: : સંબંધો ના સમીકરણો : :
દરેક સજીવ કોઈ ને કોઈ પ્રકાર ના સંબંધ થી જોડાયેલ હોય છે જ પછી ભલે તે માનવ હોય પશુ હોય કે પછી પક્ષી પણ દરેક ને દરેક રીતે કોઈ ને કોઈ સંબંધ હોય છે જ. સરસ બેલડી નો પક્ષીઓનો પ્રેમ સંબંધ અમર પ્રેમ ની ગાથા છે તો ઉંદર બિલાડી ના સંબંધો વેર ભાવ ની ગાથા છે..કોઈ એક બીજા વગર જીવી નથી શકતા તો કોઈ એક બીજા ને જોઇને તેમના લોહીના તરસ્યા બની જાય છે. દરેક સજીવ પાસે તેની આગવી બુદ્ધિ પ્રતિભા છે જ પણ ખાસ કરીને માનવી પાસે વિશેષ બુદ્ધિ પ્રતિભા છે. તે પ્રેમ સંબંધ પણ કેળવી શકે છે અને વેર ભાવ પણ પોષી શકે છે . ,બંને ભાવ એક સાથે પણ રાખી શકે છે અને એટલા માટે જ માનવી ને અદ્વિતીય સજીવ ગણવામાં આવે છે અને તેના સમાંબંધો ના સમીકરણો નિશ્ચિત નથી હોતા તે પ્રસોન્ગોપાત બદલાતા હોય છે.
સંબંધો ને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય :-
૧ કુટુંબ ને લગતા સંબંધો કૌટુંબિક સંબંધો ; અ. લોહીના સંબંધો,
બ સહોદારી સંબંધો
ક પિતૃ પક્ષીય સંબંધો
ડ માતૃ પક્ષીય સંબંધો
ઈ પત્ની અને શ્વસુર પક્ષીય સંબંધો
૨ વ્યવસાયિક સંબંધો
૩ મતલબી સંબંધો
૪ પૂર્વ ગ્રહ યુક્ત સંબંધો ; વેર ની વસુલાત પુરતા સંબંધો
૫ ઋણાનુબંધ ; કુદરતે નક્કી કરેલ સંબંધો
આં દરેક પ્રકારના સંબંધો માં સૌથી વધારે ઉત્કટતા લોહીની સગાઇ માં રહેલી છે. આ સંબંધો માં જેટલી ઉષ્મા છે તેટલી બીજા સંબંધો માં ઓછી હશે પણ સામે છેડે આજ સંબંધો મો જેટલો વેર ભાવ છે તેટલો વેરભાવ પણ બીજા સંબંધોમાં નહિ હોય. એક જ સિક્કાની બે બાજુ છે. એક બાજુ ભરપુર પ્રેમ છે તો તેની બીજી બાજુ ભયંકર ઈર્ષા અને આગ પણ છે. લોહીની સગાઇ માં જ આટલા બધા ઉગ્ર પ્રતિભાવો જોવા મળે છે. એક જ માતા ની કુખે જન્મેલા એ બાળકો વચ્ચે એવું તે શું બની જાય છે કે તેમની વચ્ચે હાડોહાડ વેર બંધાઈ જાય છે. વિદ્વાનો અને સમજુ માણસો પણ કહે છે કે જર જમીન અને જોરુ તે કજિયા ના છોરું છે. સાવ ખોટી વાત નથી . કજીયાના મૂળ માં આં જ મુદ્દાઓ આવે છે . પિતાનો વારસો , મિલકત ની વહેચણી , સંતાનો વચ્ચે ભેદભાવ, એકબીજા પ્રત્યે ઈર્ષા , તેજોદ્વેષ, અદેખાઈ આ બધા ગુનો કે અવગુણો આગમાં ઘી હોમવાનું કામ કરે છે.
સંબંધની શરૂઆત બાળકના જન્મથી થાય છે. સૌથી પહેલો સંબંધ તેની માતા સાથેનો છે જે હર હંમેશ ચિરંજીવ ગણાય છે આં એક જ સમ્નાબ્ધ એવો છે કે જે ચિરંજીવ સંબંધ માં સ્થાન પ્રાપ્ત કરી શકે. છાતી પર વળગેલ નવજાત શિશુ નું ચિત્ર એ ચિરંજીવ પ્રેમ નું આદર્શ ચિત્ર છે . બંને વચ્ચેનો તાદાત્મ્ય પ્રેમ ની અને સંબંધ ની એક અતુટ નિશાની છે. પરંતુ પછી કોણ જાણે શું થાય છે કે આં સંબંધ ના મુલ્યાન્કાનમાં ફરક પડી જાય છે. પહેલા ૨ થી ૫ વર્ષના ગાળામાં જે ફેરફાર નજરમાં આવે છે તે આમ તો સામાન્ય લાગે છે કે બાળક જીદ કરે અને માં તેની સામે લાચારીથી નમતું જોખે અને બાળકનો અહં સંતોષાય અને તે સંતોષ તેને વધરે જીદ કરતો પણ કરી દે છે. અને ધીમે ધીમે બાળક ના મનમાં જીદ અધિકાર રૂપે સ્થાપિત થયી જાય છે. આં મારું જક છે અને મને જ મળવું જોઈએ અને તે તેને જ્યરે મળે છે ત્યરે તેનો અહં સાતમાં આસમાને પહોચી ગયો હોય તેવું પણ બને છે અને લાડ પ્યાર કે મોહ માયા વશ માતા અથવા માતા અને પિતા બંને પુત્ર પ્રેમ ને વશ થયીને તેની જીદ સંતોષે છે ત્યરે આવું બને જ છે અને પછી બાળક તેને હક્ક અને અધિકાર સમજી બેસે છે . માતા અને પુત્રના વાત્સલ્ય ભર્યા સંબંધો નો આલેખ ધીમે ધીમે નીચો ઉતરતો જાય છે અને તેની ખબર કોઈને પણ નથી પડતી કે આં આલેખ નીછો કેવી રીતે આવી ગયો ? બાળક યુવાન બને છે ,પરણવા લાયક બને છે અને પરને છે પણ ખરો અને ઘરમાં વહુ પણ આવે છે .નવી વહુ ધીમે ધીમે બાળક ઉપર કબજો ધરાવવા માંડે છે અને માતા નું સ્થાન હવે ઉતરતું જાય છે. પત્ની તેના માટે સર્વસ્વા બની જાય છે. પરંતુ પરાકાષ્ટ હવે આવે છે. બાળકને જરૂર હતી ત્યરે માતા એ ભોગ આપીને બાળકને સહારો આપ્યો અને તેની તમામ જરુરુઅતો પૂરી પડી હતી તે જ બાળક આજે યુવાન થયી ગયો છે પગ ભાર છે બે પાંદડાથી સુખી પણ છે અને બીજી બાજુ માતા કૃશ થયી ગયી છે તેની જરૂરિયાત પણ તે સાંભળી શકાતી નથી અને જ્યરે તેને બીજાની ખાસ કરીને દીકરાની જરૂર લાગે છે ત્યરે અને તે જ સમયે પુત્ર મતા ને જાકારો આપે છે અંતી પરાકાષ્ટા તો એવી પણ છે કે આવા સંતાનો એ તેમની માને કે માં અને બાપ બંને ને વૃદ્ધાશ્રમ માં મોકલી દીધા હોય. સંબંધોના આં આલેખ ને કેવીરીતે મુલાવીશું ? માતાની છાતી પર વળગેલું એ જ બાળક માતાને ધકેલી મુકે તે સંબંધોને કેવા ગણવા ? આમાં કોનો દોષ ? ઉછેર નો, સમાજ નો ,કેળવણી નો કે સંસ્કાર નો ? વાતાવરણ નો પણ દોષ હોઈ શકે. કોનો દોષ છે તે શોધવાના નિરર્થક પ્રયાશને બદલે તેનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરવામાં આવે તે અગત્યનું છે.
લોહીની સગાઈના પહેલી હરોળના સંબંધો ની આ વાત થયી. જો પહેલી હરોળના સંબંધો જ આવા તકલાદી હોય તો પછી બીજી હરોળો માટેની તો વાત જ કેવી રીતે થશે ?માતા અને સંતાન ના સંબંધો પહેલી હરોળ ના સંબંધો છે અને તે પ ભાઈ બેન/ બેન-બેન / ભાઈ -ભાઈ / પતિ-પત્ની/અન્ય સહોદારી સંબંધો પિત્રાઈ પક્ષ માત્રુ પક્ષ વેવાઈ પક્ષ શ્વસુર પક્ષ , વિગેરે જેવા કૌટુંબિક સંબંધો આવે પણ ત્યાં પણ આજ હાલત છે. જો કે આં સંબંધો વ્યક્તિ સહેજ મોટી ઉંમરની થાય સમજતી થયેલ હોય, તેનામાં પુખ્તતા પણ આવે હોય તે પછીની છે અને તેના માટેની જવાબદારી તેની પોતાની જ છે તે માટે તે બીજાને બહુ દોષ ના આપી શકે કારણ કે આં તેની પોતાની નીપજ છે. જન્મ જાત સંબંધ નથી ,ધીમે ધીમે સુધારેલાકે બગડેલા સંબંધો ગણી શકાય. છતાં એક નાની વાત જાણવું ; બાળકના મન માટે અને તેના માટે માત્રુ પક્ષના સંબંધો એટલે કે મોસાળના સંબંધો ઊંચા ગણાય છે. મામાનું ઘર તેને વધારે ગમે છે. કાકા ફોઈ ના સંતાનો કરતા તેને મામા માસી ના સંતાનો સાથે વધરે મેલ બેસે છે. પણ આં બધી બળ સહજ વાતો છે અને તેમાં સમંધો મોટે ભાગે તેમના માતા પિતાના સંબંધો અને માતા પિતાના અન્યની સાથેના સંબંધો મોટો ભાગ ભજવે છે. .
બાળપણ ના આં દિવસો પછી આવશે વિદ્યાર્થી અવસ્થા જેમાં બાળક તેના મિત્ર મંડળ અને શાળાના શિક્ષકો અને અન્ય નવા સંબંધો સાથે જોડાશે.
આ દિવસોમાં તે તેના મારા તમારા જેવા કે માતા પિતા કરતા તેના મિત્રો નું મૂલ્ય વધારે હોય છે સારા નરસા ના ભાન કરતા તે મારો ભાઈબંધ છે તે અગત્યનું બની જાય છે અને માતા પિતા પણ જાણે અજાણે મિત્ર ની ચકાસણી વગર પુત્ર નો મિત્ર છે માટે તેને ચલાવી લેવાનો અને અહીંથીપણ એક આલેખ નીચો પડવાની શરૂઆત જોર પકડે છે. મિત્ર ની દેક્ઘદેખી અને દબાણમાં બલકે કરેલી માંગણી ઓ સ્વીકારીને માં બાપ કેવી ભૂલ કરે છે તેનો તેમને અંદાજ જ હોતો નથી . અને એક આખી દિશા બદલાયી જાય છે, મીત્ય્રા મંડળ જો સારું હોય તો વાંધો નથી તે બાળકને ઊંચા શિખરે પહોચાડી પણ શકે છે પણ જો ભોગે જોગે આં અંતરંગ મંડળ નીચી કક્ષાનું આવી ગયું તો પછી ત્યાંથી પાછા ફરવાનું મુશ્કેલ બની જાય છે. .
હવે બીજા તબક્કાનો પ્રારંભ થશે. બાળકનું લગ્ન થશે , નવા સંબંધીઓ ઉમેરાશે.બેન ના સ્થાને સાળી આવશે,ભાઈ ના સ્થાને સાળો આવશે, માતાના સ્થાને સાસુ આવશે અને પિતા ના સ્થાને સસરા આવશે. જો પરિપકવતા નહિ હોય તો આ બંને વિરોધાભાસી જનતા પણ ખરેખર તો સમાનતા વાળા સંબંધો જાળવવામાં કાળજી રાખવી પડે અને કોઈના પણ પ્રત્યે અજુગતો ઢોળાવ વધુ ના આવી જાય તેની સમજ કેળવવી પડે. . આં કામ વ્યક્તિ એ જાતે જ કરવું પડે અને તે ઓ પણ પોતાની સ્વવિવેક ની રીતે તેમાં કોઈ મદદ ના કરી શકે કદાચ દોરવાની આપી શકે..પુત્ર માવાડીઓ થાય તે પણ સારું નથી કે પછી વહુ ઘેલો થાય તે પણ સારું નથી. માતા અને પત્ની વચ્ચે સમન્વય જળવાય તે જોવાની ફરજ પુત્ર ની છે. પત્ની તો પારકા ઘેરથી આવેલી છે તેને તો તેનું પિયેર જ વહાલું હોય તેમાં બે મત નથી પણ જો તેવા સંજોગોમાં પુત્ર જો તેની માતા સાથે અજુગતો વર્તાવ કરે તો પત્ની માટે તે વગર બોલે આનંદ નો વિષય બની જશે. તમારો પુત્ર જ તમારી વાત નથી માનતો પછી હું શું કરું કહીને તેનો પક્ષ મજબુત કરી લેશે. સ્વાભાવિક જ જો પુત્ર તેના માતા પિતા ,ભાઈ,બેન કે અન્ય ની અવગણના કરે કે અપમાન કરે તો પત્ની તો પુત્રનો પડછાયો છે તેમ કહીને તે જ માર્ગે આગળ વધે તો તેને રોકી શકાય કે કેમ તે પ્રશ્ન છે. આં યુગ હવે સાસરિયાનો યુગ પણ કહેવાય છે. આજ સુધી માતા પિતા ના પડછાયામાં રહેતો બાળક હવે પુખ્ત થતા પગભર થતા અને નવા સંબંધોમાં જકળતો થવાથી તેની દિશાઓ પણ બદલાયી જાય છે. ધીમે ધીમે માતા પિતા ભૂલતા પણ જાય છે ને નવા પરિબળો આગળ આવે છે જેમાં પત્ની સાસરિય વાળા ,વ્યવસાય વાળું જૂથ, મિત્ર મંડળ નું જૂથ, અને બીજા આજુબાજુવાળા નું જૂથ આમ જૂથ વધતા જાય છે.
હવે પરિસ્થિતિ બદલાયી ગયી છે. સમય ના વહેં ઘણા આગળ વધી ગયા છે. બાળપણ ગયું, તેની યાદો પણ ધીમે ધીમે ભુલાતી જાય છે અને નવા સમીકરણો તેની જગા લે છે. બાળપણ ના સમીકરણો માં સ્વાર્થ વૃત્તિ ઓછી હતી અને હવે પહેલા ગણતરી આવે છે, સ્વાર્થ આવે છે, ક્યાં શું કરવાથી શું મળશે અને કેવો અને કેવ્ટલો લાભ મળશે તે ગણતરી પહેલી મુકાશે અને પછી જ સંબંધ આગળ વધશે . .સામાન્ય રીતે આવા સંબંધોને સગવડિયા સંબંધો કહેવાય છે અને આજ કાલ આવા સગવડિયા સંબંધોની જ બોલબાલા છે. સ્દાગવાડિયા સંબંધો,જોડાણો અને સમીકરણો રાજ કારણ માં વધારે જોવા મળે છે. રાજ કારણ નો નિયમ છે કે જિસકે તડમેં લડ્ડુ ઉસકે તડ મેં હમ અને આં સમીકરણો એ જન્મ આપ્યો પાટલી બદલું ઓ ને .એક જમાનો હતો કે જયારે રાજ કારણ એ દેશ સેવાનું પ્રતિક હતો ત્યાં કોઈ સ્વાર્થ નહોતો પણ સમય ની સાથે સાથે આં ક્ષેત્ર સૌથી મોટું વ્યવસાયિક ક્ષેત્ર બની ગયું, માત્ર વ્યવસાયિક જ નહિ ધંધાદારી, ધારા ધોરણ વગર નું એક સત્તા બજાર બની ગયું અને સંબધોની જગા માત્ર માત્ર સ્વાર્થે લાયી લીધી અને સમીકરણ ના નામે સોદા બજાર ચાલુ થયા . આ સંબંધોમાં તમામ પ્રકારના સોદા થવા લાગ્યા ,વેરની વસુલાતો થવા લાગી ,એકબીજાને પછાડવાની વૃત્તિ ફળવા લાગી અને ઉચ્ચ ધોરણ ના સંબંધો તે માત્ર દેખાવ પુરતા જ રહી ગયા . મેં તમારું કામ કર્યું તમે મારું કામ કરો. બસ સોદા જ સોદા કોઈ નિર્વ્યાજ પ્રેમ નહિ લાગણી નહિ મમતા નહિ.રાજકારણે સંબંધોના સમીકરણો બદલી દીધા . માં નહિ, બાપ નહિ, ભાઈ નહિ,બેન નહિ, પતિ નહિ પત્ની નહિ , માત્ર બચે છે સત્તા અને સંપત્તિ તે જ સર્વસ્વ અરે એટલી હદ સુધી કે પ્રાપ્તિ માટે જરૂર પડે તો અસામાજિક તત્વો અને દુન્દાગીરી નો પણ સહારો લેતા હવે છોછ રહ્યો નથી .. આધ્યાત્મિકતા જેવું તો હવે કશું રહ્યું જ નથી .
ક્યાં જયીને અટકશે આં સમીકરણો ની માયા ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment