: : ગુરૂ -- પૂર્ણિમા : :
ગુણવંત પરીખ
ગુરૂ ગોવિંદ દોનો મિલે, કાકો લાગુ પાય
બલિહારી ગુરૂ આપકી, જિન્હેં ગોવિંદ દિયો દિખાય
ગુરૂ નું સ્થાન જીવનમાં અદકેરું છે. એક જમાનો હતો જયારે ગુરૂ ની અવજ્ઞા રાજા પણ કરી શકતા નહોતા અને ગુરુની ગરિમા જ એવી હતી કે તે સદાને માટે આદર અને સન્માન ને પાત્ર વિભૂતિ ગણાતી હતી. ગુરૂ પણ પોતાની ગરિમા જાળવતા હતા તેમની પાસે ભેદ ભાવ નહોતો. તેમના આશ્રમે આવેલ શિષ્ય તે ભલે ગરીબ હોય કે તવંગર જ્ઞાની હોય કે અજ્ઞાની સૌ તેમના માટે સમાન હતા અને તે દરેકને સમદ્રષ્ટિ થી જોતા હતા અને રાખતા પણ સામન ધોરણે જ રાજ્કુવાર અને ગરીબ ઘરનો બાળક એક જ સરખી રીતે ઉછરતા હતા અને શિક્ષા પ્રાપ્ત કરતા હતા. રાજા અને પ્રજા બંને માં ગુરૂ માટે એટલો ઉંચો અભિપ્રાય હતો. અને ગુરૂ તે સાર્થક પણ કરી બતાવતા હતા. એક માતા તેના પુત્રને લયીને ગુરૂ પાસે આવીને કહે મારો પુત્ર ગોળ બહુ ખાય છે તે છોડાવી આપો. ગુરૂ એ તેને ૧૦ દિવસ પછી આવવા જણાવ્યું. તે દરમિયાન તેમણે પોતે ગોળ ખાવાનું છોડી દીધું અને ૧૦ દિવસ પછી જયારે માતા તેના પુત્ર ને લાવી ત્યારે ગુરૂ એ તેને ગોળ છોડી દેવાની સલાહ આપી અને શિષ્ય એ તે સ્વીકારી પણ લીધી. શિષ્ય- પુત્ર ખુશ,માતા ખુશ ગુરૂ પણ ખુશ આં હતો ગુરુનો મહિમા .શિષ્યનો ગુરૂ પ્રત્યે નો આદર પણ જાણીતો છે. સૂર્યપુત્ર કર્ણ પરશુરામ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયેલા. એક વખત ગુરૂ તેમના ખોળામાં માથું રાખીને આરામ કરતા હતા ત્યારે એક કીડો તેમના સાથળને કોચાતો હતો અને વેદના થતી હોવા છતાં અને લોહીની ધારા વહેવા છતાં પણ તેમને ગુરુની નિદ્રામાં ખલેલ નહોતી પહોચાદેલી જેનું પરિણામ ગંભીર આવેલું તે પણ આપને સૌ જાણીએ છીએ. પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં પણ એક ઉદાહરણ છે .આચાર્યજી તેમના શિષ્ય દમોદાર્દાસ્જીના ખોળામાં માથું રાખીને પોઢી ગયેલ છે તે સમયે જ ગોવર્ધન નાથજી પધાર્યા એક બાજુ આતિથ્ય ધર્મ અને બીજી બાજુ ગુરૂ ની સેવા પણ શિષ્ય એ શિષ્ય ધર્મ નીભાવેલો અને ગુરુની નિદ્રા અકબંધ રહી. દમોદાર્દાસ્જીની ભાવના સૌએ બિરદાવી હતી આચ્ર્યાજી એ પણ અને ગોવર્ધન નાથ જી એ પણ તેમના વખાણ કાર્ય હતા.
ગુરૂ પાસે પણ એક વિશેષ અધિકાર રહેતો હતો અને તે સત્ર સમાપ્તિ વખતે ગુરૂ દક્ષિણા પ્રાપ્ત કરવાનો અધિકાર. .ગુરુના આં અધિકાર ની સામે શિષ્યની પણ ફરજ બનતી હતી કે તે ગુરુના ચરણે કૈક ભેટ ધરે અને પરસ્પર આં સંબંધ નભે જતા હતા. ગુરૂ સંદીપની જનતા હતા કે તેમનો શિષ્ય કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે છે અને તેમની પત્ની ની ઈચ્છા હતી કે ગુરૂ દક્ષિણા માં તે પોતાનો મૃત પુત્ર જીવિત બનાવીને લાવે પણ ગુરૂ એ તે મગની કરી નહોતી પણ કૃષ્ણ એ ગુરૂ માતા ની ઈચ્છા જાની ને તે કામ કરીને આદર્શ ગુરૂ દક્ષિણા આપી હતી. વખત પસાર થવા લાગ્યો અને ધોરણો બદલાતા ગયા . દ્રોણ અને દ્રુપદ પણ એક જ ગુરૂ ના શિષ્યો હતા બંને સમાન ગણાય પણ દ્રુપદ રાજા બની ગયા પછી ભૂલી ગયો કે તેનો એક મિત્ર પણ હતો જે ગરીબ પણ હતો, વિદ્વાન પણ હતો પણ ગરીબ હતો તેનો બાળક દૂધ માટે તલસતો હતો દરોને તેનું અપમાન કર્યું અને એક નવો અધ્યાય શરુ થયો. દ્રોણે તેની વિદ્યા રાજ પરિવાર ને વેચી અને તે પોતે રાજ પરિવાર ના આધીન બની ગયા. તેમના માટે દરેક શિષ્ય સમાન નહોતા શિષ્ય પાસે રાજ ઘરના નું લેબલ હોવું જોયીયે. અને તેમાં કર્ણ તેમના માટે સ્વીકાર્ય ના બન્યો . એક ભીલ બાળક એકલવ્ય તેમની પાસે આવ્યો અને તે પણ અસ્વીકૃત બન્યો પણ એકલવ્યની નિષ્ઠા મજબુત હતી અને મૂર્તિમાં ગુરૂ સ્થાપીને તેને અજોડ વિદ્યા મેળવી હવે પક્ષપાતી ગુરૂ ગભરાયા મારા શિષ્યો કરતા પણ આં છોકરો વધારે હોશિયાર છે અને તેમણે ગુરૂ દક્ષિણા ના નામે શિષ્યની સમસ્ત કારકિર્દી રોળી નથી . ગુરુ ના નામ પર ગુરૂ દ્રોણે પહેલું કલંક લગાવી દીધું જે કદાપી દુર ના થયી શકે . એક બ્રાહ્મણ ધર્મ ભૂલી ગયો, વેર ભાવે ધર્મના પક્ષમાં ના રહ્યો અને માત્ર રોટલી નું ઋણ અદા કરવા અધર્મ ના પલ્લે રહીને ગુરૂ અને ધર્મ તેમજ બ્રહ્માંનાત્વા પણ ગુમાવ્યું.
પણ આજ કાલ ની વાત તો તેનાથી પણ વિપરીત છે. વિદ્યા શિક્ષણ એ એક વેપાર બની ગયો છે મોટા માં મોટો વેપાર. અહિયાં શિષ્યની લાયકાત તેની બુદ્ધિ નહિ,ક્ષમતા નહિ પણ તેની પૈસા ખરચવાની તાકાત એ જ તેની લાયકાત છે. .અહિયાં શિક્ષા શિક્ષણ કે શિષ્ય અને શિક્ષકનું કોઈ મૂલ્ય નથી પણ દરેકના ભાવ છે -બજાર ભાવ પરવડે તો લો. અહિયાં બધું ખરીદી શકાય છે. પ્રવેશ થી શરુ કરીને હાજરી, પરીક્ષા ,પેપર, પરિણામ,ટકાવારી, માગો માગો માગો તે મળશે અરેપ્રમાણપત્ર પણ મળશે બોલો કયી યુનીવર્સીટીની કયી પદવી જોઈએ : બાબુજી તુમ ક્યાં ક્યાં ખરીદોગે, ; યહા તો હર ચીજ બિકતી હૈ .......ડોક્ટર થવું છે, એન્ગીનીયાર થવું છે, માસ્તર થવું છી, પ્રોફેસર થવું છે, પ્રિન્સીપાલ થવું છે, અરે વા ઈ સ ચાન્સેલર થવું છે તો બોલો . અરે બોલો બોલો એમાં શરમાવા જેવું શું છે ? છાશ લેવા જવું અને દોની સંતાડવી ? હે ભગવાન, કોને કહેવી આં દાસ્તાન, ગુરૂ દક્ષિણા તો તમારો હક્ક છે પણ આં હક્કનું આટલું બધું અવમુલ્યન ? શિષ્ય તમારી સેવા કરે અને તેના બદલામાં તમે તેના સંસ્કાર પણ છીનવી લો, અરે તેની અસંસ્કારિતા અને કુસંસ્કાર ને પણ પોષો તે કેવી ગુરૂ દક્ષિણા ? હે ગુરૂ દેવો આપની પાસે શું નથી આજ કાલ કે તમે કોઈના લોહી ના આંસુ પણ જોઈ નથી શકતા ? તમારો શિષ્ય તમારી આપેલી વિદ્યાના પ્રતાપે એટલો ગર્વાન્વિત બનીને એવો મદાંધ બની ગયો છે કે તે તમામ સંસ્કાર ભૂલી ગયો અને દુખ તો તે વાત નું છે કે ગુરૂ તેને ટેકો આપે છે કારણ માત્ર એટલુલ કે શિષ્ય ગુરુની સેવા કરે છે .
મને મારા ગુરૂ ની જ નહિ મારા સંતાનોના ગુરૂ ની પણ આમન્યા નડે છે. તે દરેકનું હું આં તબક્કે સન્માન કરું છું. મારા શિક્ષકોમાં નટવર માસ્ટર,નવનીત માસ્ટર, મનુભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ પરીખ, ભવાનભાઈ,સુણાવ ના રાવલ સાહેબ, દયાળજી દેસાઈ હેડ માસ્તર , કોલેજના અર્ધા ચક્ષુ રમણભાઈ,પી.સી.વૈદ્ય,, એમ.જી.શાહ, બી.સી.ભટ્ટ સંતાનોના ગુરૂ શનાભાઈ, જ્યોતિબેન, જશુભાઈ, શેખ,પ્રતિક્ષાબેન, સમીરભાઈ,ગુંઠે, વિગેરે વિગેરે તમામને આં તબક્કે એક ભાવ ભરેલી અંજલી સાથે તમામને મારા પ્રણામ પાઠવું છું. તે જે છે ,જેવા છે તેવા પણ શિક્ષક છે અને શિક્ષક સદાને માટે પૂજ્ય છે જેટલી માતા પૂજ્ય છે તેટલા જ તેઓ પણ પૂજ્ય છે સૌને આજે ગુરૂ પૂર્ણિમા ને દિવસે આદર્પુર્વાકના પ્રણામ પાઠવું છું
ગુણવંત પરીખ .
No comments:
Post a Comment