મુત્સદ્દીગીરી,ધમકી કે પછી ત્રાગું ? ગુણવંત પરીખ
રાજનીતિ માં મુત્સદ્દીગીરી નું મૂલ્ય ખુબ ઊંચું છે. પોતાનું ધાર્યું કરાવવા માટે કેટલીક વખત વિવિધ માર્ગો અખત્યાર કરવા પડતા હોય છે . આં માર્ગ સામ,દમ,દંડ અને ભેદ જેવા ચાણક્ય એ દર્શાવેલ ન્સીધ્ધાંત મુજબ ના પણ હોઈ શકે ચ્ફ્હ્હે અને તે રીતે લીધેલ ઉપાય તે શ્રેષ્ટ મુત્સદ્દીગીરી કહી શકાય . સરદાર વલ્લભ ભાઈ એ રજવાડા માટે લીધેલ માર્ગ આં પ્રકારનો મારગ હતો અને તેમના જેટલી સફળતા બીજા કોઈ રાજ કારનીને આજ સુધી મળી નથી. .તુટતા ઘરને તેમણે સારીરીતે સંન્ધીને ટુકડા ભેગા કરીને એક અખંડ ભરત બનાવવાનું ભગીરથ કામ માત્ર અને માત્ર વલ્લભભાઈ જ કરી શકે બીજું કોઈ નહિ તે વાત તેમના દુશ્મન પણ આજે પણ સ્વીકારે જ તેજોદ્વીશીતાથી પ્રેરયી ને કોઈ કબુલ કરે કે ના કરે પણ વાસ્તવિકતા છુપાવી શકાય નહિ અને એટલા માટે જ તેમણે બિસ્માર્ક કહેવામાં આવ્યા હતા. ભારતે આજસુધી તેમના જેવો કુશળ રાજનીતિજ્ઞ જોયો નથી . આજે જો કે કોંગ્રસ પાસે ટ્રબલ શુટર તરીકે પ્રણવ મુખરજી નું નામ મોખરે ગણી શકાય પણ ડૂબતી નવ ને તે બચાવી શકે તે તો શક્ય જ નથી ત્રણ સાંધા અને તેર નવા તૂટે જેવી હાલત માં તેમનું કેટલું ઉપજી શકે ? પણ છતાં તેમનું નામ આદરથી લયી શકાય ખરું કારણકે ખીચડી સરકાર માં બધા દાનને ભેગા કરવાનું કામ અને રિસાય તેને મનાવવાનું કામ તે કરેછે ખરા પણ વલ્લભભાઈ ની તોલે ના આવી શકે. પણ કદાચ માનું કે તે પક્ષના ધોરણ ને ભૂલતા નથી અને પક્ષને વજન આપે છે. ધમકી કે ત્રાગા કરવાની હદ સુધી તેમણે જવું પડ્યું નથી .
નાનું બાળક પોતાની જીદ સંતોષવા માટે અનેક રમતો રમે, રડી બીવડાવે, નખરા કરે, લાડ લડાવે, તોડ ફો૦દ પણ કરે અને છેવટે તેનું ધાર્યું કરાવી જય પણ તે બાલસુલભ રમત છે તેમાં કોઈ કુટિલતા નથી અને તેની જીદ છે તો સામે પક્ષે સ્વીકારવામાં માબાપ ની હર કે શરણાગતિ નથી પણ હશે જવા દો ની વાત હોય છે . પણ જયારે બાળક મોટું થાય અને તે પછી પણ તે જ થીયરી વાપરે તો સહેજ જુદીરીતે વિચારવું પડે. જ્યરે બાળકને ખબર પડે કે મારા સિવાય આં કામ બીજું કોઈ કરી જ નહિ શકે અને પછી તેનો જે ઉપયોગ કરે તો તેને બ્લેક મેલિંગ કહેવાય અને કદાચ રાજકારણ માં આવા એક એપિસોડ જોવાનો લાભ પ્રજાને મળ્યો છે. ભાજપ ની કારોબારી માં ગુજરાત ના મુખ્યમંત્રી એક આગવી પ્રતિભા ઉપસાવી શકયા. તેમણે તેમનું ધાર્યું આખા પક્ષ પાસે કરાવડાવ્યું ત૫એ નાની સુની વાત તો નથી . ભાલ ભલાને પાણી ભરવી પીવડાવી ને પોતાનો જ કક્કો ખરો કર્યો અને તે પણ ધમકી આપીને કે હું કારોબારીમાં હાજર નહિ રહું અને પછી જે રીસામણા અને મના મના નો જે અંક આવ્યો તે દેશ અને દુનિયાએ પણ જોયો. આં અંકથી દેશ અને દુનિયાની સમક્ષ મુખ્યમંત્રી હીરો બની ને બહાર તો આવ્યા પણ તેની અસર કેટલી રહેશે તે તો વખત જ કહેશે .કેટલીક નજર માં આં એક રાજનીતિજ્ઞ ચલ હતી તો કેટલીક નજર માં આં એક ત્રાગું હતું અને પક્ષે તેમની સામે અને આં ત્રાગા સામે ઝૂકવું પડ્યું તેવું પણ સાબિત થયી જ ગયું છે. પણ તેનાથી દરેક ને એક માટે સંતોષ નથી થયો. પક્ષમાં ભાગલા જરૂર પડી ગયા છે. સંજય જુઓશી નો મુસાફરીનો રૂટ બદલાવવા જેટલો સફળ પ્રયત્ન કરીને તેમાં પણ તેમણે સફળતા મળી તે તેમની કુનેહ છે કે વજન છે કે પછી કોઈક બાબત નુંબ્લેકમેલીંગ છે તેની સમાજ આજે તો કોઈને પડી હોય તેમ જણાતું નથી. આજે તો મુખ્યમંત્રીનો ઘોડો જીત માં છે. અને તેમના સાથીદારો અને પ્રશન્શકો ખુબ ખુશ ખુશાલ છે. આગળ રાજ્ય વિધાન સભાની ચુંટણી આવે છે બીજી બાજુ ગુજરાત ના મુખ્યમંત્રીનું પ્રોજેક્શન ૧૪ ની સાલ માં આવનારા લોકસભાના ઈલેક્શન માટે પણ અગત્યનું છે કારણ કે તેમણે વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરાય છે. મોદી વર્સીસ રાહુલ ગાંધી નો જંગ હશ્હે તે રીતે ગોઠવણ થાય છે.
દેશની કમનસીબી છે કે કોઈ એકલ્લા હાથે જંગ જીતી શકે તેમ નથી અને સાથ આપનારા સોદો કાર્ય વગર સાથ આપવાના નથી આવા કપરા સંજોજોગો માં રસ્તો કાઢવો તે સહેલી વાત નથી પછી ભલે તે સોનિયાબેન હોય,રાહુલ હોય,પ્રણવ દા હોય અડવાની હોય નરેન્દ્રભાઈ હોય કે શરદ ભાઈ પાવર હોય અરે ગમે તે હોય આં ખીચડી રાજ કારણ માં તે સહેલું નથી.પણ એક વાત ચોક્કસ છે કે ગુજરાત માં જે રીતે નરેન્દ્ર મોદીએ કાઠું કાઢેલ છે અને જે રીતે સૌથી લાંબા સમય સુધી રાજ્ય કર્યું છે તે દર્શાવે છે કે તેમની યોગ્યતાને વડાપ્રધાન ના પદ માટે પડકારી શકાય નહિ હજુ ઉંમર નથી વહી ગયી, ક્ષનાતા છે, વિરોધીઓને કાબુમાં રાખવાની ક્ષમતા છે,લગામ પકડતા આવડે છે અને ખેચાતા પણ આવડે છે બાળકની જેમ ત્રાગું પણ કરી શકે છે અને ધરી ચીજ પડાવી પણ જાણે છે અને સીફત્ભેર દોષનો ટોપલો બીજાના માથે નાખી પણ શકે છે જે કોઈ કુનેહબાજ મુત્સદ્દીજ કરી શકે. રાહુલ પાસે પક્ષનો ટેકો ચોક્કસ પાને છે પણ દેશનો ટેકો કેટલો તે ગણવું પડે અને વિચારવું પડે જ્યરે મોદી પાસે પક્ષનો પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે પણ દેશ માં તેમનું નામ ગવાય તેટલી ઈમેજ છે. અને બંનેને માટે એક પ્રશ્ન સમાન છે કે બેમાંથી કોઈ એકલા હાથે તાલી બજાવી શકે તેમ નથી અને બંધ છોડ કોણ કેવી અને કેટલી કરી શકે છે તેના પર મોટો મદાર છે. શ્રેષ્ટ રાજ કરતા સિદ્ધાન્તવાદી નેતા અને કુશળ વહીવટ કરતા એવા મોરારજીભાઈ ને પણ આં પ્રશ્ન નડ્યો હતો , તે જોડાણ મેળવી શકયા નહોતા અને ઇન્દિરા ની સામે હારી ગયા હતા અને બીજી વખતે બંધ છીઓદ કરાવી જ પડી અને જીતી તો ગયા પણ લાંબા સમય સુધી બંધ છોડ કરી શકયા નહિ૯ અને પડી ગયા . આં તો રાજ કારણ છે અહી તો આજનો મિત્ર કાલનો દુશ્મન અને આજનો દુશ્મન એ એ કાલ નો૦ મિત્ર પણ બની શકે છે.
એ બાજી હે દુનિયામે સબસે નિરાળી
જો જીતે સો હારે ઔર હારે સો જીતે ..............એ હૈ રાજ કારણ,રાજનીતિ, કુટનીતિ,કૌશલ્ય ,મુત્સદ્દીગીરી જે કહો તે
ગુણવંત પરીખ
No comments:
Post a Comment