: : અતીતની યાદો : :
: લોભામણા સ્વપ્નો : ગુણવંત પરીખ ૨૨-૮-૧૨
સામે ઇન્દ્રાસન છે. સિંહાસન ઉપર બેસવા માટે અનેક ઉમેદવારો છે. જાણે કે સિંહાસન માટે સ્વયંવર રચાયો છે. દરેક ને એમ છે કે ઇન્દ્રાસન મને જ મળે અને હું જ સર્વોચ્ચ સામર્થ્ય ધરાવું છું. તે માટે તેઓ સૌ પોત પતની રીતે આગવા પ્રયાસ અને પ્રચાર લીલા ઓ કરી રહ્યા છે. , લાલચો આપે છે, પ્રલોભનો આપે છે, કોની એ ગોળ લગાવે છે, વચનો ની ભારમલ જોવી હોય તો આં તેના માટે યોગ્ય સીઝન છે - ચુનાવ ની સીઝન.
વચને શું કીમ દરિદ્રતા,
વચન આપવામાં શા માટે પીછે હથ કરાવી ?
એક રાજકીય પક્ષે દરેક ગૃહિણી ને ઘરનું ઘર આપવાનું વચન આપ્યું છે. તેના માટે કોઈ શરતો નથી દર્શાવી. એ ઘર કેટલી કિંમત માં પડશે તે નથી જણાવ્યું, કેટલા પૈસા ક્યારે અને ક્યાં ભરવાના છે તે નથી જણાવ્યું. ગૃહિણી ને ઘર મળશે તેવી જાહેરાત છે અને વચનની પૂર્તતા કરવા માટે ગૃહિણી ઓ નું સંમેલન બોલાવ્યું અને દરેક મહિલા ને એક એક ફોર્મ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. સમાચાર અનુસાર એવી માહિતી છે કે ૨૭ લાખ જેટલા ફોર્મ હતા જે પણ ઓછા પડ્યા છે. અને આં ફોર્મ મેળવવામાં પણ અરાજકતા ફેલાઈ હતી, ધક્કામુક્કી અને કોઈને તો ફ્રાક્ચાર પણ થયાના અહેવાલ છે. મફતમાં ઘર મળતું હોય તો કોણ પાછું પડે તે લેવા માટે ? શાસક પક્ષની પણ ફરજ બની રહે છે કે આવી જાહેરાત કરીને પ્રજાને આકર્ષવામાં કોઈક ગરબડ તો નથી ને ? અરાજકતા તો નહિ ફેલાય ને ? જો ફોર્મ ના વિતરણ માં જ આવી અરાજકતા ફેલાઈ તો ઘર થશે ત્યારે તેની વહેચણી માં શું થશે? મોટા વ્યાજની લાલચ આપનાર માટે જો સરકાર મોદી મોદી પણ જાગી હતી તો આં જાહેરાતનો અંત પણ તેવો તો નહિ આવે ને ? શાસક પક્ષે તેની યથાર્થતા ચકાસવી જોઈએ.
આપણે સહેજ ચકાસી લયીયે. એક ઘર બનાવવા માટે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા તો જોઈએ જ . તે પૈકી ગૃહિણી એ કેટલા પૈસા ભરવાના આવશે તેની કોઈ ચોખવટ છે ? પહેલી નજરે તો દેક્લ્હાતી નથી. એવું તો નથી કે દરેકને મફતમાં જ ઘર મળવાનું છે. પૈસા તો ભરવાના જ છે તો કેટલા અને ક્યારે ભરવાના છે તેની કોઈ માહિતી છે ? ના , નથી. આકડાની એક માયાજાળ દર્શાવું. તેમના નેતાના કહેવાનુસાર, જો તેઓ જીતીજ્કાશે તો ૧૫ લાખ ગૃહિણીઓને ઘર આપશે. દર વર્ષે ૩ લાખ લેખે ઘર તૈયાર થશે. માણી લો કે દર વર્ષે 3 લાખ ઘર તે પક્ષ તૈયાર કરશે. એક ઘરના ૧ લાખ ગણીએ તો પણ ૩ લાખ ઘરના કેટલા થયા તેનો હિસાબ મુક્યો છે કોઈએ ? ૩ લાખ ઘરની રકમ થાય ૧ લાખ ગુણ્યા ૩ લાખ એટલે પુરા ૩૦૦૦ કરોડ રૂપિયા. થાય તો આં ૩૦૦૦ કરોડ રૂપિયા લાવશો ક્યાંથી ? સરકારની તિજોરી માંથી કે પક્ષની તિજોરી માંથી ? .એક સમાચાર પત્રે એક આંકડાકીય માહિતી આપી છે કે કોલસા ના કોભાંડ માં ૧,૮૬૦૦૦ કરોડ નું કૌભાંડ છે અને જો તે ના થયું હોત તો સરકારી તિજોરી પાસે ૧,૮૬૦૦૦ કરોડ રૂપિયા બચત તરીકે મળ્યા હોત અને જો ખરેખર તે સાચું હોય તો ૧૮૬૦૦૦ કરોડ માંથી ૩૦૦૦ કરોડ એક વર્ષ માટેના ગણી ને ૫ વર્ષના ૧૫૦૦૦ કરોડ રૂપિયા સહેલાઈથી મળી જય. પણ આં બધા સ્વપ્નો છે. .૧૮૬૦૦૦ કરોડ કોણ લયી ગયું, કોના ખિસ્સામાં ગયા, તેની માહિતી તો કેગ પણ નહિ આપી શકે. પણ આલોચનામાં એમ કહેવાયું છે કે આટલી મોટી રકમ માંથી ૧૬ વર્ષનું સ્વાસ્થ્ય અને શિક્ષણનું હ્કાર્ચ નીકળી જય. કલ્પના કરો, ૧૬ વર્ષ સુશી મફત દવા,દારૂ, અને ભણતર /// આહાહાહ પણ આં બધું શક્ય જ નથી વાસ્તવમાં વાસ્તવિકતા એવી છે કે ખાવા બ્રેડ નથી માં;અતિ એને કહેવામાં આવેછે કે કઈ નહિ, બ્રેડ ના મળે તો કહો કેક ખાય /// આવુજ આશ્ચર્યજનક વિધાન એક કેન્દ્રીય મંત્રી એ તાજેતરમાં કર્યું છે કે મોઘવારી વધે છે તે તો ઘણું સારું છે તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. આં પ્રકારની નીવેદાન્બજીને વાણી વિલાસ નહિ તો બીજું શું કહેવું? બે ટાંક રોટલાના ફાફા છે તેમણે એવી લાલચ આપવામાં આવે છે કે તેમણે એક એક મોબા ઈલ આપવામ,અ આવશે અને છોગામાં ૨૦૦ રૂપિયાનો ટોક ટાઈમ મફતમાં મળશે. વાતોના વાળથી પેટ ભરવાન્પો કોઈ કીમિયો હોય તો તે પણ બતાવો. લોકો ક્યાં સુધી અં સહન કરશે ? એમની સહન શક્તિની પણ હદ આવશે ખરી કે નહિ ? ગૃહિણીઓને ઘર આપવાની વાતો કરનાર પક્ષ પણ કહે છે કે તે પરિવર્તન લાવવા ઈચ્છે છે. પોતાના જ પક્શમક્થિ છુટા પાડનાર પણ એમ કહે છે કે તેમણે પણ પરિવર્તન લાવવું છે ?પણ કેવું પરિવર્તન ? શાનું પરિવર્તન ? માત્ર મુખ્ય મંત્રીની ખુરશી ઉપર બેઠેલો માણસ બદલાય તેટલું જ પરિવર્તન// અમરે સત્તા જોઈએ છે. તમે લડવા ખાઈ લીધા અને અમે રહી ગયા. હવે અમને તક આપો બસ આજ તેમની નીતિ કે બીજું કઈ ? ગૃહિણીના ઘર માટે તો એક ગણતરી આપી કે એક વર્ષના ૩૦૦૦ કરોડ લેખે ઓછામોછા ૫ વર્ષના ૧૫૦૦૦ કરોડ જોઈએ. સરકાર કે પક્ષો એમના ઉપર આટલા બધા ખુસ કેમ છે ? એ લોકો ખુશનથી પણ આં લાલચ થી એમને તેમના મત ખરીદવા છે તે મોટો મુદ્દો છે. જે વર્ગ બોલી નથી શકતો, સહન પણ નથી કરી શકતો, હાથ પણ લંબાવી નથી શકતો તેની શું હાલત ? અમરી પાસે પણ એવા આકડા એવા બોલે છે કે એવા હજ્જારો લોકો છે કે જે ઊંચા કુળમાં જન્મ્યા હોય પણ આવકનું કોઈ મોટું સાધન ના હોય અને ભૂખે પણ મારતા હોય અને તેની સરખામણી માં ગરીબ કહેવતો વર્ગ તેમના કરતા વધુ બાદશાહી થી રહેતો હોય. આવી અસમાનતા ને કેવી રીતે દુર કરાવી તેનો કોઈએ વિચાર કર્યો છે ? ના, ના, ને ના,. .. અમરે તો બસ યેન કેન પ્રકારેણ ખુરસી જોઈએ, સત્તા જોઈએ અને તેને માટે અમે ગમે તે કરવા તૈયાર છીએ. લાકડે માંકડા ગોઠવીશું, જોડાણો કરીશું, તકવાદી બનીને ભેગા પણ થયીશું અને તક મળે પરસ્પરને ભંડીશું પણ ખરા. પણ ખુરશી જોઈએ. પ્રજાની કોઈને પડી નથી, મોઘવારીની કોઈને પડી નથી, પ્રજાના સ્વાસ્થ્યની કોલનેપડી નથી, પ્રજાના સંતાનોના શિક્ષણ ની કોઈને પડી નથી. આં બધી સેવાઓ ખાસ કરીને સ્વાસ્થ્ય અને શિક્ષણ ની સેવાઓ કેવી મ્કેટલી મોંઘી છે તેનો અંદાજ તો તેનેજ આવે જેને તેમાંથી પસાર થવું પડ્યું હોય બાકીના માટે તો બ્રેડ નહિ તો કેક ખાવ જેવો ઘટ છે. .એ.સી. માં બેસીને નિર્ણય કરનારને ધોમ ધગતા તડકાનો અંદાજ કેવી રીતે આવે ? કોને શિરપાવ આપવો અને કોને જૂતિયા મારવા તે જ નક્કી કરી શકાતું નથી. લગભગ બધા સરખા લાગે છે.
હમ તો રહતે હૈ શીશ મહલ મેં,
ચારો ઔર હંમે એક હી ચહેરા નજર આતા હૈ,
પત્થર મારે તો કિસકો મારે,
એ તો હમારા હી ચહેરા હૈ
આલીશાન શીશ મહલમાં રહેનાર ને, એ.સી. ની ઠંડક માં જ રહેનાર ને રસ્તે રઝળતી વાર્તાઓ કેવી રીતે દેખાય ?
શક ,તેલ અને રેશન જેવી બાબતમાં રસ્તા વચ્ચે લાઈનમાં તપતી એ મહિલાઓને આટલી ધક્કામુક્કી સહન કર્યા પછી પણ જો ગ્જ્હારનું ઘર નહિ મળે તો તો શું થશે તેની કલ્પના કરી છે કોઈએ ?
ગુણવંત પરીખ
No comments:
Post a Comment