Move to Inbox
More
1 of 291


![]() ![]()
હડતાલ નું હથિયાર ગુણવંત પરીખ લાગણીનું પ્રદર્શન ,દબાણ લાવવાનું ત્રાગું કે પછી ધમકી દ્વારા અરાજકતા
Inbox
x |
હડતાલ નું હથિયાર ગુણવંત પરીખ
લાગણીનું પ્રદર્શન ,દબાણ લાવવાનું ત્રાગું કે પછી ધમકી દ્વારા અરાજકતા ?
લાગણીનું પ્રદર્શન કરવા માટે કેટલીક વખત બજારો બંધ રાખતા હતા . જયારે ગામ માં કોઈ પ્રતિષ્ઠિત માણસ અવસાન પામે ત્યારે ગામ ના આગેવાન બજારો આપમેળે બજારો બંધ કરી દેતા હતા અને બજારના કામથી અલગ રહેતા હતા અને જુના જમાનામાં તેને પાકી કહેતા હતા આં પાકી મૃત્યુ પામનાર ની યાદ માં અને તેના માનાર્થે રહેતી હતી તેની પાછળ બીજું કોઈ વિનાશક બળ નહોતું માત્ર સન્માન હતું. આવીઓજ પાકી કેટલાક નાના ગામ માં અમાસના દિવસે પણ પાડવામાં આવતી હતી અને તેની પાછળનો હેતુ માત્ર એક માસિક રાજા છુટ્ટી ભોગવવાનો હતો અને તેની પાછળ પણ કોઈ વિનાશક પરિબળ નહોતું. ધીમે ધીમે આં બજાર બંધ ર૫અખવનિ પ્રથા નો વિકાસ થયો અને વિરોધ પ્રદર્શિત કરવાના એક હથિયાર તરીકે તેનો ઉપયોગ થયો.મારા અંદાજ મુજબ આં પ્રથા ગાંધીજી ના સમયમાં ઉદભવ પામી પણ તેનો હેતુ પણ માત્ર વિદેશી સત્તાનો વિરોધ કરવાનો હતો અને તેની પાછળ પણ કોઈ વિનાશક પરિબળ નહોતું. જો કે તેમના સમય્થીઓ જ કદાચ તેમાં દુષણો આવતા ગયા અને તેનો ઉપયોગ વિસ્ફોટ સાથે વિરીધ કરવામાં પણ થવા લાગ્યો. તેમ છતાં પણ તેના મૂળભૂત હેતુ માં કોઈ અસામાજિક પરિબળો ભળ્યા નહોતા .માત્ર સૈદ્ધાંતિક કારણો મત ભેદો અને વિચાર સરની તે માટે જવાબદાર હતી નહિ કે ગુંડા ગાર્ડી કે અસામાજિક તત્વોનો ઉપયોગ.ગાંધીજી અહીન્શામાં માનતા હતા અને સુભાષ ચંદ્ર બોસે અને ભગત સિંહ જેવા નાર વીરો ને આં પ્રકારની અહિંસા પસંદ નહોતી તેમનું ધેય માત્ર ધેય સિદ્ધિ જ હતું અને તે ગમે તે ભોગે પણ ત્યાં સુધી પણ તેમાં અસ્વામ,અજીક પરિબળો ભળ્યા નહોતા . નાનામોટા છમકલા થતા હતા પણ તે માટે અરાજકતા જવાબદાર નહોતી માત્ર ઉશ્કેરાટ અને લાગણી નું પ્રદર્શન જ જવાબદાર હતું અને મ્કોતે ભગે૩ તો દેશ પ્રેમ અને નેતા ગાંધીજી જેવા નેતા પ્રત્યે નો આદર હતો.. બાપુની રીતપસંદ નહિ હોવા છતાં પણ તેમનો બહુ વિરોધ થતો નહોતો.
પરંતુ ધીમે ધીમે પરીશ્થીતી બદલાતી ગયી. હડતાલ નો ઉપયોગ માત્ર વિરોધ પ્રદર્શિત કરવા પુરતો માર્યાદિત નહિ રહેતા પોતાનો કક્કો ખરો કરાવવા માં શરુ થયો. હડતાલ માત્ર વિરોધ જ નહિ દબાણ લાવવાનું એક મોટું હથિયાર બની ગયું. .હવે જેમને તેમનો કક્કો ખરો કરવાવનો છે તે કક્કો ખરેખર ખરો હોતો જ નથી પણ તેની પાછળ માત્ર અને માત્ર રાજ કારણ એક ગંદુ રાજ કારણ જવાબદાર હોય છે અને તેનો અસરો લયીને પ્રજા ને ઉશ્કેરી મુકવા,માં આવે છે .ધીમે ધીમે દિવસો એવા આવતા ગયા કે આં પ્રકારની હડતાલ માં અસામાજિક તત્વો ઉમેરતા ગયા અને તે તત્વો લગ તક અને મોકો જોઇને હિસાબ પતાવવા લાગી ગયા અને અસામાજિક તત્વોને માટે પણ એક છુટ્ટો દોર મળી ગયો અને ઘણી વાર બળજબરી અને ગુન્હાહિત લુટ ફટ પણ થવા લાગી અને તેને પરિણામે હડતાલ એ માત્ર વિરોધ પ્રદર્ધી કરવાનું અંગ જ નહિ પણ એક વ્યવસ્થિત વેપાર અને વ્યવસાય બની ગયું . હડતાલ નું રાજકીય સ્વરૂપ પણ બદલાયી ગયું અને તેને નવું નામાભિધાન મળ્યું અને બંધ ના નામે તે આજે જગ જાહેર થયી ગયું. આં બંધ નો મોટો લાભ જો કોઈને પણ મળતો હોય તો તે માત્ર અરાજકતા ફેલાવનારા પરિબળોને અને અસામાજિક પરી બળોને જ મળે છે. રોજ કમાઈ ને રોજ ની રોટલી મેળવનારા માટે આં બંધ કેટલો ઘટક છે તેની કોઈને જોવાની પડી નથી અને તેથી જ કદાચ તે રોજ વાળો પરિવાર અસામાજિક પરિબલો૦ સાથે જોદાયી ને પોતાનો રોજ શોધવા નો પ્રયત્ન કરે છે. અને આડી અવળી લુટ ફટ માં જે પણ કઈ મળે તે લેવા દોડ દોડીપણ કદાચ કરે છે. અને બિચારો કરે પણ શું ? કામ ધંધો તો મળવાનો નથી જ્યાંથી જે કઈ મળે તે લેવા તે હવાતિયા જ મારે કે બીજું કઈ થાય ?બંધ થી નોકરિયાત વર્ગ ને એક મફત ની રાજા મળી જય છે.એક મોટું ટોળું આવીને દુકાનો કછેરીઓ બેંકો બધું બંધ કરાવી જય અને તેના કામ કરનારાઓને મફત ની રાજા મળે તે નફામાં .
એક એવી પણ જગા છે કે જેને આં બંધ શું છે તેની કશી ખબર પણ નથી હોતી તેવા કુમળી વયના બાળકો વિધાર્થીઓ અને શાળા કોલેજો ના એ નવ યુવાનો ની માનસિકતાને જે ગેર માર્ગે દોરવામાં આવે છે તેનો ખ્યાલ તો મહાગુજરાત ના આંદોલન સમયે અને તે પછી નવ નિર્માણ ના આંદોલન પ્રસંગે જે જોવા મળ્યું તેનો કોઈ અભ્યાસ કરે તો જણાશે કે તેમાં સૌથી વધારે નુકશાન તો નવયુવાનો ને થયેલ છે. રાજકારણીઓએ તો તેમની ખીચડી પકાવી લીધી અને માર ખાધો આં છોકારડાઓએ જેમનું બાળપણ રોળાઈ ગયું જુવાની જોખામાયી ગયી અને કારણ વિના શહાદત વહોરવી પડી . તેમના માં બાપે સંતાનો ગુમાવ્યા તેમણે જીવ ગુમાવ્યા અને લાભ કોને થયો આવા બંધ અને હડતાળથી ?શાળા કોલેજો બંધ રહી, મફતમાં મફતના ભાવે માસ પ્રમોશનથી ઉપર ચઢાવી દેવાયા, પરીક્ષાઓ લેવાયી નહિ,પરીક્ષા ની પધ્ધતિ આખી ખોર્વયી ગયી અને તે ખોરવી નાખવામાં આં એ જ રાજ કારણીઓ સહાય ભૂત થયા જેનાથી તેજસ્વી જૂથ માર ખાયી ગયું અને દુનિયા દેખતી રહીઓ ગયી અને કોઇથી કશું પણ નાથાયી શક્યું.
લુટ રહા થા કિસીકા જહાજ
દેખતી રહ ગયી એ જમીન
ચુપ રહ બેરહમ આસમાન
આં જમીન અને આસમાન તે બીજું કોણ ?કદાચ પરદેશીઓ હોત તો સમજી શકાય પણ આં તો ઘર ના બાવા અને ઘરના લુટેરા કોણ કોને કહે ?
ગુણવંત પરીખ
| |||||||||||||||
No comments:
Post a Comment