વન   વે  ટ્રાફિક   

વન  વે  ટ્રાફિક  એ  માત્ર  વહન વ્યવહાર  માટે નો  જ  આમ   તો  પર્યાય  છે. અં  રસ્તો  એક  માર્ગી   છે  તેના  ઉપર  જઈ  શકાય  છે  પણ  તે  જ  રસ્તે  પાછા  ફરી  શકાતું  નથી.વાહન  વ્યવહાર  માટે  નો  અં  નિયમ  ટ્રાફિક  ને  મદદ  કરવ  છે નાના  રસ્તા  હોય  તો માંકાસ્મત  પણ ઓછા  થાય જવાનો  રસ્તો  એક  અને  પાછા ફરવાનો  રસ્તો  બીજો.  જો  કે  બસ  ટ્રાફિક  માટે   એક  બીજો   પણ  વિકલ્પ  પણ  છે   જે  બસ  માં  તમે  જાવ તે જ  બસ ના  રૂટ  પર  જવા  અને  આવવાને  માટે  રસ્તો  એક  જ  રહે  પણ  બસ  નંબર  જુદાપડી  જય  તેને  સર્ક્યુલર  રૂટ  કહેવાય  છે. આખા  સળંગ  રૂટ  પર બંને  બસ  જય  ખરી  પણ  દિશા  જુદીજુદી. 

      સામાન્ય  વ્યવહાર   માટે  પણ   એક  વન વે  ટ્રાફિક  નો  સિધ્ધાંત  છે. જેમાં  એક  તરફી  વ્યવહાર હોય  છે. તમે  કોઈને  પાત્ર  લખો પણ   તે  જવાબ ના જ  આપે  તમારે  જ  વારંવાર  પાત્ર  તમારી  જરૂરિયાત  મુજબ  અથવા  કહો કે  ગરજ  મુજબ  પાત્ર  લખવાનો  સામે  જવાબ મળે  ય  ના  મળે. જેવી  જેની  ગરજ  અને  જરૂરિયાત. . હવે  તો  પાત્ર વ્યવહારનું  સ્થાન  ટેલીફોને  લીધું  છે. સામાન્ય  રીતે  કેમ  છો  સારું  છે  નો  ઔપચારિક  વ્યવહાર  બે  તરફી  જ  હોય .  બંને  પરસ્પર  એક  બીજાની  ખબર  પૂછે. કોઈક  વાર  વિલંબમાં  કૈક  ભૂલ  રહી  જાય  ભૂલી  જવાય  તે  બની  શકે  પણ  સતત  એક  વ્યક્તિ   ફોન  કરતી  જ  રહે  અને  બીજી  વ્યક્તિ  તે  ફોન  ઉપાડે  ખરી  પણ  સામે  ફોન  કરીને  જવાબ  ના  આપે   તમારો  ફોન  જાય   તો  વાત  કરે. અં  પાર્ટલી  વન  વે  ટ્રાફિક  જ  કહેવાય.  જો  કે  અત્યાર ના  નિયમ  મુજબ  કેટલીક  વ્યક્તિઓ  પાસે  એવા  ટેલીફોન  છે  કે  જ્યોથી  તે  એક  તરફી  મફત માં  ફોન  કરી  શકે  છે  અને  તેને  માટે  અં વન  વે  ટ્રાફિક  નો નિયમ  હળવો લયી   શકાય.  માત્ર  સગવડ  નો  જ  ઉપયોગ  ત૫હય છે  તેમાં  કોઈ   અન્ય ભાવ  નથી  અને  તે  માન્ય  ગણતરી  પૂર્વકની  વ્યવસ્થા  છે  અને  તેમાં  કઈ  જ  ખોટું  પણ  નથી. પણ  જો  એક  વ્યક્તિ  બીજી  વ્યક્તિને  વારંવાર  ય  વાર તહેવારે  કે  પછી  જરૂરિયાત  પ્રસંગે  પણ  ફોન કરતી  હોય  અને  સમી  વ્યક્તિ  તેનો  કોઈ  સામેથી  જવાબ  જ  ના  આપે  તો  અં સમાંબંધ  ને  માટે  વન વે  ટ્રાફિક  નો  શબ્દ પ્રયોગ  કદાચ  ખોટો  નથી. આનો  અર્થ  એમ  પણ  ઘટાવી  શકાય   કે  સમી  વ્યક્તિને  તમે  ફોન  કરો  છો  તે  એટલું  બધું   ગમતું  નથી  કે  કદાચ  અણગમતું  પણ  હોઈ  શકે. મોબિલ  કલ્ચર માં  તો  એવું  પણ  બને  કે  તમારો  ફોન  જાય  સામે  વાળો  તમારો નંબર  જુવે  અને  ફોન  લે જ નહિ .  અં સ્પષ્ટ પણે  વન વે ટ્રાફિક  છે. કેટલીક  સોફેસ્ટી કેટેડ  વ્યક્તિ  સામસામેખરાબ ના  લાગે  માટે   વિપરીત પ્રતિભાવ  ના  આપે  પણ  ઠંડા  કલેજે   તમારી  ઉપેક્ષા  કરે  આવું  બની  શકે   છે. સમજને વાળી  બાત  હૈ. .સમજને  વાલે  સમાજ  ગયે  હાય  ના સમજે  વો  ?  નો  કોમેન્ટ્સ.
      એક  તરફી  વ્યવહાર ની  એક  અપવાદ રૂપ  પ્રક્રિયા  પણ  અત્રે  જણાવવી  જોઈએ. સામાન્ય  રીતે  એવું  કહેવાય  છે  કે અમુક  જગાએ, અમુક  સ્થળે કે  અમુક  ના  ત્યાં  આમંત્રણ  વગર  જવાય  નહિ.  વ્યવહાર નો   અં સાદો  સીધો  નિયમ  છે. આમંત્રણ   નો  અં નીયાય   બે  માર્ગી  છે  ત્યાં  એક માર્ગી  વલણ  વન  વે  ટ્રાફિક ના ચાલે.  વ્યવહારો  હમેશા   પરસ્પર  જ  હોય . વાડકી  વ્યવહાર  રોતી  વ્યવહાર  અરે  બેટી  વ્યવહાર  પણ  તે  બધા  પરસ્પર  જ  હોય  એક   તરફી  ના હોય. ખાસ  કરીને  કોઈ   સારા  પ્રસંગ ની  ઉજવણી  માટે  આમંત્રણ  આવશ્યક    છે  આમંત્રણ  વગર  જવાય  નહિ.  શક્ય છે  કે  કદાચ આમંત્રણ  આપવાનું  ભૂલી  જવાયું  હોય  તો  તે  માફ  છે  પણ  જો  ખરેખર  જ  આમંત્રણ જ  ના હોય  તો  ગમે  તેવા  સંબંધ  હોય  તો  પણ  જવાય  નહિ. પરનું  શાસ્ત્ર માં  અને  હાલ ના  જમાના ના વ્યવહાર  માં તેના  માટે  કેટલાક  અપવાદો  માન્ય  રખાયાછે.. પુત્રી  પિતાના ઘરે   આમંત્રણ  વગર  જયી  શકે  છે, શિષ્ય   ગુરુ ના  ઘેર  આમંત્રણ  વગર  જયી  શકે  છે ત્યો  આમંત્રણ ની  જરૂર  નથી એ  એક  ફરજ નો  ભાગ  પણ ગણી   શકાય. આજના  જમાના માં  એક અધિકારી ના  ઘરના  પ્રસંગ માં   તેના  તાબાના  કર્મચારી  પણ  વગર  આમંત્રણે  કામ  કરવા  માટે  ના  હેતુ    થી   પણ  જઈ શકે  છે. ત્યાં  મન  અપમાન  જોવામાં  આવતા   નથી.  મીનીસ્ટર ના ઘેર  પ્રસંગ  હોય  ત્યારે  તે  જરૂરી  નથી  કે  મંત્રીશ્રી એ  બધાને    આમંત્રણ  મોકલ્યાજ  હોય   સ્ટાફ ના  સૌ  ખડે  પગેહાજર  રહે  તે  એક  આચાર    અને  સૌજન્યતા  છે..સગા  સંબંધી  માં  વધ  વચકા  હોઈ  શકે ,  સાસરવાસ  વેવાઈ  પક્ષ  કે  તેવા  નાજુક  સંબંધમાં    અં વાત  જાળવવી  પડે.  બાકી  તો  વ્યવહાર  છે  ચાલ્યા  કરે. કેટલીક  વ્યક્તિઓ  એવી  હોય  છે  કે  જે     ફણગા  શોધી  ને  વચકા  શોધે  જ  રાખે છે  અને  ક્ર્તાલીક  ઉદાર  દિલ  અથવા  મોટા  મન વળીવ્યક્તિ    આંખ આડા  કાન  કરીને  અં બધું  ભૂલી  જાય  છે.   અં પણ  સમજને  વાળી  બાત  હૈ  . સૌ   પોત પોતાની  ક્ષમતા  અને  સમાજ  મુજબ  યોગ્ય  રીતે  સમજી  લે  તે  જ  પુરતું  છે.બંને  પક્ષ  અક્કડ  રહે  તો  સંબંધ   લાંબા  ના  તાકી  શકે. એક  વખત  ના  ગાઢ  મિત્રો  સહાધ્યાયી  શિષ્યો  દ્રોણ  અને  દ્રુપદ   તેનું  જીવતું  ઉદાહરણ  છે  તો  બીજી  બાજુ  કૃષ્ણ   અને  સુદામાનું  પણ  અજોડ  ઉદાહરણ  છે.   અં  બંને  શિષ્યો   અજોડ   રીતે અમર  થયી  ગયા  અને  સહાધ્યાયી  તરીકે શિષ્યો  તરીકે  અને  મિત્ર  તરીકે  એક  મિશાલ  છોડતા   ગયા   જયારે  દ્રોણ  અને  દ્રુપદ  ના  અહંકારે  બંને ને  રણમાં  રોળી  દીધા એક  ના  અભિમાને  અને  બીજાના  મનમાં  રોપાયેલ  વેર  લેવાની  વૃત્તિએ   બંને નો સર્વ નાશ   નોતર્યો હતો  તે શાસ્ત્ર  કહે  છે . દ્રોણ ને  અભિમાન   હતું  કે  સર્વજ્ઞ  છે  જ્ઞાની  છે   હોશિયાર  છે અનેક  વિદ્યાના  જાણકાર  છે અને  કોઈ  રીતે  દ્રુપદ થી  ઉતરતા  નથી  પણ  તે  એક  અગત્યની  વાત તે  એકલા જ  નહિ  બંને દ્રોણ  અને  દ્રુપદ  ભૂલી  ગયા   કે  બંને  મિત્રો  છે.  અને  અભિમાન  અને  અહંકાર ની  અને  ઈર્ષાની  આગ માં  બંને  શેકાઇ ગયા  અને  પરિણામ  સૌ  જાણે   છે   સામા છેડે    કૃષ્ણ  અને  સુદામા  બેમાં થી  કોઈને  અભિમાન  નહોતું   બીજાના  સુખની  ઈર્ષા  નહોતે   માત્ર  બંને  મિત્રો  જ  છે અને  મિત્રો  રહ્યા  અને  મિત્રાચારીની  એક  બેમિશાલ  વાર્તા  બની  રહી .આજના  જમાના  માં  દૃપાડો  ઘણા  છે  દ્રોણ  પણ  ઓછા  નથી   પરંતુ  કૃષ્ણ   અને  સુદામા  તો  શોધ્યા  પણ  જડે  નહિ.    સમાપન  માં  દ્રોણ  કરતા  સુદામા  બનવું  સારું  સામે  છેડે  ગમે   તે  હોય  દ્રુપદ  કે  કૃષ્ણ   તમે  તમારું  સ્થાન  દીપાવી  જાણો

No comments:

Post a Comment