પ્રિય ભાઈશ્રી મુકુલ ભાઈ ,અ.સૌ. દિપ્તીબેન ,
હોદ્દાની રુએ આપ પ્રો.વી.સી. છો. અં હોદ્દા ઉપર આપ એક સૌથી યુવાન વયના કાબેલ કુશળ સૌમ્ય અને સૌજન્યતા ધરાવતા હોવા ઉપરાંત એક કુશળ રાજ નીતિજ્ઞ અને અનુભવી મુત્સદ્દી પણ છો. વહીવટ નો પણ આપને અનુભવ છે અને મેયર તરીકે આપે સફળ સંચાલન પણ કરેલ છે. અં ક્ષેત્ર સહેજજુદું જરૂર છે પણ આપની તજગ્નાતા જોતા આપ અહી પણ સફળ થશો તેવી આશા છે. પ્રશ્નો ના ઉકેલ માટે આપની દીર્ઘ દ્રષ્ટિ પણ ઉપયોગી નીવડશે. પી.સી. વૈદ્ય સાહેબ નો એક પ્રસંગ અધ્યાપક અને વિદ્ય્હાર્થીઓ વચ્ચે નો વિવાદ ઉકેલવાનો પ્રસંગ આપને અગાઉ જણાવેલ અને તેમાં તેમને સફળતા મળી હતી. આજે આપની સમક્ષ તેના જેવો જ પ્રસંગ રજુ કરું છું. અધિકાર ની રૂ એ અને સૌજન્યતાની રૂ એ પણ તેનું યોગ્ય નિરાકરણ જરૂરીલાગે છે.
કહેવાય છે કે નાની ઉંમરે ઓછીમાંહેનાતે અથવા વગર મહેનતે જ્યરે કોઈક ને કૈક પ્રાપ્ત થઇ જય છે ત્યરે તે સિદ્ધિ પદ હોદ્દો સંપત્તિ વિગેરે તે જીરવી શકતો નથી. અને પદ હોદ્દા અને સંપત્તિના નશા માં તે ઘણું બધું ભૂલી જય છે કે અં પ્રાપ્તિ ના પાયા માં કોનો ફાળો છે. આપના અધ્યાપકોના પગાર ઘણા વધી ગયા છે સારી વાત હશે પણ તેના પરિણામે કેટલાક ઘમંડી છાકટા બની ને અન્યને ને જે રીતે પરેશાન કરે છે તે દુખદ બાબત છે. અં ઘમંડ ના અતિરેક માં તે તેના જ જન્મ દાતા માતા પિતા ની લાગણી અને સંવેદના સાથે રમત રમે છે. બ્લાચ્ક મેલ કરે છે ધમકી આપે છે માનસિક ત્રાસ આપે છે. જે માં બાપની સહાય લયીને તે અં પદ પર આવી ગયો છે તે માં બાપને આજે ઠોકર મારે તે તો જાણે આજના કલિયુગ ની પરિભાષા હોઈ શકે પણ તેજ માં બાપ નું ઘર પડાવી લેવા તેમણે ગુનાહિત ધમકી આપવી તેમણે ગ્જ્હારની બહાર કાઢી મુકવા જેવી લાલચ ભરી ધમકી આપી માનસિક ત્રાસ આપવો અને માં અને બાપ ને લોહી ના આંસુથી રડાવવા તે હર પાળે તેના સંતાનો નો પણ ઉપયોગ કરીને ૭૦ + ની વ્યક્તિઓને જે તેના જ માં બાપ છે અને આજે કદાચ ઉંમરના કારણે થોડાક લાચાર પણ છે તેમને આરીતે પરેશાન કરે તેવો પ્રશ્ન આપની સમક્ષ આવે છે. હોદ્દાની રૂ એ પણ આપ તેના ગુણ દોષ ની ચર્ચા માં ઉતરી શકો છો. યુંનીવાર્સીત્ય ના અં હોદ્દા સાથે કેળવણી ક્ષેત્રના માંધાતા અને ધુરંધર સંચાલકો જેવા કે સુધીર નાણાવટી, નરહરિ અમીન, પ્રફ્ફુલ તલસનિઆ , જેઠાભાઈ ચૌધરી અને તેમના જેવા અનેક સંચાલક મંડળ ના શિક્ષણ વિદો ને આપણે ઓળખીએ પણ છીએ અને જાણીએ પણ છીએ. ભાલચંદ્ર જોશી જેવા એક માનો વૈજ્ઞાનિક તજજ્ઞ ને પણ આપણે સરીરીત્યે જાણીએ છીએ . અં બધા તજજ્ઞો અનુભવી મહાનુભાવો અને પડધી કરીઓ એક મતે સંમત છે કે કેળવણી નું ક્ષેત્ર સમાજ મતે સંસ્કાર પ્રદાન કરનારું ક્ષેત્ર છે જ્યાં યુવકો વિદ્યાર્થીઓ અને બાળકો ને સંસ્કાર પ્રદાન કરવામાં આવે છે. આજ ક્ષેત્ર માં સંસ્કાર પ્રદાન કરનાર શિક્ષક જ જો આચાર વિહીન હોય અને ઉધ્ધાતાયી ના અતિરેક માં તેના જ માં બાપ સાથે અજુગતો વ્યવહાર કરતો હોય તો તે શિક્ષક તેના શિષ્યોને શું શીખવશે ? હોદ્દેદારો પદાધિકારીઓ, સંચાલકો વહીવટ દારો સમાજ અં બધું જાણ્યા પછી કેવા પ્રતિભાવ આપશે ? આપ તો વહીવટી પંખ માં પણ છો અને તે સાથે પરામર્શ મતે આપની પાસે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ છે ઓળખાણ પીછાણ વાળા પણ છે અને તે દરેક બાબત નો આપણે ઉપયોગ કરીને અં પ્રશ્ન નો ઉપાય શોધી કાઢીએ.
જે શિક્ષક આજે પણ તેના માં બાપ સાથે જ માં બાપ ના જ ઘર માં રહીને માં બાપ ની જવાબ ડરી લેવાની તો બાજુ પર રહી તેમને લોહીના આંસુ થી વારંવાર રડાવતો હોય, તેમને વારંવાર અપમાનિત કરતો હોય તેમને હડધૂત કરતો હોય અને લાચાર માં બાપ માત્ર ઉંમર ની મર્યાદા અને સામાજિક દર ને કારણે બોલી શકતા નહોય તે વાત સમજી ને જ્યરે પુત્ર બેફામ બની ને બ્લેક મેલ કરે માનસિક ત્રાસ ગુજારે અને આતંકવાદી વલણ અખત્યાર કરીને ગુનાહિત ધમકી આપે કે તે માં બાપ અને તેમના આશ્રિત ને જાણ થી ખતમ કરી દેશે, અને આરીતે ધમકી આપીને માનું ઘર પડાવી લેવા મતે કાવાદાવા કરે ત્ત્યારે આપણે ખામોશ કેવી રીતે રહીએ? માનો કે વળતો ઘ કરીને આપણે તેના જેવા કિન્નાખોર નથી બનવું પણ આપણે વૈદ્ય સાહેબ ની માફક યોગ્ય મુત્સદ્દુગીરીથી યોગ્ય ઉપાય પત્રમાં જણાવેલ મહાનુભાવોની મદદ અને જરૂર પડે તો દરમિયાનગીરીથી અથવા વહીવટી સિધ્ધાંત મુજબ જરૂરી કાર્યવાહી થી પણ આપણે તેનો ઉકેલ લાવવો જ પડે..
આપ યુનીવર્સીટી સાથે સંકળાયેલા છો, સંચાલક મંડળ આપની સાથે સંકળાયેલું છે, ઉનીવારસીતી સરકાર સાથે સંકળાયેલી છે સરકાર સમાજ સાથે જોડાયેલ છે અને સમાજ ને ખોટું ઉદાહરણ આપતા તત્વો સામે સરકાર પણ આપ પણ યુનીવર્સીટી પણ અને સંચાલકો પણ લાલ આંખ કરી શકે છે. જો કે આપણે એક કાળજી રાખવી પડે કે જ્યાં સ્વવિવેક નું મૂલ્ય ઊંચું રહે છે. કેટલીક બાબતો એવી હોય છે કે જ્યાં પુરાવા દેખાય છે પણ તે સાચું નથી હોતું જ્યાં સાચું છે પણ તેના મતે પુરાવા મળવા મુશ્કેલ હોય છે. આવા સંજોગો માં સ્વવિવેક નું મૂલ્ય જ વધી જાય છે આપના સ્વવિવેક મતે આપણને કોઈ રોકી શકાતું નથી .
આટલી પૂર્વ ભૂમિકા સાથે આપણે સૌ સાથે મળીને અં બાબત વિચારણા કરીશું અને યોગ્ય તે ઉપાય પણ શોધી શકીશું . મને વિશ્વાસ છે કે લાધી ભાગ્ય સિવાય પણ આપણે કદાચ સાપ ના ભયને દુર કરી શકીએ અને જો આપણે તે કરી શકીશું તો તે આપની એક અભ્ત પૂર્વ સિદ્ધિ પણ હશે અને જેમ આજે હું પી.સી. વૈદ્ય ને યાદ કરું છું તેમ ભવિષ્યની પ્રજા મુકુલભાઈ ને યાદ કરશે.
બાકીની અકથિત વિગતો આપણે રૂબરૂ માં ચર્ચીશું. ગુણવંત પરીખ.
No comments:
Post a Comment