: : ગુરૂ વંદના : :
गुरु ब्रह्मा ,गुरु विष्णु, गुरु देवो महेश्वर /
गुरु साक्षात् पर ब्रह्म, तस्मै श्री गुरवे नमः //
જે રીતે કોઈ પણ સ્ત્રી , જે માતાનો મોભો ધરાવતી હોય અને તે મોભા પર હોય તો તે સદા વંદનીય છે ,પછી ભલે તે ગમે તેવી હોય, રૂપાળી,કદરૂપી,જ્ઞાની,અજ્ઞાની, અરે બદનામ અને ચારિત્ર્યહીન પણ કેમ નથી પણ જો મન મોભા માં હોય તો તે સદા સર્વદા વંદનીય જ છે અને રહેશે .
તેવીજ રીતે આટલું સન્માન એક માત્ર ગુરૂ ને મળે છે..કોઈ પણ વ્યક્તિ જો ગુરુના સ્થાને હોય તો મતે પણ સદાને માટે વંદનીય છે. તેમની વય, જાતી,જ્ઞાન, અજ્ઞાન, લાયકાત ,પક્ષપાત કે પૂર્વગ્રહ તે તમામથી પર રહીને પણ ગુરૂ હર હંમેશ ને માટે આદરને પાત્ર અને સન્માનનીય જ રહે છે.
गुणानु सर्वत्र पूज्यन्ते, न च वय, न च लिंगम ......
શાસ્ત્ર એ પણ કેટલાક એકમાર્ગી વ્યવહારોમાં અપવાદો મુકેલા છે જેમાં ગુરૂ ને એક વિશેષાધિકાર મળે છે. પુત્રી માટે પિયેર અને શિષ્ય માટે ગુરૂ ગૃહ બે ગૃહો એવા છે કે ત્યાં તેમણે આમંત્રણ મળે કે ના મળે પણ તમે ત્યાં જવા માટે મુક્ત છો. પિયેર માં પુત્રીનું સન્માન થાય કે ના થાય પણ પુત્રી પિયેર વગર અમાન્ત્રને પણ જયી શકે છે અને તે જ રીતે ગુરૂ શિષ્યને બોલાવે કે ના બોલાવે, ગુરુને શિષ્ય માટે પ્રેમ હોય કે ના હોય, અરે ગુરૂ શિષ્યની અવગણના પણ કેમ ના કરતા હોય પણ શિષ્ય માટે ગુરુનું સ્થાન હરહંમેશ માટે વંદનીય જ રહે છે અને રહેશે તે ગુરૂ કુલ ની પ્રણાલિકા છે. ગુરૂ પોતાના એક શિષ્ય પ્રત્યેના પ્રેમ ને કારણે બીજા શિષ્યની કદાચ ઉપેક્ષા કરે તો પણ ઉપેક્ષિત શિષ્ય માટે પણ ગુરૂ નું સ્થાન તો વંદનીય જ રહે છે : ધાહે ગુરુજી તે સ્વીકારે યા ના સ્વીકારે : ગુરૂ નો મોભો જ વંદનીય અને પૂજનીય છે અને ગુરુકુળ ની પ્રણાલિકા જીવંત હશે ત્યાં સુધી ગુરૂ વંદનીય જ રહેશે.
આજના ગુરૂ પૂર્ણિમા ના પવિત્ર દિવસે ગુરુકુળની પ્રણાલિકા મુજબ સૌ ગુરૂ જનોને મારા પ્રણામ પાઠવું છું અને તેમના આશીર્વચન આપી ઉપકૃત કરે તેવી અપેક્ષા રાખું છું. મેં મારા બાળપણ થી માંડીને આજ સુધી ના તમામ ગુરૂ જનો અને સાથે સાથે મારા સંતાનોના પણ તમામ શિક્ષકોને પણ મારા ગુરૂ જેટલું જ સન્માન આપ્યું છે અને તે સૌને પણ આજના પવિત્ર દિવસે યાદ કરીને પ્રણામ પાઠવું છું . . તે સિવાય પણ તમામ નામી અનામી ગુરુના મોભાને અનુરૂપ સર્વેને મારા પ્રણામ પાઠવું છું
આદર અને સન્માન સહીત
ગુણવંત પરીખ ના વંદન
No comments:
Post a Comment