: અતીતની યાદો :

:   :   અતીતની   યાદો    :   :
             ગુણવંત  પરીખ 

     આં એક  કલ્પનાતીત  હકીકત  છે પણ  નરી  વાસ્તવિકતા  છે  કે  જેનો  અતીત  ભવ્ય  હોય, સુવર્ણ અલંકારોથી  સુશોભિત  હોય  દેદીપ્યમાન હોય ,ચારે  દિશામાં  જેની પૂજા  થતી  હોય  તેની  આજ   નકલી  આભા  ધરાવતી હોય, વાસ્તવિકતામાં  તો  ક્ષિતિજ પર  અંધકાર  જ   જણાતો  હોય   અને  તે  અંધકાર  જ  તેની  આવતી કાલ  કેવી  હશે  તેની  કલ્પના  કરાવી  શકે છે  કેવી  ભયાનક  કલ્પના  છે ? ગૌરવ વંતો  ઈતિહાસ  ધરાવતા  આપના  ભરત  દેશની  આં  હાલત  કેમ છે ? ચમક અને  ધમાકા  પણ  દેખાય  છે  પણ  તે  બધા  નકલી લાગે  છે . વાસ્તવિકતા  ક્યાં ?  આં  એ જ ભારત  દેશ  છે  જ્યાં  મહાત્મા   ગાંધીજી  જેવા   નેતા  રાષ્ટ્ર પિતા નું  બિરુદ  પામ્યા હતા.  મોતીલાલ નેહરુ  જેવા  અતિ  ધનાઢ્ય  માણસે  પોતાનું   સર્વસ્વ  દેશના  ચરણે  ધરી દીધું હતું.  અલાહાબાદ નું  તેમનું  ભવ્ય  નિવાસ સ્થાન  દેશ ના  ચરણે  ધરી  દીધું  હતું. તેમના  લાડકવાયા  પુત્ર ના  કપડા  માટે   એવું  કહેવાય   છે  કે  તે પેરીસ માં  ધોવાતા  હતા  તેવા મોતીલાલે   તન મન  અને  ધન   દેશને  આપી  દીધા હતા.   આવું  ભવ્ય  બલિદાન  આપનારા  માનવંતા  નેતાઓ  આપની  પાસે  હતા. તેમના  ત્યાગ  માટે  કોઈ   બે મત  નથી.  ફક્ત  દેશ  આઝાદ  થવો  જોઈએ તે જ  એક  માત્ર  લગન  હતી. તેમના  સાથી દરો  પણ  તેવાજ  હતા  જેમનો  કોઈ  વ્યક્તિગત  સ્વાર્થ  નહોતો. સરદાર  વલ્લભ ભાઈ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ  ,લોક માન્ય  તિલક, વીર ભગત સિંહ , સુખદેવ , લાલ લાજપત રાય ,  અને આવા  અનેક  નામી  અનામી   દેશ ભક્તો  હતા  આં દેશ  પાસે  જેમની  કોઈ  ગણતરી  નથી  અને  તેમની  પાસે  પણ  કોઈ  સ્વાર્થયુકત  ગણતરી  નોતી . માત્ર એક  દેશ પ્રેમ  અને  દેશ  દાઝ  એ જ  તેમ ની  મૂડી  હતા.   આજે  પણ  કેટલાક એવા  સ્વાતંત્ર્ય  સેનાનીઓ ના  સંતાનો  અને  વારસદારો  જીવિત  છે  જે  તેમની  યાદ  અપાવી  જય  છે અને  ભવ્ય  અતીતની  યાદ ને  તાજી  કરી  જાય છે.  આં તબક્કે  સહેજ  દિશા  પલટો  કરું  તો  તેમાં   અજુગતું  કશું જ નહિ  હોય.  કોઈના  પણ  નામ  નિર્દેશ વગર  પણ  એક  કાલ્પનિક  વાત  રજુ  કરું છું.  . એક  પરગજુ  રાજા ને  કોઈ  સંતાન  નહોતું  અને  તે માટે  તે ખુબ  પ્રયત્ન  કરતો  હતો, અનેક બધા  આખડીઓ  રાખતો  હતો, દેવ  દર્શન  કરે, ય્ત્રાઓ  પણ  કરે  પત્થર  એટલા  દેવ  માનીને  પૂજે , .એક  સંતે તેને  પગ પાળા  માતાજી ના  ધામની  યાત્રા નું  સુચન  કર્યું. તે  મુજબ  તે  પગ પાળા  યાત્રા એ  નીકળ્યો. રસ્તામાં  એક  વાવ પાસે તે  પાણી  પીવા  ઉભો રહ્યો  અને વાવના  પગથીયા  ઉપર  આવ્યો  કે  તરત જ એક  માણસે  આવીને  તેને  કહ્યું  કે  વાવ માંથી  પાણી પીવાનો  પૈસો  આપો  પછી  પાણી પીવાશે.  .રાજાને  આશ્ચર્ય  થયું  કે  પાણી  પીવાના  પૈસા  આં  માણસ  કેમ  માંગે  છે ? મારા  રાજ્યમાં  તો  મેં પાણી ની પરબો  બંધાવી  છે  અને  અહી  પાણી  પીવાના  ય  પૈસા ?  તેને  તે  માણસને એક મહોર  આપી  અને  પૂછ્યું  કે  તમે  પૈસા  કેમ  ઉઘરાવો  છો ?તે માણસે  જવાબ  આપ્યો  કે આં વાવ  મારા  દાદા એ  બંધાવેલી  અમે  આજે  ગરીબ  થયી  ગયા છીએ  માટે  આં પી  પૈસો  ઉઘરાવીને  બે  પૈસા  રળી  લયીએ  છીએ. રાજા  બે પલ  ઉભો  રહી  ગયો  અને  પછી  તેને  નિર્ણય  કર્યો   કે  મારે  યાત્રા  નથી  કરાવી,મારે  સંતાન  નથી  જોઈતું . મારા  સંતાન  પણ  આવા  નહિ  પાકે  તેની શી  ખાતરી? મારો  આં ભવ્ય  વરસો   ભવિષ્યમાં  કોના  હાથ માં  જશે  તે  કોને  ખબર  અને તે  વારસદારો  તેનો  કેવો  ઉપયોગ  કરશે   મારું  નામ  કેવું  વટાવશે  અને  કેવું  વાગોવાશે  તે  મને  કેવીરીતે  ખબર  પડે ? અં  એના  કરતા  તો  હું  અપુત્ર  હોઈ  તે જ  સારું છે.મેં  આજે  જે  પ્રજા ઉપયોગી  કામો  કરેલા  છે  તેની  કિંમત મારા  સંતાનો  ઉઘરાવશે  નહિ  તેની  કોઈ  ખાતરી  ખરી ?અને  રાજા  યાત્રા   કર્યા  સિવાય  પરત  ફર્યો. અતીતની  યાદોનો  લાભ  લેવા  આજના  તેના  વારસદારો  જે  ઉપયોગ  કરે  છે  તેની  વાત  કરવા  જેવી  નથી . મોતીલાલ  નહેરુ ના  ત્યાગને  ભૂલી  શકાય  નહિ અને  તેમના  વારસદારો માટે  કોઈ  ટીકા  કે  આલોચના કરવી યોગ્ય નથી.મોતીલાલનો  ત્યાગ  ભવ્ય  હતો  તેમાં  બે મત નથી.  પણ  તેમના  સિવાય  પણ  અનેક  નામી  અનામી  સ્વાતંત્ર્ય  વીરો  હતા  જેમનો  ત્યાગ  પણ  ભવ્ય  હતો  અને  તેમના  પણ  સંતાનો  હતા  અને  હશે   પણ આં ગણતરીનો  વિષય  નથી.  સવાલ  એ છે  કે  આવું  કેમ  બને  છે ? 
              સંસદના  ૬૦  વર્ષો  નો  ઈતિહાસ  સાક્ષી પૂરે  છે  કે  આં તંત્ર  કેવી રીતે  ધીમે  ધીમે  બગડતું  ગયું.  સ્વાતંત્ર્ય વીરો ની  નિષ્ઠા  માટે  કોઈ  બે મત  નથી  પણ  પછી  સ્વતંત્રતા  પછી નો  જે  સમય  આવ્યો  તે  કામાંન્સીબીઓને  પણ  સાથે  લાવ્યો. જવાહરલાલ  પાસે  ઉંચી  મહત્વાકાંક્ષા ઓ  હતી ,દુનિયાભરમાં  તેમણે  ભારતનું  નામ  રોશન  કરવું  હતું પણ  એકલા  હાથે  તો  આં શક્ય  નહોતું.  તેમનું અંતરંગ  મંડળ  તેમના  જેવું જ  નીશ્ર્થા વન  હોય  તેવી  અપેક્ષાઓ  પણ  વ્યાજબી  નથી  એ  શક્ય જ  નથી  કે  સૌ  તેમના જેવા જ  નિષ્ઠાવાન  હોય.  જવાહરલાલ  મહત્વાકાંક્ષી  હતા, તેમના  મનમાં  ગરીબ જનતા  માટે  લાગણી  હતી, લોકોમાં  પણ  તેમનું  મન  હતું   પણ  વહીવટ માં  તો  દરેક  પરિબળ  આગવું  વર્તન  કરે,આગવું  કામ  કરે  અને  અલગ  અલગ નીતિ  પણ  આવે  અને  ત્યાંથી  ધીમે  ધીમે   પડતી ની  શરૂઆત  થયી. .શિષ્ટાચાર ના  નામે  શરુ  થયેલ  પ્રનાલીકાઓએ  ધીમે ધીમે  ભ્રષ્ટાચાર તરફ  ક્યારે  કદમ  માંડી  દીધા  તેની  કોઈને  ખબર  જ  ના  પડી. જોઇને  અને  જાણીને  પણ  કેટલીક  વખત  આંખ  આડા  કાન  કરવા  પડ્યા છે ,પ્રતાપ સિંહ  કેરોન  અને   ચાના  પ્યાલાઓમાં  ડૂબેલા  રહેતા  તેમના  રક્ષા  મંત્રી   પાસે  તેઓ  કેમ  લાચાર  બની  ગયા  તે  આજે  પણ  નથી  સમજાતું. .રક્ષા મંત્રી માટે  તો  રાષ્ટ્રપતિ એ હસ્તક્ષેપ  કરવો  પડ્યો  હો  અને  આં  દુખ  અને  આઘાત   જવાહરલાલજી   સહન  કરી  શક્ય  નહોતા.,એક બાજુ  ઉંચી નિષ્ઠા,ઉંચી મહત્વાકાંક્ષા ,આજુબાજુ ના  દબાણો  અને  ભયંકર  વાસ્તવિકતા   નો  બોજો  ઉંમર લાયક  માણસ  કેવીરીતે  સહન  કરી  શકે? આંગળીના  વેઢે  ગણી  શકાય  તેવા   જ  ઉદાહરણો   ભ્રષ્ટાચારના   મળી  શકે  અને  તેમાં ય  પુરવાર  થાય  તેવા  તો  ભાગ્યેજ  કોઈ  મળે  અને  તેની  સામે  આજે  આંગળીના  વેઢે  ગણી  શકાય  તેવા   નિષ્ઠા  ના  અને  પ્રમાણિકતા ના  ઉદાહરણો  મળે  અને તેમના  માટે  તો  જીવવું  પણ  હરામ  થયી  જાય  તેવી  આજની  પરીશ્થીતી  છે. નિષ્ઠા  અને  પ્રમાણિકતા  વાળો  માણસ  આજે  તાકી  જ  શકે  નહિ  અને  તેને  ટકવા  માટે  ભારે  સંઘર્ષ  કરવો  પડે. એ.સી.પી. ધોબલે  મુંબઈ  માટે  આવો  જ  એક  જાંબાજ  પોલીસ અધિકારી છે  જેને  કેવી  મુશ્કેલીમાંથી  પસાર  થવું પડે  છે  તે  તો  તે  જ  સારી રીતે  દર્શાવી  શકે.જે રીતે  તે  દરોડા  પડે  છે  અને   જ્યાં  આં દરોડા  પડે  છે  તેના  માલિકો  અને  તેની  સાથે   સંકળાયેલા  અન્ય  મહાનુભાવો  અને  તેમના  દબાણો  ની  વચ્ચે  આં પોલીસ  અધિકારી ને  રહેવાનું  છે. જો  તેમની  પાસે  પણ  આવુજ  મજબુત   કવચ  રક્ષા માટે  ના  હોય  તો  તે  એક પલ  ભર  પણ  ના  તાકી  શકે.  કારણકે   તેમની  બદલી  કરાવવા  માટેના  પરિબળો  પણ  એટલાજ  મજબુત  છે  પણ   સાપ ની  સામે  નોળિયા  ને  મુકવા  પડ્યા છે. પુરાના જમાનાના નેતાઓ  કે  સ્વાતંત્ર્ય  સેનાનીઓને  પણ  માં,બાપ, ભાઈ,બેન,પત્ની,સંતાનો  હતા જ પણ  તેમણે  એવો  ઉડીને આંખે  વળગે  તેવો  પક્ષપાત  નથી  કરેલો. ,ભાઈ,બે,પત્ની કે  સંતાનો  પ્રત્યે  અજુગતી  ભેદભાવની  રેખા  નથી  આંકી.  જયારે  આજે ? લાલુ  કહે  હું  નહિતો  મારી  પત્ની  રબડી  દેવી  શું  ખોટી  છે   ?  તે  કેમ  બિહાર ને  નહિ  ચલાવી  shake ?   બિહારે  તેને  ચલાવવી જ પડી, તો શરદભાઈ  કહે  મારી  પુત્રીમાં શું  ખોટ  છે ? દેશ  ભલે  ખાડા માં  પડે  પણ  મારી  પુત્રી  મહાન  /મુલાયમ કહે  મારો  પુત્ર  અખિલેશ  દમદાર  છે  તે  કેમ મુખ્યમંત્રી  ના  બની  શકે ?  બન્યો  જ  ને   દેશ  જોતો  રહી  ગયો   અરે  એટલુજ  નહિ  તે  જોરે  તેમની  પત્ની  પણ  બિનહરીફ  ચૂંટાઈ  ગયી  અને  સંસદ સભ્ય   પણ  બની  ગયી.  ખુરશી  પ્રાપ્ત  કરવા  સિવાય  કોઈ  સિધ્ધાંત  નહિ.  તેમના જ  ઉત્તર પ્રદેશ માં  સુચેતા બેન  મુખ્યમંત્રી  હતા   અને  તેમના  પતિ  આચાર્ય  કૃપલાની  વિરોધપક્ષના   સંસદ સભ્ય   પણ  હતા  પણ  તેમની  વચ્ચે  કોઈ  કડવાશ  નહોતી. જયારે  આજે ? માત્ર  સોદાનું  જ  રાજ કારણ /અતીત  અને વર્તમાન નો  આં છે  મોટો  તફાવત. કુટુંબ  કહાની  ના  અત્યરે  તો  મોટા  પુસ્તકો  લખાય  તેમ  છે. માત્ર  એક  જ  ક્ષેત્ર  રાજ કારણ  જ  એવું  છે  તેમ  નથી  દરેક  ક્ષેત્ર  માં  આવું  તો  ચાલ્યા  જ  કરે. મહાત્મા  ગાંધીજી   દેશના  મહાન નેતા ,રાષ્ટ્ર  પીડા,  પણ  તેમનો  જ  પુત્ર   હતાશા  અને  નિરાશાની  ગર્તામાં  ધકેલાયી  ગયો  હતો   પણ  બાપુ   માત્ર  લાચારહતા, દેશ પ્રેમ  સામે  તેમણે  પુત્ર  ની  તરફદારી  નહોતી  કરી  અને  હતાશ અને  નિરાશ  પુત્ર   હતાશામાં  જ  રહ્યો  તે  પણ  એક  કમનસીબી  છે. જેનો  અતીત  આટલો  ભવ્ય છે  અને  વર્તમાન   આવો  કથળેલો   છે   તો  તેનું  ભવિષ્ય  કેવું  હશે ?  

ગુણવંત પરીખ 

No comments:

Post a Comment