ATITNI YADO Chuntani no chakaravo

   :  :  ATITNI   YADO  :  : 
        :   ચુંટ ણીનો    ચક રાવો   :          ગુણવંત પરીખ.૨૩-૮-૧૨ 

    ગુજરાત વિધાનસભાની  ચુંટ ણી  ઝડપ ભેર  આવી  રહી  છે અને  તેનો  ગરમાવો  હવે  જોર  પકડી  રહ્યો છે.વિરોધ પક્ષના  આક્ષેપો, અસંતુષ્ઠો ના  રગડા, શાસક પક્ષના  રદિયા  અને  પ્રતિ  આક્ષેપો,લક્લચો,લોભામણી  દરખાસ્તો,મસાલેદાર સમાચારો  અને  મીડિયા ની  રંગ બેરંગી  રંગતો   વિશ્લેષણો  જોરદાર  રીતે ચાલુ થઇ  ગયા છે. લાંબા  સમય થી સત્તાથી  દુર   રહેલી   ગુજરાત  કોંગ્રેસ  આં  વખતે  મરણિયા  પ્રયાસો  કરીને ચુનાવ  જીતવાના  સ્વપ્નો  સેવે  છે.  સ્વપ્ન સોદ્ધ  કરવા  માટે  અનેક  લોભામણી  દરખાસ્તો   આપવાની  શરૂઆત  પણ  તેને  કરી દીધી  છે.  વચનો  આપવામાં  તો   કોઈ  પછી પાણી  કરે તેમ  છે જ  નહિ. તે શું  કરવા  માંગે  છે  તેના  ઉપર  તેની  જીતનો  આધાર  નથી.   તેના  વચનો  તે  પુરા કરી  શકાશે  કે  નહિ તે  બીજો  મુદ્દો હશે.  પણ  જો તે ખરેખર જીતીજય  તો  તે માટે જવાબદાર  શાસક પક્ષની ભૂલો  હશે અને તેથી  પણ વધરે  જવાબદારી  તો  શાસક પક્ષમાં  પડેલું  ભંગા ણ  હશે. શાસક પક્ષની  ભૂલો  તો  હોય  જ , જે  કામ  કરે  તેની  ભૂલ પણ  થઇ  શકે  છે ,તે માફ  કરવા જેવી પણ   હોય, માફ ના થઇ  શકે તેવી  પણ  કદાચ  હોય, સજાને  યોગ્ય  પણ  હોય   કાળજી પૂર્વક  વિચારણા  માગી  લે  તેવું  તે   વિશ્લેષણ  કરવું  પડે  પણ  તેમની  ભૂલનું પૃથક્કરણ કેવીરીતે   થાય  છે  તેના  ઉપર  પણ  પરિણામ નો  આધાર હોઈ  શકે.  પરંતુ  આં વિશ્લેષણ  અને  પૃથક્કરણ   પ્રજા  કેવી   રીતે કરે છે  અને  પ્રજા  શું  સમજે  છે  તેના ઉપર  મોટો   આધાર  છે.  જો કે  આં જ  વાક્યને  સહેજ  જુદી રીતે  પણ  જોવું  પડે, પ્રજા  એટલે માત્ર   મતદારો જ  હોઈ  શકે.  પ્રજા  કૈક  માનતી  હોય  પણ  જો  મત  આપવા જ  ના  જય  તો  તેના  અભિપ્રાયની  કોઈ  કિંમત  નથી. મોટી  કિંમત  મતદાતા  ક્યાં  ઢળે છે  તેના  ઉપર છે. 
      ગુજરાત ને  સંબંધ  છે  ત્યાં સુધી  આં વખતની  ચુનાવ  પ્રક્રિયા માં   લગભગ  ચાર   પક્ષો  જોર  અજમાવવાના છે . એક તો  શાસક પક્ષ કે  જેની  આં  વખતે  અગ્નિ  પરીક્ષા  છે. માત્ર  સિધ્ધિઓ  ગાવાથી જ  સિદ્જ્ધી  મળે  તેવી  શક્યતા  ઓછી  છે.  તેની પાસે  આં વખતે  અસંતુસ્તોનું  સંખ્યાબળ  મોટું છે.  વધારામાં  એક  આખું  જૂથ  પક્ષમાંથી   જ  છુટું   પડી ને   તેમણે નવો  પક્ષ  રચ્યો છે અને  એક  બુઝુર્ગ  નેતા  કેશુભાઈ પટેલ તેનું  સુકાન  સંભાળે  છે.  તેમનાનેજા  નીચે  મોટા ભાગના  અસંતોષી  પરિબળો  જ  ભેગા  થઇ  ગયા છે. પણ  આં વખતે  તેમનું  સંખ્યાબળ  વધારે  છે. હજુ  પણ  કેટલા  લોકો  આં  નવી  પરિવર્તન  પાર્ટીમાં   ભલે  છે તે જોવાનું રહે  છે. પરિવર્તન  પાર્ટીનું  જેટલું  જોર  વધારે  થશે  તેટલું  જોર  શાસક  પક્ષનું  ઓછું  થશે.  પણ  તેનાથી  પરિવર્તન પાર્ટીને  સત્તા  મળી  શકે  તેવા  સંજોગો  નથી.  આં બંનેના  ભાગલાથી   જો  મોટો  ફાયદો  થાય  તો  તે  કોંગ્રેસ ને   થયી શકે  છે.  કોંગ્રેસ  પોતાની  સીધ્ધીઓથી  નહિ  પણ શાસક પક્ષની  ફૂટ થી  વધારે  લાભ  મેળવી  શકે છે.  આં વખતે  એટલું  સારું  છે  કે  હજુ  સુધી  કોંગ્રેસ  પક્ષના  પોતાના પક્ષના   ભાગલાવાદી  પરિબળો  બહાર નથી  આવ્યા . નેતાગીરીની  લડાઈ  પણ  હજુ  સામે  નથી આવી. આં પક્ષ  મોટો  છે, જુનો  છે, જાણીતો  છે,તેની  પાસે  ધરખમનેતાઓ   પણ  છે  પણ  તે  સૌ  કેવીરીતે કામ  કરે છે  તેના ઉપર   તેમના   પરિણામ નો  પણ  આધાર  રહેવાનો. .તેમણે  હજુ  સુધી  અંદરનો  વિરોધ  બહાર  નથી  આવ્યો  પણ  તેમના   જ  સહયોગી, યુ.પી.એ.  સરકારના  સાથી  પક્ષ   શરદભાઈ નો પક્ષ  જાહેર  કરે  છે કે  તેઓ  ગુજરાત માં  દરેક  સીટ ઉપર  પોતાનો  ઉમેદવાર  ઉભો  રાખશે.  શરદ ભાઈ  વાળા  ઉમેદવાર  કોંગ્રેસ  માટે  મત  તોડનારા પણ  બની  શકે. કેશુભાઈ વાળા   ઉમેદવારો  પણ  સરકાર  રચવાના  ઈરાદેથી  જ  જંગ લડે છે.. પણ  તે  સત્તા  મેળવી  શકાશે  કે  કેમ  તે  શંકાસ્પદ  છે .તે લોકો  મત  તોડી  શકાશે  જરૂર  પણ જંગ  જીતાય  તેટલા  મત  મેળવવા  તેમના  માટે  સહેલો  ખેલ  નથી.  એક  મોટી  છાપ તેવી  છે  કે  તેમના  પક્ષમાં  માત્ર  અને  માત્ર  અસ્ન્તુસ્થો  જ  ભેગા  થયા  છે  જે  નરેન્દ્રભાઈ  મોદીની  સરકાર થી  નારાજ  છે, અથવા  તેમણે  નરેન્દ્રભાઈ  મોદીની  સરકારમાં  કઈ  વજન  નથી  મળ્યું.  અને  માત્ર  અમને  કોઈ  પૂછતું  નથી  કહીને  અલગ  ચોકો  રચી  દીધો છે.  આં અગાઉ  પણ  તેમના  એક  જુથે   અલગ  ચોકો  કરી જ  દીધો   હતો  અને મહા ગુજરાત    મ. .જ.પા.  ના  નામે  નવો  પક્ષ  આવેલો  પણ  સમય  પારખી ને  તેમણે  એક  સારું   પગલું  ભર્યું  કે   તેઓ   પરિવર્તન   પાર્ટી  સાથે  જોડાઈ  ગયા  છે. તેનાથી  પરિવર્તન  પાર્ટી નું  જોર  સહેજ  વધ્યું  ખરું  પણ   લગભગ  દરેક  સભ્ય   તો  અસંતુષ્ટિ   સભ્ય  જ  હોય  તેવી  છાપ  છે,  બંનેના  પરિવર્તન વાળાના  અને  મ.જ.પા. વાળાના    બધા  પાયાના  સરખા  છે. 
          ખરી  કમનસીબી  તો  ચુનાવ  કમીશન ની છે.  જેટલા  પક્ષો  આવે  તેમણે  અમુક  મર્યાદામાં  માન્યતા   આપવી  જ  પડે છે.  દેશમાં   પ્રાદેશિક  પક્ષોની  સંખ્યા  જોતા  એમ  લાગે છે કે  બિલાડીના  ટોપ ની જેમ  કદાચ  ચુનાવ  આવે  એટલે  આવા પક્ષો  ઉભા  થયી  જય છે. રાષ્ટ્રીય  વાત  બાજુ  પર  રાખીએ. ,બીજા  રાજ્યોને  પણ  અત્યારે  બાજુ  પર રાખીએ  ,ગુજરાત ની  જ  વાત કરીએ. એક  મત  મુજબ  ચુનાવ  કમિશને  જ  મજબુત  બનવું  પડે  અને  આવા   પક્ષોને  માન્યતા  જ  ના  આપવી  જોઈએ.  રાજ્યમાં  અને  રાષ્ટ્રીય  કક્ષાએ  પણ  માત્ર   બે  જ  પક્ષ  હોવા  જોઈએ. દેશના  હિત  માટે  અને  સરળ  અને  યોગ્ય   વહીવટ  માટે  માત્ર  બે  જ  પક્ષ   હોવા  જોઈએ.  એક  શાસક  અને  બીજો  વિરોધ  પક્ષ.   બે પક્ષ હશે  તો  સ્વાભાવિક  રીતેજ  વિરોધ  પક્ષ  મજબુત  જ  રહેશે  અને  સરકાર અને શાસક   પક્ષ  જાગૃત  જ રહેશે. અત્યરે  તો  તેમની  જાગૃતિ  સરકાર  બચાવવાને  માટે  જોડાણો    ઉપર  નિર્ભર  છે.  કોનો  સહારોલેવો ?  અને  કોણ  શું  માગશે, શું  લયી  જશે, શું  આપવું  પડશે, કોણ  બ્લેક મેલ  કરશે  , કોની  પોસે  નમવું  પડશે.  ? આં બધા  પ્રશ્નોનું  નિરાકરણ  એક માત્ર  છે  કે  રાષ્ટ્ર માં  ણ  માત્ર  બે  જ  પક્ષ  હોવા  જોઈએ.  જે  કોઈ  નવો   પક્ષ રચવાની  દરખાસ્ત  લયીને  આવે  તેમણે  સ્પષ્ટ  કહી દેવું  પડે  કે  તમારે  ક્યાં  પક્ષમાં  જવું છે ?  શાસક પક્ષની  નીતિમાં  માનતા  હો  તો  તેમાં  જોડવ  અને  જો  તેનો  વિરોધ  કરતા  હો  તો  વિરોધ પક્ષ માં  જોડવ.  તમને  અલગ  અસ્તિત્વ  નહિ  મળે.  તમે  જે  પક્ષમાં  જોડાશો  તેની  સાથે  તમારી  નીતિ  નક્કી કરી લો, જરૂરી  બંધ છોડ  પણ કરી લો,  ચર્ચા  વિચરણ  પણ કરી લો  પણ  રાષ્ટ્રીય  કક્ષાએ  અને  રાજ્ય કક્ષાએ  પણ  પક્ષ તો બે જ  રહેશે.  ચુનાવ  કમિશને  જ આટલા  મજબુત  બનવું  પડે, તમારા  પક્ષની નેતાગીરી  સામે તમારે  ફરિયાદ  હોય તો  તે  તમે  પક્ષમાં  જ  રહીને  ઉકેલી  શકો  છો અને  કદાચ  ના  ફાવે, ના બને તો  તમે  પક્ષ છોડી  પણ  શકો  છો પણ  પક્ષ છોડી ને  તમે  તમારી  રીતે   તમારો  નવો  પક્ષ રચી   શકતા  નથી .તમે  હયાત  વિરોધ  પક્ષ  સાથે  જોડાઈ  શકો  છો  અને  તેની  સાથે  સમજુતી  પણ  કરી   શકો  છો.   પરંતુ  એક  વખત  તમે  એક  પક્ષ : શાસક  અથવા  વિરોધ  પક્ષના  નેજા  નીચે  ચુનાવ  લડ્યા  હો  તો  પછી  તે જ  પક્ષ  સાથે  તમારે   રહેવું  પડશે  અને  જો  છુટા  થવું  હશે તો તમારે  સૌ પ્રથમ  ગૃહ માંથી  રાજીનામું  આપી  દેવું  પડશે. એક  પક્ષના  નેજા  નીચે  જીતો  અને  બીજા  પક્ષમાં  કામ  કરો  કે  તેને  મત  આપો  તે  નીતિ  વિરુદ્ધનું  કૃત્ય  ગણાશે. યાદ  કરો  તે  કુરુક્ષેત્રના  યુધ્ધના   દિવસો, પિતામહે  તેના   માટે  નિયમો  ઘડેલા  અને   તેનીયમો  બંને  પક્ષે  માન્યપણ  રાખેલા. આજે  લોકશાહી  છે. બંને  પક્ષોને  જ  નહિ  દરેક ને પોતાનો  અભિપ્રાય   આપવાનો  હક્ક છે જ  પણ   અધિકાર  તે  પરવાનો  નથી  બની  જતો.  હજુ  તો  એક  વધારે  સત્તા   ચુનાવ  કમીશન  અને  પ્રજાને  મળવી  જોઈએ  કે  જીતેલા  ઉમેદવારને  પાછા  બોલાવવાનો  અધિકાર  પણ  ક્યાંક  ગોઠવવો  પડે  . પણ   હાલ  પુરતી  તો  તે  દૂરની  વાત છે. આં કામ  એકદમ  થયી  શકે  નહિ.   અત્યારની   લોકશાહીના  પાયા  એટલા  બધા  મજબુત  નથી  કે  તે   પ્રજાના  અધિકારો ને  સુરક્ષિત  રાખી શકે.  અત્યારે  તો  જીતેલા  ઉમેદવારો  અને  તેમના  પક્ષ  અને   જરૂર  પડે  તો  વિરોધ  પક્ષ  પણ  પોતાના  લાભ આવતા  હોય  ત્યાં  એક  થઇ  જય  છે  અને  તેમણે  મોકલનાર   પ્રજા  ભૂલી  જય છે.  કે  આં તો  તે જ  છે  કે  જેમને  આપણે   મોકલ્યા છે  અને જીતનાર  પણ ભૂલી  જય   છે  કે  મને  પ્રજાએ  મોકલ્યો છે.  
ફરિયાદ  કરું  તો  કિસસે  કરું,
જહાં  સુનને વાળા  હી  કોઈ  નહિ, 
સુનને વાળા  ભી  કહતા  હૈ , 
મેરી ફરિયાદ  ભી  કોઈ  સુનાતા  હી   નહિ 
જાયે  તો  જાયે  કહા  સમજેગા  કૌન,
હમારે  દર્દ ભરે   દિલકી  જુબાન ?
ગુણવંત પરીખ  

No comments:

Post a Comment