: : અતીતની યાદો : ;
ગુણવંત પરીખ ૭-૭-૧૨
લોભ લાલચ, ઈર્ષા,અદેખાઈ,વેદના, સંવેદના, લાગણી,તિરસ્કાર, વિ.વિ. એ માનવીના સ્વભાવગત પરિબળો છે. કોઈ તેનાથી પર નથી તેની માત્રામાં જ માત્ર ફેરફાર હોઈ શકે. -પછી તે આજનો જમાનો હોય કે આડી કાલ નો જમાનો પણ સ્વભાવગત લક્ષણો તો વરતાયા વગર રહે જ નહિ. . આડી કાલ માં પણ એક જ બાપ ના સંતાનો- દેવો અને દાનવો બંને કશ્યપ મુની ના બાળકો દેવો અદિતિના પુત્રો હતા અને દાનવો દિતિના પુત્રો હતા પણ બંને વચ્ચે બારમો ચંદ્રમાં હતો. ક્યાં બાપ ને તે ગમે કે તેના સંતાનો વચ્ચે આવું ઉભા રહે બને નહિ તેવું વેર હોય ? પણ મુનિની લાચારી હતી તે કશું જ કરી શક્ય નહિ અને આજ પણ દેવો અને દાનવો પરસ્પર એક બીજાના વિરોધી જ ગણાય. આદિકાળ સુધી જવાની પણ જરૂર નથી દ્વાપર સુધી નજર દોડાવો અને જીવતું જાગતું અને જાણીતું ઉદાહરણ છે કૌરવ અને પાંડવ નું જેમની વચ્ચેના વેરે તે તો મહાભારત સર્જ્યું અને જે વિનાશ થયો તે અધર્મીઓના વિનાશ તરીકે જાણીતો છે. પણ તેમ છતાં પણ તે વખતના વેર ઝેર માં પણ એક આમન્યા હતી અને તે નિયમ બદ્ધ પણ હતી. યુધ્ધના પણ નિયમો હતા. પણ તેમાં પણ કૈક ગરબડ તો જણાઈ જ છે. પણ તે અપવાદ સ્વરૂપે હતી. જયારે આજે અપવાદ રૂપે કૈક સારું દેખાય છે અને ગરબદોનો રાફડો છે.
આપણા ૨૦ મી ૨૧ મી સદીની વાત કરીએ તો સ્વતંત્ર ભરત ને જ પહેલા જોઈએ. પરસ્પર અનબનાવ અને તેજોદ્વેશીતા તો હોય જ પણ તેની માત્ર એટલી બધી નહોતી કે માણસની સૌજન્યતા ભુલુઈ જય. એકબીજાના વિરોધી સભ્યો પણ સામા મળે તો વિવેક ચુકતા નહોતા. કદુય મકરાણી જેવા બહાર્વાતીયામાં પણ આવી સૌજન્યતા હતી જયારે આજે તો વિરોધ પક્ષ એટલે બાપે માર્યા વેર હોય તેવો જન્મ જાત દુશ્મન ગણાય છે ક્યારે અને કેવીરીતે તેને ખતમ કરવો તે જ માત્ર એક ધ્યેય. વ્યક્તિગત લાયકાત ના ધોરણો પણ એટલા નીચા છે કે તેની કલ્પના પણ ના થયી શકે. દેશ ને બાજુ પર રાખીએ ગુજરાત ની જ વાત કરીએ. .આજે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે. ૧૦ વર્ષ કરતા પણ વધારે સમય થી તે ગુજરાતના નાથના પદ પર છે તેનાથી તેમના પલ્લામાં અને વિરોધમાં પણ ઘણા માણસો છે. પણ જયારે આપણને એમ લાગે કે કાલ સુધી અં અહિયાં હતા અને આજે દુર કેમ ? એક જ પક્ષના સભ્યો પણ એક ટેકો આપે અને એક જોરદાર વિરોધ કરે આવું કેમ ? કારણ તો એવું બતાવવામાં આવે છે કે લોકશાહી માં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય એ મૂળભૂત અધિકાર છે અને તેની ના પણ ના પડી શકાય પણ આં અધિકાર ભોગવાય છે કેવી રીતે ? માત્ર બદલો લેવાની વૃત્તિથી ,કે કૈક પડાવી લેવાની વૃત્તિથી જેકદમ સ્વાર્થ વૃત્તિથી આં થાય છે. કેશુભાઈ પટેલ ભાજપના એક વરિષ્ટ નેતા પક્ષના મોભી ગણાય પક્ષે જ તેમણે મુખ્યમંત્રી પણ બનાવેલા અને મુખ્યમંત્રી તરીકે સારીરીતે રહી પણ ચુકેલી વ્યક્તિ આજે હયાત મુખ્ય મંત્રીની સામે પડેલ છે. તેની પાછળના કારણો હોઈ શકે છે પણ તે લોકશાહી ને સ્વીકાર્ય હોય તેમ જણાતું નથી. તેમના હાલ ના સાથી ઝડફિયા એક વખત નરેન્દ્રભાઈના મંત્રી મંડળમાં રહી ચુકેલા છે. માત્ર ખુરસી લક્ષી જ કારણ પહેલી નજરે વિરોધનું કારણ છે. ગુમ થયેલા બાળકો માટે નો ઉહાપોહ મોટો છે તેની ના નહિ-સળગતો પ્રશ્ન છે તેની પણ ના નહિ પણ તે મુદ્દાને નજરમાં રાખીને એમ કહેવામાં આવે કે મુખ્યમંત્રી એ રાજીનામું આપવું જોઈએ તો તે કેટલું ઉચિત ગણાશે ? શું મુખ્યમંત્રીના રાજીનામાથી ગુમ થયેલા બાળકો મળી જશે ? જો એવી ખાતરી હોય તો મુખ્યમંત્રીએ અવશ્ય રાજીનામું આપવું જોઈએ. એવું તો શક્ય નથી કે મુખ્ય મંત્રી દીવો લયીને તે બાળકોને શોધવા જવાના છે ? આં કામગીરી તો વહીવટી તંત્ર એ જ સાંભળવાની છે.મુખ્યમંત્રી ગમે તે હોય, નરેન્દ્રભાઈ હોય,કેશુભાઈ હૈ, ઝડફિયા હોય,અર્જુનભાઈ હોય કે શક્તિ શિહ હોય આમાંથી કોઈ પોતે તો દીવો હાથમાં લયીને શોધવા જવાના નથી જ . આં કામગીરી તો વહીવટી તંત્ર પાસે જ રહેવાની છે અને વહીવટી અધિકારી,પોલીસ કે અન્ય જાસુસી સેવા જ મદદ કરશે અને આવા ખરાબ કામ કરનાર માટે સજા પણ મુખ્યમંત્રી નહિ પણ કાયદો અને વ્યવસ્થા તંત્ર જ આપશે . લોકશાહીની આં પ્રણાલી છે. આપને બર્બર રાજ્ય માં નથી કે ગમે તેને ગમે તેવી સજા આપી શકીએ.. પરંતુ અતીતમાં આના માટે જોગવાઈઓ સારી હતી અને વ્યવહારુ હતી. આજે અસામાજિક તત્વોને કેટલોક છૂટો દોર મળેલો છે તેની પાછળ પણ તેમનું રક્ષણ કરનાર કોઈક વર્ગ મજબુતપણે ઉભો છે અને આં વર્ગ કોણ છે? કયો વર્ગ છે? બધા જાણે છે કે બધા પક્ષો પાસે આવો મદદગારી વર્ગ છે અને તે બધા પક્ષો તેવા વર્ગને પોષે પણ છે. જેની છાપ ખરાબ હોય તેવી વ્યક્તિ ધરાગૃહમાં જયી શકાતી નહોતી જયારે આજે જેની છાપ સરીહોય,જે નિષ્ઠાવાન હોય,પ્રમાણિક હોય તેવી વ્યક્તિ માટે સ્થાન નથી તેને બદલે જેની પાસે ઢગલો પૈસા , બાવડા માં બળ હોય, ગુંડા તત્વોને હથેળીમાં રાખવાની તાકાત હોય તેમના માટે ધરાગૃહાના દ્વાર રીમોટ ની માફક ખુલી જય ,તેમણે તો સામેથી આમંત્રણ પણ મળે અરે એવા પણ ઉદાહનો છે કે જે લોકો જેલમાં હતા તેમણે જેલ ખાતાના પ્રધાન બનાવાયા છે. આં છે આજની લોકશાહીની બલિહારી. જો હું મુખ્યમંત્રી હોઉં અને મને એમ કહેવામાં આવે કે ગુમ થયેલા બાળકો ને શોધી આપો અથવા રાજીનામું આપો તો હું તેમણે કહું કે અં કામ આપ કરો , આપ કહો તે અને આપને નક્કી કરીએ તે સમયગાળા માં તમે ગુમ થયેલા બાળકો ને શોધી આપો અને તે સમય પુરતા રાજ્યના ગૃહમંત્રી ને મળતા તમામ અધિકારો તમને પણ આપવામાં આવશે .જાવ અને ગુમ થયેલા બાળકોને શીધી કાઢો. આં પ્રકારના સ્ટંટ હવે બંધ થાય તો સારી વાત છે. બાળકો ગુમ થાય તે સારી વાત નથી, પોલીસ તપાસ કરેજ છે, મંત્રી કે મુખ્યમંત્રી નો સવાલ નથી સવાલ વહીવટ જાળવવાનો છે,બાળકોની સલામતીનો છે,તેમના માબાપની લાગણી નો છે તેને બદલે આં લાગણીનો ઉપયોગ રાજકીય રીતે થાય છે. લાલ બહાદુર શાસ્ત્રી એ અર્નાકુલમ
ના અકસ્માત વખતે રાજીનામું આપી દીધું હતું. શાસ્ત્રીની કોઈ ભૂલ નહોતી, તે ગાડી ચલાવતા નહોતા, સિગ્નલ પણ તે આપતા નહોતા કે આપવા ગયા નહોતા, તે તો દિલ્હી માં હતા પણ નૈતિક રીતે તેમણે જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપેલું. તેમના રાજીનામાં પછી શું રેલ્વેમાં અકસ્માતો નથી થયા? ધાગલાબંધી અકસ્માતો થયા છે . પાંચ નિમાયા, તપાસ થયી અને વાત ખોરંભે પડી ગયી તે આજની વાત છે અને અતીત આજે યાદ દેવડાવે છે શાસ્ત્રીજી ની યાદ.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment