yunivarditi problems

સ્નેહિશ્રી મુકુલભાઈ , અ.સૌ. દિપ્તીબેન , 
    આપની  કુશળતા  ઈચ્છું  છું. 

       વહીવટ  અને  વાતાવરણમાં  વાદળ  આવે  પણ  ખરા, ગરજે  પણ  ખરા ,વરસે  પણ ખરા, અને  વિખરાઈ  પણ  જાંય. તેનાથી  ઝાઝો  તફાવત  તો  નથી  પડતો.  હાથ વગુ  કોઈ  સાધન  હોય  તો  તેનો  યોગ્ય  ઉપયોગ  કરી  લેવો  તેનું  નામ  સમય સૂચક   વ્યવહાર  અને  વહીવટ. 
     આપે શિક્ષણ  ક્ષેત્રે  પ્રવેશ   કર્યો  તે દિવસતી  આપનું  એક  સ્વપ્ન હતું  કે  આપણે  આપણે આં  ક્ષેત્રને  સર્વોચ્ચ  સ્થાને  બેસાડીશું. આપની  યુનિવર્સી ટીને આપણે  દેશ ભરની  પ્રથમ  ગુરુકુળ  ની  વિદ્યાપીઠ   સમકક્ષ  બનાવીશું  અને મુકીશું  પણ ખરા. હજુ  પણ આપની પાસે  તે  તક  છે. યોગ્ય  ધીરજ,હિંમત, ગતિશીલતા. અને  તમામ  વર્ગ નો  સહકાર  જો  મળે  તો  આપણે  જરૂર  તેમાં  સફળ  બની  શકીશું. 
     આજ  કાલ  તો  યુનીવર્સીટી  નું કેમ્પસ  કદાચ  રાજકીય  ખેલ નું  મેદાન બની  ગયું  હોય  તેમ  લાગે  છે.  વિદ્યાપીઠ  એ  વિદ્યાર્થીઓ માટે  છે  અને  નહિ કે  રાજકીય પક્ષો કે  રાજ્નીતીગનો  માટે .આપનું  ક્ષેત્ર   વિદ્યા પ્રદાન  કરવાનું    છે  અને  નહિ  કે  તોડ  ફોડ  અને  તોફાન  મસ્તી  અને  માર કૂત  અને  મસાલા નો  સામનો  કરવાનું  કે  તેનો  વહીવટ  કરવાનું. આં ક્ષેત્ર  વિદ્યાર્થીઓ  માટે  જ  છે  અને  તેમાં  વહીવટ નો  દોર  લેનાર ના  વહીવટી  સેવકો, પોલીસ  કે  લશ્કરના   સૈનિક ને  પ્રવેશ જ  ના  હોય.  આપના  રક્ષણ  માટે  જો  આપણે  પોલીસ  બોલાવવી  પડે  તો   તે બાબત  સમગ્ર  ક્ષેત્ર  માટે  શરમ જનક  ગણાય. આપના  ક્ષેત્ર અને  કેમ્પસ માં  પોલીસ  કે  સૈનિક તો  ના  જ  જોઈએ. પણ  તેની  સદમે   સલામતી ની  વ્યવસ્થાને પણ  અવગણી  શકાય  નહિ. અસલામતી  કોણ  ઉભી  કરે છે?  આપના  વિદ્યાર્થી ઓ  ?  ના, ના  અને ના   પણ  તેમણે  ગેરમાર્ગે  દોરનાર  કોઈ  તંત્ર  છે  કે જે  તેમની   શક્તિનો  પોતાના હિત  માટે દુરુપયોગ  કરે  છે.આપણે  સૌ  તે   તંત્રને  જાણીએ  છે  છતાં  લાચારી થી  તે  જોઈ  રહીએ  છીએ  અને  ચલાવી  પણ  લિયે  પણ  છે  જે  આપની  પણ   એક  કમનસીબ  લાચારી  છે.  પણ  મને  વિશ્વાસ  છે  કે  આપ  આં લાચારી માંથી  બહાર  આવી  જશો. આપ  સક્ષમ  પણ  છો  અને વહીવટ  નો  પણ  એક  અનુભવ  પણ  આપની પાસે  છે અને  તે  ઉપરાંત  પક્ષીય  સમાજ   પણ  આપની પાસે  છે  અને  તેની મર્યાદા  અને  તેનો  ઉપયોગ  કેવી  રીતે   કરવો  તે  પણ  આપ  સારીરીતે  જનો  છો. . 
   સૌ પ્રથમ  તો  આપે  તમામ  કોલેજોના    વિદ્યાર્થી મંડળો ના સભ્યો,  તમામ  કોલેજોના  આચાર્યો , અને  શક્ય હોય  તો  તમામ  શિક્ષકો - અધ્યાપકો, ને  એક  મંચ  પર  બોલાવી ને  તેમણે   હૈયા  ધારણ  આપવી  પડે  કે  તેમના  પ્રશ્નો નો  યોગ્ય  નિકાલ  હું  કરીશ, તે માટે  તમારે  અન્યાશ્રય  લેવાની જરૂર  નથી.  તમારા  પ્રશ્નો ની  તમે જ  રજૂઆત  કરો,  તમારી  રજૂઆત  માટે  તમારે  અન્યની  જરૂર  રાખવાની  રહેતી  જ  નથી. હું તમારા  તમામ   વ્યાજબી  પ્રશ્નોનું  વ્યાજબી  નિરાકરણ  લાવીશ  જ એક  વખત  ભરોસો  રાખીને  યોગ્ય  સહકાર  આપો.  આપણે  સૌ  એક  છીએ.  તેમણે  ખાતરી આપો  કે;
અહં ત્વમ સર્વ  દુખેભ્યો, મોક્ષ્યીશ્યમી  માં  સુચ .....
તમારી  કોઈ  પણ રજૂઆત  એળે  નહિ  જાંય  માત્ર  મારી  એક  જ  શરત  છે  કે તામેં  તમારી  રજૂઆત  જાતે  કરો,કોઈ  રાજકીય  પક્ષને  વચ્ચે  લાવશો નહિ અને ખુબ  જ  અગત્યની  વાત  કે  તમે   કદી શિસ્ત  અને  સંયમ  અને  મર્યાદા  ઓળંગીને વિના  કારણ  તોડ ફોડ  કરશો  નહિ. હું  ખાતરી  આપું  છું  કે  મારા  પરિક્ષેત્રમાં  પોલીસ  નહિ  આવે.   વ્યાજબી  વહીવટ ના  વ્યાજબી  ઉપભોગ  માટે  જ  માત્ર  દ્વાર  પર  દ્વારપાલ હશે  જે  કદી  બળ  પ્રયોગ  તો  કરશે  જ નહિ  પણ  સામે  છેડે   આપ  સૌ  વિદ્યાર્થી ઓ  પણ  કદી  એવું  વર્તન  કરશો  જ  નહિ  કે જેથી  મારે  અને  આપણે  નીચું  જોવું  પડે. એક  વખત   વિદ્ય્ર્થીઓ  વશમાં   આવી  જશે  પછી  તમારા  લશ્કરની   શક્તિ  અનેક ગણી  વધી  જશે પણ  આપ  પણ  તે  લશ્કરનો   કદી  દુરુપયોગ  કરશો  નહિ.  
    બીજા  તબક્કે  આપ  આપની  સં મ  કક્ષ   પદાધિકારીઓ નો   પણ  ;; ગુજરાતની  તમામ  યુનીવર્સીટીઓ ના  કુલ્પતિઓનો  સંપર્ક  સાધી ને  આપના  કાર્ય માટે  ટેકો  મેળવશો.  આપનો  પ્રશ્ન  તે  દરેક નો  પ્રશ્ન  છે. દરેક  યુનીવર્સીટી   આં  પીડા  નો  અનુભવ  કરે  જ  છે  અને  લાચારી થી  જોઈ  રહે છે.  આં  બાબત  નજર   સામે  રાખીને   આપ  પહેલ  વૃત્તિ  દાખવશો  તો  તે  પ્રશંશનીય  બની  રહેશે. દરેક  કુલ પતિ  આપણે સહકાર  આપશે  જ  અને  તે  સહકાર  મળ્યા  પછી તો   શિક્ષણ  ક્ષેત્ર   સર્વોચ્ચ  આસને  બિરાજશે. 
      તે પછી  ના  પગલા  સ્વરૂપે   સેનેટ  અને  સીન્ડીકેટ ની ચુનાવ  પધ્ધતિ   માટે  પણ  આચાર  સંહિતા   આપણે  જ  ઘડાવી  પડશે.   આં  ચ્ગુના  રાજકીય  ચુનાવ  ના  બની  જાંય તેની  કાળજી  રાખવી  પડશે. યુનીવર્સીટી  વિદ્યાર્થીઓની  સંસ્થા  છે  અને   વિદ્યાર્થી  અથવા  વિદ્યાર્થીનું  જ  હિત  ધરાવનાર જ આં ક્ષેત્રમાં  પ્રવેશે  તેની  કાળજી  રાખી ને  આચાર સંહિતા  ઘડાવી  જોઈએ. આં પ્રશ્ન  આપણે  પછી  વિચારીશું. જો  આટલી  વાત  આપના  ગળે  ઉતારે  તો  મને  વિશ્વાસ  છે કે  મુકુલભાઈ  ગુજરાતની પહેલી  ગુરુકુળ  વિદ્યાપીઠના   પહેલા   પ્રધાન  આચાર્ય   બની  શકાશે.  આપે  થોડા  મુત્સદ્દી  બની ને  સરકાર ને  પણ  સમજાવવી પડે.વિદ્યાર્થીઓ ને  પહેલા  જ્ઞાન  લેવા  દો  અને  પછી  નેતા  બનવાની  શિખામણ  આપો. નેતા બનવાની  લાલચમાં  તે  તોફાની  અરાજક  તત્વોના  હાથ  ના  બની  જાંય તે  જોવાની  આપની  ફરજ  બની  જશે  અને  એક વાર   સ્થાપિત  થઇ  જશે  પછી  આપની  મુશ્કેલીઓ  હર હંમેશ માટે  દુર    જશે.  
     આપે  પદ  ગ્રહણ  કર્યું  ત્યારથી  આપનું  હિત  અને  સમગ્ર  શિક્ષણ  જગતના  હિત  ને  મેં  નજરમાં  રાખીને  આપણે  શુભેચ્છાઓ  પાઠવી  છે અને  આજે  પણ આપણે  શુભેચ્છાઓ  પાઠવું  છું. હું  હર હંમેશ  આપની  સાથે  રહેવાની  ખાતરી  આપું છું. 
     અ.સૌ દિપ્તીબેન ને  યથા ઘટિત  યાદ  પાઠવશો  સૌ  પરિવાર જનો, મિત્રમંડળ  વિ.ને  પણ  યથા  ઘટિત  યાદ  પાઠવશો .
 આપનો  વિશ્વાશું 
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment