અતીત ની યાદો : {ગુણવંત પરીખ }

 અતીત ની  યાદો : {ગુણવંત પરીખ }
 અતીત એક  એવી  અનમોલ  યાદગીરી  છે  કે  જે  ભૂલી  ભૂલાય  નહિ .આં યાદ  સ્નેહભરી  યાદ  છે, દુ :ખદ  યાદ  પણ  હોઈ  શકે, મધુર યાદ પણ હોઈ શકે  જેના  સ્વપ્ના માં  ખોવાયી  જવાય.  હ, બની  શકે  કે  કોઈ  કમનસીબ પલ ની  યાદ  કદાચ એવી   પણ  હોય  જે  તમારું  જીવવાનું  હેરાન પણ  કરી નાખે ,બદલાની  આગ માં  તમે પોત૫એજ  શેકી  પણ  જાવ અને  જો સમતોલપણું  ના  રાખો તો   તમે પોતે જ  તેમાં  ભુન્જાયી   પણ  જાવ. પરંતુ  સર્વગ્રાહી  સર્વેક્ષણ  મુજબ તો  અતીત   ભૂતકાળ  ની  ભૂલો  તમે  દોહરાવો  નહિ તેની  સુચના  પણ  આપે છે  અને  જે  તમે  નથી  કરી  શકયા  તે કરી  બતાવવાની  પ્રેરણા   પણ  આપે  છે. અતીત  માર્ગ દર્શક છે, દિશાસૂચક  પણ  છે, ચેતવણી  પણ   આપે  છે  અને  દોરવાની  પણ  આપે  છે.  જો  અતીત નો  યોગ્ય પાળે  યોગ્ય  ઉપયોગ  થાય  તો તે   તમારી  ઉન્નતિમાં  મોટો   ફાળો  પણ   આપી  શકે છે, 
            તાજેતર માં  જ સંસદે  તેના  ૬૦  વર્ષ  પુરા  કાર્ય  તેની  ઉજવણી  પણ  કરી  અને લોકો એ  તેની અતીત  સાથે  સરખામણી  પણ  કરી  કે  કેવા  હતા  તે  દિવસો  અને  કેવા  છે  આજના  સંસદના  દિવસો .બોલીવુડ પણ  તેની  શતાબ્દી  ઉજવે છે  અને  તે  પણ    જાણે  અજાણે   કાલ  અને આજની સરખામણી   કરી જ  લે છે. દરેક  વ્યક્તિ,તેના  ભૂતકાળ ને  વાગોળી  લે છે અને  તેમાંથી  પ્રેરણા   પણ  મેળવી  શકે છે. કિન્નાખોરી   કે  પૂર્વગ્રહ  રાખ્યા  વગર  જો  ભૂલ  સુધારી  લેવાય તો   સારી વાત  છે. જે સમય  ગયો તે  તો  પાછો  આવવાનો  જ  નથી. જે   ગયું  તેની   યાદ માં  આંસુ  વહેવડાવવાનો  કોઈ  અર્થ  નથી  અને  ભવિષ્યની  ખોટી  ચિંતા  પણ  કરવાનો  પણ   કોઈ  અર્થ  નથી. .પોતે  જે  જોયું  છે  જાણ્યું  છે  અને અનુભવ્યું  છે  તેનો  ચિતાર  રજુ  કરવાની  ઈચ્છા  થાય  અને   યોગ્ય રીતે  કે  યોગ્ય રીતે પણ  તે મુજબ નો  ચિતાર  ઘણા એ  રજુ  પણ   કર્યો  છે.  માણી  લયીયે કે  તે  સાચો જ  ચિતાર છે અને  દિશાસૂચક  બની  પણ  રહે.
       પ્રસિદ્ધિના  મોહમાં  જવાહરલાલ નેહરુ  એ  ચીન  સાથે  મિત્રાચારી  કરી પંચશીલ ના  કરાર  પણ  કર્યા  અને  કઈ  સમજે વિચારે  તે  પહેલા  તો  ચીને  આક્રમણ  પણ  કર્યું  અને તે  આઘાત   આપના  આં  વડાપ્રધાન  સહન  ના  કરી  શકયા.  જવાહરલાલ કુશળ  મુત્સદ્દી  હા  તેમાં   ના  નહિ,  પણ  કોઈના  ડાંગનો  ભોગ  બન્યા  અને  આં ડાંગ   પીઠ  પાછળ  મારવામાં  આવી હતી.  આવો જ  ભોગ  બીજા   વડાપ્રધાન  લાલ બહાદુર  શાસ્ત્રી  પણ  બની  ગયા  અને  ના કહેવાય  અને  ના  સહેવાય  તેવી  હાલત  આપની  થયી  ગયી  હતી.    આજે  પણ આં બનાવો   એટલાજ  તાજા  છે  જે માંથી  પાઠ  મેળવવાનો છે. કોઈના થી  વધુ  પડતા  અંજાઈ જવાની  જરૂર  નથી.  કોઈ ના  ગુણ ની  પૂજા  અવશ્ય  કરી  શકાય  પણ  તેનાથી  ડાબી  ના  જવાય. તમે  મોટા  તો  મોટા  પણ  તમારા  ઘેર  અમે  જેવા  છીએ  તેવા  અમોને  અમારું  ઘર  મુબારક.  જેવું  છે  તેવું  પણ  તે  જ  અમારા માટે  સ્વર્ગ  છે  તેમ માનીને   ચાલો . પારકાનો  મહેલ  જોઇને તેવો  મહેલ  બનાવવા માટે  પોતાની  ઝુપડી  ના  તોડી  નાખી શકાય  અને  જો  કોઈ  તેવું  કરાવ્ફા   જય  તો તેના  જેવો  મૂરખ  બીજો  કોઈ  નહિ.  પણ આજ કાલ  આવા   મહા  મુરખોની  સંખ્યા ઓછી  નથી.  સૌ  જાણે  છે  કે  વલ્લભભાઈ એ  બળ  અને  કાલ  બંને નો  ઉપયોગ  કરીને   હૈદરાબાદ  અને  જુનાગઢ   બંને  કબજે  કરી  લીધા  હતા  અને બીજી  બાજુ  મોટાયી ની  લાયમાં   આપને   આજુ  અને  બાજુ  બંને  જાગે  દુશ્મનો  ઉભા  કરી  દીધા  જે  આજે  પણ  તે ના  તે  જ  દુશ્મન  જેવાજ  રહ્યા.   ઘણું  જતું  કર્યું  પ-અન  આપને તો  માર  જ  ખાવાની દશા  આવી.  કોને કહેવી  અં  દર્દ ભરી  દાસ્તાન  ?
        મારા  એક  વડીલ  સ્નેહી   જેવા  સ્વજને   મને  કહેલું  કે  તમે  પણ તમારી  યાદગીરીઓની   વાત  કહો. પણ  તેમાં  મોટું  જોખમ  છે.  સાચી વાત  કહેવાય  નહિ  અને જો  ખોટું  બોલવું  ના  હોય  તો   કેવી  મુઝવણ  થાય  તે  તો  મારું મન  જાણે  છે. સમતુલા  જાળવીને  મૂલ્યાંકન  કરવું  સહેલી વાત  નથી.  એક ની  એક  વાત  કોઈને  સારી  લાગે અને  તે  સાચી પણ  હોય  છતાં  તે  બીજાનું  દિલ  પણ  દુભાવી  શકે છે.  નામ  નિર્દેશ  વગર નો  એક  બનાવ  જણાવું. કુલીનચંદ્ર  યાજ્ઞીકે  તેમની  વહીવટની  વાતોમાં  ક્યાય    કોઈ  વ્યક્તિના  નામનો  ઉલ્લેખ  કરીને  તેમના નબળા  પાસા ને  રજુ  નથી કર્યો  ડરી  સૌજન્યતા  દાખવી  છે  નબળા  પાસા નો  ચિતાર  આપવાનું  જ   ટાળીને તેમણે  એક   ડેકોરમ  પણ   જાળવી  લીધું  છે પણ  તેનો અર્થ  એ  નથી  કે કઈ જ  નબળું  હતું  જ નહિ.   પણ  સારી  વાત  એ  છે  કે તેમણે  સિક્કાની  ઉજળી  બાજુ  પર  ભર  મુક્યો  કાળી  બાજુ  પર  પડદો  રાખ્યો. .આવી  જ  અણગમતી  વાત  છતાં   ડેકોરમ  જાળવવા  માટે  કોઈનું  નામ  કે  નિર્દેશ  વગર  જ   વાર્તા સ્વરૂપે  મુકું  છું. 
               એક  ખેડૂતે પોલીસ સ્ટેશન માં   ફરિયાદ  નંધાવી  કે  મારા  ખેતર માં થી  કુવો  ચોરાયી  ગયો  છે.  પોલીસે  તેને બરાબરનો  ઝાટકી  નાખ્યો  મૂરખ  ટુ  અમોને  ડોબા  સમજે  છે ?  કુવો કોઈ  કેવીરીતે ઉપાડી  જય ?  ખેડૂતે  કહ્યું   માં બાપ, હું  ગર૪ઇબ   માણસ ખોટું  કેમ  બોલાય  ?  જુવો  હું  પુરાવા  સાથે  આવ્યો છું . પોલીસે  પુરાવા  જોવા  માગ્યા.  ખેડૂતે   થેલી માં  થી  થોડા ક  કાગળો  કાઢી ને  પોલીસ ને  બતાવ્યા  , જુવો  માબાપ,    આં મારી  જમીન , આં તેનો  નકશો,  આં મારી  માંગણી , કુવાની  જગા નો  નકશો,   આં તેની  મંજુરી ન્હા  કાગળો,   કામના  હપ્તા મુજબ  મેં  કરેલા  કામ નું  અને  ખર્ચેલા   પૈસાનું ચુકવણ  પણ  મને  મળેલ  છે  અને  તેનું  આં પ્રમાણપત્ર ,  મારો  કુવો  પૂરો  થયી  ગયો  પછી  તેનું છેલ્લું  બીલ  પણ  પૂરી  ચકાસણી  પછી   મને   સરકારે આપી  દીધું  છે  અને  કુવો  પૂરો  તૈયાર  થયી   ગયો  છે  તેનું  આં પ્રમાણપત્ર પણ  જુવો .પોલીસે  ઝીણવટ થી  બધા  પત્રો  ચકાસી  લીધા  અને  જોયું  કે  કુવો  તો  થયેલો  હોવો  જ  જોઈએ   અને  તો  જ  પરમાનપત્ર  મળે  ને નહીતર  પ્રમાણપત્ર  કેવી રીતે મળે ?  કમસેકમ   કુવો  કાગળ  પર  તો  તૈયાર થયો જ  લાગે  છે  તો  પછી  ખેડૂત   ભલે  ગમાંડીઓ  હોય  પણ  તેની  વાત માં  દમ  લાગે  છે. બધા  ગયા  ખેતર માં  અને  ખેડૂતે  જમીન  બતાવી  કે  આં નંબર  પર  આં જાગે  કુવાની  મંજુરી મળી,  અહી  કુવો  ખોદયની  ચકાસણી  પણ  થયી  ગયી  છે   અહી કુવો  પૂરો  થયાની ચકાસણી  પણ  થયી  ગયી  છે   અને  તેનું  પ્રમાણપત્ર પણ   મળી  ગયું  છે.  હવે   માબાપ  મને  મારો  કુવો  અપાવો.   આં તો  થયી  એક  નાના સરખા  કુવાની  પણ  અહી તો  આખે  આખા  રસ્તા, પુલો નાલા  મકાનો  અરે  એવી  કેટલીયે  ખરીદીઓ  છે  કે  જેનો  ઉલ્લેખ  પણ  કરીએ  તો  ચોપડા   ભરાય   કોની  પાસે  ફરિયાદ  કરાવી   ?  
   માત્ર  એક  વ્યંગ કથા  ગણી ને જ  તેના  ઉપર પૂર્ણ  વિરામ  મુકીશું  કે  આગળ  વિચારીશું ?

ગુણવંત પરીખ 

No comments:

Post a Comment