: : અતીતની યાદો : :
: : પક્ષ પલટો : :
જરૂરિયાત કે દુષણ ?
આદિ કાળથી જ જરૂરિયાત મુજબ સાથ નિભાવવાની અને સાથી બનાવવાની પ્રક્રિયા ચાલે છે.ભેગા થવું, અલગ થવું , એક બીજાના જૂથ બનાવવા તે કઈ ખોટી વાત નથી. સ્વભાવ ની અનુકુળતા અને જરૂરિયાત નો સમન્વય કરીને જૂથ રચાય. આજ કાલ મહાભારત ને નજરમાં રાખીને કેટલાક નેતાઓ બ્લોગ ઉપર પોતાના મંતવ્યો રજુ ક્લારે છે પણ મહાભારતનું હાર્દ તે સમજે છે કે કેમ તે ખબર નથી. પિત્રાઈ ભાઈઓ વચ્ચેના અણબનાવ માં એક નિર્ણય રાજ્ય વિભાજન નો લેવામો આવ્યો હતો તે નિર્ણય યોગ્ય અને સાચો સાબિત થયો નહોતો. બંને પિતરાઈઓ ને અલગ કરીને તેમણે તેમનું અલગ રાજ્ય આપવા છતાં પણ યોગ્ય વાતાવરણ બની શક્યું નહોતું .મહાભારત ને બાજુ પર રાખો, ૧૯૪૭ માં આપણે પણ તે જ પ્રક્રિયા કરી અને અખંડ હિન્દુસ્થાન ના બે ભાગ પડી ગયા અને ભરત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો બન્યા અને વર્તમાન અને ભૂતકાળ હજુ આપની નજર સામે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહાભારત વખતે પિતામહ ભીષ્મ કહેતા હતા કે વિભાજન એ વિકલ્પ નથી અને ૧૯૪૭ માં ગાંધીજી કહેતા હતા કે હિન્દુસ્તાન પાકિસ્તાન બે રાષ્ટ્રો બનાવવાનો વિકલ્પ યોગ્ય નથી. પણ કદાચ બંને પક્ષના નેતાઓને સાર્વ ભોમ્ત્વા ની એષણા હશે ના ગાંધીજી નું ઉપજ્યું કે ના પિતામહનું ઉપજ્યું. . હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બે અલગ રાજ્યો થયા અને અહિયાં ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા . અન્ય રાષ્ટ્રની ટીકા કરાવી કે આલોચના પણ કરવી નથી પણ આપણે પ્રગતિ કેવી અને કેટલી કરી તેનું મૂલ્યાંકન ભાવી પેઢી અને ઈતિહાસ પર છોડી દ ઈ એ . ૧૯૪૭ સુધી તો કોંગ્રેસ એક મહાન સંસ્થા હતી, તેનું વજન હતું,મોભો હતો પણ પછી ધીમે ધીમે કોણ જાણે ક્યારે અને ક્યારથી પણ તડ પાડવા માંડ્યા. જે લોકો એ ભેગા થઈને સાથે હાથ માં હાથ મિલાવીને કામ કરેલું તે ઓ ધીમે ધીમે અલગ થતા ગયા. સમાજવાદ ને વરેલા કોંગ્રેસે સમાંજ્વાદીઓને જ અલગ થવાની પહેલી પ્રેરણા આપી. સમાજવાદી પક્ષ છૂટો પડ્યો.. સં પ્ર્દાયિક તા ના નામ ઉપર જનસંઘ નું અલગ અસ્તિત્વ બન્યું. . ભરત એટલે હિંદુ ઓનો દેશ અને પાકિસ્તાન એટલે મુસ્લિમોનો દેશ. અસંખ્ય કોમી રમખાણો થયો, ખૂણા મરકી ખાના ખરાબી થયી અને ભારતે ગાંધીજી ને ગુમાવ્યા . વિભાજન નું આં સૌથી મોટું નજરા નું ભયાનક ફટકો પડ્યો ભરત ના માથા ઉપર પણ પાછું સમયે બધું વિઅરે પડી દીધું. . લોકશાહી માટે બહુમતી તે અગત્યનું અંગ છે અને તે પ્રાપ્ત કરવા પણ અનેક કાવા દાવા ખેલાવા લાગ્યા. સામા છેડે થી પોતાની તરફ ખેચવાની પ્રક્રિયા તે પક્ષ પલટો .
યાદ કરો મહાભારત ને ફરીથી એક વાર. .શ્રી કૃષ્ણ શાંતિ દૂત બનીને યુદ્ધ નો કોઈ સારો વિકલ્પ શોધવા માટે હસ્તિનાપુર ના દરબાર માં ગયા અને શક્ય તે તમામ પ્રયાસો કર્યા, માત્ર ૫ ગામ થી પણ ૫ ભાઈઓ સંતોષ માનશે કહીને હદ ઉપર નમતું જોખ્યું પણ કહેવાય છે કે
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ ..........
યુદ્ધ એ જ માત્ર એક વિકલ્પ બાકી રહ્યો. કૃષ્ણ તો યુગાવતાર હતા અને ધર્મ ના રક્ષણ ની જવાબદારી તેમની હતી. તે ધર્મ ને જીતાડવા માંગતા હતા. તેમણે તો ખબર જ હતી કે યુધ્ધના વિનાશ થી જે નુકશાન થવાનું છે. પણ આવા તબક્કે પણ કૃષ્ણ એ કરેલો આં પ્રયત્ન અજોડ છે. વિદુરજી ના ઘેર ભોજન લયીને તે ત્યાર બાદ કર્ણ ના મહેલ પર ગયા. અને તેને સાથે લયીને નગરની બહાર લઇ ગયા. નગર બહાર પહોચ્યા પછી બંને રથોને બાજુ પર રક્લ્હીને કૃષ્ણ અને કર્ણ ચાલતા આગળ ગયા. .કૃષ્ણ એ કર્ણ ને તેની સાચી ઓળખ આપી. તેને એક પ્રલોભન કહી શકાય તેવો પ્રસ્તાવ મુક્યો. સાચી ઓળખ જાહેર થતા કર્ણ જ્યેષ્ટ પાંડવ અને જ્યેષ્ટ કુંતી પુત્ર બની જતો હતો જેની કુંતી અને કર્ણ સિવાય કોઈને ખબર નહોતી. ૫ હયાત જાણીતા પંદુ પુત્રો ને પણ તેની ખબર નહોતી . કૃષ્ણ એ સીધો પ્રસ્તાવ મુક્યો કે તું સૌથી મોટો કુંતી પુત્ર છે, બીજી અગત્યની વાત એ છે કે તું અધર્મ ના પલ્લે રહીને યુદ્ધ કરવા નીકળ્યો છે .તું પાંડવોના પક્ષે આવી જ ,જીત નિશ્ચિત પાને પાંડવો ની જ છે અને સૌ તને જ રાજા બનાવશે, પાંચ પાંડવ તારા હાથ બનીને તારા એક એક આદેશ નું પાલન કરશે તે સૌ નીતિ બદ્ધ છે. તું પણ મારા ફોઈ નો પુત્ર છે અને હું પણ તને મોટાભાઈ જેટલું મન આપીશ અને હસ્તિનાપુર નું રાજ્ય તારું રહેશે. માત્ર તારે અધર્મ નો પક્ષ છોડી ને ધર્મના પક્ષે આવી જવાનું છે. . તું અમારી બાજુ આવી જ. પ્રલોભન અત્યંત લોભામણું હતું પરંતુ કર્ણ નો જવાબ કલ્પના બહાર નો હતો, તેણે વિનય પૂર્વક પ્રલોભન નકારી દીધું હતું. એટલી હદ સુધી કહ્યું કે કદાચ હું ત્યાં આવું અને રાજ્ય મને મળે તો પણ હું તે રાજ્ય મારા મિત્ર દુર્યોધન ને જ આપીશ કારણકે અણીના વખતે તેણે મને મન અને મોભો આપેલા છે અને હું મિત્ર ઋણ કડી નહિ ચૂકું. જો રાજ્ય દુર્યોધન ની પાસે જશે તો ફરીથી અધર્મ ના પલ્લે જ રાજ્ય જશે તે તમારા પ્રયાશો ઉપર પાણી ફેરવી દેશે. . મિત્ર ના પલ્લે અને પક્ષે રહીને હું મૃત્યુ પસંદ કરીશ ,મિત્ર ધર્મ નિભાવીશ, સામા પક્ષે આપ છો તેથી પાંડવોનો પરાજય હોઈ જ શકે નહિ, જીત આપની જ છે તે હું જાણું છું, મારા માથા ઉપર બે બે ઋષિઓના શાપ છે અને તે કડી મિથ્યા થવાના નથી.. સૌ જાણે છે અને આપ પણ તે જનો છો જ કે હું શ્રેષ્ટ ધનુર્ધર છું ,શ્રેષ્ટ દાનવીર નો ખિતાબ પણ મારી પાસે છે, મેં મારું રક્ષા કવચ પણ દાન માં આપી દીધું છે હવે સૂર્ય દેવ પણ મને જીત અપાવી શકે નહિ. હું એક વીર ને શોભે તેવા મૃત્યુ સાથે પરલોક જવા માગું છું. શાસ્ત્રમાં દર્શાવેલ પક્ષ પલાતાનું આં પહેલું ઉદાહરણ છે. આવી દરખાસ્તો થતી હતી, પ્રલોભનો પણ અપાતા હતા , પણ તેની પાછળ ધર્મ ના રક્ષણ નો હેતુ હતો. આજે પણ થાય છે આવા પક્ષ પલટા , લોકશાહી માં તો આવા ઢગલા બાંધી ઉદાહરણો છે પણ જો પક્ષ પલટો પ્રજાના હિત માટે હોય તો તે ગુનો કે અનીતિ પણ નથી . જો તે ધર્મના રક્ષણ માટે હોય તો તે ક્ષમ્ય છે. પક્ષ પલટો કરનાર ના હેતુ ઉપર તેનો આધાર છે. માત્ર ખુરસી મેળળવા માટે જ પોતાના પક્ષને છેહ દેવો તે અધર્મ છે. પોતાની મહત્વાકાંક્ષા પોષવા માટે કે પોતાની અવગણના થય છે માટે તે અપમાન નો બદલો લેવા માટે રાજા ને ગાડી ઉપરથી ઉથલાવી પડવો તે પણ એક અધર્મ જ છે કે જે માં પ્રજા ના ભાગે જ નુકશાન છે. પ્રજા બે બલિયા જાનવરો ની લડાઈમાં વચ્ચે ઉભેલા વૃક્ષ ની જેમ ઢાળી પડે તે ક્યાંનો ન્યાય ? યાદ કરો તે દિવસ કે જયારે એક રખડેલ પુત્ર ગૃહ ત્યાગ કરીને જતો રહ્યો હતો તે ૧૦ વર્ષ બાદ પાછો આવ્યો ત્યારે તેના કુટુંબે તેનું શાનદાર સ્વાગત કરેલું. ભૂલ્યો ભટક્યો દીકરો પાછો આવ્યો તે જ પુરતું છે. ઘી ના થમ માં ઘી પડે. . આજે વાત વિભાજન ની નહિ પણ સં યો જનની છે.
કટોકટીના કાલ માં રાષ્ટ્રીય સરકાર રચાય , વિરોધ પક્ષો પણ એક થાય અને તે પણ દેશ અને પ્રજા ને માટે તો તે પક્ષ પલટો ના કહેવાય પણ યોગ્ય સમાધાન કરી વિકલ્પ ગણાય. વિચારી જુવો કે નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી હોય, કેશુભાઈ પટેલ મુંબઈના રાજ પાલ હોય શંકેર સિંહ વાઘેલા ગુજરાત ના મુખ્ય મંત્રી હોય, અન્ય રાજ્યો ના મુખ્ય મંત્રીઓ પણ આવી જ રીતે પસંદ થયેલા હોય કીડી ને કણ અને હાથી ને મણજેવી જેની ક્ષમતા અને શક્તિ અને વફાદારી .
આં એક સ્વપ્ન છે. આવું જ એક સ્વપ્ન ગુજરાત યુનીવર્સીટી માટે પણ સેવેલું છે. આં ક્ષેત્ર માં રાજ કારણ ના હોય, વિદ્યાર્થી ઓ ના પ્રશ્નો વિદ્યાર્થી નેતાઓ કોઈ પણ રાજકીય પક્ષના સહયોગ લીધા વગર સીધા કુલપતિ નો સંપર્ક સાધી ને મેળવે.કુલ પતિ એ વિદ્યાર્થી ઓ ને ખાતરી આપવી જોઈએ કે તે વિદ્યાર્થીઓના પ્રશોને સો ટકા નિવારવાનો પ્રયત્ન કરશે એટલું જ નહિ તે કદી વિદ્યાપીઠ ના મેદાન માં પોલીસ કે રાજ્યને બોલાવશે નહિ. જો વિદ્યાર્થીઓ મારા રક્ષક હશે તો મારે દ્વાર ઉપર પણ કોઈ રક્ષક ની જરૂર નથી,જો વિદ્યાર્થીઓ શિસ્ત ની અને સં યમ ની ખાતરી આપતા હોય તો કુલપતિ હર હંમેશ વિદ્યાર્થીઓની સાથે જ રહેશે. . દેશ ભર માં ગુજરાત યુનીવર્સીટી એ પહેલી ગુરુકુળ ની વિદ્યાપીઠ સમાન યુનીવર્સીટી હશે જે બનાવવાનું મારું એક સ્વપ્ન છે . હું આશા રાખું છું કે મુકુલભાઈ મારા સ્વપ્ન ને સિદ્ધકરવામાં મદદ રૂપ બને .વિદ્યાર્થી ઓ બહેકી ગયા નથી પણ તેમણે કોઈ ક તેમના અંગત સ્વાર્થ માટે કવ]ડચ બહેકાવે છે અને તે કોઈ ક નું સ્થાન કુલ પતિ લયીને વિદ્યાર્થીઓના સાચા ગુરૂ અને માર્ગદર્શક બને. અતીત માં ગુરૂ કુલ નું સ્થાન ઘણું ઊંચું હતું અને કોઈ રાજા પણ ગુરૂ કુલ ના ક્ષેત્રમાં ચંચુપાત કરતા નહોતા વિદ્યાપીઠો સ્વાયત્તા હતી તેમના ઉપર રાજાની હકુમત નહોતી તેમ છતાં રાજા તેમણે તમામ સહાય અને સગવડ આપતા હતા. .ગુજરાત યુનીવર્સીટી એક ઉદાહરણ રૂપ ગુરુકુળ બને તેવી અપેક્ષા છે.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment