરાબા    કે   ખાના ખરાબી પણ   નહોતી થઈ -  પણ  આપ  જાણો છો  ને  ક બ્રહ્માજીની ઉત્પન્ન કરેલ  સૃષ્ટી   ઝડપભેર  વિસ્તરી  રહી  છે  અને   સૃષ્ટી ઉપર  અનેક  પ્રકારના જીવો  છે   - કોઇ  સારા  કોઇ   નરસા – કોઇ મારા   ભક્ત તો  કોઇ મારા  દુશ્મન    -આપ  જાણો છો   જ કે  હુ   મારા    ભક્તને  આધિન છુ  અને  તેનુ હર પળે  રક્ષણ કરૂ    છે .  હવે  અત્યારે આપ  આટલુ જાણી લો  કે ખાસ   તો  મારા પાર્ષદોને તેમના  બીજા  જન્મથી  મુક્ત  કરવાના છે  અને  તે  માટે   આ વખતે મનુષ્ય    અવતાર લેવાનો  છે   . લક્ષ્મીજી  તો  મુઝાઇ ગયાં અરે  પ્રભુ આપ  મનુષ્ય અવતારે  જશો  તો  પછી  મારૂ   શુ ? અરે  દેવી આપ  ચિંતા ના    કરો  – મેં  બધુ  જ આયોજન  આગોતરૂ  કરી  લીધુ છે અને  તેના ભાગ  રૂપે    નારદે મને  શાપ  આપ્યો  છે  - ભક્તનો   શાપ   મિથ્યા    થાય  નહી    - તેનુ વચન  ખોટુ  પડે  નહી  અને   મારા  પાર્ષદોનો  ઉધ્ધાર    થાય તે  પણ  જોવાનુ છે  અને   તે  માટે આ  વખતે   મારે  લાંબી  લીલાઓ  કરવાની છે . સાંભળો મહાદેવી : આપણે આ   વખતે એક  અવનવુ કાર્ય કરવાનુ  છે અને તેમાં મદદગાર તમામ વર્ગનો આપણે  સહકાર  પણ  મેળવવાનો છે   .વિશ્વનો આદિ દેવ  હુ  છુ :બ્રહ્માજી   અને  દેવાધિદેવ મહાદેવ:  શિવજી તે  મારા ડાબા અને  જમણા હાથ  છે ‌અમો ત્રણ જ  સૃષ્ટીના    કર્તા હર્તા છિએ  અને  પરસ્પર એકબીજાના સહકારથી  તમામ  પાસા  સમતોલ રાખિએ છિએ. સતયુગ પુર્ણ થયો  છે  અને  તેની   સાથે જ  ધર્મનુ  એક  ચરણ  કપાઇ ગયુ  છે  પણ   તેમ  છતાંય  નવા  આવેલ  ત્રેતાયુગમા હજુ ધર્મ અકબંધ  ઉભો  તો  છે જ  :ઋષીમુનીઓ  તપ  અને  યજ્ઞયાગમા  મશગુલ  રહે છે પણ  તેમને  રાક્ષસો હેરાન કરે  છે  તેઓ  રાક્ષસોનો  સામનો કરવા એટલા બધા  સક્ષમ  નથી અને  તેમને આપણે મદદ કરવાની  છે  .દેવો આમ  તો નિરુપદ્રવી  છે  -સૌમ્ય છે  -સાલસ પણ  ખરા પણ  ઇર્ષાળુ   છે પણ  પ્રમાણમાં   તેમના  અવગુણો  ઓછા  છે  . પૃથ્વી લોક  પર   માનવોનુ  સામ્રાજ્ય છે  અને  માનવો  પણ સમજુ  સાલસ  પ્રકૃતિના છે તેઓ   દેવોને  પુજે પણ  છે  પણ  માનવ  સહજ  લોભ    લાલચ  અને   અન્ય અવગુણો તેમનામા  પણ  છે  પણ  તેઓ  દાનવો જેવા ઘાતકી અને નિર્દય નથી  .પણ  આપણે  તો   જરૂરીઆતમંદોને મદદ  કરવાનીજ છે. મારા બે સાથીદારો બ્રહ્માજી અને શિવજી ખુબ  જ ઉદાર છે   - જો  કોઇ  તેમની  ભક્તિ કરે   તો  ઝડપથી રીઝી  જાય છે  અને  તે માગે  તે  આપી  પણ  દે  છે  અને  પછી મારી   જવાબદારી  વધી  જાય   છે  હુ તેમને અયોગ્ય  ઇચ્છિત વરદાન નહી   આપવાનુ  કહી   નથી શકતો    અને તેમના   વરદાનને મિથ્યા પણ  જવા  દેવાય  નહી  અને  તે સંજોગોમાં મારે જ   વચલો રસ્તો કાઢવાનો રહે  છે  .આપણા માટે આ વખતે આપણા બે  પાર્ષદોને  મુક્તિ અપાવવાનુ કાર્ય  સૌથી અગ્રીમ  સ્થાને છે : તેમનો એક  અવતાર   પુર્ણ  થઈ  ગયો  છે  અને  આ બીજા જન્મે તેઓ   મારા દુશ્મન   સ્વરૂપે  મારી  સામે આવી ગયા  છે  .:   બીજા  અવતારના  જય  અને  વિજય એટલે  રાવણ અને   કુંભકર્ણ – વિચારો દેવી  -  આ બન્ને  બાળકો   આમ     તો  મહર્ષી  વિશ્રવાના   પુત્રો – પણ આ  મહાન  સંતની  માતા એક   રાક્ષસ  કુળની  નારી હતી  : કૈકસી : તેને એમ હતુ  કે  જો મારા  પિતાના  જેવી  શક્તિ અને  ક્ષમતા  અને મહર્ષી  વિશ્રવા  જેવા તપોનિષ્ઠ મારા સંતાનો થાય  તો  વિશ્વમાં અમારૂ જ સામ્રાજ્ય  થાય . અને તેની એ  ઇચ્છા  પુર્ણ  કરવા માટે તે   વિશ્રવા  સાથે લગ્ન કરે  છે  અને  તેનાથી    થયેલ   સંતાનો  એટલે સૌથી મોટો રાવણ : બીજો કુંભકર્ણ  ત્રીજો પુત્ર તે   વિભીષણ  અને એક  પુત્રી તે  શુર્પણખા  : આ  બધા  પૃથ્વી પર   પહોચી  ગયા  છે અને  હવે  આપણે આપણુ રક્ષક  દળ   ઉતારવાનુ   છે . મેં આપને  કહ્યુ જ   છે  કે  દેવી મને  પણ આપના સિવાય ગમે    નહી  અને    માટે  આપના માટે પણ  મેં  જોગવાઇ કરી  જ રાખી છે : આપ  ભુમિની  પુત્રી   તરીકે જન્મ લેશો: ભુમીજા - ‌ભુમીની પુત્રી :  અને  મારી  વિવાહિતા    સીતા :બનશો .બીજા અન્ય  અવતરણો પણ  જોઇએ .
ગુણવંત પરીખ
11-7-20
ક્રમશ :
અન્ય   અવતરણો

No comments:

Post a Comment