૪ { ગુણવંત પરીખ }અતીતની યાદો ભાગ
મોરારી બાપુની કથા સાંભળવી મને ગમતી હતી. તે પૈકી કેટલાક ઉદાહરણો,સૂચનો રૂપક કથા વિ. પણ મને ગમતા હતા. હું જયારે મોડાસા હતો ત્યારે ૧૯૮૨ ની આસ પાસ તેમની કથાનું આયોજન શામળાજી મુકામે કરવામાં આવેલું તે સં,આયના કલેકટરે મને ખાસ વિનાનાતી કરેલી કે આયોજન માટે બને તેટલી મદદ આપને કરીશું. કથાના સ્થળ ની વ્યવસ્થા અમે સારીરીતે ગોઠવી હતી. પાણીનો છંટકાવ ટેન્કરો વિ. ની પણ વ્યવસ્થા અમે કરેલી અને અં ઉપરાંત પણ અં વિસ્તાર આદિવાસીનો હતો બીજી પણ કેટલીક આનુંશાન્ગિક ગોત૫હવનો પણ અમે યોગ્યરીતે કરેલી. ફગુ પણ તે સમયે ૯ માં ધોરણ માં હતી કદાચ અને તે સમય ગાળામાં મોડાસા માં ફગુના આધ્યાત્મિક પ્રવચનો ની સાથે સાથે શાળાના વકતૃત્વ વિભાગમાં પણ તે આગળ હતી . તે સમયે ગવર્નર મોડાસા આવ્યા ત્યારે પણ તેમના હાથે એક શિલ્ડ પણ તેને અપાવાયેલો હતો અને કલેકટર પણ તે સમયે સાથે જ હતા અને અમારા રેસ્ટ હાઉસ માં જ વિ.આઈ.પી. ની વ્યવસ્થા થતી હતી. મોરારી બાપુ માટે પણ વ્યવસ્થા કરવાનું વિચારેલું પણ અંતર વધી જતું હોવાથી લોકલ ધારાસભ્ય એ દ્થાનીક વ્યાવસ્થા નું સુચન કરેલું અને તે મુજબ જ ગોઠવણ કરાયેલી. તે સમયે કથા બે ભાગ માં થતી હતી અને તેમાં કથા સિવાય અન્ય કોઈ પડછાયો ખાસ આવતો નહોતો. અમારી કામગીરી નક્કર પણ અદ્રષ્ટ રહેતી હતી. પણ મૂળ વાત એ છે કે તેમના સૂચનો ઘણા અસરકારક ગણાતા. જેમ કે તે જણાવતા હતા કે કડી અમુક કક્ષા ના માણસો સાથે વેર ના બંધ વું . જેમ કે ; : ડોક્ટર , વકીલ, જજ, શિક્ષક { તે પોતે શિક્ષક રહી ચુક્યા હતા }.,પોલીસ, વિ. જેવા અનેક ઉદાહરણો હતા. અમુક કક્ષા ની વ્યક્તિઓથી હંમેશા સાવચેત રહેવું જેમ કે તમારો ડ્રાય વર, પડોસી,પિત્રાઈ, અરે પત્ની અને પતિ નો પણ તેમણે તેમાં સમાવેશ કરેલો. અં તમામ વ્યક્તિઓ તમારી બધી આવન જવાન જનતા હોય માટે ચેતતારહો. સાથે સથે જ અમુક જગા ની આવન જાવન પર પણ લાલ બત્તી ધરેલી. જેમ કે બુરો પુત્રી ગૃહે પિતા, બુરો ભગીની ગૃહે ભ્રાં તા . ભલે એમ કહેવાતું હોય કે અસરે ખલુ સંસારે , શ્રેષ્ઠ તમ શ્વસુર ગૃહ , પણ જો જમાઈ રાજા ઘર જમાઈ થયી ગયા તો તેમની કિંમત કોડીની કોઈ મહેમાન આવે તો સાસુ કહે જરી મહેમાન માટે પાણી લાવજો ને \\ આં બધી વ્યવહારિક મર્યાદા ઓ છે તેને શાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી પણ છતાં ય ઉપયોગી સુચન તો ખરુજ . પુત્ર પ્રેમ નું એક ઉદાહન પણ હતું. સ્કુલ માં એક પાઠ આવતો હતો ધી પ્રોદીગલ સન , ઉડાઉ દીકરો , : એક ખેડૂત ના બે દીકરા , મોટો ઘરનું બધું કામ કરે અને નાનો નાફતાઈ જ કરી ખાય કઈ કામ ના કરે અને ઉપરથી દાદાગીરી જ કરે રાખે એક વખત કૈક રિસાઈને ને ઘર છોડી ને ભાગી ગયો બધા એ તેને શીધવા આકાશ પાતાળ એક કર્યા પણ ના મળ્યો. લાંબા સમય પછી થાકીને કે હારી ને પણ નાનો ઘેર પાછો આવ્યો ત્યારે ઘરના સૌ એ માં બાપ અને બીજા સગા સ્નેહીઓ એ પણ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું ઘેર રસોડે લપસી ના આંધણ ચઢ્યા અને એક ખુશાલી નો માહોલ રચાઈ ગયો. મોટો અને મહેનતુ પુત્ર અને તેની પત્ની આં બધું જોતા હતા તેમણે લાગ્યું કે બ બાપુજી એ અમારા માટે કડી લપસી કરી નથી અને આં ઉદ્ધત છોકરા માટે આટલું બધું માન કેમ ? કોઈની પાસે તેનો જવબ નહોતો નાનાએ કડી ઘરનું કામ કર્યું નથી,માત્ર દેખાવ જ કરે રાખેલ, રાખડી ખાધું ,ભાગી પણ ગયો અને પાછો આવ્યો ત્યારે પણ આટલું બધું માન \ શું મોટો પુત્ર ઓરમાન પુત્ર હતો ? ના ના ,ના અને ના જ . . મોટો જ મુખ્ય હતો પણ નાનાના બધા અવગુણ માફ કરી દેવાયા સુબહ ક ભૂલા શામકો વાપસ આયે તો ............
વ્યવહાર માં પણ કેટલીક વખત આવું બની જય છે અને કલિયુગ માં તો આવું બનતું જ હોય છે જેની નોધ લેવાતી હોય કે નહિ.. અમેરિકા માં વસતો એક પુત્ર તેના સંતાનો માટે આયા અને કેર ટેકર શોધવા નીકળ્યા પણ ભાવ જોઇને ડઘાઈ ગયા બાપ રે આટલો બધો ભાવ ? વિકલ્પ વિચાર્યો દેશમાંથી માં બાપ ને અહી લાવીએ તે ઘણું સસ્તું પડશે માબાપ વિચારશે કે દીકરો અમને પરદેશ લયી જય છે ગામ માં વાહ વાહ બોલશે બાપ અને દીકરાની , વાત્સલ્ય પ્રેમી દાદા દાદી પરદેધ પરદેશ તો આવ્યા પણ માન ગોઠતું નહોતું પણ ના તો કોઈને કહી શકે કે ના સહી શકે. સંતાનો હવે મોટા થયી ગયા હવે સંતાનો ના ઉછેરની ચિંતા નહોતી રહી. હવે માબાપ મથે૪ પડેલા જેવા લાગ્યા કાઢવા કેવી રીતે ? સાદો સીધો ઉપાય શરુ થયો. સૌ એ વૃદ્ધ માબાપ ની શરૂઆતમાં ઉપેક્ષા કરવા લાગ્યા, પછી હડધૂ કરવામાં આવ્યા અને તે પછી તો વાત વાતમાં તેમનું અપમાન પણ કરવા લાગ્યા. અને આં અપમાન કરવામાં વૃદ્ધના સંતાનો તો ઠીક પણ સંતાનો ના સંતાનો પણ તેમની ઉપેક્ષા અને અપમાન કરવામાં ગૌરવ સમજવા લાગ્યા હવે શું કરવું ? ગામ છોડી ને આવ્યા હતા હવે શું થાય ? પુત્ર એ સુચન કર્યું બાપા દેશમાં જતા રહો હું ખરચી મોકલીશ અને દૃધ્ધ દંપતી દેશમાં પાછું આવ્યું ખરચી તો બાજુ પર રહી પુત્ર એ એક ટપાલ . પણ આજ સુધી લખી નથી આં જમાનો તો મોબાઈલ નો છે પલ માં જોદાયી જવાય તેવી સગવડ પણ દીકરો કડી ફોન ઉપાડે જ નહિ ફોન ઉપર નંબર આવે એટલે ખબર પડે કે આં તો બાપનો ફોન કૈક માગશે જવા દો \\બાપ લાચાર અવશ્ય હતો પણ મૂરખ તો નહોતો. મોબાઈલ કલ્ચર ની એને ખબર તો હતી જ તે પરદેશ માં જોતો અને સંભાળતો હતો પણ ખરો કે મારો દીકરો કેટલો ચાલક છે ઘેર જ છે છતાં કહે દ્છે કે હજુ મારે ઘેર પહોચવામાં બે કલાક થશે \ આપને કાલે મળીશું હું અત્યારે રસ્તામાં છું. ગાડી ચલાવું છું. વાહ દીકરા વાહ \\અમેરિકા માં વસતા દીકરા માટે જ આવું બને તે હવે જરૂરી નથી દેશમાં પણ આવું બની શકે છે. વ્યવસાયિક દંપતી ના સંતાનો માટે આવોજ પ્રશ્ન હોય અને તેની કલાઈ મેક્ષ પરાકાષ્ટા પણ લગભગ આવી જ હોય નાના મોટા ફેરફારો સાથે પણ કળીનો પ્રભાવ તો બધે સરખો જ હોય. દેશમાં છે માટે થોડો વિકલ્પ મળે ખરો અન્ય સંબંધીનો કદાચ સહારો મળી પણ રહે.
કહેવાય છે કે પુત્રી એટલે વહાલનો દરીઓ મોરારી બાપુ એ પિતા અને પુત્રી ના સંબંધ ને ઘણું વજન આપ્યું છે. માતાને દીકરો વહાલો લાગે, પિતાને પુત્રી વધારે વહાલી લાગે પરંતુ એથી વિરુદ્ધ પુત્રને માતા વહાલી લગર કે નહિ તે બાબતમાં તેમણે ચોખવટ નથી કરી અને તેવીજ રીતે પુત્રીને પિતા પ્રત્યે વધારે લાગણી હોય એટલું તો જરૂર કહેલું છે. પુત્રીને માત્ર પિતા જ નહિ પિતા,માતા અને પિયેર ના તમામ સગા માટે વધરે લાગણી હોય જ છે કારણકે તે પરેઅની ને પારકા ઘેર ગયી છે અને ત્યાં તેને માટે પિયેર ની યાદ અને સાથ વધારે સતાવે. જો કે મોરારી બાપુ ને ૨૦ મી સદીનો વધારે પરિચય છે .અમારી ઉંમર લગભગ સરખી છે અને ૨૧ મી સદી ના સંતાનો માટે ટીકા કરવા માટે મોરારી બાપુ જલદી રાજી નહિ થાય કારણ કે ૨૧ મી સદી નો ઉછેર જ કૈક એવો છે તેનું ભણતર અને તેનો વ્યાપ આધુનિક ટેકનોલોજી થી રંગાયેલું છે .અમે શાસ્ત્રીય પધ્ધતીના રાગ ઉપર આધારિત ગીતો પસંદ કરીએ અને ૨૧ મી સદી પોપ અને ઝાજ સંગીત જે બુમબુ૭મ કરે અને લુપ્ત પણ ઝડપથી થયી જય તેવા હોય. પરંતુ આજે પણ મોરારી બાપુ " નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજા રુનામ ....." જુદી જુદી ધાબે અને જુદા જુદા ઢાળમાં ગાય છતાં સારા જ લાગે છે સદાબહાર ગીત સંગીત અને સ્વર . વાત સહેજ પલટાઈ ગયી દીકરી વહાલનો દરીઓ તેમાં તો બેમત નથી પણ આજની દીકરી વિસ્ફોટ ને પણ સાથે રાખે છે. પગભર અને સ્વનિર્ભર સુશિક્ષિત પુત્રીઓ તે જાણે છે કે તેમણે આં સંસારમાં વ્યવહારિક બનીને જીવવાનું છે અને એક નહિ એક સાથે બે ઘર , કદાચ ત્રણ ઘર , પોતાનું,પીયેરનું અને સસરાનું ઘર પણ જોવાનું છે તેમાં કોને પ્રથમ ક્રમ આપવો તે પ્રશ્ન આવે. .. જો કે પુત્રીના પત્ની તરીકે ના પાત્ર માં પહેલો ક્રમ પતિનો આવે, બીજા ક્રમે સસરા વાળા આવે અને તે પછી બીજાનો વારો આવે જેમાં પિયેર હોય, અન્યસગા હોય,મિત્ર મંડળ હોય, વ્યવસાયિક મંડળ હોય,કે બીજા ગમે તે હોય પણ પહેલું સ્થાન પતિનું જ હોય છે. ૨૧ મી સદીમાં સ્થાન ની સ્પર્ધા જટિલ લાગે છે કારણ અહિયાં દંપતી બંને સમકક્ષ છે, બંને સ્વનિર્ભર૪ પણ છે બંને ને પોતાનો આગવું વ્યક્તિત્વ પણ છે અને આં સંજોગો માં આં બેની વચ્ચે ત્રીજા કોઈએ આવવું જોઈએ નહિ ખાસ કરીને પરિણીત પુત્રીના પીયેરના સાથી દરોએ આં વાત વધારે યાદ રાખવાની છે. તેમણે પુત્રીનુંહિત જોવાનું છે અને નહિ કે તેના વ્યવહારમાં હસ્તક્ષેપ કરવાનો છે . એટલા માટે જ બાપુ એ જણાવેલ છે કે બુરો પુત્રી ગૃહે પિતા ,બુરો ભગીની ગૃહે ભ્રાં તા ...........એના કુટુંબની નવ નું સંચાલન તે જ કરે તમે મદદ કરો કદાચ માર્ગદર્શન આપો પણ દરમિયાનગીરી કે આગળ વધી ને હસ્તક્ષેપ તો કદી નહિ. તેમના નિર્ણયો ઉપર તમારો પ્રભાવ રાખશો નહિ. તેમના નિર્ણય તમને ગમે કે ના ગમે પણ ચુપ રહેજો.
વહાલનો દરીઓ મોટો થયો,પુત્રી મોટી થયી, સાસરે ગયી તેના ઘેર પણ સંતાનો હોય તે પણ મોટા થાય , જીવન ની ઘટ મળ છે મોટા થશે જ, તેમની પણ આગવી સૂઝ અને સમાજ હશે સમજણ પણ આગવી હશે તે સંજોગો માં એટલું ધ્યાન રાખજો તમારા મતભેદો તમારી વચ્ચે જ માર્યાદિત રાખજો તેમાં આં બાળકો હવે સંતાનો કહેવામાં પણ વાંધો નથી તેમણે વચ્ચે લાવશો નહિ . તેમણે તેમણે તેમની રીતે નિર્ણય લેવા દેજો . એનો અર્થ એવો પણ નથી કે તમે તેમણે મઝધારે છોડી દો , માર્ગદર્શન અને દિશાસૂચન અવશ્ય આપશો પણ તેમના ઉપર ખોટો હક્ક અને અધિકારજમાવશો નહિ .એમના ખોટા અને સ્પષ્ટ ખોટા જનતા નિર્ણયને ચલાવી લેવાય નહિ પણ તેનો ખ્યાલ તેમણે તમારે જ આપવો પડે.એક સદી વાત પણ સમજી લેજો : દરેક બાળક હર હંમેશ તેના માતા પિતાની જ ઈચ્છા અને આદેશ સૌ પ્રથમ મને છે તેમનો આદેશ અને હુકમ પણ તે સૌ પ્રથમ તે મને છે અરે એટલી હદ સુધી કે તે જાણે છે કે તેના માતા પિતા નો આદેશ, હુકમ અને ઈચ્છા ખોટીરીતે તેના ઉપર ઠોકી બેસાડ્યા છે તેમ છતાં ય તે માતા પિતાની જ વાત માનશે અને એટલે જ માતા પિતા ની પણ ફરજ બને છે કે તેમના ઉપર તમારા મતભેદો ઠોકી બેસાડશો નહિ.પિતા ને તેનું પિયેર ગમે, માતાને તેનું પિયેર ગમે પણ સંતાન ને તો મોસાળ જ વધારે ગમે મોસાળ માં ભાણેજ નું મન હોય ત્યાં તેને લાડ મળે, પ્યાર મળે,વિશેષાધિકાર પણ મળે .પણ આં બધા લાગણી ના સંબંધો છે. માંગણી ના નહિ. મોસાળ માં પણ ત્યાં ના સંતાનો અને બાળકો હશે , તે સૌ વચ્ચે લાડ, પ્યાર ,ઝગડા, મીઠી કે ખાટી નોક ટોક, બાળકો વચ્ચે થતી જ હોય પરંતુ ભોગેજોગે પણ તેમાં માથું મારશો નહિ તે લડતા ઝગડતા બાળકો એક થયી જશે તમે ગ્રંથી બાંધી ને બેસી ના જશો.
શાસ્ત્ર માં કુપુત્રો જાયેત , ........છે કુપુત્રી નો કોઈ ઉલ્લેખ નથી. પુત્ર ની સાથે પુત્રવધુ આવી જય છે અને પુત્ર વધુ માટે પણ કોઈ વિપરીત ભાવ નથી આપ્યો. પુત્રવધુ પુત્રી તુલ્ય જ છે પણ સૌ પ્રથમ તે તેના પતિની પત્ની છે અને જો પતિની ઈચ્છા જ વિપરીત હોય તો તેની વિપરીત ઈચ્છા ઓ આપોઆપ પુત્રના નામ પર જતી રહે છે તેના ફાળે અપયશ આવતો નથી અને તેનો ભરપુર લાભ તે લયી શકે છે. તે પણ કોઈના ઘરની પુત્રી જ છે અને તેના માટે પણ વહાલનો દરીઓ હશે , તેના સંતાનો પણ હશે, તેનક સંતાનો પણ મોસાળ જતા હશે, તેના ઘેર પણ ભાણેજો આવતા હશે આં બધાનો યોગ્ય સમન્વય તે જ સંસાર ની એક રીત છે. તોલ માપ અલગ અલગ ના રાખી શકાય . ૨૧ મી સદી ના યુવાનો માટે તેમનો ઉત્તરાર્ધ ઘણો સારો રહેવાનો છે તે સ્વનિર્ભર છે માટે તેમણે તેમના સંતાનો ના પનારે પડવાનો વારો નથી આવવાનો તે સ્વતંત્ર રીતે જીવી શકે તેવી તેમની આર્થિક સધ્ધરતા પણ તેમણે મદદ કરવાની છે તે જાણીને માથે પડેલા માટે જો યોગ્ય ન્યાય ના આપી શકે તો તે માત્ર કલિયુગ ની કમનસીબી જ ગણાય. કોઈની કમનસીબી કે લાચારી નો દુરુપયોગ કરવો શોભે નહિ. વ્હ્રુધ્ધ્ત્વને ઠેબે ના ચડાવાય વૃદ્ધત્વ એ લાચારી અવશ્ય છે પણ તેનો પણ દુરુપયોગ ના કરાય. યુવાની ના જોશ માં વડીલ વૃદ્ધ ગરીબ કે લાચાર નું અવમુલ્યન કરવું,તેને હડધૂત કરવા, તેમણે અપમાનિત કરવા તેમણે તેમની લાચારી જાણી લયીને ધમકીઓ આપવી આં બધા સારા લક્ષણો નથી. કોઈ સહન કરે છે કે પ્રતિકાર નથી કરતા કે નથી કરી શકતા એનો અર્ત૫હ એ નથી કે તમારા વર્તન સારા અને સાચા છે. બદલો,કિન્નાખોરી અને પૂર્વગ્રહ થી પીડાય વગર યો૦ગ્યત થી યૌવન દીપાવી જાણો.
શામળાજી ની કથા ની સરખામણી માં અત્યારે કથાઓ તો ખુબ થાય છે પણ કથા ના ધોરણ પણ થોડાક બદલાયેલા લાગે છે. આજની કથાઓ વ્યવસાયિક ધોરણે યોજાય છે તેનું પ્રસારણ અને પ્રચાર પણ વેપારી ધોરણે થાય છે પણ તેમ છતાય જો કોઈના ગળે બે વાત ઉતારે તો તે સદભાગ્ય ગણાશે .
ગુણવંત પરીખ.
No comments:
Post a Comment