atitni yado lahani ke lalach

  :  :  અતીતની    યાદો  :  : ( ગુણવંત પરીખ )  તા. ૧૬-૮-૧૨ 
     : લહાણી  કે  લાલચ ?   :
           જલીલ  આસન  નહિ ,આબાદ  કરના  એ  ઘર  કિસીકા , 
           એ  ઉસીકા  કામ  હૈ  ,જો  ખુદ  બરબાદ  હોતે  હૈ .............  

    ઉપકાર નબી  પ્રક્રિયા  સહેલી  નથી. એક જમાનો   હતો  કે  જયારે   કેટલાક  સેનાનીઓ એ  જાણ  કુરબાન  કરીને  પણ દેશને  પોતાનું  બલિદાન  આપ્યું હતો  અને તેના બદલામાં  તેમણે  કશું જ  તે  વખતે  મળ્યું  નહોતું  સિવાય  કે  પ્રજાનો  પ્રેમ- અનહદ  પ્રેમ  તે  જમાનામાં  પણ  મળ્યો  હતો  અને  આજે  પણ  પ્રજા  તેમણે  અને  તેમના બલિદાન ને  યાદ  કરે  છે. તેઓ  સાચા  અર્થ માં  લોક સેવકો  હતા. એવું  પણ   નથી  કે  તેઓ  સાવ  મુફ્લીશ  હતા,  કામ ધંધા  વગર ના   બેકારો  હતા.  તેમની  પાસે  લાખોમાં  કમાવાની તાકાત  હતી  તો  કેટલાક તો  લાખોની  આવક  છોડીને  પણ  સેવવા  કરવા  નીકળી  પડ્યા હતા. ગાંધીજી, સરદાર, ઝીણા ,તિલક  જેવા  ખ્યાતનામ  બેરિસ્ટર  વકીલો  હતા   ઝીણા  તો  ઢગલો ધન  કમાતા  હતા   પણ  સરદાર અને  ગાંધીજી  તો  ઢગલો  કમાઈ  શકે  તેમ  હોવા  છતાં  પણ   લાખોની  આવક ની  પરવા  કર્યા ડ\સિવાય  સેવા ના  જંગ માં   આવી  ગયા  હતા.તેમ,ને  પ્રજા  પાસેથી કશું  લેવું  નહોતું  પણ  પ્રજાને  કૈક  આપવું  હતું, પ્રજા માટે  કશું  કરવું  હતું.   આજ  અને  કાલ  નો તફાવત  જ  અહિયાં છે.  અતીતના  આં  મહાનુભાવોને   કૈક  આપવું  હતું  આજના  એ જ પ્રકારના  મહાનુભાવોને  કૈક  તો  ઠીક  ઘણું  બધું  તેમની  પાસે  હોવા  છતાં  પણ  હજુ  પણ  કૈક  લેવું  છે.  અને  માટે નો  સરળ  માર્ગ  તેમણે  એક  જ  દેખાયો  છે  અને  તે છે  ચુનાવ  લાડવો અને  તેમાં  કોઈ પણ ભોગર  જીતવું.  કોઈ પણ  ભોગર નો  અર્થ  સા મ   ,દામ,  દંડ , ભેદ  અને  આં સિવાય  પણ  કોઈ કરાનત  હોય તો  તે  કરીને  પણ  જંગ  છીનવ  જંગ  જીતવો. જવાહરલાલ  કે  સરદાર  માટે  ચુનાવ  જીતવા માટે  કોઈ  મુશ્કેલી  પડે જ  નહિ.  સરદાર ને  માટે તો  તે  તક  કુદરતે  આપી  જ નહિ ચુનાવ  પધ્ધતિ  શરુ  થાય  તે  પહેલા  જ  ભગવાને  તેમની  પસંદગી  કરીને  તેમણે  તેમની  સભામાં  બોલાવી  લીધા  હતા.  પરંતુ  આં બધા  મહાનુભાવો  માટે ચુનાવ  લડવા  માટે  કે  જીતવા માટે  પ્રજાને   કોઈ  લાલચ   કે  લાંચ  જેવી  કોઈ  લહાણી  આપવાની  જરૂર  નહોતી કે  કોઈ  ખોટા  પ્રલોભનો  કે  વચનો  પણ  આપવાની  જરૂર  નહોતી. પણ  આજે  ચુનાવ  માટે  ઢંઢેરા   પીટવા  પડે છે, ઢંઢેરા  બહાર  પાડવા  પડે છે, તમારી  નીતિ  દર્શાવવા  માટે  તે  કદાચ  જરૂરી  ગણાય તો  પણ  એવા  વચનો   શા માટે  આપતા  હશે  કે  જે  કડી  પુરા  થાય  જ  નહિ.  ? મને  હજુ  પણ  યાદ  છે  કે  એક  વખત  ચુનાવ  ઢંઢેરા  માં   જણાવેલું   કે  ગરીબો માટે  ૨ કે  ૩  રૂપિયે  કિલો ના  ભાવે  ચોખા  અને  ઘઉં  આપવામાં  આવશે.  આપી  શકાય  તેવી  તો પરિસ્થિતિ  હતી,  એટલો  જથ્થો  છૂટો  પણ  કરાયેલો  પણ ......પણ  એ  જથ્થો  ક્યાં  ગયો, કોની પાસે  ગયો, તેનો  ઉપયોગ શું  થયો  તે અંગે  હું  કેવી રીતે  ટીકા કરું ? હું  જે  કહેવા  માગું  છું  તેની  મારી  પાસે  તો સાબિતી  નથી પણ  તે  ખોટું પણ નથી    છતાં  સૌ  જાણે  છે કે  તે  જથ્થો ક્યાં ક્યરે અને  કેવા  બજાર માં  વાગે  થયી  ગયો  હતો. નામ  ગરીબો ની  યોજના  અને   મળ  ગયો  બીજે. . 
      આજે પણ  આવા  વચનો  આપવામાં   આં પક્ષો  પાછા પડે  તેમ નથી.  એક  બાજુ  બે  ટાંક  રોટલાના  ફાફા  છે   ત્યાં  એક  પક્ષે  વચન  આપ્યું છે  કે  તે ગરીબો ને ૨૦૦  રૂપિયાના ટોક ટાઈમ   સાથે  એક એક  મોબા ઈલ   આપશે.  મોબિલ થી  ભૂખ  ભાગશે ?  તેનો  ઉપયોગ  આં  ગરીબો કેવો કરશે ? અને  જો   તેનું  વ્યાસન  જ  પડી જશે  તો  પછી  ખાવાના  પૈસા પણ  જેમ  દારૂ ની  લત માં  જતા  રહેતા  હતા  તેમ   ટોક  ટા ઈમ  માં  વપરયી  જશે.  એઅમોને  નથી  લાગતું  કે  આવું  વચન  કોઈ  જરુરુ  છે  ખરું ? એટલા  પૈસા  ખર્ચી ને   દુકાળ માં  અનાજ  વહેચો  શાળા  શરુ  કરો,દવાખાના   શરુ કરો,દવાઓ  આપો,  પણ  ના  અમારેતો  સારા  દેખાવું છે .સ્વપ્ન દ્રષ્ટ્ર  બનવું છે  દુનિયામાં  અમારે  બતાવવું છે  કે  અમારા દેશમાં  ગરીબ  મજુર પણ  મોબા ઈલ  રાખે  છે. એ પણ   મને  યાદ છે  કે ૧૯૫૫-૫૬  માં  એક  ફિલ્મ  શ્રી ૪૨૦  રાજ કપૂરે  બનાવેલી. તેમાં  ૧૦૦  રૂપિયામાં  ઘરનું  ઘર  મેળવવાની  ઓફર  હતી.  લાખો  લોકો એ  તે ૧૦૦  રૂપિયાભરવા   માટે    લાઈનો  લગાવી  અને  તેનો  અંજામ  ફિલ્મ ના  કલાઈ મેક્ષ માં જે  થયો  તે  સૌ  જાણે  છે.  આજે  પણ  એક  પક્ષે  ગૃહિણીઓ ને   ઘર  આપવાની  યોજના  નું વધન  આપ્યું છે.   ફોર્મ  વહેચવામાં  જ  કાગારોળ  મચી  ગયી  છે   તો  ઘર વહેચવામાં  શું  થશે? કહેવાય છે  કે  કોઈ  મોબા ઈલ  કંપની એ તેના  મોબા ઈલ  વેચવા  માટે  આં  પ્રયોગ  કર્યો  હશે.  ક્ખાવા  માટે  અનાજ  નથી  અને  વચન  અપાય  છે  મોબા ઈલ   ના  અને  ઘરના  ઘર  માટે, આં બધા  પૈસા  લાવશો  ક્યાંથી ? 
           ધારાસભા  કે  લોકસભા  અને  રાજ્યસભા માં  જવા  માટે  આટલી  પડા પડી  કેમ  થાય  છે ?  શું  આં બધા  ઉમેદવારો  પ્રજાની  સેવા કરવા  માટે એટલા બધા  તત્પર છે ?ધારાસભામાં  જયીને  જ  સેવા  થયી  શકે  છે? લોકશાહીમાં  સેવા  કરવા  માટે શું  આં એક જ  મંદિર  છે ?  ગાંધીજી  જેમનું  નામ  ચોરે  અને  ચૌટે  વટાવાય  છે  તે  ક્યાં  ચુનાવ  લડવા  ગયા  હતા. >? વલ્લભભાઈ  સરદાર  કયો  લડવા  ગયા  હતા   ?  માનો  કે તે  રાજનીતિમાં  હતા  . પણ  વિનોબા  ભાવે  અને  રવિશંકર  મહારાજ  ક્યાં  ચુનાવ  લડેલા ?  તેમની સેવા ઓ  મુલવી  શક્પો  તેમ છો ? મધર  ટેરેશા ની  સેવા કીય  પ્રવૃત્તિ  ટીકા પત્ર  બની છે  ખરી ? જેને  ખરેખર  સેવા  જ  કરાવી  છે  તેમના  માટે  તો  અનેરા   અને  અનેક  ક્ષેત્રો   છે અને  તે  કરે  જ  છે.  એક  પ્રોફેસર  મુંગા  પ્રાણીઓ  પક્ષીઓ   અરે  તરછોડાયેલ  વાનર  બાલ ને  પણ  પોતાના  સંતાન ની  માફક  જલાવે  છે અને  પોતાના  સંતાન ને  પણ  જેટલી  હૂફ  નહિ આપી  શક્ય  હોય  તેના થી  વધારે  આં  વાનર  બાલ ને  આપે  છે.  તેના  માટે  ચુનાવ  લડવાની  જરૂર  નથી.  સેવા  વૃત્તિ  તે  સહજ  અને   સાહજિક   છે તેમાં  ગણતરી  નથી  જયારે  આજના  ચુનાવ  ક્ષેત્ર માં   દરેક  પ્રકારની  ગણતરી  મુકાય  છે  અને  કૈક  મેળવવા  માટે  કૈક  ખોવું   પણ  પડે  તો  ખોઈ ને  કે  ખરચી ને  પણ  ચુના વ   જીતવો.  જો  આવી જ  ગણતરી  છે તો  ત્યાં  એવા  ક્યાં   લડવા  દાટેલા  છે  કે  જે  ઉપાડી  જવા  માટે  આટલા  ઉધામા  કરવા  પડે ?  કેટલાક  માટે  તો  તેમાં  માત્ર  લડવા  જ  નહિ  હીરા મોટી  અને  સોનાની  ખાન  દેખાય  છે  અને  તે માટેજ   માત્ર   ત્યાં  જવા માંગે છે. એવું  પણ  નથી  કે  આં સુત્ર  બધાને  લાગુ  પડે છે.   કોઈક  સાચો  હીરો  પણ  હોય  છે  કે જે   આં  કોલસાની  ખાણ માં  સબડે  છે પણ  કોઈ  તેનો  ભાવ નથી  પૂછતું. ઉપરથી   તેને  પણ  કોલસાના  રંગે  રંગી  દેવાય  છે.  અને  કદાચ  તેથી જ  કોઈ  આગળ  નથી  આવતું.આગળ  આવનાર ને  પાડવા વાળનું  સંખ્યાબળ  મોટું  છે. એની  ગાજરની  પીપુડી  કેટલી  વાગે ?  પ્રજા  સમજે  તો  છે પણ  તેની  પાસે હાલ  કોઈ  સારો  વિકલ્પ  નથી  દેખાતો.  આગળ  કુવો  છે  અને  પાછળ  ખાઈ  છે.  રાજ  સિંહાસન  પર  એવી  વ્યક્તિઓ  આરૂઢ  થયેલી  છે કે  જેમને  આંખ  અને  કાન  પણ  બંધ કરી  દેવા  પડેલ  છે. એક રાની  પાસે  પ્રજાએ  ફરિયાદ  કરી  કે  પ્રજાને  ખાવા  માટે  બ્રેડ  પણ  નથી  મળતી  ત્યારે  રાની એ  જવાબ  આપેલો  કે  બ્રેડ  ના મળે  તો  કઈ  નહિ  તેમણે  કહો કે   કેક  ખાય . રોમ ભડકે  બળતું  હતું  ત્યારે   રાજા  ફિડલ  વગાડતો  હતો.  ભવિષ્ય માં  કોઈ ક  આપના માટે  પણ  કહેશે  કે  ગરીબને  ખાવા  નથી  મળતું રોટલો  નથી  મળતો  ત્યારે  તેને  મોબા ઈલ  અને  ઘર  આપવાના  વચનો  અપાય છે.  રોટલા  ના  આપી  શકો  તો  કઈ નહિ  પણ  કામ સે કામ  મોઘવારી  તો  ઘટાડો. પેટ  ચોળી ને  શુલ  ઉભું  કરેલું  છે. વાયદા  બજારે   જ  મોઘવારી  વધારી  છે છતાં  તેને  દુર  કરવાની  હિંમત  નથી  બતાવી  શકાતી  કારણકે  સત્તા  ટકાવી  રાખવાની  છે. જે  સત્તા  પર  આવશે  તેની  આજ  હાલત  છે.  અને  માટે  જ  લેવાય  તેટલો  લાભ  લેવા  માટેજ  સત્તા  લેવી   છે  નહિ  કે  કોઈ  સેવા  કે  પ્રજાના  હિત  માટે .  નામ  પ્રજાનું  અને  કામ  પોતાના  સ્વાર્થનું. વિવેક  ભંગ  કે  મર્યાદા ભંગ  કર્યા  વગર  જાણવું  તો   એવા  ઢગલાબંધી  મહાનુભાવો  છે  જેમને  માટે  એમ  કહી  શકાય  કે  તેઓ  એવું  તે  કયું  કામ  કરત હતા  કે  એવો  તે કયો  ધંધો  કરતા  હતા  કે  બે  પાંચ  વર્ષમાં  જ  કરોડ પતિ  બની  ગયા અને ધનના ઢગલામાં   આળોટવા લાગ્યા. ?  જરૂર છે  આના  જવાબ ની ?   
ભલા  કારણે  વાલા ,ભલા  હી  કીયેજા, 
બુરયી કે  બદલે , ભલા હી  કીયેજા  ,  
   પણ  આં તો  માત્ર  પોથીનું  રીંગણ જ  કહેવાય.  વ્યાવહારીક   તો  બનવું પડે  તે  કેવીરીતે બનવું ?  છે  કોઈ  પાઠશાળા  ?વડોદરા  અને  ભાવનગરના   મહારાજાએ  શિક્ષણ  અને  સ્વાથ્ય  ના  ક્ષેત્રો  માટે  અનેરા  પ્રયાસ  કરેલા  જયારે  આજના  જમાના માં   શિક્ષણ   લેવું  તે  તવંગરને  જ  પોષાય  તેમ  છે.  ડોક્ટર  બનવા  લાખો  ખરચવા  પડે,  ક્યાંથી  લાવે  કોઈ  ગરીબ  બાપ  જેના  બે  છેડા  જ  સરખા  નથતા  હોય ? આજની  હોસ્પિટલો  જોઈ  છે ?  જાણે  કે  મોટાશોપિંગ  સેન્ટરો  જોઈ  લો. દરેક  ચીજ ના  ભાવ  બોલતા  હોય.  કેબીને  કેબીને  ફરો ટેસ્ટ કરવો  અમે  કહીએ  ત્યાજ  ટેસ્ટ  કરવો    આં છે  આજના   શિક્ષણ  ક્ષેત્રની  અને  સ્વાસ્થ્ય  ક્ષેત્રની  વાતો . આમાં  ક્યાં ય  અતિશયોક્તિ  નથી નરી  વાસ્તવિકતા છે. 
અલ્લા  બચાયે  ઇન  ..............કોના  કોના  નામ  લખવા  ? 
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment