Atitni yado ek hryday dravak akasmat

      :  :  અતીતની  યાદો  :  :   ગુણવંત પરીખ   તા. ૧૧-૮-૧૨ 
   :  એક  હૃદય  દ્રાવક   અકસ્માત  :                                                            સામાન્ય રીતે  એવું  બનતું  હતું  અને  આજે  પણ  બને  છે  કે  જયારે  રસ્તા  ઉપર  કોઈ  ભયંકર  ,પ્રાણ ધાતક અકસ્માત  થયો  હોય  ત્યારે  રસ્તા ઉપરથી  પસાર  થતા  વાહનો  પાછા  વળી  જતા  હોય  છે  અથવા   આંખ   આડા  કાન  કરીને  કે    જોયું  ના  જોયું  કરીને  દિશા  બદલી ને  જતા  રહે  છે  અથવા  ફસાઈ  ગયા  હોય  તો  ચુપચાપ  તમાસો  દેખે  છે પણ  કોઈ  રસ્તા  વચ્ચે પડેલા  ઘાયલ  મુસાફરો કે  ઘાયલ  વ્યક્તિઓની  કોઈ  મદદ  નથી  કરતા. એવું  નથી  કે  માણસાઇ   મારી પરવારી  છે. પણ  લોકો ને  દર  છે  કે  આં  ક્યાં  બાળ માં  પડવું ? પોલીસ વાળા   આપણને  ધક્કા ખવ ડાવાસે  અને  નાહક  બીજા  બે  દિવસ  તેમની  પાછળ  પાછળ   ફરવું  પડશે.  બસ  આં  એક  દરને  કારણે  તેઓ  મદદ કરવા  તો  આગળ  નથી  જ  આવતા  પણ  પોલીસમાં   જાણ  પણ  નથી  કરતા.  કદાચ  એવું  હશે  કે  જે  વ્યક્તિ  જાણ  કરે  તેના  નામે  જ   કદાચ  એફ .આઈ..આર .  લખાય  અને  ફરિયાદી  પણ  તેને  જ  બનવું  પડે  તો ?  પણ  આં  એક  એવો  અકસ્માત  હતો  કે  જેને  આં  માન્યતાને  બદલી  નાખી  એટલું  જ  નહિ  પણ   અકસ્માત  થાય  ત્યારે  સૌથી  પહેલા  સારવાર ને  મહત્વ  આપવું  અને  બાકીની  વિધિ  પછી  થાય  તો  પણ  ચાલે. 
       સમી  સાંજ  વીતી  ગયી  હતી  અને  રાત્રી  તેના  પગરણ  માંડતી  હતી તેવા  લગ ભાગ   ૮ -૯  વ્ગ્યાના  અરસામાં   અમે  બાયડ થી  મોડાસા  જવા  નીકળેલા . થોડાક  દુર  જતા જ   વાત્રક પુલ ની  આજુ  બાજુ  ક્યોક   વાહનો નો  લાંબી  લાઇન  લાગી  ગયી  હતી. અમારા  ડ્રાઈવરે  તપાસ  કરી  તો  જાણવા  મળ્યું  કે  આગળ  કોઈ   અકસ્માત  થયો  છે  અને  કોઈ  આગળ  જતું  નથી  કે  સમી  બાજુથી  કોઈ  આવતું  નથી.   બે  પાંચ  મિનીટ  તો  અમે  પણ  રહ  જોઈ  પણ   વાહનો ની  કટાર  લંબાતી  ગયી હવે  પાછા  વળવું  પણ  મુશ્કેલ  હતું.  આથી  મેં  અમારા   ચાલક ભાઈ ને  કહ્યું  કે  આપણે  બધાને  ઓવર ટેક  કરીને  ચાલો  આગળ  જતા  રહીએ. જો કે  વસાભાઇ  થોડાક  ગભરાયા  અને  કહે  કે  સાહેબ  ખોટા  પોલીસ ના  લફરામાં  ક્યાં  પડવું. થોડી  રહ  જોઈએ પણ  મેં  કહ્યું  કે  તમે  પાછળ  બેસી  જાવ  હું  ગાડી  ચલાવી  લઉં  છું. અને  મેં  ગાડી  આગળ  લીધી.  પણ  આગળ નું  દ્રશ્ય  જોતા  જ  મારા  પણ  હોશ  ઉડી  ગયા .એક બાજુ  એક  એશ.ટી.  ની  બસ  ચીરી ગયેલી હાલતમાં   હતી જેનું  એક  પડખું  ચુરાઈ  ગયું  હતું, બીજી  બાજુ  એક  ટ્રક  ભંગાર  હાલત માં  ઉભી  હતી, તેના  ચાલક  વિ. નો  તો  પત્તો  નહોતો.  રસ્તાની  વચ્ચે  કેટલાક  મૃત દેહો  હતા  તો  કેટલાક મદદ માટે  બુમા બુમ  કરતા  હતા  પણ  કોઈ  પાણી  પાનાર  પણ  ત્યાં  નહોતું. કે  સાંભળનાર  પણ  કોઈ  નહોતું.  બસમાં  પણ  કેટલાક  બુમા બુમ  કરત  હતા  કે  અમને  બહાર  કાઢો  પણ  કોણ  આવે ?  દરેક ને  પોલીસ નો  દર  હતો.   વસાભાઇ   પણ  ગભરયી  ગયા  કહે  સહેહ  આપણે   બાજુ  માંથી  ગાડી  આગળ  લયી  લો  આપણે  તો  નીકળી  જયીશું.  પણ અમે  ના  ગયા. જે  લોકો  વધારે  ઘવાયેલા  હતા  અને  જેમના  જીવવાની  આશા  હતી  તેમણે  અમે  ઉચકી ઉચકી ને   ગાડીની પાછલી  સીટ   પર સુવાડ્યા અમે બધા  આગળની સીટ  પર  આવી ગયા  અને   મેં  ઝડપ થી  ગાડી  આગળ  કાઢી  લીધી અને  અમે  ધનસુરા  પહોચ્યા.  સૌથી  પહેલા  અમે   એક  હોસ્પિટલ   પર  ગયા  પણ  તે  લોક એ  ઘવાયેલાને  લેવાની  ના  પડી  ; આં અકસ્માત નો  કેસ  છે પોલીસ  કેસ બને  પહેલા  પોલીસ  બોલાવો  પછી  જ  અમે  ગાડી માંથી     ઘવાયેલા ને  ઉતારીએ. . હવે  વસ  ભાઈ  ગભરાયા  .  આં  લોકો  ઘવાયેલા    મુસાફરો ને  ગાડી માંથી  નહિ  ઉતારે  તો  પોલીસ  પહેલા  આપણને જ હેરાન કરશે..હોસ્પિટલ સત્તાવાળા  તો  કોઈ  પણ  સંજોગો માં   ઘાયલ  મુસાફરને  સારવાર  આપવા  તૈયાર જ  નહોતા. મેં  ડોક્ટર  ને  મળી ને  વાત  સમજાવી  પણ  તે  પોલીસ થી  ડરતા  હતા પરંતુ  ડોકટરના  પિતાશ્રી  મારા  રેક્ટર  અને   પ્રોફેસર  હતા   મેં  દેવ કુલે  સાહેબ ની   યાદ  આપી  તેથી  તે  થોડાક  કુણા  તો  પડ્યા  પણ   પોલીસ ની  જવાબદારી  કોની?  મેં  તે  જવાબદારી મારા  માથે  લીધી  અને  પોલીસને   ફોન કરીને  બોલાવી  લીધી. 
   હવે  બીજી  ગરબડ  ઉભી  થયી ધનસુરા  પોલીસ  કહે  આં તો અમારી  હદ  નથી  તમે  બાયડ  વાળા ને  જાણ  કરો  અને  તે  આવે  ત્યાં  સુધી  રહ  જુવો.  ત્યાં સુધી રહ  જોવામાંતો  દરદી નો  જીવ  જતો  રહે તેમ  હતું  તેને  તાત્કાલિક  સર્વ્બર  મળવી  જ  જોઈએ.  બીજી  બાજુ  પોલીસ  હદ  માટે   મક્કમ  હતા  અમે  શું  કરી  શકીએ ?અમારી  હદ  નથી  અને  હોય  તો પણ  અમરે  સ્થળ  પર  જયીને  રીપોર્ટ  લખવો   પડે.  રાત્રીના  લગભગ  ૧૨  વાગી  ગયા  હતા  . આજુ  બાજુ  થી  પણ  કેટલાક પરગજુ  માણસો   આવી  ગયા.   હવે  હદ નો  પ્રશ્ન  હાલ કરવાનો  હતો. આં વિભાગના   ડેપ્યુટી સૂપ.  પઢીયાર  મારા  મિત્ર  હતા  અને   મારા  બંગલાની  પાસે  જ  રહેતા  હતા   અમે  સાથે   ઘણી  વાર   રેસ્ટ હાઉસ  પર  રહ્યા  પણ  હતા  અને  સાથે  ભોજન  પણ  લીધેલું  તે  સમય  યાદ  કરીને  મધ્ય રાત્રી એ  તેમણે ફોન કરીને  જગાડ્યા  ન અને પરિસ્થિતિ સમજાવી. .હદ નો  પ્રશ્ન પણ   કહ્યો  આથી  તેમણે  તરત જ  અમારી સાથે  ઉભેલા   જમાદાર ને  કહ્યું  કે   હદ  ની  વાત  પછી  કરજો  અત્યારે  પરીખ  સાહેબ   કહે  છે  તે મુજબ  જરૂરી  વિધિ  કરી ને    ઘાયલ  લોકો ની  તાત્કાલિક  વ્યવસ્થા  કરો, પરીખ  સાહેબ ની  જરૂરી  સહીઓ  આપણે    કાલે  મેળવી  લયીશું, બાયડ  પણ  જાણ કરો  અને  તેમણે  પણ  તમારી  સાથે  રાખો,  પંચનામું  વિગેરે  જે  કરવું  પડે  તે  વિધિ  કરો  પણ  પહેલા  દરેક  ઘાયલ ને  સારવાર  મળે  તે  જુવો  જરૂર  પડશે  તો  આપણે  પરીખ  સાહેબ ને   ફરીથી  બોલાવી  લયીશું.  .ડેપ્યુટી  સાહેબ નો  હુકમ  મળતા  જ   તંત્ર  દોડતું  થયી  ગયું,   હવે  ટોપ  લોકો  પણ  ઘણા  ભેગા  થયી  ગયા હતા  અને  આમેય  ધનસુરા  સેવાભાવી  ડોકટરો થી  ભરચક  હતું.  બધી   બાજુથી  મદદ  મળવા  લાગી. તાત્કાલિક  સારવાર  વાળા ને  સારવાર  અપયી  અને  ગંભીર  ઘાયલો ને  અમદાવાદ  ખાતે  ખસેડાયા.  અને  પછી  રાત્રે  લગભગ   ૨-૩ વાગે  અમે  મોડાસા  પહોચ્યા. બીજે  દિવસે  તો  હ હો  મચી  ગયી,  આસરે  ૫-૬  મુસાફરો  તો  સ્થળ  ઉપર જ  મારી  ગયેલા, અને  ઘાયલો નું  સંખાબળ  પણ  મોટું  હતું જે  પૈકી કેટલાકને  અમે   દેવ કુલે  સાહેબ  ના   દવાખાને   સારવાર  અપાવેલી  તો  બીજા   પરગજુ  ડોકટરો  પણ  ખડે  પગે  તૈયાર  હતા. જેમને  પોલીસ નો  દર  કાઢી  નાખી ને  સારવાર  કરેલી. .બીજા  દિવસના  સમાચાર  પત્રોમાં  આનો  ઉલ્લેખ  થયેલો   અને  મીડિયા  એ  તેની  રીતે  કાગારોળ  કરેલી  તેની  વિગત માં  નથી  ઉતરવું  પણ  એક  વાત  ચોક્કસ પાને  માનવી   પડે,  આં બ અનાવ  પછી અકસ્માત   માટે  ના  ધારા ધોરણ  પોલીસે  બદલી  નાખેલા   અને   તેમાં  પઢીયાર  તે  સમયના  ડેપ્યુટી એસ.પી.  નો  મોટો  ફાળો  હતો.  હદ  ની  બાબતનો  પ્રશ્ન  વ્યાજબી  હતો  તેની  ના  કહેવાય  નહિ  પણ  સમય  અને  સંજોગો  ને  અનુલક્ષી ને  તેમાં  છૂટ  છત   અપાય  તો  તેમાં  પણ  કયી  ખોટું  નથી . એક  બાજુ   માનવી  મારતો  હોય    અને  બીજી  બાજુ   પોલીસ  હદ નું  ગણું  ગાય  તો  તે  ગીત  ભલે  સાચું  લાગે  પણ  તેનો  વ્યવહારિક ઉકેલ  લાવવો પડે. રસ્તા  ઉપરથી  પાંચ ક્યાસ  થયા  વગર  ઘાયલ ને  ખસેડવા  તે કેટલું  વ્યાજબી અને  કેટલું  ગેર વ્યાજબી  તે  સમયે  નક્કી  કરવું  પડે.  
     પણ  અમારા વૈષ્ણવ  સમાજ માં  એવું  કહેવાય  છે  કે  ભગવાન  જે  કરે  તે  સારા  માટે  જ  કરે  છે.આં અકસ્માત નું  એક  પરિણામ  તો  સારું  આવ્યું  કે  તે અંગેના 
   આં  બનાવે  અકસ્માત  માટેના  ધારા ધોરણો  બદલી  નાખ્યા  હતા  ને  નક્કી  થયું  કે  અકસ્માત ના  કિસ્સામાં   સૌથી  પહેલું  કામ  ઘાયલ ની  સારવાર  નું  કરવું  અને  પછી  જ  બાકીની  જે  કઈ  વિધિ  કરાવી પડતી હોય   તે  કરાવી  લેવી. જેની  પણ  હદ  માં માહિતી  મળે  તેને  કામગીરી  કરીને  પછી  હદ  બદલવાનો   પ્રોસેસ  કરવો.
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment