અતીતની યાદો

 :   :   અતીતની  યાદો  :  :  
                    ગુણવંત  પરીખ 

અતીતની  ભેટ  અણમોલ પણ હોય છે, માર્ગદર્શક પણ હોય છે,દિશાસૂચક પણ હોય છે  પણ કમનસીબે  આં 
મીઠી  યાદે  સુંદર  સપને, ખો બેઠે હૈ હમ  આજ  કહી . ........
સંસાર છે ,તેની ખાતી મીઠી  યાદો  તો  હોય  જ. પણ તે  કેવી અને  કેવા  વળાંકો  લે  છે તે મહત્વનું છે. દરેક  જમાનામાં   મતભેદો  હતા જ અને  રહેવાના  પણ  ખરા પણ તે  મતભેદોની  અસર કેવી અને કેટલી રહે છે તે  જોવાનું  અગત્યનું છે.  આઝાદી પહેલાના  દિવસોમાં  મોટા  ગણાતા માથાઓ વચ્ચે  પણ  તીવ્ર  મતભેદો હતા. ગાંધીજી  અને  સુભાષચંદ્ર  બોઝ  ના  અંતી  લક્ષ્ય  એક જ  હોવા  છતાં  બંનેની  કાર્ય પ્રણાલી  જુદી  હતી  છતાં પણ  બંને  વચ્ચે  કોઈ  કડવાશ  નહોતી. પરસ્પર  કોઈ એ  એક બીજાને  કડી વગોવ્યા નથી.  મતભેદો જાહેર થયા  હોવા છતાં  તેની કોઈ  કડવાશ  કોઈના  વાણી કે  વર્તનમાં  દેખાતી નહોતી.  ધીમે ધીમે  મતભેદોના  ધોરણો  પણ  બદલાતા  ગયા,મતભેદો મોટા  પણ   થતા  ગયા. ગાંધીજી ના  ડાબા  જમણા  હાથ  સમાન  બે  સર્વોચ્ચ મહાનુભાવો : જવાહર  અને  વલ્લભભાઈ  વચ્ચે  પણ  આવુજ  કૈક  હતું . જવાહર  સ્વપ્ન દર્ષી  હતા  જયારે  વલ્લભ ભાઈ  વાસ્તવદર્શી  હતા.જવાહરલાલને  દુનિયામાં  સારા  દેખાવું  હતું  જયારે  વલ્લભભાઈને  ઘર  સંભાળવું હતું. .ઘરના  છોકરો  ઘંટી   ચાટે  અને  ઉપાધ્યાયને આટો    તે  થીયરી  વલ્લભભાઈને મંજુર  નહોતી. તમાચો મારીને  ખોટો ગાલ  લાલ  કરવાની પણ  તેમની  વૃત્તિ  નહોતી.  જરૂર  પડે  એક  ઘ  અને બે  કટકા  કરવાની  તેમની  તૈયારી  હતી  અને  તે  મુજબ  તે  કરતા  પણ  હતા. ખોટી  બાંધ છોડ  તેમણે પસંદ  નહોતી જયારે  જવાહરલાલ  એક  કુશળ  રાજનીતિજ્ઞ  બનવા  માટે   મુત્સદ્દીગીરી  વધારે  દર્શાવતા  હતા જે   વલ્લભભાઈને  પસંદ  નહોતું. છતાં  બંને  મહાનુભાવોએ   તેમનું  ડાબા  જમણા નું સ્થાન  ગાંધીજી પાસે  જાળવી  રાખેલું  પણ  તે બંને  અને  ગન્ન્ધીજી ને  પણ  ચિંતા  તો  હતી  જ  કે  ક્યરે  આં બંને  વચ્ચે  કોઈ  ગરબડ  ના થાય  અને  તે  માટે  તેમણે  નક્કી પણ  કરેલું  કે  હવે  તેમણે  મારે  બંનેને  સાથે  બેસાડવા   અને  સારું  નિરાકરણ  શોધવું.  પણ  ના  જાણ્યું   જાનકીનાથે   સવારે  શું  થવાનું  છે,.........ત્રણે  સાથે  બેસીને  નિરાકણ  લાવે  તે  પહેલા  જ અચાનક  મોત  મહાત્માજીને  ભરખી ગયું. વેદનાગ્રસ્ત  વલ્લભભાઈ  આં આઘાત  સહન  ના  કરી  શકયા. ગાંધીજી ના  ખૂન ની  જવાબદારી  ગૃહમંત્રી  પર  આવી જવાહરલાલ  કુશળ હતા,મુત્સદ્દી હતા    સમય  સાચવી લેતા  અને  અઘ્તને  પચાવી  લેતા  તેમણે  આવડી  ગયું  જયારે  વલ્લભભાઈ  લાગણીપ્રધાન  હતા  તે લાગણીના  પુર માં  વહી  ગયા  અને  છેલ્લે  અલવિદા પણ  કરી  ગયા.  આમ જોવા  જાવ  તો  ભારતને  સધ્ધર  બનાવનારા  બે  હાથો માં થી  એક  હાથ  કપાઈ  ગયો, બીજો  હાથ  એકલો પડી   ગયો  તો  બીજી  બાજુ  બીજા  હાથ  માટે  અન્ય હાથની  દાખલ  પણ  ના  રહી. .પણ  આવાજ  ખુલ્લા  મતભેદ  તે જ  દિવસે  પણ  બહાર  આવ્યા.  વલ્લભભાઈના   મૃત્યુ  સમયે  જવાહરલાલ  નેહરુ  વડાપ્રધાન  હતા  અને  રાજેન્દ્રપ્રસાદ   રાષ્ટ્રપતિ  હતા.  પ્રોટોકોલ  મુજબ  વાલ્લાભ્ભૈનું  સ્થાન  ૩  જા   ક્રમે  આવે  રાષ્ટ્રપતિ  પહેલા  ક્રમે  આવે   અને  પ્રોટોકોલ  મુજબ  રાષ્ટ્રપતિએ  વલ્લભભાઈની  અંતિમયાત્રામાં   જવાની  જરૂર  નહોતી     અને  કદાચ  બીજા  ક્રમે  પહેલા  ક્રમને  તેમનો  સ્થાન  અને  પ્રોટોકોલ  દર્શાવ્યા  પણ   ખરા   પણ  પહેલા  ક્રમે  તે  રાજનીતિજ્ઞ  પ્રોટોકોલ  ના  સ્વીકાર્યો  અને   સાથી  અને  મિત્ર  ધર્મ  નિભાવ્યો  અને  મને  કમને  પણ  બીજા  સ્થાને  પણ  તેમણે  અનુસરવું  પડ્યું. . પણ છતાં  પણ  તે  તબક્કે  એવી   કોઈ  કડવાશ  તો   વર્તાઈ  નહોતીજ  કે  જે  અવળી  અસર  કરે. પણ  સમય   જતા  ધીમે  ધીમે  મતભેદો    સપાટી  પર  આવવા  લાગ્યા.ભારતીય  રાજકારણીઓનો  પાયાનો  સિધ્ધાંત   સમાજવાદ  તરફ  ઢળેલો   હતો  જ .  જવાહરલાલ નેહરુ,રામ મનોહર લોહિયા,અશોક  મેહતા ,મધુ લીમયે,  અને  બીજા  અનેક  સમાજવાદી  નેતાઓ  સમાજવાદ  માટે   મારી  ફીટવા  તૈયાર  હતા તો  બીજી  બાજુ   જનસંઘ  જેવા  પરિબળો  માટે  હિન્દુત્વ  મોટું  હતું  અને  કોંગ્રેસ  માટે  બીન્સંપ્રદયીકતા   મહાન  હતી અને   તે બંનેના  મનમાં   દેશ  માટે કૈક  કરી  છુટવાની  તમન્ના  હિવા છતાં  ય  પદ્ધતિ  અલગ  હતી  .કોંગ્રેસ  બીન્સંપ્રદયીકતા ના   નામે   લઘુમતીને  વધારે  મહત્વ  આપતી  હતી  અને  જનસંઘને  તે પસંદ  નહિ. શ્યામાપ્રસાદ  મુખર્જી  અને  જવાહરલાલ ને  બનતું  નહોતું તેમ છતાં  પણ  જનસંઘના   એક   બાળક  સમાન  અટલ બિહારી બાજપાયી ની  વક છટાથી  તો  જવાહરલાલ  નેહરુ  પણ  ખુબ  પ્રભાવિત  રહેતા  હતા  અને  તે  સમયે  પણ  ભવિષ્ય વેત્તાઓ   કહેતા  હતા  કે  આં બાળકમાં   પ્રધાન મંત્રી બનવાના  ગુણ છે.  .ભલે  જવાહરલાલ  અને  અટલ બિહારી  પરસ્પર  વિરોધ  પક્ધના  હતા  પણ  વ્યક્તિગત  રીતે  બંને પરસ્પર  એકબીજાને  આદર  આપતા  હતા કોઈ  કડવાશ  વગર. જયારે  આજે  આદર  તો  બાજુ  પર  રહ્યો  પણ  કડવાશ   એટલી બધી  વ્યાપી  ગયી  છે  કે   પોતાના  હરીફ ને કોઈ  રાજકારણી  જીરવી  નથી  શકતા.  જાનેકે  હિન્દુસ્થાન  તે  કોઈના  બાપની  જાગીર  હોય ?
                અરે  વિરોધ  પક્ષની  ક્યાં  વાત  કરાવી  :  પોતાના  જ  પક્ષની  જ  કોઈ  પ્રતિભા  સંપન્ન  વ્યક્તિ ને  પક્ષના જ  માણસો  જીરવી  શકતા  નથી.  તેજો દ્વેશીતા   એટલી  હદ  સુધી  વકરેલી  છે કે  પોતાનો  વિરોધ  કરનાર  પછી  ભલે  તે  પોતાના  જ  પક્ષનો  કેમ  નથી  પણ  તેને પડી  દેવાની  જ  ચલ બાજી  રમાય  છે,અંદરોઅંદરની  યાદવાસ્થળી  એટલી  મજબુત છે  કે  કોઈ  તેની  કલ્પના  પણ  કરી  શકે  નહિ.   આં એજ  ભરત  દેશ  છે  કે  જ્યાં   ચાણક્ય  જેવા  ધુરંધર   મુત્સદ્દી  પાકેલા, તેમની  નિષ્ઠા  અનોખી  હતી, એક  રાત્રીના  સમયે  એક  વિદેશી  મહેમાન  તેમણે  મળવા  આવ્યા હતા  અને  તે  સરકરી કામ માં  વ્યસ્ત  હતા   મહેમાન  રહ જોતા બેસી  રહ્યા  હતા . સરકારી  કામ  પૂર્ણ  થતા  ચાણક્ય એ  સરકારી  બત્તી  બુઝાવી  દીધી  અને  પોતાની  બત્તી    જલાવી  તે  જોઇને  મહેમાને  સૌથી  પહેલો  પ્રશ્ન   ચાનાક્યાને  કર્યો  કે  આપે  આં  બત્તી  કેમ  બુઝાવી  અને  બીજી  બત્તી  કેમ  જલાવી ?  ચાણક્ય એ  જણાવેલ  કે   તે પહેલા  સરકારી  એટલેકે  રાજ્યનું  કામ  કરતા  હતા   એટલે  રાજ્યની  બત્તી  રાખી  હતી  હવે  આપ  તો મારા  અંગત  મહેમાન  છો  તેથી  મારી  અંગત  બત્તી  જલાવી. મહેમાન  પ્રભાવિત  થયી  ગયા.  અને  આજે ?  
       દુનીયાકી  સેર  કર લો,
       એરાઉંડ  ધી  વર્લ્ડ  ઇન  ફાઈવ યર્સ 
             આવા  પાંચ  વર્ષ  મળશે  કે  નહિ  મળે કોને  જોયા  બીજા  પાંચ  વર્ષ.  આં પાંચ  વર્ધની  મર્યાદા  દરેક  ચુ ટા યેલા   સભ્યને  લાગુ  પડે  છે, પછી  ભલે  તે   ધારાસભ્ય હોય, લોકસભાના  સભ્ય  હોય,રાજસભાના  સભ્ય  હોય, રાજ્યપાલ  હોય ,રાષ્ટ્રપતિ  હોય  કે  અન્ય  કોઈ  સરકારી  ધોરણે  નિયુક્તિ  પામેલા   કોઈ  પણ  હોય  પણ  તે  દરેક  મળ્યું  છે  કે  મળશે  માનીને  લુટાય  તેટલું  લુતાવામાં  અને  લેવાય  તેટલો  લાભ  લેવામાં  કીજ  બાકી  નથી  રાખતા  નિવૃત્તિના  આરે  ઉભેલા   દેશના  સર્વોચ્ચ  પદ ના  મહાનુભાવ  માટે  જે  અહેવાલો  પ્રસિદ્ધ થાય છે  તે  દયા  ઉપજાવે  તેવા  છે . આમાં  વ્યક્તિનું  ગૌરવ  હણાય છે  કે  હોદ્દાનું  ગૌરવ  હણાય છે  તે  જેને  જેમ નક્કી  કરવું  હોય  તેમ  કરે  પણ  ગૌરવ  તો  દેશનું  પણ  હણાય  છે. ક્યાં  ચાણક્ય   અને  ક્યાં  આજના  આં મહાન  નેતાગણો ? રાજ્નીતીગ્નોની  વિદેશ યાત્રાના  જે   આકડાઓ  પ્રકાશિત  થાય  છે  તે  દર્શવે  છે  કે  તેમણે  દેશનું  હિત  નહિ  પણ  પોતાનું  જ  હિત  દેખાય  છે.  અને  તેમણે  જોઇને  તેમના  સનદી  અધિકારીઓ   પણ  તેમન જ  પગલે  ચાલે છે.  જો  સનદી  અધિકારીઓ  તે  રીતે  ચાલે  તો  તાબાના  અધિકારીઓ નો  શો  ગુનો ?   મહા જનો  ગતા  એ  પંથા , તમ મેં  કરીશ્યમી ...........મોટા  કરે  તેમન પગલે હું  પણ  ચાલીશ  .....પ્રજાના  કોઈ  સામાન્ય  નાગરિક ને  પૂછશો  તો  તે  પણ  કહેશે  કે  મંત્રી  ને  કે  સરકારી  અધિકારીને  મળવા  જવું  હોય  તો  જેમ  શિવજી  ની  પૂજા  કરતા  પહેલા  પોઠીયાની પૂજા  ફરજીયાત  કરાવી  જ પડે, પહેલો  ભોગ  પોઠીયાને  ધરાવો  પછી જ  શિવાજી  પાસે  જવાની  પરવાનગી  મળે પટાવાળાને  જો  સંતોષ  ના   આપો  તો  સાહેબ ને  મળી  ના શકાય. મંત્રીશ્રીને   મળવા  માટે  સૌથી  પહેલા   તેમના  અંગત  મદદનીશ ને  જ  મળવું  પડે  અરે  ટેલીફોન  પર  વાત  કરતા  પહેલા  પણ  તમારે   તમારી  વાત નો  વિષય  ઓપરેટરને   પહેલા  જણાવવો  જ પડે  પછી  લાઈન મળી શકે સાહેબ સાથે, સાહેબ   નથી , સાહેબ  કામમાં  વ્યસ્ત  છે, સાહેબ  મીટીંગમાં   છે, સાહેબ  ટુર માં  છે  , પી.એ. કલ્ચર  પણ  મો બ ઈ લ  કલ્ચર  જેવું  સોહામણું  છે. વલ્લભભાઈને  મળવા  માટે  કડી  એપોઇન્ટ મેન્ટ ની  જરૂર  નહોતી  પડતી.   વહીવટ માં  આવ્યા  તે  પહેલા  તો  કડી  નહિ .  વહીવટની  એક  મર્યાદા  છે  અને  તે  સ્વીકારવી  પણ  પડે  પણ  તેનો  જે  અતિરેક  થાય  છે  તે   ગળે  ઉતરતો  નથી  અને  અને  એટલેજ  કદાચ અમલદારશાહી  ને   તુમારશાહી માં  જવાનું  પરિવર્તન  મળી  ગયું  છે.  વાત  કોઈ   સંભળાતું  નથી, વ્યક્તિને  મળી  શકાતું  નથી,  કાગળ  અને  અરજીઓ  ક્યાં  ગુમ  થયી  જય  છે  તે  સમજાતું  નથી   તો  પછી  રડવું   તો  ક્યાં  જયીને  રડવું  ?   એક  રાજા શાહી  હતી  ત્યારે  એક  રાજા  ને  માળો  તેની  સાથે  વાત  કરો  અથવા  તેને  ફરિયાદ  પહોચાડો  તો  નિરાકણ  થતું  હતું  આજે  તો  રાજા ઓ  કેટલા  બધા  ? કોની  પાસે  ફરિયાદ  કરાવી ? અતીત  અને  વર્તમાન નો  આં છે  મોટો  તફાવત  ///
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment