મધર્સ ડે
માતૃ વંદના ::: ગુણવંત પરીખ
માં જેવી પણ છે,તેવી, પછી ભલે તે ગરીબ હોય કે અમીર, સાક્ષર હોય કે નિરક્ષર, વ્યવયાસયી હોય,રાજનીતિજ્ઞ હોય,ગૃહ લક્ષ્મી હોય અરે ભલે તે દુરાચારી હોય, પાપી,વ્યભિચારી,વેશ્યા, ચરિત્ર ભ્રષ્ટ કે કોઈ પણ અવગુણ ધરાવતી કેમ નથી હોતે પણ જો તે માં ના મોભા માં હોય તો તે હંમેશા પૂજનીય અને વંદનીય છે .સ્ત્રીના અનેક ચરિત્ર હશે પણ મન નહિ માં તે માં જ છે .
આંસૂકી યાદ લેકે તેરી યાદ આયી .....
મને મારી માણી- મીતીબેન ની ખુબ બીક લગતી હતી એની એક બુમે થરથરી જવાય એવી એની ધક હતી. એ ભણેલી બહુ નહોતી માત્ર સાત ચોપડી જ , પણ તેના અક્ષર આજે પણ મને યાદ છે " મોતી ના દાણા " જેવા . તે મને ભણાવતી નહોતી .પણ સવારે એક થેલીમાં એક સ્લેટ,એક પેન અને એક ચોપડી મને આપે નાસ્તાનો ડબ્બો નહિ- નિશાળે ત૫હિ પાછો આવું ત્યારે ખલતો ચકાશે પૂછે પેન ક્યાં ગયી ? હું કહું ખોવાયી ગયી પછી લહે મો ખોલ . પેન તો મારા પેટમાં જતી રહી હતી હું ખાયી ગયો હતો . અને ગાલ ઉપર એક સનાસનાતો તમાચો પડે આંખમાં આંસુ આવી જાય ચીસ પણ પડી જાય , આજે માત્ર તે યાદ રહી છે આંસુ ની ચીસ આંસુ અને એ સનાસનાતો તમાચો . આજે પણ આંખ માં આંસુ તો આવી જાય છે પણ સહેજ જુદી રીતે ...
એક જમાના થા હમ પલભર ઉનસે રહે ના દુર ........
અને આજે ?
રહી ના મેરે સંગ માં હરદમ , ઐસા હી હૂવા કી બિછડ ગયે હુમ
કયો,ક્યારે, અને કેવીરીતે ?
બાબર અને હુમાયુ ની વાર્તા તો ઈતિહાસ અને પુસ્તક માં છેજ્યા હુમાયુ ની બીમારીથી તેના પિતા શહેનશાહ બાબર દુખી અને વ્યથિત હતા દુખી બાપે પરવરદિગાર ને બંદગી કરીને ઝ્પલી ફેલાવી કહ્યું હે પરવરદિગાર મારા દીકરાને સાજો કર૫ઇ દો ચાહે તો મારી જાન લો અને પરવાદીગરે તેની બંદગી કબુલ રાખી હુમાયુ દિવસે દિવસે સાજો થતો ગયો અને બાબર ક્ષીણ થતો ગયો અને હુમાયુ સાજો થયી ગયો ત્યરે બાબરે વિદાય લીધી પરવરદિગાર સમક્ષ કરેલી કબુલાત નું પાલન કર્યું..ઈતિહાસ ના પાના ઉપર પુત્ર પ્રેમ ની અં વાર્તા છે આજે આંખે દેખ્યો કોઈ સાક્ષી નથી. પણ હું એક એવો સાક્ષી આહે દેખ્યો તમારી સામે હાજર જે અં વાર્તા નું પુનરાવર્તન બતાવે છે.
૧૯૯૬ ની સાલ ૫ મી સપ્ટેમ્બર જન્માષ્ટમી ની વહેલી પરોઢ અને એક અકલ્પનીય બનાવ બન્યો મને જોરદાર એટેક આવ્યો, તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પલ પલ ગંભીર હતી માની તો તાકાત નહોતી કે તે તેના પુત્ર ની ખબર કાઢવા હોસ્પિટલ જયી શકે માત્ર ઘેર બેઠા તેમના પૂજનીય એવા મહારાણી માતાજી શ્રી યમુના મહારાનીજી પાસે કાલાવાલા કરતા હતા કે હે માં મારા પુત્ર નું જીવન બચાવી લો ચાહે તો મારું જીવન લયી લો એક બાજુ અં પ્રાર્થના ચાલે છે અને બીજી બાજુ બપોરે આશરે ૨ અને ૪૫ મીનીટે એકદમ મારું હાર્ટ બંધ પડી ગયું પૂરી ૨૦ સેકંડ બંધ રહેલું હાર્ટ ધીમે ધીમે ચાલુ પણ થયું અને તાત્કાલિક બીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો જ્યો પુરા ૧૫ દિવસ સુધી સઘન સાર વાર અપયી અને ૧૫ દિવસ પછી ઘેર જવાની છૂટ મળી . માં એક પણ દિવસ હોસ્પિટલ આવી નથી શકી માત્ર અરજી ઓ ઉપર અરજીઓ કરતી રહી અને કદાચ એની અરજી તે જ પાળે સ્વીકારયી ગયી હતી જ્યરે એને કબુલાત આપીહતી કે એના બદલે મને લયી લો . અને તે જ પાળે હાર્ટ ફરીથી ધબકતું થયેલું હવે વચન પાલન નો સમય આવી ગયો. યમુનાજી મહારાણી એ તેમની લાગવગ વાપરી ને તેમના ભાઈ શ્રી યમ રાજાને વિનાનાતી કરી કે આટલું કામ કરો યમ રાજા એ વિકલ્પ માંગ્યો અને તે પણ રેડી મળી ગયો યમરાજાના દૂતો પોતાનો શિકાર લેવા ઘર ના ટોડલે આવી ને બેસી ગયા , હું ઘેરત આવી ગયો , માં ની આંખો માં આંસુ આવી ગયા પણ બોલી શકાયું નહિ મને લગભગ સમી સાંજે ઘેર લાવવામાં આવ્યો અને દૂતો મારી જ રહ જોતા હતા ઓ પણ છેલ્લી ઘડીએ ફરમાન છૂટ્યું કે શિકાર બદલી નાખો અને કબુલાત મુજબ દુતોએ મારા બદલે મારી માં ને બાંધી દીધી અને પળમાં તો ચાલતી પણ પકડી. કોઈ કઈ સમજે વિચારે અને ડોક્ટર આવે તે પહેલા તો દૂતો એ તેમનું કામ કરી અને જતા પણ રહ્યા .રાતો રાત સમાચાર વહેતા થયા અવસાન ના દરેક ના મનમાં અં અવાસન મારું જ છે તેમ હતું પણ મારા બદલે મારી માં નું અવસાન હતું અને તેણે તેની જીંદગી ના બાકીના વર્ષો માની આપી દીધા આજે પણ તે દાન માં માંલેલે અં જીંદગી મારી પાસે છે. અં તબક્કે એક ઋણ સ્વીકાર પણ કરી લઉં , પહેલી ક્ષણે મને એક વ્યક્તિએ તેમની ગાડી માં સુવાડી ને મને હોસ્પિટલ પહોચાડ્યો હતો, વ્યવહાર અને વાસ્તવિકતા એમ કહે છે કે જો તેમણે મને હોસ્પિટલ ના પહોચાડ્યો હોત તો આજે મારું અસ્તિત્વ ના હોત હું એ ઋણ પણ મારા માથે સ્વીકારું છું જેમને મને તેમની ગાડીમાં હોસ્પિટલ પહોચાડ્યો અને જાહેર માં તેનો સ્વોકર કરીને તેમના ચરણમાં પણ માથું નમવું છું જેમને મને જીવતદાન આપ્યું.. આજે અં રીતે હું તેમ્ન્ન આપેલી જીંદગી જીવી રહેલ છું.
જે પાલતું તે પોષતું તે ક્રમ દિશે છે કુદરતી .... જે જીવાડે તેનો હક્ક જીવન પર બની જાય છે ભારતનું બંધારણ પણ કહે છે કે જે તમોને નોકરી માં રાખે તેનો હક્ક પહોચે છે કે તે તમોને રુખસદ પણ આપી શકે. જે તમારું જીવન બચાવી શકે છે તેનો હક્ક તમારા જીવન પર પહોચે છે અને કદાચ મેં તે પૂરો કર્યો છે.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment