:  :  અતીત ની  યાદો  :  :( ગુણવંત પરીખ  ) ૬-૮-12
 આજે રાજ્ય  અને  રાષ્ટ્ર  માથે  દુષ્કાળ  નું  સંકટ  છવાયેલું   છે. રાજકીય  પરિસ્થિતિ  પણ  ડામાડોળ  છે, કાળઝાળ  મોઘવારીમાં  પ્રજા પીસી  રહેલી  છે એક  પછી  એક  કૌભાંડો  બહાર  પડી   રહેલ  છે, ભ્રષ્ટાચારના   નામે  બુમા  બુમ  ચાલે છે, અન્નાજી  જેવા  નેક  ગણાતા  માનવી ની  પણ  હાલત  કફોડી  થયો  ગયી  છે, તે  પણ  બુમો  ભ્રષ્ટાચારની  પડે છે  પણ  ઘેરાયેલા  તો   તેવા જ  તત્વો થી  છે,  કહેવાય છે  કે  જેને  ભ્રષ્ટાચાર  કરવાની તક  નથી  મળી  તે  જ  ભ્રષ્ટાચારની  બુમો  વધારે  પડે છે કારણકે  કદાચ  તેમણે  એક  વાર  તક  લેવી  છે  કોઈ ને  પ્રજા ની  પડી  નથી માત્ર  પોતાના  અહં  અને  આગવી  પ્રતિભા  પાછળ  જ  સૌ  પાગલ  છે.  કળા  નાનાની  વાતો  કરે  છે,સ્વીસ બેંક ની વાતો કરે છે  પણ  ઘર  આંગણે  ઢગલો   ધન   છુપાયેલું  છે  તેનું  શું ?  કોણ, કોને  ક્યાં  શોધશે ? સારો  વિકલ્પ  શોધવાના  એક માત્ર  આશયથી  ગુજરાત ના  ભૂતપૂર્વ   મુખ્યમંત્રી ને  લખેલ પત્રની નકલ આ  સાથે  છે. જો કોઈ  સારો  વિકલ્પ  મળે  તો  સારું. 
સ્નેહિશ્રી  બાપુ, 
      આપની  કુશળતા  ઈચ્છું  છું.  આગામી  દિવસો  અગ્નિ  પરીક્ષા  સમાન  છે ;: પ્રજા  માટે પણ  અને  પ્રજા પલક  માટે   પણ . રાજકીય  મહોદયો  માટે  પણ  અને  નીતિના  ઘડ વૈયાઓ  માટે  પણ , સાથે  સાથે  રાજ્યના  કર્મચારીઓ  માટે  પણ  આવનારા  દિવસો  અગ્નિ પરીક્ષા  સમાન  રહેવાના  છે.  માથા  ઉપર  એક  બાજુ  દુષ્કાળ  ઝળુંબી  રહ્યો   છે  અને  બીજી  બાજુ  ચુ ટની ના  પડઘમ  વાગી  રહેલ  છે, .ત્રીજી   એક  બાજુ  એવી  પણ  છે  કે જ્યાં  અસંતોષી  જીવો  ભેગા મળીને ઉહાપોહ  મચાવી  રહ્યા છે. કોની  નજર  ક્યાં  છે તે  કહેવાની  જરૂર  નથી . દરેકની  નજર  હીરાના  હર  સમાન  મુખ્ય મંત્રી ની  ખુરશી પર  જડાયેલી  તો  છે જ  પણ  એવું  તો  કહેવાય  નહિ  કે  અમારે  મુખ્યમત્રી  બનવું  છે /  દરેક  એમ  કહે  છે  કે  અમે  પ્રજા  ધર્મ  નિભાવવા માંગીએ  છીએ. ,અમે  ગુજરાતની  ૫  કરોડ ની  જનતા નું  હિત  ઈચ્છીએ  છીએ , કેવું  હિત  તે  તો તે  જાણે ?/
           આડેધડ  થતા  નિવેદનો, આક્ષેપો, પ્રતિઆક્ષેપો, રદિયો, બ્લોગ  ઉપરના  લખાણો, તેમાં  રહેલી  ભ્રામ કાતાઓ, તેમાંથી  વ્યક્ત  થતી  નિરાશા   આં  બધું  શું  દર્શાવે  છે ? છેલ્લે  અડવાની જી એ  તેમના  બ્લોગ  ઉપર  એક  ઘોર  નિરાશાનો  સુર  છેડ્યો  છે.  રાષ્ટ્રના  બે  મુખ્ય  પક્ષો ની હાલત  તે  દર્શાવી  શકે  છે   પણ  ઉપાય  કરવો  નથી.   પરતાન્ત્રતાના  છેલ્લા  દિવસોમાં   જેમ  સ્થાનિક  સ્વરાજની   સત્તાઓ  હતી   તેમાં  વિવિધ  વળાંક  ધરાવતા  પક્ષો  ઓપણ   એક  નેજા  નીછે  કામ  કરતા   હતા .વ્યક્તિગત  સિદ્ધાંતો  જુદા  હોવા  છતાં  પણ   વહીવટ  એક  નેજા  નીચે થતો  હતો .  માનો  કે  કોંગ્રેસ  અને  ભાજપ  વચ્ચે  વૈચારિક ભેદ  હોઈ  શકે  પણ   બે  બિલાડી ની  લડાઈમાં  ત્રીજી  બિલાડીઓ  અને  વાનરો   લાભ  લઇ  જય  અને  તમે   જોતા  રહો ? વિચારો, મનમોહ ન  સિંગ જી  જેવા  કાબેલ  અર્થ શાસ્ત્રી, નિષ્પાપ, પ્રમાણિક, અને  કાબેલ  વહીવટ કરતા  પણ  તીન દેવીઓના   દબાણમાં   રહી ને  જીવી  રહ્યા  હતા  તેનો  લાભ   કોને  કોને   લીધો  તે  દર્શાવવાની  જરૂર  લાગે  છે  ખરી ? કરુનાદીધી ની  દીકરી  કાબેલ  છે  તો  શરદભાઈ  કહે  મારી  દીકરી  ઓછી   છે? જોડાણ  ટકાવી  રાખવા  માટે  શરદભાઈની   દાદાગીરી  સહન  કરાવી  પડે, અને  દેવીઓને  ભોગ  પણ  ચડાવવા પડે  અને  છતાં  પરિણામ  શું ?  લટકતી  તલવાર  તો  ઉભીજ . તેના  બદલે  તમે  બે  ભેગા  થઈને   રાજનીતિ  ફ્ઘડીને રાજ  કરો   તો  ત્રીજા  કોઈની  કોઈ  તાકાત  રહેવાનીજ  નથી. દેવીઓ  અને  રજાઓ  બધા  ખૂણા માં  ધકેલાઈજશે  .તમારા  બંનેના  મતો ની  સંખ્યા   બહુમતી  કરતા  ઘણી  વધારે  થશે .ખોટી  અને  દંભી  સાંપ્રદાયિકતા  ની અને  બિન સાંપ્રદાયિકતાની  વાતો  વચ્ચે  સુમેળ  કરીને  વચલો  રસ્તો  વિચારો. ,સિધ્ધાંત ની  દંભી  વાતો  બાજુ પર  મુકો. કોને  કોને  શું  જોઈએ  છે  તેનો  વિચાર  કરીને  વ્યવસ્થિત રીતે  વહેચી ને સત્તા ભોગાવો  અને  શાંતિ  જળવાય તેવું  રામરાજ્ય  સ્થાપો. મોરારજીભાઈએ  પહેલી   વખતે જ  જો  જગ જીવન રામજીને  નાયબ વડાપ્રધાન નું  પદ  આપી  દીધું  હોત  તો  તે  વાળા પ્રધાન  નિશ્ચિત પણે  હતા   પણ  હું  સિધ્ધાંત માં  બાંધછોડ  ના  કરું  અને  તે  જ  મોરારજીભાઈ એ  તે જ જગજીવન રામ જી ને  તે જ  પદ  આપ્યું  માનો  કે  સોદો  કરવો  પડ્યો......
સર્વ નાશે , સમુત્પનને , અર્ધામ, ત્યજતિ પંડિત ...
       માત્ર  ગુજરાત ની  જ  નહિ  રાષ્ટ્રની  પણ  રાજકીય  હાલત  પ્રવાહી  છે. કોંગ્રેસ ને સાથી પક્ષોની  જરૂર  છે, ભાજપ  પણ સાથી  પક્ષો  શોધે  છે  અને    તેમાં  પ્રાદેશિક  પક્ષો  તેમણે  શીશામાં  ઉતારી  જય  છે. .દરેક ને   ખુરશી  તો  જોઈએ  જ  છે. તો  પછી  ખુરસીને  જ  નજરમાં  રાખીને  વહેચણી  કરી  લેવી જરુરુ નથી લગતી ?  ગુજરાત ની  વાત  કરીએ  તો    આં બીજી  વખત  એવું  બને  છે  કે   અસંતોષી  જીવો  ભેગા  થઈને  તેમની ઉપેક્ષા  થાય  છે  તે  નારા   નીચે  ખુરસી  ઉથલાવવાનું  કામ  કરે છે  ભૂત કાલ માં  થયું  છે  અને  તેનું પરિણામ  આપ  જાણો  છો.  આજે  પણ એક જ  છત્ર નીચે ઉછરેલા,  એક જ  જગા એ થી  શિસ્ત           સાથે  મક્કમતા  અને  સંયમ ના   પાઠ  ભણેલા   શિષ્યો  પરસ્પર  એક બીજા ની  સામે  જ  બાહઓ  ચડાવી ને  ઉભા છે.  કેશુભાઈ  વડીલ  છે, બુઝુર્ગ  છે,અનુભવી પણ છે પણ  માત્ર  ખુરસી ને  જ  નજરમાં  રાખીને કે  પોતાની  ઉપેક્ષા  થયી  છે   માટે  બીજા  ઉપેક્ષિત  તત્વોને  ભેગા  કરીને  રાજ્યાસન  ડામાડોળ  કરવું  તે  તો  સારું  નથી  જ. માણી  લો  કે  નરેન્દ્ર ભાઈને  પ્રસાર  અને  પ્રચાર નો  મોહ  છે, પણ  માત્ર  દેશ માં  જ  નહિ  છેલ્લી  તેમની  જાપાન  યાત્રાએ  એ  પણ  સાબિત  કરી  આપ્યું  કે  વિદેશ માં  પણ  તેમનું  વજન તો  છેજ.  તેનો  સારો  ઉપયોગ કરવો  જોઈએ. યાદ  કરો  એ  ભૂતકાળ  જયારે, જવાહરલાલજી ને   વિદેશની  વાહ વાહ  વધારે  ગમતી  હતી  અને  સરદારને   રાષ્ટ્રની  એકતાની   ચિંતા  હતી,  ભલે  બંને  વચ્ચે  વૈચારિક   મતભેદો  હતા  પણ  બંને એ   ઘર  અને  વિદેશ   બંને  સારીરીતે  સાંભળેલા. નરેન્દ્ર ભીનું  નામ   જો  ભાવી   વડાપ્રધાન  તરીકે  ઉપસતું  હોય  તો  આપ  ભાવી  મુખ્યમંત્રી  તરીકે  યોગ્ય  છો  અને કેશુભાઈ   માટે  ભાવી  કેન્દ્રીય  મંત્રી  કે  પછી  તેમની ઉંમર  જોતા  કોઈ  એક  રાજ્યના  રાજ્યપાલ  તરીકે   નક્કી  કરી  રાખી ને   સમાધાન  કરી  લો. કોંગ્રેસ ની  હાલત   ભાજપ કરતા   યાદવાસ્થાલીમાં   સારી  છે  તેવું  પણ  માણી  શકાય  તેમ  નથી. આં સંજોગો માં   સંયુક્ત  સરકાર, ભાજપ  અને  કોંગ્રેસ  ભેગા  મળી ને  રચે  તો  રાજ્ય  અને  રાષ્ટ્ર  બંને  માટે  સારું  પણ  થશે  અને  મક્કમતાથી   પગલા  પણ  લઇ  શકાશે.  ડરી  ડરીને  ફૂકી ફૂકી ને  ક્યાં  સુધી  ચાલતા  રહેસો ? તમારા  આંતર કલહ નો  દુરીપયોગ  અન્ય  પ્રાદેશિક  પક્ષો, અસામાજિક  તત્વો ,ઉદ્યોગપતિઓ  અને  બીજા  ઘણા  લોકો   કરી  જય છે   અને   તે  પ્રજાના  હિત ના  ભોગે.
    જીવન ના  ૭  દશકો  પૂર્ણ  કર્યા  પછી  તમામ  સિધ્ધિઓ, સંપ્રાપતિઓ,પ્રસિદ્ધિ ઓ ,સ્નેહ  અને  સન્માન  પણ  આપ  મેળવી  ચુક્યા    છો ખાધે  પીધે  આપ  દુખી  નથી  એવી  કોઈ  એ ષના પણ  બાકી  નથી  રહી  તો  પછી  શા માટે  પ્રજાના  એક  લાચાર  વર્ગ  માટે  આપ  સાચા  અર્થમાં  બાપુ  ના  બનો ?આપ અને નરેન્દ્ર  ભાઈ  એક  સાથે  કામ  કરી  ચુક્યા  છો, આપ  અને  કેસુભાઇ  પણ  એક સાથે  રહી ચુક્યા છો,આપ  સોનિયાજી  સાથે  પણ  રહી  ચુક્યા  છો  અને  પ્રધાન મંત્રી  શ્રી  સાથે  પણ  રહી  ચુક્યા  છો, આપ  શામાટે  એક  કુશળ  અને  કુનેહબાજ   મધ્યસ્થી  તરીકે  ફરજ  ના  બજાવી  શકો ? ઈતિહાસ  સાક્ષી છે  કે  સરદારે  પોતાની   આગવી  કુનેહ થી   બધા  રજવાડાને  ભેગા  કરીને  એક  નેજા  નીછે  લાવી  દીધા  હતા  આપે  તો  માત્ર  આં બે   કોંગ્રેસ  અને ભાજપના  માથાઓને  જ  ભેગા  કરવાનું  શુભ  કામ  કરવાનું  છે  અને  તે  પણ  દેશ  અને  પ્રજાના  હિત  માટે  અને  તે  પણ  ત્યારે  કે  જયારે  માથા  ઉપર  દુષ્કાળ  નું  સંકટ   ઘેરાયેલું  છે  તેવા  સંજોગો માં    સર્વ જન  હિતાય ,   
    આશા  રાખું  છું  આપ  વિશાલ  દ્રષ્ટિ કોણ  અપનાવીને   મારો  પાત્ર ધ્યાન થી  વિચારશો. 
આપનો  વિશ્વાશું 
ગુણવંત પરીખ   
આં પત્રને  રાજનીતિ  સાથે  કોઈ   સંબંધ  નથી. લોકશાહી  છે  ને લોકશાહી માં  રાજ કરવાની સત્તા   બહુમતીથી  ચુ તા યેલ  વર્ગ  પક્ષ ને  જ  મળે  છે . જો  બહુ માટી   ના  હોઈ  અને  ત્રિશંકુ  જેવી  હાલત   હોય  તો  સર્વનાશ  દેશ નો  જ  થાય  જે  અટકે  તે માટે નું  આં  સુચન  છે.  
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment