atitni yado,parivartan paksh,pakshpaltanu vaignanik nam

                    :   :  :  :  અતીતની  યાદો   :  :
 : પરિવર્તન  પક્ષ  : પક્ષ  પલટા નું વૈજ્ઞાનિક નામ :  :
       પરિવર્તન  પક્ષની   વાગતે  ગાજતે  જાહેરાત  થયી  ગયી  છે.  ક્ષિતિજ  પર  એક  નવા  પક્ષનો  ઉદય  થયો  છે.  આ પક્ષનો  હેતુ  શું છે  અને તેનો ઢંઢેરો  શું છે  તેની  જાણ  હજુ  સુધી  થયી  નથી  પણ   કાનાફૂસી  એમ  જણાવે  છે  કે  અં પક્ષની  રચના  હિસાબો  સરભર  કરવા  અને  વ્યક્તિગત  અભિગમો  અને  મહત્વાકાંક્ષાઓ  પરિપૂર્ણ  કરવા  માટે   અસંતુષ્ઠ  તત્વો એ  ભેગા  મળીને   પોતાના  જ   જન્મ દાતા  પક્ષ ને  છેહ  દીધો  છે. મૂળ  સ્ત્રોત્ર  તે  રાષ્ટ્રીય  સ્વયંસેવક  સંઘ  તે  પિતૃ  સંસ્થા  તેમાંથી  રાજકીય  સ્વરૂપે  આવ્યો  જનસંઘ  અને  તેનું  બીજું નામ  તે  ભાજપ .  અને  હવે  તેમાંથી  છુટા  પાડીને   પહેલા  મજપા બન્યો  અને  આજે   ગુજરાત  પરિવર્તન પક્ષ  બન્યો.  આં પક્ષના  સ્થાપક  તરીકે  કેશુભાઈ  પટેલ  છે  અને  તેમની  સાથે ના  સાથી  દારો માં  સુરેશભાઈ,કાશીરામ  વિ. પણ  અસલ  ભાજપ ના   જ સભ્યો  છે અને  તેમનો  સમાવેશ  અસંતુષ્ઠ  સભ્યો માં  જ થાય. તેમની  પાસે  કોઈ  નવું  દિશા  સુચન  નથી,નવી  માર્ગદર્શિકા  પણ  નથી  માત્ર  એક  સુત્રી  કાર્યક્રમ  છે  કે  ચાલુ  મુખ્ય મંત્રી ને  દુર  કરીને  પરિવર્તન  લાવવાને  માટે  આં પક્ષની  સ્થાપના  કરવામાં  આવી  છે. એક  દિવસ  એવો  હતો  કે  જયારે   શંકરસિંહ  વાઘેલા એ  કેશુ ભાઈ ને  ખસેડી ને  પોતે  મુખ્ય મંત્રી  બનેલા  અને  સમયના  વહેં ની  સાથે  ફરી  એક વખત  કેસુભાઇ  પાછા  મુખ્ય મંત્ર  બન્યા  પણ  ખરા  અને પાછો  પવન  ફુકાયો  અને કેસુભાઇ ને  પક્ષે  જ  દુર  કર્યા અને   નરેન્દ્ર  મોદીને  મુખ્ય મંત્રી  બનાવ્યા. કેસુભાઇ નું  કહેવું  છે  કે   નરેન્દ્ર ભાઈ  એ  અડવાની  પાસે  જયીને  રડી ને  આં પદ  લીધેલું. એક  રમકડા  માટે  બે  છોકરા   ઝગડતા  હોય  અને  એક  છોકરો  ત્રાગું  કરે  એટલે  બાપે  બીજા  છોકરાને  જાણે  રમકડું  આપી  દીધું. જો કે  એક  વાત  તો  માનવી  પડે  કે  આં છોકરા એ રમકડાને   ૧૦   વર્ષ  કરતા  પણ  વધારે  સમય  સુધી  જાળવ્યું  છે. એ  ૧૦  વર્ષ માં  શું  થયું  તેનો  ચિતાર  જુદી જુદી  વ્યક્તિઓ  જુદી જુદી રીતે આપે છે. કેટલીક  વ્યક્તિ ઓ ને  ઇન્દ્રાસન  જતું  રહ્યું  તેનું  દુખ છે , તો  કેટલાક  ઇન્દ્રાસન  મેળવવા  માટે  ધામ પછડા  કરે છે.  તો  સ્વાભાવિક  છે  કે  જેના  હાથ માં  ઇન્દ્રાસન  છે  તે  ઇન્દ્રાસન  જાળવવાનો   પ્રયત્ન  તો  કરે  જ  ને ? આં માયા જળ  ઇન્દ્રાસન  ફરતી  છે   તેમાં  લોકો  નામ તો  વતાવે  છે  પ્રજાનું  પણ  એ  પ્રજાની  કોને  કેટલી  પડી છે  તે  કોણ નક્કી  કરે? પ્રજાને  જ  નક્કી  કરવા  દો.
    વિભાજન  અને  પક્ષ પલટાની  કામગીરી  તો  મહાભારત  કાલ થી  ચાલી  આવે  છે   પણ  દરેક ના  હેતુ  જુદા  હતા. મહાભારતમાં  કર્ણના  માટે  કૃષ્ણ એ  કરેલો  પ્રયાસ  તે  ધર્મ યુદ્ધ  માં  ધર્મ ને  વિજય  મળે  તે જોવાનો  હતો  વિકારના એ  પાટલી  બદલી  હતી  તે  ધર્મ ના  પક્ષે  જવા  માટે  તેના  ભાઈઓ થી  જુદોપડ્યો  હતો  અને  સામેની  છાવણી માં  ગયો  હતો હેતુ   શુદ્ધ  હતો. .દૂરની વાત  બાજુ પર રાખો  વિભાજન   હિન્દોસ્તાન નો  પણ  થયું  અને  ભરત  અને  પાકિસ્તાન  બે  દેશ   હસ્તિનાપુર  અને  ઇન્દ્રપ્રસ્થ  જેવા  ભાગલા  પડ્યા  અને  ખૂણા  મરકી  અને  ખાના  ખરાબી  આપણે  જોઈ. અને  પછી તો  કોંગ્રેસમાં  પણ  ભાગલા   પડ્યા, સમાજવાદી ઓ  જુદા પડ્યા, ડાબેરી ઓ નો  એક  પક્ષ  બન્યો, હિંદુઓ નો  એક  પક્ષ  જનસંઘ  અને  પાછળ થી  ભાજપ  અને  હવે  ભાજપ ના  પણ  ભાગલા   પરિવર્તન ના   નામે  ખુરસી  પ્રાપ્ત  કરવાનો  એક  પ્રયાસ. .છેલ્લા કેટલાક   વર્ષોમાં તો  આં પ્રકારના  આયા રામ - ગયારામ  ના  બનાવો  અનેક  બની ગયા છે.   ખૂટતી  બહુમતી  પૂરી કરવા  માટે   નાણા કોથળી  ખુલ્લી મૂકી  દેવી પડે, પ્રચાર માટે પણ નાણા કોથળી જ  જોઈએ, વધારા માં  માંસલ  પાવર  પણ  જોઈએ  જે  હાથો હાથની  લડાઈ  પણ લડી  શકે, જૂથ બળ  પણ જોઈએ  જે  માસ, મની અને મસલ પાવર ભેગા  મળે  અને  જેનું જોર  વધારે  હોય  તે  જીતી  જય  જીતનાર  યોગ્ય જ  છે  કે  કેમ  તે  કહેવું  મુશ્કેલ છે. .
    ભારતના  બંધારણ માં   ચુનાવ  આયોગ ને   સ્વાયત્ત  રાખવામાં  આવેલું  છે. તે  યોગ્ય  નિર્ણય  ઈચ્છે  તો  લયી  પણ શકે  છે. શેશન  એક  એવા   કમિશ્નર  હતા  પણ ઝાઝો  ફેર  તો  પડી  શક્ય  નહોતા  પણ  હિંમત ભર્યા   નિર્ણયો તે  લયી શકે  તે હતા  અને  લીધેલા  પણ  ખરા. પણ  બીજી એક  લાચારી  એ  છે  કે તેમની  નિમણુક પણ રાષ્ટ્રપતિ  કરે  અને રાષ્ટ્રપતિ  આં નિમણુક  પ્રધાન મંડળની  સલાહ મુજબ  જ  કરે  એનો  અર્થ  કે    વડાપ્રધાન  ઈચ્છે તેને  જ  આં  પદ  મળે.  આં  વિષ ચક્ર માંથી  બહાર  કેવી રીતે આવવું ?પક્ષ ની માન્યતા  ચુનાવ  આયોગ  આપે. જો ચુનાવ આયોગ  ઈચ્છે  તો  દેશ ભરમાં   માત્ર  બે  જ  પક્ષો ની માન્યતા  સ્વીકારે  અને  કદાચ  એક  ત્રીજો  વધારાનો  સ્ટેન્ડ બાય  પક્ષ  રાખે :  એક  સત્તાધારી  પક્ષ  અને  એક  માત્ર  વિરોધ પક્ષ.  બંને  પક્ષોમાં થી  જે  જીતે તે  શાસક  પક્ષ બને   અને  જે  હારે  અથવા  બહુમતી  પ્રાપ્ત  ના  કરી  શકે  તે વિરોધ  પક્ષે  બેસે.માત્ર  બે  જ  પક્ષ  : કોઈ પણ  ચુનાવ  લડનાર ને  માત્ર  આં બે માંથી  જ  એક  પક્ષ ના  નેજા  નીચે  ચુનાવ  લાડવો ફરજીયાત  બનાવો  અને  અપક્ષ નું  નામ  દુર  કરો,.સામાન્ય  રીતે  એવું  જોવામાં  આવી  રહ્યું  છે કે  અપક્ષો   જ કિંગ મેકર બને છે. ખેચા ખેચ ની લડાઈ માં  નાણા કોથળી  ખુલ્લી મુકાય, પ્રલોભનો  અપાય, મંત્રી  બનાવવાની  લાલચ  અપાય, બોર્ડ  કે  નિગમ ના  ચેરમેન બનાવાય,  બીજી  અનેક  લાલચો  છે . પણ  જો માત્ર  બે જ  પક્ષ  હોય  તો સ્વાભાવિક  રીતે  જ  એક પક્ષ  જેને  બહુ માટી  મકે  તે શાસન  કરે અને  જેને  બહુમતી  નથી મળી  તે  વિરોધ પક્ષ માં  બેસે.  આડા  અવળા   સભ્યો હોય  જ  નહિ  પછી  પક્ષ પલટા  નો  સવાલ  જ  ના  રહે. .માનો  કે  ચુનાવ  પછી  કોઈને  એમ  લાગે  તે  ખોટા પક્ષમાં  આવી  ગયા  છે તો  રાજીનામું  જ  આપવાનું  પક્ષ  બદલવાનો  નહિ. રાજીનામું  આપે, ફરી  ચુનાવ  લડે  અને  જીતે તો  તે  બીજા  પક્ષ માં  ખુશીથી  જય. 
      પણ  બિલાડીના  ટોપ ની  માફક  ફૂટી  નીકળેલા  પક્ષો  એ  તે  મને કે  ના  મને  દેશ નું  અહિત  જ  કર્યું છે. તેમનું  વર્ચાસ્વા  માત્ર  તેમના  ક્ષેત્ર  પુરતું  જ  માર્યાદિત  હોય  છે. કરુણાનિધિ,જય લલીતા,મમતાબેન,માયાબેન,રબડીબેન, વિ.વિ.વિ.  અને  આં સિવાય  બીજા  અનેક  પક્ષો  માત્ર  પક્ષના  જોરે  જ  અને  પ્રાદેશિક  વજન ના  જોરે    જોર  દર્શાવે  છે. તેમની  પાસે  પ્રજાનું  કેટલું  હિત  છે ? કોને  કોના  માટે  શું  કર્યું ? અસલ  કોન્ગ્રસે  તો   આઝાદી  અપાવી  હતી  તે  તેનું  પ્લસ  પોઈન્ટ  છે  પણ  પછી  ની  વાત  જરા  જુદી  છે.....આં  વાવ  મારા  દાદા ના  દાદા એ  બંધાવી  છે માટે  તેમાંથી  પાણી  પીનારે  મને  એક  પૈસા નો લાગો  આપવો  પડશે ......દાદાના  દાદા ને  એવી  ખબર  નહોતી  કે  તેની  બંધાવેલી  વાવ  પ્રજા  માટે  હતી  તેનો  ઉપયોગ  આવો  થશે.
     ગુજરાત માં   મહાગુજરાત ની ચળવળ  વખતે  ઇન્દુચાચા નું  નામ  હતું, તેમના  નામે  ચુનાવ  જીતી  પણ જવાતા  હતા,  તેમણે   ધુરંધરોને  પણ  હરાવેલા, ધનાપતીઓને  પણ હરાવેલા  તેવો  એક  પ્રજાનો જુવાળ  હતો  પણ  પછી  શું  થયું ? નવ-નિર્માણ  વખતે  પણ  આવું  જ  બનેલું. એક  જબરજસ્ત  જુવાળ  હતો. અને  તે  પણ  વિદ્યાર્થી ઓ નો  અને  તે  સફળ રીતે  પર  પડ્યો હતો.  પણ  પછી  શું  થયું ? નવ નિર્માણ  ભૂલી  ગયું. આવીજ  રીતે   નવા  ફૂટી  નીકળેલા  કીમ લોપ  જેવા  પક્ષ ની  પણ  હાલત  એવી  જ  થયેલી. નરેન્દ્રભાઈ  મોદીના  શાસન થી  અસંતુષ્ઠ   એવા  તેમના  જ  પક્ષના   સભ્યો એ  સ્થાપેલા     મજપા પણ  બહુ  વજન  પડી  નથી  શક્યો અને  હવે  આં  પરિવર્તન  પક્ષ  પણ કેટલું  વજન  પડી  શકાશે   તે  કઈ  કહેવાય  નહિ.  આજે  તો  ચારે  બાજુ થી  માત્ર  અને  માત્ર  નરેન્દ્ર મોદી  ના  જોઈએ   પણ નરેન્દ્ર મોદી નો  વિકલ્પ  કોણ ?કેશુભાઈ એ તો પોતે  જ પોતાનું  નામ  આપી  દીધું  છે કે  તે  ગુજરાતની  પ્રજાને  નરેન્દ્રભાઈ નો  વિકલ્પ  આપશે.  કાલ  સુધી  તો  કેશુભાઈ ભાજપના   જ સભ્ય હતા, ભાજપે  કેશુભાઈ નું નામ  આપ્યું  નથી   એ નો અર્થ  એ  થયો  કે  પક્ષમાં   જે  કોઈ  નેતા બનવા  માંગતા  હોય   તેને  જો  નેતા  ના  બનાવાય  તો  તે  જાતે  નેતા   બની ને  પોતાની  જાત ને પ્રોજેક્ટ  કરી  શકે ?  અથવા   નવા  નેજા  નીચે  પોતે  નેતા છે  તેવો  દાવો  કરી  શકે? નરેન્દ્રભાઈ નો  વિકલ્પ  બનવા  માટે  , કાગળના  મોઢામાંથી   પૂરી  પડે  તેની  રહ  જોઇને   માત્ર  એક  શિયાળ  નથી  ઉભું, કોંગ્રેસ  પણ  સામે  છે, તો  કોંગ્રેસ  પાસે  પણ  મુખ્યમંત્રી ની  ખુરશી  માટે  એક  કરતા  વધારે  ઉમેદવારો  છે  જ.  કોને  પસંદ કરવાનો ? આં બધામાંથી  પ્રજા નું  હિત  જાળવી  શકે  તેવો  કોણ ?  અન્નાજી ની  પીપુડી  પણ  ના  વાગી, પોલી  સાબિત  થયી, બાબાજી  રામદેવ પણ  મંત્ર  ભણાવવામાં   નિષ્ફળ  રહ્યા છે.   દરેક  પોતપોતાની  રીતે  પીપુડી  વગાડે છે. પણ  કોઈ  પીપુડી માંથી  એવો  અવાજ  નથી  આવતો  કે   અમે  મોઘવારી  ઘટાડીશું, પ્રજાના  જાણ માલ નું  રક્ષણ  કરીશું, રક્ષકોએ  જે  તત્વોનો  સાથ  લયીને  પોતાની  ખુરશી  ટકાવવા પ્રયત્ન  કરેલ છે  તે  જ  તત્વો  તેમની  પણ  સામે  પડ્યા  છે હવે  શું  થય ? કેન્દ્ર  હોય  કે  રાજ્ય  બંને  જગા પર  સરખી  વિટંબ ણાં  છે. વડાપ્રધાન જી  માયાબેન ને  કશું  કહી  નહોતા  શકતા, મમતાબેન  પણ  ત્રાગા   કરતા  હતા અને  વડાપ્રધાનજી   ખામોશ હતા, જયાબેન સામે  પણ  લાચારી  અને  કરુણાનિધિ  સામે  પણ  લાચાર, રાજા   વેરા  ઉઘરાવી  જય  અને  પ્રધાન મંત્રી  વાસીદું  વાલે, ખુલાસા  કરે  અને  તે પણ  બોદા. મુખ્ય  મંત્રી  એટલી  હદ  સુધીની  લાચારી  નથી બતાવતા  પણ  લાચાર  તો  લાગે જ  છે,  કૈક  ગરબડ  તો  હશે. ,આગ  વગર  ધુમાડો  થાય  નહિ પણ  એક  વાત  ચોક્કસ  છે  કે  તેમણે  તેમની  છાપ  જવાહરલાલજીની માફક  પરદેશ માં  સારી  ઉપજાવી  લાગે છે. . 
 જોઈએ  આં પરિવર્તન ની  હવા  કેવો  રંગ  લાવે  છે.  

ગુણવંત પરીખ. 

No comments:

Post a Comment